________________
મનુષ્ય. એ સૌંદર્ય એટલે જીવનનાં સુખમાં અને દુઃખમાં, સંવાદ અને વિસંવાદમાં, કટુ અને મધુર ભાવોમાં વસેલું સૌંદર્ય. આજે એ સૌંદર્યનું નામોનિશાન રહ્યું છે ?
સમૂહમાધ્યમોએ સાહિત્ય પર આક્રમણ કર્યું એમ કહેવું તે અર્ધસત્ય છે. બન્યું એવું કે રેડિયો, ચલચિત્ર અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમો સાહિત્યને વશ થવાને બદલે સાહિત્ય સમૂહમાધ્યમોને વશ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં ભાષાશુદ્ધિથી માંડીને એના વિષર્યો અને એની પ્રસ્તુતિ સુધીના અનેક પ્રશ્નો ઊભા થયા છે. આને પરિણામે એ માધ્યમોના સ્તર અંગે સવાલ જાગે છે. આપણે ઘણી બાબતો માટે પશ્ચિમને જવાબદાર ઠેરવીએ છીએ, એની ટેકનૉલોજીને કારણભૂત માનીએ છીએ; પરંતુ હકીકત એ છે કે ટેક્નૉલોજી જરૂર પશ્ચિમમાંથી આવે છે પણ એને દિશા-દર્શન આપવાનું કામ આપણું હોય છે અને એમાં આપણે નિષ્ફળ ગયા છીએ. મહારાષ્ટ્ર અને બંગાળમાં માધ્યમોનું ધોરણ પ્રમાણમાં ઊંચું રહ્યું ; તેનું કારણ સમૂહમાધ્યમો પર સાહિત્યકારોનો પ્રભાવ જોઈ શકાય. દેશ્યશ્રાવ્ય માધ્યમથી પુસ્તકો લખાવાનાં બંધ થવાનાં નથી.
સામાન્ય ઘટનાની સનસનાટીપૂર્ણ દીર્ઘ રજૂઆત કરતા સમાચારો, ઉપભોક્તાવાદને બહેકાવતાં વિજ્ઞાપનો અને ફોર્મ્યુલાબદ્ધ ધારાવાહિકોની ભરમારમાં સાહિત્યિક કૃતિ ભાગ્યે જ જોવા મળે છે. ટેલિવિઝનથી સાહિત્યિક રુચિના સંવર્ધનની વાત તો દૂર રહી, હવે તો શિષ્ટ રુચિને પણ આઘાત થવા લાગ્યો છે. રંજ કતા એવી લીલા છે કે જેની પાછળ માધ્યમ ઘેલું બને તો બધી જ મર્યાદા નેવે મૂકી દે. દર્શકની બુદ્ધિ અને રુચિ વિશેના એના ખ્યાલો ચિતાપ્રેરક છે. દરેક માધ્યમનો એક સમયગાળો હોય છે. આરંભમાં એ ચોંકાવી દે એવું આકર્ષણ જગાવે છે અને સમય જતાં મોળું પડે છે, એથી જ આ સમૂહમાધ્યમની તેજ રફ્તાર વચ્ચે અત્યારસુધી સાહિત્ય પોતાની મુદ્રા જાળવી શક્યું છે. કારણ કે એની પાસે માનવ-અંતઃસ્તલને સ્પર્શવાની શક્તિ અને કૌવત છે, પરિણામે વર્તમાન સમયના સાહિત્યકાર સામે સમૂહમાધ્યમ પડકાર નથી, પરંતુ એને માટે પોતાની આંતરશક્તિની વાકુ-સ્તરે સમુચિત અને વિશિષ્ટ અભિવ્યક્તિ એ પડકાર છે.
માધ્યમોની ગતિ અમુક આવરદાવાળી અને જલદી લાભ અંકે કરી
લેવાના મિજાજવાળી હોય છે. સાહિત્ય એ એક એવું માધ્યમ છે કે જેની નેમ અને નિયત નિશ્ચિત રહી છે અને એ છે મનુષ્યત્વનું નિરૂપણ અને એનું ઉન્નયન. આજના સાહિત્યકારે એના અનુલક્ષમાં જ સર્જનના ઘટાટોપને વિસ્તારવાનો છે. તત્કાળ આનંદ અને લાભ કરાવે તેવી વસ્તુ માધ્યમને જોઈએ,
જ્યારે સાહિત્ય એ દીર્ઘકાળ સુધી માનવને મૂલ્યો અને આનંદનો અનુભવ કરાવનાર છે. માનવઆત્માનો અવાજ
સમૂહમાધ્યમનો પ્રભાવ ગમે તેટલો હોય, અગાઉ નિર્દેશ્ય તેમ, સાહિત્યસર્જન તો ચાલુ જ રહેવાનું. સાહિત્યમાં નિહિત છે માનવઆત્માનો અવાજ . આ સૂરની ફાવટે સમૂહમાધ્યમોને નથી, તેથી સાહિત્યનો એ અવાજ સમૂહમાધ્યમમાં કાં તો ગૂંગળાય છે અથવા તો કચડી નખાય છે. પરંતુ માનવઆત્માનો અવાજ સાહિત્યમાં કેવો સંભળાય છે તે સાહિત્યનો એ અવાજ ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સમ્બને ઓસમનેમાંથી પામી શકાય.
નામના કાવ્યમાં સંગેમરમરમાં સુંદર આકૃતિ સર્જતી સ્થપતિની આંગળીઓ કે પછી જમીનને હળથી ખેડ્યા બાદ ખાડો ખોદી વાવણી કરતા ખેડૂતની આંગળીઓની વાત કરતાં એ એવી આંગળીઓ પ્રતિ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે. કવિ કહે છે,
લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ