Book Title: Aarsi Tirth Aarasan Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 8
________________ આરસીતીર્થ આરાસણ અને છઠ્ઠું (હાલ કુંભેશ્વરના નામે પરિચિત) શિવાલય છે. પશ્ચાત્કાલીન જનશ્રુતિ સાચવતા માતાજીના ગરબા અનુસાર અહીં પૂર્વે અંબિકાના પ્રસાદથી વિમલમંત્રીએ ૩૬૦ જિનાલયો બંધાવેલાં. કોની કૃપાથી આ મંદિરો બંધાવ્યાં એમ દેવીએ પૂછતાં વિમલે ઉત્તર આપ્યો કે ગુરુકૃપાથી. આ સાંભળી કોપાયમાન થયેલ અમ્બાદેવીએ પાંચ છોડી બાકીનાં બધાં જ જિનમંદિરો બાળી મૂકયાં ! મંત્રીશ્વર વિમલની કીર્તિને ઝાંખી પાડવાના પ્રયાસ ઉપરાંત આરસમય મંદિરો બંધાવનાર જૈનોની સમૃદ્ધિનો દ્વેષ, અને જૈનધર્મને, એના મુનિઓને ઉતારી પાડવાના સાંપ્રદાયિક વિષ સિવાય આ દંતકથામાં કોઈ જ તથ્ય નથી. નાનકડા એવા આરાસણની ૩૬૦ તો શું પણ તેના દશમા ભાગનાંયે મંદિરો સમાવિષ્ટ કરવા જેટલી ગુંજાશ નહોતી ! અને અભિલેખો તેમ જ મધ્યકાલીન ચૈત્યપરિપાટીઓ-સ્તવનાદિના આધારે એમ નિ:શંક કહી શકાય કે ત્યાં પાંચથી વિશેષ જિનાલયો કયારે ય હતાં જ નહીં. તેમાંયે વિમલમંત્રીએ બનાવેલ તો કેવળ એક જ, અને તે પણ સંભવતયા નાનકડું મંદિર હતું. આથી પુરાતત્ત્વ અને ઇતિહાસના દષ્ટિકોણથી પ્રસ્તુત તથ્યવિહીન, જૈનધર્મદ્વેષી કિંવદંતીનું કશું જ મૂલ્ય નથી. (લીલકાઈ ગયેલા આરસનાં મંદિરોની લીલ કાળાંતરે કાળી પડી જવાથી બળી ગયાનો દેખાવ આપે છે. સાસફાઈ થયા પહેલાં મંદિરોની બહારની કાળાશને કારણે પણ પ્રસ્તુત કિંવદંતીને જોર મળ્યું હશે તેમ લાગે છે.) આરાસણગ્રામની સ્થાપના મોટે ભાગે તો ૧૧મા શતકના દ્વિતીય ચરણના આરંભના અરસામાં થઈ હશે. અહીં પ્રાપ્ત થતા જૂનામાં જૂના સં૰ ૧૦૮૭(ઈ. સ. ૧૦૩૧)ના પબાસણ પરના લેખમાં આરાસણનગર પાટણપતિ, ચૌલુકયવંશી મહારાજ ભીમદેવ પ્રથમને અધીન હોવાનું જણાવવામાં આવ્યું છે. ખરતરગચ્છ પટ્ટાવલીમાં વિમલમંત્રીએ આરાસનમાં અંબિકાનો પ્રાસાદ નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ આવે છે. પ્રસ્તુત પ્રાસાદ તે સાંપ્રત અંબાજીમાં રહેલ અંબિકાનું મંદિર, કે અન્ય કોઈ, તે કહેવું કઠિન છે. મંત્રીશ્વર વિમલનું કુળ ધનુહાવીની એટલે કે ‘ચણ્ડિકા’ની કુલામ્બાના રૂપમાં ઉપાસના કરતું હતું તે વાત જૈન ગ્રંથ પ્રશસ્તિઓ-પ્રબંધો દ્વારા સુવિદિત છે. બીજી બાજુ મંત્રીશ્વરના સમયની જૈન યક્ષી અંબિકાની બે આરસી પ્રતિમાઓ આબૂ પર વિમલવસહીમાં ઉપલબ્ધ હોઇ, જૈનમતાનુકૂલ અંબિકાની પણ મંત્રીશ્વર ઉપાસના કરતા હશે. (સ્વ૰ ) મુનિશ્રી પુણ્યવિજયજીને પ્રાપ્ત થયેલી જેસલમેરના ભંડારની એક પુરાણી તાડપત્રીય પ્રતિમાં ચંદ્રાવતીના દંડનાયક વિમલે આબૂ પર જિનમંદિર બંધાવ્યા પૂર્વે આરાસણમાં આદીશ્વરદેવનો પ્રાસાદ બંધાવ્યાની હકીકત નોંધાયેલી મળી હોવાનું સાંભળવામાં છે. બીજી બાજુ ૧૫મા શતકમાં રચાયેલી ખીમા કૃત ચૈત્યપરિપાટીમાં, શીલવિજયજીની તીર્થમાળા સં ૧૭૨૨(ઈ. સ૰ ૧૬૬૬ પશ્ચાત્)માં, તેમ જ સૌભાગ્યવિજયજીની તીર્થમાળા સં૰ ૧૭૫૦(ઈ. સ. ૧૬૯૪)માં આરાસણમાં વિમલમંત્રી કારિત Jain Education International 3 For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54