Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 15
________________ ૧૦ આરસીતીર્થ આરાસણ ઉત્તાનપટ્ટ પર જ ગોઠવી છે. છચોકીના આગલા ચાર સ્તંભો કરણીથી નખશિખ આભૂષિત કર્યા છે (ચિત્ર-૧૭). તેની જંઘામાં યક્ષીઓ તેમ જ વિદ્યાદેવીઓનાં રૂપો કંડાર્યા છે. (ચોકીનાં પગથિયાં ચડતે સમયે આવતી સ્તંભોની જેડીના મોવડમાં આદીશ્વરની શાસનદેવી ચક્રેશ્વરીનાં રૂપ કાઢ્યાં છે.) છચોકીના પાછલા ચાર સ્તંભોમાં કરણી કમ છે, છતાં તે ઘાટીલા છે (ચિત્ર-૧૮). છચોકીમાં પાર્શ્વચોકીઓમાં નાભિચ્છેદ અને પદ્મક જાતિનાં વિતાનો છે, જ્યારે વચ્ચેની ચોકીઓમાં પદ્મક જાતિનાં બે મનોહર વિતાનો કરેલાં છે, જેમાંનાં પગથિયાં ચડતાં ઉપર દેખાતા વિતાનનું દશ્ય રજૂ કર્યું છે (ચિત્ર-૧૯). ચોકીમાંથી ઊતરતાં રંગમંડપમાં પ્રવેશાય છે. રંગમંડપ (ચિત્ર-૨૦)ની ઉત્તર બાજુના સ્તંભો વિશેષ અલંકૃત છે. રંગમંડપનો કોટક લગભગ ૧૪/૪ ફીટના વ્યાસનો છે અને તેના લંબનમાં કોલના ત્રણ સુદીર્ઘ થરો લીધા પછી પ્રલંબ પદ્મhસર કરેલું છે (ચિત્ર-૨૨). રંગમંડપ ઉત્તર-દક્ષિણ લાંબો હોઈ, કોટકની ગોળાઈ સાચવવા અહાસમાં ઉત્તર-દક્ષિણનો ભાગ અંદર ખેંચવો પડેલો છે, ને ત્યાં વધારાના તળભાગને ઢાંકવા લલિત ગૂંચળાઓમાં ગુક્તિ થતી કલ્પવલ્લીનાં નયનમનોહર ભાષ્કર્યો ઉપસાવ્યાં છે (ચિત્ર-૨૧). મંડપમાં પશ્ચિમ ભદ્ર સિવાયનાં તોરણો નષ્ટ થયાં છે. રંગમંડપની આજુબાજુ રહેલ ચોવીસ જિનાલયો અને એની પટ્ટશાલા તેમ જ સ્તંભો-વિતાનો, સાદાં છે. ઉત્તર બાજુ દેવકુલિકાઓ કરવાને બદલે મહાવીરસ્વામીના મંદિરની જેમ ગોખલા કાઢ્યા છે. રંગમંડપ અને પૂર્વ-પશ્ચિમની દેવકુલિકાઓને જોડતાં સમતલ વિતાનોના ભાવો મહાવીર જિનાલયના સમાંતર વિતાનોને મળતા છે, પણ કંડારકામ એકંદરે તેનાથી હલકું છે, અને જીર્ણોદ્ધાર સમયે લીલ કાઢવા ટાંકણાનો ઘસારો મારેલ હોઈ, કોતરકામમાં અનાયાસે લૂખાશ આવી ગઈ છે. મંદિરની પૂર્વ બાજુની દેવકુલિકાઓ પૂરી થાય છે ત્યાં આગળ બે બારવાળી એક દેવકુલિકા છે. તેમાં સં. ૧૨૬૨ (ઈ. સ. ૧૨૦૬)ની સાલ ધરાવતા અષ્ટાપદની બહુ જ સુંદર રચના છે. અષ્ટાપદના પુરાણા નમૂનાઓ નષ્ટ થઈ ચૂક્યા હોઈ, જૈન પ્રતીક-રચના-વિધાનના અભ્યાસમાં સાંપ્રત રચનાનું મોટું મૂલ્ય રહેલું છે. આ મંદિરની એક દેવકુલિકાની પ્રતિમાની ગાદી પરના સં૧૧૪૮(ઈ. સ. ૧૦૯ર)ના લેખમાં તેની પ્રતિષ્ઠા આદિજિનાલયમાં થઈ હોવાનો, અને જેના સંવત્સરના અંક ઘસાઈ ગયા છે તેવા એક અન્ય લેખમાં રિષભાલયમાં પ્રસ્તુત મૂર્તિ સ્થાપ્યાનો ઉલ્લેખ આવે છે. આ સિવાય સં. ૧૨૬૨(ઈ. સ. ૧૨૦૬)ના અગાઉ કથિત અષ્ટાપદના લેખમાં પણ તેની સ્થાપના નાભેયના પ્રાસાદમાં થઈ હોય તેવું વંચાય છે. તદુપરાંત, ચોકીના મોવડના સ્તંભોમાં રહેલી, આદીશ્વરની શાસનક્ષી ચક્રેશ્વરીની પ્રતિમાઓની વાત અગાઉ થઈ ગઈ છે. તે સિવાય નૈઋત્ય બાજુના વિસ્તાનમાં આદિનાથ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54