Book Title: Aarsi Tirth Aarasan
Author(s): Anandji Kalyanji Pedhi
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 7
________________ આરસી તીર્થ આરાસણ નીકળતા પથ્થરને આરાસ (આરસ) અભિધાન પ્રાપ્ત થયું, તેનો નિર્ણય ઇતિહાસવિદો અને ભાષાશાસ્ત્રીઓએ કરવાનો રહે છે. આ મધ્યકાલીન આરાસણનગરનું નામ બદલાઈ ૧૭માં શતક પછીથી કુંભારિયા કે કુંભારિઆ પડી ગયું છે. કુંભારિયા નામ પડવા પાછળ મહારાણા કુંભકર્ણ, મેવાડનો કુંભો રજપૂત, કુંભારોનું ગામ, ઈત્યાદિ અટકળો અનુક્રમે જેમ્સ ફોર્બસ, મુનિશ્રી વિશાલવિજયજી, અને મુનિશ્રી દર્શનવિજયજી આદિ વિદ્વાનો દ્વારા થયેલી છે; પણ પ્રસ્તુત નામકરણનો સંતોષકારક ખુલાસો હજી મળ્યો નથી. કદાચ એ મુદ્દો આજે તો બહુ જ મહત્ત્વનો પણ નથી. આરાસણની ખાણોના પથ્થરનો પ્રયોગ અર્બદ પર્વતવત પરમારોની રાજધાની ચંદ્રાવતી નગરીના બાંધકામમાં, આબૂ સ્થિત દેલવાડાગ્રામના જગપ્રસિદ્ધ મંદિરોમાં–મંત્રીપ્રવર પૃથ્વીપાલે વિસ્તારેલ વિમલસહી તેમ જ મંત્રીશ્વર તેજપાળે કરાવેલ લૂણવસતીમાં – અણહિલવાડ પાટણનાં કેટલાંક જિનમંદિરો તેમજ જિનપ્રતિમાઓના નિર્માણમાં, શત્રુંજય તેમ જ ખંભાત અને તેની પાસે આવેલ નગરા ગ્રામ, પ્રભાસપાટણ, કર્ણાવતી, સિદ્ધપુર આદિકેટલાંય સ્થાનોની સોલંકીકાળમાં, ૧૧મા શતકથી લઈ ૧૩મા શતક સુધીની, જૈન-જૈનેતર દેવપ્રતિમાઓના ઘડતરમાં થયો છે. વિ. સં. ૧૩૭૧ (ઈ. સ. ૧૩૧૫)માં થયેલા પુનરુદ્ધાર સમયે શત્રુંજયાદ્રિમંડન ભગવાન યુગાદિદેવના, ઓસવાલ શ્રેષ્ઠી સમરાસાહ ભરાવેલ નૂતન બિંબનો પાષાણ આરાસણની ખાણમાંથી લાવવામાં આવેલો. એ જ રીતે ગૂર્જરેશ્વર મહારાજ કુમારપાળ વિનિર્મિત તારંગાના અજિતનાથ મહાપ્રાસાદના સં. ૧૪૭૯(ઈ. સ. ૧૪૨૩)માં શ્રેષ્ઠી ગોવિંદ દ્વારા થયેલ પુનરુદ્ધાર સમયે પણ મૂલનાયકની પ્રતિમાનો આરસ આરાસણની ખાણમાંથી કાઢવામાં આવેલો. આરાસણની ખાણના આ આરસ પથ્થરની કેટલીક વિશિષ્ટતાઓ છે, જે મકરાણાના ધોળા કોડા જેવા આરસમાં નથી. આરાસણથી પ્રાપ્ત સફેદ રંગનો આરસ કાલક્રમે ગજદંત શો મીઠો પીળો રંગ ધારણ કરે છે. આ સિવાય આછા લીલા, સુરખાબી, નીલ-જાંબુડી, અને ભૂરા રંગની દ્રધનુશી છાયાવાળી જાતો પણ ત્યાં નીકળે છે, જેનો ઉપયોગ દેલવાડામાં વિમલવસહી, અને વિશેષે લૂણવસતીમાં, તેમજ અહીં આરાસણમાં મહાવીર જિનાલયમાં, અને શત્રુંજય પરના કુમારપાળના કહેવાતા મંદિરની મૂર્તિના પરિકર ઈત્યાદિની રચનામાં થયો છે. આરાસણની ખાણોમાંથી જેટલો ઊંચી જાતનો, ઝીણા પોગરનો અને સુંદર રંગછાયાવાળો પથ્થર નીકળે છે તે મકરાણાના પથ્થરથી સમગ્ર દષ્ટિએ ચઢિયાતો છે. મંદિરો અને ઇતિહાસ આરાસણ કિંવા કુંભારિયામાં આજે તો વસ્તી નથી. પણ ત્યાં પુરાણાં પાંચ જૈન મંદિરો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54