________________ હસુ યાજ્ઞિક અને કવિધ ક્ષેત્રોમાં પોતાના શબ્દથી યશસ્વી પ્રદાન કરનાર ડૉ. કુમારપાળ દેસાઈ પોતાના વિચારોને શબ્દ સુધી જ સીમિત રાખતા નથી. બલ્લે એ વિચારોનું કર્મમાં રૂપાંતર પણ કરે છે. ડૉ. નલિની દેસાઈ (સવ વિશ્વવિદ્યાલય વૃત્ત, કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરનું વૃત્ત નવેમ્બર-ડિસેમ્બર 2016) કુમારપાળ માત્ર ગુજરાતી” છે એવી ઓળખ પણ એક તબક્કે અધૂરી લાગે. એ ગુજરાતી રહીને ભારતીય બન્યા છે. તેમના સર્જનમાં અને તેમનાં વક્તવ્યોમાં તેથી જ ભારતીય સંસ્કૃતિના વિશેષ પ્રગટ થતા રહ્યા છે. શિકાગો અને કેપટાઉનમાં યોજાયેલી પરિષદોમાં તેમણે ભારતીયને શોભે તેવી ધર્મ-સંસ્કૃતિની ચર્ચા કરી છે. પ્રવીણ દરજી કુમારપાળ દેસાઈનાં પુસ્તકો મેં વાંચ્યાં છે. એમણે ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસુરીશ્વરજીનું જીવનચરિત્ર આતમજ્ઞાની શ્રમણ કહાવે' લખ્યું હતું. એમનું આ ગુજરાતી પુસ્તક હું એક બેઠકે વાંચી ગયો હતો. એ જ રીતે એમણે લખેલું *ભગવાન મહાવીરનું પુસ્તક પણ મને ખૂબ ગમી ગયું હતું. તેઓ પ્રભાવશાળી વક્તા છે. તેમણે ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. મેં પણ તેમનાં ઘણાં વ્યાખ્યાનો અને ભાષણો સાંભળ્યાં છે. શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ કુમારપાળભાઈ જેવા ઉત્તમ, સંનિષ્ઠ અને માર્ગદર્શક નાગરિકો વધારે ને વધારે સંખ્યામાં ગુજરાત તથા ભારતને મળતા રહે એ જ પ્રભુ પાસે પ્રાર્થના બી. જે. દીવાન રમતગમતના કટારલેખક તરીકે તેમની રમત પ્રત્યેની ભક્તિ અને રમતવીરોને બિરદાવવાની તેમની આવડતને કારણે કુમારપાળભાઈને જહોન આલટ, બોબી તાત્યારખાન, અનંત સેતલવાડ ઉપરાંત સુશીલ દોશી અને સ્કંદગુપ્ત જેવા ક્રિકેટકોમેન્ટેટરીની અગ્રિમ હરોળમાં મૂકી શકાય. સુરેશ સરૈયા કુમારપાળ સંવેદનશીલ પણ અભ્યાસી તંત્રવાહક છે. એમની શક્તિને, નૈસર્ગિક શક્તિને વ્યક્તિત્વની આ વિશેષ શક્તિના સમન્વયનો લાભ મળ્યો છે. બીજા શબ્દોમાં કહું તો એ સજજન છે. સાર્ધત જજન, વિધેયાત્મક દૃષ્ટિ અને વલણ એમની અસાધારણ સફળતાના મૂળમાં છે.