Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 19
________________ ૧૪ આરસીતીર્થ આરાસણ છે, તેમાંથી એકમાં, અને તે પછીના સં૧૨૦૪(ઈ. સ. ૧૧૪૮)ના, તેમ જ સં. ૧૨૦૫(ઈ. સ. ૧૧૪૯) અને સં. ૧૨૦૮(ઈ. સ૧૧૫ર)ના લેખોમાં આ મંદિરનો નેમિનાથ ચૈત્ય તરીકે ઉલ્લેખ છે. આથી મંદિર ઈ. સ. ૧૧૩૭ નહીં પણ ઈ. સ. ૧૧૩૫માં કે તેથી કદાચ થોડુંક પૂર્વે બંધાઈ ચૂક્યું હોવું જોઈએ : અને ઈ. સ. ૧૧૩૭ની મિતિ કદાચ મેઘનાદ મંડપ પૂર્ણ થયાની હોવી સંભવે છે. મંદિર ઢોળાવ પર બાંધેલું હોઈ, તેના દર્શનભાગે જગતીનો મોરો પણ ખૂબ ઊંચેરો લેવાયેલો છે. જગતી પર મૂલપ્રાસાદ, ગૂઢમંડપ, ચોકી, અને રંગમંડપને સ્થાને બેંઘનાદ મંડપની રચના છે. છચોકી તેમ જ મેઘનાદ મંડપ ફરતી ૨૪ દેવકુલિકાઓ કરી છે; પણ તે બધી સં. ૧૩૩૫ થી સં. ૧૩૩૮(ઈ. સ. ૧૨૭૭ થી ઈ. સ. ૧૨૮ર)ના ગાળામાં રચાયેલી હોવાનું તેના લેખો પરથી કલ્પી શકાય છે. તેટલા ભાગની શૈલી પણ ૧૩મા શતકના ઉત્તરાર્ધની જણાય છે. મંદિરનો મોટો ભૂલપ્રાસાદ ભદ્રવ્યાસે લગભગ તેત્રીસેક ફૂટ જેટલો પહોળો છે : (ચિત્ર-૨૭). તેમાં મહાપીઠ અંતર્ગત ગજપીઠ, નરપીઠ આદિ થરોની રચના છે. મંડોવર (ભીંત)ના વેદીબંધના કુંભ પર જૈન યક્ષ-યક્ષિીઓ-વિદ્યાદેવીઓ આદિના રૂપ કંડરાયેલાં છે. જંઘામાં પણ દિપાલો, ઉપરાંત યક્ષીઓ અને વિશેષે વિદ્યાદેવીઓનાં સુખુ રૂપ કંડારેલાં છે. મંડોવરના ત્રણે ભદ્રના ખત્તકો(ગોખલાઓ)માં એક કાળે જિનપ્રતિમાઓ હતી, પણ આજે તો તે બધામાં ખાલી પબાસણો. જ જોવા મળે છે. મંદિરનું શિખર મૌલિક ન હોતાં ૧૭મા શતકના જીર્ણોદ્ધાર સમયનું છે : (ચિત્ર-૨૮ જમણી બાજુનું શિખર). મંદિરનો મૂળ ગૂઢમંડપ પણ ૧૭મા શતકનો છે અને તેના પર કેટલીક મુઘલયુગીન કારીગરી જોવાય છે. અંદર ગર્ભગૃહમાં નેમીશ્વરદેવની સં. ૧૬૭૫(ઈ. સ. ૧૯૧૯)માં વિજયદેવસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત વિશાળકાય પ્રતિમા છે. ગર્ભગૃહના દ્વાર પાસે સં. ૧૩૧૪ (ઈ. સ. ૧૨૫૮) અને ગૂઢમંડપની દક્ષિણ ભીતિ સં. ૧૨૧૪(ઈ. સ. ૧૧૫૮)ના લેખ ધરાવતા મોટા મનોહર કાઉસગીયાની જોડી મૂકેલી છે. બન્ને જોડીમાં અલંકૃત પીઠિકા પર એ યુગનાં ચિત્રોમાં જોવા મળે છે તેવાં ફીંડલામાં હાથી, સિંહ આદિ પ્રાણીઓ ધરાવતી વેલના સુઘડ ખંડ કર્યા હોઈ, પ્રતિમાઓની શોભામાં વધારો થાય છે. ગૂઢમંડપમાં પશ્ચિમ બાજુએ સં. ૧૩૧૦(ઈ. સ. ૧૨૫૪)નો લેખ ધરાવતો ૧૭૦ જિનનો મોટો પટ્ટ ગોઠવેલો છે. અહીં સં. ૧૩૩૮(ઈ. સ. ૧૨૪૨)નો અશ્વાવબોધ સાથેનો સમલિકાવિહાર ચરિત્રનો પટ્ટ હતો, જે હાલ મહાવીરસ્વામીના મુખમંડપમાં ગોઠવવામાં આવ્યો છે. ગૂઢમંડપને પડખાઓમાં પ્રવેશ નથી, પણ ઉત્તર તરફનું દ્વાર જ પ્રવેશદ્વાર છે. દ્વારની ઊંચાઈ મેઘનાદ મંડપના ઉપલા મજલા સુધી લીધી હોઈ, તે વિશાળ અને ભવ્ય લાગે છે. છચોકીની પીઠ ખૂબ જ કોરણીવાળા આઠ સ્તંભોથી બનેલી છે. તેના પદ્મક’ વિતાનોનો પ્રકાર બલાનકમાં જોવાતાં વિતાનોના જેવો જ છે. (ચિત્ર-૩૧). છચોકીમાં બે ખત્તકો છે, જેમાં ડાબી બાજુના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54