________________ મેળવીને આ ટ્રસ્ટને આર્થિક રીતે પગભર કરવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ સાથે નોંધવું રહ્યું કે એક ગુર્જર જેનધમવિલમ્બી તરીકે જૈન ધર્મને દર્શનના પ્રચાર-પ્રસારમાં પોતાનાં વિદ્ધત્ત અને લોકભોગ્ય બહુવિધ પ્રકાશનો, ભાષણો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જન સંગઠનોમાં પોતાની પ્રત્યક્ષ અને સક્રિય ભાગીદારી/ નેતૃત્વથી જૈન સમાજ અને તેની સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. આવું જ એક મોટું શ્રેય જૈન ધર્મના પ્રથમ વિશ્વકોશનું ગુજરાતી ભાષામાં ગુણવંત બરવાળિયાના સહસંપાદકત્વ સાથે દષ્ટિવંત જૈન વિશ્વકોશ ભાગ-1* (2016)ના યશોજજવલ. પ્રકાશનના માધ્યમથી ગુજરાતી ભાષા અને ગુજરાતને અપાવ્યું છે. આ બધીય ઉપલબ્ધિઓને વળોટી જાય તેવું તેમનું નિખાલસ અને નમ્રતાપૂર્ણ વ્યક્તિત્વ, સદાય પ્રસન્નવદને આર્દ્રતા સાથે માનવીય ઉંખા સાથે સૌને મળવાનો તથા પરગજુપણાનો તેમનો પ્રકૃતિદત્ત સ્વભાવ સ્પર્શી જાય છે. પરિણામે કુમારપાળભાઈ સૌના બની રહ્યા છે. સંશોધક - વિવેચક તરીકે તેમની પરિપક્વ પ્રતિભાની પ્રતીતિ તેમણે પીએચ.ડી. ડિગ્રી હેતુ ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ શોધપ્રબંધ *આનંદઘન:એક અધ્યયન’ અને આ જ શીર્ષક હેઠળ 1980માં પ્રગટ કરેલ ગ્રંથના. માધ્યમથી થાય છે. પ્રાય: અજ્ઞાત એવા આ મધ્યકાલીન દાર્શનિક - કવિના સઘન અધ્યયન હેતુ મલ્લિનાથી આદર્શને ધ્યાને લઈને વિવિધ જ્ઞાનભંડારો ફેંસી જોઈને આનંદઘનની કૃતિઓની 400 જેટલી હસ્તપ્રતો તથા અન્ય પ્રકાશિત સાહિત્યનું તુલનાત્મક પરિપ્રેક્ષ્યમાં અવલોકન કરીને પ્રમાણભૂત વિગતો ઉજાગર કરી આપી છે. વળી, નોંધપાત્ર બાબત એ કે ઉપાધિ મેળવ્યા બાદ પણ આનંદઘન અને મધ્યકાલીન સાહિત્યને પોતાના રસ અને અધ્યયન સંશોધનનો વિષય બનાવીને સંશોધનકાર્ય ચાલુ રાખતાં તેમની પાસેથી ‘આનંદઘન: જીવન અને કવન' (1988), ‘જ્ઞાનવિમલસૂરિત સ્તબક" (1980), ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ" (1982), ‘મસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનો અને બાલાવબોધ' (1990) વગેરે કૃતિઓ સાંપડી છે. ‘તબક'ના સંપાદનમાં મોતીચંદ કાપડિયાના સંપાદનની મર્યાદાઓ - મૂળ પાઠના સ્થાને આધુનિક શબ્દોનો વિનિયોગને તારવી બતાવી છે. આ ગ્રંથને આવકારતાં પંડિત દલસુખ માલવણિયાએ લેખકની સંશોધનશક્તિની ઘણી ઊંડાણ સુધી પહોંચની નોંધ લીધી છે. ‘અપ્રગટે મધ્યકાલીન કૃતિઓમાં 23 કૃતિઓનું સંપાદનકાર્ય કર્યું છે. આ ગ્રંથના અંત ભાગમાં સંક્ષેપમાં કવિપરિચયો, કાવ્યરસાસ્વાદ અને પ્રત્યેક કૃતિના મૂળસોતનો કાળજીપૂર્વક કરેલ ઉલ્લેખ તથા આ સંપાદનમાં | ‘ભલે મોટી" શીર્ષક હેઠળની કવિતા કળે કઈ રીતે શિખવાડાય છે તે સંબંધી છે, જે અને કવિધ રીતે ધ્યાનાર્હ બની રહે છે. “શબ્દસમીપ’ તેમનો પ્રતિનિધિસ્વરૂપ વિવેચનગ્રંથ છે, જેને ભોળાભાઈ પટેલે લેખ કની વાડમય ઉપાસનાનો દ્યોતક* ગણાવ્યો છે. અહીં કુલ 29 લેખો ગ્રંથસ્થ છે. જેમાં હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને સામ્યતકાલીન સર્જકો - ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપો, કૃતિઓ વગેરે વિષયક સ-રસ અભ્યાસનિષ્ઠ વિવેચનો ગ્રંથસ્થ છે, જે તેમની અધ્યાપકીયનિષ્ઠા અને વ્યાપક વાંચનની સાહેદી પૂરે છે. આ ઉપરાંત ‘શબ્દસંનિધિ' (1980), હેમચંદ્રાચાર્ય' (1988, સંશોધિત સંસ્કરણ - 2015), ભાવન-વિભાવન” (1988), સાહિત્યિક નિસબત’ (2008) વગેરે તેમના વિવેચન ગ્રંથો છે. સમાજના વિવિધ સ્તર અને રસરુચિ ધરાવતી વ્યક્તિઓ/પ્રતિભાઓના ચરિત્રાલેખનમાં કુમારપાળભાઈના સર્જકત્વ અને સંશોધકીય અભિગમનો સુભગ સમન્વય સધાવવાના પરિણામે તેમનાં ચરિત્રચિત્રણો હૃદયસ્પર્શી અને પ્રમાણભૂત બની મહોરી રહ્યાં છે. ચરિત્રનાયકના જીવનસંબંધી માહિતી મેળવવા માટે ભારે પુરુષાર્થ કરવાના પરિણામે ઘણી અજ્ઞાત માહિતી ઉજાગર કરી શક્યા છે. જેથી આ ચરિત્રો તાજગીસભર અનુભવાય છે. પ્રેમચંદભાઈના ચરિત્રચિત્રણ માટે લેખકે માહિતી શોધ અને સંશોધન માટે એક મિસાલ સમાન કાર્ય કર્યું છે. તેમણે સ્વયં નોંધ્યું છે કે ‘એક વિરાટ પ્રતિભાને વ્યાપમાં લેવા માટે લાંબું ભ્રમણ કર્યું. પુષ્કળ સંશોધન કર્યું તેમણે 20 જેટલા ચરિત્રગ્રંથોનું સર્જન કર્યું છે. જેમાં 150થી અધિક ચરિત્રોનો સમાવેશ થાય છે. આ પૈકી મહાત્મા ગાંધીજીના આદર્શોને વાસ્તવમાં સાકાર કરનાર દેશપ્રેમી પ્રેમચંદ વ્રજપાળનું ચરિત્ર “માનવતાની મહેક' (2000) જીવન જીવવાની આશા ગુમાવી દેનારના જીવનમાં નવસંચાર પેદા કરી પુરુષાર્થ કરવા પ્રેરે તેવા ઉદ્યોગપતિ યુ. એન. મહેતાની જીવનકથા ‘આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' (1999), ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા : વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર' (2009), “જીવતરની વાટે અક્ષરનો દીવો’ (2014) તીર્થંકર મહાવીર' (2004), ‘અપંગનાં ઓજસ' (1973), ‘લાલ ગુલાબ' (1965), ‘મહામાનવ શાસ્ત્રી' (1966) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. બાળકો માટે લખાયેલું લાલ ગુલાબ" લાલ બહાદુર શાસ્ત્રીના જીવનની ઘટનાઓનું