Book Title: Aajno Aapno Padkar
Author(s): Kumarpal Desai
Publisher: Vishva Vikas Trust
Catalog link: https://jainqq.org/explore/034289/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (11plhi #lla alsSh lahir I Bike Page #2 -------------------------------------------------------------------------- ________________ { વાત આપણી, આપણી માતૃભાષાની ) આજની ઘડીએ અતીતની સૃષ્ટિમાં જરા ડોકિયું કરું તો બાળપણમાં મળેલા સદ્ભાગ્યનું સ્મરણ થાય છે. જિંદગીની ફકીરી અને ફાકામસ્તી વચ્ચે પોતાની મોજ અને આગવા મિજાજથી મહાલતા સર્જકો વચ્ચે સમજણની પાંખો આવી ત્યારથી જ રહેવાનું મળ્યું. પિતા જયભિખ્ખું લેખક હોવાથી ઘરમાં પુસ્તક એ જ સૌથી મોટી મિલકત અને સાહિત્યકારો એ જ સૌથી મોટા સંબંધીઓ. અને તેથી ધૂમકેતુ આવે ત્યારે ઘરમાં પ્રવેશતાંની સાથે જ ચકલેટ આપે. ઝવેરચંદ મેઘાણીનો કાં ભાઈ'નો લહેકો હજી કાનમાં અથડાયા કરે છે. કનુ દેસાઈ આવે એટલે દોડીને નિશાળનું ડ્રૉઇંગ-પેપર લઈ આવું અને એના પર કનુ દેસાઈ ચિત્રો દોરે. ગુણવંતરાય આચાર્યની વાછટા અને દુલેરાય કારાણીનો જુસ્સો સ્પર્શી જાય, એમાંય બે વ્યક્તિઓ પર બાળમન વધુ મોહી ગયું. એક પંડિત સુખલાલજી અને બીજા દુલા ભાયા કાગ. પંડિતજી પાસે બેઠા હોઈએ ત્યારે વિદ્વત્તા અને શાસ્ત્રીયતાનું વાતાવરણ સર્જાઈ જતું અને દુલા કાગ પાસે બેઠા હોઈએ ત્યારે હોકાના અવાજ સાથે વાણીની બુલંદીનો અનુભવ થતો. એ જમાનામાં ‘ઝગમગ' સાપ્તાહિકની બોલબાલા હતી. ‘ગુજરાત સમાચાર' કરતાં ‘ઝગમગ'ની વધુ નકલો ખપતી ! ‘ઝગમગ' સાપ્તાહિક સૌથી પહેલું આજના ગાંધીગ્રામ અને એ સમયના એલિસબ્રિજ સ્ટેશને આવતું. હું વહેલો વહેલો સ્ટેશને પહોંચી જતો અને ફેરિયાની રાહ જોતો. કોઈ દિવસ મોડું થાય તો દોડ લગાવીને પહોંચી જતો. વરસાદ આવતો હોય તો ‘ઝગમગ' ખમીસ નીચે ઢાંકીને સહેજે પલળે નહીં તેમ જીવની માફક જાળવીને ઘરે લાવતો. ઘરે પહોંચીને પહેલું કામ સાપ્તાહિક વાંચવાનું અને વાંચ્યા પછી સાપ્તાહિકના અંકોની ગોઠવણી કરીને સરસ ફાઈલ બનાવવાનું. રોજ સવારે પિતા જયભિખ્ખને લખતા જોતો. ટેબલ પર બેસીને ખડિયાની શાહીમાં કલમ બોળીને સુંદર અક્ષરે લખતા હોય. મનેય લખવાનું મન થાય અને એક દિવસ એક અનામી શહીદની કથા લખીને ‘ઝગમગ'માં મોકલવાનું સાહસ કર્યું. જયભિખ્ખનો પુત્ર છું એવું જણાવવા દેવું નહોતું, કારણ કે એ કારણે જો વાર્તા પ્રગટ થાય તો એમાં મજા શી ? જયભિખ્ખનું મૂળ નામ હતું બાલાભાઈ. કદાચ બાલાભાઈ નામ લખવાથી પણ તંત્રીને ખ્યાલ આવી જાય તો ? પરિણામે કુ. બા. દેસાઈના નામથી એ વાર્તા મોકલી. Page #3 -------------------------------------------------------------------------- ________________ વળતી ટપાલે સ્વીકારનો પત્ર આવ્યો અને આપણા આનંદનો પાર ન રહ્યો. પહેલો લેખ સ્વીકારાય અને પ્રગટ થાય એ સમયની લહેજત કંઈ ઓર હોય છે ! તે પછી જીવનમાં ગમે તેટલી વાર્તાઓ પ્રગટ થાય, પુસ્તક લખાય, પણ પેલો રોમાંચ પુન: સાંપડતો નથી. થોડા સમયમાં ‘ઝગમગ' સાપ્તાહિકના તંત્રીએ પેલી વાર્તા ત્રીજે પાને સરસ રીતે પ્રગટ કરી. મનમાં થયું કે બે-ત્રણ વધુ નકલ લઈ આવું કે જેથી મિત્રોને એ રુઆબભેર બતાવી શકાય. એની નકલો લેવા માટે એ સાપ્તાહિકના કાર્યાલયમાં ગયો અને એના તંત્રીને મળ્યો. એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક જયભિખ્ખુનો હું પુત્ર છું ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. એમણે મને બેસાડ્યો અને એક કૉલમ લખવા કહ્યું. એ કૉલમનું નામ હતું ‘ઝગમગતું જગત’. અને આમ માત્ર અગિયાર વર્ષની ઉંમરથી નિયમિત કૉલમ લખવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો ! આજે આટલા બધા દાયકાઓ પછી પણ લેખનનો એ જ હર્ષ- રોમાંચ મને થાય છે અને એ લેખનયાત્રાનો આજે આ એક વિશિષ્ટ મુકામ જોઉં છું. આપણી ગરવી ગુજરાતના અસ્મિતાપુરુષ રણજિતરામ વાવાભાઈની સ્મૃતિમાં અપાતો રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવતાં આનંદનો અનુભવ કરું છું. આ માટે ગુજરાત સાહિત્યસભાના હોદ્દેદારોનો, નિર્ણાયકોનો અને શુભેચ્છકોનો આભારી છું. આપણી રાષ્ટ્રીય અસ્મિતાના ઉદ્વાહક શ્રી કનૈયાલાલ મુન્શીએ જેમને ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતા(સેલ્ફ કૉન્શિયસ)ના અવતાર કહ્યા હતા એ ભાવનાપુરુષ રણિજતરામભાઈની ગુજરાત અને ગુજરાતની ભાષા પ્રત્યેની જે નિષ્ઠા અને પ્રવૃત્તિ હતાં તેની આગળ આજની હવામાં જે પડકારો ઊભા થયેલા છે તે મને અત્યંત સચેત ને સચિત કરી રહ્યા છે. ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવાના તથા બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવાના ધ્યેયને વરેલી ગુજરાતની સૌથી જૂની અને ગૌરવવંતી આ સાહિત્યસભાના આજના સમારંભ-પ્રસંગે ગુજરાતી ભાષાની (માતૃભાષાની) વર્તમાન સ્થિતિ વિશે કેટલાક વિચારો વ્યક્ત કરું તો અસ્થાને નહીં લેખાય. આજે અંગ્રેજી માધ્યમમાં ટોળાબંધ વિદ્યાર્થીઓ ધસી રહ્યા છે. આજે શહેરોમાં જ નહીં, પણ ગામડાંમાં પણ અંગ્રેજી માધ્યમ તરફ ધસારો જોવા મળે છે. વિડંબના તો એ છે કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી બીજી ભાષા તરીકે પોતાની માતૃભાષાને બદલે ફ્રેન્ચ પસંદ કરે છે ! આ પરિસ્થિતિ અંગે સમાજના તમામ વર્ગોએ ચોકશા થઈને ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂર છે. એક એવો આભાસ ઊભો કરવામાં આવ્યો છે કે આજની પરિસ્થિતિમાં મજબૂત રીતે ટકી રહેવું હોય તો બસ, અંગ્રેજી શીખો, એના પર પ્રભુત્વ મેળવો. અંગ્રેજી ભાષાના મુકાબલામાં ઊતરવાનું બીજું કોઈ ભાષાનું ગજું નથી. એ રીતે તો માતૃભાષા ગુજરાતીનું તો ગજું ક્યાંથી હોય? અંગ્રેજીનો કોઈ વિકલ્પ જ નથી. આ દેશમાંથી અંગ્રેજોનું આધિપત્ય ભલે ગયું, એ રીતે અંગ્રેજ સત્તાની ગુલામીમાંથી આપણે ભલે મુક્ત થયા; પરંતુ અંગ્રેજી ભાષાની મોહિનીમાંથી તેમ જ તેના સંસ્કારોમાંથી આપણે ખરેખર કેટલા મુક્ત થયા છીએ તે પ્રશ્ન છે. અંગ્રેજોની સત્તામાંથી મુક્ત થયા બાદ, ઊલટું, અંગ્રેજી ભાષાનું વર્ચસ વધુ ને વધુ ને ફેલાતું અનુભવાય છે ! આપણને અડધી રાત્રે આઝાદી મળી તેમ કહેવાય છે, પણ હજી આપણું મંગળ પ્રભાત ઊગવાનું ! આપણો ખરો સૂર્યોદય થવાનો બાકી છે. જે ગુલામીની સૂગ હોવી જોઈએ તે આપણને સદી ગઈ છે ! જેની શરમ લાગવી જોઈએ તેનું ગૌરવ કરતા ફરીએ છીએ ! હકીકતે આપણે હજુ અંગ્રેજિયતમાંથી થવા જોઈએ તેટલા મુક્ત થયા નથી. વળી ઉદ્યોગો, ટૅક્નૉલૉજી અને સરકારી તંત્રોને માટે અંગ્રેજી ભાષા ભલે જરૂરી બની, પરંતુ એની સાથે પશ્ચિમના સંસ્કાર તેમ જ સંસ્કૃતિએ પણ પગપેસારો કર્યો અને પછી આપણને ભરડામાં લીધા. આપણે પશ્ચિમી જીવનરીતિના અંધ અનુયાયી જેવા બની રહ્યા. આપણે આપણા દેશકાળને અનુરૂપ એવી પરંપરાગત જીવનશૈલીને વિવેકપુરઃસર સાચવવાની કાળજી ન લીધી. આપણે પશ્ચિમી ભોજનરીતિ અપનાવી ને આપણી પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ આહારરીતિને જોખમાવા લીધી. આપણા ઉત્સવોમાં આપણને જુનવાણીપણું દેખાયું અને પશ્ચિમના તહેવારો ઊજવવામાં દિલચશ્પી દાખવી. આમ તો પાશ્ચાત્ય સંસ્કાર અને સંસ્કૃતિના આક્રમણનો પ્રશ્ન એક શતાબ્દી પૂર્વે પણ ચર્ચાતો રહેલો પરંતુ જુદી રીતે, ઈ. સ. ૧૯૦૯ના ઑક્ટોબરમાં રાજકોટમાં યોજાયેલી ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં તત્કાલીન પરિષદપ્રમુખ તરીકે ભાષણ આપતાં સ્વ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ કહેલું: “અંગ્રેજી શાળાઓમાં અપાતું અંગ્રેજી ભાષા સિવાયનું સર્વ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું જોઈએ..... જગતમાં કોઈ પણ Page #4 -------------------------------------------------------------------------- ________________ સ્થળે સામાન્ય જ્ઞાન પરભાષામાં આપવાનો આપણા દેશના જેવો વિપરીત શિક્ષણક્રમ નહીં હોય.” અંગ્રેજી સિવાયના બધા વિષયો માતૃભાષા દ્વારા શીખવવામાં આવે તો શ્રી અંબાલાલ દેસાઈ નોંધે છે તેમ, “વિદ્યાર્થીઓને પડતો શ્રમ કમી થઈ શાળાઓમાં ભણતા દરેક બાળકના આવરદાનાં ક્રમમાં કમ બેચાર અમૂલ્ય વર્ષ ઊગરે; એટલું જ નહીં, પણ આપણાં બાળકોનાં તનની, મનની ને હૃદયની શક્તિઓનો ઉકેલ ઘણો સારો થાય. કેળવણીનો ખર્ચ પણ કમી થાય.” આને બદલે અવળી ગંગા વહી. માતૃભાષાના શિક્ષણની અવજ્ઞા થતી રહી. પહેલાં કૉમર્સ અને સાયન્સના પ્રથમ વર્ષમાંથી ગુજરાતીને વિદાય આપી. એ પછી આર્ટ્સમાંથી પણ એને વિદાય મળી ! યહૂદીઓની માતૃભાષા હિબ્રૂએ અનેક દેશમાં ફેલાયેલા યહૂદીઓને એક તાંતણે બાંધ્યા છે. નાઝી દમનને કારણે દેશાંતર કરનારી યહૂદી પ્રજા દુનિયાના અનેક દેશોમાં વહેંચાયેલી છે. વર્ષોથી બીજા દેશમાં વસતી હોવાથી એ દેશની સંસ્કૃતિથી કેટલેક અંશે એ રંગાયેલી પણ છે; આમ છતાં તાજેતરમાં અમલમાં આવેલા હિબ્રૂ ભાષાના શિક્ષણપ્રયોગોએ જુદા જુદા દેશમાં વસતા યહૂદી લોકોનું ખમીર જગાડ્યું. ૧૯૪૮માં ઇઝરાયલની રચના થયા બાદ ત્યાંની સરકારે હિબ્રૂ ભાષાને અધિકૃત ભાષા જાહેર કરી અને એ પછી આ ભાષાના પ્રસાર માટે અથાગ પ્રયત્નો આદર્યા. હિબ્રૂ ભાષામાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે ‘હિબ્રૂ યુનિવર્સિટી ઑફ જેરૂસલેમ' સ્થાપવામાં આવી. એ યુનિવર્સિટીમાં જગતભરના વિદ્યાર્થીઓ આવે છે. આમ માતૃભાષા હિબ્રૂના શિક્ષણપ્રતાપે હિબ્રૂઓમાં ખમીર અને ખુમારી પુષ્ટિને સંવર્ધન મળ્યાં. પરિણામે એ પ્રજા હવે ખૂનખાર દુશ્મનોની વચ્ચે અણનમ રહીને પોતાની અસ્તિતા ને અસ્મિતાને બરોબર જાળવીને સ્વાભિમાનથી ટકી રહી છે. એ રીતે માતૃભાષા હિબ્રૂએ ઇઝરાયલના જોમ અને જુસ્સાને કેળવવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેથી આધુનિક વિશ્વમાં ઇઝરાયલ મહત્ત્વનું સ્થાન મેળવી શક્યું છે. સમગ્ર પ્રજા પોતાની માતૃભાષા પ્રત્યે અભિમુખ બને તો કેવાં રૂડાં પરિણામો પામી શકે તેનું ઇઝરાયલ ઉદાહરણ છે. આજે જગતભરમાં ગુજરાતીઓ ફેલાયેલા છે. દુનિયાના જે દેશોમાં ગુજરાતીઓ ગયા, ત્યાં તેઓ પોતાના ગુજરાતને, ગુજરાતી ભાષાને અને તેનાં સંસ્કાર-સંસ્કૃતિને પણ લઈને ગયા છે અને આજે પણ વિદેશની નિશાળોમાં, ધાર્મિક કેન્દ્રોમાં કે ગુજરાતીઓ દ્વારા સંચાલિત સંસ્થાઓ દ્વારા ગુજરાતી ભાષા શીખવવામાં આવે છે. શું આપણે આપણી માતૃભાષા દ્વારા ગુજરાતીઓને એક તારે બાંધી, તેમને સંગઠિત કરી સવિશેષ બળવાન કરી શકીએ છીએ ખરા ? આ સંદર્ભમાં પંચાણુ ટકા અક્ષરજ્ઞાન ધરાવતા યહૂદીઓનો દેશ ઇઝરાયલ આપણને જરૂર યાદ આવે. જરા કલ્પના કરીએ કે ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીને જ કેન્દ્રમાં રાખીને એક અલગ યુનિવર્સિટીની સ્થાપના થઈ હોય. તેમાં ગુજરાતી ભાષા તેમ સાહિત્યના અનેકાનેક વિષયોનું તલસ્પર્શી શિક્ષણ અપાતું હોય. ત્યાં એ અંગેનાં સંશોધન-સંપાદન-અનુવાદ વગેરેની પ્રવૃત્તિઓ ચાલતી હોય. એ યુનિવર્સિટીનો લાભ લેવા માટે માત્ર ગુજરાતીઓ જ નહીં, પણ બિનગુજરાતીઓ કે પરભાષી વિદેશીઓ પણ આવતા હોય! આજેય મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો'ના હાર્દને મૂળ રૂપે પામવા માટે ગુજરાતીનો અભ્યાસ કરનારા અનેક વિદેશીઓ તમને મળતા હોય છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે માતાએ મને માતૃભાષામાં ભણાવવાનો આગ્રહ રાખ્યો, તેથી હું ખલિલ જિબ્રાન બન્યો. પંદર જેટલી ભાષાઓ જાણનાર સંત વિનોબા ભાવે કહેતા હતા કે મારી માતાએ જ મારી માતૃભાષાનો પાયો નાખ્યો, તેથી હું આટલું ભણી શક્યો, આટલી ભાષાઓ સુધી પહોંચી શક્યો. આજે બે-અઢી વર્ષના બાળકને માતાપિતાની છાયામાંથી ખસેડી અંગ્રેજી પ્લે-ગ્રૂપમાં દાખલ કરવામાં આવે છે તે શા માટે ? એક તો દેખાદેખીથી અને બીજું પોતાનો સમય ‘બગડે’ નહીં એવી કોઈ દાનતથી કદાચ એમ કરે છે. હવે તો એથીયે આગળ વધીને વૅકેશન કેર સેન્ટર શરૂ થયાં છે ! તેમાં રવિવારની રજાના દિવસે પણ બાળકોને ધકેલવામાં આવે છે. આથી બાળકોની હાલત ‘પાર્કિંગ લૉટ ’ જેવી બની રહે છે. એ રીતે શિક્ષણે અને સમૂહમાધ્યમોએ માતાપિતા પાસે ઓછામાં ઓછો સમય બાળક રહે એવી વરવી સ્થિતિ સર્જી છે. આ સ્થિતિ માતૃભાષાના પાયાના શિક્ષણ માટે ખૂબ જ હાનિકર છે. ઊંડાણથી વિચારીશું તો તુરત જણાશે કે માતૃભાષાની કેળવણી કે જ્ઞાનપ્રાપ્તિ માત્ર વાંચતાંલખતાં શીખવાથી થતી નથી; ઘરનું વાતાવરણ, આસપાસની દુનિયાનો સંપર્ક જુદી જુદી વ્યક્તિઓને મળવાથી વિસ્તરતી સમજ વગેરેથી પણ થતી હોય છે. એનાથી વિમુખ રહેલું બાળક આંખે ડાબલા બાંધેલા વછેરા જેવું થઈ જાય છે. બાળકના વિકાસની અનેકવિધ ક્ષમતાઓ પારિવારિક વાતાવરણના અભાવે, યોગ્ય અભિવ્યક્તિ માટેના અવકાશના અભાવે ક્ષીણ થઈ જાય છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આજની આપણી માતૃભાષામાં અંગ્રેજી શબ્દોનું ચલણ દિવસે ને દિવસે વધતું જાય છે. અંગ્રેજી શબ્દના ગુજરાતી પર્યાયની કે તેના માટેના યોગ્ય પારિભાષિક શબ્દની ખોજ કરવાની પ્રક્રિયા જાણે અટકી ગઈ હોય અને એના બદલે અંગ્રેજી શબ્દ જ ઘુસાડી કે ઠાંસી દેવાની અપક્રિયા ચાલતી હોય એવું લાગે છે. ગુજરાતીમાં અર્થ આપી શકાય તેમ હોવા છતાં તેમને હઠાવીને માતૃભાષાના સિંહાસન પર પેલા વિદેશી શબ્દોને બેસાડવામાં આવે છે. એમ પણ કહેવાતું આવ્યું છે કે આ નવા જમાનાના બદલાતા મિજાજની ભાષા છે. હકીકતમાં ભાષા ભાષકના મિજાજને ઘડે છે કે ભાષકનો મિજાજ ભાષાને ઘડે છે તે ઊંડી તપાસ માગી લે તેવો યક્ષપ્રશ્ન છે. માતાનું દૂધ સંતાનના તનને મજબૂત કરે છે તો માતૃભાષા એના મનને મજબૂત કરે છે. જે હૂંફ, પ્રેમ, આત્મીયતા અને સંવેદના માતા પાસેથી મળે છે એ માતૃભાષા દ્વારા સહજતયા ને સચોટતાથી અભિવ્યક્ત થઈ શકતી હોય છે. આજે અંગ્રેજી એક રાષ્ટ્રની નહીં, બલ્ક અનેક રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય વ્યવહારની ભાષા બની હોવાથી એ ભાષાનો પરિચય આવશ્યક છે, અંગ્રેજીની બારી બંધ કરાય નહીં; પરંતુ દીવાનખાનામાં બેસાડવાને લાયક વ્યક્તિને આપણા રસોડામાં તો પેસાડીને બેસવા દેવાય નહીં ને ? અંગ્રેજીને આપણી માતૃભાષાનું આસન તો ન જ અપાય ને ? માની ગોદ તે માની ગોદ, અન્ય કોઈનું સ્થાન એનો વિકલ્પ ન થઈ શકે. આપણા સંસ્કાર, આપણી પરંપરા, આપણો ઇતિહાસ એ બધું શીખવા માટે અંગ્રેજી ભાષાને બદલે આપણી માતૃભાષાનો ઉપયોગ થવો જોઈએ. આજે માતૃભાષા પ્રત્યે દીનભાવ ને હીનભાવ સેવવામાં આવે છે અને ધીરે ધીરે એ હીનભાવ કુટુંબ અને પોતાની જાત પ્રત્યે પણ ફેલાય છે અને વ્યક્તિ પોતાનું આત્મગૌરવ ગુમાવતી જાય છે, પરિણામે તે આત્મભ્રષ્ટ થતી જાય છે અને આત્મભ્રષ્ટતા પદભ્રષ્ટતા કરતાં પણ ઘણી ખતરનાક હોય છે એ સમજનારાઓ તો સમજે જ છે. ગુજરાતની જેટલી વસ્તી છે. એનાથી ઓછી વસ્તી ધરાવતા વિશ્વના ચાલીસ જેટલા દેશોએ પોતાની માતૃભાષા વિકસાવી છે. એ દેશો પોતાનું આંતરસત્ત્વ છોડીને અંગ્રેજી ભાષાના કે અન્ય કોઈ ભાષાના પ્રવાહમાં વહી ગયા નથી. મે, ૨૦૧૬માં નૉર્વેની વસ્તી પર લાખ ૧૩ હજાર હતી: ઇઝરાયલની ૮૬ લાખ ૨ હજારની અને સ્વીડનની વસ્તી મે, ૨૦૧૬માં ૯૯ લાખ ૫૪ હજારની હતી. આ બધા દેશોમાં એમની માતૃભાષા ગૌરવભર્યા સ્થાને બિરાજે છે અને એમના જીવનનાં સર્વ ક્ષેત્રોમાં તે સારી રીતે પ્રયોજાય છે. આને માટે એમના રાષ્ટ્રનો કોઈ એકાદો વર્ગ નહીં, પણ સમગ્ર પ્રજા જાગ્રત છે. ૯૯ લાખની વસ્તી ધરાવતા સ્વીડનમાં માતૃભાષામાં ચર્ચાવિચારણા કરનારા ૨૭,000 તો ચર્ચામંડળો છે. ૨૦૧૧માં છ કરોડ ને ત્રણ લાખની વસ્તી ધરાવતું ગુજરાત કેમ માતૃભાષાના વિકાસની બાબતમાં પાછળ રહે છે? પાછું પડે છે ? આપણે ત્યાં કવિ નર્મદના જમાનામાં ‘મંડળી મળવાથી થતા લાભ ની વાત થતી હતી. આજે ગુજરાતી ભાષામાં ચર્ચાવિચારણા ચલાવતા હોય એવાં કેટલાં મંડળો છે ? જે મંડળો ચાલે છે, તેમાંયે સીધી માતૃભાષાવિષયક ચર્ચાઓ કેટલી થાય છે ? એક સમયે અમદાવાદમાં શ્રી મહાદેવભાઈ દેસાઈ ટ્રોફીનો ગુજરાતીમાં વસ્તૃત્વ સ્પર્ધાની દૃષ્ટિએ ભારે મહિમા હતો; આજે શું સ્થિતિ છે ? ‘ચકે વાવે નાતે તીવધ: ' એ સૂત્ર સાચું હોય તો વિદ્વાનોનાં મંડળો અવારનવાર મળી પોતાની ભાષામાં તે અંગેની તત્ત્વચર્ચા કેમ કરતાં નથી? વિદ્વાનો પરસ્પર પોતાની ભાષામાં ચર્ચાવિચારણા કરે તો વખત જતાં જ્ઞાનસમૃદ્ધિ વધે અને પરિણામે માતૃભાષાનો તેમ જ તેના સાહિત્યનો સર્વતોમુખી વિકાસ થતો રહે. એ રીતે ભાષા અને સાહિત્યનું સ્તર પણ ચોક્કસ ઊંચું આવી શકે. સર્જનાત્મકતાનું સિંચન માતૃભાષામાં સતત થતું રહે એ ઇચ્છનીય છે, સર્જનાત્મકતાના અનુપ્રવેશે માતૃભાષાની શક્તિ કે સમૃદ્ધિ વધુ ને વધુ ગતિ પકડશે. આજના શિક્ષણવિદો વારંવાર કહે છે કે શિક્ષણનો વ્યાપ વધ્યો છે; પરંતુ સર્જકત્વ ઘટ્યું છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ભાષા અને સાહિત્ય વિશે વિચારતા થયા છીએ; અગાઉ ભાષા-સાહિત્યમાં સર્જકતાના બળે જે દીપ્તિ જોવા મળતી હતી તે હવે જાણે ઝંખવાતી લાગે છે તેનું કારણ શું ? આ અંગે થયેલાં સંશોધનોમાંથી એક તારણ એવું નીકળ્યું છે કે જે લોકો પોતાની માતૃભાષા છોડીને અન્ય ભાષા અપનાવે છે. અને તેમાં વિશેષ કામગીરી કરે છે તેઓ અનુકરણશીલ વધારે બની જાય છે અને સંશોધનશીલ ઓછા રહે છે. આ રીતે માતૃભાષાની જો અવજ્ઞા થતી રહેશે તે ભુલાતી જશે તો વ્યક્તિનું આંતરસત્ત્વ અને એની ચેતનાનું પ્રાકટ્ય જોખમાશે ક્ષીણ થશે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત પોતાની માતૃભાષા જર્મનમાં રજૂ કર્યો હતો. એ જ આઇન્સ્ટાઇનની વિચારધારાને એક ડગલું આગળ લઈ જનાર જયંત નારલીકર તો આગ્રહ રાખે છે કે વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો Page #6 -------------------------------------------------------------------------- ________________ માતૃભાષામાં જ શીખવવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ એમને ઝડપથી આત્મસાત્ કરી લે. ઍરિસ્ટોટલ, પાયથાગોરાસ, કાર્લ માર્ક્સ અને બર્ટ્રાન્ડ રસેલે પણ પોતાના વિચારો માતૃભાષામાં પ્રગટ કર્યા. બાળકને એની માતૃભાષા અસલિયતનો ચહેરો આપે છે. એક સમયે અંગ્રેજી ભાષામાં સાહિત્ય રચનાર, નોબેલ પુરસ્કાર માટે નામાંકિત થયેલા થિયોંગે ગૂગી જેવા આફ્રિકન સર્જકો આજે પોતાની ગિયુ બોલીમાં લખવાનો આગ્રહ સેવે છે. તેમાં તેઓ ‘સેકન્ડ ફ્રીડમ’ માટેની એમની લડાઈ જુએ છે. શ્વેત લોકોના રાજકીય બંધનમાંથી મુક્ત થયા બાદ એમની માનસિક ગુલામીમાંથી પણ મુક્ત થવા માટે તેઓ પોતાની માતૃભાષાને સર્જકતાનું માધ્યમ બનાવી રહ્યા છે. બંગાળીઓ કે મહારાષ્ટ્રીયોમાં છે તેવો માતૃભાષા માટેનો મજબૂત પ્રેમ આપણામાં છે ખરો ? આખીયે સભામાં માંડ બે ટકા ગુજરાતી નહીં જાણનારા લોકો હોય તેમ છતાં ગુજરાતી-ભાષી વક્તા અંગ્રેજીમાં બોલવાનો ધખારો રાખે તો શું કહેવું ? આવા પ્રસંગોએ માતૃભાષાની જે પ્રકારે વિડંબના થાય છે તે અંગે શું કહેવું ? ગુજરાતી ભાષા પર અવારનવાર આડેધડ થતા હુમલાઓ માટે કેટલેક અંશે અંગ્રેજી માટેનો વ્યામોહ તે માટેની ઘેલછા ને પોતાને આધુનિકતમ દેખાવાની પ્રદર્શનવૃત્તિ પણ કારણભૂત હોવાનું લાગે છે. માતૃભાષા ગુજરાતી પ્રત્યેની આપણી બેઅદબી અક્ષમ્ય જ લેખાય. આપણે ત્યાં જીવનનાં વિધેયાત્મક મૂલ્યોની કટોકટીની વાત થાય છે. એના મૂળમાં માતૃભાષાગત મૂલ્યોની કટોકટી જવાબદાર કેટલી તે તપાસવા જેવું ખરું. સાહિત્યસર્જકની આત્મપ્રતિષ્ઠા તેમ જ સામાજિક પ્રતિષ્ઠામાં તેની ભાષાનું ઘણું મહત્ત્વનું પ્રદાન હોય છે. જ્યારે માતૃભાષા સર્જનની ભાષા તરીકેનું કાઠું કાઢે છે ત્યારે તેનો શક્તિપ્રભાવ ઘણો વધી જાય છે. બે વ્યક્તિઓ વચ્ચેના સંવાદમાં ભાષા મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક પ્રજા પોતાનાં મૂલ્યો પર જીવતી હોય છે અને એ રીતે તે પોતાની પરંપરા સાથે જોડાણ સાધતી હોય છે, આથી સૌથી વિકટ પ્રશ્ન એ મૂલ્યો અને સંસ્કૃતિનો વારસો પછીની પેઢીને કઈ રીતે આપવો એનો હોય છે. એમાં માતૃભાષા સૌથી વધુ સહાયક થાય છે. શ્રીમદ્ભગવદ્ગીતાના ‘કર્મયોગ’ની વાત અંગ્રેજીમાં કરીએ ત્યારે ‘કર્મ’ શબ્દનો અંગ્રેજીમાં અદ્દલ અનુવાદ કરવો અતિ મુશ્કેલ લાગે છે. એમાં પણ ‘કર્મ’ શબ્દની અંગ્રેજીમાં અર્થચ્છાયાઓ પકડવી, એ તો કપરાં ચઢાણ ચઢવાનો અનુભવ કરાવે છે. વળી ‘કર્મ’ના સંબંધમાં હિંદુ કર્મવાદ અને જૈન કર્મવાદની ભિન્નતા કઈ રીતે બતાવવી તે મોટો સવાલ ઊભો કરે છે. થોડાં વર્ષો પૂર્વે આચાર્ય ઉમાસ્વાતિજીએ ચોથી સદીમાં રચેલા ‘તત્ત્વાર્થસૂત્ર’ ગ્રંથના અંગ્રેજી અનુવાદનું કાર્ય ચાલતું હતું, ત્યારે જૈન પરિભાષાના ‘સમ્યક્ દર્શન’ શબ્દપ્રયોગ માટે કલાકોના કલાકો સુધી ગડમથલ ચાલી હતી. બ્રિટનમાં શબ્દો ઘડી આપનારા માટે ‘વર્ડસ્મિથ’ શબ્દ પ્રયોજાયો છે. એવા ‘વર્ડસ્મિથ' સાથે બેસીને જૈન દર્શનના સૌ અભ્યાસીઓએ લાંબી ચર્ચા કરી અને અંતે ‘સમ્યક્ દર્શન' માટે ‘ · પર્યાય પસંદ કર્યો, પણ તેમ કરતાં જોડે એમ પણ નોંધ્યું કે આ શબ્દ મૂળ શબ્દના ભાવને પૂરેપૂરો પ્રગટ કરતો નથી. માતૃભાષામાં ખવાણ થવા લાગે ત્યારે જીવનમૂલ્યો, પ્રજાની કોઠાસૂઝ, એના લોહીમાં ભળેલા સંસ્કારો, એનો ઇતિહાસ જેવી અનેકાનેક બાબતોનું ખવાણ પણ થવા માંડે છે. એટલે કે વ્યક્તિનું સત્ત્વ જ ક્ષીણ થાય છે. એક અર્થમાં કહીએ તો એનાં સઘળાં મૂળિયાંને લૂણો લાગવા માંડે છે. આમ જે તે પ્રજાની માતૃભાષા ક્ષીણ થાય ત્યારે તેનાં પુષ્ટિસંવર્ધક જીવનમૂલ્યોનો પણ હ્રાસ થતો જાય છે અને પરિણામે પેઢી પેઢી વચ્ચેનું અંતર ન પુરાય એવી ખાઈમાં પલટાઈ જાય છે. બીજી ભાષામાં વિચાર કરવાની આપણે કોશિશ કરીએ છીએ, પણ એને પૂરેપૂરી અપનાવી શકતા નથી એને આપણી લોહીની ભાષા બનાવી શકતા નથી. આપણા ભાષાવ્યવહારનો સીધો સંબંધ આપણી આંતરિક ચેતના સાથે, આપણી સર્જનાત્મક શક્તિ સાથે જોડાયેલો હોય છે. જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ સધાય છે ત્યારે એક સંસ્કારલક્ષી ઘટના ઘટે છે, એક ભાષાકીય ઘટના ઘટે છે. એ રીતે બાહ્ય અને આંતરિક વ્યક્તિત્વનો સુમેળ સાધવાની ભૂમિકા ઊભી થાય છે ને ત્યારે એ સંબંધના રાસાયણિક સંયોજનમાં માતૃભાષા એક મહત્ત્વનું પ્રેરક-પોષક પરિબળ બની રહેતું હોય છે. બાળક સૌથી વધુ શિક્ષણ ઘરમાંથી લેતું હોય છે અને તેથી માતૃભાષા એને હૃદયવગી અને જીભલગી હોય છે. કુદરતે આપણને ભાષા આપી; પરંતુ એની આપણે કરેલી માવજત કેટલી મજબૂત હોય છે તે પ્રશ્ન છે. સર્જકો, શિક્ષકો, ગ્રંથપાલો અને સમાજ-હિતચિંતકો સૌ ગુજરાતી માતૃભાષા માટે કટિબદ્ધ બનીને આંદોલન કરે છે પણ એમાં વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ, મૅનેજમેન્ટના નિષ્ણાતો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને શ્રમજીવીઓ ક્યાં છે ? માણસમાં બહુભાષી થવાની ક્ષમતા છે અને તેથી એકવીસમી સદીના Page #7 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર પરિવેશનો વિચાર કરીએ તો આજે વ્યક્તિને માટે ત્રણ પ્રકારની ભાષાગત ક્ષમતા જરૂરી જણાય છે : એક સ્થાનિક (લોકલ સિગ્યુએશન), બીજી રાષ્ટ્રીય (નંશનલ), ત્રીજી વૈશ્વિક (ગ્લોબલ). આ ત્રણેય પરિસ્થિતિઓમાં જુદી જુદી ભાષાઓ કામ લાગે છે. માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશી ભાષાને એ દૃષ્ટિએ જોવી અને પામવી જોઈએ. એક ભાષા સાથેનો ઘનિષ્ઠ સંપર્ક બીજી ભાષાઓ શીખવામાં મદદરૂપ થાય છે, આથી બાલ્યાવસ્થામાં માતૃભાષાનો ઉપયોગ થાય એ અનિવાર્ય છે. બાળક મોટું થતાં બીજી ભાષાઓમાં પણ પછી સહેલાઈથી નિપુણ બની શકે છે. આજે માતૃભાષા ગુજરાતીની કટોકટીનો ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. આને માટે થોડું આંતરદર્શન પણ આવશ્યક છે. આગલી પેઢીઓની જ્ઞાનપિપાસા અને કાર્યનિષ્ઠા કંઈક ઘસાતી જાય છે. એનાં કારણો તપાસવાં અને ઇલાજ શોધવા હવે ખૂબ જરૂરી છે. ગુજરાતી ભાષા-સાહિત્યની ક્ષિતિજોનો વિસ્તાર કરવા માટે જુદી જુદી સંસ્થાઓએ જુદા જુદા પ્રકલ્પો વિચારીને એમાં જીવ રેડવાની જરૂર છે. ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ', 'ભગવદ્ગોમંડળ', ‘ગુજરાતી લૅક્સિકોન’ કે ‘ગુજરાતી વિશ્વકોશ' વગેરેએ તો એ સાથે આપણી કેટલીક સાહિત્યિક સંસ્થાઓએ કેવું માતબર કામ કર્યું છે તે જોવું જોઈએ. આજની આપણી ભાષાકીય કટોકટી સામે સૌએ કમર કસવાની જરૂર છે અને ભાષા અને સાહિત્યનું સ્તર ઊંચું આવે તેવા સત્ત્વશુદ્ધ પ્રયત્નો કરવાની તાતી જરૂર છે. આપણે નરવી રચનાત્મક સાહિત્યિક ચર્ચાઓને બદલે શા માટે વ્યક્તિગત આક્ષેપો કે પ્રતિઆક્ષેપોના રણમાં ખોવાઈ જઈએ છીએ ? ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને માતા સરસ્વતી આગળ માથું નમાવીને નર્મદ ગદ્ગદ કંઠે કલમને ખોળે જીવવાનું નક્કી કર્યું હતું અને ચોવીસ વર્ષ સુધી એ અસિધારાવત એણે પાળ્યું હતું. અપાર માનસિક વિટંબનાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતાં હસતાં જીવન ગાળીને નર્મદે ભાષા-સાહિત્ય માટે વ્રતતપનું એક પ્રેરણાદાયી ઉદાહરણ આપણને આપ્યું ? એ રીતે મુંબઈમાં ધીકતી વકીલાત છોડી કેટલાંક દેશી રાજ્યોની દીવાનગીરી મળવાની તકો પણ તરછોડી ચાલીસમા વર્ષે ધીકતી વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને ગોવર્ધનરામ ત્રિપાઠીએ નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર' મહાનવલનું સર્જન કરી ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો સમુત્કર્ષ સાધવાનો સારસ્વત પુરુષાર્થ કર્યો. માતૃભાષા માટે દલપતરામ, નર્મદ, ગોવર્ધનરામ, ન્હાનાલાલ, ધીરુભાઈ ઠાકર જેવા વિદ્વાનોની સમર્પણવૃત્તિને; ગુજરાતી ભાષા-સાહિત્યમાં ગાંધીજી તેમ જ ગાંધીમૂલ્યથી પ્રેરિત સાહિત્યકારોએ તથા ગુજરાત વિદ્યાપીઠે દાખવેલી માતૃભાષા માટેની સેવાભક્તિને તેમ જ ભગવસિંહજી, ચંદુલાલ પટેલ કે રતિલાલ ચંદરયા જેવાઓની ભાષાપ્રીતિને આપણે આજેય સદ્ભાવપૂર્વક યાદ કરીએ છીએ. આપણે ફાર્બસ કે જૉસેફ વાન ટેલરનેય કેમ ભૂલી શકીએ ? કેટલીક સારસ્વત વ્યક્તિઓ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે આજેય કાર્યરત છે. એ કાર્ય ઉત્તમ રીત ફળદાયી નીવડે એ માટે વધુ સંગઠિત અને સાત્ત્વિક પ્રયાસોની જરૂર છે. આ બધા વિશે આપણે સહિયારો પ્રયાસ કરીએ. એકેએક ગુજરાતી પોતાને પોતાની માતૃભાષાનો પ્રતિનિધિ સમજીને કાર્ય કરે તો ‘જય જય ગરવી ગુજરાત' ગૌરવભેર ગાવાની પાત્રતા તો દાખવી શકશે અને ત્યારે આપણે પણ આત્મશ્રદ્ધાપૂર્વક કહી શકીશું : “શુભ શકુન દીસે, મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.' કુમારપાળ દેસાઈ શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વક્તવ્ય તા. ૭-૧-૨૦૧૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ સંવેદના, સહૃદયતા અને સજ્જતા वन्देम देवतां वाचम् ।। સાહિત્યપ્રિય સ્વજનો, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યની ભવ્યોજ્જ્વલ પરંપરા ધરાવતી સંસ્થાના પ્રમુખ થવું તેનો આનંદ જરૂર હોય, પણ એ સાથે વિનમ્રતાથી મારા પૂર્વસૂરિ સારસ્વત પ્રમુખોની હરોળમાં મારું નામ મૂકું છું ત્યારે સ્વાભાવિક રીતે જ સંકોચ થાય છે. મુખ્યત્વે હું ગુજરાતી ભાષા સાથેની મારી નિસબતના પરિણામરૂપે આ પદને જોઉં છું. આ પદ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વથી હું અભિન્ન છું, પણ આપ સહુની ઉષ્મા અને સાથ મારા એ ઉત્તરદાયિત્વને અદા કરવામાં મદદરૂપ થશે, એવી શ્રદ્ધા છે. હું અહીં છું એ એક વ્યવસ્થા છે. આપણે સહુ અહીં છીએ એ પરિષદ અને એનો આત્મા છે. સંવેદનશૂન્યતા તરફ ગતિ માનવજાતના શત્રુ સામે તમારી બુદ્ધિનો અને શક્તિનો ઉપયોગ કરો તો જ વિજ્ઞાનનું મૂલ્ય છે અને તો જ વિદ્યા વાંઝણી થતી અટકશે. આ કાવ્ય છે ૨૦મી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય એવા જર્મન નાટ્યકાર બ્રેખ્તનું. હિટલરના સમર્થકોએ એનાં પુસ્તકોની હોળી કરી હતી અને બ્રેખ્ત દંપતીને અંધારી રાત્રે જર્મની છોડીને સોવિયેત સંઘ તેમજ ભારત થઈને અમેરિકા જવું પડ્યું હતું. મૂલ્યોની કટોકટી આજે આપણે સહુ સાંસ્કૃતિક કટોકટીની એવી ક્ષણ પર ઊભા છીએ કે જ્યારે પ્રજા તરીકે અને વ્યક્તિ તરીકેનું આપણું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું છે. આપણી ચારે બાજુ તમામ ક્ષેત્રોમાં નાની-મોટી, હળવી-ગંભીર એવી સતત મૂંઝવનારી સમસ્યાઓનો અનુભવ થાય છે. આ અસ્તિત્વને ટકાવી રાખવા માટે જેમ બીજાં ક્ષેત્રોમાં સફળ-અસફળ પ્રયત્નો થઈ રહ્યા છે, તેવું સાહિત્યમાં પણ છે. કદાચ બાહ્ય દૃષ્ટિએ એમ પ્રતીત થાય કે સાહિત્યની કટોકટીની અસર પ્રજાના જીવન પર નહિવત્ અથવા ઘણી ઓછી છે, પરંતુ સમગ્ર પ્રજાજીવનની કટોકટીના મૂળમાં સાહિત્યની કટોકટી જોવા મળે તો કદાચ નવાઈ નહીં. પ્રજાના વ્યક્તિત્વનું ઘડતર તેના આંતરસત્ત્વ પર બંધાય છે. પ્રજાની ભૌતિક સમૃદ્ધિ એ એના આંતરસત્ત્વનો માપદંડ નથી, પણ પ્રજાજીવનમાં નૈતિક મૂલ્યો કેટલાં સચવાયાં છે તેના પરથી તેનું આંતરિક સત્ત્વ મપાય છે. આ મૂલ્યોમાં સત્ય, ન્યાય, અહિંસા ઉપરાંત વીરત્વ, નિષ્ઠા અને સહૃદયતાનો સમાવેશ થાય છે. આ આંતરિક સત્ત્વનું પોષણ-સંવર્ધન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહિત્ય અને કલા દ્વારા થતું રહે છે. આ આંતરસત્ત્વનાં મુખ્ય બે અંગો છે : જ્ઞાન અને આનંદ. પ્રજાના સંસ્કારવનનાં આ બે અંગોને વિકસાવવામાં સાહિત્ય અને કલાનો ફાળો બહુ મોટો છે. આજે આપણે સાહિત્યની કટોકટીની વાત કરીએ છીએ. આ કટોકટી તે મૂલ્યોની કટોકટી છે, સહૃદયતા અને સજ્જતાની કટોકટી છે. આંતરસત્ત્વની સામેનાં દુરિતોનો સામનો કરવાનો છે અને એ માટે સહુએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. આજની સમસ્યા સહૃદયતાની ઊણપની સમસ્યા છે. સહૃદયતાનું મૂળ સંવેદના છે. માત્ર સૌંદર્ય પ્રત્યેની સભાનતામાંથી સંવેદના આવતી નથી. એ માનવહૃદયનો ગુણ છે. એ ગુણ કેળવવાની તક આજની પેઢીને મળી નથી એ માટે આપણે શિક્ષણપ્રથાને કે વહીવટી તંત્રને જવાબદાર ગણી શકીએ, પણ આપણે આપણી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં, કારણ કે માનવતા એ સર્વજનીન વિશિષ્ટતા છે. સંવેદના માનવતામાંથી જન્મે છે અને આજે એ માણસાઈનું સુકવણું થઈ રહ્યું હોય તેમ લાગે છે. સંહારક શસ્ત્રોની વિભીષિકાએ માનવીને મૂંઝવી નાખ્યો છે, પરંતુ એથીય વિશેષ એક નવી વિભીષિકા એની રુચિ, એનાં મૂલ્યો અને એની સંવેદનાના સંદર્ભમાં સર્જાઈ રહી છે. સંવેદના એ સાહિત્યસર્જનનો ‘લાઇવ વાયર’ છે. એક સમયે સર્જકને જે સમસ્યાઓ મૂંઝવતી હતી. એ આજે કાલગ્રસ્ત થઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગઈ છે. ગોવર્ધનરામ કે ન્હાનાલાલ, કાન્ત કે કલાપી, મણિલાલ નભુભાઈ કે પ્રિયકાન્ત મણિયારે અનુભવેલાં પ્રણયવિભાવના-વિષયક વંધ્રો આજે ન હોય તો ભલે, પરંતુ હવે એ પ્રણયનું જ સ્થાન વ્યક્તિના જીવનમાં કેટલું ? આપણાં મૂલ્યો દ્રાવણપાત્રમાં આવીને ઠર્યા છે. આપણી ભાવનાઓનો ક્રૂર સંહાર થયો છે. એક સ્વાર્થમય, લેન-દેન આધારિત, સંવેદનશુન્યતા પ્રત્યેની તીવ્ર ગતિમાં આંતરમંથનો અને વ્યાપક સંવેદનોની ઊપજ કેટલી ? એક સમયે સર્જક – હું કોણ છું? જીવન શું છે ? મૃત્યુ શું છે ? સાચો સ્નેહ કોને કહેવાય? પરમ આનંદની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? એવા પ્રશ્નોની ખોજ કરતો હતો અને સાહિત્યમાં એની એ આંતરખોજનું પ્રતિબિંબ ઝિલાતું હતું. આધુનિક માણસની વૃત્તિએ એનું વૈચારિક માળખું ધરમૂળથી બદલી નાખ્યું છે. મૂલ્યહાસ, ભ્રષ્ટતા, ટૂંકા માર્ગો લેવાની વૃત્તિ, સંકુચિત સ્વાર્થ વગેરે વકરી રહ્યાં છે. જીવનને બદલે ‘બજાર'ની શોધ. શાહમૃગ આફ્રિકાના રણમાં જ નથી, આપણી વચ્ચે પણ છે. ટેક્નૉલોજીના આ સમયગાળામાં જીવનમાં બધી બાબતોનો રોકડિયો પાક ઉતારવામાં આવે છે. રાજકારણ, અર્થકારણ, નોકરશાહીના દબાણ ઉપરાંત લોકો એક રેંટ-રેસમાં સામેલ થયા છે અને તેને પરિણામે આપણે જીવનમાંથી ઘણું ભૂલી રહ્યા છીએ. ઘરના આંગણામાં છોડ વાવીએ છીએ, પણ છોડમાં આવેલી નવી કુંપળનો ઉત્સવ ઊજવતા નથી. આનંદના ઉપહાર રૂપે અન્યને બૂકે આપીએ છીએ, પરંતુ એ ફૂલોની સુવાસનો અનુભવ કે એના રંગોનો આનંદ આપણે લેતા નથી. મેદાન પર પથરાયેલા લીલાછમ ઘાસનું મંદ મંદ હાસ્ય કે પછી સમુદ્રની લહેરોનો આનંદ કે હિમાચ્છાદિત શિખરોની ભવ્યતા ભૂલી ગયા છીએ. એને માટે આપણી પાસે ન તો આંખ રહી છે કે ન તો એને સાંભળવા માટેના કાન. આ અંધ-બધિર અવસ્થાએ માનવીના ભીતરને જરઠ બનાવી દીધું છે. વાસ્તવની ઉપેક્ષા, વાસનાપૂર્ણ કામેચ્છા અને માનવીય ભાવનાઓનું વ્યવસાયીકરણ, રુચિનું નિમ્નસ્તરીકરણ – આ બધાંને કારણે માનવી ભીતરનો આનંદ, સમભાવ અને સંવેદના ખોઈ રહ્યો છે. મશીન દ્વારા માનવીનું વિસ્થાપન, મહાનગરનાં સિમેન્ટ-કૉન્ક્રીટનાં જંગલોનું નિર્માણ અને પ્રગતિના નામ હેઠળ ખેલાતી સત્તાની રાજનીતિ અને વ્યવસ્થા કે લોકતંત્રને નામે થતી જોહુકમી – આ બધી બાબતોનો વિચાર કરવો જોઈએ.. આજે ગ્લોબલાઇઝેશનને કારણે માણસ જાણતાં કે અજાણતાં “બજાર” બની ગયો છે. બજાર અને માલનું કેન્દ્ર દઢ બન્યું છે અને તેનો છેડો અર્થ ઉપર છે. બીજું સઘળું ગૌણાતિગૌણ બની રહ્યું છે. દરેક દેશ અને તેનો માણસ જીવન નહીં, બજાર શોધે છે. રૉબોટની જેમ તે એના જીવનની સિસ્ટમ બજારના સંદર્ભમાં ગોઠવી રહ્યો છે. માણસના સંદર્ભો સાથે સાહિત્યની ગતિ પણ બદલાય. સાહિત્ય માણસને પ્રતીત કરાવવાનું છે કે તે પોતે ‘વસ્તુ અથવા ‘બજાર’ નથી, પણ ચૈતન્યથી, ભાવસંવેદનથી ભરીભરી પ્રાણશક્તિ છે. સાહિત્યકારે સંવેદનાસભર મનુષ્યની છબી ઉપસાવવાની છે. સંવેદનાસભર જીવન શું છે, તેને પ્રત્યક્ષ કેમ કરી આપવું તે મથામણ આપણા સમયમાં સૌથી મોટી બાબત બની છે. વાદો આવ્યા ને ગયા, આવશે ને જશે; પણ અવશેષમાં માણસ ન રહ્યો તો સઘળું ગયું સમજવાનું. આજે વાદો અને વાદોના પુરસ્કર્તાઓનાં વલણ નરમ પડ્યાં છે, શમ્યાં છે, બદલાયાં છે, વિશ્વ સાંકડું બન્યું છે અને ભાષાઓ નજીક આવી છે. માહિતીવિસ્ફોટ થયો છે. સમૂહ-માધ્યમોને કારણે વિશ્વવ્યાપી ઘટનાઓ સાથે સદ્ય પરિચિત થવાનું બન્યું પણ આની સામે સર્જન એવી ફાળ ભરી શક્યું છે કે કેમ તે પ્રશ્ન છે. સમૂહમાધ્યમોનો પ્રભાવ સમૂહમાધ્યમોની ગતિ વિપરીત નીવડી છે. માનવજાત માટે કેવું અદ્ભુત પરિવર્તન આણશે એવી આશા સાથે આવેલું ચલચિત્ર બહુધા સ્થૂળતા અને રંજ કતામાં સરી ગયું. રેડિયોનું માધ્યમ હવે ઉપેક્ષિત બન્યું છે અને ટેલિવિઝને દીવાનખંડમાં પ્રવેશીને એક એવા આતંકવાદને જન્મ આપ્યો છે કે જેને પરિણામે માનવજીવનની કેટલીય મધુર, સૂક્ષ્મ, સંવાદી, ઉદાર અને સૌંદર્યમંડિત ભાવનાઓ રસાતળ જઈ રહી છે. દોસ્તોયેવસ્કીએ કહ્યું હતું કે કેવળ ‘સૌંદર્ય” જ દુનિયાને બચાવી શકશે. આ સંદર્ય એટલે પૂર્ણતાની શોધમાં નીકળેલો સક્રિય Page #10 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય. એ સૌંદર્ય એટલે જીવનનાં સુખમાં અને દુઃખમાં, સંવાદ અને વિસંવાદમાં, કટુ અને મધુર ભાવોમાં વસેલું સૌંદર્ય. આજે એ સૌંદર્યનું નામોનિશાન રહ્યું છે ? સમૂહમાધ્યમોએ સાહિત્ય પર આક્રમણ કર્યું એમ કહેવું તે અર્ધસત્ય છે. બન્યું એવું કે રેડિયો, ચલચિત્ર અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમો સાહિત્યને વશ થવાને બદલે સાહિત્ય સમૂહમાધ્યમોને વશ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં ભાષાશુદ્ધિથી માંડીને એના વિષર્યો અને એની પ્રસ્તુતિ સુધીના અનેક પ્રશ્નો ઊભા થયા છે. આને પરિણામે એ માધ્યમોના સ્તર અંગે સવાલ જાગે છે. આપણે ઘણી બાબતો માટે પશ્ચિમને જવાબદાર ઠેરવીએ છીએ, એની ટેકનૉલોજીને કારણભૂત માનીએ છીએ; પરંતુ હકીકત એ છે કે ટેક્નૉલોજી જરૂર પશ્ચિમમાંથી આવે છે પણ એને દિશા-દર્શન આપવાનું કામ આપણું હોય છે અને એમાં આપણે નિષ્ફળ ગયા છીએ. મહારાષ્ટ્ર અને બંગાળમાં માધ્યમોનું ધોરણ પ્રમાણમાં ઊંચું રહ્યું ; તેનું કારણ સમૂહમાધ્યમો પર સાહિત્યકારોનો પ્રભાવ જોઈ શકાય. દેશ્યશ્રાવ્ય માધ્યમથી પુસ્તકો લખાવાનાં બંધ થવાનાં નથી. સામાન્ય ઘટનાની સનસનાટીપૂર્ણ દીર્ઘ રજૂઆત કરતા સમાચારો, ઉપભોક્તાવાદને બહેકાવતાં વિજ્ઞાપનો અને ફોર્મ્યુલાબદ્ધ ધારાવાહિકોની ભરમારમાં સાહિત્યિક કૃતિ ભાગ્યે જ જોવા મળે છે. ટેલિવિઝનથી સાહિત્યિક રુચિના સંવર્ધનની વાત તો દૂર રહી, હવે તો શિષ્ટ રુચિને પણ આઘાત થવા લાગ્યો છે. રંજ કતા એવી લીલા છે કે જેની પાછળ માધ્યમ ઘેલું બને તો બધી જ મર્યાદા નેવે મૂકી દે. દર્શકની બુદ્ધિ અને રુચિ વિશેના એના ખ્યાલો ચિતાપ્રેરક છે. દરેક માધ્યમનો એક સમયગાળો હોય છે. આરંભમાં એ ચોંકાવી દે એવું આકર્ષણ જગાવે છે અને સમય જતાં મોળું પડે છે, એથી જ આ સમૂહમાધ્યમની તેજ રફ્તાર વચ્ચે અત્યારસુધી સાહિત્ય પોતાની મુદ્રા જાળવી શક્યું છે. કારણ કે એની પાસે માનવ-અંતઃસ્તલને સ્પર્શવાની શક્તિ અને કૌવત છે, પરિણામે વર્તમાન સમયના સાહિત્યકાર સામે સમૂહમાધ્યમ પડકાર નથી, પરંતુ એને માટે પોતાની આંતરશક્તિની વાકુ-સ્તરે સમુચિત અને વિશિષ્ટ અભિવ્યક્તિ એ પડકાર છે. માધ્યમોની ગતિ અમુક આવરદાવાળી અને જલદી લાભ અંકે કરી લેવાના મિજાજવાળી હોય છે. સાહિત્ય એ એક એવું માધ્યમ છે કે જેની નેમ અને નિયત નિશ્ચિત રહી છે અને એ છે મનુષ્યત્વનું નિરૂપણ અને એનું ઉન્નયન. આજના સાહિત્યકારે એના અનુલક્ષમાં જ સર્જનના ઘટાટોપને વિસ્તારવાનો છે. તત્કાળ આનંદ અને લાભ કરાવે તેવી વસ્તુ માધ્યમને જોઈએ, જ્યારે સાહિત્ય એ દીર્ઘકાળ સુધી માનવને મૂલ્યો અને આનંદનો અનુભવ કરાવનાર છે. માનવઆત્માનો અવાજ સમૂહમાધ્યમનો પ્રભાવ ગમે તેટલો હોય, અગાઉ નિર્દેશ્ય તેમ, સાહિત્યસર્જન તો ચાલુ જ રહેવાનું. સાહિત્યમાં નિહિત છે માનવઆત્માનો અવાજ . આ સૂરની ફાવટે સમૂહમાધ્યમોને નથી, તેથી સાહિત્યનો એ અવાજ સમૂહમાધ્યમમાં કાં તો ગૂંગળાય છે અથવા તો કચડી નખાય છે. પરંતુ માનવઆત્માનો અવાજ સાહિત્યમાં કેવો સંભળાય છે તે સાહિત્યનો એ અવાજ ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સમ્બને ઓસમનેમાંથી પામી શકાય. નામના કાવ્યમાં સંગેમરમરમાં સુંદર આકૃતિ સર્જતી સ્થપતિની આંગળીઓ કે પછી જમીનને હળથી ખેડ્યા બાદ ખાડો ખોદી વાવણી કરતા ખેડૂતની આંગળીઓની વાત કરતાં એ એવી આંગળીઓ પ્રતિ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે. કવિ કહે છે, લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ Page #11 -------------------------------------------------------------------------- ________________ માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં વ્યક્ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને પણ મુંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે. - સાહિત્ય દ્વારા જ વ્યક્ત થાય. વર્તમાન સમયમાં હું અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે અર્થશાસ્ત્રી છું એમ કહ્યાથી કામ સરવાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે. અસમાનતા પર આધારિત સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્રમણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું વિધાયકે કાર્ય કરે છે ? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે ? વાણીસ્વાતંત્ર અને માનવ અધિકારો પર છાશવારે થતા આઘાતો સામે એની પોતાની ક્રિયાપ્રતિક્યિા કેવી છે ? આ બધાંનો વિચાર કરવો જોઈએ. ફાસીવાદી પરિબળો પ્રજાસમૂહને કોઈ એક યા બીજા બહાના હેઠળ કેવી રીતે અળગો કરે છે, તેની વાત કરતાં માર્ટિન નીમોલેર ( કાવ્યમાં કહે છે : સહૃદયતા અને મૂલ્યહ્રાસા સહૃદયતા એ પ્રત્યેક સર્જકને પ્રેરનારો અને પોષનારો મહત્ત્વનો ગુણ છે. આ સહૃદયતા જેટલા મોટા ફલક પર આપણા સર્જકોમાં પ્રવર્તતી હોય એના પ્રમાણમાં આપણા સાહિત્યને ઉચ્ચાવચ્ચ કોટિમાં ગોઠવી શકાય. આનું દૃશ્ચંત ગઈ પેઢીના આપણા કવિઓ અને નવલકથાકારોમાંથી મળી શકે તેમ છે. એક સમય એવો હતો કે જ્યારે રમણલાલ દેસાઈ જેવા નવલકથાકાર પોતાની નવલકથાના પાત્રો સમકાલીન સમાજમાંથી લેતા હતા અને તેને વાસ્તવિક ભૂમિકા ઉપર આદર્શનો ઓપ આપીને રજૂ કરતા હતા. પચાસના દાયકામાં યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ એક કૉલેજ માં વ્યાખ્યાન આપવા ગયા. તાજું જ સ્વરાજ્ય મળ્યું હતું. કાળાં બજા૨, ભ્રષ્ટાચાર, સત્તા માટેની હોંસાતોંસી આ બધું જોતાં સ્વરાજ વિશેનો એમનો ભ્રમ ભાંગી ગયો હતો અને તેઓ નિરાશ થઈ ગયા હતા. એમણે કૉલેજના યુવાનો સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે હું ઝોળી લઈને આવ્યો છું. મને પાત્રો આપો, ચારે બાજુ નજર કરતાં મને પાત્રો મળતાં નથી. આજે પચાસ વર્ષ પછી રઘુવીર ચૈધરી જેવા નવલકથાકાર રમણલાલ દેસાઈની જેમ પોતાના જમાનાની ઘટનાઓ અને વ્યક્તિઓને નવલકથામાં ગૂંથે છે તેમને પણ આજની પેઢીમાંથી તેમના ઉચ્ચાશયો સિદ્ધ કરી આપે તેવાં પાત્રોની શોધનો પ્રશ્ન રહ્યો હશે જ . સહૃદયતા અને મૂલ્યહાસને કાર્યકારણ સબંધ છે. આજનો સર્જક કે આજનો શિક્ષક એ બધા મૂલ્યહાસના બોજ હેઠળ જીવે છે અને તેથી ઉદારતા, નિઃસ્વાર્થતા કે સમર્પણભાવ કેળવાતો નથી. દરેક વ્યક્તિ સ્વત્વના સંકુચિત વર્તુળમાં જાણે કે કેદ થઈ ગયો છે. માનવજાત સર્વનાશના ઓથાર હેઠળ જીવી રહી છે. સિત્તેરેક વર્ષ પૂર્વે ટી. એસ . એલિયટે એમ કહ્યું હતું કે, નવલકથા મૃત્યુ પામી રહી છે. એ પછી એડમન્ડ વિલ્સને કવિતા વિશે એવી જ ઘોષણા કરી. હકીકતમાં સાહિત્યના વિકાસમાં ભરતી-ઓટ આવે છે. તેના કેટલાક પ્રદેશો કે પ્રકારો સૂકા કે લીલા દેખાય, પણ કોઈ ને કોઈ રીતે પ્રજાજીવનમાં સાહિત્યઝરણું વહેતું રહીને અમીસિંચન કરતું રહ્યું છે, પરંતુ આજે તો સાહિત્યની આવરદા અંગે જ સંશય પ્રગટ થાય એવી સ્થિતિ છે. એક સમયે કોઈ સાહિત્યપ્રકાર નામશેષ થઈ જશે એવો ભય હતો, હવે એનાથીય વધારે મોટો ભય એ છે કે સાહિત્ય સ્વયં પોતાનું Page #12 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ ટકાવવા માટે કેટલું ગજું કાઢી શકશે. મનુષ્યજાતિ સ્થિતપ્રજ્ઞયોગના બદલે અસ્થિરતાયોગની સાધના કરે છે. આજે માનવી ભૌતિકતા અને બાહ્ય પ્રાપ્તિની પાછળ આંધળી દોટ મુકી રહ્યો છે. એનું સમગ્ર ચેતોવિશ્વ આ બધાની પાછળ દોડી રહ્યું છે. વળી એની આ દોડમાં જુદાં જુદાં વળાંકો અને પરિવર્તનો આવે છે. એ સતત ગતિ બદલે છે. અને માણસનું મન પણ એમ અનેકશઃ બદલાતું જાય છે. એવામાં ધારો કે કોઈને કોઈ વાર્તા લખવાની પ્રેરણા થાય, ચિત્તમાં એ આકાર ધારણ કરે, એનો ઘાટ અને પાત્ર મનમાં નક્કી થાય અને ત્યાં તો એ જૂની થઈ જાય. એના સંદર્ભ અપ્રસ્તુત બની જાય ! સર્જકને પોતાને એમાં જૂનાપણું લાગે ! ટી. એસ. એલિયટની સામે ૨૦મી સદીના આરંભે સાહિત્યને પ્રચલિતદૂષિત ખ્યાલોથી મુક્ત કરી વૈજ્ઞાનિક યુગમાં તેની અગત્ય સિદ્ધ કરી આપવાનો પ્રશ્ન હતો. તેણે વિજ્ઞાનની જેમ કળા પણ ‘વર્કશૉપ'માં જ , સતત મથામણ પછી આકાર ધારણ કરે છે તે દર્શાવી એને બિનઅંગતતાની બુનિયાદ ઉપર સંસિદ્ધ કરવા પર અનિવાર્યપણે ભાર મૂક્યો. આપણી ૨૧મી સદીમાં કળાના અસ્તિત્વનો પ્રશ્ન છે. વીજાણુયંત્રો, માહિતીવિસ્ફોટ અને તે કારણે પ્રાપ્ત થયેલી સુવિધાઓ સામે લિખિત શબ્દો વિશે ચિંતા થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આપણે આપણી સદીમાં સાહિત્યની ઉપકારક્તા સિદ્ધ કરી આપવાની રહે છે. કેવી રીતે, કેવા માર્ગે કે કેવા પ્રયત્ન, તે આપણા સૌની ચર્ચાનો વિષય બનવું જોઈએ. આજના સમયનો પડકાર પુસ્તકમેળામાં થતાં પુસ્તકોનાં વેચાણમાં બાળસાહિત્ય, અધ્યાત્મ અને વાનગીનું સાહિત્ય જ અગ્ર સ્થાન ભોગવે છે. તેથી સંખ્યાતીત પ્રકાશનોમાં ઊછળી આવે તેવી સાહિત્યિક કૃતિઓનું પ્રમાણ કેટલું ? કોઈ એક દાયકાના સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો ‘ઉત્તમ'ની વાત બાજુએ મૂકો. સારી કહી શકાય તેવી કૃતિઓની સંખ્યા કેટલી ? આજે સાહિત્યક્ષેત્રે સ્થિર અને નવોદિત ઘણા સર્જકો કાર્ય કરે છે, પરંતુ છવાઈ જાય એવી ઉન્નત પ્રતિભાઓ અતિ વિરલ થવા માંડી છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નવી પ્રતિભા અને નવીન વિષયવસ્તુનો દુષ્કાળ પ્રવર્તે છે એવી ફરિયાદ કોઈ કરે તો તેમાં તથ્ય નથી એવું ભાગ્યે જ કહી શકીશું. આજે રચાતા થોકબંધ સાહિત્યમાંથી ખરા અર્થમાં ઉપયોગી એવું સાહિત્ય કેટલું છે તે વિચારવું જોઈએ. આલ્કસ હક્સલી, જેને ‘અશિષ્ટ સાહિત્ય' કહે છે તેવું સાહિત્ય વધુ ફેલાતું જાય છે. માત્ર નફાની દૃષ્ટિએ પુસ્તકો માટે ‘બજાર' બનાવવામાં આવે છે. એક સમયે સાહિત્યાકાશ પર કેવા કેવા મહાન સર્જકો છવાયેલા હતા ! રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, ઇકબાલ, ગાલિબના જેવા. ગુજરાતમાં નર્મદ, ગોવર્ધનરામ, કનૈયાલાલ મુનશી, ન્હાનાલાલ, ઉમાશંકર જોશી જેવા સર્જકો હતા. આજે સાહિત્યની એવી સ્થિતિ છે એમ કહી શકીશું ? વિચારશીલો માટે, સર્જક માટે, સાહિત્યસંસ્થાના ધુરીણો માટે, ગ્લોબલાઇઝેશનનો આજનો સમય એય એક મોટો પડકાર છે. ભાવકસંદર્ભે પણ જે રુચિસંપન્ન ભાવકો છે તેને ટકાવવાના છે, તો નવા પણ ઊભા કરવાના છે. રુચિને પરિસ્કૃત કરતું સાહિત્યસર્જના આજની યુવા પેઢીને શું વાંચવું ગમે છે, કેવા પ્રકારનું સાહિત્ય ગમે છે તેનો વિચાર પણ થવો ઘટે. એ એક મોટા ને ચેતનાથી ભર્યાભર્યા વર્ગની અવગણના થઈ શકે તેમ નથી. તેની રુચિને સંતર્પ કરે તેવા સાહિત્યની મહત્તા તે સમજે તેવી વાચનાદિની શિબિરો, પ્રત્યક્ષ વાર્તાલાપ, ગોષ્ઠીઓ મુક્તપણે થાય તેવી સ્થિતિ પણ ઊભી કરવી પડશે. સમાજને અનુકૂળ આવે અને સાથે સાથે તેની રુચિને પરિસ્કૃત કરે તેવા સર્જનની ઊણપ દૂર કરવા પણ સાહિત્યિક સંસ્થાઓએ વિચારવું પડશે. ચોક્સ પ્રકારનાં ધોરણથી લખનાર, સંશોધન કરનાર, સાહિત્યમાં વિશિષ્ટ છાપ અંકિત કરી શકે તેવાઓ માટે લખવાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા ‘રાઇટર્સ હટ'નો ખ્યાલ પણ સાકાર કરવો જોઈએ. મરાઠી રંગમંચમાં પ્રગધર્મી રંગમંચ અને મુખ્ય પ્રવાહ વચ્ચે વિવાદ કે વિરોધ નથી, મરાઠી કે બંગાળી સાહિત્યકારો પાસે ભિન્ન ભિન્ન સમાજનો જે અનુભવ છે તેવો અનુભવ ગુજરાતી સર્જકોમાં બહુધા જોવા મળતો નથી. આપણે લઘુરૂપોમાં વધુ રાચીએ છીએ. ગીત-ગઝલથી આગળ વધતા નથી. લાંબી નેરેટિવ પોએટ્રી ઘણી ઓછી મળે છે. મોટા ફલક પર કલ્પનાનો આવિષ્કાર જોવા મળતો નથી. મરાઠી નાટક મહારાષ્ટ્રનો જીવંત સાંસ્કૃતિક Page #13 -------------------------------------------------------------------------- ________________ સ્રોત બન્યું છે. જ્યારે ગુજરાતીનું પહેલું નાટક મરાઠીના અનુવાદથી શરૂ થયું હતું અને એ પછી અંગ્રેજી નાટકોના અનુવાદનું પૂર આવ્યું. ‘હરિશ્ચંદ્ર’ પણ મૌલિક નાટક નથી. આથી અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પહેલી નાટકમંડળી નાટક ગુજરાતીમાં કરતી અને ગીત મરાઠીમાં ગવાતાં હતાં ! રંગભૂમિ પર ભજવાય એવાં અને તેમાંય નવાં મૌલિક નાટકો સ્થિતિ સુધરી હોવા છતાં પ્રમાણમાં ઓછાં મળે છે. આને કારણે મરાઠી કે બંગાળી રંગભૂમિની છે તેવી વ્યાપક અસર ગુજરાતી રંગભૂમિની નથી. આનું એક કારણ એ છે કે મરાઠી નાટક એના ઊગમથી જ મૌલિકતા અને નૂતનતા ધરાવતું હતું. મરાઠીના આદ્ય નાટકકારોમાં વિષ્ણુદાસ ભાવે, અણ્ણાસાહેબ કિર્લોસ્કર, ગોવિંદ બલ્લાળ દેવલ, રામ ગણેશ ગડકરી વગેરેનો ફાળો વિશિષ્ટ હતો. સામાન્ય રીતે સર્જન પહેલું હોય અને પછી વિવેચન આવે. આધુનિક સમયમાં પાશ્ચાત્યવાદો વિશે ગુજરાતીમાં વિવેચન પહેલાં લખાયું અને પછી એના સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા કવિતા, ટૂંકી વાર્તા લખાતી ગઈ. એક અર્થમાં કહીએ તો અવળા ગણેશ બેઠા ! વિવેચનમાં પણ સર્જનની જેમ ઉમળકાજનક સ્થિતિ સર્જાવાની બાકી છે. હા, કેટલાક સ્ફુલિંગો જરૂર છે, પણ વ્યાપી રહે તેવું તેજ ક્યાં છે ? સાહિત્યિક સંવેદના સતત પરિવર્તિત થઈ રહી છે, ત્યારે પ્રયોગનું મહત્ત્વ પ્રગટ કરવાનું કામ વિવેચકનું છે. અભિવ્યક્તિમાં પણ બદલાવ આવ્યો છે. રાજકારણ અને નફાલિક્ષતાના ભાર હેઠળ દબાયેલું શિક્ષણ, વિલુપ્ત થતી કુટુંબપરંપરાને કારણે ખોરવાયેલું સમાજજીવન, સતત વધતાં જતાં આર્થિક દબાણો તેમજ સ્થાનપરિવર્તનને કારણે ઘણું બધું બદલાઈ રહ્યું છે. પરિવેશ અને પ્રકૃતિનો છેદ ઊડતાં નવા પ્રશ્નો પણ ઊભા થયા છે. વિવેચકે આ નવીન સંદર્ભોમાં, નવી સંભાવનાઓ સાથે કામ પાડવાનું છે. પ્રાચીન અને પરિચિત સાહિત્ય સાથે તુલનાત્મક પૃથક્કરણ કરીને તેનું મહત્ત્વ પ્રતિપાદિત કરવાનું છે. વિવેચક વાચકની માનસિક ક્ષિતિજનો વિસ્તાર કરવાનું, એની સહ-અનુભૂતિ ખીલવવાનું, પરિવર્તનમાંથી સ્થાયી તત્ત્વોને શોધવાનું અને જીવનને સહિષ્ણુ બનીને અખિલાઈથી જોવાનું સામર્થ્ય આપે છે. એક પરિપ્રેક્ષ્ય માટે, મૂલ્યબોધ અને સંસ્કૃતિની ખોજ માટે, આ સમયગાળામાં વધતી જતી બર્બરતા સામે એક સામાજિક ચેતના જગાવવા કાજે, નૈતિક તાણાવાણા માટે અને ભાષા નામના રહસ્યના સન્માન માટે વિવેચકનું હોવું મહત્ત્વનું છે. આજે સંશોધનની અનુકૂળતા વધી છે. સંશોધનનાં સાધનો પણ ઉપલબ્ધ થયાં છે, પણ સંશોધનની કક્ષા ચિંતાપ્રેરક છે. સંશોધન નિમિત્તે લખાતા મહાનિબંધો, લઘુશોધનિબંધો અને સંશોધનપત્રોની કક્ષા ચકાસવી જોઈએ અને તેમાં ખંત, ચીવટ તથા અભ્યાસશીલતાનું ઉમેરણ કઈ રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. દલિત સાહિત્ય અત્યારે લગભગ સ્થિર થઈ ધ્યાન ખેંચે છે, પણ આદિવાસી સાહિત્ય હજી ઉપેક્ષિત છે. લોકસાહિત્ય પ્રત્યે અભ્યાસીઓ વળ્યા છે એ શુભચિહ્ન છે, પરંતુ લુપ્ત થતા લોકસાહિત્યને સાચવવા અંગે કોઈ સઘન પ્રયાસ થતો નથી. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ પ્રત્યે મૌખિક સહાનુભૂતિ રાખવામાં આવે છે, પણ એમાં મનોરંજન માટેનાં સાંસ્કૃતિક આયોજનો જ બહુધા થાય છે. થોડા કલાકારો વિદેશ જાય કે થોડાં આયોજન થાય, એથી આ કલા વી જશે એમ કહી શકાય નહિ. હકીકતમાં તો આ કલા એ લોકોના વનનો હિસ્સો બનવી જોઈએ. બાળસાહિત્ય માટે ચર્ચા થાય છે, પણ તેનું પરિણામ શું ? આજે જગત બદલાયું છે, બાળસૃષ્ટિ બદલાઈ છે, બાળમાનસ બદલાયું છે. આ નવું પર્યાવરણ ધરાવતું બાળસાહિત્ય આપણે ત્યાં કેટલું ? બાળમાનસનો સર્વસામાન્ય બુદ્ધિ-લબ્ધિઆંક અગાઉની પેઢીનાં બાળકો કરતાં ઘણો વધ્યો છે એ સંદર્ભે તેને તુષ્ટ કરે, તોષે તેવું બાળસાહિત્ય રચાય તે આજની તાતી જરૂરિયાત છે. ઘણી દિશાઓ એ તરફની ખોલવાની રહે છે. ભાષાનું સતત સંમાર્જન આપણો શબ્દકોશ ઘણો દરિદ્ર છે. આપણી પૂર્વેની પેઢીઓ જે શબ્દો પ્રયોજતી હતી, તેનો વિશાળ ભંડાર આપણે ગુમાવ્યો છે. નવા શબ્દો સર્જવાને બદલે અંગ્રેજી શબ્દોથી કામ ચલાવીએ છીએ, પરિણામે પરિભાષાનો મોટો સવાલ ઊભો થયો છે. ભાષાનો સાર્થક ઉપયોગ કરવાને બદલે એનો અમુક પ્રયોજન માટે ઉપયોગ થાય છે. વળી ભાષામાં સતત સંમાર્જનનું જે કાર્ય થવું જોઈએ, તે થતું નથી. ફિસ્સા કે લપટા શબ્દોને દૂર કરવામાં આવતા નથી. Page #14 -------------------------------------------------------------------------- ________________ અર્થવિસ્તાર સાધી ચૂકેલા અથવા તો નવી ચેતનાને પ્રકટ કરતા નવા શબ્દોને આમેજ કરવાના રહે છે. ભાષાને લગતો પ્રશ્ન એક બાજુએ મૂકીને હું આપ સહુને અપીલ કરું છું કે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધે અર્થાત્ ગુજરાતી શબ્દકોશ વધુ ને વધુ સમૃદ્ધ થાય, તેવું આપ સહુ કરી શકો તેમ છો. ‘સાર્થ જોડણીકોશ'માં છે, તેનાથી ઘણા વધારે શબ્દો આપણી પ્રજાના જીવનમાં રોજબરોજના વ્યવહારમાં વપરાતા રહે છે, જેનો આપણને ભાગ્યે જ ખ્યાલ છે. છેક ઉંમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના પ્રદેશમાં કેવી પ્રસન્નતા અર્પે તેવી ભાતીગળ ભાષા બોલાય છે ! આ પ્રદેશોની ભાષા અને બોલીઓના સંખ્યાબંધ શબ્દો આપણા કોશમાં ઉમેરવાની જરૂર છે. આપ સહુને સાહિત્ય પરિષદનું ઇજન છે કે દરેક પ્રદેશમાંથી ‘સાર્થ જોડણીકોશ'માં હોય નહીં તેવા ઓછામાં ઓછા પચાસ શબ્દો પરિષદના કાર્યાલયમાં મોકલી આપે. એ શબ્દો પરિષદના મુખપત્રમાં છપાય તેવી વ્યવસ્થા કરી શકાશે. આપણા ગ્રામજીવનને સ્પર્શતી નવલકથા, નવલિકા અને કવિતાઓ રચાય છે. તેમાંથી પણ કોઈ અભ્યાસી કે વિદ્યાર્થી આવા શબ્દો પસંદ કરીને મોકલી શકે છે. ડાયસ્પોરા સાહિત્યનો ચહેરો સામે આવ્યો છે અને સાહિત્યકાર તે વડે કશુંક નૂતન અંકે કરી લેવાનો પ્રયાસ કરે છે. હમણાં હમણાં પરદેશમાં વસતા ગુજરાતીઓનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટેનો પ્રેમ વધુ ઉત્કટ રૂપે પ્રગટ થતો રહ્યો છે તે આનંદની વાત છે. આપણે ઇચ્છીએ કે પરદેશમાં વસતાં ગુજરાતી કુટુંબો પોતાની રીતે ગુજરાતી ભાષાને સજીવ રાખે અને નવી પેઢીને આ ભાષાને ‘ગુજીંગ્લિશ'ની રીતે નહીં, પણ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ કરવાની તાલીમ આપે. ગુજરાતી સાહિત્યે હવે ટેક્નૉલોજીના યુગમાં પ્રવેશવું પડશે. આધુનિક શોધખોળોનો લાભ લઈને દુર્લભ હસ્તપ્રતો કે જૂનાં સામયિકો કાલગ્રસ્ત થાય તે પહેલાં બચાવી લેવાં જોઈએ. ગુજરાતી કાવ્યસંગ્રહ સાથે એની સીડી પણ મળવી જોઈએ . સર્જકોના અવાજ અને એમના કાર્યને દશ્ય-શ્રાવ્ય માધ્યમમાં જાળવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. જૂના મૂલ્યવાન ગ્રંથોને સીડીમાં ઉતારીને જાળવી રાખવા જોઈએ. વેબસાઇટ અને ઇન્ટરનેટ દ્વારા અદ્યતન સાહિત્યિક સામગ્રી અને પ્રવૃત્તિથી વાચક વાકેફ રહી શકે. કૉન્ફરન્સ દ્વારા અમેરિકામાં વસતો કવિ લંડન અને અમદાવાદમાં પોતાની કાવ્યરચના સંભળાવીને એની વિવેચના તત્કાળ મેળવી શકે. ટેક્નૉલૉજીના સંદર્ભમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિદેશસ્થિત હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન પણ જોવું જોઈએ. લંડનમાં આવેલી બ્રિટિશ લાઇબ્રેરીમાંથી મધ્યકાલીન ગુજરાતીની મૂલ્યવાન હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. ‘વસંતવિલાસ’ની સૌથી જૂની પ્રત આજે આપણી પાસે નથી. દેશમાં આવેલા જ્ઞાનભંડારોનું સૂચીકરણ થાય છે. એ જ રીતે અત્યારે ઇંગ્લૅન્ડમાં ભંડારોનું કામ ચાલે છે. વિદેશ ગયેલી આપણી સાંસ્કૃતિક વિરાસત મેળવવાનો આ એક પ્રયાસ છે. અન્ય ભારતીય ભાષાઓમાંથી ગુજરાતી સાહિત્યે ઘણું મેળવ્યું છે. પણ ગુજરાતી સાહિત્યમાંથી કેટલી કૃતિઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ હશે ? વર્તમાન સમયમાં ભારતીય ભાષાઓમાંથી અને વિદેશી સાહિત્યમાંથી કેટલાય અનુવાદ થાય છે. આ અનુવાદની પ્રવૃત્તિ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. અનુવાદનું મહત્ત્વ ઓછું આંકવાની જરૂર નથી. ગુજરાત પર રવીન્દ્રનાથ ટાગોર અને શરદબાબુનો કેટલો મોટો પ્રભાવ છે ! એ જ રીતે મીર, ગાલિબ અને બીજા ઉર્દૂ કવિઓએ ગુજરાતને કેટલું બધું આપ્યું છે ! ગ્યુઇથે, તૉલ્સ્ટૉય, ચેખૉવ, દોસ્તોયેવસ્કી, મૉલિયર, સાર્વ, કામૂ, બ્રેખ્ત અને બૅકેટનો ભારતીય સાહિત્ય પર કેટલો બધો પ્રભાવ છે ? કોઈ એક ભાષા પર નહીં, ભારતની ઘણી ભાષાઓ પર તેઓનો પ્રભાવ જોવા મળે છે. કૉલરિજ, આર્નોલ્ડ, એલિયટ અને આઈ. એ. રિચાર્ડ્ઝ જેવા વિવેચકોએ ઘણું આપ્યું છે. આથી અનુવાદનું ઘણું મહત્ત્વ રહેવાનું જ છે. અન્ય ભારતીય ભાષાના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થતા રહ્યા છે, તેનાથી એકંદરે લાભ જ થયો છે. ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્યના સંપર્કમાં કદાચ બીજી ભાષાઓ કરતાં કદાચ વધારે નિકટ રીતે આવી શક્યું, તેનું એક કારણ કદાચ આ અનુવાદપ્રવૃત્તિ ગણાય. વળી આપણે અનુવાદ કર્યા, પણ અનુકરણ કર્યું નથી. વળી કોઈ રાજકીય વિચારશ્રેણીનો પ્રચાર કરનાર વાદની પણ ગુજરાતના સાહિત્યકારે ભાગ્યે જ કંઠી બાંધી છે. ક્યારેક સર્જક Page #15 -------------------------------------------------------------------------- ________________ દુનિયા બદલવાનો અભિનિવેશ લઈને નીકળે છે. એનું કામ બદલવાનું નહીં પણ સમજાવવાનું છે, આથી અમુક પક્ષ પર ઝોક મૂકીને ચાલતો સર્જક પ્રચારક બની જાય છે. સાહિત્યની મુખ્ય નિસબત શું હોવું જોઈએ તેના કરતાં શું છે તેની સાથે છે. આથી સાહિત્ય એ ક્રાંતિસર્જક હોતું નથી, પરંતુ કાંતિપ્રેરક હોય છે. એ માનવચિત્તને પરિવર્તિત કરે છે, જે ચિત્ત સમય જતાં ક્રાંતિનું સર્જન કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગાંધીવિચાર વિશે કવિતા કે નવલકથા સર્જનાર આપણો લેખક પણ ‘ગાંધીવાદીની છાપ ધારણ કર્યા વિના સર્જન કરે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઉમાશંકર જોશી આનાં બે મોટાં ઉદાહરણો ગણાય. વળી જેમણે જીવનમાં ગાંધીવિચાર અપનાવ્યો એમણે પણ સાહિત્યમાં ગાંધીવાદનો પ્રચાર કરવાનું રાખ્યું નથી. કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને સ્વામી આનંદ તેનાં સારાં ઉદાહરણો છે. સમાજની સાહિત્યાભિમુખતા આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજનું સાહિત્ય, સાહિત્યકારો અને સાહિત્યિક સંસ્થાઓ વર્તમાન સમાજને સાહિત્યાભિમુખ કઈ રીતે કરી શકે ? વિશ્વમાં શિક્ષણનું પ્રમાણ વૃદ્ધિ પામે છે. આજના યુગમાં સર્વાધિક માનવસંખ્યા શિક્ષિત હોવા છતાં આવનારી પેઢીની સાહિત્ય-અભિમુખતા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. ઈશ્વરને માટે એમ કહેવાય છે કે - રમતે - તે એકલો ૨મતો નથી, એમ ભાવક વગરના સર્જકનો આનંદ પણ ફિક્યું હોય છે. સર્જક સર્જન વેળાએ ભાવકને દૃષ્ટિ સમક્ષ રાખે નહીં, તે સમજી શકાય, પણ આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓ અને ‘કલા ખાતર કલા'ના સિદ્ધાંતની વાત કરતા પાશ્ચાત્ય સાહિત્ય- મીમાંસકો પણ સ્વીકારે છે કે આસ્વાદ વગર સર્જનનો શ્રમ મિથ્યા છે એટલે સાહિત્યકારે પ્રજાના રુચિતંત્રને ઘડે તેવું સાહિત્ય રચવું પડે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં હોટલમાં પ00 રૂપિયા ખર્ચનાર પચાસ રૂપિયાનું પુસ્તક ખરીદશે નહીં. શિક્ષણના ક્ષેત્રમાં આ જ રીતે પાઠ્યપુસ્તક કરતાં ત્રણ ગણી કિંમતની ગાઇડો ખરીદવાનું વિદ્યાર્થીઓનું વલણ જોવા મળે છે. આ પ્રકારની નિમ્ન રુચિ પ્રત્યે તિરસ્કાર કેળવવો જોઈએ. તેને માટે નાની પણ સુઘડ વાર્તારસ ધરાવતી રચનાઓ પ્રજામાં પ્રસરતી કરવી જોઈએ . ૧૯૩૦ના દાયકામાં ગુજરાત વિદ્યાપીઠે, દક્ષિણામૂર્તિ સંસ્થાએ તથા બીજી કેટલીક સંસ્થાઓએ આવું કાર્ય કર્યું. કમાણી કરવાને બદલે એની પાછળ શુદ્ધ સાત્ત્વિક સાહિત્ય પીરસવાની ભાવના રાખી. છેલ્લા બે દાયકાથી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી આ કામ કરી રહ્યા છે. તેમની શાંત-મૂક સાહિત્યસેવાને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે. ઇચ્છા તો એવી છે કે ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં એક-એક મહેન્દ્ર મેઘાણી સાત્ત્વિક સુરુચિપૂર્ણ અને રસદાયક સાહિત્યના ફેલાવા માટે પુરુષાર્થ કરે અને એ માટે આપણી સંસ્થાઓ જરૂરી પ્રબંધ કરે. ગુજરાતી સાહિત્યમાં ગીત અને ગઝલનો પ્રભાવ આજે વિશેષ રૂપે જોવાય છે. આ ગીત અને ગઝલનો ઉપયોગ આપણી વાતને લોકો સુધી પહોંચાડવા માટે કરવો જોઈએ. બધા કવિઓ ગાયક હોતા નથી અને બધા ગાયક કવિ હોતા નથી, પરંતુ સુગમ સંગીતના કલાકારોનો લાભ લઈને કવિઓની કવિતાને વ્યાપક જનસમૂહ સુધી પહોંચાડવી જોઈએ અને એ જ રીતે વાર્તાઓનું પઠન નાનાં-નાનાં કેન્દ્રોમાં થતું રહે તો નવી વાર્તાની ખૂબીઓ લોકોના ધ્યાનમાં આવતી રહેશે. મારો અનુભવ એવો છે કે જે કૃતિ લોકોને પસંદ પડે છે તે ખરીદવામાં પછી સાહિત્યરસિક વર્ગને સંકોચ થતો નથી. સમાજની રુચિ કેળવવી જોઈએ એ માટે ઊંચા બળનું સાહિત્ય લખાય અને સમજાય તે જરૂરી છે. એવો ભાવક વર્ગ તૈયાર થાય કે જેને ઉચ્ચ કોટિના સાહિત્યની અભિરુચિ જાગે. ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્ય સર્જકોને પ્રોત્સાહન આપવાનું છે. મૂળ સર્જનનું બળ હોવું જોઈએ. એનું પોષણ કરવાનું અને સહાય કરવાનું કામ પરિષદ અને એના જેવી અન્ય સંસ્થાઓનું છે. આથી સૌથી મહત્ત્વની બાબત તો સર્જકશક્તિ છે. આવો સર્જ કઉન્મેષ મેળવવા માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી ભાષા અને સાહિત્યને પહોંચાડવાં પડશે. સર્જકે એની સમર્પણશીલતાથી આ કાર્ય કરવાનું છે. આજે રાષ્ટ્ર અને સમાજ માં સંવેદનશીલતા સતત ઘસાતી જાય છે. પ્રજાનો મોટા ભાગનો વર્ગ રીઢા રાજકારણીની ખુશામતમાં અને વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં ડૂબેલો છે. સાહિત્યકાર પણ એમાંથી કઈ રીતે બાકાત રહી શકે ? એક જમાનામાં સાહિત્ય માટે ફનાગીરી નહીં, તો ઓછામાં ઓછું સ્વાર્થનો ત્યાગ કરવાની વૃત્તિ અને Page #16 -------------------------------------------------------------------------- ________________ તેને માટે સહન કરવાની વૃત્તિ હતી તે ય હવે ઓછી થઈ છે. વ્યક્તિને બે રીતે સજ્જતા પ્રાપ્ત થાય. એક શિક્ષક દ્વારા અને બીજું પોતાના પુરુષાર્થથી. માત્ર પદવી મેળવવાથી સજ્જતા કેળવાતી નથી, પરંતુ જે માર્ગ અપનાવ્યો હોય તે માર્ગે દૂર દૂર જવાની દૃષ્ટિ, લક્ષ્ય અને નેમ હોવા જોઈએ. ધ્યેય વગર સજ્જતા કેળવાતી નથી અને એ લક્ષને પહોંચવા માટે ટૂંકા માર્ગ ત્યજીને લાંબા પણ સમગ્ર દર્શન કરાવનાર માર્ગને અપનાવવા જોઈએ. આપણા સાહિત્યમાં આ રીતે સ્વ-પુરુષાર્થથી પ્રગતિ સાધનારા અનેક સાહિત્યકારોનાં દૃષ્ટાંતો મળે છે. સંશોધનના ક્ષેત્રમાં આવેલી ઓટ, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા, સાહિત્યના સિદ્ધાંતો અને રોજબરોજ ઊભા થતા સાહિત્યિક મૂલ્યવત્તાવાળા પ્રશ્નોના અભ્યાસથી દૂર રહેવાનું અકળ વલણ વધતું જાય છે. આપણી શિક્ષણસંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને પીઢ સાહિત્યકારોએ ગંભીર વિચાર કરીને આને માટે જુદાં જુદાં આયોજનો કરવાં જોઈએ. પ્રજાનું હીર અને સત્ત્વ અહીં ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક રણિજતરામ વાવાભાઈનાં કાર્યોનું સ્મરણ થાય છે. ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવીને ઇષ્ટદેવતા કલમની સામે માથું નમાવીને નર્મદે ગદ્ગદ કંઠે કલમને આધારે જીવવાનું નક્કી કર્યું અને ૨૪-૨૪ વર્ષ સુધી આ અસિધારાવ્રત એણે પાળ્યું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતા હસતા જીવન ગાળનાર નર્મદની તિતિક્ષાનું સ્મરણ થાય છે. મુંબઈમાં ધીકતી વકીલાત ચાલતી હોય તથા કચ્છ અને જૂનાગઢ જેવાં રાજ્યોની દીવાનગીરી મળતી હોય, તેમ છતાં ૪૩મા વર્ષે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને આર્થિક સંકડામણ વચ્ચે પણ ગોવર્ધનરામ નિવૃત્તિ લઈને નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર’ મહાનવલનું સર્જન કરે છે. માંદગીની પરંપરા ખર્ચના ખાડામાં ઉતારતી હોવા છતાં દુઃખને પરમશક્તિની ઇચ્છાની પ્રસાદી ગણે છે અને કર્તવ્યને તેનો છેવટનો આદેશ ગણીને અંત સુધી વળગી રહે છે. ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિ માટેની એ સમર્પણવૃત્તિ આજે આપણને પ્રેરણા આપે છે. અમેરિકાના પ્રમુખ જ્હૉન એફ. કેનેડીએ અમેરિકાની પ્રજાને કહ્યું હતું કે દેશે તમને શું આપ્યું એનો વિચાર કરવાને બદલે તમે દેશને શું આપશો તેનો વિચાર કરો. સાહિત્ય પરત્વે આજે આવો અભિગમ કેળવવાની આવશ્યકતા છે. પોતાના સંકુચિત સ્વાર્થ માટે જ નહીં, હવે એણે વિશ્વને વિશે વિચારવું પડશે. અત્યાર સુધી એની સમગ્ર દૃષ્ટિ વિશ્વ પર ફરી વળતી નહોતી, પણ આજે એ પોતાના એકદંડિયા મહેલમાં રહીને સાહિત્યસર્જન કરી શકે તેમ નથી. એફ. આર. લેવિસે કવિતા સાથે ‘કેન્દ્રીય માનવત્વ'નો સંબંધ દર્શાવ્યો છે. આજે એ કેન્દ્રીય માનવતાની ખોજ જરૂરી છે. જીવંત મૂલ્યોની શોધ, સૌંદર્યાત્મક આનંદની શોધ, સામાજિક અને નૈતિક દ્રષ્ટિ આ સઘળું માનવતા આપે છે. પ્રકૃતિ પર વિજય, ટેક્નૉલોજીની દોડ અને આંધળી ભૌતિકતાને કારણે યંત્રમાનવ બનાવનારો માણસ સ્વયં માનવને બદલે યંત્ર બની રહેશે. સાહિત્ય એક ઝાટકે વ્યક્તિને એના આસપાસના વન પ્રત્યે સતેજ કરે છે. માનવજાતિએ જેના પ્રત્યે આંખો મીંચી હતી તે તરફ જાગ્રત કરે છે. જીવન બદલાય, તેની સાથે સાહિત્ય બદલાય, નવા અર્થોને પ્રગટ કરવા માટે એ નવા પ્રકારોનો વિકાસ કરે, પરંતુ આ નવું રૂપ, નવો પરિવેશ સાહિત્યને વિશેષ અંતર્દષ્ટિ સાથે કેન્દ્રીય માનવત્વ તરફ દોરી જાય છે. વિવેચકો ભલે નવલકથા કે કવિતા નાભિશ્વાસ લઈ રહ્યાની વાત કરે કોઈ એક સાહિત્યપ્રકાર કે સાહિત્યિક આંદોલનના અવસાનની ઘોષણા કરે, પણ કોઈ ને કોઈ સ્વરૂપે સાહિત્યસર્જન તો જીવતું રહેવાનું જ. જ્યાં સુધી માનવીનું હૃદય ધબકે છે, એનું બુદ્ધિતંત્ર કાર્યશીલ છે એની એષણાઓ કરમાયેલી નથી અને તેના આત્માને આનંદરૂપે કોળવાની તક છે, ત્યાં સુધી માણસને મળેલી શબ્દની ભેટ સાહિત્યના આવિષ્કાર રૂપે પ્રવર્તતી રહેશે, તે નિઃશંક છે. ગુજરાતી પ્રજાનું હીર અને સત્ત્વ ભૂતકાળમાં સાહિત્યકલા રૂપે આવિષ્કૃત થતું રહ્યું છે તેવું વર્તમાન અને ભાવિ પેઢીમાં પણ થતું રહેવાનું છે, એમાં શંકા નથી. આ પ્રકારના સાહિત્યના ઉન્નયન માટેની જવાબદારી સર્જકો, ભાવકો અને સાહિત્યને પોષતી સાહિત્ય-પરિષદ જેવી તમામ સંસ્થાઓની બને છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ " મારી નિસબત છે કચ્છપ્રદેશના સંતકવિ દાદા મેંકણે લુહારની કોઢના ઘરગથ્થુ દૃષ્ટાંતથી આપેલા ઉદાહરણનું સ્મરણ થાય છે : ખુશીએ જો ખુરો કરે, ધમણ ધોંણ મ લાય; ફૂડજી ગારે કેકરી, સચો સોન પાય. ખુશીઓની ભઠ્ઠી સળગાવી, ધમણની ફૂંકને તું બંધ ન કરતો; જૂઠાણાંની કાંકરીને ઓગાળીને સત્યનું સોનું તું પ્રાપ્ત કરી શકીશ. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે આપેલું વક્તવ્ય. તા. ૨૪-૧૨-૨૦૦૬ આખું આકાશ આંખમાં ભરી લેવાની પહેલેથી જ ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નિરખતો, પરંતુ એનાથી ક્યારેય ધરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો બાપ પામવાની. પ્રકૃતિમાં જે પસંદ એ જ પ્રવૃત્તિમાં પસંદ. એક ક્ષેત્રની સીમાઓમાં બંધાઈ રહેવાને બદલે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘુમવાનું ગમે અને એ રીતે *વ્યાપ'નો મનભર, વિચારસમૃદ્ધ અનુભવ થાય. સદ્ભાગ્યે આકાશસમગ્રને આંખમાં ભરી લેવાની એક દૃષ્ટિ મળી અને તે છે મૂલ્ય સાથેની નિસબત. સંકીર્ણતાનો ત્યાગ કરીને વ્યાપક ભૂમિકા પર વિચાર કરવાની વૃત્તિ જાગી અને એની સાથે મુલ્યને કેન્દ્રમાં રાખીને જીવનના આચાર-વિચાર ઘડાય એવી પ્રતીતિ થઈ. મૂલ્ય સાથેની નિસબતે જીવન અને સાહિત્ય વચ્ચેની દિવાલ દૂર કરી. જીવનની નિસબત એ જ સાહિત્યની નિસબત બની ગઈ. આ મૂલ્ય-દૃષ્ટિએ આકાશમાં કેટલાંય મેઘધનુષ રચ્યાં. પ્રવૃત્તિઓના કેટલાય આનંદ રંગો રેલાવ્યા અને એથી જ આફ્રિકાના નાટ્યકાર સોયન્કા કે ઑસ્ટિન બુકન્યાની સાથોસાથ સચિનના ડ્રાઈવ અને રોનાલ્ડોના ગોલ માણવાની મજા માણી. ઉપનિષદ, ગીતા અને જૈનદર્શનોનું સારતત્ત્વ પામવાનો આનંદ મળ્યો. વર્તમાન સમયમાં શ્રીમદ્ રાજચંદ્રની મહાત્મા ગાંધીની વિચારધારા પર અસર કરનારી જીવનકથા ગમી ગઈ. શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓના અધ્યાપન ઉપરાંત એમની જીવનશૈલીનો વિચાર કરતો થયો. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા મૂંગે મોંએ ઘસાઈને ઊજળા થવાનો આનંદ આવ્યો. પિતાશ્રી લેખક હોવાથી સાહિત્ય અને સાહિત્યકારોની વચ્ચે બાળપણ વીત્યું. ઝવેરચંદ મેઘાણી રાણપુરમાં વસતા હતા ત્યારે મારા મામાના ઘરની સાવ નજીકમાં. એમનો ‘કાં ભાઈ નો લહેકો આજે ય કાનમાં ગૂંજે છે. ‘ધૂમકેતુ’ આવે ત્યારે ખિસ્સામાં ચોકલેટ હોય જ. ઘરમાં બેસતાં પહેલા Page #18 -------------------------------------------------------------------------- ________________ અમને - બાળકોને - બોલાવીને ચોકલેટ આપે. ગુણવંતરાય આચાર્યની ટૂચકા અને ઓઠા સાથે વાતને મલાવીને હલકર્ભર કહેવાની રીત ગમે. દુલેરાય કારાણી જુસ્સાભેર કચ્છની વીર કથા કહે, તો કાગ બાપુ ભાવ-તરબોળ થઈ જવાય તેમ રામાયણનું રહસ્ય ખોલી આપે. કનુ દેસાઈ, ધીરુભાઈ ઠાકર, ચંદ્ર ત્રિવેદી, ગુર્જરના મુરબ્બી ગોવિંદભાઈ અને શંભુભાઈ જેવા સહુને મળવાનું બનતું, આ કલાજીવીઓના મેળાપની વિશેષતા એ કે એમાં ક્યાંય કોઈની ટીકા કે દ્વેષ ન મળે. માત્ર મસ્તી રેલાતી હોય. પરસ્પર માટેનો હૃદયનો પ્રેમ પ્રગટતો જાય. પરિણામે ઉદાર, પ્રેમાળ અને જિંદાદિલ હોય એ જ સાહિત્યકાર હોય એવી મનમાં ગાંઠ બંધાઈ ગઈ. સૌથી વધુ પ્રભાવ પં. સુખલાલજીનો અનુભવ્યો. શાસ્ત્રોનો અભ્યાસ, સત્ય પ્રાપ્તિની તીવ્ર ઇચ્છા, શારીરિક મર્યાદાને ઓળંગતું આંતરિક ખમીર- એ બધું સાથેલાગુ જોવા મળ્યું. ઘરમાં રોજ સવારે પિતાશ્રીનું લેખન કાર્ય ચાલે. અક્ષર સુંદર, પેનને બદલે કલમ વાપરે. મને મનમાં થતું કે હું પણ કંઈક લખું. એ સમયે બાળસાપ્તાહિક ‘ઝગમગ'ની જાહોજલાલી હતી. ‘ગુજરાત સમાચાર' કરતાં પણ એની વધુ નકલ પ્રકાશિત થતી. એમાં વાર્તા મોકલી. ‘જયભિખ્ખના પુત્ર હોવાને કારણે એ પ્રકાશિત થાય તે તો ગમે નહીં ‘જયભિખ્ખનું મૂળ નામ બાલાભાઈ હતું. કદાચ બાલાભાઈ નામ લખવાથી તંત્રીને ખ્યાલ આવી જાય તો ? તેથી કુ. બા. દેસાઈના નામે વાર્તા મોકલી. વાર્તા સ્વીકારાઈ. મનમાં થયું કે આની બે-ત્રણ નકલ વધુ લઈ આવું, જે થી મિત્રોને બતાવી શકાય. એ નકલ લેવા સાપ્તાહિકના કાર્યાલય પર ગયો ત્યારે એના તંત્રી મળ્યા, એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક ‘જયભિખ્ખું'નો હું પુત્ર છું તો તે જાણીને આનંદ થયો. મને બેસાડ્યો અને નિયમિતરૂપે કોલમ લખવા કહ્યું. નવમા ધોરણની એ વાત હશે. ત્યારથી લેખનનો પ્રારંભ થયો. આથી કોલમ લખવાનો મહાવરો એવો કે અર્ધા-પોણા કલાકમાં કોલમ લખાઈ જાય. ઘણી વ્યક્તિ એકાદ કોલમ લખતી હોય તો એના બોજ હેઠળ દબાઈ જતી હોય છે. આવો બોજ મને કદી લાગ્યો નથી. આખું આકાશ પામવાની એ મૂલ્ય-દૃષ્ટિએ જોયું કે માનવીના જીવનમાં સૌથી મોટો ધર્મ હોય તો તે માનવતા છે અને સૌથી મોટું કાર્ય હોય તો તે માનવકલ્યાણ છે. પરિણામે સાહિત્ય સર્જનના એવા વિષયો મળવા લાગ્યા કે જેના આલેખનથી સ્વયે પ્રસન્નતાનો અનુભવ થાય. કોલેજના અભ્યાસકાળ સમયે ‘લાલ ગુલાબ' નામે લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર લખ્યું. એની ૬૦,000 જેટલી નકલો વેચાઈ. હજી કોલેજનો અભ્યાસ પૂરો કર્યો અને અધ્યાપક તરીકેની કારકિર્દીના પ્રારંભે જ પિતાનું અવસાન થયું. જૈન સમાજ માં લેખક થવું મુશ્કેલ. જ્યારે ‘જયભિખ્ખું 'એ એ સમયે આવી ફકીરી મોજથી સ્વીકારી હતી અને સાહિત્યના આ કે તે જૂથમાં રહેવાને બદલે પોતીકી રીતે લેખનપ્રવૃત્તિ કરી હતી. મૃત્યુ પહેલા એકાદ મહિના પૂર્વે પોતાની રોજનીશીમાં પોતાના અવસાન સમયે શું કરવું - ન કરવું એની ઝીણામાં ઝીણી સૂચના આપી હતી અને એનું અંતિમ વાક્ય હતું, ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.' જયભિખ્ખએ મોગલયુગ, રજપૂતયુગ અને વૈષ્ણવભક્તિ જેવા વિષયો પર સફળતાથી કલમ ચલાવી, પરંતુ સર્જે કોને ‘લેબલ' લગાડીને જોનાર લોકો એમની વ્યાપકતાને જોઈ શક્યા નહીં. આ ગાળામાં સર્જક ‘ધૂમકેતુ’નું એક વાક્ય મનમાં જડાઈ ગયું. એમણે એમ કહ્યું કે મીરાં એ હિંદુઓ પાસે હતી તો જગતની કવયિત્રી બની અને આનંદઘન જૈનો પાસે હતા તેથી સાવ ભૂલાઈ ગયા. એમની આ ટકોરના પરિણામે આનંદઘનનાં પદો અને સ્તવનો વાંચવાનું બન્યું. એની આધ્યાત્મિક ઊંચાઈ સ્પર્શી ગઈ. ચારસો જેટલી હસ્તપ્રતોને આધારે ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કર્યો. પં. બેચરદાસ દોશી અને ભોગીલાલ સાંડેસરા જેવા સંશોધકોની ચકાસણીમાં એ મહાનિબંધ સફળ પૂરવાર થયો. પછી તો લેખનયાત્રા સાથે સંશોધન-ખેપ ચાલતી રહી. નવલિકા, ચરિત્ર, સંશોધન, વિવેચન, બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની રચના કરી. પંદર જેટલાં સંપાદનો કર્યા પણ આ બધાની પાછળ કોઈ મૂલ્યને અનુલક્ષીને સર્જન કરવું એવો ભાવ સતત રહે. સાહિત્યસમીપ વસવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. સર્જકના શબ્દ પાસે જઈએ ત્યારે એની ચેતનાનો સંસ્પર્શ ચિત્તને વિસ્મયનો, આનંદનો અનુભવ કરાવે છે. આવા સાહિત્યસ્વામીઓની વાડ્મયસૃષ્ટિની થોડી વાત આજે વિમોચન પામેલા ‘શબ્દસમીપમાં કરી છે. અધ્યાપક તરીકે બે કામ સાથોસાથ ચાલે. એક તો ‘શબ્દસંનિધિ' અને Page #19 -------------------------------------------------------------------------- ________________ ‘ભાવન વિભાવન’ જેવા વિવેચન સંગ્રહ પ્રગટ કર્યા, ‘જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક', ‘વાચક મેરુસુંદરસૂરિ બાલાવબોધ', ‘અપ્રગટે મધ્યકાલીન કૃતિ' જેવા મધ્યકાલીન સંશોધનના ગ્રંથો તૈયાર થયાં. અભ્યાસકાળમાં ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, દલસુખભાઈ માલવણિયા, યશવંત શુક્લ, મધુસૂદન પારેખ, પ્રબોધ પંડિત પાસે અભ્યાસ કરવાની જ નહીં, પણ ગુરુચરણે રહેવાની તક મળી. એક સમયે જ્યાં બેસીને ઉમાશંકરભાઈના વ્યાખ્યાન સાંભળતા હતા, એ ભાષાભવનમાં આજે વ્યાખ્યાન આપતી વખતે ઘણી પુણ્યસ્મૃતિઓ અનુભવાય છે. મૂલ્યલક્ષી જીવનનો મહિમા હોવાથી ચરિત્ર લેખનમાં આનંદ આવ્યો. બુદ્ધિસાગરસૂરિ અને કલાસસાગરસૂરિજી જેવા સાધુઓનાં ચરિત્રો કે આફ્રિકામાં જઈને એક સૈકા પહેલા આફ્રિકનોને ઉદ્યોગ શીખવનાર પ્રેમચંદ વ્રજપાળ શાહના ચરિત્રની રચના કરી. મહાયોગી આનંદઘનના અભ્યાસે એક નવી દિશા ખોલી આપી. તેને પરિણામે જૈનદર્શનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જૈનદર્શન જીવનધ્યેયને વધુ અનુરૂપ બની રહ્યું. રૂઢ ક્રિયાકાંડ કે પ્રચલિત માન્યતાને બદલે દર્શનના પ્રકાશમાં શાશ્વત મૂલ્યોને પામવાની મથામણ શરૂ થઈ. આને પરિણામે પ્રવચનો, લેખો, ગ્રંથો અને વિદેશ પ્રવાસ શરૂ થયા. દર્શનના અભ્યાસે જીવન જોવાની નવી દૃષ્ટિ અને પ્રસન્ન રહેવાની ઘણી ખુબીઓ આપી. અનેકાંતવાદના અભ્યાસે સંઘર્ષને બદલે સંવાદ રચવાની વિરલ સમજણ આપી. ભિન્ન ભિન્ન ક્ષેત્રના ઉત્કૃષ્ટ માનવીઓને જોયા પછી આપોઆપ પોતાના કાર્ય વિશે નમ્રતાનો ભાવ રહ્યો. અમદાવાદના ટાઉનહોલથી માંડીને યુનાઈટેડ નેશન્સના ચેપલ સુધી વક્તવ્ય આપવાની તક મળી. ઇંગ્લેન્ડના ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ, વેટિકનના પોપ જહોન પોલ (દ્વિતીય) અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા જેવી વ્યક્તિઓને મળવાની અને તેમની સાથે ચર્ચા કરવાની તક મળી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના કો-ઓર્ડિનેટર તરીકે વિશ્વસ્તરે કામગીરી અને આયોજન કરવાનો અમૂલ્ય અનુભવ મળ્યો. નેમુ ચંદરિયા જેવી વ્યક્તિનો પરિચય થયો. વિદેશમાં એટલા અને એવા મિત્રો મળ્યા છે કે ઘણીવાર દેશ-વિદેશ વચ્ચે ભેદ લાગતો નથી. ૧૯૯૩માં શિકાગોની ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ'માં તથા ૧૯૯૯માં કંપટાઉનમાં યોજાયેલી ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ'માં વક્તવ્ય આપવાનું બન્યું, પણ સાથોસાથ વિશ્વના ધર્મદર્શનના અગ્રણીઓ, વિચારકો અને ઍક્ટિવિસ્ટોના સંપર્કમાં આવવાનું બન્યું. જૈનદર્શન વિશેના પુસ્તકો, તીર્થંકર ચરિત્ર તથા મહત્ત્વનું યોગદાન કરનાર ચરિત્રોનું આલેખન થયું, એની સાથોસાથ એક અભાવ ખટકવા લાગ્યો અને તે જૈનધર્મ વિશેના અંગ્રેજી પુસ્તકોનો. તેના પરિણામે દસેક જેટલાં પુસ્તકો પ્રગટ થયા. અનેક દેશના પ્રવાસે જવાનું બન્યું. આજે તેની નોંધો અને એના લખાણો ગ્રંથસ્થ થવાની રાહ જુએ છે. એવું જ પત્રકારત્વમાં બન્યું. બત્રીસ વર્ષથી ‘ઇંટ અને ઈમારત' કૉલમ લખું છું, પણ એનો સંગ્રહ અદ્યાપિ પ્રગટ કરી શક્યો નથી. પત્રકારત્વનું લખાણ અને સાહિત્યનું લખાણ તદ્દન ભિન્ન બાબત લાગતી હોવાથી અખબારમાં પ્રગટ થયેલ સમગ્ર સામગ્રીનું પુનર્લેખન કરું છું. પત્રકારત્વમાં પણ એક જ દૃષ્ટિ અને એને કારણે ચાલીસેક વર્ષ થયાં છતાં વાચકોનો એટલો જ પ્રેમ બધી કૉલમને મળતો રહ્યો છે. વાસુદેવ મહેતા પાસેથી મળેલી પત્રકારત્વની આકરી તાલીમ આશિષરૂપ પૂરવાર થઈ. ‘ગુજરાત સમાચાર 'નો સદા સ્વજન જેવો સાથ રહ્યો. શાંતિલાલ શાહની પ્રેરણા, શ્રેયાંસભાઈ અને બાહુબલિભાઈ સાથેનો આત્મીય સંબંધ સદાય પારિવારિક સંબંધ જેવો રહ્યો છે. અખબારી લેખન અને સાહિત્યિક લેખન બંને એકબીજાના પર્યાય બની જાય તેવો મારો પ્રયત્ન છે. અખબારમાં સાહિત્યિક સુગંધવાળું લખાણ આવે. અતિશયોક્તિ, અખબારી શબ્દાળુતાનો ત્યાગ કરીને શુદ્ધ સાહિત્યિક રચના માટે પ્રયાસ કર્યો. પેલી દૃષ્ટિ પ્રવૃત્તિઓ તરફ લઈ ગઈ અને તેને કારણે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. જેમાં અનુકંપા ટ્રસ્ટ દ્વારા પીડિતોને સહાય, વિદ્યાવિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સર્જકોને સહાય અને બોટાદ જેવા જિલ્લાના રેડક્રોસના અન્વયે નેત્રયજ્ઞો જેવા અનેક કાર્યો થઈ શક્યા છે. ધરતીકંપ સમયે પંદરેક લાખ રૂપિયા જેવું ભંડોળ એકઠું કર્યું હતું. વિશ્વકોશના પ્રારંભકાળના માઠા દિવસોનું સ્મરણ છે. અઢી કરોડનો પ્રોજેક્ટ અને માત્ર તેર લાખ રૂપિયા. છતાં વિદ્યાતપને કારણે આ પ્રવૃત્તિએ આગવી ભાત પાડી. વિશ્વકોશની સફળતા એ ગુજરાતમાં રહેતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધ્યાપકોના સહકારને કારણે જ છે. કદાચ વિશ્વ કોશ ન થયો હોત તો ગુજરાતમાં આટલું મોટું વિદ્યાધન રહેલું Page #20 -------------------------------------------------------------------------- ________________ ( કુમારપાળ દેસાઈ કેટલીક વિગતો છે, તેની પ્રતીતિ કદાચ ન થાત, વિદ્વાનોને સક્રિય કરવાની પ્રવૃત્તિ વિશ્વકોશ વતી થઈ તેમાં નિમિત્તરૂપ બન્યાનો આનંદ છે. સાહિત્યિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં મને જોતરવાનું કામ રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાન્ત મહેતા અને ચંદ્રકાન્ત શેઠ વગેરેએ કર્યું છે. ગુજરાત સાહિત્ય સભાનો ચંદ્રક એનાયત કરવા માટે આભાર માનું છું. ચંદ્રક કે ઍવોર્ડને મારા કાર્યના એપ્રીસીએશન રૂપે લખું છું અને તે ક્ષેત્રમાં વધુ કાર્ય કરવા માટેનો પડકાર ગણું છું. આ જે કંઈ છે તેની પાછળ રહેલું છે પેલું આકાશ અને પેલી દૃષ્ટિ. શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વક્તવ્ય, વર્ષ ૨૦૦૧ સામાન્ય રીતે વ્યક્તિ એક ક્ષેત્રમાં પ્રગતિ કરીને એમાં ટોચની સિદ્ધિ મેળવે છે, પરંતુ કેટલીક વિરલ વ્યક્તિઓ એવી હોય છે કે જે જુદાં જુદાં ક્ષેત્રમાં કાર્ય કરીને એ પ્રત્યેકમાં શ્રેષ્ઠતા હાંસલ કરે છે. આવી વ્યક્તિ છે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, જેમને ૨૦૦૪માં તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના કાર્ય માટે ‘પદ્મશ્રી'નું રાષ્ટ્રીય સન્માન એનાયત કર્યું હતું. સાહિત્ય માત્ર ૧૧ વર્ષની વયે ‘ઝગમગ' સાપ્તાહિકમાં વાર્તા લખીને પોતાના લેખનનો પ્રારંભ કરનાર. એમણે અનામી શહીદની એ વાર્તા કુ. બા. દેસાઈના નામે લખી હતી, જેથી જયભિખ્ખના પુત્ર છે તેવો સંપાદકને ખ્યાલ આવે નહીં. ચરિત્ર, વિવેચન, સંશોધન, અનુવાદ, બાળસાહિત્ય, ચિંતનાત્મક સાહિત્ય, પ્રૌઢ સાહિત્ય અને પ્રેરક સાહિત્ય જેવા જુદાં જુદાં સ્વરૂપોમાં પુસ્તકોનું સર્જન કરનાર. | ગુજરાતી સાહિત્યનું પ્રમુખપદ, જે પૂર્વે ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધી કે કનૈયાલાલ મુનશી શોભાવી ચૂક્યા છે, તે સાહિત્ય પરિષદના ૪૪મા પ્રમુખ તરીકે કામગીરી. ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા પ્રમુખ તરીકે ૨૪ ડિસે. ૨00૯ના રોજ માંડવી જ્ઞાનસત્રમાં થયેલી વરણી. (૨૦૬). છેક ૧૯૮પની રજી ડિસેમ્બરથી ગુજરાતની અગ્રણી સાંસ્કૃતિક સંસ્થા ગુજરાતી વિશ્વકોશના એક સ્થંભ તરીકે એના પ્રેરણાપુરૂષ ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે કામગીરી, પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરના અવસાન પછી અનેક જુદા જુદા પ્રકલ્પો દ્વારા નવી સિદ્ધિઓ સર્જનાર. | દોઢસો વર્ષની ગૌરવભરી પરંપરા ધરાવતી ગુજરાત વિદ્યાસભાના ઉપપ્રમુખ, શ્રી ચન્દ્રવદન મહેતા મારક સમિતિ અને પ્રા. અનંતરાય મ. રાવળ સ્મારક સમિતિના પ્રમુખ તેમજ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના મંત્રી ભારત સરકારના ચાર અને ગુજરાત સરકારના પારિતોષિકો પ્રાપ્ત Page #21 -------------------------------------------------------------------------- ________________ સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર (૨૦૦૯) *' ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત તા. ૯-૭-૨૦૧૧નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર મધ્યકાલીન સાહિત્ય કૃતિઓનું સંશોધન તેમાં મહાયોગી આનંદઘનજી વિશે વિશેષ ઊંડાણમાં સંશોધન, સંશોધન કાર્ય માટે ભક્તિસાહિત્યના ઉત્કૃષ્ટ પુસ્તક તરીકે ‘આનંદઘન : એક અધ્યયન'ને રાજસ્થાનની ‘લોકસંસ્કૃતિ શોધસંસ્થાન’ તરફથી અપાતું ‘હનુમાનપ્રસાદ પોદાર પારિતોષિક' (૧૯૮૩). મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્યકારને અપાતું કવિ નર્મદ પારિતોષિક (૨૪ ઓગસ્ટ, ૨૦૧૪) ગુજરાત સાહિત્ય સભા તરફથી ૨૦૧પનો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક વિશ્વ ગુજરાતી સમાજ તરફથી શ્રી કાનજીભાઈ દેસાઈ પ્રતિભા એવોર્ડ, ૨૦૧૫ કરનાર. મહાયોગી આનંદઘનની ચારસો જેટલી હસ્તપ્રતોનું સંશોધન કરીને મહાનિબંધ લખીને પીએચ.ડી. મેળવનાર ડૉ. કુમારપાળ દેસાઈએ એ વિશે ત્રણ પુસ્તકો લખ્યા છે. એમના સોળ જેટલાં અંગ્રેજી પુસ્તકોમાં Glory of Jainism (1998), A Pinnacle of Spirituality (2000), Tirthankar Mahavir (2003), Jainism : The CosmicVision (2008), The Brave Hearts (2009) નો સમાવેશ થાય છે. દિવ્યાંગો માટેના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પોંખાયેલા ‘અપંગનાં ઓજસ” પુસ્તકની આઠ આવૃત્તિ પ્રગટ થઈ છે તેમજ તે બ્રેઇલ લિપિમાં પ્રગટ થયું છે. લેખકે પોતે હિંદી ભાષામાં કરેલા અનુવાદ ‘અપfહન તન ટન મન'ની ત્રણ આવૃત્તિ અને અંગ્રેજી અનુવાદ The Brave Hearts'ની ચાર આવૃત્તિ પ્રગટ થઈ છે. લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ'ની એક સાથે ૯૦,000 નકલો વેચાઈ હતી. (૧૯૬૬) | NCERT – દ્વારા ભારતના એ વર્ષના બાળસાહિત્યના ભારતની તમામ ભાષાના પારિતોષિક પ્રાપ્ત સામયિકોમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે ‘નાની ઉંમર, મોટું કામ 'ને ઍવૉર્ડ (૧૯૭૮) માનવમૂલ્યોને પ્રેરતા સાહિત્યસર્જન માટે શ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતા એવોર્ડ, પૂજ્ય પાંડુરંગ આઠવલેના હસ્તે (૧૯૯૮) શિષ્ટ, સાત્વિક અને મૂલ્યલક્ષી સાહિત્યોપાસના માટે સંસ્કૃતિ સંવર્ધન ઍવૉર્ડ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક કેન્દ્ર, કોબા, રજતજયંતિ વર્ષ (૧૭.૧૨.૨૦OO) બ્રિટનની સત્તર જેટલી સંસ્થાઓએ આપેલો ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ' ગુજરાત સાહિત્ય સભા દ્વારા ગુજરાતી સાહિત્ય માટે ‘શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક - ૨૦૦૧. સાહિત્યસર્જન માટે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક – ‘કલાગુર્જરી” અને પરિષદના સંયુક્ત આયોજનમાં શ્રી ધીરુબહેન પટેલના હસ્તે, ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન, કાંદીવલી, મુંબઈ (૨૩.૧૨.૨૦૦૫) ‘જૈનિઝમ : ધ કોસ્મિક વિઝન’ પુસ્તક માટે સ્વ. પ્રદીપકુમાર રામપુરીયા શિક્ષણ એચ. કે. આર્ટ્સ કૉલેજમાં ફેલો (૧૯૬૪-૬૫), નવગુજરાત કૉલેજમાં અધ્યાપન-કાર્ય (૧૯૬૫થી ૧૯૮૩), એ પછી ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક (૧૯૮૩થી ૨000) ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ (૨૦૦૧થી ૨૦૦૪) અને ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખાના ડીન (૨૦૦૩થી ૨૦૦૪) તરીકે કામગીરી. ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, ગાંધીદર્શન અને શાંતિ સંશોધન એમ પાંચ વિષયના પીએચ.ડી.ના પૂર્વ માર્ગદર્શક અધ્યાપક અને અત્યારે જૈન વિશ્વભારતી લાડનુના ‘જૈનદર્શન અને તુલનાત્મક ધર્મ” વિષયના પીએચ.ડી.ના માર્ગદર્શક. ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ પીએચ ડી ની પદવી મેળવી છે. | ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં સંશોધન અંગેનું ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક (૧૯૮૧ અને ૧૯૮૫) સરદાર પટેલ યુનિવર્સિટી આયોજિત ગુજરાતની યુનિવર્સિટીઓ અને કૉલેજ માં વિનયન વિદ્યાશાખામાં થતાં સંશોધનકાર્ય અંગે ઉત્કૃષ્ટ સંશોધનલેખ Page #22 -------------------------------------------------------------------------- ________________ માટે હરિ ઓમ આશ્રમ પ્રેરિત પારિતોષિક (૧૯૮૩) ગુજરાત સરકાર દ્વારા અહિંસા યુનિવર્સિટીના એક્ટ એન્ડ પ્રોજેક્ટ સમિતિના ચેરમેન તરીકે કામગીરી. અત્યારે જૈન વિશ્વભારતી ઇન્સ્ટિટ્યૂટ, લાડનૂના પ્રોફેસર એવું એમનીટ્સ ગુજરાત વિદ્યાપીઠના એડજક્ટ પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા. પત્રકારત્વ સામાન્ય રીતે ઓડિટોરીયલ પેજ પર તંત્રી લેખની બાજુમાં રાજ કીય, સામાજિક કે સાંપ્રત વિષય પરના લેખો આવતા હોય છે, જ્યારે ‘ગુજરાત સમાચારમાં છેલ્લાં ૬૩ વર્ષથી ‘ઈટ અને ઇમારત' કૉલમ પ્રગટ થાય છે, જેમાં મૂલ્યનિષ્ઠ સાહિત્ય, સામાજિક ઉત્થાન કરે તેવા પ્રસંગો અને વિચારો અભિવ્યક્ત કરવામાં આવે છે. આ કૉલમ ૧૯પ૩ થી ૧૯૬૯ સુધી સાક્ષર જયભિખ્ખ લખતા હતા. એમના અવસાન પછી ઘણી યુવાન વયે કુમારપાળ દેસાઈએ આ કૉલમ લખવાની શરૂઆત કરી અને એ રીતે છેલ્લાં ૬૩ વર્ષથી સતત ચાલતી આવતી આ લોકપ્રિય કોલમ ગુજરાતના સંસ્કાર ઘડતરમાં આગવી બની રહી દિવસનો પરિસંવાદ યોજ્યો હતો અને એના ફળરૂપે ‘સાહિત્ય અને પત્રકારત્વ' નામે પુસ્તક પ્રગટે કર્યું હતું. પત્રકારત્વમાં આપેલા યોગદાન અંગે કુમારપાળ દેસાઈને ઘણાં ઍવૉર્ડ મળ્યા છે. તેમાં પત્રકાર યક્ષેશ શુક્લ ઍવૉર્ડ, નયનજ્યોત ઍવૉર્ડ , નવચેતન સામયિક દ્વારા રજતચંદ્રક અને નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા ‘ગૌરવ ઍવૉર્ડ’ તેમજ ‘મિલેનિયમ ઍવૉર્ડ' નવગુજરાત મલ્ટિ કોર્સ ઇન્સ્ટિટ્યૂટના જર્નાલિઝમના ડાયરેક્ટર તરીકે કામ કરનાર કુમારપાળ દેસાઈએ વર્ષો સુધી પત્રકારત્વ વિષયના વ્યાખ્યાતાનું કામ કર્યું છે અને એમના માર્ગદર્શન હેઠળ પત્રકારત્વમાં વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી છે. રમતગમત ગુજરાતમાં એક સમયે ક્રિકેટના એન્સાયક્લોપીડિયા તરીકે જાણીતા. કુમારપાળ દેસાઈએ લખેલાં ‘ક્રિકેટનાં વિશ્વવિક્રમો’, ‘ભારતીય ક્રિકેટરો’ અને ‘ક્રિકેટ રમતા શીખો' (ભાગ-૧-૨)ની ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં લખેલાં પુસ્તકોની એક લાખથી વધુ નકલો વેચાઈ હતી. દાયકાઓ સુધી અગ્રણી રમતસમીક્ષક તરીકે અખબારોમાં સમીક્ષા લખનાર તથા રેડિયો અને ટેલિવિઝન પર ક્રિકેટ અને ફૂટબોલની સમીક્ષા કરનાર. ભારતમાં થતાં મહત્ત્વનાં ક્રિકેટ પ્રવાસ સમયે ‘ક્રિકેટ જંગ' નામના સામયિકનું પ્રકાશન, ઇંગ્લેન્ડની ક્રિકેટર મેગેઝીન ક્લબના સદસ્ય સુરત સીટી જર્નાલિઝ વેલફેર ફંડ સંસ્થા દ્વારા બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટનો ઍવૉર્ડ (૨૦૧૦) ધર્મદર્શન જૈનદર્શનનાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન, પ્રવચનો, પુસ્તકો, કૉલમ્સ અને સંસ્થાઓ દ્વારા જૈનદર્શનની વ્યાપક જનસમૂહને સ્પર્શે તેવી પ્રસ્તુતિ કરનાર. જૈનદર્શન વિષયક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ૭૦ પુસ્તકો, માત્ર ૧૧ વર્ષની ઉંમરે પત્રકારત્વમાં લેખનનો પ્રારંભ કરનાર કુમારપાળ દેસાઈ છેલ્લાં પપ વર્ષથી મૂલ્યનિષ્ઠ, પ્રેરક તથા સમાજ અને રાષ્ટ્રને સુદઢ બનાવે તેવા કૉલમ્સ લખી રહ્યા છે. ગુજરાત સમાચારમાં ‘ઇંટ અને ઇમારત' ઉપરાંત ‘આકાશની ઓળખ', ‘ઝાકળ બન્યું મોતી', ‘પારિજાતનો પરિસંવાદ’ અને ‘જાણ્યું છતાં અજાણ્યું” જેવાં કૉલમ્સ લખનાર કુમારપાળ દેસાઈ વિદેશ યાત્રાએ હોય કે પ્રવાસમાં હોય, તો પણ એમની નિયમિતતા ને કારણે ક્યારેય એક પણ કૉલમ પ્રગટ થાય નહીં તેમ બન્યું નથી. ગુજરાત ગ્રંથનિર્માણ દ્વારા પ્રગટ થયેલ અખબારમાં કૉલમ્સ, તંત્રીલેખ અને લેખો કેવી રીતે લખાય તેની ચર્ચા કરતું ‘અખબારી લેખન' પુસ્તક વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને અત્યંત ઉપયોગી બની રહ્યું છે અને એને ગુજરાત સાહિત્ય એકેડેમીનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ‘સાહિત્ય અને પત્રકારત્વ' વિશે બે Page #23 -------------------------------------------------------------------------- ________________ અખબારો અને સામયિકોમાં લેખો તથા દેશ-વિદેશમાં પ્રવચનો. અમેરિકા, ઇંગ્લેન્ડ, કેન્યા, બેલ્જિયમ, સિંગાપોર, મલેશિયા, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં જૈનદર્શન અને ભારતીય સંસ્કૃતિ તેમજ ગુજરાતી ભાષા-સાહિત્ય વિશે વક્તવ્ય અને ૨૫ જેટલાં વિદેશ પ્રવાસો. અમેરિકાની તમામ જૈન સંસ્થાઓના ફેડરેશન ‘જૈના' દ્વારા વિદેશમાં વસતા જૈન વિદ્વાનને મળતો પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ | શિકાગો અને કેપટાઉનમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મના ડેલિગેશનના સભ્ય. જૈન ધર્મના ભુલાયેલા જ્યોતિર્ધર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી વિશે પાંચ પુસ્તકો લખીને તેમજ અમદાવાદમાં ‘શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ચોકના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવીને અને શ્રી વીરચંદ રાઘવજી ગાંધી વિશે બરાબર એકસો વર્ષ બાદ શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં શ્રી વીરચંદ ગાંધી વિશે વક્તવ્ય આપનાર અને એમની બે અર્ધપ્રતિમા તૈયાર કરીને શિકાગોના જૈનદેરાસર અને એમના જન્મસ્થળ મહુવામાં મુકવામાં મહત્ત્વનો સહયોગ આપનાર. મહાવીરકથા, ગૌતમ કથા, ઋષભકથા, શ્રી નેમ-રાજુલ કથા, પાર્શ્વનાથપદ્માવતી કથા, શ્રી હેમચંદ્રાચાર્ય કથા, શ્રીમદ્ રાજચંદ્ર કથા દ્વારા કથાના માધ્યમથી તત્ત્વજ્ઞાન, જૈન ઇતિહાસ અને સમકાલીન સંદર્ભ સાથે ચિંતનાત્મક કથાનું આયોજન. જૈનદર્શનની અનુભવધારા” વિશે કેસેટ્સ તૈયાર કરનાર તેમજ સાત જેટલી કથાઓની ડીવીડીની પ્રસ્તુતિ તથા મહાવીરદર્શન, મહાવીર એક ચમત્કાર, શ્રી શત્રુંજય મહાતીર્થ, જૈનમ જયતિ શાસનમુ, તીર્થકર ભગવાન મહાવીર, શ્રી સમેતશિખર તીર્થ અને શ્રી રાણકપુર તીર્થ વિશેની વિડિયો કેસેટ, ‘ડિસ્કવર જૈનિઝમ વિથ નવકાર મહામંત્ર' નામની વિડિયો કેસેટ્સ. છેલ્લાં ચાલીસ વર્ષથી પણ વધુ સમયથી પર્યુષણ પર્વ સમયે પર્યુષણની લેખમાળા લખનાર તેમજ છેલ્લાં કેટલાક વર્ષોથી ટેલિવિઝન પર પર્યુષણમાં પ્રવચનો આપનાર. પૂજ્ય નમ્રમુનિજીની પ્રેરણાથી તૈયાર થઈ રહેલા ‘જૈન વિશ્વકોશ'નું શ્રી ગુણવંત બરવાળિયા સાથે સંપાદન-કાર્ય. નૈરોબીની સ્કૂલોમાં જૈનધર્મ વિષયક અભ્યાસક્રમનું આયોજન. નવી દિલ્હીમાં અહિંસા ઇન્ટરનેશનલ આયોજિત વર્લ્ડ કોન્ફરન્સમાં “ગુજરાતની અહિંસા” વિશે સંશોધન-પત્ર. વૅટિકન સિટીની ‘પૉન્ટિફિસિયલ કાઉન્સિલ ફૉર ઇન્ટર રિલિજન્સ SL4CLIOL BIRUHİ Historical And Cultural Impact of Ahimsa and Jainism વિશે પ્રવચન. ‘અહિંસા' નામના ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ત્રિમાસિક સામયિકનું સંપાદન અને આયોજન બી.બી.સી ના નેચરલ હિસ્ટરી યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘Life Senses' નામની ટેલિ-ફિલ્મમાં અહિંસા અંગેના દૃશ્યોના સલાહકાર પાર્શ્વ પદ્માવતી સન્માન સમિતિ (મુંબઈ) દ્વારા ઉચ્ચ આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કરનારા પાંચ વિદ્વાનોમાંના એક તરીકે ચંદ્રક (૧૯૭૬). | ‘બાળકોના બુદ્ધિસાગરસૂરીશ્વરજી” પુસ્તક માટે શ્રીમદ્ બુદ્ધિસાગરસાહિત્ય પ્રકાશન ગ્રંથમાળા તરફથી સુવર્ણચંદ્રક (૧૯૭૮) જૈન સેન્ટર ઑફ નોંધન કૅલિફૉર્નિયા તરફથી જૈનદર્શનના કાર્ય માટે ‘ગૌરવ પુરસ્કાર' કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી નિમિત્તે બ્રિટનમાં યોજાયેલી પ્રવચનમાળા બાદ બ્રિટનની સત્તર જેટલી સંસ્થાઓએ એકત્ર થઈને એનાયત કરેલો ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ” (૧૯૮૯). સાહિત્યિક પ્રદાન માટે અહિંસા ઇન્ટરનૅશનલ તરફથી દિપ્તીમલ આદીશ્વરલાલ લિટરરી એવોર્ડ. (૧૯૯૭). જૈન જાગૃતિ સેન્ટર (કર્ણાવતી) દ્વારા ‘જૈન જ્યોતિર્ધર 'નો એવૉર્ડ ભગવાન મહાવીર ૨૦૦૮મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વિશ્વના ૨ક જૈન અગ્રણીઓને વડાપ્રધાન વાજપેયીના હસ્તે અપાયેલા ઍવૉર્ડ પૈકી એક : ‘જૈન રત્ન'નો એવોર્ડ, ૨૦૦૧ ભારત જૈન મહામંડળ દ્વારા યુગપ્રધાન આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં સર્વપ્રથમ જૈન ગૌરવ ઍવૉર્ડ, અહિંસા ગ્રામ ક્રોસ મેદાન, મુંબઈ, (૨૩ માર્ચ, Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૩) આચાર્યશ્રી તુલસીના ૯૫માં જન્મદિવસે અનેકાંત ઍવૉર્ડ, અનેકાંત ઍવૉર્ડ, જયપુર (૨૯ ઓક્ટો. ૨૦૦૮). ૩૭૫ સેન્ટરો અને ૬૦,000 સભ્યો ધરાવતા જૈન સોશિયલ ગ્રુપ ફેડરેશન દ્વારા ગોવામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં સંત શ્રી ભથ્થુજી મહારાજના હસ્તે ‘જૈન વિભૂષણ'નો ઍવૉર્ડ (૨૬ જાન્યુ. ૨૦૧૨) અહિંસા ફાઉન્ડેશન ઈન્દોર દ્વારા જૈન અહિંસા રત્ન અલંકરણ, જૈન રત્નશ્રી નેમનાથજી જૈનના પ્રમુખપદે આનંદ મોહન માથુર સભાગૃહ, ઈન્દોર (૨૦ માર્ચ ૨૦૧૬) આંતરરાષ્ટ્રીય કામગીરી ૧, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના ભારતના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મહત્ત્વનું પ્રદાન. ૨. ના અધ્યક્ષ ડ્યૂક ઑફ એટનબરો પ્રિન્સ ફિલિપને સ્ટેટમેન્ટ ન નંચર પ્રસ્તુત કરનાર જૈન પ્રતિનિધિમંડળના સભ્ય (૧૯૯૦) ૩. શિકાગોમાં યોજાયેલી પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજન્સમાં વક્તા અને જૈન પ્રતિનિધિઓના ભારતના સંયોજક તરીકે (૧૯૯૩) ૪. હાર્પર કોલિન્સ દ્વારા અદ્યતન અંગ્રેજીમાં પ્રકાશિત આચાર્ય ઉમાસ્વાતિજી રચિત તત્ત્વાર્થસૂત્રના સંપાદકમંડળના સલાહકાર - પ. પિટ્સબર્ગમાં યોજાયેલા જૈનાના કન્વેન્શનમાં કી-નોટ સ્પીકર તરીકે (જુલાઈ ૧૯૯૩). ૯. વેટિકનમાં નામદાર પોપ જ્હોન પૉલ (દ્વિતીય)ને મળવા ગયેલા સર્વપ્રથમ જૈન ડેલિગેશનના સભ્ય (૧૯૯૪) ૭. કંપટાઉનમાં યોજાયેલ પાર્લામેન્ટ ઑફ રિલિજન્સમાં વક્તા અને ભારતના સંયોજક તરીકે (૧૯૯૯) ૮. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા યુનાઇટેડ નેશન્સના ચેપલમાં વિવિધ ધર્મોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ' વિશે વક્તવ્ય ૨૫મી એપ્રિલ, ગુરુવાર (મહાવીર જન્મકલ્યાણક દિવસ) ૨૦૦૨. અન્ય એવોર્ડ અમદાવાદ જેસીઝ દ્વારા પસંદ થયેલ ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિમાં પસંદગી (૧૯૭૯) ઑલ ઇન્ડિયા જેસીઝ દ્વારા ‘ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા'નો એવોર્ડ (૧૯૮૦) નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વ અને સાંસ્કૃતિક કાર્ય માટે ‘સંસ્કૃતિ ગૌરવ એવોર્ડ” સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન તરફથી ‘ગુજરાત રત્ન’ એવોર્ડ (૧૯૯૫) નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વ, સાહિત્ય અને રમતગમત વિષયક કાર્ય અંગે ‘મિલેનિયમ એવોર્ડ' (૨000). હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, સ્પીકર શ્રી મંગળભાઈ પટેલના હસ્તે (નડિયાદ, તા. ૨-૧૦-૨૦૦૪) | સામાજિક કામગીરી ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ‘આઇ કેર ફાઉન્ડેશન” જેના દ્વારા દૂરના ગામોની નિશાળોમાં આંખ તપાસ, ચશ્મા વિતરણ અને સેવાભાવી ડૉક્ટરનું સન્માન અનુકંપા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, કુદરતી આફત અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવનારને આર્થિક સહાય. ચૅરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બોટાદ, રેડક્રોસની અનેકવિધ પ્રવૃત્તિઓ જેમાં દંતયજ્ઞ, કાર્ડિયાક કૅમ્પ, વિનામૂલ્ય છાશ વિતરણ, મોતિયાનાં પરેશન, સુલભ હાર્ટ એન્ડ હેલ્થ કેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે હૃદયરોગના દર્દીઓને સહાયની કામગીરી. Page #25 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસર્જન વિવેચન * શબ્દસંનિધિ (1980) * હેમચંદ્રાચાર્યની સાહિત્ય સાધના (1988) * ભાવન-વિભાવન (1988) * આનંદઘન : જીવન અને કવન (1988) * શબ્દસમીપ (2002) * સાહિત્યિક નિસબત (2008) સંશોધન * જ્ઞાનવિમલસૂરિષ્કૃત સ્તબક (1980) * આનંદઘન : એક અધ્યયન (1980) * અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ (1982) " ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ (1988) * મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ (1990) * અબ હમ અમર ભયે * ચરિત્ર . . * લાલ ગુલાબ (195) * મહામાનવ શાસ્ત્રી (1966) " અપંગનાં ઓજસ (1973) * વીર રામમૂર્તિ (1976) * બાળકોના બુદ્ધિસાગરસૂરિજી (1978) * સી. કે. નાયડુ (1979) * ફિરાક ગોરખપુરી (1984)* ભગવાન દ્વેષભદેવ (1987) " ભગવાન મલ્લિનાથ (1989) * આતમજ્ઞાની શ્રમણ કહાવે (1989) * અંગૂઠે અમૃત વસે (1992) * લોખંડી દાદાજી (1992) • શ્રી મહાવીર જીવનદર્શન (1998) * જિનશાસનની કીર્તિગાથા (1998) * લાલા અમરનાથ (1999) * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર (1999) * મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર (2000) * માનવતાની મહેંક પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર) (2000) * તીર્થંકર મહાવીર (2004) * ભારતીય સંસ્કૃતિનો આત્મા (વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર) (2009) * જીવતરની વાટે અક્ષરનો દીવો (2014) * જીવતરની વાટે, અક્ષરનો દીવો (2014) * માટીએ ઘડ્યા માનવી (2016) " તન અપંગ મન અડીખમ (2016) * જીવી જાણનારા (2016) બાળસાહિત્ય .. * વતન, તારાં રતન (1965) * ડાહ્યો ડમરો (1967) " કેડે કટારી, ખભે ઢાલ (1969) * બિરાદરી (1971) * મોતને હાથતાળી (1973) * ઝબક દીવડી (1975) " હૈયું નાનું, હિંમત મોટી (1976) " પરાક્રમી રામ (1977) * રામ વનવાસ (1977) * સીતાહરણ (1977) * વીર હનુમાન (1978) * નાની ઉંમર, મોટું કામ (1978) * ભીમ (1980) * ચાલો પશુઓની દુનિયામાં. 1-2,3 (1980) * વહેતી વાતો (1983) * મોતીની માળા (1990) * વાતોના વાળુ (1993) * ઢોલ વાગે ઢમાઢમ (1993) * સાચના સિપાહી (1993) * કથરોટમાં ગંગા (1993) ચિંતન . * ઝાકળભીનાં મોતી ભાગ 1-2-3 (1983) * મોતીની ખેતી (1983) * માનવતાની મહેક (1984) * તૃષા અને તૃપ્તિ (1986) * ક્ષમાપના (1990) * શ્રદ્ધાંજલિ (1994) * જીવનનું અમૃત (199) * દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો (1997) મહેક માનવતાની (1997) * ઝાકળ બન્યું મોતી (1998) * સમરો મંત્ર ભલો નવકાર (2000) * ક્ષણનો સાક્ષાત્કાર (2008) * ક્ષણનો ઉત્સવ (2016) * શ્રદ્ધાનાં સુમન (2016) * પ્રસન્નતાના પુષ્પો (2016) * જીવનનું જવાહિર (2016) * શીલની સંપદા (2016) * મનની મિરાત (2016) પત્રકારત્વ : અખબારી લેખન (1979) નવલિકાસંગ્રહ : એકાન્ત કોલાહલ (1976) સંપાદન * શંખેશ્વર મહાતીર્થ (પ્ર.આ. 1936, છઠ્ઠી આ. 1983) * નવભારતના ભાગ્યવિધાતા (1975) * સાહિત્ય અને પત્રકારત્વ (1980) * ઓજસ દીઠાં આત્મબળનાં (1983) " નર્મદ : આજના સંદર્ભમાં (1983) * જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ 12 (1985) * બાલસાહિત્ય સંગોષ્ઠિ (1985) * ધન્ય છે ધર્મ તને (આચાર્ય વિજયવલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન) (1987) " હૈમ સ્મૃતિ (1989) * ભગવાન મહાવીર (1990) * યશોભારતી (1992) * રત્નત્રયીનાં અજવાળાં (1997) * એકવીસમી સદીનું બાળસાહિત્ય (2000) * અદાવત વિનાની અદાલત (શ્રી ચં. ચી. મહેતાનાં રેડિયોરૂપકોનું સંપાદન) (2000) * એક દિવસની મહારાણી (ડેમોન રિનયનની વાર્તાઓનો ચં. ચી. મહેતાએ કરેલો અનુવાદ) (2000) * હું પોતે (નારાયણ હેમચંદ્ર) (2001) " સરદારની વાણી (ભાગ 1થી 3) (2001) " શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી (2003) * નલિકા અંક (ગુજરાત ટાઇમ્સ) * સામાયિક સૂત્ર · અર્થ સાથે (સંપાદન) * પરિવર્તનનું પ્રભાત (ગુજરાત ટાઇમ્સ) * એકવીસમી સદીનું વિશ્વ (ગુજરાત ટાઇમ્સ) * The Jaina Philosophy (2009) * The Yoga Philosophy (2009) * The Unknown Life of Jesus Christ (2009) * Page #26 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અન્ય સાથે * જયભિખ્ખું સ્મૃતિગ્રંથ (1970) " કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ (1979) * શબ્દશ્રી (1980) * સૌહાર્દ અને સહૃદયતા (2001) * ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભાગ 1થી 5 (2002-2006) * સવ્યસાચી સારસ્વત (2007). અનુવાદ નવવધુ આફ્રિકન લેખકે ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) (2000) પ્રકીર્ણ અબોલની આતમવાણી (1968) * અહિંસાની યાત્રા (2002). * તૈલોક્યદીપકશ્રી રાણકપુર તીર્થ (2007) “ વર્તમાન સમયમાં જૈનતત્ત્વદર્શનની પ્રસ્તુતતા (2009) હિંદી પુસ્તકો જિડ%ફ્રેંદ્રઢંદ્ર : ઈંદ્ઘ ૐાદર ઈંદ્રકદ્ર (1998) * ધ્વદદ્ધજ રુદ્ર, દઝઈ જદ્ધ % (2002) * ઠંડક્ટ્રદ્ધદ્ર % (2007) * ઢ૯ઝલંઝાદ્રહ્મદંર જ રૂજ રૂદ્રહ્મકર (2007) * દ્રજદ્રહ્મજાવું દૈૐદ્ધક્ક જ દૈદ્ધક્ક દ્ધ દમૈદ% * હૈંઇદ્ધક્ક ઇસ્કૂલ ઈલઉં ? કદ્રાઁ 1-2 અંગ્રેજી પુસ્તકો * Kshamapana (1990) * Non-violence : A Way of Life (Bhagwan Mahavir) (1990) Glory of Jainism (1998) Stories From Jainism (1998) * Essence of Jainism (2000) The Value and Heritage of Jain Religion (2000) * Role of Women in Jain Religion (2000) * A Pinnacle of Spirituality (2000) The Timeless Message of Bhagwan Mahavir (2000) * Vegetarianism (2000). A Journey of Ahimsa (2002) * Our life in the context of five Anuvrat and Anekantwad (2002) Influence of Jainism on Mahatma Gandhi (2002) * Tirthankara Mahavir (2003) * Trailokyadeepak Ranakpur Tirth (2007). Jainism : The Cosmic Vision (2008) The Brave Hearts (2009) પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ - શ્રી મણિલાલ પ્રજાપતિ જૈન ધર્મ અને દર્શનનાં અહિંસા, અનેકાન્તવાદ, સ્યાદ્વાદ વગેરે તત્ત્વોથી. અનુપ્રાણિત: માંગલ્ય-પથપ્રેરક સાહિત્યના સર્જક પિતા જયભિખ્ખું (1908-1969)ની અણમોલ સાંસ્કૃતિક વિરાસતને ઉજમાળનાર તથા પિતાશ્રીએ પોતાના અવસાનના પ્રાય: એકાદ માસ પૂર્વે લખેલી રોજનીશીમાં પરિવાર માટે આપેલ વિદાયસંદેશનું અંતિમ વિધાન ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું ને જિંદગીની બુનિયાદ તરીકે સ્વીકારીને તેનું અણિશુદ્ધ નિર્વહણ કરનાર તેમ જ ગુજરાતી ભાષા-સાહિત્યના દીપસ્તંભ સમાન સર્જકો સર્વશ્રી મધુસૂદન પારેખ, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, નગીનદાસ પારેખ, યશવંત શુક્લ, ઉમાશંકર જોશી, પ્રબોધ પંડિત વગેરેને પોતાના ગુરુજનો તરીકે મેળવીને તેમનું શિષ્યત્વ ચરિતાર્થ કરી રહેલ કુમારપાળ દેસાઈ (1942) ભારતીય અસ્મિતાનું એક ગૌરવ શિખર છે. તેમણે શબ્દબ્રહ્મની ઉપાસના થકી સાહિત્ય ચરિત્ર, વિવેચન, સંશોધન, કથા, અનુવાદ, સંપાદન, બાળસાહિત્ય વગેરે), ધર્મદર્શન, શિક્ષણ, પત્રકારત્વ, રમતગમત વગેરે ક્ષેત્રોને પોતાનાં પ્રાણવતાં અને મૂલ્યનિષ્ઠ પ્રકાશનોથી સમૃદ્ધ કર્યા છે. તેમણે ઐતિહાસિક અને ધાર્મિક કથાન કો-ચરિત્રોનું અધ્યયન-દોહન કરીને - ‘ઇતિહાસપુરાણાભ્યાં વેદાર્થમ્ ઉપનૃહયેત્ - ઇતિહાસ દ્વારા જીવનના રહસ્યજ્ઞાનને' રસળતી અને પ્રવાહી શૈલીમાં ઉદ્દઘાટિત કરી આપીને માનવસમાજની મોટી સેવા કરી છે - કરી રહ્યા છે. અહીં તેમનું સ્વધર્મના પાલનમાં પ્રતિબદ્ધ અધ્યાપક અને સંશોધકનું પાસું સ્વત: ઉજાગર થતું જોવા મળે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ'માં પૂર્ણત: પ્રતિબદ્ધ અને સમર્પિત ભાવે સેવાઓ આપતાં તેના પયાંય બની રહેલા કુમારપાળભાઈ આ દ્વારા પ્રકાશિત “ગુજરાતી વિશ્વકોશ'ના મુખ્ય સંપાદક તથા પોતાના ગુરુ સ્વ. ડૉ. ધીરુભાઈ ઠાકરનાં સ્વપ્ન સાકાર કરવામાં તેમનો પડતો બોલ ઝીલીને આ ટ્રસ્ટને સાહિત્યિક - સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જીવંત કેન્દ્રમાં પરિવર્તિત કરીને ભારતીય-ભાષાસાહિત્યના વિશ્વકોશ કાર્યાલયમાં આ કાર્યાલય ટ્રસ્ટને એક ઉદાહરણ સ્વરૂપ સંસ્થા તરીકે પ્રસ્થાપિત કરી આપી છે. જેમાં અહીં આપણને તેમનાં વહીવટીય કોઠાસૂઝ, સંકલ્પશક્તિ અને કઠોર પુરુષાર્થનાં અનેરાં દર્શન થાય છે. પોતાનાં સેવા કાર્યોની સુવાસ, જનસમુદાયનો પ્રાપ્ત કરેલો વિશ્વાસ અને સર્જક - પ્રતિભાના ત્રિવેણી સંગમથી અને કવિધ યોજનાઓ હેઠળ દાતાશ્રીઓ પાસેથી દાન Page #27 -------------------------------------------------------------------------- ________________ મેળવીને આ ટ્રસ્ટને આર્થિક રીતે પગભર કરવામાં તેમનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. આ સાથે નોંધવું રહ્યું કે એક ગુર્જર જેનધમવિલમ્બી તરીકે જૈન ધર્મને દર્શનના પ્રચાર-પ્રસારમાં પોતાનાં વિદ્ધત્ત અને લોકભોગ્ય બહુવિધ પ્રકાશનો, ભાષણો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જન સંગઠનોમાં પોતાની પ્રત્યક્ષ અને સક્રિય ભાગીદારી/ નેતૃત્વથી જૈન સમાજ અને તેની સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. આવું જ એક મોટું શ્રેય જૈન ધર્મના પ્રથમ વિશ્વકોશનું ગુજરાતી ભાષામાં ગુણવંત બરવાળિયાના સહસંપાદકત્વ સાથે દષ્ટિવંત જૈન વિશ્વકોશ ભાગ-1* (2016)ના યશોજજવલ. પ્રકાશનના માધ્યમથી ગુજરાતી ભાષા અને ગુજરાતને અપાવ્યું છે. આ બધીય ઉપલબ્ધિઓને વળોટી જાય તેવું તેમનું નિખાલસ અને નમ્રતાપૂર્ણ વ્યક્તિત્વ, સદાય પ્રસન્નવદને આર્દ્રતા સાથે માનવીય ઉંખા સાથે સૌને મળવાનો તથા પરગજુપણાનો તેમનો પ્રકૃતિદત્ત સ્વભાવ સ્પર્શી જાય છે. પરિણામે કુમારપાળભાઈ સૌના બની રહ્યા છે. સંશોધક - વિવેચક તરીકે તેમની પરિપક્વ પ્રતિભાની પ્રતીતિ તેમણે પીએચ.ડી. ડિગ્રી હેતુ ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ શોધપ્રબંધ *આનંદઘન:એક અધ્યયન’ અને આ જ શીર્ષક હેઠળ 1980માં પ્રગટ કરેલ ગ્રંથના. માધ્યમથી થાય છે. પ્રાય: અજ્ઞાત એવા આ મધ્યકાલીન દાર્શનિક - કવિના સઘન અધ્યયન હેતુ મલ્લિનાથી આદર્શને ધ્યાને લઈને વિવિધ જ્ઞાનભંડારો ફેંસી જોઈને આનંદઘનની કૃતિઓની 400 જેટલી હસ્તપ્રતો તથા અન્ય પ્રકાશિત સાહિત્યનું તુલનાત્મક પરિપ્રેક્ષ્યમાં અવલોકન કરીને પ્રમાણભૂત વિગતો ઉજાગર કરી આપી છે. વળી, નોંધપાત્ર બાબત એ કે ઉપાધિ મેળવ્યા બાદ પણ આનંદઘન અને મધ્યકાલીન સાહિત્યને પોતાના રસ અને અધ્યયન સંશોધનનો વિષય બનાવીને સંશોધનકાર્ય ચાલુ રાખતાં તેમની પાસેથી ‘આનંદઘન: જીવન અને કવન' (1988), ‘જ્ઞાનવિમલસૂરિત સ્તબક" (1980), ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ" (1982), ‘મસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનો અને બાલાવબોધ' (1990) વગેરે કૃતિઓ સાંપડી છે. ‘તબક'ના સંપાદનમાં મોતીચંદ કાપડિયાના સંપાદનની મર્યાદાઓ - મૂળ પાઠના સ્થાને આધુનિક શબ્દોનો વિનિયોગને તારવી બતાવી છે. આ ગ્રંથને આવકારતાં પંડિત દલસુખ માલવણિયાએ લેખકની સંશોધનશક્તિની ઘણી ઊંડાણ સુધી પહોંચની નોંધ લીધી છે. ‘અપ્રગટે મધ્યકાલીન કૃતિઓમાં 23 કૃતિઓનું સંપાદનકાર્ય કર્યું છે. આ ગ્રંથના અંત ભાગમાં સંક્ષેપમાં કવિપરિચયો, કાવ્યરસાસ્વાદ અને પ્રત્યેક કૃતિના મૂળસોતનો કાળજીપૂર્વક કરેલ ઉલ્લેખ તથા આ સંપાદનમાં | ‘ભલે મોટી" શીર્ષક હેઠળની કવિતા કળે કઈ રીતે શિખવાડાય છે તે સંબંધી છે, જે અને કવિધ રીતે ધ્યાનાર્હ બની રહે છે. “શબ્દસમીપ’ તેમનો પ્રતિનિધિસ્વરૂપ વિવેચનગ્રંથ છે, જેને ભોળાભાઈ પટેલે લેખ કની વાડમય ઉપાસનાનો દ્યોતક* ગણાવ્યો છે. અહીં કુલ 29 લેખો ગ્રંથસ્થ છે. જેમાં હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને સામ્યતકાલીન સર્જકો - ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપો, કૃતિઓ વગેરે વિષયક સ-રસ અભ્યાસનિષ્ઠ વિવેચનો ગ્રંથસ્થ છે, જે તેમની અધ્યાપકીયનિષ્ઠા અને વ્યાપક વાંચનની સાહેદી પૂરે છે. આ ઉપરાંત ‘શબ્દસંનિધિ' (1980), હેમચંદ્રાચાર્ય' (1988, સંશોધિત સંસ્કરણ - 2015), ભાવન-વિભાવન” (1988), સાહિત્યિક નિસબત’ (2008) વગેરે તેમના વિવેચન ગ્રંથો છે. સમાજના વિવિધ સ્તર અને રસરુચિ ધરાવતી વ્યક્તિઓ/પ્રતિભાઓના ચરિત્રાલેખનમાં કુમારપાળભાઈના સર્જકત્વ અને સંશોધકીય અભિગમનો સુભગ સમન્વય સધાવવાના પરિણામે તેમનાં ચરિત્રચિત્રણો હૃદયસ્પર્શી અને પ્રમાણભૂત બની મહોરી રહ્યાં છે. ચરિત્રનાયકના જીવનસંબંધી માહિતી મેળવવા માટે ભારે પુરુષાર્થ કરવાના પરિણામે ઘણી અજ્ઞાત માહિતી ઉજાગર કરી શક્યા છે. જેથી આ ચરિત્રો તાજગીસભર અનુભવાય છે. પ્રેમચંદભાઈના ચરિત્રચિત્રણ માટે લેખકે માહિતી શોધ અને સંશોધન માટે એક મિસાલ સમાન કાર્ય કર્યું છે. તેમણે સ્વયં નોંધ્યું છે કે ‘એક વિરાટ પ્રતિભાને વ્યાપમાં લેવા માટે લાંબું ભ્રમણ કર્યું. પુષ્કળ સંશોધન કર્યું તેમણે 20 જેટલા ચરિત્રગ્રંથોનું સર્જન કર્યું છે. જેમાં 150થી અધિક ચરિત્રોનો સમાવેશ થાય છે. આ પૈકી મહાત્મા ગાંધીજીના આદર્શોને વાસ્તવમાં સાકાર કરનાર દેશપ્રેમી પ્રેમચંદ વ્રજપાળનું ચરિત્ર “માનવતાની મહેક' (2000) જીવન જીવવાની આશા ગુમાવી દેનારના જીવનમાં નવસંચાર પેદા કરી પુરુષાર્થ કરવા પ્રેરે તેવા ઉદ્યોગપતિ યુ. એન. મહેતાની જીવનકથા ‘આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' (1999), ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા : વીરચંદ રાઘવજી ગાંધીનું ચરિત્ર' (2009), “જીવતરની વાટે અક્ષરનો દીવો’ (2014) તીર્થંકર મહાવીર' (2004), ‘અપંગનાં ઓજસ' (1973), ‘લાલ ગુલાબ' (1965), ‘મહામાનવ શાસ્ત્રી' (1966) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. બાળકો માટે લખાયેલું લાલ ગુલાબ" લાલ બહાદુર શાસ્ત્રીના જીવનની ઘટનાઓનું Page #28 -------------------------------------------------------------------------- ________________ રસપ્રદ આલેખન કરે છે. જેની 60 હજારથી અધિક નકલો વેચાઈ ચૂકી છે. વીરચંદ રાઘવજીના ચરિત્રચિત્રણના પ્રારંભે લેખ કે નોંધેલ શબ્દો, જે સમાજ પોતાના ભૂતકાળનું વિસ્મરણ કરે છે. એનો ભવિષ્યકાળ હોતો નથી. વીરચંદ રાઘવજી ગાંધીના વિસ્મરણથી ઘણી મોટી કિંમત સમાજને ચૂકવવી પડી છે. (તેમને) ભારતીય સંસ્કૃતિનો આત્મા તરીકે ઓળખાવવાની અને રાષ્ટ્રમાં સ્થાપન કરવાની જરૂર છે.'માં લેખ કનાં દેશદાઝ અને વીરચંદ ગાંધીના સાહિત્યના સઘન અધ્યયનનાં પ્રતીતિ કારક બની રહે છે. *જીવતરની વાટે અક્ષરનો દીવો* (2015)માં અક્ષરના આરાધક અને પ્રેરણાદાયી જીવન જીવી જનાર પોતાના ઝિંદાદિલ પિતા જયભિખ્ખના જીવનચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે. જીવનચરિત્ર એ ઇતિહાસ તથા ચરિત્રનાયકની આગવી ઓળખ રજૂ કરતો શોધગ્રંથ હોવાની સભાનતા સાથે પ્રાપ્ત સાહિત્યને કાળજીથી તપાસી જઈને એક પ્રમાણભૂત ચરિત્ર આપ્યું છે. અહીં લેખકનાં અવલોકનશક્તિ, વસ્તુસંકલના અને રંગપૂરણી કળા પ્રભાવક રહ્યાં હોવાથી વાચકને રસિક અને મૂળબોધથી હર્યા ભય ચરિત્રગ્રંથનું ઉમંગથી વાંચક કરવા પ્રેરે છે. ગુજરાતી ચરિત્રસાહિત્યનું આ એક મૂલ્યવાન ઉમેરણ બની પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે. ‘ગુજરાત સમાચાર'માં 1954થી ચાલતી લોકપ્રિય કૉલમ “ઈટ અને ઇમારત'ના લેખક જયભિખ્ખનું 1969માં અવસાન થતાં આ કૉલમ ચાલુ રાખવા માટે પ્રસ્તુત પત્રના અધિપતિ શાંતિલાલ શાહે લેખકના યુવાન પુત્ર કુમારપાળની શક્તિઓને પારખીને આ જવાબદારી સોંપતાં આજે 47 વર્ષથી કૉલમ ચાલુ છે. આ કૉલમમાં તેમનો ઉદ્દે કવિતા પ્રત્યેનો પ્રેમ છલકાઈ આવે છે. આ જ પત્રમાં લેખકની અન્ય કૉલમ ‘ઝાકળ બન્યું મોતી', ‘પારિજાતનો પરિસંવાદ', “આકાશની ઓળખ' અને ‘ક્ષણનો સાક્ષાત્કાર” કૉલમો પણ ચાલુ છે. જે લેખકના શીઘ, સર્જકત્વ, ચિંતનશક્તિ અને લોકપ્રિયતાનાં પ્રતીતિકારક છે. આ ઉપરાંત પત્રકારત્વનું લાંબા સમય સુધી અધ્યયન અને આ સંબંધી મૌલિક ગ્રંથ “અખબારી લેખન’ તથા સંપાદિત ગ્રંથ ‘સાહિત્ય અને પત્રકારત્વ' (1980) પત્રકારત્વ ક્ષેત્રમાં તેમના પ્રશ્ચનનાં પ્રત્યક્ષ ઉદહરણો છે. રમતગમત અને વિશેષત: ક્રિકેટમાં જીવંત રસ ધરાવતા હોવાની સાથે તેઓશ્રી ક્રિકેટકેળાના કસબી તરીકે પણ ખ્યાત છે. સુધીર તલાટીના જણાવ્યા મુજબ કુમારપાળભાઈએ આજ સુધી રમતગમત વિશે 300 જેટલાં ભાષણો આપ્યાં છે. ક્રિકેટ સંબંધી તેમના ગ્રંથો ક્રિકેટ રમતાં શીખો', ‘ક્રિકેટજંગ' વગેરે તથા દિવ્યાંગોવાળા છતાં પ્રખર રમતવીરોનાં ચરિત્રો રજુ કરતો ગ્રંથ “અપંગનાં ઓજસ'. ‘લાલીઅમરનાર* વગેરે ભારે વેચાણ ધરાવતાં પુસ્તકો તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. તેમણે આ સંબંધી એક કૉલમ પણ શરૂ કરી હતી. ‘અપંગનાં ઓજસ' હિંદી અને અંગ્રેજીમાં અનૂદિત થઈ છે. જેની એકાધિક આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. જૈન ધર્મના અનુયાયી હોવાની સાથે સાથે તેના અધ્યેતા અને જ્ઞાતા તરીકે પણ તેઓશ્રી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત છે, જેની પ્રતીતિ તેમનાં આ સંબંધી પ્રકાશનો અને પર્યુષણ વ્યાખ્યાનોના માધ્યમથી થાય છે. વિદેશોમાં તેમનાં વિદગ્ધ વ્યાખ્યાનોએ ભારે મોટું ઘેલું લગાડ્યું છે. આ વ્યાખ્યાનોના માધ્યમથી તેઓશ્રી વિદેશોમાં જૈનદર્શન અને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સંસ્કૃતિના દૂત તરીકેનું યશસ્વી કાર્ય કરી રહ્યા છે. જૈન ધર્મ અને દર્શનના હાર્દને પ્રસ્તુત કરતા તેમના ગ્રંથોની આગવી વિશેષતા એ છે કે સામ્પતકાળમાં જૈન ધર્મ અને દર્શનની પ્રસ્તુતતા સમજાવવાની સાથે સાથે આજની નવી પેઢીને ગળે ઊતરે તેવી વૈજ્ઞાનિક તાર્કિકતા સાથેની સુપથ્યકારક ભાષા-શૈલી ધરાવે છે. આ સંબંધી તેમના 16 ગ્રંથો અંગ્રેજીમાં અને ઘણાબધા ગ્રંથો ગુજરાતીમાં પ્રગટ થયા છે. આ પૈકી કેટલાક ગ્રંથો બંને ભાષાઓમાં પ્રકાશિત છે. જેમાં રોજિંદા જીવનમાં વણાઈ ગયેલા મંત્રના રહસ્યને સરળ ભાષામાં સમજાવતો તથા જિજ્ઞાસુઓના ઉત્તરો સાથેનો ગ્રંથ “નવકાર મહામંત્ર', ચતુર્વિધ સંઘનાં સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓનાં 108 ચરિત્રોને - જૈન ધર્મની ઉદાત્ત ભાવનાઓ પ્રગટાવતો ગ્રંથ “જિનશાસનની કીર્તિગાથા' - 'Glory of Jainism', ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે', ‘અબ હમ અમર ભયે, 'A Journey of Ahimsa', 'The Pinnacle of Spirituality', 'Jainism : the cosmic vision' વગેરે ઉલ્લેખનીય છે. ભગવાન મહાવીરનું સામ્પ્રદાયિકતાથી પર વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જીવનચરિત્ર રજૂ કરતો સચિત્ર વિશ્વકોશીય ગ્રંથ ‘તીર્થંકર મહાવીર” એક દૃષ્ટિસંપન્ન અને શ્રમસાધ્ય છે. ખરા અર્થમાં આ એક આકર ગ્રંથ છે, દર્શનીય ગ્રંથ છે. શિલ્પસમૃદ્ધિની દષ્ટિએ અનુપમ કલાસૌંદર્યનો ખજાનો ધરાવતું વૈલોક્યદીપક રાણકપુર તીર્થ' તેના વિષયવસ્તુની અભિવ્યક્તિ અને ફોટોગ્રાફીની દૃષ્ટિએ બેનમૂન છે. લેખકે પ્રાપ્ત ચૈત્યપરિપાટીઓ અને અન્ય સાહિત્યનું અવગાહન કરીને તેનો કડીબદ્ધ ઇતિહાસ દર્શાવીને પરિચય કરાવ્યો છે. આ તીર્થ સંબંધી લેખ કે પ્રયોજેલ લોકોક્તિ કેટલું બટેકુ ખાજે પણ રાણકપુર જાજે વાચકને સ્પર્શી જાય છે અને તીર્થના દર્શને જવા Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યત કરે છે. ઇતિહાસ, પુરાણો, હકીકતજન્ય કથાઓ અને રોલ મોડલ સમ વ્યક્તિઓના જીવન આધારિત બાળસાહિત્યનું સર્જન કરવા પાછળનો તેમનો મૂળભૂત હેતુ મૂલ્યોની પ્રસ્થાપના કરવાની સાથે સાથે બાળકોના જીવનમાં ઉત્સાહ અને ચેતના પેદા કરવા ઉપરાંત પોતે પણ આવું કાર્ય કરી શકે તે માટે પ્રેરિત કરવાનો રહ્યો છે. આ અંતર્ગત લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ'; દેશભક્તોની પ્રેરક વાતોનું ‘વતન તારા રતન'; કચ્છના વીરોની સાહસ અને બલિદાન ગાથાઓનું “કેડે કટારી ખભે ઢોલ', સત્યઘટનાઓ આધારિત દેશનાં વીર બાળકોની બહાદુરી વર્ણવતું હૈયું નાનું. હિંમત મોટી’ તથા ‘નાની ઉંમર મોટું કામ', રાજા ભીમદેવનો ચતુર અને દેશાભિમાની, મંત્રીનાં પરાક્રમો સંબંધી “ડાહ્યો ડમરો', સમાજના મશાલચી “બાળકોના બુદ્ધિસાગરજી’નું ચરિત્ર વગેરે તેમનાં બહુવંચાતાં બાળપ્રિય તથા પ્રૌઢવાચ કોને પણ સ્પર્શી જાય તેવાં પુસ્તકો છે. આ ઉપરાંત તેમણે સાહિત્ય, બાળસાહિત્ય, સાહિત્યકારો, જૈન ધર્મદર્શન, પત્રકારત્વ વગેરે વિશે અભ્યાસનિષ્ઠ સંપાદનો આપ્યાં છે. સુબોધ શૈલીમાં રચાયેલું અને રસાયેલું તેમનું ચિંતનસાહિત્ય પણ પ્રશસ્ય રહ્યું છે. આ પૈકી ‘ઝાકળ ભીનાં મોતી', ‘ક્ષમાપના', ‘ક્ષણનો સાક્ષાત્કાર’, ‘માનવતાની મહેક’, ‘મોતીની ખેતી’ વગેરે ચિત્તાકર્ષક કૃતિઓ છે. ઉલ્લેખનીય છે કે આવા આપણા ગરવા સર્જક, સમાજહિતચિંતક અને મૂઠી ઊંચેરા માનવી કુમારપાળભાઈનો જન્મ રાણપુરમાં 30 ઑગસ્ટ, 1942ના રોજ થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ નવગુજરાત આર્ટસ્ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે આ પૂર્વે 1964-65ના વર્ષમાં એચ.કે. આર્ટ્સ કૉલેજમાં ફેલો તરીકે તેમણે સેવાઓ આપી હતી. નવગુજરાત કૉલેજ (1965 - 1983)માં સેવાઓ આપ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ (1983)માં પ્રારંભમાં વ્યાખ્યાતા અને ત્યારબાદ રીડર, પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે યશસ્વી સેવાઓ આપી વર્ષ 2004માં સેવાનિવૃત્ત થયા છે. આ દરમિયાન યુનિવર્સિટીમાં ભાષાભવનના નિયામક (20012004), આર્ટ્સ ફેકલ્ટીના ડીન (2001-2004) તથા લાંબા સમય સુધી પત્રકારત્વના અધ્યાપક તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓ શ્રી હાલમાં ગૂજરાત વિદ્યાપીઠના એડજન્કટ પ્રોફેસર તરીકે તથા જૈન વિશ્વભારતી, લાડનૂના પ્રોફેસર ઑફ એમરીટ્સ તથા ‘જેનદર્શન અને તુલનાત્મક ધર્મ* વિષયના પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે સેવાઓ આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાષા-સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, ગાંધીદર્શન અને શાંતિ સંશોધન વિષયો હેઠળ 20 જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. પોતાની વ્યાવસાયિક ફરજો ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવનાર અહિંસા યુનિવર્સિટીના એક્ટ એન્ડ પ્રોજેક્ટ સમિતિના ચેરમેન, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (2007-2008) તથા આ પૂર્વે તેના મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. હાલમાં ગુજરાત વિદ્યાસભાના ઉપપ્રમુખ શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ તેમજ પ્રા. અનંતરાય મ. રાવળ સ્મારક સમિતિના પ્રમુખ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના મંત્રી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના ભારતના મેનેજિંગ ટ્રસ્ટી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપી રહ્યા છે. આગળ ઉપર દશવિલાં અને કવિધ ક્ષેત્રોમાં તેમની બહુઆયામી અને બહુશ્રુત સેવાઓ અને અસાધારણ પ્રદાનને ધ્યાને લઈને રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિખ્યાત સંસ્થાઓ દ્વારા પોતાના બહુમૂલ્ય ઍવૉર્ડ એનાયત કરીને તેમને વિભૂષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ચર્ચાય છે કે ગુજરાતમાંથી સૌથી વધુ સંખ્યામાં ગણનાપાત્ર એવોડો - માન-સન્માનો મેળવવાનું શ્રેય કુમારપાળભાઈના શિરે જાય છે. જેની સંખ્યા 50થી અધિક છે. આ પૈકી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના કાર્ય માટે ‘પદ્મશ્રી' (2004), ગુજરાત સરકાર દ્વારા ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર' (2011), ગુજરાત સાહિત્ય સભા દ્વારા ‘શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક” (2015), વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ' (2015) મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા કવિ નર્મદ પારિતોષિક' (2014), રાજસ્થાનની લોકસંસ્કૃતિ સંસ્થાન દ્વારા ‘હનુમાનપ્રસાદ પોદ્દાર પારિતોષિક' (1983), હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા ‘લાઇફ યઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ" (2004), અમેરિકાની જૈન સંસ્થાઓના ફેડરેશન “જૈના' દ્વારા પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ", ગ્રેટ બ્રિટનની 17 જેટલી સંસ્થાઓ દ્વારા “હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ' (1989), ભગવાન મહાવીર 2600મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વિશ્વની 26 જૈન અગ્રણીઓને વડાપ્રધાન વાજપેયીના હસ્તે અપાયેલા એવૉર્ડ પૈકી એક “જૈન રત્ન ઍવૉર્ડ" (2001). જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન દ્વારા જૈન વિભૂષણ’ (2012), અહિંસા Page #30 -------------------------------------------------------------------------- ________________ ફાઉન્ડેશન ઇન્દોર દ્વારા અહિંસા રત્ન અલંકરણ’ (2016) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેમનાં ઘણાં પુસ્તકો અનેકવિધ સંસ્થાઓ તથા રાજય-કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. આમ, સમગ્રતયા કુમારપાળભાઈ ખરા અર્થમાં એક વ્યક્તિ અને સર્જક તરીકે સમાજ હિતચિંતક પ્રતિભા-પુરુષ ઊપસી આવે છે. સ્કંધપુરાણના માહેશ્વરખંડ (55/ 139)ની સૂક્તિ “નં gવ4, 1નની તાથ યમુન્ધરા ભાગ્યવર્ત જ તૈન' કુળદીપક - રાષ્ટ્રદીપક કુમારપાળભાઈને યથાર્થમાં લાગુ પડે છે. કવિઓના આશ્રયદાતા અને કવિ મહામાત્ય વસ્તુપાળને ‘કૂચલ સરસ્વતી = દાઢીવાળી સરસ્વતી' તરીકે નવાજવામાં આવતા હતા. આજના સમયમાં આ બિરુદના અધિકારી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ બની રહે છે. સર્જકોની દષ્ટિમાં તેઓ બહુમુખી પ્રતિભાના એક વિદ્વાન અને સાહિત્યિક પત્રકાર તરીકે જે સ્થાન ભોગવી રહ્યા છે એ જ એમને પ્રથમ પંક્તિની સારસ્વતતા અર્પે છે. કે. કા. શાસ્ત્રી એમ કહેવાય છે કે વણિકજન ધન સાચવી અને પચાવી જાણે. આ વરિષ્ઠ વણિકજને સિદ્ધિઓ પણ પચાવી છે. સિદ્ધિઓને કારણે તેમના મગજમાં પવન ભરાયો નથી. તેનું સૌને સાનંદાશ્ચર્ય છે. આ ભદ્રશીલ સંસ્કારસેવક ગુજરાતનું કીમતી રત્ન રા , જીવંત પ્રણાલીને ઉપકારક નીવડે એ રીતે વ્યાખ્યાન આપી શકે છે અને સંવાદ સાધી શકે છે એ એમની સૌથી મોટી સિદ્ધિ છે. ગઝલના લોકપ્રિય શેર અને અને કાંતવાદના બે ધ્રુવો વચ્ચે કેટકેટલા સહૃદયોની સંવેદના સેતુરૂપ બની હશે એ જ ઉપલબ્ધિ. રઘુવીર ચૌધરી કુમારપાળ મહાજનપરંપરાના નબીરા છે. મુત્સદ્દીપણું ને માણસાઈ - બેયની સમતુલા દ્વારા એમણે જાહેરજીવનમાં કાર્યો સલુકાઈથી નિપટાવવાની કળા બરોબર આત્મસાત્ કરી છે. કારકિર્દી ને કીર્તિ - બંનેય ગમે, પણ ‘કુમારપાળત્વ'ના ભોગે નહીં. કુમારપાળે પત્રકારત્વનો ધર્મ સુપેરે પાળવા સાથે અધ્યાપક ને સાહિત્યોપાસકનો. ધર્મ જાળવવામાં જે સજાગતા ને સક્રિયતા દાખવી છે તેની યે નોંધ લેવી જોઈએ. ચન્દ્રકાન્ત શેઠ ડૉ. દેસાઈમાં અજબ-ગજબની આયોજનશક્તિ છે. કાર્યક્રમનું આયોજન ઝીણવટપૂર્વક કરવું અને એને સાંગોપાંગ પાર પાડવું એ એમને સિદ્ધહસ્ત છે. મનુષ્યપારખું પણ ખરા, શ્રોતાપારખું પણ ! એમની દષ્યન્તસમૃદ્ધ અખલિત વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. એમનું સંશોધનકાર્ય “આનંદઘન : એક અધ્યયનથી અટક્યું નથી. અધ્યાપનની સાથે સંશોધનદીપ પણ સતત અજવાળાં પાથરતો રહ્યો છે. એની શાખ ગુજરાત યુનિવર્સિટી પ્રદત્ત ડૉ. કે. જી. નાયકે સંશોધન ચંદ્રક પૂરે છે. ‘મહાવીરનું જીવનદર્શન’ એમની લેખન અને પ્રકાશનદષ્ટિનો અપ્રતિમ નમૂનો છે. ચન્દ્રકાન્ત મહેતા કુમારપાળ એટલે મૈત્રીનો મધપૂડો. ધીરુ પરીખ ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપક અને જૈનદર્શનના અને સાહિત્ય કે માનવીય જીવનમૂલ્યોના ઊંડા અભ્યાસી. ઉત્તમ વક્તા, સંનિષ્ઠ સાહિત્યકાર કે વિવિધ સંસ્થાઓમાં સંસ્થાપક અને એ નિમિત્તે સંસ્થાલક્ષી, પ્રવૃત્તિઓના પ્રણેતા. વિશ્વપ્રવાસી અને પદ્મશ્રી કુમારપાળ એક નખશિખ માનવપ્રેમી વ્યક્તિ છે. માણસના ઉત્તમને ચાહવું એ એમનું પાયાનું વલણ રહ્યું છે. બળવંત જાની ધીરુભાઈ ઠાકર કુમારપાળે એક સર્જક તરીકે કથાઓનું, જીવનચરિત્રોનું. બાળસાહિત્યની રચનાઓનું નિર્માણ કર્યું છે. પણ ‘શબ્દસમીપ'માં તેઓ વિવેચકે છે, જે સન્નિષ્ઠ અધ્યાપક પણ છે. આધુનિક વિવેચન કે વિવેચનાત્મક અભ્યાસનું ઉગમસ્થાન સાહિત્યના વર્ગની ચાર દીવાલો છે. એવા અર્થનું એલિયટનું વિધાન શબ્દસમીપ'ના અભ્યાસનિષ્ઠ વિવેચક સંદર્ભે યોજી શકાય એમ છે. ભોળાભાઈ પટેલ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનને જગતનાં વિવિધ નગરોના શ્રોતાઓ સમક્ષ અદ્યતન Page #31 -------------------------------------------------------------------------- ________________ હસુ યાજ્ઞિક અને કવિધ ક્ષેત્રોમાં પોતાના શબ્દથી યશસ્વી પ્રદાન કરનાર ડૉ. કુમારપાળ દેસાઈ પોતાના વિચારોને શબ્દ સુધી જ સીમિત રાખતા નથી. બલ્લે એ વિચારોનું કર્મમાં રૂપાંતર પણ કરે છે. ડૉ. નલિની દેસાઈ (સવ વિશ્વવિદ્યાલય વૃત્ત, કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરનું વૃત્ત નવેમ્બર-ડિસેમ્બર 2016) કુમારપાળ માત્ર ગુજરાતી” છે એવી ઓળખ પણ એક તબક્કે અધૂરી લાગે. એ ગુજરાતી રહીને ભારતીય બન્યા છે. તેમના સર્જનમાં અને તેમનાં વક્તવ્યોમાં તેથી જ ભારતીય સંસ્કૃતિના વિશેષ પ્રગટ થતા રહ્યા છે. શિકાગો અને કેપટાઉનમાં યોજાયેલી પરિષદોમાં તેમણે ભારતીયને શોભે તેવી ધર્મ-સંસ્કૃતિની ચર્ચા કરી છે. પ્રવીણ દરજી કુમારપાળ દેસાઈનાં પુસ્તકો મેં વાંચ્યાં છે. એમણે ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસુરીશ્વરજીનું જીવનચરિત્ર આતમજ્ઞાની શ્રમણ કહાવે' લખ્યું હતું. એમનું આ ગુજરાતી પુસ્તક હું એક બેઠકે વાંચી ગયો હતો. એ જ રીતે એમણે લખેલું *ભગવાન મહાવીરનું પુસ્તક પણ મને ખૂબ ગમી ગયું હતું. તેઓ પ્રભાવશાળી વક્તા છે. તેમણે ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. મેં પણ તેમનાં ઘણાં વ્યાખ્યાનો અને ભાષણો સાંભળ્યાં છે. શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ કુમારપાળભાઈ જેવા ઉત્તમ, સંનિષ્ઠ અને માર્ગદર્શક નાગરિકો વધારે ને વધારે સંખ્યામાં ગુજરાત તથા ભારતને મળતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના બી. જે. દીવાન રમતગમતના કટારલેખક તરીકે તેમની રમત પ્રત્યેની ભક્તિ અને રમતવીરોને બિરદાવવાની તેમની આવડતને કારણે કુમારપાળભાઈને જહોન આલટ, બોબી તાત્યારખાન, અનંત સેતલવાડ ઉપરાંત સુશીલ દોશી અને સ્કંદગુપ્ત જેવા ક્રિકેટકોમેન્ટેટરીની અગ્રિમ હરોળમાં મૂકી શકાય. સુરેશ સરૈયા કુમારપાળ સંવેદનશીલ પણ અભ્યાસી તંત્રવાહક છે. એમની શક્તિને, નૈસર્ગિક શક્તિને વ્યક્તિત્વની આ વિશેષ શક્તિના સમન્વયનો લાભ મળ્યો છે. બીજા શબ્દોમાં કહું તો એ સજજન છે. સાર્ધત જજન, વિધેયાત્મક દૃષ્ટિ અને વલણ એમની અસાધારણ સફળતાના મૂળમાં છે.