________________
માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં વ્યક્ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને પણ મુંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે.
- સાહિત્ય દ્વારા જ વ્યક્ત થાય. વર્તમાન સમયમાં હું અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે અર્થશાસ્ત્રી છું એમ કહ્યાથી કામ સરવાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે. અસમાનતા પર આધારિત સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્રમણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું વિધાયકે કાર્ય કરે છે ? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે ? વાણીસ્વાતંત્ર અને માનવ અધિકારો પર છાશવારે થતા આઘાતો સામે એની પોતાની ક્રિયાપ્રતિક્યિા કેવી છે ? આ બધાંનો વિચાર કરવો જોઈએ.
ફાસીવાદી પરિબળો પ્રજાસમૂહને કોઈ એક યા બીજા બહાના હેઠળ કેવી રીતે અળગો કરે છે, તેની વાત કરતાં માર્ટિન નીમોલેર (
કાવ્યમાં કહે છે :
સહૃદયતા અને મૂલ્યહ્રાસા
સહૃદયતા એ પ્રત્યેક સર્જકને પ્રેરનારો અને પોષનારો મહત્ત્વનો ગુણ છે. આ સહૃદયતા જેટલા મોટા ફલક પર આપણા સર્જકોમાં પ્રવર્તતી હોય એના પ્રમાણમાં આપણા સાહિત્યને ઉચ્ચાવચ્ચ કોટિમાં ગોઠવી શકાય. આનું દૃશ્ચંત ગઈ પેઢીના આપણા કવિઓ અને નવલકથાકારોમાંથી મળી શકે તેમ છે. એક સમય એવો હતો કે જ્યારે રમણલાલ દેસાઈ જેવા નવલકથાકાર પોતાની નવલકથાના પાત્રો સમકાલીન સમાજમાંથી લેતા હતા અને તેને વાસ્તવિક ભૂમિકા ઉપર આદર્શનો ઓપ આપીને રજૂ કરતા હતા.
પચાસના દાયકામાં યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ એક કૉલેજ માં વ્યાખ્યાન આપવા ગયા. તાજું જ સ્વરાજ્ય મળ્યું હતું. કાળાં બજા૨, ભ્રષ્ટાચાર, સત્તા માટેની હોંસાતોંસી આ બધું જોતાં સ્વરાજ વિશેનો એમનો ભ્રમ ભાંગી ગયો હતો અને તેઓ નિરાશ થઈ ગયા હતા. એમણે કૉલેજના યુવાનો સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે હું ઝોળી લઈને આવ્યો છું. મને પાત્રો આપો, ચારે બાજુ નજર કરતાં મને પાત્રો મળતાં નથી. આજે પચાસ વર્ષ પછી રઘુવીર ચૈધરી જેવા નવલકથાકાર રમણલાલ દેસાઈની જેમ પોતાના જમાનાની ઘટનાઓ અને વ્યક્તિઓને નવલકથામાં ગૂંથે છે તેમને પણ આજની પેઢીમાંથી તેમના ઉચ્ચાશયો સિદ્ધ કરી આપે તેવાં પાત્રોની શોધનો પ્રશ્ન રહ્યો હશે જ . સહૃદયતા અને મૂલ્યહાસને કાર્યકારણ સબંધ છે. આજનો સર્જક કે આજનો શિક્ષક એ બધા મૂલ્યહાસના બોજ હેઠળ જીવે છે અને તેથી ઉદારતા, નિઃસ્વાર્થતા કે સમર્પણભાવ કેળવાતો નથી. દરેક વ્યક્તિ સ્વત્વના સંકુચિત વર્તુળમાં જાણે કે કેદ થઈ ગયો છે.
માનવજાત સર્વનાશના ઓથાર હેઠળ જીવી રહી છે. સિત્તેરેક વર્ષ પૂર્વે ટી. એસ . એલિયટે એમ કહ્યું હતું કે, નવલકથા મૃત્યુ પામી રહી છે. એ પછી એડમન્ડ વિલ્સને કવિતા વિશે એવી જ ઘોષણા કરી. હકીકતમાં સાહિત્યના વિકાસમાં ભરતી-ઓટ આવે છે. તેના કેટલાક પ્રદેશો કે પ્રકારો સૂકા કે લીલા દેખાય, પણ કોઈ ને કોઈ રીતે પ્રજાજીવનમાં સાહિત્યઝરણું વહેતું રહીને અમીસિંચન કરતું રહ્યું છે, પરંતુ આજે તો સાહિત્યની આવરદા અંગે જ સંશય પ્રગટ થાય એવી સ્થિતિ છે. એક સમયે કોઈ સાહિત્યપ્રકાર નામશેષ થઈ જશે એવો ભય હતો, હવે એનાથીય વધારે મોટો ભય એ છે કે સાહિત્ય સ્વયં પોતાનું