Book Title: Aarsi Tirth Aarasan Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 6
________________ આરસીતીર્થ આરાસણ (કુમ્ભારિયાજી) પૃષ્ઠભૂમિ ઉત્તર ગુજરાતમાં આબૂ પર્વતથી અગ્નિકોણમાં આરાસુરનો પહાડ આવેલો છે. આ પહાડના ઉપલા સમથળ ભાગમાં, ટેકરીઓથી ઘેરાયેલ ભગવતી અંબિકાનું જનપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી વસેલું છે. આરાસુર નામ અસલમાં આરાસણ કિંવા આરાસન પરથી ઊતરી આવ્યું છે, અને અહીં સોલંકીકાળમાં હાલના આ અંબાજી ગામથી પોણો કોશ દૂર આરાસન વા આરાસણ, આરાસણનગર, આરાસણપુર, કે આરાસણાકર યા આરાસનાકર નામથી ઓળખાતું પણ એક કાળે સમૃદ્ધ નગર વસેલું હતું. આ નગરની ઉત્તરમાં રહેલ પહાડમાં આરસપહાણની ખાણો હતી. ખાણ માટે સંસ્કૃત શબ્દ છે આકર. આરાસણાકાર અભિધાનમાં ત્યાં આગળ ખાણ હોવાની હકીકતનો પડઘો રહેલો છે. આજે આરસનો સામાન્ય અર્થ આપણે માર્બલ એટલે કે સંગેમરમર ઘટાવીએ છીએ. પણ મધ્યકાળમાં તો કેવળ આરાસણની ખાણમાંથી નીકળેલા સંગેમરમરને જ ‘’‘આરાસણાશ્મ એટલે કે આરસપહાણ કહેતા. બીજી જાતનો પ્રસિદ્ધ માર્બલ મમ્માણશૈલ નામથી પ્રસિદ્ધ હતો, જે નાગપુર (નાગોર) સમીપ મકડાણ – હાલના મકરાણા - પાસે રહેલી મમ્માણી ખાંણમાંથી પ્રાપ્ત થતો, જે આજે મકરાણાના આરસ તરીકે ઓળખાય છે. આરાસણ વસવા પાછળ ત્યાંના બેમૂલ આરસ પથ્થરની ખાણ કારણભૂત હોવાનો સંભવ છે. આરસ પથ્થરનો દેવપ્રતિમાઓ ઘડવામાં અને દેવભવનોના નિર્માણમાં ઉપયોગ સાતમા-આઠમા શતકથી લઈ દશમા શતક સુધીમાં અર્બુદમંડલમાં તેમ જ આબૂની પશ્ચિમે રહેલા ગૂર્જરમંડલમાં ઠીક પ્રમાણમાં થયો હોવાનાં પ્રમાણો છે. તે કાળ પછીથી આરસની માગ વિશેષ વધતાં એની ખાણો જ્યાં આવેલી છે ત્યાં સમીપવર્તી સ્થાને નગર વસી ગયું : તે જ આરાસણનગર! આરાસ (આરસ) પથ્થર પરથી આરાસણ નામ પડ્યું કે પછી આરાસણ પરથી ત્યાં આગળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54