Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 9
________________ આરસીતીર્થ આરાસણ - આદિનાથનાં મંદિરનો વિમલવસહી કિંવા વિમલવિહારનો - નિર્દેશ છે. મંત્રીશ્વરનું મંદિર બંધાયા પછી અહીં ૧૧મી શતીના ઉત્તરાર્ધથી લઈ ૧૩મા શતકના પૂર્વાર્ધ સુધીમાં આરસનાં અન્ય ચાર મંદિરો બંધાયાં છે. ૪ અલબત્ત, વિમલાચલ-શત્રુંજય, રેવતાચલ-ગિરનાર, પ્રભાસતીર્થ-શ્રીદેવપતન, ભૃગુપુર, સ્તંભનપુર, શંખપુર, સત્યપુર જેવાં પશ્ચિમ ભારતનાં જૈનધામો સરખો આરાસણતીર્થનો મહિમા ન હતો. પણ ગુજરાત-રાજસ્થાનમાં સોલંકી-ચાહમાન-ગુહિલાદિ યુગોનાં મળી ત્રણસોએક જેટલાં જિનમંદિરોમાંથી ઘણાં ખરાંનો મુસ્લિમ કાળે થયેલો નાશ, અને બીજી બાજુ ચંદ્રાવતી અને અણહિલવાડપાટણનાં પ્રસ્તુતકાલીન આરસી જિનાલયોના સર્વથા વિનાશ પછી આજે સાંગોપાંગ આરસમાં થયેલ દેવાલય નિર્માણોમાં જે બચ્યું છે તેમાં દેલવાડાનાં જગવિખ્યાત મંદિરો ઉપરાંત આરાસણનાં કલાસમૃદ્ધ મંદિરો જ મુખ્યરૂપે હોઈ, સાંપ્રતકાળે તેનાં મરુ-ગૂર્જર કલા અને સ્થાપત્યના અધ્યયનમાં રહેલ મહત્ત્વ અતિરિકત તે આરસી બાંધકામના અતિ શોભનીય અને વિરલ નમૂનાઓ હોઈ, તેનાં મૂલ્ય વિષે બેમત નથી. મહાન્ જૈનતીર્થ ન હોવા છતાં, તેમજ તેના ઇતિહાસ વિષે વિશેષ હકીકતો પ્રાપ્ત થતી ન હોવા છતાં, આરાસણ વિષયક કેટલીક પ્રાથમિક અને આવશ્યક માહિતી ત્યાંના જૈન પ્રતિમાલેખો તેમજ અન્ય અભિલેખો પરથી, તેમ જ તીર્થનિરૂપણાત્મક એવં પ્રબંધાદિ જૈન સાહિત્યમાં સાંપડે છે. તદનુસાર અહીં ૧૧મા શતકના દ્વિતીય ચરણમાં નન્નાચાર્ય ગચ્છના આચાર્ય સર્વદેવ સૂરિએ, ૧૨મા શતકના દ્વિતીય ચરણમાં વાદીન્દ્ર દેવસૂરિએ, અને સં ૧૨૦૬(ઈસ ૧૧૫૦)માં વિમલવસહીમાં પ્રતિમા-પ્રતિષ્ઠા કરનાર કફ઼દાચાર્યે (અહીં મહારાજ કુમારપાલદેવના આદેશથી) પ્રતિમા-પ્રતિષ્ઠા કરી હતી. આ સિવાય પણ અહીં વટપાલ, થારાપદ્ર, દેવાચાર્ય, બૃહદ્અંદ્ર અને મડાહડ આદિ ગચ્છોના સૂરિમુનિઓ પણ પ્રતિષ્ઠાદિ કરી ગયા છે. સં ૧૧૪૮ (ઈ. સ૰ ૧૦૯૨)માં અહીં થારાપદ્રગચ્છીય યશોદેવસૂરીએ આરાસણગચ્છ પણ સ્થાપેલો. માંડવગઢના મંત્રી પીથડના પુત્ર ઝાંઝણ સં ૧૩૪૦(ઈ. સ. ૧૨૬૪)માં અહીં સંઘ લઈ યાત્રાર્થે આવેલા. તે પછી એકાદ બે દાયકામાં ખરતરગચ્છીય જિનચન્દ્ર સૂરિ (તૃતીય) અને ત્યાર બાદ યુગપ્રધાન આચાર્ય જિનકુશલસૂરિ સંઘ સાથે સં૰ ૧૩૭૯(ઈ સ૰ ૧૩૨૩)માં વંદણા દેવા આવેલા. આ સિવાય ૧૫મા શતકની, તેમજ ૧૭મા શતકની, કેટલીક ચૈત્યપરિપાટીઓમાં આ તીર્થનાં વિદ્યમાન મંદિરોનાં નામ સમેત ઉલ્લેખો મળે છે. આરાસણમાં સોલંકીઓના સીધા શાસના બાદ, રાજા ભીમદેવ દ્વિતીયના મળતા સં૦ ૧૨૬૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54