Book Title: Aajno Aapno Padkar
Author(s): Kumarpal Desai
Publisher: Vishva Vikas Trust
View full book text
________________
અખબારો અને સામયિકોમાં લેખો તથા દેશ-વિદેશમાં પ્રવચનો.
અમેરિકા, ઇંગ્લેન્ડ, કેન્યા, બેલ્જિયમ, સિંગાપોર, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં જૈનદર્શન અને ભારતીય સંસ્કૃતિ તેમજ ગુજરાતી ભાષા-સાહિત્ય વિશે વક્તવ્ય અને ૨૫ જેટલાં વિદેશ પ્રવાસો.
અમેરિકાની તમામ જૈન સંસ્થાઓના ફેડરેશન ‘જૈના' દ્વારા વિદેશમાં વસતા જૈન વિદ્વાનને મળતો પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ
| શિકાગો અને કેપટાઉનમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મના ડેલિગેશનના સભ્ય.
જૈન ધર્મના ભુલાયેલા જ્યોતિર્ધર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી વિશે પાંચ પુસ્તકો લખીને તેમજ અમદાવાદમાં ‘શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ચોકના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવીને અને શ્રી વીરચંદ રાઘવજી ગાંધી વિશે બરાબર એકસો વર્ષ બાદ શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં શ્રી વીરચંદ ગાંધી વિશે વક્તવ્ય આપનાર અને એમની બે અર્ધપ્રતિમા તૈયાર કરીને શિકાગોના જૈનદેરાસર અને એમના જન્મસ્થળ મહુવામાં મુકવામાં મહત્ત્વનો સહયોગ આપનાર.
મહાવીરકથા, ગૌતમ કથા, ઋષભકથા, શ્રી નેમ-રાજુલ કથા, પાર્શ્વનાથપદ્માવતી કથા, શ્રી હેમચંદ્રાચાર્ય કથા, શ્રીમદ્ રાજચંદ્ર કથા દ્વારા કથાના માધ્યમથી તત્ત્વજ્ઞાન, જૈન ઇતિહાસ અને સમકાલીન સંદર્ભ સાથે ચિંતનાત્મક કથાનું આયોજન.
જૈનદર્શનની અનુભવધારા” વિશે કેસેટ્સ તૈયાર કરનાર તેમજ સાત જેટલી કથાઓની ડીવીડીની પ્રસ્તુતિ તથા મહાવીરદર્શન, મહાવીર એક ચમત્કાર, શ્રી શત્રુંજય મહાતીર્થ, જૈનમ જયતિ શાસનમુ, તીર્થકર ભગવાન મહાવીર, શ્રી સમેતશિખર તીર્થ અને શ્રી રાણકપુર તીર્થ વિશેની વિડિયો કેસેટ, ‘ડિસ્કવર જૈનિઝમ વિથ નવકાર મહામંત્ર' નામની વિડિયો કેસેટ્સ.
છેલ્લાં ચાલીસ વર્ષથી પણ વધુ સમયથી પર્યુષણ પર્વ સમયે પર્યુષણની લેખમાળા લખનાર તેમજ છેલ્લાં કેટલાક વર્ષોથી ટેલિવિઝન પર પર્યુષણમાં પ્રવચનો આપનાર.
પૂજ્ય નમ્રમુનિજીની પ્રેરણાથી તૈયાર થઈ રહેલા ‘જૈન વિશ્વકોશ'નું શ્રી
ગુણવંત બરવાળિયા સાથે સંપાદન-કાર્ય.
નૈરોબીની સ્કૂલોમાં જૈનધર્મ વિષયક અભ્યાસક્રમનું આયોજન.
નવી દિલ્હીમાં અહિંસા ઇન્ટરનેશનલ આયોજિત વર્લ્ડ કોન્ફરન્સમાં “ગુજરાતની અહિંસા” વિશે સંશોધન-પત્ર.
વૅટિકન સિટીની ‘પૉન્ટિફિસિયલ કાઉન્સિલ ફૉર ઇન્ટર રિલિજન્સ SL4CLIOL BIRUHİ Historical And Cultural Impact of Ahimsa and Jainism વિશે પ્રવચન.
‘અહિંસા' નામના ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ત્રિમાસિક સામયિકનું સંપાદન અને આયોજન
બી.બી.સી ના નેચરલ હિસ્ટરી યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘Life Senses' નામની ટેલિ-ફિલ્મમાં અહિંસા અંગેના દૃશ્યોના સલાહકાર
પાર્શ્વ પદ્માવતી સન્માન સમિતિ (મુંબઈ) દ્વારા ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરનારા પાંચ વિદ્વાનોમાંના એક તરીકે ચંદ્રક (૧૯૭૬).
| ‘બાળકોના બુદ્ધિસાગરસૂરીશ્વરજી” પુસ્તક માટે શ્રીમદ્ બુદ્ધિસાગરસાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા તરફથી સુવર્ણચંદ્રક (૧૯૭૮)
જૈન સેન્ટર ઑફ નોંધન કૅલિફૉર્નિયા તરફથી જૈનદર્શનના કાર્ય માટે ‘ગૌરવ પુરસ્કાર'
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી નિમિત્તે બ્રિટનમાં યોજાયેલી પ્રવચનમાળા બાદ બ્રિટનની સત્તર જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને એનાયત કરેલો ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ” (૧૯૮૯).
સાહિત્યિક પ્રદાન માટે અહિંસા ઇન્ટરનૅશનલ તરફથી દિપ્તીમલ આદીશ્વરલાલ લિટરરી એવોર્ડ. (૧૯૯૭).
જૈન જાગૃતિ સેન્ટર (કર્ણાવતી) દ્વારા ‘જૈન જ્યોતિર્ધર 'નો એવૉર્ડ
ભગવાન મહાવીર ૨૦૦૮મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વિશ્વના ૨ક જૈન અગ્રણીઓને વડાપ્રધાન વાજપેયીના હસ્તે અપાયેલા ઍવૉર્ડ પૈકી એક : ‘જૈન રત્ન'નો એવોર્ડ, ૨૦૦૧
ભારત જૈન મહામંડળ દ્વારા યુગપ્રધાન આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં સર્વપ્રથમ જૈન ગૌરવ ઍવૉર્ડ, અહિંસા ગ્રામ ક્રોસ મેદાન, મુંબઈ, (૨૩ માર્ચ,

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27