________________
( કુમારપાળ દેસાઈ
કેટલીક વિગતો
છે, તેની પ્રતીતિ કદાચ ન થાત, વિદ્વાનોને સક્રિય કરવાની પ્રવૃત્તિ વિશ્વકોશ વતી થઈ તેમાં નિમિત્તરૂપ બન્યાનો આનંદ છે.
સાહિત્યિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં મને જોતરવાનું કામ રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાન્ત મહેતા અને ચંદ્રકાન્ત શેઠ વગેરેએ કર્યું છે. ગુજરાત સાહિત્ય સભાનો ચંદ્રક એનાયત કરવા માટે આભાર માનું છું. ચંદ્રક કે ઍવોર્ડને મારા કાર્યના એપ્રીસીએશન રૂપે લખું છું અને તે ક્ષેત્રમાં વધુ કાર્ય કરવા માટેનો પડકાર ગણું છું.
આ જે કંઈ છે તેની પાછળ રહેલું છે પેલું આકાશ અને પેલી દૃષ્ટિ.
શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ
આપેલું વક્તવ્ય, વર્ષ ૨૦૦૧
સામાન્ય રીતે વ્યક્તિ એક ક્ષેત્રમાં પ્રગતિ કરીને એમાં ટોચની સિદ્ધિ મેળવે છે, પરંતુ કેટલીક વિરલ વ્યક્તિઓ એવી હોય છે કે જે જુદાં જુદાં ક્ષેત્રમાં કાર્ય કરીને એ પ્રત્યેકમાં શ્રેષ્ઠતા હાંસલ કરે છે. આવી વ્યક્તિ છે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, જેમને ૨૦૦૪માં તે સમયના ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના કાર્ય માટે ‘પદ્મશ્રી'નું રાષ્ટ્રીય સન્માન એનાયત કર્યું હતું.
સાહિત્ય માત્ર ૧૧ વર્ષની વયે ‘ઝગમગ' સાપ્તાહિકમાં વાર્તા લખીને પોતાના લેખનનો પ્રારંભ કરનાર. એમણે અનામી શહીદની એ વાર્તા કુ. બા. દેસાઈના નામે લખી હતી, જેથી જયભિખ્ખના પુત્ર છે તેવો સંપાદકને ખ્યાલ આવે નહીં.
ચરિત્ર, વિવેચન, સંશોધન, અનુવાદ, બાળસાહિત્ય, ચિંતનાત્મક સાહિત્ય, પ્રૌઢ સાહિત્ય અને પ્રેરક સાહિત્ય જેવા જુદાં જુદાં સ્વરૂપોમાં પુસ્તકોનું સર્જન કરનાર.
| ગુજરાતી સાહિત્યનું પ્રમુખપદ, જે પૂર્વે ગોવર્ધનરામ ત્રિપાઠી, મહાત્મા ગાંધી કે કનૈયાલાલ મુનશી શોભાવી ચૂક્યા છે, તે સાહિત્ય પરિષદના ૪૪મા પ્રમુખ તરીકે કામગીરી. ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા પ્રમુખ તરીકે ૨૪ ડિસે. ૨00૯ના રોજ માંડવી જ્ઞાનસત્રમાં થયેલી વરણી. (૨૦૬).
છેક ૧૯૮પની રજી ડિસેમ્બરથી ગુજરાતની અગ્રણી સાંસ્કૃતિક સંસ્થા ગુજરાતી વિશ્વકોશના એક સ્થંભ તરીકે એના પ્રેરણાપુરૂષ ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે કામગીરી, પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકરના અવસાન પછી અનેક જુદા જુદા પ્રકલ્પો દ્વારા નવી સિદ્ધિઓ સર્જનાર.
| દોઢસો વર્ષની ગૌરવભરી પરંપરા ધરાવતી ગુજરાત વિદ્યાસભાના ઉપપ્રમુખ, શ્રી ચન્દ્રવદન મહેતા મારક સમિતિ અને પ્રા. અનંતરાય મ. રાવળ સ્મારક સમિતિના પ્રમુખ તેમજ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના મંત્રી
ભારત સરકારના ચાર અને ગુજરાત સરકારના પારિતોષિકો પ્રાપ્ત