________________ ફાઉન્ડેશન ઇન્દોર દ્વારા અહિંસા રત્ન અલંકરણ’ (2016) વગેરે વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેમનાં ઘણાં પુસ્તકો અનેકવિધ સંસ્થાઓ તથા રાજય-કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. આમ, સમગ્રતયા કુમારપાળભાઈ ખરા અર્થમાં એક વ્યક્તિ અને સર્જક તરીકે સમાજ હિતચિંતક પ્રતિભા-પુરુષ ઊપસી આવે છે. સ્કંધપુરાણના માહેશ્વરખંડ (55/ 139)ની સૂક્તિ “નં gવ4, 1નની તાથ યમુન્ધરા ભાગ્યવર્ત જ તૈન' કુળદીપક - રાષ્ટ્રદીપક કુમારપાળભાઈને યથાર્થમાં લાગુ પડે છે. કવિઓના આશ્રયદાતા અને કવિ મહામાત્ય વસ્તુપાળને ‘કૂચલ સરસ્વતી = દાઢીવાળી સરસ્વતી' તરીકે નવાજવામાં આવતા હતા. આજના સમયમાં આ બિરુદના અધિકારી પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ બની રહે છે. સર્જકોની દષ્ટિમાં તેઓ બહુમુખી પ્રતિભાના એક વિદ્વાન અને સાહિત્યિક પત્રકાર તરીકે જે સ્થાન ભોગવી રહ્યા છે એ જ એમને પ્રથમ પંક્તિની સારસ્વતતા અર્પે છે. કે. કા. શાસ્ત્રી એમ કહેવાય છે કે વણિકજન ધન સાચવી અને પચાવી જાણે. આ વરિષ્ઠ વણિકજને સિદ્ધિઓ પણ પચાવી છે. સિદ્ધિઓને કારણે તેમના મગજમાં પવન ભરાયો નથી. તેનું સૌને સાનંદાશ્ચર્ય છે. આ ભદ્રશીલ સંસ્કારસેવક ગુજરાતનું કીમતી રત્ન રા , જીવંત પ્રણાલીને ઉપકારક નીવડે એ રીતે વ્યાખ્યાન આપી શકે છે અને સંવાદ સાધી શકે છે એ એમની સૌથી મોટી સિદ્ધિ છે. ગઝલના લોકપ્રિય શેર અને અને કાંતવાદના બે ધ્રુવો વચ્ચે કેટકેટલા સહૃદયોની સંવેદના સેતુરૂપ બની હશે એ જ ઉપલબ્ધિ. રઘુવીર ચૌધરી કુમારપાળ મહાજનપરંપરાના નબીરા છે. મુત્સદ્દીપણું ને માણસાઈ - બેયની સમતુલા દ્વારા એમણે જાહેરજીવનમાં કાર્યો સલુકાઈથી નિપટાવવાની કળા બરોબર આત્મસાત્ કરી છે. કારકિર્દી ને કીર્તિ - બંનેય ગમે, પણ ‘કુમારપાળત્વ'ના ભોગે નહીં. કુમારપાળે પત્રકારત્વનો ધર્મ સુપેરે પાળવા સાથે અધ્યાપક ને સાહિત્યોપાસકનો. ધર્મ જાળવવામાં જે સજાગતા ને સક્રિયતા દાખવી છે તેની યે નોંધ લેવી જોઈએ. ચન્દ્રકાન્ત શેઠ ડૉ. દેસાઈમાં અજબ-ગજબની આયોજનશક્તિ છે. કાર્યક્રમનું આયોજન ઝીણવટપૂર્વક કરવું અને એને સાંગોપાંગ પાર પાડવું એ એમને સિદ્ધહસ્ત છે. મનુષ્યપારખું પણ ખરા, શ્રોતાપારખું પણ ! એમની દષ્યન્તસમૃદ્ધ અખલિત વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દે છે. એમનું સંશોધનકાર્ય “આનંદઘન : એક અધ્યયનથી અટક્યું નથી. અધ્યાપનની સાથે સંશોધનદીપ પણ સતત અજવાળાં પાથરતો રહ્યો છે. એની શાખ ગુજરાત યુનિવર્સિટી પ્રદત્ત ડૉ. કે. જી. નાયકે સંશોધન ચંદ્રક પૂરે છે. ‘મહાવીરનું જીવનદર્શન’ એમની લેખન અને પ્રકાશનદષ્ટિનો અપ્રતિમ નમૂનો છે. ચન્દ્રકાન્ત મહેતા કુમારપાળ એટલે મૈત્રીનો મધપૂડો. ધીરુ પરીખ ગુજરાતી ભાષા-સાહિત્યના સંનિષ્ઠ પ્રાધ્યાપક અને જૈનદર્શનના અને સાહિત્ય કે માનવીય જીવનમૂલ્યોના ઊંડા અભ્યાસી. ઉત્તમ વક્તા, સંનિષ્ઠ સાહિત્યકાર કે વિવિધ સંસ્થાઓમાં સંસ્થાપક અને એ નિમિત્તે સંસ્થાલક્ષી, પ્રવૃત્તિઓના પ્રણેતા. વિશ્વપ્રવાસી અને પદ્મશ્રી કુમારપાળ એક નખશિખ માનવપ્રેમી વ્યક્તિ છે. માણસના ઉત્તમને ચાહવું એ એમનું પાયાનું વલણ રહ્યું છે. બળવંત જાની ધીરુભાઈ ઠાકર કુમારપાળે એક સર્જક તરીકે કથાઓનું, જીવનચરિત્રોનું. બાળસાહિત્યની રચનાઓનું નિર્માણ કર્યું છે. પણ ‘શબ્દસમીપ'માં તેઓ વિવેચકે છે, જે સન્નિષ્ઠ અધ્યાપક પણ છે. આધુનિક વિવેચન કે વિવેચનાત્મક અભ્યાસનું ઉગમસ્થાન સાહિત્યના વર્ગની ચાર દીવાલો છે. એવા અર્થનું એલિયટનું વિધાન શબ્દસમીપ'ના અભ્યાસનિષ્ઠ વિવેચક સંદર્ભે યોજી શકાય એમ છે. ભોળાભાઈ પટેલ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનને જગતનાં વિવિધ નગરોના શ્રોતાઓ સમક્ષ અદ્યતન