Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 17
________________ આરસીતીર્થ આરાસણ તિલક-તોરણ જળવાયું છે. છચોકીનાં તમામ પુરાણાં વિતાનો અર્ધી સદી પહેલાં થયેલ સમારકામ દરમિયાન દૂર કરી તેને સ્થાને આરસનાં સાદાં છાતિયાં ભરવામાં આવ્યાં છે. મંદિરનો રંગમંડપ શાંતિનાથના રંગમંડપને મળતો આવે છે : (ચિત્ર-૨૪). અહીં પણ ઉત્તર તરફના સ્તંભો કરણીથી પૂર્ણતયા ભરચક છે. જ્યારે સભામંદારક જાતિના કરોટકમાં રૂપકંઠ પર ગજતાલુ, પછી નરપટ્ટી, ત્યાર બાદ ફરીને ગજતાલુ, તે પછી કોલનાં ત્રણ થર અને છેવટે લંબન કર્યું છે: (ચિત્ર-૨૫). કોટકનો વ્યાસ સોળેક ફીટનો છે. પણ એ શાંતિનાથના રંગમંડપના સભામંદારક કોટકથી થોડો મોટો અને ઊંચેરો હોવા છતાં એટલો પ્રભાવશાળી લાગતો નથી. રૂપકંઠના વિદ્યાધરો પણ મહાવીર જિનાલય અને શાંતિનાથ જિનાલયના વિદ્યાધરો જેટલા સુષુ અને સ્વરૂપવાન નથી. રંગમંડપ અને દેવકુલિકાઓને સાંધતા મૂળ વિતાનો પણ જીર્ણોદ્ધાર સમયે દૂર કરી ત્યાં સાદાં છાતિયાં લગાવ્યાં છે. દેવકુલિકાઓમાં રંગમંડપના ભદ્રસૂત્રે સામસામા રહેલા પૂર્વ-પશ્ચિમ ભદ્રપ્રાસાદોની દ્વારશાખા ખૂબ જ અલંકૃત છે અને એને લગતા ભિત્તિસ્તંભો તેમ જ તે સ્થળના પટ્ટશાલાના સ્તંભો પણ ખૂબ જ સપ્રમાણ અને અલંકારમંડિત છે : (ચિત્ર-૨૬). પશ્ચિમ બાજુનો ભદ્રપ્રસાદ તો બહારથી પણ રૂપાભૂષિત છે અને તેના સૌષ્ઠવપૂર્ણ શિખરને જાલક્રિયાથી વિશેષ સુંદર બનાવ્યું છે. બીજી તમામ દેવકુલિકાઓ શિખરવિહીન તેમ જ સાદાં દ્વારવાળી છે, અને પઠ્ઠશાલાના અન્ય સ્તંભો પણ તદ્દન સાદા છે. પટ્ટશાલામાં પશ્ચિમ તરફના ભાગની દેવકુલિકાઓ સામેનાં વિતાનોમાં તેમ જ ઉત્તર વિભાગમાં ડાબી બાજુના હિસ્સામાં કારીગરી કરી છે. તેમાં નાભિચ્છેદ અને પદ્મક પ્રકારનાં (કંઈક લુખા કહી શકાય તેવા) વિતાનો છે. દેવકુલિકાઓમાં પશ્ચિમ તરફની શરૂઆતની દેવકુલિકાઓમાં ત્રણેક આરસનાં મનોરમ તોરણો પરિકરને ફરતાં મૂકેલાં છે. આ મંદિરનો મુખ્ય પ્રવેશ તો નાલ દ્વારા ઉત્તર તરફથી થતો, પણ હાલ પશ્ચિમ બાજુના જગતીના ચોકીયાળાવાળા દ્વારનો ઉપયોગ ગમનાગમનાર્થે થાય છે. નાલ પર સાદા સ્તંભોવાળું પણ પ્રકાશપૂર્ણ બલાનક કર્યું છે. કચોકીની ઊંચાઈ, રંગમંડપના સ્તંભો, અને તે બન્ને સાથે પટ્ટશાલાની પારસ્પરિક પ્રમાણસરતા, અને તમામ પ્રકારનાં સૂત્રોનાં પ્રમાણસરના મિલાન, ઈત્યાદિ આગલાં બે મંદિરો કરતાં આ મંદિરમાં ચઢિયાતા છે અને તેથી તેનું અંતરંગ વિશેષ હૃદયગમ, કૌશલપૂર્ણ, અને પ્રકાશમાન જણાય છે. આ મંદિરની શૈલીની દષ્ટિએ શાંતિનાથ(એટલે કે આદિનાથ)ના મંદિરની એકાદ પેઢી બાદનું જણાય છે. મંદિરમાં જૂનામાં જૂનો લેખ સં૧૧૬૧(ઈ. સ. ૧૧૦૫)નો છે. તેમાં પાર્શ્વનાથ ચૈત્યનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54