________________ રસપ્રદ આલેખન કરે છે. જેની 60 હજારથી અધિક નકલો વેચાઈ ચૂકી છે. વીરચંદ રાઘવજીના ચરિત્રચિત્રણના પ્રારંભે લેખ કે નોંધેલ શબ્દો, જે સમાજ પોતાના ભૂતકાળનું વિસ્મરણ કરે છે. એનો ભવિષ્યકાળ હોતો નથી. વીરચંદ રાઘવજી ગાંધીના વિસ્મરણથી ઘણી મોટી કિંમત સમાજને ચૂકવવી પડી છે. (તેમને) ભારતીય સંસ્કૃતિનો આત્મા તરીકે ઓળખાવવાની અને રાષ્ટ્રમાં સ્થાપન કરવાની જરૂર છે.'માં લેખ કનાં દેશદાઝ અને વીરચંદ ગાંધીના સાહિત્યના સઘન અધ્યયનનાં પ્રતીતિ કારક બની રહે છે. *જીવતરની વાટે અક્ષરનો દીવો* (2015)માં અક્ષરના આરાધક અને પ્રેરણાદાયી જીવન જીવી જનાર પોતાના ઝિંદાદિલ પિતા જયભિખ્ખના જીવનચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે. જીવનચરિત્ર એ ઇતિહાસ તથા ચરિત્રનાયકની આગવી ઓળખ રજૂ કરતો શોધગ્રંથ હોવાની સભાનતા સાથે પ્રાપ્ત સાહિત્યને કાળજીથી તપાસી જઈને એક પ્રમાણભૂત ચરિત્ર આપ્યું છે. અહીં લેખકનાં અવલોકનશક્તિ, વસ્તુસંકલના અને રંગપૂરણી કળા પ્રભાવક રહ્યાં હોવાથી વાચકને રસિક અને મૂળબોધથી હર્યા ભય ચરિત્રગ્રંથનું ઉમંગથી વાંચક કરવા પ્રેરે છે. ગુજરાતી ચરિત્રસાહિત્યનું આ એક મૂલ્યવાન ઉમેરણ બની પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે. ‘ગુજરાત સમાચાર'માં 1954થી ચાલતી લોકપ્રિય કૉલમ “ઈટ અને ઇમારત'ના લેખક જયભિખ્ખનું 1969માં અવસાન થતાં આ કૉલમ ચાલુ રાખવા માટે પ્રસ્તુત પત્રના અધિપતિ શાંતિલાલ શાહે લેખકના યુવાન પુત્ર કુમારપાળની શક્તિઓને પારખીને આ જવાબદારી સોંપતાં આજે 47 વર્ષથી કૉલમ ચાલુ છે. આ કૉલમમાં તેમનો ઉદ્દે કવિતા પ્રત્યેનો પ્રેમ છલકાઈ આવે છે. આ જ પત્રમાં લેખકની અન્ય કૉલમ ‘ઝાકળ બન્યું મોતી', ‘પારિજાતનો પરિસંવાદ', “આકાશની ઓળખ' અને ‘ક્ષણનો સાક્ષાત્કાર” કૉલમો પણ ચાલુ છે. જે લેખકના શીઘ, સર્જકત્વ, ચિંતનશક્તિ અને લોકપ્રિયતાનાં પ્રતીતિકારક છે. આ ઉપરાંત પત્રકારત્વનું લાંબા સમય સુધી અધ્યયન અને આ સંબંધી મૌલિક ગ્રંથ “અખબારી લેખન’ તથા સંપાદિત ગ્રંથ ‘સાહિત્ય અને પત્રકારત્વ' (1980) પત્રકારત્વ ક્ષેત્રમાં તેમના પ્રશ્ચનનાં પ્રત્યક્ષ ઉદહરણો છે. રમતગમત અને વિશેષત: ક્રિકેટમાં જીવંત રસ ધરાવતા હોવાની સાથે તેઓશ્રી ક્રિકેટકેળાના કસબી તરીકે પણ ખ્યાત છે. સુધીર તલાટીના જણાવ્યા મુજબ કુમારપાળભાઈએ આજ સુધી રમતગમત વિશે 300 જેટલાં ભાષણો આપ્યાં છે. ક્રિકેટ સંબંધી તેમના ગ્રંથો ક્રિકેટ રમતાં શીખો', ‘ક્રિકેટજંગ' વગેરે તથા દિવ્યાંગોવાળા છતાં પ્રખર રમતવીરોનાં ચરિત્રો રજુ કરતો ગ્રંથ “અપંગનાં ઓજસ'. ‘લાલીઅમરનાર* વગેરે ભારે વેચાણ ધરાવતાં પુસ્તકો તરીકે ખ્યાતિ પ્રાપ્ત છે. તેમણે આ સંબંધી એક કૉલમ પણ શરૂ કરી હતી. ‘અપંગનાં ઓજસ' હિંદી અને અંગ્રેજીમાં અનૂદિત થઈ છે. જેની એકાધિક આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. જૈન ધર્મના અનુયાયી હોવાની સાથે સાથે તેના અધ્યેતા અને જ્ઞાતા તરીકે પણ તેઓશ્રી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત છે, જેની પ્રતીતિ તેમનાં આ સંબંધી પ્રકાશનો અને પર્યુષણ વ્યાખ્યાનોના માધ્યમથી થાય છે. વિદેશોમાં તેમનાં વિદગ્ધ વ્યાખ્યાનોએ ભારે મોટું ઘેલું લગાડ્યું છે. આ વ્યાખ્યાનોના માધ્યમથી તેઓશ્રી વિદેશોમાં જૈનદર્શન અને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ભારતીય સંસ્કૃતિના દૂત તરીકેનું યશસ્વી કાર્ય કરી રહ્યા છે. જૈન ધર્મ અને દર્શનના હાર્દને પ્રસ્તુત કરતા તેમના ગ્રંથોની આગવી વિશેષતા એ છે કે સામ્પતકાળમાં જૈન ધર્મ અને દર્શનની પ્રસ્તુતતા સમજાવવાની સાથે સાથે આજની નવી પેઢીને ગળે ઊતરે તેવી વૈજ્ઞાનિક તાર્કિકતા સાથેની સુપથ્યકારક ભાષા-શૈલી ધરાવે છે. આ સંબંધી તેમના 16 ગ્રંથો અંગ્રેજીમાં અને ઘણાબધા ગ્રંથો ગુજરાતીમાં પ્રગટ થયા છે. આ પૈકી કેટલાક ગ્રંથો બંને ભાષાઓમાં પ્રકાશિત છે. જેમાં રોજિંદા જીવનમાં વણાઈ ગયેલા મંત્રના રહસ્યને સરળ ભાષામાં સમજાવતો તથા જિજ્ઞાસુઓના ઉત્તરો સાથેનો ગ્રંથ “નવકાર મહામંત્ર', ચતુર્વિધ સંઘનાં સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓનાં 108 ચરિત્રોને - જૈન ધર્મની ઉદાત્ત ભાવનાઓ પ્રગટાવતો ગ્રંથ “જિનશાસનની કીર્તિગાથા' - 'Glory of Jainism', ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે', ‘અબ હમ અમર ભયે, 'A Journey of Ahimsa', 'The Pinnacle of Spirituality', 'Jainism : the cosmic vision' વગેરે ઉલ્લેખનીય છે. ભગવાન મહાવીરનું સામ્પ્રદાયિકતાથી પર વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જીવનચરિત્ર રજૂ કરતો સચિત્ર વિશ્વકોશીય ગ્રંથ ‘તીર્થંકર મહાવીર” એક દૃષ્ટિસંપન્ન અને શ્રમસાધ્ય છે. ખરા અર્થમાં આ એક આકર ગ્રંથ છે, દર્શનીય ગ્રંથ છે. શિલ્પસમૃદ્ધિની દષ્ટિએ અનુપમ કલાસૌંદર્યનો ખજાનો ધરાવતું વૈલોક્યદીપક રાણકપુર તીર્થ' તેના વિષયવસ્તુની અભિવ્યક્તિ અને ફોટોગ્રાફીની દૃષ્ટિએ બેનમૂન છે. લેખકે પ્રાપ્ત ચૈત્યપરિપાટીઓ અને અન્ય સાહિત્યનું અવગાહન કરીને તેનો કડીબદ્ધ ઇતિહાસ દર્શાવીને પરિચય કરાવ્યો છે. આ તીર્થ સંબંધી લેખ કે પ્રયોજેલ લોકોક્તિ કેટલું બટેકુ ખાજે પણ રાણકપુર જાજે વાચકને સ્પર્શી જાય છે અને તીર્થના દર્શને જવા