Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi
Catalog link: https://jainqq.org/explore/005599/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આશ્મીતીર્થઆરાસણ (કુમ્ભારિયાજી) છે. પાક , I . કારક રીતે Recજ ન ની મા AND . શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧. Vain Education International For Personal & Private Use Only www.ja nelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ (કુમ્ભારિયાજી) પ્રકાશક શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ (કુમ્ભારિયાજી) પ્રકાશન વર્ષ વિ. સં. ૨૦૫૩ : ઈ. સ. ૧૯૯૭ નકલ : ૧૦૦૦ ગ્રંથઆયોજન શારદાબેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર ‘દર્શન', શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪. પ્રકાશક કામદાર નવીનચંદ્ર મણિલાલ જનરલ મેનેજર શેઠ આણંદજી કલ્યાણજી ઝવેરીવાડ, અમદાવાદ-૧. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આરાસણતીર્થ(કુંભારિયા)ના આરસનાં જગવિખ્યાત જૈનમંદિરોનો પ્રમાણભૂત ઐતિહાસિક તેમ જ કલાત્મક_પરિચય આપતી સચિત્ર પથદર્શિકાની માંગ યાત્રિકો તેમ જ પ્રવાસીઓ તરફથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ખૂબ થતી હતી. સાંપ્રત પ્રકાશનથી તે જરૂરિયાત હવે પૂર્ણ થાય છે. પથદર્શિકા પ્રા. મધુસૂદન ઢાંકીએ તૈયાર કરી આપી છે અને ચિત્રો વારાણસી સ્થિત અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયન સ્ટડીઝના સહકાર અને સહાયથી પ્રાપ્ત થયાં છે, જે એમના સૌજન્યથી અહીં પ્રગટ કરવામાં આવી રહ્યાં છે, જેની અહીં સાભાર નોંધ લઈએ છીએ. અમદાવાદ વિ. સં. ૨૦૫૩ શેઠ આણંદજી કલ્યાણજી For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Yo NOVOME XOXOXOXOXOO For Personal & Private Use Only 887 Page #6 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ (કુમ્ભારિયાજી) પૃષ્ઠભૂમિ ઉત્તર ગુજરાતમાં આબૂ પર્વતથી અગ્નિકોણમાં આરાસુરનો પહાડ આવેલો છે. આ પહાડના ઉપલા સમથળ ભાગમાં, ટેકરીઓથી ઘેરાયેલ ભગવતી અંબિકાનું જનપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી વસેલું છે. આરાસુર નામ અસલમાં આરાસણ કિંવા આરાસન પરથી ઊતરી આવ્યું છે, અને અહીં સોલંકીકાળમાં હાલના આ અંબાજી ગામથી પોણો કોશ દૂર આરાસન વા આરાસણ, આરાસણનગર, આરાસણપુર, કે આરાસણાકર યા આરાસનાકર નામથી ઓળખાતું પણ એક કાળે સમૃદ્ધ નગર વસેલું હતું. આ નગરની ઉત્તરમાં રહેલ પહાડમાં આરસપહાણની ખાણો હતી. ખાણ માટે સંસ્કૃત શબ્દ છે આકર. આરાસણાકાર અભિધાનમાં ત્યાં આગળ ખાણ હોવાની હકીકતનો પડઘો રહેલો છે. આજે આરસનો સામાન્ય અર્થ આપણે માર્બલ એટલે કે સંગેમરમર ઘટાવીએ છીએ. પણ મધ્યકાળમાં તો કેવળ આરાસણની ખાણમાંથી નીકળેલા સંગેમરમરને જ ‘’‘આરાસણાશ્મ એટલે કે આરસપહાણ કહેતા. બીજી જાતનો પ્રસિદ્ધ માર્બલ મમ્માણશૈલ નામથી પ્રસિદ્ધ હતો, જે નાગપુર (નાગોર) સમીપ મકડાણ – હાલના મકરાણા - પાસે રહેલી મમ્માણી ખાંણમાંથી પ્રાપ્ત થતો, જે આજે મકરાણાના આરસ તરીકે ઓળખાય છે. આરાસણ વસવા પાછળ ત્યાંના બેમૂલ આરસ પથ્થરની ખાણ કારણભૂત હોવાનો સંભવ છે. આરસ પથ્થરનો દેવપ્રતિમાઓ ઘડવામાં અને દેવભવનોના નિર્માણમાં ઉપયોગ સાતમા-આઠમા શતકથી લઈ દશમા શતક સુધીમાં અર્બુદમંડલમાં તેમ જ આબૂની પશ્ચિમે રહેલા ગૂર્જરમંડલમાં ઠીક પ્રમાણમાં થયો હોવાનાં પ્રમાણો છે. તે કાળ પછીથી આરસની માગ વિશેષ વધતાં એની ખાણો જ્યાં આવેલી છે ત્યાં સમીપવર્તી સ્થાને નગર વસી ગયું : તે જ આરાસણનગર! આરાસ (આરસ) પથ્થર પરથી આરાસણ નામ પડ્યું કે પછી આરાસણ પરથી ત્યાં આગળ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ આરસી તીર્થ આરાસણ નીકળતા પથ્થરને આરાસ (આરસ) અભિધાન પ્રાપ્ત થયું, તેનો નિર્ણય ઇતિહાસવિદો અને ભાષાશાસ્ત્રીઓએ કરવાનો રહે છે. આ મધ્યકાલીન આરાસણનગરનું નામ બદલાઈ ૧૭માં શતક પછીથી કુંભારિયા કે કુંભારિઆ પડી ગયું છે. કુંભારિયા નામ પડવા પાછળ મહારાણા કુંભકર્ણ, મેવાડનો કુંભો રજપૂત, કુંભારોનું ગામ, ઈત્યાદિ અટકળો અનુક્રમે જેમ્સ ફોર્બસ, મુનિશ્રી વિશાલવિજયજી, અને મુનિશ્રી દર્શનવિજયજી આદિ વિદ્વાનો દ્વારા થયેલી છે; પણ પ્રસ્તુત નામકરણનો સંતોષકારક ખુલાસો હજી મળ્યો નથી. કદાચ એ મુદ્દો આજે તો બહુ જ મહત્ત્વનો પણ નથી. આરાસણની ખાણોના પથ્થરનો પ્રયોગ અર્બદ પર્વતવત પરમારોની રાજધાની ચંદ્રાવતી નગરીના બાંધકામમાં, આબૂ સ્થિત દેલવાડાગ્રામના જગપ્રસિદ્ધ મંદિરોમાં–મંત્રીપ્રવર પૃથ્વીપાલે વિસ્તારેલ વિમલસહી તેમ જ મંત્રીશ્વર તેજપાળે કરાવેલ લૂણવસતીમાં – અણહિલવાડ પાટણનાં કેટલાંક જિનમંદિરો તેમજ જિનપ્રતિમાઓના નિર્માણમાં, શત્રુંજય તેમ જ ખંભાત અને તેની પાસે આવેલ નગરા ગ્રામ, પ્રભાસપાટણ, કર્ણાવતી, સિદ્ધપુર આદિકેટલાંય સ્થાનોની સોલંકીકાળમાં, ૧૧મા શતકથી લઈ ૧૩મા શતક સુધીની, જૈન-જૈનેતર દેવપ્રતિમાઓના ઘડતરમાં થયો છે. વિ. સં. ૧૩૭૧ (ઈ. સ. ૧૩૧૫)માં થયેલા પુનરુદ્ધાર સમયે શત્રુંજયાદ્રિમંડન ભગવાન યુગાદિદેવના, ઓસવાલ શ્રેષ્ઠી સમરાસાહ ભરાવેલ નૂતન બિંબનો પાષાણ આરાસણની ખાણમાંથી લાવવામાં આવેલો. એ જ રીતે ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાળ વિનિર્મિત તારંગાના અજિતનાથ મહાપ્રાસાદના સં. ૧૪૭૯(ઈ. સ. ૧૪૨૩)માં શ્રેષ્ઠી ગોવિંદ દ્વારા થયેલ પુનરુદ્ધાર સમયે પણ મૂલનાયકની પ્રતિમાનો આરસ આરાસણની ખાણમાંથી કાઢવામાં આવેલો. આરાસણની ખાણના આ આરસ પથ્થરની કેટલીક વિશિષ્ટતાઓ છે, જે મકરાણાના ધોળા કોડા જેવા આરસમાં નથી. આરાસણથી પ્રાપ્ત સફેદ રંગનો આરસ કાલક્રમે ગજદંત શો મીઠો પીળો રંગ ધારણ કરે છે. આ સિવાય આછા લીલા, સુરખાબી, નીલ-જાંબુડી, અને ભૂરા રંગની દ્રધનુશી છાયાવાળી જાતો પણ ત્યાં નીકળે છે, જેનો ઉપયોગ દેલવાડામાં વિમલવસહી, અને વિશેષે લૂણવસતીમાં, તેમજ અહીં આરાસણમાં મહાવીર જિનાલયમાં, અને શત્રુંજય પરના કુમારપાળના કહેવાતા મંદિરની મૂર્તિના પરિકર ઈત્યાદિની રચનામાં થયો છે. આરાસણની ખાણોમાંથી જેટલો ઊંચી જાતનો, ઝીણા પોગરનો અને સુંદર રંગછાયાવાળો પથ્થર નીકળે છે તે મકરાણાના પથ્થરથી સમગ્ર દષ્ટિએ ચઢિયાતો છે. મંદિરો અને ઇતિહાસ આરાસણ કિંવા કુંભારિયામાં આજે તો વસ્તી નથી. પણ ત્યાં પુરાણાં પાંચ જૈન મંદિરો For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ અને છઠ્ઠું (હાલ કુંભેશ્વરના નામે પરિચિત) શિવાલય છે. પશ્ચાત્કાલીન જનશ્રુતિ સાચવતા માતાજીના ગરબા અનુસાર અહીં પૂર્વે અંબિકાના પ્રસાદથી વિમલમંત્રીએ ૩૬૦ જિનાલયો બંધાવેલાં. કોની કૃપાથી આ મંદિરો બંધાવ્યાં એમ દેવીએ પૂછતાં વિમલે ઉત્તર આપ્યો કે ગુરુકૃપાથી. આ સાંભળી કોપાયમાન થયેલ અમ્બાદેવીએ પાંચ છોડી બાકીનાં બધાં જ જિનમંદિરો બાળી મૂકયાં ! મંત્રીશ્વર વિમલની કીર્તિને ઝાંખી પાડવાના પ્રયાસ ઉપરાંત આરસમય મંદિરો બંધાવનાર જૈનોની સમૃદ્ધિનો દ્વેષ, અને જૈનધર્મને, એના મુનિઓને ઉતારી પાડવાના સાંપ્રદાયિક વિષ સિવાય આ દંતકથામાં કોઈ જ તથ્ય નથી. નાનકડા એવા આરાસણની ૩૬૦ તો શું પણ તેના દશમા ભાગનાંયે મંદિરો સમાવિષ્ટ કરવા જેટલી ગુંજાશ નહોતી ! અને અભિલેખો તેમ જ મધ્યકાલીન ચૈત્યપરિપાટીઓ-સ્તવનાદિના આધારે એમ નિ:શંક કહી શકાય કે ત્યાં પાંચથી વિશેષ જિનાલયો કયારે ય હતાં જ નહીં. તેમાંયે વિમલમંત્રીએ બનાવેલ તો કેવળ એક જ, અને તે પણ સંભવતયા નાનકડું મંદિર હતું. આથી પુરાતત્ત્વ અને ઇતિહાસના દષ્ટિકોણથી પ્રસ્તુત તથ્યવિહીન, જૈનધર્મદ્વેષી કિંવદંતીનું કશું જ મૂલ્ય નથી. (લીલકાઈ ગયેલા આરસનાં મંદિરોની લીલ કાળાંતરે કાળી પડી જવાથી બળી ગયાનો દેખાવ આપે છે. સાસફાઈ થયા પહેલાં મંદિરોની બહારની કાળાશને કારણે પણ પ્રસ્તુત કિંવદંતીને જોર મળ્યું હશે તેમ લાગે છે.) આરાસણગ્રામની સ્થાપના મોટે ભાગે તો ૧૧મા શતકના દ્વિતીય ચરણના આરંભના અરસામાં થઈ હશે. અહીં પ્રાપ્ત થતા જૂનામાં જૂના સં૰ ૧૦૮૭(ઈ. સ. ૧૦૩૧)ના પબાસણ પરના લેખમાં આરાસણનગર પાટણપતિ, ચૌલુકયવંશી મહારાજ ભીમદેવ પ્રથમને અધીન હોવાનું જણાવવામાં આવ્યું છે. ખરતરગચ્છ પટ્ટાવલીમાં વિમલમંત્રીએ આરાસનમાં અંબિકાનો પ્રાસાદ નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ આવે છે. પ્રસ્તુત પ્રાસાદ તે સાંપ્રત અંબાજીમાં રહેલ અંબિકાનું મંદિર, કે અન્ય કોઈ, તે કહેવું કઠિન છે. મંત્રીશ્વર વિમલનું કુળ ધનુહાવીની એટલે કે ‘ચણ્ડિકા’ની કુલામ્બાના રૂપમાં ઉપાસના કરતું હતું તે વાત જૈન ગ્રંથ પ્રશસ્તિઓ-પ્રબંધો દ્વારા સુવિદિત છે. બીજી બાજુ મંત્રીશ્વરના સમયની જૈન યક્ષી અંબિકાની બે આરસી પ્રતિમાઓ આબૂ પર વિમલવસહીમાં ઉપલબ્ધ હોઇ, જૈનમતાનુકૂલ અંબિકાની પણ મંત્રીશ્વર ઉપાસના કરતા હશે. (સ્વ૰ ) મુનિશ્રી પુણ્યવિજયજીને પ્રાપ્ત થયેલી જેસલમેરના ભંડારની એક પુરાણી તાડપત્રીય પ્રતિમાં ચંદ્રાવતીના દંડનાયક વિમલે આબૂ પર જિનમંદિર બંધાવ્યા પૂર્વે આરાસણમાં આદીશ્વરદેવનો પ્રાસાદ બંધાવ્યાની હકીકત નોંધાયેલી મળી હોવાનું સાંભળવામાં છે. બીજી બાજુ ૧૫મા શતકમાં રચાયેલી ખીમા કૃત ચૈત્યપરિપાટીમાં, શીલવિજયજીની તીર્થમાળા સં ૧૭૨૨(ઈ. સ૰ ૧૬૬૬ પશ્ચાત્)માં, તેમ જ સૌભાગ્યવિજયજીની તીર્થમાળા સં૰ ૧૭૫૦(ઈ. સ. ૧૬૯૪)માં આરાસણમાં વિમલમંત્રી કારિત 3 For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ - આદિનાથનાં મંદિરનો વિમલવસહી કિંવા વિમલવિહારનો - નિર્દેશ છે. મંત્રીશ્વરનું મંદિર બંધાયા પછી અહીં ૧૧મી શતીના ઉત્તરાર્ધથી લઈ ૧૩મા શતકના પૂર્વાર્ધ સુધીમાં આરસનાં અન્ય ચાર મંદિરો બંધાયાં છે. ૪ અલબત્ત, વિમલાચલ-શત્રુંજય, રેવતાચલ-ગિરનાર, પ્રભાસતીર્થ-શ્રીદેવપતન, ભૃગુપુર, સ્તંભનપુર, શંખપુર, સત્યપુર જેવાં પશ્ચિમ ભારતનાં જૈનધામો સરખો આરાસણતીર્થનો મહિમા ન હતો. પણ ગુજરાત-રાજસ્થાનમાં સોલંકી-ચાહમાન-ગુહિલાદિ યુગોનાં મળી ત્રણસોએક જેટલાં જિનમંદિરોમાંથી ઘણાં ખરાંનો મુસ્લિમ કાળે થયેલો નાશ, અને બીજી બાજુ ચંદ્રાવતી અને અણહિલવાડપાટણનાં પ્રસ્તુતકાલીન આરસી જિનાલયોના સર્વથા વિનાશ પછી આજે સાંગોપાંગ આરસમાં થયેલ દેવાલય નિર્માણોમાં જે બચ્યું છે તેમાં દેલવાડાનાં જગવિખ્યાત મંદિરો ઉપરાંત આરાસણનાં કલાસમૃદ્ધ મંદિરો જ મુખ્યરૂપે હોઈ, સાંપ્રતકાળે તેનાં મરુ-ગૂર્જર કલા અને સ્થાપત્યના અધ્યયનમાં રહેલ મહત્ત્વ અતિરિકત તે આરસી બાંધકામના અતિ શોભનીય અને વિરલ નમૂનાઓ હોઈ, તેનાં મૂલ્ય વિષે બેમત નથી. મહાન્ જૈનતીર્થ ન હોવા છતાં, તેમજ તેના ઇતિહાસ વિષે વિશેષ હકીકતો પ્રાપ્ત થતી ન હોવા છતાં, આરાસણ વિષયક કેટલીક પ્રાથમિક અને આવશ્યક માહિતી ત્યાંના જૈન પ્રતિમાલેખો તેમજ અન્ય અભિલેખો પરથી, તેમ જ તીર્થનિરૂપણાત્મક એવં પ્રબંધાદિ જૈન સાહિત્યમાં સાંપડે છે. તદનુસાર અહીં ૧૧મા શતકના દ્વિતીય ચરણમાં નન્નાચાર્ય ગચ્છના આચાર્ય સર્વદેવ સૂરિએ, ૧૨મા શતકના દ્વિતીય ચરણમાં વાદીન્દ્ર દેવસૂરિએ, અને સં ૧૨૦૬(ઈસ ૧૧૫૦)માં વિમલવસહીમાં પ્રતિમા-પ્રતિષ્ઠા કરનાર કફ઼દાચાર્યે (અહીં મહારાજ કુમારપાલદેવના આદેશથી) પ્રતિમા-પ્રતિષ્ઠા કરી હતી. આ સિવાય પણ અહીં વટપાલ, થારાપદ્ર, દેવાચાર્ય, બૃહદ્અંદ્ર અને મડાહડ આદિ ગચ્છોના સૂરિમુનિઓ પણ પ્રતિષ્ઠાદિ કરી ગયા છે. સં ૧૧૪૮ (ઈ. સ૰ ૧૦૯૨)માં અહીં થારાપદ્રગચ્છીય યશોદેવસૂરીએ આરાસણગચ્છ પણ સ્થાપેલો. માંડવગઢના મંત્રી પીથડના પુત્ર ઝાંઝણ સં ૧૩૪૦(ઈ. સ. ૧૨૬૪)માં અહીં સંઘ લઈ યાત્રાર્થે આવેલા. તે પછી એકાદ બે દાયકામાં ખરતરગચ્છીય જિનચન્દ્ર સૂરિ (તૃતીય) અને ત્યાર બાદ યુગપ્રધાન આચાર્ય જિનકુશલસૂરિ સંઘ સાથે સં૰ ૧૩૭૯(ઈ સ૰ ૧૩૨૩)માં વંદણા દેવા આવેલા. આ સિવાય ૧૫મા શતકની, તેમજ ૧૭મા શતકની, કેટલીક ચૈત્યપરિપાટીઓમાં આ તીર્થનાં વિદ્યમાન મંદિરોનાં નામ સમેત ઉલ્લેખો મળે છે. આરાસણમાં સોલંકીઓના સીધા શાસના બાદ, રાજા ભીમદેવ દ્વિતીયના મળતા સં૦ ૧૨૬૩ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ (ઈ. સ. ૧૨૭૦)ના લેખ પછીથી કે તે અરસામાં આબૂના ઈતિહાસ-પ્રસિદ્ધ પરમાર રાજા ધારાવર્ષદેવનું શાસન થયું હશે તેવું અભિલેખો પરથી જાણવા મળે છે. ૧૩મા શતકના અંત ભાગે થયેલા મુસ્લિમ આક્રમણનો આરાસણ પણ ભોગ બન્યું. એની દેવપ્રતિમાઓ ખંડિત થઈ; ને નગરનો પ્રાય: નાશ થયો જણાય છે. ૧૪મા શતકના પૂર્વાર્ધમાં ત્રિસંગમક(ત્રિશંગમક)ના રાણા મહિપાલદેવના આરાસણ પરના શાસન પછીથી ગામ તેમજ દેવમંદિરો ક્રમશ: ઉજ્જડ થયાં; છતાં ૧૫મા શતકમાં કોઈ કોઈ જૈન યાત્રીઓ આરાસણ આવતા હશે : પણ પછીથી ગામ ખાલી પડ્યું જણાય છે. છેક ૧૭મા શતકમાં તપગચ્છીય યુગપ્રધાનાચાર્ય જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિના શિષ્ય આચાર્ય વિજયસેનસૂરિ અને ખાસ કરીને વિજયદેવસૂરિની પ્રેરણાથી આરાસણતીર્થનો ઉદ્ધાર થયો. એ પછી તીર્થનો વહીવટ જુદા જુદા હાથમાં ફરી છેવટે દાંતાના સંઘ પાસેથી શેઠ આણંદજી કલ્યાણજી સં. ૧૯૭૬ (ઈ. સ. ૧૯૨૦)માં સંભાળી ધીરે ધીરે સ્થાનમાં સાક્સફાઈ તેમજ વ્યવસ્થા આણવાનું કાર્ય આરંભ્ય, જે આજ સુધી ચાલુ છે. આરાસણતીર્થનો ઉલ્લેખ કરતાં સ્તવનો તથા ચૈત્યપરિપાટીઓમાં ત્યાંનાં પાંચ મંદિરોનો ઉલ્લેખ મળે છે : (૧) આદિનાથ, (૨) વીરનાથ, (૩) લોટણ-પાર્શ્વનાથ, (૪) નેમિનાથ, અને (૫) શાંતિનાથ. આજે આદિનાથ મૂળનાયક હોય તેવું કોઈ મંદિર નથી, અને વિદ્યમાન મંદિરોમાંનું છેલ્લું મંદિર સંભવનાથનું ગણાય છે; પણ સંભવનાથના મંદિરનો ચૈત્યપરિપાટીકારો ઉલ્લેખ કરતા નથી. આમ આ બે કિસ્સામાં મૂલનાયકમાં પરિવર્તન થવા છતાં પરિપાટીકારોએ વર્ણવેલા પાંચે મંદિરો સાંપ્રતકાળે વિદ્યમાન છે. એમાં નેમિનાથનું જિનાલય મંદિરોનાં આ સમૂહનું સૌથી મોટું અને મધ્યવતીં મંદિર હોઈ, આજે તો તેને જ તીર્થનું મુખ્ય મંદિર માનવામાં આવે છે. પ્રબંધાદિ સાહિત્યમાં પણ આરાસણીય નેમિનાથનાં ઈતિવૃત્ત આપવામાં આવ્યાં છે; પણ નિર્માણ-સમયની દષ્ટિએ તો તેનો ક્રમ ચોથો છે, જે વિષે અહીં આગળ ઉપર જોઈશું. ડુંગરની ગાળી વચ્ચે શોભી રહેલાં કલાની મહૂલી શાં આ પાંચ જિનાલયોનો સ્થાનક્રમ નીચે મુજબ છે. આરસણમાં પ્રવેશતાં ઉત્તર-દક્ષિણ રસ્તાને અંતે સૌથી પહેલાં ભગવાન નેમિનાથનું મહામંદિર નજરે પડે છે : (ચિત્ર-૧). નેમિનાથના ભવનથી ઠીક ઠીક ઈશાનમાં અત્યારે શાંતિનાથનું કહેવાતું મંદિર આવે છે : (ચિત્ર-૨). પ્રસ્તુત મંદિરથી અગ્નિકોણમાં મહાવીર સ્વામીનું ચિત્ર-૩) મંદિર છે, અને તેની બાજુમાં પૂર્વ તરફ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે : (ચિત્ર-૪); જ્યારે સંભવનાથનું કહેવાતું મંદિર નેમિનાથના જિનાલયથી અને સારાયે સમૂહથી જરા દૂર, કંઈક વાયવ્ય કોણમાં આવેલું છે, આ પાંચે મંદિરો ઉત્તરાભિમુખ છે, જે વિશેષતા અહીં નોંધવી જોઈએ. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ વિમલવસહી મંત્રીશ્વર વિમલકારિત આદિનાથના મંદિરનો એકદમ તો પત્તો મળતો નથી, પણ સાંપ્રતકાળે શાંતિનાથના મંદિર નામે ઓળખાતું જિનાલય મૂળે આદિનાથનું હતું તેવું તેમાંથી પ્રાપ્ત થતા પ્રતિમાલેખો તેમજ મંદિરની અંદરના અલંકાર દેવતાઓનાં પ્રતિમા વિધાનનાં પ્રમાણોથી સિદ્ધ થાય છે. મૂળનાયક શાંતિનાથની નાની શી ગાદી પર તો સં. ૧૩૦૪નો લેખ છે, પણ તેમાં તો પાર્શ્વનાથનું બિંબ કહ્યું છે, અને વિશેષમાં પ્રસ્તુત પબાસણવાળી પ્રતિમા મૂળે મહાવીર સ્વામીના મંદિરમાં હતી તેવો તેમાં સંકેત હોઈ, તેમ જ સાંપ્રત મંદિર પ્રસ્તુત લેખની મિતિથી પુરાણું હોઈ, તેનો કોઈ જ સંબંધ આ મંદિર સાથે નથી. પરિપાટીકારો અહીંના આદીશ્વરદેવના મંદિરને વિમલમંત્રી સાથે જોડતા હોઈ સંભવત: આ મંદિર મંત્રીશ્વરના સમયનું હોવું ઘટે. પણ આ મૂળ આદિનાથના મંદિરમાં વિમલમંત્રીના સમયમાં મૂકી શકાય તેવું કંઈ હોય તો તે કેવળ ગર્ભગૃહની દ્વારશાખા (બારશાખ) જ, બાકીનો બધો જ ભાગ સં. ૧૧૩૭(ઈ. સ. ૧૦૮૧-૮૨)ના સમયના પુનરુદ્ધાર-સંવિસ્તરણ સમયનો હોઈ, આ મંદિરને વિમલવસહી કહીએ તો પણ વ્યવહાર અને તેના વર્તમાન વાસ્તવિક સ્વરૂપે તે કર્ણદેવ સોલંકીના સમયનું ગણવું ઘટે. એ કારણ સબબ એનું વિવરણ અહીં તેના કાલાનુસાર આવતા ક્રમમાં લઈશું. (૧) વીરનાથ ચૈત્ય (મહાવીરસ્વામીનું મંદિર) આ મંદિર અંતર્ગત રહેલા પ્રતિભા-લેખોમાં વીરનાથ ચૈત્યનો ઉલ્લેખ મળે છે, અને હાલ પણ તે મહાવીર સ્વામીના મંદિર તરીકે ઓળખાય છે. મંદિરનો મુખ્ય ભાગ સં. ૧૧૧૮(ઈ. સ. ૧૦૬૨)માં બન્યો હોય તેમ જણાય છે. ભૂલનાયકની પ્રતિષ્ઠાનું એ વર્ષ છે, જ્યારે દેવકુલિકાઓમાં મોટા ભાગના જૂના લેખો સં ૧૧૪૦(ઈ. સ. ૧૦૮૪)થી લઈ સં૧૧૪૮ (ઈ. સ. ૧૯૨) સુધીના છે. આ મંદિર (ચિત્ર-૩) નેમિનાથના મંદિરથી ઈશાન ખૂણે આવેલું છે. મંદિરની માંડણી જગતી પર થયેલી છે. પ્રવેશે મુખચતુષ્કી (મુખચોકી) સાથે મેળવીને કરેલ મુખમંડપ, તે પછી અંદર જતાં રંગમંડપ, ચોકી, ગૂઢમંડપ અને મૂલપ્રાસાદની રચના કરી છે. છચોકી અને રંગમંડપ ફરતી પટ્ટશાલા સમેત ચતુર્વિશતિ જિનાલયની રચના છે, જ્યારે ગૂઢમંડપમાં છચોકીથી પ્રવેશ આપવા ઉપરાંત પૂર્વ-પશ્ચિમ પણ પ્રવેશદ્વારો કર્યા છે. આ પ્રવેશદ્વારોના સૂત્ર (સીધમાં) દેવકુલિકાઓ જ્યાં પૂરી થઈ જગતીનો કોટ શરૂ થાય છે, ત્યાં પણ દ્વાર મૂક્યાં છે. કોટના પશ્ચિમ દ્વારની For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ પડખે સામાન ભરવાની કોટડી કરી છે. આ દેવકુલિકાના પૂર્વ બાજુના (આજે બંધ કરેલા) દ્વારે ૧૨મા શતકની શૈલીનું આરસનું આકર્ષક તોરણ મૂકયું છે : (ચિત્ર-૧૫). હવે મંદિરની વિગતવાર રચના જોઈએ. મૂલપ્રાસાદનાં પીઠ (બેસણી) તેમજ મંડોવર (ઊભણી)નાં ઘાટડાં સફાઈદાર પણ પ્રમાણમાં અલંકાર વગરનાં છે, પણ ઘાટીલું શિખર જાલની કોરણીવાળું છે અને ગૂઢમંડપ પર સંવરણાની રચના છે : (ચિત્ર-૫). ગર્ભગૃહમાં જાજવલ્યમાન પરિકરયુકત મહાવીરસ્વામી બિરાજમાન છે. સાંપ્રત પ્રતિમા તો ૧૭મા શતકની છે, પણ પરિકર તેમજ પબાસણ અસલી, સં. ૧૧૧૮ નાં, છે. ગર્ભગૃહની ભોં પર પૂર્વભીત યક્ષરાજ સર્વાનુભૂતિ તેમજ સામેની ભીતિ દેવી અંબિકાની સૌષ્ઠવભરી મૂર્તિઓ સ્થાપેલી છે, જેનો કાળ, શૈલીની દષ્ટિએ, કાળ મંદિરની સ્થાપનાનો જ હોય તેમ જણાય છે. ગૂઢમંડપમાં અડખેપડખેની ભીંતની લગોલગ સં. ૧૧૧૮(ઈ. સ. ૧૦૬૨)ના લેખ ધરાવતી બે કાયોત્સર્ગ જિનની પ્રતિમા પરોણા દાખલ મૂકેલી છે, જે પણ મંદિરના પ્રતિષ્ઠાના સમયની છે. દ્વારના ઉત્તરંગ પર ગર્ભહરણ કરતા હરિણીગમેષી દેવતા(હરિ-નેગમેષ દેવ)નું દશ્ય અંકિત છે. ગૂઢમંડપના મુખ્યદ્વારમાંથી નીકળતાં ચોકીમાં પ્રવેશ થાય છે. ગુજરાતનાં જૈન મંદિરોમાં છચોકી (ત્રિક)ને શિલ્પશૃંગારથી ખૂબ સજાવી, કોઈ કચાશ ન રહી જાય તેવો, અલંકૃત સ્થાપત્યનો નમૂનો બનાવવાની ચીવટ નિર્માતાઓ તેમજ વાસ્તુકર્માઓ (સ્થપતિઓ) રાખતા આવ્યા છે. એ પરિપાટીમાં આ મહાવીર જિનાલયની ચોકી પોતાનાં અંગોના પ્રમાણતોલન, ને સ્તંભો - તેમજ વિતાનો(છતો)ની શોભનલીલાનું એક અપૂર્વ અને રૂપસુંદર દષ્ટાંત બની ગઈ છે. લગભગ સવા ગજ ઊંચેરી પીઠને પડખામાં અલંકારી વેદિકાથી મઢી (ચિત્ર-૬), તેના તળમાં મુખચોકી કરી, મથાળે ઉત્તાનપટ્ટ (ભો) પર ચાર પાછળ તથા બે આગળ એમ કુલ ૬ મુકત-સ્તંભો અને તેના બરાબર ગૂઢમંડપની ભીંતમાં ભિત્તિસ્તંભો કર્યો છે : (ચિત્ર-૭). મુખચોકીના અલંકૃત સ્તંભો વચ્ચે એક કાળે તિલકતોરણ હશે તે આજે તો નષ્ટ થયું છે, પણ પાછળ રહેલી પડખાંની ચોકીઓના સાદા સ્તંભોની જોડી વચ્ચે, ભીંતમાં કાઢેલ ખત્તકો(ગોખલાઓ)ની સામે, અર્ધચંદ્રાકાર ઈલ્લિકાતોરણો હજુ સાબૂત છે : (ચિત્ર-૮). મુખચોકીના આગલા સ્તંભો ખૂબ જ અલંકૃત છે. અને તેની જંઘામાં વિદ્યાદેવીઓ, સરસ્વતીદેવી આદિ દેવીમૂર્તિઓ કંડારેલી છે : (ચિત્ર-૮). પાર્ધચતુષ્કીઓમાં નાભિછંદ અને પદ્મક જાતિનાં વિતાનો કરેલાં છે, પણ સૌથી સુંદર વિતાનો તો મધ્યવર્તી ચતુષ્કીઓમાં રહેલાં છે. છચોકીનાં પગથિયાં ચઢતાં, મુખચોકીમાં ઉપર નજર કરતાં, જાણે કે કમળો ભરેલો કુંડ અવળો કરી આકાશમાં ટીંગાડ્યો હોય એવો અદ્ભુત પદ્મનાભ જાતિનો, સારાયે પશ્ચિમ ભારતના વિતાન-વિભાવોમાં આગવી ભાત પાડતો બહુ સુંદર વિતાન કરેલો For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ છે : (ચિત્ર-૯), ને તેની તરત જ પાછળ, ગૂઢમંડપના દ્વારની ઉપર ક્ષિપ્તોત્ક્ષિપ્ત જાતિનો, ઊંડા ઊતરતા જતા ને ઝીણી કોરણીવાળા કોલના સમૂહથી રચાતો, સુંદર વિતાન આવી રહેલો છે : (ચિત્ર-૧૦). ८ છચોકી પછી આવીએ રંગમંડપમાં. રંગમંડપનું સંધાન છચોકીના સ્તંભો સાથે કરી લેવામાં આવ્યું છે. રંગમંડપના પાસાદાર સ્તંભો ઓપયુકત છે, પણ સામાન્ય રીતે જૈન રંગમંડપોમાં હોય છે તેના કરતાં તે ઓછી કોરણીવાળા છે : અપવાદ રૂપે છે ઉત્તરે પ્રવેશ બાજુની જોડી, જેમાંના એકની જંઘામાં મૃદંગધારી ગંધર્વનું સુંદર શિલ્પ છે. ૧૨ સ્તંભો ધરાવતા આ રંગમંડપ કિંવા નૃત્યમંડપને ચતુર્દિશામાં ભદ્રભાગે તિલક-તોરણો લગાવેલાં હતાં, આજે તો માત્ર પૂર્વ બાજુનું જ તોરણ બચ્યું છે : (ચિત્ર-૧૧). રંગમંડપની વચ્ચે લગભગ ૧૬/૪ ફીટ વ્યાસનો, અખિલ બ્રહ્માંડની વિભૂતિ શો, સભામંદારક પ્રકારનો, વિદ્યાધરમંડિત રૂપકંઠ તેમ જ ગજતાલુ અને કોલના થરોથી સર્જાતો અને વચ્ચે પ્રગલ્ભ લંબનથી શોભતો પ્રભાવશાળી કરોટક કરેલો છે : (ચિત્ર-૧૩): છચોકી બાજુ વિદ્યાધરોને બદલે હરિણગમેષી દેવનાં રૂપ કોરેલાં છે. વચ્ચેનો આ મહાવિતાન છોડી ચારે ખૂણે પડતા ત્રિકોણોમાં ત્રણે બાજુએ પટ્ટીથી મઢેલ, કલ્પવલ્લી ખચિત, અને વચ્ચે ગ્રાસમુખના શોભનથી અંકિત, એકસરખા ચાર ત્રિકોણાકાર કર્ણવિતાનો કરેલા છે: (ચિત્ર-૧૨). રંગમંડપને પૂર્વ-પશ્ચિમ તરફ રહેલ દેવકુલિકાઓની હારને બન્ને બાજુએ સાંધતા સમતલ જાતિનાં લંબચોરસ છ છ વિતાનો આવેલાં છે. પૂર્વ તરફ જોઈએ તો તેમાં કોઈ કોઈમાં ચોકોર પટ્ટીઓમાં હાથી, ઘોડા, અને જિનદર્શને જતા જનસમુદાયનાં દશ્યો અંકિત કરેલાં છે, તો કેટલાકમાં વળી પૂરા ક્ષેત્રમાં રત્નબંધયુકત શલાકાઓથી ખંડ પાડી, તેમાં ગંધર્વમંડળો, હસ્તિ, અશ્વ, કલશધારિણી સુંદરીઓ, આદિનાં રૂપ કાઢ્યાં છે: (ચિત્ર-૧૪). આબૂની વિમલસહીમાં ભમતીમાં ઈશાન ખૂણે આવા પ્રકારનાં બે’એક વિતાનો છે, પણ તે કુંભારિયાનાં આ દષ્ટાંતોથી લગભગ ૧૨૫ વર્ષ બાદ બનેલાં છે અને તેમાં ન તો આટલી ઝીણવટ છે, કે ન તો આવી સફાઈ, કે ન તો આયોજનની કલ્પના. અહીં આ પ્રકારનાં કેટલાંક વિતાનોના આરસમાં તો નીલ-જાંબ છાયા વ્યાપેલી હોઈ, સારુંયે કામ આછી રંગીન ચીનાઈ માટીમાં ઢાળેલું હોય તેવો સંભ્રમ ઉત્પન્ન કરે છે. પશ્ચિમ તરફનાં છ વિતાનો પૂર્વનાં વિતાનોના મુકાબલે કંઇક ઓછા કલાત્મક છે, પણ તેમાં તીર્થંકરોનાં જીવનચરિત્રોમાંથી ચૂંટીને પ્રસંગો કંડાર્યાં હોઈ, ને સમવસરણાદિ રચનાઓમાં ભાવો કોતર્યા હોઈ, જૈન પ્રતિમા-વિદ્યાના અધ્યયનાદિના અધ્યયન માટે ઉપયોગી સામગ્રી તેમાં ભરેલી છે. (તેમાં કોઈ કોઈ પર ટૂંકા લેખો પણ કોરેલા છે.) દેવકુલિકાઓની દ્વારશાખાઓ તેમજ પટ્ટશાલાના સ્તંભો અને વિતાનો પ્રમાણમાં સાદા For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ છે. ઉત્તર તરફ દેવકુલિકાઓને બદલે ગોખલાઓ કર્યા છે. અહીંની દેવકુલિકાઓમાં રહેલાં પબાસણના સં. ૧૧૪૭(ઈ. સ. ૧૦૯૧)ના લેખમાં મંદિરને વીરનાથ ચૈત્ય કહ્યું છે. અને સં. ૧૧૪૫ (ઈ. સ. ૧૦૮૯) તેમજ સં૧૧૪૭(ઈ. સ. ૧૦૯૧)ના એક અન્ય લેખમાં મંદિરને સંઘચૈત્ય કહેલું હોઈ મંદિર કોઈ એક વ્યક્તિનું નહીં પણ આરાસણના સંઘના શ્રાવકો દ્વારા બનેલું છે એવો ભાવ નીકળે છે. કેટલાક વિદ્વાનો આ મહાવીર મંદિરને વિમલવસહી અને એથી એને અસલનું આદિનાથનું મંદિર ગણાવે છે : પણ આ વાત અભિલેખોથી સિદ્ધ થતી નથી. મંદિર આરાસણના સંઘે કરાવેલું. વળી તેમાં હરિનેગમેષનાં રૂપો કંડારેલાં હોઈ, પહેલેથી જ એ વીરજિનનું મંદિર હતું, અને તેની રચના સં. ૧૧૧૮(ઈ. સ. ૧૦૬૨)માં થયેલી હતી. (૨) શાંતિનાથનું મંદિર (પ્રાચીન આદિનાથ જિનાલય : વિમલવસહી) * મહાવીર સ્વામીના મંદિરથી વાયવ્યમાં વર્તમાને શાંતિનાથનું કહેવાતું મંદિર આવેલું છે: (ચિત્ર-૩). મંદિરનું તલ-આયોજન એકંદરે મહાવીર સ્વામીના મંદિરને મળતું આવે છે. પણ મંદિર તેનાથી થોડુંક નાનું છે અને અહીં મુખમંડપને બદલે મુખચોકી કરેલી છે. મહાવીર સ્વામીના મંદિરનો મૂલપ્રાસાદ લગભગ ૧૭/૨ ફીટનો છે, જ્યારે અહીં મૂલપ્રાસાદ પંદરેક ફીટનો છે. એનું શિખર સુડોળ અને જાલાભૂષિત છે : (ચિત્ર-૧૬). ગર્ભગૃહ(ગભારા)માં શાંતિનાથની કહેવાતી (૧૭મા શતકની) પ્રતિમા છે, પણ અગાઉ જોઈ ગયા તેમ, પબાસણના લેખમાં તે મૂળ પાર્શ્વનાથની હોવાનું અને તે પણ મહાવીર સ્વામીના મંદિરમાં (કોઈ દેવકુલિકા કે ખતકમાં) પ્રતિષ્ઠિત હોવાનું કહ્યું હોઈ, આ મંદિર અસલમાં શાંતિનાથનું નહીં પણ આદિનાથનું હતું તેમ આ પહેલાં કહેવામાં આવ્યું છે અને તે અંગે વિશેષ પ્રમાણો આગળ ઉપર જોઈશું. મંદિરનો ગૂઢમંડપ સાદો છે, તેને માથે સંવરણા (સામરણ) કરી છે તે મહાવીર સ્વામીના ગૂઢમંડપ પરની સંવરણા જેટલી ઘાટ-સભર નથી. પ્રસ્તુત મંદિરના ગૂઢમંડપની જેમ અહીં મુખ્ય દ્વાર ઉપરાંત પૂર્વ-પશ્ચિમમાં પણ દ્વારા કરેલાં છે, જેના સૂત્રે જગતના કોટમાં પણ દ્વારા કરેલાં છે. (પશ્ચિમ દ્વારને, આગળના મંદિરની જેમ, ચોકીયાળું પણ કર્યું છે.). ગૂઢમંડપનું મુખ્ય દ્વાર અલંકૃત છે, અને તેની આજુબાજુ ખત્તકો કરેલાં છે. છચોકીના પડખામાં જાધ્યકુંભ (જાડંબો), કર્ણક (કણી), અને ગ્રામપટ્ટીવાળી ઓપદાર પીઠ કરી છે, અને તેના મુખ્ય ભાગમાં રાજસેન અને અલંકૃત વેદિકા વગેરે કર્યા છે. છચોકીમાં મુખચોકી ન કરતાં બધી જ ચોકીઓ પીઠ પરના For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આરસીતીર્થ આરાસણ ઉત્તાનપટ્ટ પર જ ગોઠવી છે. છચોકીના આગલા ચાર સ્તંભો કરણીથી નખશિખ આભૂષિત કર્યા છે (ચિત્ર-૧૭). તેની જંઘામાં યક્ષીઓ તેમ જ વિદ્યાદેવીઓનાં રૂપો કંડાર્યા છે. (ચોકીનાં પગથિયાં ચડતે સમયે આવતી સ્તંભોની જેડીના મોવડમાં આદીશ્વરની શાસનદેવી ચક્રેશ્વરીનાં રૂપ કાઢ્યાં છે.) છચોકીના પાછલા ચાર સ્તંભોમાં કરણી કમ છે, છતાં તે ઘાટીલા છે (ચિત્ર-૧૮). છચોકીમાં પાર્શ્વચોકીઓમાં નાભિચ્છેદ અને પદ્મક જાતિનાં વિતાનો છે, જ્યારે વચ્ચેની ચોકીઓમાં પદ્મક જાતિનાં બે મનોહર વિતાનો કરેલાં છે, જેમાંનાં પગથિયાં ચડતાં ઉપર દેખાતા વિતાનનું દશ્ય રજૂ કર્યું છે (ચિત્ર-૧૯). ચોકીમાંથી ઊતરતાં રંગમંડપમાં પ્રવેશાય છે. રંગમંડપ (ચિત્ર-૨૦)ની ઉત્તર બાજુના સ્તંભો વિશેષ અલંકૃત છે. રંગમંડપનો કોટક લગભગ ૧૪/૪ ફીટના વ્યાસનો છે અને તેના લંબનમાં કોલના ત્રણ સુદીર્ઘ થરો લીધા પછી પ્રલંબ પદ્મhસર કરેલું છે (ચિત્ર-૨૨). રંગમંડપ ઉત્તર-દક્ષિણ લાંબો હોઈ, કોટકની ગોળાઈ સાચવવા અહાસમાં ઉત્તર-દક્ષિણનો ભાગ અંદર ખેંચવો પડેલો છે, ને ત્યાં વધારાના તળભાગને ઢાંકવા લલિત ગૂંચળાઓમાં ગુક્તિ થતી કલ્પવલ્લીનાં નયનમનોહર ભાષ્કર્યો ઉપસાવ્યાં છે (ચિત્ર-૨૧). મંડપમાં પશ્ચિમ ભદ્ર સિવાયનાં તોરણો નષ્ટ થયાં છે. રંગમંડપની આજુબાજુ રહેલ ચોવીસ જિનાલયો અને એની પટ્ટશાલા તેમ જ સ્તંભો-વિતાનો, સાદાં છે. ઉત્તર બાજુ દેવકુલિકાઓ કરવાને બદલે મહાવીરસ્વામીના મંદિરની જેમ ગોખલા કાઢ્યા છે. રંગમંડપ અને પૂર્વ-પશ્ચિમની દેવકુલિકાઓને જોડતાં સમતલ વિતાનોના ભાવો મહાવીર જિનાલયના સમાંતર વિતાનોને મળતા છે, પણ કંડારકામ એકંદરે તેનાથી હલકું છે, અને જીર્ણોદ્ધાર સમયે લીલ કાઢવા ટાંકણાનો ઘસારો મારેલ હોઈ, કોતરકામમાં અનાયાસે લૂખાશ આવી ગઈ છે. મંદિરની પૂર્વ બાજુની દેવકુલિકાઓ પૂરી થાય છે ત્યાં આગળ બે બારવાળી એક દેવકુલિકા છે. તેમાં સં. ૧૨૬૨ (ઈ. સ. ૧૨૦૬)ની સાલ ધરાવતા અષ્ટાપદની બહુ જ સુંદર રચના છે. અષ્ટાપદના પુરાણા નમૂનાઓ નષ્ટ થઈ ચૂક્યા હોઈ, જૈન પ્રતીક-રચના-વિધાનના અભ્યાસમાં સાંપ્રત રચનાનું મોટું મૂલ્ય રહેલું છે. આ મંદિરની એક દેવકુલિકાની પ્રતિમાની ગાદી પરના સં૧૧૪૮(ઈ. સ. ૧૦૯ર)ના લેખમાં તેની પ્રતિષ્ઠા આદિજિનાલયમાં થઈ હોવાનો, અને જેના સંવત્સરના અંક ઘસાઈ ગયા છે તેવા એક અન્ય લેખમાં રિષભાલયમાં પ્રસ્તુત મૂર્તિ સ્થાપ્યાનો ઉલ્લેખ આવે છે. આ સિવાય સં. ૧૨૬૨(ઈ. સ. ૧૨૦૬)ના અગાઉ કથિત અષ્ટાપદના લેખમાં પણ તેની સ્થાપના નાભેયના પ્રાસાદમાં થઈ હોય તેવું વંચાય છે. તદુપરાંત, ચોકીના મોવડના સ્તંભોમાં રહેલી, આદીશ્વરની શાસનક્ષી ચક્રેશ્વરીની પ્રતિમાઓની વાત અગાઉ થઈ ગઈ છે. તે સિવાય નૈઋત્ય બાજુના વિસ્તાનમાં આદિનાથ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ ભગવાનના શાસનદેવ ગૌમુખ યક્ષ અને શાસનદેવી ચક્રેશ્વરીની સહમૂર્તિ કંડારેલી છે. આ બધાં પ્રમાણો લક્ષમાં લેતાં શાંતિનાથનું મંદિર અસલમાં યુગાદિદેવનું હોવાનું સુનિશ્ચિત બને છે. સં ૧૦૮૭(ઈ. સ. ૧૦૩૧)નો એક, અને સં૰ ૧૧૧૦ (ઈ સ૰ ૧૦૫૪)ના બે પ્રતિમા લેખો પણ પ્રાપ્ત છે. આ ત્રણે લેખો મહાવીર સ્વામીના જૂનામાં જૂના—સં ૧૧૧૮ (ઇ. સ. ૧૦૬૨)ના વર્ષ ધરાવતા ત્રણ લેખોથી વધારે જૂના છે. ચૈત્યપરિપાટી આદિ સાધનોમાં કહેલ મંત્રીશ્વર વિમલ દ્વારા સ્થાપિત, આદીશ્વરના બિંબવાળી, વિમલવસહી કિંવા વિમલવિહાર પણ અસલમાં આ જ મંદિર હોવા વિષે, આ બધાં પ્રમાણોના અન્વયે, શંકાને સ્થાન નથી. આથી આદિનાથનું આ મંદિર અસલમાં મહાવીરસ્વામીના મંદિરથી મૂળે વધારે પુરાણું ઠરે છે, પણ શૈલીની દૃષ્ટિએ મહાવીરસ્વામીના મંદિર કરતાં બે દાયકા બાદનું જણાય છે. કેવળ ગર્ભગૃહની દ્વારશાખા જ અસલી વિમલવિહારની જણાય છે. (૩) લોટણ પાર્શ્વનાથ જિનાલય મહાવીરસ્વામીના મંદિરની જોડમાં, થોડું અગ્નિ દિશામાં, ભગવાન પાર્શ્વનાથનું મંદિર આવેલું છે. તળ આયોજનમાં તે મહાવીર જિનાલય તેમ જ શાંતિનાથ (આદિનાથ) જિનાલયને મળતું છે, પણ એની વિગતોમાં કેટલોક ફરક છે; જેમ કે અહીં મુખમંડપ વા મુખચોકીને સ્થાને નાલમંડપ કિંવા બલાનક કર્યું છે. ચતુર્વિશતિ જિનાલયની રચનામાં ઉત્તર દિશાએ, આગલાં બે ઉદાહરણોમાં છે તેમ, ગોખલાઓ ન કરતાં દેવકુલિકાઓ જ કરી છે. વળી, ગૂઢમંડપને પૂર્વ બાજુ દ્વાર નથી આપ્યું અને તેથી જગતીના કોટમાં પણ એને અનુસરીને બારણું મૂકયું નથી. (ત્યાં મોટો ગોખલો કરી તેમાં એક કાળે, સં ૧૧૬૧(ઈ સ ૧૧૦૫)માં, જિનપ્રતિમા બેસાડેલી હતી.) ૧૧ મંદિરના મૂલપ્રાસાદની પીઠ, મંડોવર (ભીંત) અને શિખર છે તો આરસનાં જ, પણ સાદાં છે. એ જ પ્રમાણે ગૂઢમંડપના ઘાટડાં સાદાં છે. માથે સંવરણા ન હોવાથી કરોટકની કાચલી ઉઘાડી થયેલી દેખાય છે. અંદર મહાવીર તથા આદિનાથ જિનાલયની માફ્ક નાભિચ્છંદ જાતિનો કરોટક છે. ગૂઢમંડપની દ્વારશાખા અલંકૃત છે અને તેની આજુબાજુ બે મનોહર ગોખલાઓ કાઢેલા છે : (ચિત્ર-૨૩). છચોકીનું તળ મહાવીર સ્વામીના મંદિરની છચોકીના જેવું છે; પણ અહીં એના પડખામાં, શાંતિનાથના મંદિરની જેમ, ઓપદાર કર્ણકપીઠ અને મુખચોકીમાં વેદિકાદિ કર્યા છે. છચોકીમાં મોઢા આગળના ચોકિયાળાના આગલા બે સ્તંભો પુષ્કળ કોરણીવાળા છે, તેમાં For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ તિલક-તોરણ જળવાયું છે. છચોકીનાં તમામ પુરાણાં વિતાનો અર્ધી સદી પહેલાં થયેલ સમારકામ દરમિયાન દૂર કરી તેને સ્થાને આરસનાં સાદાં છાતિયાં ભરવામાં આવ્યાં છે. મંદિરનો રંગમંડપ શાંતિનાથના રંગમંડપને મળતો આવે છે : (ચિત્ર-૨૪). અહીં પણ ઉત્તર તરફના સ્તંભો કરણીથી પૂર્ણતયા ભરચક છે. જ્યારે સભામંદારક જાતિના કરોટકમાં રૂપકંઠ પર ગજતાલુ, પછી નરપટ્ટી, ત્યાર બાદ ફરીને ગજતાલુ, તે પછી કોલનાં ત્રણ થર અને છેવટે લંબન કર્યું છે: (ચિત્ર-૨૫). કોટકનો વ્યાસ સોળેક ફીટનો છે. પણ એ શાંતિનાથના રંગમંડપના સભામંદારક કોટકથી થોડો મોટો અને ઊંચેરો હોવા છતાં એટલો પ્રભાવશાળી લાગતો નથી. રૂપકંઠના વિદ્યાધરો પણ મહાવીર જિનાલય અને શાંતિનાથ જિનાલયના વિદ્યાધરો જેટલા સુષુ અને સ્વરૂપવાન નથી. રંગમંડપ અને દેવકુલિકાઓને સાંધતા મૂળ વિતાનો પણ જીર્ણોદ્ધાર સમયે દૂર કરી ત્યાં સાદાં છાતિયાં લગાવ્યાં છે. દેવકુલિકાઓમાં રંગમંડપના ભદ્રસૂત્રે સામસામા રહેલા પૂર્વ-પશ્ચિમ ભદ્રપ્રાસાદોની દ્વારશાખા ખૂબ જ અલંકૃત છે અને એને લગતા ભિત્તિસ્તંભો તેમ જ તે સ્થળના પટ્ટશાલાના સ્તંભો પણ ખૂબ જ સપ્રમાણ અને અલંકારમંડિત છે : (ચિત્ર-૨૬). પશ્ચિમ બાજુનો ભદ્રપ્રસાદ તો બહારથી પણ રૂપાભૂષિત છે અને તેના સૌષ્ઠવપૂર્ણ શિખરને જાલક્રિયાથી વિશેષ સુંદર બનાવ્યું છે. બીજી તમામ દેવકુલિકાઓ શિખરવિહીન તેમ જ સાદાં દ્વારવાળી છે, અને પઠ્ઠશાલાના અન્ય સ્તંભો પણ તદ્દન સાદા છે. પટ્ટશાલામાં પશ્ચિમ તરફના ભાગની દેવકુલિકાઓ સામેનાં વિતાનોમાં તેમ જ ઉત્તર વિભાગમાં ડાબી બાજુના હિસ્સામાં કારીગરી કરી છે. તેમાં નાભિચ્છેદ અને પદ્મક પ્રકારનાં (કંઈક લુખા કહી શકાય તેવા) વિતાનો છે. દેવકુલિકાઓમાં પશ્ચિમ તરફની શરૂઆતની દેવકુલિકાઓમાં ત્રણેક આરસનાં મનોરમ તોરણો પરિકરને ફરતાં મૂકેલાં છે. આ મંદિરનો મુખ્ય પ્રવેશ તો નાલ દ્વારા ઉત્તર તરફથી થતો, પણ હાલ પશ્ચિમ બાજુના જગતીના ચોકીયાળાવાળા દ્વારનો ઉપયોગ ગમનાગમનાર્થે થાય છે. નાલ પર સાદા સ્તંભોવાળું પણ પ્રકાશપૂર્ણ બલાનક કર્યું છે. કચોકીની ઊંચાઈ, રંગમંડપના સ્તંભો, અને તે બન્ને સાથે પટ્ટશાલાની પારસ્પરિક પ્રમાણસરતા, અને તમામ પ્રકારનાં સૂત્રોનાં પ્રમાણસરના મિલાન, ઈત્યાદિ આગલાં બે મંદિરો કરતાં આ મંદિરમાં ચઢિયાતા છે અને તેથી તેનું અંતરંગ વિશેષ હૃદયગમ, કૌશલપૂર્ણ, અને પ્રકાશમાન જણાય છે. આ મંદિરની શૈલીની દષ્ટિએ શાંતિનાથ(એટલે કે આદિનાથ)ના મંદિરની એકાદ પેઢી બાદનું જણાય છે. મંદિરમાં જૂનામાં જૂનો લેખ સં૧૧૬૧(ઈ. સ. ૧૧૦૫)નો છે. તેમાં પાર્શ્વનાથ ચૈત્યનો For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ ઉલ્લેખ આવે છે એટલે એ સાલમાં, કે તેથી એ સાલમાં કે એથી થોડું પૂર્વે સાંપ્રત મંદિર બની ગયું હશે. (સં૰ ૧૧૬૧નો એક બીજો પણ પબાસણ પરનો લેખ આ મંદિરમાં છે.) ૧૫મી સદીના ચૈત્યપરિપાટીકારો આ મંદિરને લોટણ પાર્શ્વનાથ નામ આપે છે. રાજસ્થાનમાં આવેલા પ્રાચીન લોટણાતીર્થના પાર્શ્વનાથના અવતારરૂપ—મહિમાસ્વરૂપ—મંદિર લેખે આ લોટણ કે લોડણ પાર્શ્વનાથના મંદિરનું નિર્માણ થયું હોય તેવો આશય આ ઉલ્લેખથી નિર્દેશિત થાય છે. કંઈ નહીં તોયે ૧૫મા શતકમાં તેવી માન્યતા હતી. ૧૩ (૪) નેમિનાથ જિનાલય આરાસણના મંદિર-સમુદાયનું કેન્દ્રવર્તી તેમ જ સૌથી વિશાલ અને ઉન્નત મંદિર તો છે નેમીશ્વરદેવનું. ખૂબ જ ઊંચેરી જગતી પર માંડેલું આ મંદિર સોલંકીકાળના ઉત્તરાર્ધથી, એના નિર્માણના વિશિષ્ટ ઇતિહાસને કારણે, ખ્યાતિ પામી ચૂકેલું છે. એની નિર્માણકથા તેમ જ પ્રતિષ્ઠાપક આચાર્ય ઇત્યાદિ વિષે માહિતી ૧૫મા શતકના જૈન સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. જિનહર્ષગણિ કૃત વસ્તુપાલ ચરિત્ર (સં૰ ૧૪૯૭ / ઈ સ૰ ૧૪૪૧), સોમધર્મના ઉપદેશસપ્તતિ(સં. ૧૫૦૩ / ઈ. સ. ૧૪૪૭)માં, પુરાતન પ્રબંધ સંગ્રહમાંના એક પ્રબંધ (લિપિ સંવત ૧૫૨૭ / ઈ સ ૧૪૭૧)માં, અને ઉપાધ્યાય ધર્મસાગરની તપાગચ્છ પટ્ટાવલી (ઈસ્વીસનના ૧૬મા શતકનો ઉત્તરાર્ધ)માં મંદિરની સ્થાપના આદિના ઇતિહાસની પૃથક્ પૃથક્ વિગતો આપી છે. આ બધા સાહિત્યનો સાર એ છે કે આરાસણના પાસિલ નામક નિર્ધન શ્રાવકને અણહિલપાટણમાં રહેતા કરોડપતિ શ્રેષ્ઠી છાડાની વિધવા પુત્રી—શ્રાવિકા હાંસી—એ (સિદ્ધરાજ કારિત) રાજવિહાર (વિ. સં. ૧૧૮૩ / ઈ સ ૧૧૨૭)ની કોરણીને ધ્યાનપૂર્વક જોઈ રહેલો નીરખી, ટોળ કર્યો કે “આવો પ્રાસાદ બંધાવવા વિચાર કરો છો કે શું !'' ઇત્યાદિ. નિષ્કિંચન પાસિલે ઉત્તર વાળ્યો કે ધન પ્રાપ્ત થાય તો અવશ્ય જિનપ્રાસાદ કરાવું અને તેની પ્રતિષ્ઠા સમયે તમને તેડાવું. દૈવયોગે આર્થિક સ્થિતિ સારી થતાં પાસિલે આરાસણમાં નેમિનાથના પ્રાસાદની મોટી માંડણી પર રચના કરાવી. તેની પ્રતિષ્ઠા વડગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિને હસ્તે સં૰ ૧૧૯૩(ઈ સ ૧૧૩૭)માં કરાવી. તે સમયે ત્યાં શ્રાવિકા હાંસી પણ ઉપસ્થિત હતી અને પોતાના સહધમીના સુકૃતના ઉત્સાહથી હર્ષિત-પ્રેરિત થઈ એણે પોતાના દ્રવ્ય વડે મંદિરની છચોકી આગળ મેઘનાદ મંડપ ઉમેર્યો. આ મંદિરનો મૂળ પ્રશસ્તિલેખ તેમ જ મૂળનાયકના પબાસણનો લેખ આજે ઉપલબ્ધ નથી. પણ અન્ય લેખો તપાસતાં તેમાં જૂનામાં જૂના સં૰ ૧૧૯૧(ઈ સ ૧૧૩૫)ના પ્રાપ્ત થાય For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આરસીતીર્થ આરાસણ છે, તેમાંથી એકમાં, અને તે પછીના સં૧૨૦૪(ઈ. સ. ૧૧૪૮)ના, તેમ જ સં. ૧૨૦૫(ઈ. સ. ૧૧૪૯) અને સં. ૧૨૦૮(ઈ. સ૧૧૫ર)ના લેખોમાં આ મંદિરનો નેમિનાથ ચૈત્ય તરીકે ઉલ્લેખ છે. આથી મંદિર ઈ. સ. ૧૧૩૭ નહીં પણ ઈ. સ. ૧૧૩૫માં કે તેથી કદાચ થોડુંક પૂર્વે બંધાઈ ચૂક્યું હોવું જોઈએ : અને ઈ. સ. ૧૧૩૭ની મિતિ કદાચ મેઘનાદ મંડપ પૂર્ણ થયાની હોવી સંભવે છે. મંદિર ઢોળાવ પર બાંધેલું હોઈ, તેના દર્શનભાગે જગતીનો મોરો પણ ખૂબ ઊંચેરો લેવાયેલો છે. જગતી પર મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, ચોકી, અને રંગમંડપને સ્થાને બેંઘનાદ મંડપની રચના છે. છચોકી તેમ જ મેઘનાદ મંડપ ફરતી ૨૪ દેવકુલિકાઓ કરી છે; પણ તે બધી સં. ૧૩૩૫ થી સં. ૧૩૩૮(ઈ. સ. ૧૨૭૭ થી ઈ. સ. ૧૨૮ર)ના ગાળામાં રચાયેલી હોવાનું તેના લેખો પરથી કલ્પી શકાય છે. તેટલા ભાગની શૈલી પણ ૧૩મા શતકના ઉત્તરાર્ધની જણાય છે. મંદિરનો મોટો ભૂલપ્રાસાદ ભદ્રવ્યાસે લગભગ તેત્રીસેક ફૂટ જેટલો પહોળો છે : (ચિત્ર-૨૭). તેમાં મહાપીઠ અંતર્ગત ગજપીઠ, નરપીઠ આદિ થરોની રચના છે. મંડોવર (ભીંત)ના વેદીબંધના કુંભ પર જૈન યક્ષ-યક્ષિીઓ-વિદ્યાદેવીઓ આદિના રૂપ કંડરાયેલાં છે. જંઘામાં પણ દિપાલો, ઉપરાંત યક્ષીઓ અને વિશેષે વિદ્યાદેવીઓનાં સુખુ રૂપ કંડારેલાં છે. મંડોવરના ત્રણે ભદ્રના ખત્તકો(ગોખલાઓ)માં એક કાળે જિનપ્રતિમાઓ હતી, પણ આજે તો તે બધામાં ખાલી પબાસણો. જ જોવા મળે છે. મંદિરનું શિખર મૌલિક ન હોતાં ૧૭મા શતકના જીર્ણોદ્ધાર સમયનું છે : (ચિત્ર-૨૮ જમણી બાજુનું શિખર). મંદિરનો મૂળ ગૂઢમંડપ પણ ૧૭મા શતકનો છે અને તેના પર કેટલીક મુઘલયુગીન કારીગરી જોવાય છે. અંદર ગર્ભગૃહમાં નેમીશ્વરદેવની સં. ૧૬૭૫(ઈ. સ. ૧૯૧૯)માં વિજયદેવસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત વિશાળકાય પ્રતિમા છે. ગર્ભગૃહના દ્વાર પાસે સં. ૧૩૧૪ (ઈ. સ. ૧૨૫૮) અને ગૂઢમંડપની દક્ષિણ ભીતિ સં. ૧૨૧૪(ઈ. સ. ૧૧૫૮)ના લેખ ધરાવતા મોટા મનોહર કાઉસગીયાની જોડી મૂકેલી છે. બન્ને જોડીમાં અલંકૃત પીઠિકા પર એ યુગનાં ચિત્રોમાં જોવા મળે છે તેવાં ફીંડલામાં હાથી, સિંહ આદિ પ્રાણીઓ ધરાવતી વેલના સુઘડ ખંડ કર્યા હોઈ, પ્રતિમાઓની શોભામાં વધારો થાય છે. ગૂઢમંડપમાં પશ્ચિમ બાજુએ સં. ૧૩૧૦(ઈ. સ. ૧૨૫૪)નો લેખ ધરાવતો ૧૭૦ જિનનો મોટો પટ્ટ ગોઠવેલો છે. અહીં સં. ૧૩૩૮(ઈ. સ. ૧૨૪૨)નો અશ્વાવબોધ સાથેનો સમલિકાવિહાર ચરિત્રનો પટ્ટ હતો, જે હાલ મહાવીરસ્વામીના મુખમંડપમાં ગોઠવવામાં આવ્યો છે. ગૂઢમંડપને પડખાઓમાં પ્રવેશ નથી, પણ ઉત્તર તરફનું દ્વાર જ પ્રવેશદ્વાર છે. દ્વારની ઊંચાઈ મેઘનાદ મંડપના ઉપલા મજલા સુધી લીધી હોઈ, તે વિશાળ અને ભવ્ય લાગે છે. છચોકીની પીઠ ખૂબ જ કોરણીવાળા આઠ સ્તંભોથી બનેલી છે. તેના પદ્મક’ વિતાનોનો પ્રકાર બલાનકમાં જોવાતાં વિતાનોના જેવો જ છે. (ચિત્ર-૩૧). છચોકીમાં બે ખત્તકો છે, જેમાં ડાબી બાજુના For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસાણ ૧૫ ખરકમાં હાલ તો સં. ૧૩૨૩(ઈ. સ. ૧૨૬૭)નો નંદીશ્વરદ્વીપનો પટ્ટ મૂકેલો છે. ચોકીને સં ૧૩૧૦(ઈ. સ. ૧૨૫૪)માં પૂર્વ-પશ્ચિમ બાજુએ બબ્બે પદ વધારી તેમાં પછીથી ડાબે પડખે કોરણીવાળી ખંડયુકત અંધ છિદ્રવાળી જાળી ભરી તેના આધારે કલ્યાણત્રય(સં. ૧૩૪૩ | ઈ. સ. ૧૨૮૭)નો ખંડ તેમ જ અન્ય કેટલીક પ્રતિમાઓ, અને જમણી બાજુ નાની દેરી કરી તેમાં દેવી અંબિકાની પ્રતિષ્ઠા કરી છે. આજે પ્રચલિત સાંપ્રદાયિક લોકવાયકા પ્રમાણે અંબાજીના શાપ પછી વિમલસાહે એમની સ્થાપના નેમિનાથના દ્વારે કરી, પણ નેમિનાથનું મંદિર તો વિમલસાહથી સોએક સાલ બાદનું, પાસિલ શ્રાવકનું કરાવેલું છે, અને અંબિકાની કુલિકા તો છેક ૧૩મા શતકના ઉત્તરાર્ધમાં બની છે ! વળી, પ્રતિમા બ્રાહ્મણીય મત અનુસારની દુર્ગા-અંબિકાની નહીં, પણ આમ્રલબ્ધિધારી જૈન યક્ષી અંબિકાની છે. પ્રસ્તુત અંબિકા અરિષ્ટનેમિની શાસનદેવી હોઈ, તે કારણસર તેની પ્રતિષ્ઠા પાછલા કાળે આવેલા વિચારથી કરી છે. ચોકીના આ વધારાથી તેના દેખાવની સુંદરતાને કેટલીક જફા પહોંચી છે, અને છચોકીમાં પ્રકાશ કમ થઈ ગયો છે. છચોકીમાંથી નીચે ઊતરતાં જ મંદિરના, શ્રાવિકા હાંસીએ બનાવેલ ભવ્ય મેઘનાદ મંડપમાં પ્રવેશ થાય છે : (ચિત્ર-૨૯). મંડપના ધીંગા સ્તંભો કોરણીથી નખશીખ શણગારેલા છે : (જુઓ ચિત્ર-૨૯). મંડપનો વચલો કરોટક (મુખ્ય ગોળ છત) અહીંનાં મંદિરોમાં સૌથી મોટો, લગભગ ૨૧ ફીટના વ્યાસનો છે. તેમાં ગજતાલ અને ખંડવાળાં કોલના સમૂહ પછી વચ્ચે બહુ જ સરસ ઝીણા કામના કોલની રચિત લમ્બન (કિંવા પદ્મશિલા) કરેલી છે : (ચિત્ર-૩૦). વચ્ચે એક ગજલાલુને બદલે જિનના કલ્યાણકો દર્શાવતી પટ્ટિકા કરેલી છે. આ મહાવિતાનને અકબરી યુગમાં રંગ કરેલો છે. પીળા પડી ગયેલ આરસ પર રંગીન હાથીદાંત જેવું કામ હોય તેવો ત્યાં ભાસ થાય છે. મંદિરની દેવકુલિકાઓમાં પૂર્વપશ્ચિમે મોટા ભદ્રપ્રાસાદો કરેલાં છે, જેમાં વિશાળકાય પાર્શ્વનાથ (પશ્ચિમ) અને આદિનાથનાં બિંબ છે. આમાં પાર્શ્વનાથનું બિંબ અસલી, ૧૨મા શતકનું હોવા વિશે એની શૈલી પરથી અનુમાન થઈ શકે છે. સંભવ છે કે આ બન્ને ભદ્રપ્રાસાદો મેઘનાદ મંડપની સાથે બન્યા હોય અને બાકીની દેવકુલિકાઓ પછીથી ૧૩મા શતકના આખરી ચરણમાં ઉમેરાઈ હોય. ૧૩મા સૈકાની પશ્ચિમ બાજુએ દક્ષિણ છેડે આવેલ દેવકુલિકા પર ઘાટીલું શિખર કર્યું છે, જેના પર જાલની આભૂષા પણ કંડારી છે : (ચિત્ર-૨૮ ડાબી બાજુનું શિખર). પશાલાનાં સ્તંભો અને વિતાનો તદ્દન સાદાં છે. મેઘમંડપને પટ્ટશાલા અને તેની પાછળ રહેલ બલાનક સાથે સાંકળી લેવામાં આવ્યો છે. બલાનકની મુખચોકીના મોરામાં સુંદર તિલક તોરણ લગાવેલું છે. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ (૫) સંભવનાથ (મૂળ શાંતિનાથ) જિનાલય નેમિનાથના મંદિરથી લગભગ ૨૫૦ કદમ પશ્ચિમોત્તરે સમૂહનું છેલ્લું અને કાળની દષ્ટિએ પણ આખરી મંદિર આવેલું છે. હાલ તે સંભવનાથના મંદિર તરીકે ઓળખાય છે, પણ ચૈત્યપરિપાટીઓમાંથી જે તારવણી નીકળે છે તે પરથી તે મૂળે શાંતિનાથ ભગવાનનું હોવું જોઈએ. આ મંદિરને અન્ય મંદિરોની જેમ દેવકુલિકાઓના પરિવારનો વિસ્તાર નથી, તેમ છચોકી પણ અનુપસ્થિત છે. નાની જગતી ફરતો પ્રાકાર કરી, તેની અંદર મૂલપ્રાસાદ, ગૂઢમંડપ અને પછી સીધો રંગમંડપ જ કર્યો છે. મંડોવરના વેદીબંધ પર ભદ્રાદિ ભાગે જૈન દેવદેવીઓનાં રૂપ કર્યા છે. મૂલપ્રાસાદ સૌષ્ઠવપૂર્ણ છે. તેના સુઘડ શિખર પર ૧૩મા શતકના પૂર્વાર્ધમાં હોય તેવી જાલક્રિયા દષ્ટિગોચર થાય છે. (ચિત્ર-૩૨). ગૂઢમંડપ પણ ઘાટીલો છે અને તેમાં અંદર ભીંતમાં ગોખલાઓ કરેલા છે. ગૂઢમંડપને પ્રવેશ ત્રણે બાજુએ કર્યા છે. મુખ્ય પ્રવેશદ્વારના ઉત્તરંગ પર શિખરિકાઓનો શોભનપટ્ટ કર્યો છે. રંગમંડપના સ્તંભો તેમ જ કરાટક કોરણી વગરના સાદા છે. સમગ્ર રીતે જોતાં સાદા આયોજન અને ઉદયવાળા આ મંદિરની શૈલી તેરમા શતકના પૂર્વાર્ધથી પ્રાચીન જણાતી નથી. સંભવ છે કે તે વસ્તુપાળ-તેજપાળે કરાવેલું નહીં તોયે તેમના જમાનાનું હોય. આરાસણનાં મંદિરો આવેલાં છે તે સ્થાન ટેકરીઓ અને વનસ્પતિના આચ્છાદનથી શોભાયમાન છે. સ્વચ્છ હવા અને ખુલ્લાપણાને લીધે વાતાવરણ આહલાદજનક છે. અહીંયાત્રિકોને ઊતરવા માટે કેટલીક પ્રાથમિક સગવડો છે અને હવે તો તે પ્રવાસીઓનું પણ ધામ બન્યું હોઈ, વિશેષ સુવિધાઓનું નિર્માણ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા થઈ ચૂકયું છે. ચિત્રસૂચિ : ૧. આરાસણ (કુંભારિઆ) : નેમિનાથ જિનાલય (આ૦ ઈસ. ૧૧૩૫ થી ઈ. સ. ૧૨૮૨). ૨. શાંતિનાથ (મૂળ આદિનાથ) જિનાલય. (મૂળ આ સં. ૧૮૭ | ઈસ. ૧૦૩૧; પુનરુદ્ધાર આ ઈ. સ. ૧૦૮૧-૮૨). ૩. મહાવીરસ્વામીનું મંદિર : (આ સં. ૧૧૧૮ | આ૦ ઈ. સ. ૧૦૬૨). ૪. લોટણ પાર્શ્વનાથનું મંદિર : (આ. સં. ૧૧૬૧ | આ૦ ઈ. સ. ૧૧૦૫). ૫. મહાવીરસ્વામીના મંદિરનો મૂલપ્રાસાદ : (આ.સં. ૧૧૧૮ | આ૦ ઈ. સ. ૧૦૬૨). For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ ૧૭ ૬. મહાવીરસ્વામીના મંદિરની છચોકીની પૂર્વ-બાજુની વેદીપીઠ (આ સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૭. મહાવીરસ્વામીના મંદિરની ચોકીનું રંગમંડપમાંથી દશ્ય : (આ. સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૮. મહાવીર સ્વામીના મંદિરની ચોકીનું બીજું દશ્ય. ૯. મહાવીરસ્વામીના મંદિરની ચોકીની મુખચોકીનો પદ્મનાભ જાતિનો વિતાન : (આ. સં. ૧૧૧૮ | - ઈ. સ. ૧૦૬૨). ૧૦. મહાવીરસ્વામીના મંદિરની ચોકીમાં ગૂઢમંડપના દ્વાર ઉપરનો નાભિચ્છેદ જાતિનો વિતાન : (આ સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૧૧. મહાવીરસ્વામીના મંદિરના રંગમંડપના પૂર્વ ભદ્રના સ્તંભો પરનું તોરણ : (આ. સં૧૧૧૮| ઈસ. ૧૦૬૨). ૧૨. મહાવીરસ્વામીના મંદિરના રંગમંડપનો કર્ણવિતાન : (આ સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૧૩. મહાવીરસ્વામીના મંદિરનો રંગમંડપનો સભામંદારક જાતિનો કોટક (મહાવિતાન) : (આ. સં. ૧૧૧૮ || ઈ. સ. ૧૦૬૨). ૧૪. મહાવીરસ્વામીના મંદિરમાં રંગમંડપ અને પૂર્વ બાજુને સાંધતા વિતાનોમાંનો એક રૂપમંડિત, ખંડદાર, સમતલ જાતિનો વિતાન : (આ. સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). ૧૫. મહાવીરસ્વામીના મંદિરમાં અગ્નિકોણની સમવસરણ-કુલિકાના પૂર્વના દ્વારે ગોઠવેલું આરસનું - તોરણ : (આ૦ ઈસ્વીસનની ૧૨મી શતાબ્દી). ૧૬. શાંતિનાથ (મૂળ આદિનાથ) ભગવાનના મૂલપ્રાસાદનું શિખર : (આ ઈ. સ૧૭૮૨). ૧૭. શાંતિનાથ (મૂળ આદિનાથી ભગવાનની ચોકીના મોવડના ચાર કોરણીયુકત સ્તંભો : (આ. ઈ. સ૧૮ર). ૧૮. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની કચોકીના સ્તંભોનું બીજું દશ્ય. ૧૯. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની છચોકીનો પદ્મક વિતાન : (આ૦ ઈ. સ. ૧૦૮૨). ૨૦. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની ચોકીમાંથી દેખાતું રંગમંડપનું દશ્ય : (આ૦ ઈસ. ૧૮૮૨). ૨૧. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનના રંગમંડપના કરોટકના ખેંચેલ ભાગને તળિયે કંડારેલ કલ્પવલ્લી : (આ૦ ઈસ૧૯૮૨). ૨૨. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનના રંગમંડપના સભામંદારક જાતિના કરોટકનું પ્રલમ્બ લમ્બન : (આ. ઈસ. ૧૦૮૨). ૨૩. પાર્શ્વનાથ ભગવાનની ચોકીની પૂર્વ તરફનો ખત્તક : (આ સં. ૧૧૬૧ | ઈસ. ૧૧૦૫). ૨૪. પાર્શ્વનાથ ભગવાનનો રંગમંડપ : (આ. સં. ૧૧૬૧ | ઈસ. ૧૧૦૫). For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ આરસીતીર્થ આરાસણ ૨૫. પાર્શ્વનાથ ભગવાનના રંગમંડપનો સભામંદારક જાતિનો કોટક : (આ સં. ૧૧૬૧ / ઈસ. ૧૧૦૫). ૨૬. પાર્શ્વનાથ ભગવાનના ચતુર્વિશતિ જિનાલયની પૂર્વ બાજુની પટ્ટશાલામાં આવેલ ભદ્રપ્રસાદનું અલંકૃત દ્વાર અને સ્તંભો : (આ સં. ૧૧૬૧ | ઈસ. ૧૧૦૫). ૨૭. પાસિલમંત્રીએ કરાવેલ નેમિનાથ જિનાલયનો મૂલપ્રાસાદ : (આ૦ ઈસ૧૧૩૫).. ૨૮. નેમિનાથ ભગવાનના મૂલપ્રાસાદનું ૧૭મા શતકનું તેમ જ પશ્ચિમ બાજુની ૧૩મા શતકના ઉત્તરાર્ધની દેવકુલિકાનું શિખર. ૨૯. નેમિનાથ જિનાલયનો શ્રાવિકા હાંસી નિમપયિત મેઘનાદ મંડપ : (આ ઈ. સ. ૧૧૩૭). ૩૦. નેમિનાથ મેઘનાદમંડપનો સભામંદારક જાતિનો કોટક : (આ૦ ઈ. સ. ૧૧૩૭). ૩૧. નેમિનાથ મંદિરના બલાનકના ઉપલા માળની એક છત (ઈસ્વીસનની ૧૨મી શતાબ્દી). ૩૨. સંભવનાથ(મૂળ શાંતિનાથ)ના મંદિરના મૂળપ્રાસાદનું શિખર : (ઈસ્વીસનના ૧૩મા શતકનો પૂર્વાર્ધ). ૧. આરાસણ (કુંભારિઆ) : નેમિનાથ જિનાલય (આ ઈસ૧૧૩૫ થી ઈ. સ. ૧૨૮૨). For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Jai Education Inte Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨. શાંતિનાથ (મૂળ આદિનાથ) જિનાલય. (મૂળ આ સં ૧૮૭ / ઇ. સ. ૧૦૩૧; પુનરુદ્વાર આ ઈ સન્ ૧૦૮૧-૮૨). For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩. મહાવીરસ્વામીનું મંદિર : (આ. સં. ૧૧૧૮ | આ૦ ઈ. સ. ૧૦૬૨). For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪. લોટણ પાર્શ્વનાથનું મંદિર. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫. મહાવીરસ્વામીના મંદિરનો મૂલપ્રાસાદ. HH ( For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ F11 ? 骨骨 台灣湯 ૬. મહાવીરસ્વામીના મંદિરની છચોકીની પૂર્વ-બાજુની વેદીપીઠ : (આ૰ સં૰ ૧૧૧૮ / ઈ સ ૧૦૬૨). ૭. મહાવીરસ્વામીના મંદિરની છચોકીનું રંગમંડપમાંથી દૃશ્ય : (આ૰ સં૰ ૧૧૧૮ / ઈ સ ૧૦૬૨). For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ S SM in Education International For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ડા\\\\\\\\\\\\\\\\\\\\\\\\INDIAN (iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii CD ) ( A A ૮. મહાવીરસ્વામીના મંદિરની ચોકીનું બીજું દશ્ય. dicato ternama For Perse www.jainelibre y.org Page #32 -------------------------------------------------------------------------- ________________ OOOOOOOOOOOvoie ૯. મહાવીરસ્વામીના મંદિરની છચોકીની મુખચોકીનો પદ્મનાભ જાતિનો વિતાન. ૧૦. મહાવીરસ્વામીના મંદિરની ચોકીમાં ગૂઢમંડપના દ્વાર ઉપરનો નાભિછંદ જાતિનો વિતાન. Personal Data | JL , Page #33 -------------------------------------------------------------------------- ________________ WIT AM MAINE ૧૧. મહાવીરસ્વામીના મંદિરના રંગમંડપના પૂર્વ ભદ્રના સ્તંભો પરનું તોરણ : (આ૦ સં. ૧૧૧૮ ઈસ. ૧૦૬૨). ૧૨. મહાવીરસ્વામીના મંદિરના રંગમંડપનો કર્ણવિતાન : (આ. સં. ૧૧૧૮ | ઈ. સ. ૧૦૬૨). Jair Educ a temational For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ . wwwww * * * * * * IT ( K EDIA ૧૩. મહાવીરસ્વામીના મંદિરનો રંગમંડપનો સભામંદારક જાતિનો કોટક (મહાવિતાન) : (આ. સં. ૧૧૧૮/ ઈ. સ. ૧૦૬૨). For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ધ નો ગ. .. ડાન્સ v. મહાવીરસ્વામીના મંદિરમાં રંગમંડપ ૧૪. મહાવીરસ્વામીના મંદિરમાં રંગમંડપ અને પૂર્વ બાજુને સાંધતા વિતાનોમાંનો એક રૂપમંડિત, ખંડદાર, સમતલ જાતિનો વિતાન : (આ. સં. ૧૧૧૮ / ઈ. સ. ૧૦૬૨). OR (( + U Us ITI ના કાકા ''17 2008 ૧૫. મહાવીરસ્વામીના મંદિરમાં અગ્નિ કોણની સમોવસરણ- કુલિકાના પૂર્વના દ્વારે ગોઠવેલું આરસનું તોરણ : (આ ઈસ્વીસનની ૧રમી શતાબ્દી). For Personal & Private Only Page #36 -------------------------------------------------------------------------- ________________ 00010000 00000000 6000 For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૬. શાંતિનાથ (મૂળ આદિનાથ) ભગવાનના મૂલપ્રાસાદનું શિખર : (આ ઈ. સ૦ ૧૦૮૨). સિક Page #38 -------------------------------------------------------------------------- ________________ \/\/\/\/ / | ૧૭. શાંતિનાથ (મૂળ આદિનાથી ભગવાનની કચોકીના મોવડના ચાર કોરણીયુક્ત સ્તંભો : (આ ઈ. સવ ૧૦૮૨). Persen & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ III TIKKI ૧૮. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની કચોકીના સ્તંભોનું બીજું દશ્ય. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૯. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની ઇચોકીનો પદક વિતાન : (આo ઈસ૧૦૮૨). For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ TMENT KKKKKKKKKKKKK ©©©©©, iOSS . KIRTI RTI) LITE: Tી પી પી પી FIRE DEA, AIJ NI . કાર TITLE ૨૦. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનની કચોકીમાંથી દેખાતું રંગમંડપનું દશ્ય : (આ૦ ઈ. સ૧૦૮૨). For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ GSSSSSSS. ૨૧. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનના રંગમંડપના કરોટકના ખેંચેલ ભાગને તળિયે કંડારેલ ક૫વલ્લી : (આ૦ ઈ. સ. ૧૭૮૨). ૨૨. શાંતિનાથ (મૂળ આદિનાથ ) ભગવાનના રંગમંડપના સભામંદારક જાતિના કરોટકનું પ્રલમ્બ લમ્બન : (આ૦ ઈ. સ૧૭૮૨). For Persona & Private Use Only www.jainelibrary ore Page #43 -------------------------------------------------------------------------- ________________ Ann 32 On Jain Education For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૪. પાર્શ્વનાથ ભગવાનનો રંગમંડપ : (આ સં. ૧૧૬૧ | ઈસ. ૧૧૦૫). ( ૨૩. પાર્શ્વનાથ ભગવાનની કચોકીનો પૂર્વ તરફનો ખત્તક : (આ. સં. ૧૧૬૧ / ઈસ. ૧૧૦૫). For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૫. પાર્શ્વનાથ ભગવાનના રંગમંડપનો સભામંદારક જાતિનો કોટક : (આ. સં. ૧૧૬૧ / ઈસ. ૧૧૦૫). For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૬. પાર્શ્વનાથ ભગવાનના ચતુર્વિશતિ જિનાલયની પૂર્વ બાજુની પટ્ટશાલામાં આવેલ ભદ્રપ્રસાદનું અલંકૃત દ્વાર અને સ્તંભો : (આ સં. ૧૧૬૧ / ઈ. સ. ૧૧૦૫). Liber Cી A 1 . / RingT For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ 2.GETELE [ Ė 5 TT SURYA ૨૭. પાસિલમંત્રીએ કરાવેલ નેમિનાથ જિનાલયનો મૂલપ્રાસાદ : (આ૦ ઈ. સ. ૧૧૩૫). ૨૮ નેમિનાથ ભગવાનના મૂલપ્રાસાદનું ૧૭મા શતકનું તેમ જ પશ્ચિમ બાજુની ૧૩મા શતકના ઉત્તરાર્ધની દેવકુલિકાનું શિખર. Page #48 -------------------------------------------------------------------------- ________________ Jon Education negational 3700 For Personal & Private Use O Page #49 -------------------------------------------------------------------------- ________________ 22 For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ છે ATTRIA \ \ ફક ! !D ) | કે - == = VATT = TU = == 5 ) ક; )) S 0 ) T 1 1 1 ))))) 1 1 કડછીura 1 GUda !! cardarpan S aracal C - | | | | \ \ : - - - - ૩૦. નેમિનાથ મેઘનાદમંડપનો સભામંદારક જાતિનો કોટક : (આ. ઈસ. ૧૧૩૭). (૨૯. નેમિનાથ જિનાલયનો શ્રાવિકા હાંસી નિમપયિત મેઘનાદ મંડપ : (આ ઈ. સ૧૧૩૭). For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૧. નેમિનાથ મંદિરના બલાનકના ઉપલા માળની એક છત (ઈસ્વીસનની ૧૨મી શતાબ્દી), For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મા Eળોની : - , S : ૩૨. સંભવનાથ(મૂળ શાંતિનાથ)ના મંદિરના મૂળપ્રાસાદનું શિખર : (ઈસ્વીસનના ૧૩મા શતકનો પૂર્વાર્ધ). For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only