Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 12
________________ આરસીતીર્થ આરાસણ પડખે સામાન ભરવાની કોટડી કરી છે. આ દેવકુલિકાના પૂર્વ બાજુના (આજે બંધ કરેલા) દ્વારે ૧૨મા શતકની શૈલીનું આરસનું આકર્ષક તોરણ મૂકયું છે : (ચિત્ર-૧૫). હવે મંદિરની વિગતવાર રચના જોઈએ. મૂલપ્રાસાદનાં પીઠ (બેસણી) તેમજ મંડોવર (ઊભણી)નાં ઘાટડાં સફાઈદાર પણ પ્રમાણમાં અલંકાર વગરનાં છે, પણ ઘાટીલું શિખર જાલની કોરણીવાળું છે અને ગૂઢમંડપ પર સંવરણાની રચના છે : (ચિત્ર-૫). ગર્ભગૃહમાં જાજવલ્યમાન પરિકરયુકત મહાવીરસ્વામી બિરાજમાન છે. સાંપ્રત પ્રતિમા તો ૧૭મા શતકની છે, પણ પરિકર તેમજ પબાસણ અસલી, સં. ૧૧૧૮ નાં, છે. ગર્ભગૃહની ભોં પર પૂર્વભીત યક્ષરાજ સર્વાનુભૂતિ તેમજ સામેની ભીતિ દેવી અંબિકાની સૌષ્ઠવભરી મૂર્તિઓ સ્થાપેલી છે, જેનો કાળ, શૈલીની દષ્ટિએ, કાળ મંદિરની સ્થાપનાનો જ હોય તેમ જણાય છે. ગૂઢમંડપમાં અડખેપડખેની ભીંતની લગોલગ સં. ૧૧૧૮(ઈ. સ. ૧૦૬૨)ના લેખ ધરાવતી બે કાયોત્સર્ગ જિનની પ્રતિમા પરોણા દાખલ મૂકેલી છે, જે પણ મંદિરના પ્રતિષ્ઠાના સમયની છે. દ્વારના ઉત્તરંગ પર ગર્ભહરણ કરતા હરિણીગમેષી દેવતા(હરિ-નેગમેષ દેવ)નું દશ્ય અંકિત છે. ગૂઢમંડપના મુખ્યદ્વારમાંથી નીકળતાં ચોકીમાં પ્રવેશ થાય છે. ગુજરાતનાં જૈન મંદિરોમાં છચોકી (ત્રિક)ને શિલ્પશૃંગારથી ખૂબ સજાવી, કોઈ કચાશ ન રહી જાય તેવો, અલંકૃત સ્થાપત્યનો નમૂનો બનાવવાની ચીવટ નિર્માતાઓ તેમજ વાસ્તુકર્માઓ (સ્થપતિઓ) રાખતા આવ્યા છે. એ પરિપાટીમાં આ મહાવીર જિનાલયની ચોકી પોતાનાં અંગોના પ્રમાણતોલન, ને સ્તંભો - તેમજ વિતાનો(છતો)ની શોભનલીલાનું એક અપૂર્વ અને રૂપસુંદર દષ્ટાંત બની ગઈ છે. લગભગ સવા ગજ ઊંચેરી પીઠને પડખામાં અલંકારી વેદિકાથી મઢી (ચિત્ર-૬), તેના તળમાં મુખચોકી કરી, મથાળે ઉત્તાનપટ્ટ (ભો) પર ચાર પાછળ તથા બે આગળ એમ કુલ ૬ મુકત-સ્તંભો અને તેના બરાબર ગૂઢમંડપની ભીંતમાં ભિત્તિસ્તંભો કર્યો છે : (ચિત્ર-૭). મુખચોકીના અલંકૃત સ્તંભો વચ્ચે એક કાળે તિલકતોરણ હશે તે આજે તો નષ્ટ થયું છે, પણ પાછળ રહેલી પડખાંની ચોકીઓના સાદા સ્તંભોની જોડી વચ્ચે, ભીંતમાં કાઢેલ ખત્તકો(ગોખલાઓ)ની સામે, અર્ધચંદ્રાકાર ઈલ્લિકાતોરણો હજુ સાબૂત છે : (ચિત્ર-૮). મુખચોકીના આગલા સ્તંભો ખૂબ જ અલંકૃત છે. અને તેની જંઘામાં વિદ્યાદેવીઓ, સરસ્વતીદેવી આદિ દેવીમૂર્તિઓ કંડારેલી છે : (ચિત્ર-૮). પાર્ધચતુષ્કીઓમાં નાભિછંદ અને પદ્મક જાતિનાં વિતાનો કરેલાં છે, પણ સૌથી સુંદર વિતાનો તો મધ્યવર્તી ચતુષ્કીઓમાં રહેલાં છે. છચોકીનાં પગથિયાં ચઢતાં, મુખચોકીમાં ઉપર નજર કરતાં, જાણે કે કમળો ભરેલો કુંડ અવળો કરી આકાશમાં ટીંગાડ્યો હોય એવો અદ્ભુત પદ્મનાભ જાતિનો, સારાયે પશ્ચિમ ભારતના વિતાન-વિભાવોમાં આગવી ભાત પાડતો બહુ સુંદર વિતાન કરેલો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54