Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 13
________________ આરસીતીર્થ આરાસણ છે : (ચિત્ર-૯), ને તેની તરત જ પાછળ, ગૂઢમંડપના દ્વારની ઉપર ક્ષિપ્તોત્ક્ષિપ્ત જાતિનો, ઊંડા ઊતરતા જતા ને ઝીણી કોરણીવાળા કોલના સમૂહથી રચાતો, સુંદર વિતાન આવી રહેલો છે : (ચિત્ર-૧૦). ८ છચોકી પછી આવીએ રંગમંડપમાં. રંગમંડપનું સંધાન છચોકીના સ્તંભો સાથે કરી લેવામાં આવ્યું છે. રંગમંડપના પાસાદાર સ્તંભો ઓપયુકત છે, પણ સામાન્ય રીતે જૈન રંગમંડપોમાં હોય છે તેના કરતાં તે ઓછી કોરણીવાળા છે : અપવાદ રૂપે છે ઉત્તરે પ્રવેશ બાજુની જોડી, જેમાંના એકની જંઘામાં મૃદંગધારી ગંધર્વનું સુંદર શિલ્પ છે. ૧૨ સ્તંભો ધરાવતા આ રંગમંડપ કિંવા નૃત્યમંડપને ચતુર્દિશામાં ભદ્રભાગે તિલક-તોરણો લગાવેલાં હતાં, આજે તો માત્ર પૂર્વ બાજુનું જ તોરણ બચ્યું છે : (ચિત્ર-૧૧). રંગમંડપની વચ્ચે લગભગ ૧૬/૪ ફીટ વ્યાસનો, અખિલ બ્રહ્માંડની વિભૂતિ શો, સભામંદારક પ્રકારનો, વિદ્યાધરમંડિત રૂપકંઠ તેમ જ ગજતાલુ અને કોલના થરોથી સર્જાતો અને વચ્ચે પ્રગલ્ભ લંબનથી શોભતો પ્રભાવશાળી કરોટક કરેલો છે : (ચિત્ર-૧૩): છચોકી બાજુ વિદ્યાધરોને બદલે હરિણગમેષી દેવનાં રૂપ કોરેલાં છે. વચ્ચેનો આ મહાવિતાન છોડી ચારે ખૂણે પડતા ત્રિકોણોમાં ત્રણે બાજુએ પટ્ટીથી મઢેલ, કલ્પવલ્લી ખચિત, અને વચ્ચે ગ્રાસમુખના શોભનથી અંકિત, એકસરખા ચાર ત્રિકોણાકાર કર્ણવિતાનો કરેલા છે: (ચિત્ર-૧૨). રંગમંડપને પૂર્વ-પશ્ચિમ તરફ રહેલ દેવકુલિકાઓની હારને બન્ને બાજુએ સાંધતા સમતલ જાતિનાં લંબચોરસ છ છ વિતાનો આવેલાં છે. પૂર્વ તરફ જોઈએ તો તેમાં કોઈ કોઈમાં ચોકોર પટ્ટીઓમાં હાથી, ઘોડા, અને જિનદર્શને જતા જનસમુદાયનાં દશ્યો અંકિત કરેલાં છે, તો કેટલાકમાં વળી પૂરા ક્ષેત્રમાં રત્નબંધયુકત શલાકાઓથી ખંડ પાડી, તેમાં ગંધર્વમંડળો, હસ્તિ, અશ્વ, કલશધારિણી સુંદરીઓ, આદિનાં રૂપ કાઢ્યાં છે: (ચિત્ર-૧૪). આબૂની વિમલસહીમાં ભમતીમાં ઈશાન ખૂણે આવા પ્રકારનાં બે’એક વિતાનો છે, પણ તે કુંભારિયાનાં આ દષ્ટાંતોથી લગભગ ૧૨૫ વર્ષ બાદ બનેલાં છે અને તેમાં ન તો આટલી ઝીણવટ છે, કે ન તો આવી સફાઈ, કે ન તો આયોજનની કલ્પના. અહીં આ પ્રકારનાં કેટલાંક વિતાનોના આરસમાં તો નીલ-જાંબ છાયા વ્યાપેલી હોઈ, સારુંયે કામ આછી રંગીન ચીનાઈ માટીમાં ઢાળેલું હોય તેવો સંભ્રમ ઉત્પન્ન કરે છે. પશ્ચિમ તરફનાં છ વિતાનો પૂર્વનાં વિતાનોના મુકાબલે કંઇક ઓછા કલાત્મક છે, પણ તેમાં તીર્થંકરોનાં જીવનચરિત્રોમાંથી ચૂંટીને પ્રસંગો કંડાર્યાં હોઈ, ને સમવસરણાદિ રચનાઓમાં ભાવો કોતર્યા હોઈ, જૈન પ્રતિમા-વિદ્યાના અધ્યયનાદિના અધ્યયન માટે ઉપયોગી સામગ્રી તેમાં ભરેલી છે. (તેમાં કોઈ કોઈ પર ટૂંકા લેખો પણ કોરેલા છે.) દેવકુલિકાઓની દ્વારશાખાઓ તેમજ પટ્ટશાલાના સ્તંભો અને વિતાનો પ્રમાણમાં સાદા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54