________________ ઉદ્યત કરે છે. ઇતિહાસ, પુરાણો, હકીકતજન્ય કથાઓ અને રોલ મોડલ સમ વ્યક્તિઓના જીવન આધારિત બાળસાહિત્યનું સર્જન કરવા પાછળનો તેમનો મૂળભૂત હેતુ મૂલ્યોની પ્રસ્થાપના કરવાની સાથે સાથે બાળકોના જીવનમાં ઉત્સાહ અને ચેતના પેદા કરવા ઉપરાંત પોતે પણ આવું કાર્ય કરી શકે તે માટે પ્રેરિત કરવાનો રહ્યો છે. આ અંતર્ગત લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ'; દેશભક્તોની પ્રેરક વાતોનું ‘વતન તારા રતન'; કચ્છના વીરોની સાહસ અને બલિદાન ગાથાઓનું “કેડે કટારી ખભે ઢોલ', સત્યઘટનાઓ આધારિત દેશનાં વીર બાળકોની બહાદુરી વર્ણવતું હૈયું નાનું. હિંમત મોટી’ તથા ‘નાની ઉંમર મોટું કામ', રાજા ભીમદેવનો ચતુર અને દેશાભિમાની, મંત્રીનાં પરાક્રમો સંબંધી “ડાહ્યો ડમરો', સમાજના મશાલચી “બાળકોના બુદ્ધિસાગરજી’નું ચરિત્ર વગેરે તેમનાં બહુવંચાતાં બાળપ્રિય તથા પ્રૌઢવાચ કોને પણ સ્પર્શી જાય તેવાં પુસ્તકો છે. આ ઉપરાંત તેમણે સાહિત્ય, બાળસાહિત્ય, સાહિત્યકારો, જૈન ધર્મદર્શન, પત્રકારત્વ વગેરે વિશે અભ્યાસનિષ્ઠ સંપાદનો આપ્યાં છે. સુબોધ શૈલીમાં રચાયેલું અને રસાયેલું તેમનું ચિંતનસાહિત્ય પણ પ્રશસ્ય રહ્યું છે. આ પૈકી ‘ઝાકળ ભીનાં મોતી', ‘ક્ષમાપના', ‘ક્ષણનો સાક્ષાત્કાર’, ‘માનવતાની મહેક’, ‘મોતીની ખેતી’ વગેરે ચિત્તાકર્ષક કૃતિઓ છે. ઉલ્લેખનીય છે કે આવા આપણા ગરવા સર્જક, સમાજહિતચિંતક અને મૂઠી ઊંચેરા માનવી કુમારપાળભાઈનો જન્મ રાણપુરમાં 30 ઑગસ્ટ, 1942ના રોજ થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ નવગુજરાત આર્ટસ્ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જોકે આ પૂર્વે 1964-65ના વર્ષમાં એચ.કે. આર્ટ્સ કૉલેજમાં ફેલો તરીકે તેમણે સેવાઓ આપી હતી. નવગુજરાત કૉલેજ (1965 - 1983)માં સેવાઓ આપ્યા બાદ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ (1983)માં પ્રારંભમાં વ્યાખ્યાતા અને ત્યારબાદ રીડર, પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે યશસ્વી સેવાઓ આપી વર્ષ 2004માં સેવાનિવૃત્ત થયા છે. આ દરમિયાન યુનિવર્સિટીમાં ભાષાભવનના નિયામક (20012004), આર્ટ્સ ફેકલ્ટીના ડીન (2001-2004) તથા લાંબા સમય સુધી પત્રકારત્વના અધ્યાપક તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓ શ્રી હાલમાં ગૂજરાત વિદ્યાપીઠના એડજન્કટ પ્રોફેસર તરીકે તથા જૈન વિશ્વભારતી, લાડનૂના પ્રોફેસર ઑફ એમરીટ્સ તથા ‘જેનદર્શન અને તુલનાત્મક ધર્મ* વિષયના પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે સેવાઓ આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતી ભાષા-સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, ગાંધીદર્શન અને શાંતિ સંશોધન વિષયો હેઠળ 20 જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. પોતાની વ્યાવસાયિક ફરજો ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવનાર અહિંસા યુનિવર્સિટીના એક્ટ એન્ડ પ્રોજેક્ટ સમિતિના ચેરમેન, ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (2007-2008) તથા આ પૂર્વે તેના મંત્રી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. હાલમાં ગુજરાત વિદ્યાસભાના ઉપપ્રમુખ શ્રી ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિ તેમજ પ્રા. અનંતરાય મ. રાવળ સ્મારક સમિતિના પ્રમુખ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના મંત્રી, ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના ભારતના મેનેજિંગ ટ્રસ્ટી, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપી રહ્યા છે. આગળ ઉપર દશવિલાં અને કવિધ ક્ષેત્રોમાં તેમની બહુઆયામી અને બહુશ્રુત સેવાઓ અને અસાધારણ પ્રદાનને ધ્યાને લઈને રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સ્તરની વિખ્યાત સંસ્થાઓ દ્વારા પોતાના બહુમૂલ્ય ઍવૉર્ડ એનાયત કરીને તેમને વિભૂષિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ચર્ચાય છે કે ગુજરાતમાંથી સૌથી વધુ સંખ્યામાં ગણનાપાત્ર એવોડો - માન-સન્માનો મેળવવાનું શ્રેય કુમારપાળભાઈના શિરે જાય છે. જેની સંખ્યા 50થી અધિક છે. આ પૈકી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના કાર્ય માટે ‘પદ્મશ્રી' (2004), ગુજરાત સરકાર દ્વારા ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર' (2011), ગુજરાત સાહિત્ય સભા દ્વારા ‘શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક” (2015), વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ' (2015) મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અકાદમી દ્વારા કવિ નર્મદ પારિતોષિક' (2014), રાજસ્થાનની લોકસંસ્કૃતિ સંસ્થાન દ્વારા ‘હનુમાનપ્રસાદ પોદ્દાર પારિતોષિક' (1983), હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા ‘લાઇફ યઇમ એચિવમેન્ટ ઍવૉર્ડ" (2004), અમેરિકાની જૈન સંસ્થાઓના ફેડરેશન “જૈના' દ્વારા પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ", ગ્રેટ બ્રિટનની 17 જેટલી સંસ્થાઓ દ્વારા “હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ' (1989), ભગવાન મહાવીર 2600મી જન્મકલ્યાણક સમિતિ તરફથી વિશ્વની 26 જૈન અગ્રણીઓને વડાપ્રધાન વાજપેયીના હસ્તે અપાયેલા એવૉર્ડ પૈકી એક “જૈન રત્ન ઍવૉર્ડ" (2001). જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશન દ્વારા જૈન વિભૂષણ’ (2012), અહિંસા