Book Title: Aajno Aapno Padkar Author(s): Kumarpal Desai Publisher: Vishva Vikas Trust View full book textPage 9
________________ ગઈ છે. ગોવર્ધનરામ કે ન્હાનાલાલ, કાન્ત કે કલાપી, મણિલાલ નભુભાઈ કે પ્રિયકાન્ત મણિયારે અનુભવેલાં પ્રણયવિભાવના-વિષયક વંધ્રો આજે ન હોય તો ભલે, પરંતુ હવે એ પ્રણયનું જ સ્થાન વ્યક્તિના જીવનમાં કેટલું ? આપણાં મૂલ્યો દ્રાવણપાત્રમાં આવીને ઠર્યા છે. આપણી ભાવનાઓનો ક્રૂર સંહાર થયો છે. એક સ્વાર્થમય, લેન-દેન આધારિત, સંવેદનશુન્યતા પ્રત્યેની તીવ્ર ગતિમાં આંતરમંથનો અને વ્યાપક સંવેદનોની ઊપજ કેટલી ? એક સમયે સર્જક – હું કોણ છું? જીવન શું છે ? મૃત્યુ શું છે ? સાચો સ્નેહ કોને કહેવાય? પરમ આનંદની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? એવા પ્રશ્નોની ખોજ કરતો હતો અને સાહિત્યમાં એની એ આંતરખોજનું પ્રતિબિંબ ઝિલાતું હતું. આધુનિક માણસની વૃત્તિએ એનું વૈચારિક માળખું ધરમૂળથી બદલી નાખ્યું છે. મૂલ્યહાસ, ભ્રષ્ટતા, ટૂંકા માર્ગો લેવાની વૃત્તિ, સંકુચિત સ્વાર્થ વગેરે વકરી રહ્યાં છે. જીવનને બદલે ‘બજાર'ની શોધ. શાહમૃગ આફ્રિકાના રણમાં જ નથી, આપણી વચ્ચે પણ છે. ટેક્નૉલોજીના આ સમયગાળામાં જીવનમાં બધી બાબતોનો રોકડિયો પાક ઉતારવામાં આવે છે. રાજકારણ, અર્થકારણ, નોકરશાહીના દબાણ ઉપરાંત લોકો એક રેંટ-રેસમાં સામેલ થયા છે અને તેને પરિણામે આપણે જીવનમાંથી ઘણું ભૂલી રહ્યા છીએ. ઘરના આંગણામાં છોડ વાવીએ છીએ, પણ છોડમાં આવેલી નવી કુંપળનો ઉત્સવ ઊજવતા નથી. આનંદના ઉપહાર રૂપે અન્યને બૂકે આપીએ છીએ, પરંતુ એ ફૂલોની સુવાસનો અનુભવ કે એના રંગોનો આનંદ આપણે લેતા નથી. મેદાન પર પથરાયેલા લીલાછમ ઘાસનું મંદ મંદ હાસ્ય કે પછી સમુદ્રની લહેરોનો આનંદ કે હિમાચ્છાદિત શિખરોની ભવ્યતા ભૂલી ગયા છીએ. એને માટે આપણી પાસે ન તો આંખ રહી છે કે ન તો એને સાંભળવા માટેના કાન. આ અંધ-બધિર અવસ્થાએ માનવીના ભીતરને જરઠ બનાવી દીધું છે. વાસ્તવની ઉપેક્ષા, વાસનાપૂર્ણ કામેચ્છા અને માનવીય ભાવનાઓનું વ્યવસાયીકરણ, રુચિનું નિમ્નસ્તરીકરણ – આ બધાંને કારણે માનવી ભીતરનો આનંદ, સમભાવ અને સંવેદના ખોઈ રહ્યો છે. મશીન દ્વારા માનવીનું વિસ્થાપન, મહાનગરનાં સિમેન્ટ-કૉન્ક્રીટનાં જંગલોનું નિર્માણ અને પ્રગતિના નામ હેઠળ ખેલાતી સત્તાની રાજનીતિ અને વ્યવસ્થા કે લોકતંત્રને નામે થતી જોહુકમી – આ બધી બાબતોનો વિચાર કરવો જોઈએ.. આજે ગ્લોબલાઇઝેશનને કારણે માણસ જાણતાં કે અજાણતાં “બજાર” બની ગયો છે. બજાર અને માલનું કેન્દ્ર દઢ બન્યું છે અને તેનો છેડો અર્થ ઉપર છે. બીજું સઘળું ગૌણાતિગૌણ બની રહ્યું છે. દરેક દેશ અને તેનો માણસ જીવન નહીં, બજાર શોધે છે. રૉબોટની જેમ તે એના જીવનની સિસ્ટમ બજારના સંદર્ભમાં ગોઠવી રહ્યો છે. માણસના સંદર્ભો સાથે સાહિત્યની ગતિ પણ બદલાય. સાહિત્ય માણસને પ્રતીત કરાવવાનું છે કે તે પોતે ‘વસ્તુ અથવા ‘બજાર’ નથી, પણ ચૈતન્યથી, ભાવસંવેદનથી ભરીભરી પ્રાણશક્તિ છે. સાહિત્યકારે સંવેદનાસભર મનુષ્યની છબી ઉપસાવવાની છે. સંવેદનાસભર જીવન શું છે, તેને પ્રત્યક્ષ કેમ કરી આપવું તે મથામણ આપણા સમયમાં સૌથી મોટી બાબત બની છે. વાદો આવ્યા ને ગયા, આવશે ને જશે; પણ અવશેષમાં માણસ ન રહ્યો તો સઘળું ગયું સમજવાનું. આજે વાદો અને વાદોના પુરસ્કર્તાઓનાં વલણ નરમ પડ્યાં છે, શમ્યાં છે, બદલાયાં છે, વિશ્વ સાંકડું બન્યું છે અને ભાષાઓ નજીક આવી છે. માહિતીવિસ્ફોટ થયો છે. સમૂહ-માધ્યમોને કારણે વિશ્વવ્યાપી ઘટનાઓ સાથે સદ્ય પરિચિત થવાનું બન્યું પણ આની સામે સર્જન એવી ફાળ ભરી શક્યું છે કે કેમ તે પ્રશ્ન છે. સમૂહમાધ્યમોનો પ્રભાવ સમૂહમાધ્યમોની ગતિ વિપરીત નીવડી છે. માનવજાત માટે કેવું અદ્ભુત પરિવર્તન આણશે એવી આશા સાથે આવેલું ચલચિત્ર બહુધા સ્થૂળતા અને રંજ કતામાં સરી ગયું. રેડિયોનું માધ્યમ હવે ઉપેક્ષિત બન્યું છે અને ટેલિવિઝને દીવાનખંડમાં પ્રવેશીને એક એવા આતંકવાદને જન્મ આપ્યો છે કે જેને પરિણામે માનવજીવનની કેટલીય મધુર, સૂક્ષ્મ, સંવાદી, ઉદાર અને સૌંદર્યમંડિત ભાવનાઓ રસાતળ જઈ રહી છે. દોસ્તોયેવસ્કીએ કહ્યું હતું કે કેવળ ‘સૌંદર્ય” જ દુનિયાને બચાવી શકશે. આ સંદર્ય એટલે પૂર્ણતાની શોધમાં નીકળેલો સક્રિયPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27