Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 16
________________ આરસીતીર્થ આરાસણ ભગવાનના શાસનદેવ ગૌમુખ યક્ષ અને શાસનદેવી ચક્રેશ્વરીની સહમૂર્તિ કંડારેલી છે. આ બધાં પ્રમાણો લક્ષમાં લેતાં શાંતિનાથનું મંદિર અસલમાં યુગાદિદેવનું હોવાનું સુનિશ્ચિત બને છે. સં ૧૦૮૭(ઈ. સ. ૧૦૩૧)નો એક, અને સં૰ ૧૧૧૦ (ઈ સ૰ ૧૦૫૪)ના બે પ્રતિમા લેખો પણ પ્રાપ્ત છે. આ ત્રણે લેખો મહાવીર સ્વામીના જૂનામાં જૂના—સં ૧૧૧૮ (ઇ. સ. ૧૦૬૨)ના વર્ષ ધરાવતા ત્રણ લેખોથી વધારે જૂના છે. ચૈત્યપરિપાટી આદિ સાધનોમાં કહેલ મંત્રીશ્વર વિમલ દ્વારા સ્થાપિત, આદીશ્વરના બિંબવાળી, વિમલવસહી કિંવા વિમલવિહાર પણ અસલમાં આ જ મંદિર હોવા વિષે, આ બધાં પ્રમાણોના અન્વયે, શંકાને સ્થાન નથી. આથી આદિનાથનું આ મંદિર અસલમાં મહાવીરસ્વામીના મંદિરથી મૂળે વધારે પુરાણું ઠરે છે, પણ શૈલીની દૃષ્ટિએ મહાવીરસ્વામીના મંદિર કરતાં બે દાયકા બાદનું જણાય છે. કેવળ ગર્ભગૃહની દ્વારશાખા જ અસલી વિમલવિહારની જણાય છે. (૩) લોટણ પાર્શ્વનાથ જિનાલય મહાવીરસ્વામીના મંદિરની જોડમાં, થોડું અગ્નિ દિશામાં, ભગવાન પાર્શ્વનાથનું મંદિર આવેલું છે. તળ આયોજનમાં તે મહાવીર જિનાલય તેમ જ શાંતિનાથ (આદિનાથ) જિનાલયને મળતું છે, પણ એની વિગતોમાં કેટલોક ફરક છે; જેમ કે અહીં મુખમંડપ વા મુખચોકીને સ્થાને નાલમંડપ કિંવા બલાનક કર્યું છે. ચતુર્વિશતિ જિનાલયની રચનામાં ઉત્તર દિશાએ, આગલાં બે ઉદાહરણોમાં છે તેમ, ગોખલાઓ ન કરતાં દેવકુલિકાઓ જ કરી છે. વળી, ગૂઢમંડપને પૂર્વ બાજુ દ્વાર નથી આપ્યું અને તેથી જગતીના કોટમાં પણ એને અનુસરીને બારણું મૂકયું નથી. (ત્યાં મોટો ગોખલો કરી તેમાં એક કાળે, સં ૧૧૬૧(ઈ સ ૧૧૦૫)માં, જિનપ્રતિમા બેસાડેલી હતી.) ૧૧ મંદિરના મૂલપ્રાસાદની પીઠ, મંડોવર (ભીંત) અને શિખર છે તો આરસનાં જ, પણ સાદાં છે. એ જ પ્રમાણે ગૂઢમંડપના ઘાટડાં સાદાં છે. માથે સંવરણા ન હોવાથી કરોટકની કાચલી ઉઘાડી થયેલી દેખાય છે. અંદર મહાવીર તથા આદિનાથ જિનાલયની માફ્ક નાભિચ્છંદ જાતિનો કરોટક છે. ગૂઢમંડપની દ્વારશાખા અલંકૃત છે અને તેની આજુબાજુ બે મનોહર ગોખલાઓ કાઢેલા છે : (ચિત્ર-૨૩). છચોકીનું તળ મહાવીર સ્વામીના મંદિરની છચોકીના જેવું છે; પણ અહીં એના પડખામાં, શાંતિનાથના મંદિરની જેમ, ઓપદાર કર્ણકપીઠ અને મુખચોકીમાં વેદિકાદિ કર્યા છે. છચોકીમાં મોઢા આગળના ચોકિયાળાના આગલા બે સ્તંભો પુષ્કળ કોરણીવાળા છે, તેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54