Page #1
--------------------------------------------------------------------------
________________
દાદા ભગવાન કથિત
સત્ય અને અસત્યના
રહસ્યો
સત્ય ને અસત્ય વચ્ચેનો ભેદ શું?
અસત્ય તો અસત્ય છે જ, પણ આ જે સત્ય છેને, એ વ્યવહાર સત્ય છે, સાચું સત્ય નથી. આ જમાઈ એ કાયમના જમાઈ ના હોય, સસરો ય કાયમનો ના હોય. નિશ્ચય સત્ય હોય એને સત્ કહેવાય, એ અવિનાશી હોય અને વિનાશી એને સત્ય કહેવાય. આ સત્ય પણ પાછું અસત્ય થઈ જાય, અસત્ય ઠરે. છતાં સાંસારિક સુખ જોઈતાં હોય તો અસત્ય પરથી સત્યમાં આવવું જોઈએ અને મોક્ષે જવું હોય તો આ (વ્યવહાર) સત્ય પણ અસત્ય ઠરશે ત્યારે મોક્ષ થશે !
- દાદાશ્રી
INNOILLA
"NSTXjv 16 1"
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકે.
દાદા ભગવાન કથિત
: દાદા ભગવાન ફાઉન્ડેશન વતી
શ્રી અજિત સી. પટેલ ૫, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮O૧૪. ફેન : (૦૯) ૭૫૪,૪૦૮, ૭૫૪૩૯૭૯.
: સંપાદકને સ્વાધીન
સત્ય-અસત્યતા રહસ્યો
પ્રથમ આવૃતિ : ૫OOO દ્વિતિય આવૃતિઃ ૨000
વર્ષ - ૧૯૯૮ વર્ષ - નવેમ્બર, ૨૦૦૩
ભાવ મૂલ્ય : પરમ વિનય’
અને
‘હું કંઈ જ જાણતો નથી', એ ભાવ ! દ્રવ્ય મૂલ્ય : ૧૦ રૂપિયા (રાહત દરે)
લેસર કંપોઝ : દાદા ભગવાન ફાઉન્ડેશન, અમદાવાદ.
સંક્લન : ડૉ. નીરુબહેન અમીત
: મહાવિદેહ ફાઉન્ડેશન (પ્રિન્ટીંગ ડીવીઝન),
ભોંયરામાં, પાર્શ્વનાથ ચેમ્બર્સ, નવી રિઝર્વ બેંક પાસે, ઈન્કમટેક્સ, અમદાવાદ. ફોન : ૭૫૪૨૯૬૪
Page #3
--------------------------------------------------------------------------
________________
દાદા ભગવાત ફાઉન્ડેશનના અન્ય પ્રકાશનો
૧૫) ભોગવે એતી ભૂલ
૧)
દાદા ભગવાતનું આત્મવિજ્ઞાત
૨) આપ્તવાણી શ્રેણી - ૧ થી ૧૧
૩) આપ્તસૂત્ર
૪)
૫) નીજદોષ દર્શતથી.... નિર્દોષ
૬) પૈસાતો વ્યવહાર (ગ્રંથ અને સંક્ષિપ્ત)
૭) પતિ-પત્નીતો દિવ્ય વ્યવહાર
(ગ્રંથ અને સંક્ષિપ્ત)
મા-બાપ છોકરાંતો વ્યવહાર
c)
પ્રતિક્રમણ (ગ્રંથ અને સંક્ષિપ્ત)
(ગ્રંથ અને સંક્ષિપ્ત)
૯) વર્તમાત તીર્થંકર શ્રી સીમંધર સ્વામી
૧૦) મૃત્યુ સમયે, પહેલાં અને પછી.... ૧૧) વાણીતો સિદ્ધાંત
(ગ્રંથ અને સંક્ષિપ્ત)
૧૨) વાણી, વ્યવહારમાં....
૧૩) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
(પૂર્વાર્ધ - ઉત્તરાર્ધ અને સંક્ષિપ્ત)
૧૪) ર્મનું વિજ્ઞાત
(ગુજ., હિન્દી અને અંગ્રેજી)
૧૬) બન્યું તે જ ન્યાય
(ગુજ., હિન્દી અને અંગ્રેજી)
૧૭) એડજસ્ટ એવરીવ્હેર
(ગુજ., હિન્દી અને અંગ્રેજી)
૧૮) અથડામણ ટાળો
(ગુજ., હિન્દી અને અંગ્રેજી)
૧૯) “Who Am I
૨૦) સત્ય - અસત્યતા રહસ્યો !
૨૧) અહિંસા
૨૨) પ્રેમ
૨૩) પાપ-પુણ્ય ૨૪) ગુરુ-શિષ્ય
૨૫) ચમત્કાર
૨૬) ક્રોધ
૨૭) ચિંતા
૨૮) હું કોણ છું ?
to
r
આત્મજ્ઞાત પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક !
‘‘હું તો કેટલાક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?” - દાદા ભગવાન
પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ.
દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન ગામેગામ દેશિવદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને આત્મરમણતા અનુભવે છે. અને સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી શકે છે.
ગ્રંથમાં અંકીત થયેલી વાણી મોક્ષાર્થીને ગાઈડ તરીકે અત્યંત ઉપયોગી નિવડે, પરંતુ મોક્ષ મેળવવા માટે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્તિ આજે પણ ચાલુ છે, તે માટે પ્રત્યક્ષ આત્મજ્ઞાનીને મળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો જ થાય. પ્રગટ દીવાને દીવો અડે તો જ પ્રગટે.
✡
વ
Page #4
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
સત્યને સમજવા, સત્યને પામવા પ્રત્યેક પરમાર્થી તનતોડ પુરુષાર્થ કરતો હોય છે. પણ સત્ય-અસત્યની યથાર્થ ભેદરેખા નહીં સમજાવાથી ગુંચવાડામાં જ અટવાઈ જાય છે. સતું, સત્ય અને અસત્ય એમ ત્રણ રીતે ફોડ આપી આત્મજ્ઞાની સંપૂજ્ય દાદાશ્રીએ તમામ ગુંચવાડા સરળતાથી ઉકેલી નાખ્યા છે.
સત્ એટલે શાશ્વત તત્ત્વ આત્મા. અને સત્ય - અસત્ય એ વ્યવહારમાં છે. વ્યવહાર સત્ય સાપેક્ષ છે, દ્રષ્ટિબિંદુના આધારે છે. જેમ માંસાહાર કરવા એ હિન્દુઓ માટે ખોટું છે, જ્યારે મુસ્લીમો માટે સારું છે. આમાં ક્યાં સત્ આવ્યું ? સત્ સર્વને સ્વીકાર્ય હોય. એમાં ફેરફાર ના હોય.
બ્રહ્મ સત્ય અને જગતે ય સત્ય. બ્રહ્મ રિયલ સત્ય છે અને જગત રિલેટીવ સત્ય છે. આ સિદ્ધાંત આપી પૂજ્યશ્રીએ કમાલ કરી નાખી છે. આ જગતને મિથ્યા માનવા કોઈનું મન માનતું નથી. પ્રત્યક્ષ અનુભવમાં આવતી વસ્તુને મિથ્યા કઈ રીતે મનાય ?! તો સાચું શું ? બ્રહ્મ અવિનાશી સત્ય છે ને જગત વિનાશી સત્ય છે ! ને સમાધાન અહીં થઈ જાય છે.
મોક્ષમાર્ગમાં ‘સત્ય'ની અનિવાર્યતા કેટલી ? જ્યાં પુણ્ય-પાપ, શુભઅશુભ, સુખ-દુ:ખ, સુટેવો-કુટેવો જેવા તમામ દ્વન્દ્રોનો અંત આવે છે, જ્યાં રિલેટિવને સ્પર્શતું એક પરમાણુ પણ રહેતું નથી, એવી દ્વન્દાતીત દશામાં, ‘પરમ સત્ સ્વરૂપ'માં, જગતે માનેલાં ‘સત્ય” કે “અસત્ય” કેટલી અપેક્ષાએ ‘સાચા’ ઠરે છે ? જ્યાં રિયલ સત્ છે ત્યાં વ્યવહારનાં સત્ય કે અસત્ય ગ્રહણીય કે યજ્ય ન બનતાં, નિકાલી બને છે, જોય સ્વરૂપ બને છે !
સંસાર સુખની ખેવના છે ત્યાં સુધી વ્યવહાર સત્યની નિષ્ઠા ને અસત્યની ઉપેક્ષા જરૂરી છે. ભૂલથી અસત્યનો આશરો આવી જાય તો ત્યાં ‘પ્રતિક્રમણ’ રક્ષક બને છે. પણ જ્યાં આત્મસુખ પ્રાપ્તિની આરાધના શરૂ થાય છે, પોતાના પરમ સત્ સ્વરૂપની ભજના શરૂ થાય છે, ત્યાં વ્યવહાર સત્ય-અસત્યની ભજના કે ઉપેક્ષા પૂરી થાય છે, ત્યાં પછી વ્યવહાર સત્યનો આગ્રહ પણ અંતરાયરૂપ બની જાય છે !
વ્યવહાર સત્ય પણ કેવું હોવું ઘટે ? હિત, પ્રિય ને મીત હોય તો જ તે સત્યને સત્ય કહેવાય. વાણી, વર્તન ને મનથી પણ કોઈને કિંચિત્માત્ર દુ:ખ ન દેવું એ મૂળ સત્ય, પણ વ્યવહાર સત્ય છે !
આમ ‘જ્ઞાની પુરુષ’ વ્યવહાર સત્યને ઉવેખ્યા વિના, તેમને તેમનાં યથાસ્થાને પ્રસ્થાપિત કરી યથાર્થ સમજણ આપે છે ! જે સત્, સત્ય ને અસત્યનાં તમામ રહસ્ય. અત્રે પ્રસ્તુત સંકલનમાં અગોપિત થાય છે, જે જીવનના પંથમાં હાશ કરાવે છે !
- ડૉ. નીરુબહેન અમીન
Page #5
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યતા રહસ્યો
સત્ય, વિતાથી અને અવિતાથી ! પ્રશ્નકર્તા : સત્ય ને અસત્ય, આ બે વચ્ચેનો ભેદ શું ?
દાદાશ્રી : અસત્ય તો અસત્ય છે જ. પણ આ જે સત્ય છે ને, એ વ્યવહાર સત્ય છે, સાચું સત્ય નથી. આ જમાઈ એ કાયમના જમાઈ ના હોય, સસરો એ કાયમનો ના હોય. નિશ્ચય સત્ય હોય એને સત્ કહેવાય, એ અવિનાશી હોય. અને વિનાશી એને સત્ય કહેવાય. આ સત્ય પણ પાછું અસત્ય થઈ જાય, અસત્ય ઠરે. છતાં સંસારિક સુખ જોઈતાં હોય તો અસત્ય પરથી સત્યમાં આવવું જોઈએ અને મોક્ષે જવું હોય તો આ સત્ય પણ અસત્ય ઠરશે ત્યારે મોક્ષ થશે ! એટલે આ સત્ય અને અસત્ય બેઉ કલ્પિત જ છે ખાલી. પણ જેને સંસારિક સુખ જોઈએ, એણે સત્યમાં રહેવું કે જેથી બીજાને દુઃખ ના થાય. પરમ સત્ય પામતાં સુધી જ આ સત્યની જરુર છે.
‘સત્'માં ત કદી ફેર !
એટલે આ જે ‘સત્ય-અસત્ય’ છે ને, આ જગતનું જે સત્ય છે ને, એ ભગવાન આગળ બિલકુલ અસત્ય જ છે, એ સત્ય જ નથી. આ બધું પાપ-પુણ્યનું ફળ છે. જગત તમને ‘ચંદુભાઈ’ જ કહે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ત્યારે ભગવાન કહેશે, ‘ના, તમે શુદ્ધાત્મા છો.’ સત્ એક
૨
સત્ય-અસત્યના રહસ્યો
જ પ્રકારનું હોય, ગમે ત્યાં જાવ તો ય. દરેક જીવમાં સત્ એક જ પ્રકારનું છે. સપ્ તો અવિનાશી છે અને આ સત્ય તો દરેકનું જુદું જુદું હોય એટલે એ વિનાશી છે. આ સત્ય એ જૂઠનાં આધારે રહેલું છે.
પ્રશ્નકર્તા : તો સનાતન સત્ય નામની વસ્તુમાં આપ માનો છો ?
દાદાશ્રી : સનાતન સત્ય નથી, પણ સનાતન સત્ છે. એ ‘ઈટર્નલ’(શાશ્વત) કહેવાય. મૂળ તત્ત્વ અવિનાશી છે અને એની અવસ્થા વિનાશી છે.
પ્રશ્નકર્તા : તો સત્ય એટલે શું ?
દાદાશ્રી : એક વ્યવહાર સત્ય, જે જગત આખામાં રિલેટિવ સત્ય તરીકે કહેવાય છે અને એક રિયલ સત્ય, એ સત્ કહેવાય છે, એ સત્ય કહેવાતું નથી. અવિનાશી અસ્તિત્વને સત્ કહે છે અને વિનાશી અસ્તિત્વને સત્ય કહે છે.
ત સમાય, સત્ કશામાં.... પ્રશ્નકર્તા : તો સત્ એટલે શું ?
દાદાશ્રી : સત્નો અર્થ બીજો કોઈ છે જ નહીં. સત્ એટલે કોઈ પણ વસ્તુ અવિનાશી હોય, એને સત્ કહેવાય. એનો બીજો કોઈ અર્થ જ નથી આ વર્લ્ડમાં. સત્ એકલું જ આ જગતમાં અવિનાશી છે અને તે કોઈ વસ્તુમાં સમાય એવું નથી, આ હિમાલયની આરપાર નીકળી જાય એવું છે. એને કંઈ દીવાલોનાં બંધનો કે એવાં કોઈ બંધન નડતાં નથી !
રિલેટિવ સત્યનું ઉદ્ભવસ્થાત ?
પ્રશ્નકર્તા : આત્માનું એક સત્ય છે. પણ આ બીજું રિલેટિવ સત્ય, એ ઊભું કેવી રીતે થયું ?
દાદાશ્રી : થયું નથી, પહેલેથી છે જ. રિલેટિવ અને રિયલ છે જ ! પહેલેથી જ રિલેટિવ છે. આ તો અંગ્રેજી શબ્દ બોલ્યો, બાકી એનું નામ
Page #6
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
ગુજરાતીમાં સાપેક્ષ છે. સાપેક્ષ શબ્દ સાંભળેલો ? તો સાપેક્ષ છે કે નથી આ જગત ?! આ જગત સાપેક્ષ છે ને આત્મા નિરપેક્ષ છે. સાપેક્ષ એટલે રિલેટિવ, અંગ્રેજીમાં રિલેટિવ કહે. તે અત્યારના લોકો ગુજરાતી ભાષાનો સાપેક્ષ શબ્દ સમજતા નથી, એટલે હું ‘રિલેટિવ' અંગ્રેજીમાં બોલું છું. તે તમે ચમક્યા ?!.
બે પ્રકારનાં સત્ય છે. એક રિલેટિવ સત્ય છે અને એક રિયલ સત્ય છે. એ રિલેટિવ સત્ય સમાજના આધીન છે, કોર્ટના આધીન છે. મોક્ષે જતાં એ કામ લાગતું નથી. એ તમને ડેવલપમેન્ટ’ના સાધન તરીકે કામ લાગ્યા કરે, ડેવલપમેન્ટ વખતે કામ લાગે. શું નામ તમારું ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈ.
દાદાશ્રી : ચંદુભાઈ એ રિલેટિવ સત્ય છે. એ ખોટું નથી તદન. એ તમને અહીં આગળ ‘ડેવલપ’ થવામાં કામ લાગે. પણ જ્યારે પોતાના સ્વરૂપનું ભાન કરવું હશે, ત્યારે એ સત્ય કામ નહીં લાગે. તે દહાડે તો આ સત્ય બધું ખોટું પડશે.
પાછું “આ મારા સસરા છે' એવું કહે તે ક્યાં સુધી બોલે ? વાઈફે ‘ડાયવોર્સ’ લીધો નથી ત્યાં સુધી. હા, પછી કહેવા જઈએ કે “અમારા સસરા’ તો ?
ગમતું હોય તો વિનાશીમાં રમણતા કરો અને એ ન ગમતું હોય તો આ રિયલ સત્યમાં આવો.
તુંડે તુંડે ભિા સત્ય ! પ્રશ્નકર્તા : સત્ય દરેકનું અલગ અલગ હોય ?
દાદાશ્રી : સત્ય દરેકનું અલગ અલગ હોય, પણ સત્યનો પ્રકાર એક જ હોય. એ બધું રિલેટિવ સત્ય છે, એ વિનાશી સત્ય છે.
વ્યવહારમાં સત્યની જરૂર છે, પણ એ સત્ય જુદું જુદું હોય. ચોર કહેશે, “ચોરી કરવી એ સત્ય છે.’ લુચ્ચો કહે, ‘લુચ્ચાઈ કરવી એ સત્ય છે.” પોતપોતાનું સત્ય જુદું જુદું હોય. એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને.
દાદાશ્રી : આ સત્યને ભગવાન સત્ય ગણતાં જ નથી. અહીં જે સત્ય છે ને, તે ત્યાં આગળ ગણતરીમાં લેતાં નથી. કારણ કે આ વિનાશી સત્ય છે, રિલેટિવ સત્ય છે. અને ત્યાં આગળ આ રિલેટિવ તો ચાલે નહીં, ત્યાં તો રિયલ સત્ય જોઈશે.
સત્ય અને અસત્ય એ બેઉ ઢંઢ છે, બેઉ વિનાશી છે. પ્રશ્નકર્તા : તો ‘સત્ય ને અસત્ય” આપણે માની લીધું ?!
દાદાશ્રી : સત્ય ને અસત્ય આપણી માયાથી દેખાય છે કે “આ સાચું ને આ ખોટું.’ અને તે પાછું ‘સત્ય ને અસત્ય' બધાને માટે સરખું નથી. તમને જે સત્ય લાગતું હોય ને બીજાને અસત્ય લાગતું હોય, આમને અસત્ય લાગતું હોય તે પેલાને સત્ય લાગતું હોય. એવું બધાને એકસરખું નથી. અરે, ચોર લોકો શું કહે કે, “ભઈ, ચોરી તો અમારો ધંધો છે. તમે હવે શા સારું વગોવો છો અમને ? અને અમે જેલમાં જઈએ છીએ ય ખરા. તેમાં તમને શું વાંધો આવ્યો ?! અમે અમારો ધંધો કરીએ છીએ.' ચોર એ ય એક ‘કોમ્યુનિટિ’ છે. એક અવાજ છે ને, એમનો ! આ કસાઈ ધંધો કરતો હોય તે આપણને કહે, ‘ભઈ, અમે અમારો ધંધો કરીએ છીએ.
પ્રશ્નકર્તા : ન કહેવાય.
દાદાશ્રી : માટે આ સત્ય જ હોય. આ તો રિલેટિવ સત્ય છે. પ્રશ્નકર્તા : ‘સસરા હતા’ એવું કહે તો ?
દાદાશ્રી : ‘હતા' એવું બોલીએ તોય ગાળો ભાંડે. કારણ કે એનું દિમાગ ખસી ગયું છે ને આપણે આવું બોલીએ, એના કરતાં મેરી ભી ચૂપ ને તેરી ભી ચુપ !
હવે રિલેટિવ સત્ય રિલેટિવમાંથી જ ઉત્પન્ન થાય, નિયમ એવો છે. ને રિલેટિવ સત્ય એટલે વિનાશી સત્ય. જો તમને આ સત્ય, વિનાશી સત્ય
Page #7
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
તમને શું વાંધો આવ્યો ?” દરેક પોતપોતાના સત્યને સત્ય કહે છે, તો આમાં સત્ય કોને કહેવું ?
પ્રશ્નકર્તા : એ વ્યવહાર સત્ય અનેકાંગી છે ને ?!
દાદાશ્રી : એ તો અનેકાંગી જ છે બધું. પણ એ વિનાશી છે. આ વ્યવહાર સત્ય, રિલેટિવ સત્ય માત્ર વિનાશી છે.
પ્રશ્નકર્તા : તમે સાપેક્ષ સત્ય કહેવા માગો છોને ?
દાદાશ્રી : હા, આ સાપેક્ષ સત્ય છે. એટલે આ જે જગતનું સત્ય છે ને, એ તો સાપેક્ષ સત્ય છે. આપણા દેશમાં નાણું ચાલતું હોય, એ નાણું બીજા દેશમાં ના ચાલે. અમુક જગ્યાએ સત્ય ગણાતું હોય, તે બીજા દેશમાં જાય ત્યારે એ સત્ય ના ગણાતું હોય. એટલે કશું ઠેકાણું જ નથી.
સત્ય એટલે તો તારવણી ! તમારું સત્ય જુદું, એમનું સત્ય જુદું, પેલાનું સત્ય જુદું અને પછી કોમન સત્ય જુદું.
પ્રશ્નકર્તા : આપણે જે સત્ય છે તેની નજીક પહોંચી શકીએ, પણ સત્યને પામી શકતાં નથી, એવું કહેવાય છે.
દાદાશ્રી : હા, તે ન પામી શકે. આ જે સત્ય છે ને, તે બધાં પોતાનાં ‘પોઈન્ટ’નાં સત્ય છે. હવે ‘વ્ય પોઈન્ટ’ના સત્યમાંથી બહુ વિચારકોએ કોમન સત્ય ખોળી કાઢ્યું, કે કોમન સત્ય શું હોવું જોઈએ ! એ વિચારકોની શોધખોળ છે. એ જ કોમન સત્ય છે, તે કાયદારૂપે લઈ ગયા. બાકી, એ ય સત્ય નથી. એ બધું વ્યવહાર સત્ય છે. એટલે એક અંશથી માંડીને ત્રણસો સાઠ અંશ સુધીનાં બધાં સત્ય જે છે એ જાતજાતનાં સત્ય હોય અને તે મતભેદવાળાં હોય. એટલે કોઈ આને પહોંચી શકે નહીં. - જે રિયલ સત્ય છે, એમાં ફેરફાર ના હોય. ત્યાં બધા એક જ મત હોય. રિયલ સત્ય એક મતવાળું હોય. રિલેટિવ સત્ય જાતજાતના મતોવાળું હોય, એ ખરેખર સત્ય નથી. - નિશ્ચય એટલે પૂર્ણ સત્ય ને વ્યવહાર એટલે અમુક હદ સુધીનું સત્ય
તહીં અસત્ ભગવાતને ત્યાં ! એટલે સત્ય અને અસત્ય, એ બેઉ ‘વસ્તુ' જ નથી. એ તો સામાજિક શોધખોળ છે. એટલે આ બધું સામાજિક છે, બુદ્ધિવાદ છે. અમુક સમાજમાં ફરી પૈણવું એ ગુનો છે અને ફોરેનવાળા એક કલાકમાં ફરી પૈણે છે, એ એને કાયદેસર ગણે. એટલે આ જુદાં જુદાં છે, એ સાપેક્ષિત વસ્તુ છે. પણ એ સત્ય અમુક કાયદાની અંદર છુપાયેલું છે.
પ્રશ્નકર્તા : સત્ય અને અસત્ય જે છે, એમાં ‘એડજસ્ટમેન્ટ’ કેવી રીતે કરવું ?
દાદાશ્રી : સત્ય અને અસત્ય એ બ્રાંતિજન્ય વસ્તુ છે. ભગવાનને ત્યાં એક જ છે. અને આ તો લોકોએ બે જુદું પાડ્યું છે.
તમને માંસાહાર કરવો એ હિંસા છે અને મુસલમાનોને માંસાહાર કરવો એ અહિંસા છે. એટલે આ બધું ‘સજેક્ટિવ' છે અને ભગવાનને ત્યાં એક જ વસ્તુ છે, એક પુદ્ગલ જ છે. અને જેવું ભગવાનને ત્યાં છે એવું મને વર્તે છે ને એ હું તમને શીખવાડું છું.
પણ આ તો લોક બધા આમાં પડ્યા, સજેક્ટમાં પડ્યા, તેથી આ બધું જ્ઞાન જતું રહ્યું. બાકી, ભગવાનને ત્યાં એવું સત્ય ને અસત્ય છે જ નહીં. આ તો વિનાશી છે બધું. આ તો એક જ વસ્તુના બે ભાગ પાડ્યા આપણે. એટલે આ બધાં સત્ય તો અસત્ય છે. આ સત્ય તો સામાજિક સ્વભાવ છે. હા, સામાજિક રચના છે. સમાજમાં સામાસામી દુ:ખ ના થાય એટલા માટે આ રચના કરેલી.
પ્રશ્નકર્તા : એ પણ રિલેટિવ સત્ય જ છે ને ?
દાદાશ્રી : હા, છે રિલેટિવ સત્ય ! પણ તેમાં સામાજિક રચના કરી છે કે, ‘ભાઈ, આ સત્ય ગણાય નહીં.’ તમે લીધું હોય એટલે તમે એમ કહો કે, ‘હા, મેં લીધું છે.’ અને ‘નથી લીધું” એમ બોલો તો ?! સત્ય એટલે શું ? કે જેમ બન્યું હોય એમ કહો એટલે સમાજે રચના કરી છે આ, સત્યનો સ્વીકાર કર્યો આ રીતે !
Page #8
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
પ્રશ્નકર્તા : કેરી ખાધી અને મીઠી લાગી, તો એ સત્ય ઘટના કહેવાયને ?
દાદાશ્રી : ના, એ સત્ય ઘટના નથી, તેમ અસત્ય ય નથી. એ રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય નથી. રિલેટિવ સત્ય એટલે જે સત્ય ઘડીવાર પછી નાશ થવાનું છે. એટલે એ સત્યને સત્ય જ ના કહેવાય ને ! સત્ય તો કાયમી હોવું જોઈએ.
દેવ-દેવીઓની સત્યતા ! કોઈ કહેશે, ‘આ શાસન દેવીઓ એ બધું તદન સત્ય છે ?” ના, એ રિયલ સત્ય નથી, રિલેટિવ સત્ય છે. એટલે કલ્પિત સત્ય છે. જેમ આ સાસુ ને સસરો ને જમાઈ એ બધું કામ ચાલે છેને, એવો એ વ્યવહાર ચાલે છે. જ્યાં સુધી અહીં સંસારમાં છે ને સંસાર સત્ય મનાયો છે, રોંગ બિલિફ જ રાઈટ બિલિફ મનાઈ છે, ત્યાં સુધી એની જરુર પડશે.
સ્વરૂપ, સંસારતું તે આત્માનું.... આ સંસાર એ તો કંઈ જેવી તેવી વસ્તુ નથી, આત્માનો વિકલ્પ છે. પોતે કલ્પ સ્વરૂપ ને આ સંસાર એ વિકલ્પ સ્વરૂપ ! બે જ છે. તો વિકલ્પ કંઈ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ વિકલ્પ એટલે રિલેટિવ સત્ય છે અને કલ્પ એ રિયલ સત્ય છે.
તે આ સંસારનું જાણેલું બધું ય કલ્પિત સત્ય છે. આ બધી વાતો છે ને, તે બધું કલ્પિત સત્ય છે. પણ કલ્પિત સત્યની જરૂર ખરી, કારણ કે સ્ટેશન જવું હોય તો વચ્ચે જે બોર્ડ છે, એ કલ્પિત સત્ય છે. પણ એ બોર્ડના આધારે આપણે પહોંચી શકીએને ? છતાં એ કલ્પિત સત્ય છે, ખરેખર સત્ય નથી એ. અને ખરેખર સત્ય જાણ્યા પછી કશું જાણવાનું ના હોય ને કલ્પિત સત્યને જાણવાનો પાર નહીં આવે. અનંત અવતાર એ થાય તો ય એનો પાર આવે નહીં.
અછત સર્યા સ્થાપિત મૂલ્યો ! પ્રશ્નકર્તા : સ્થાપિત મૂલ્યો કોઈ ગુણધર્મના કારણે બનેલાં ?
દાદાશ્રી : અછતને કારણે ! જેની અછત એની બહુ કિંમત !! બાકી, ગુણની કશી પડી જ નથી. સોનાના એવાં ખાસ ગુણ છે જ નહીં, અમુક ગુણો છે. પણ અછતને લીધે એની કિંમત છે. હમણાં ખાણમાંથી સોનું જો ખૂબ નીકળે ને, તો શું થાય ? કિંમત ડાઉન થઈ જાય.
પ્રશ્નકર્તા : સુખ-દુ:ખ, સત્ય-અસત્ય, એ કંવાળી વસ્તુઓ છે. એને પણ સ્થાપિત મૂલ્ય જ કહેવાય ને ? જગતમાં સાચું બોલવું એને કીંમતી ગણેલું છે, જૂઠું બોલવું સારું ગાયું નથી.
દાદાશ્રી : હા, એ બધું સ્થાપિત મૂલ્ય જ કહેવાય. એના જેવી જ આ વાત છે. એ મૂલ્ય ને આ મૂલ્ય એક જ છે. જે માનો છો કે “આ સાચું છે કે આ ખોટું છે” એ બધું સ્થાપિત મૂલ્ય જ ગણાય. એ બધું ય અજ્ઞાનનું કામ છે. અને તે આ બ્રાંત સ્વભાવથી નક્કી થયેલું છે, એ બધો ભ્રાંત સ્વભાવનો ન્યાય છે. કોઈ પણ સ્વભાવમાં ન્યાય તો હોય ને ! એટલે આ સ્થાપિત મૂલ્યો બધાં જુદી જાતનાં છે. એટલે આ ‘સત્ય-અસત્ય' બધું વ્યવહાર પૂરતું છે.
ભગવાનની દ્રષ્ટિએ... આ વ્યવહાર સત્ય, રિલેટિવ સત્યનો દુરાગ્રહ સેવવો નહીં. એ મૂળ સ્વભાવથી જ અસત્ય છે. રિલેટિવ સત્ય કોને કહેવાય ? કે સમાજ વ્યવસ્થા નભાવવા પૂરતું સત્ય ! સમાજ પૂરતું સત્ય, એ ભગવાનને ત્યાં સત્ય નથી. તો ભગવાનને આપણે પૂછીએ કે, ‘ભગવાન, આ આવું સરસ કામ કરે છે.” ત્યારે ભગવાન કહે છે, એ એનું ફળ ભોગવશે અને આ એનું ફળ ભોગવશે. જેવું વાવે એવું ફળ ભોગવશે. મારે કંઈ લેવા-દેવા નથી. આંબો રોપશે તો આંબો, ને બીજું રોપશે તો બીજું મળશે !
પ્રશ્નકર્તા : એવી રીતે કેમ ? ભગવાને એમાં થોડો તો ફરક કરવો જોઈએ ને ?
દાદાશ્રી : ફરક કરે તો એ ભગવાન જ નહીં. કારણ કે ભગવાનને ત્યાં આવી આ બેઉ વસ્તુ સરખી જ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૧૦
સત્ય-અસત્યના રહસ્યો
પ્રશ્નકર્તા: પણ વ્યવહારમાં જો આવું કરવા જઈએ તો પછી અનર્થ થઈ જાય.
દાદાશ્રી : વ્યવહારમાં ના કરાય આવું. પણ ભગવાનને ત્યાં આવું જુદું નથી. ભગવાન તો બન્નેને સરખાં જુએ છે. ભગવાનને એક્યની પર પક્ષપાત નથી. હા, કેવા ડાહ્યા ભગવાન છે ! ડહાપણવાળા છે ને ?!
આપણા અહીં તો નાદાર માણસે ય હોય અને મોટો શ્રીમંત માણસે ય હોય. આપણા અહીં નાદારને લોકો ફજેત કર કર કર્યા કરે અને શ્રીમંતને વખાણ કર કર કરે. ભગવાન તેવા નથી. ભગવાનને નાદારે ય સરખા ને શ્રીમંતે ય સરખા. બન્નેને રિઝર્વેશન સરખા આપે છે !
પ્રશ્નકર્તા : આપણે કઈ રીતે ચોક્કસ કહી શકીએ કે ભગવાને બન્નેને સરખી રીતે જ જોયા છે ?!
દાદાશ્રી : કારણ કે ભગવાન દ્વદ્વાતીત છે, એટલે કંકોને એક્સેપ્ટ કરતાં નથી. કંકો એ સંસાર ચલાવવા માટેનું સાધન છે અને ભગવાન કંકાતીત છે. એટલે એ રીતે આપણે કહી શકીએ કે ભગવાન આમાં બેઉ એક્સેપ્ટ કરતાં નથી.
વ્યવહારને જે સાચો માનીને રહ્યા, તેમને પ્રેશર ને હાર્ટએટેક ને એવું બધું થઈ ગયું ને વ્યવહારને જૂઠો માનીને રહ્યા એ તગડા થઈ ગયા. બેઉ કિનારાવાળા રખડી પડ્યા. વ્યવહારમાં બેઠાં અમે વીતરાગ છીએ !
પરમ સતી પ્રાપ્તિનો પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : એ પરમ સત્ય મેળવવા માટે માણસે શું પુરુષાર્થ કરવો ?
દાદાશ્રી : જગતને જે સત્ય લાગે છે એ સત્ય તમને વિપરીત લાગશે ત્યારે તમે સત્ તરફ જશો. એટલે કો'ક બે ગાળો ચોપડી દે ચંદુભાઈને, તો મનમાં એમ થાય કે ‘આપણને સત્ ભણી આ ધક્કો મારી રહ્યો છે.” અસત્ તરફ સહુ કોઈ ધક્કો મારે પણ સત્ તરફ કોણ ધક્કો મારે ? આ જગતનાં લોકોનું જે વિટામીન છે તે પરમ સત્ પામવાને માટે ‘ઝેર-પોઈઝન’ છે. અને આ લોકોનું-જગતનું જે પોઈઝન છે એ પરમ સતુ પામવાને માટે વિટામીન છે. કારણ કે બેની દ્રષ્ટિ જુદી છે, બન્નેની રીત જુદી છે, બન્નેની માન્યતા જુદી છે.
પ્રશ્નકર્તા : ઘણાં લોકો જુદા જુદા રસ્તા બતાડે છે કે “જપ કરો, તપ કરો, દાન કરો.’ તો બીજા કોઈ નકારાત્મક રસ્તો બતાવે છે કે “આ ના કરો, તે ના કરો.' તો એમાં સાચું શું ?
દાદાશ્રી : આ જપ-તપ-દાન, એ બધું સત્ય કહેવાય ને સત્ય એટલે વિનાશી ! અને જો પરમ સત્ય તમારે જોઈતું હોય તો એ સત્ છે અને
એ સત્ અવિનાશી હોય. સનો જ અનુભવ કરવાની જરુર છે. જે વિનાશી છે એનો અનુભવ નકામો છે.
પ્રશ્નકર્તા : તો પરમ સત્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : ‘હું શું છું' એ ભાન નહીં, પણ ‘હું છું જ’ એવું ભાન થાય એટલે પરમ સત્યની પ્રાપ્તિ થવાની શરૂઆત થઈ ગઈ. આ તો ‘હું છું’ એ ય ભાન નથી. આ તો ‘ડૉકટર સાહેબ, હું મરી જઈશ” કહે છે ! ‘હું શું છું એ ભાન થવું એ તો આગળ વાત છે. પણ ‘હું છું જ, અસ્તિત્વ છે જ મારું', એવું ભાન થાય તો એ પરમ સત્યની પ્રાપ્તિની શરૂઆત થઈ. અસ્તિત્વ તો છે, અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે, પણ હજુ ભાન નથી થયું. હવે પોતાને પોતાનું ભાન થવું એ પરમ સત્યની પ્રાપ્તિ થઈ ગઈ.
સત્ય ખડું અસત્યતા આધારે પ્રશ્નકર્તા : સત્ય, જૂઠનાં આધાર ઉપર છે, એ કેવી રીતે ? દાદાશ્રી : સત્ય ઓળખાય શી રીતે ? જૂઠું છે તો સત્ય ઓળખાય.
એટલે આ સત્ય તો અસત્યના આધારે ઊભું રહ્યું છે અને અસત્યનો આધાર છે માટે એ સત્ય પણ અસત્ય જ છે. આ જે સત્ય બહાર કહેવાય છે ને, તેનો આધાર શું છે ? શાથી એ સત્ય કહેવાય છે ? અસત્ય છે માટે સત્ય કહેવાય છે. આધાર એને અસત્યનો હોવાથી એ પોતે પણ અસત્ય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૧૧
૧૨
સત્ય-અસત્યના રહસ્યો
હું ચંદુભાઈ છું’ એવી માન્યતા છે ત્યાં સુધી પરમ સત્ય પમાય જ નહીં. ‘ચંદુભાઈ તો મારું નામ છે ને હું તો આત્મા છુંએવું પ્રાપ્તિ થાય, આત્માનું ભાન થાય તો પરમ સત્ય પમાય.
તો આત્મા’ એ જ સત્ ! હવે ખરું સત્ કર્યું ? તમે આત્મા છો, અવિનાશી છો એ ખરું સત્ છે ! જેનો વિનાશ ના થાય એ ખરું સત્ છે. જે ભગવાન છે એ સત્ જ કહેવાય. બાકી, જગતે સત્ જોયેલું જ ના હોય. સત્ની તો વાત જ ક્યાં હોય ! અને આ જે સત્ય છે તે તો અસત્ય જ છે છેવટે. આ સંસારનાં બધા જે નામો આપેલાં છે એ બધાં ય સત્ય છે, પણ વિનાશી છે.
હવે ‘ચંદુભાઈ એ વ્યવહારમાં સારું છે, એ સત્ય છે પણ ભગવાનને ત્યાં અસત્ય છે, શાથી ? પોતે અનામી છે. જ્યારે આ ‘ચંદુભાઈ” એ નામી છે, એટલે તેમની નનામી નીકળવાની. પણ અનામીની નનામી નથી નીકળતી. નામવાળાની નનામી નીકળે છે. અનામીની નનામી નીકળે ? એટલે આ સત્ય વ્યવહાર પૂરતું જ સત્ય છે. પછી એ અસત્ય થઈ જાય
જુદાં છે. સત્ય એ જગતને લાગુ થાય છે, વ્યવહારને લાગુ થાય છે અને સત્ એ નિશ્ચયને લાગુ થાય છે. એટલે આ વ્યવહારને જે સત્ય લાગુ થાય છે એ વિનાશી છે. અને સચ્ચિદાનંદનું સત્ એ અવિનાશી છે, પરમેનન્ટ છે. બદલાય જ નહીં, સનાતન છે. જ્યારે સત્ય તો વારેઘડીએ બદલાયા કરે, એને ફરતાં વાર ના લાગે.
પ્રશ્નકર્તા: એટલે સત્ય એ આપની દ્રષ્ટિએ સનાતન નથી ?
દાદાશ્રી : સત્ય એ સનાતન વસ્તુ નથી, સત્ સનાતન છે. આ સત્ય તો કાળને આધીન ફરતું જાય છે.
પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? જરા સમજાવો.
દાદાશ્રી : કાળ પ્રમાણે સત્ય ફરે. ભગવાન મહાવીરના કાળમાં જો કદી ભેળસેળ કર્યું હોય ને, તો લોક મારી મારીને એને બાળી મેલે. અને અત્યારે ? આ જમાનો એવો આવ્યો છે ને, તે બધે ભેળસેળવાળું જ મળે છે ને ?! એટલે આ બધું સત્ય ફર્યા કરવાનું. જેને આગળના લોકો કિંમતી વસ્તુ ગણતા હતા, તેને આપણે નકામી કહીને કાઢી નાખીએ છીએ. આગળના લોકો જેને સત્ય માનતા હતા અને અસત્ય કહીને કાઢીએ છીએ. એટલે કાળે કાળે સત્ય બદલાયા જ કરે. માટે એ સત્ય કાળવર્તી છે, સાપેક્ષ સત્ય છે ને પાછું વિનાશી છે. જ્યારે સત્ એટલે અવિનાશી.
સનો સ્વભાવ ! પ્રશ્નકર્તા : સત્-ચિત્ આનંદ જે શબ્દ છે તેમાં સત્ છે એ સત્ય કે સત્ ? ને આ સત્ય જુદું ?
દાદાશ્રી : આ સત્ય તો જુદી જ વાત છે. આ જગતમાં જે કહેવાતું સત્ય, એ તદન જુદી જ વાત છે. સનો અર્થ જ એ છે કે જે અવિનાશી હોય. અવિનાશી હોય ને જોડે જોડે ગુણ-પર્યાય સહિત હોય અને અગુરુલઘુ સ્વભાવવાળો હોય. અગુરુલઘુ એટલે પૂરણ ના થાય, ગલન ના થાય, વધે નહીં, ઘટે નહીં, પાતળું ના થઈ જાય, એનું નામ સત્ કહેવાય. આત્મા એ સત્ છે. પછી પુદ્ગલ એ ય સત્ છે. મૂળ જે પુદ્ગલ છે પરમાણુ સ્વરૂપે
‘હું ચંદુભાઈ છું” એ નામના આધારે સાચું, પણ ‘તમે ખરેખર કોણ છો’ એ આધારે ખોટું. જો તમે ખરેખર કોણ છો એ જાણી જાવ તો તમને લાગે કે આ ખોટું છે. ને તમે ‘ચંદુભાઈ ક્યાં સુધી ? કે જ્યાં સુધી તમને “જ્ઞાન” પ્રાપ્ત ના થાય ત્યાં સુધી તમે ‘ચંદુભાઈ” અને “જ્ઞાન” થાય ત્યાર પછી લાગે કે ‘ચંદુભાઈ” પણ અસત્ય છે.
સત્ય, પણ કાળવર્તી !
સત્ય એ સાપેક્ષ છે, પણ જે સત્ છે એ નિરપેક્ષ છે, એને અપેક્ષા કશી લાગુ ના થાય.
પ્રશ્નકર્તા : સત્ અને સત્યમાં બીજો કંઈ ફેર હશે ? દાદાશ્રી : સત્ય વિનાશી છે અને સત્ અવિનાશી છે. બેઉ સ્વભાવથી
Page #11
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૧૪
સત્ય-અસત્યના રહસ્યો
એ સત્ છે, એ વિનાશી નથી. એમાં પૂરણ-ગલન થતું નથી. સત્ હંમેશાં પૂરણ-ગલન સ્વભાવવાળું ના હોય. ને જ્યાં પૂરણ-ગલન છે એ અસત્ છે, વિનાશી છે. આવાં ધેર આર સિક્સ ઈટર્નલ્સ ઈન ધીસ બ્રહ્માંડ ! તે આ ઈટર્નલને સત્ લાગુ થાય છે. સત્ અવિનાશી હોય અને સત્નું અસ્તિત્વ છે, વસ્તુત્વ છે અને પૂર્ણત્વ છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ છે, ત્યાં સત્ છે !!! આપણે આ સંસારમાં સમજવા માટે સત્ કહેવું હોય તો આત્મા એ સત્ છે, શુદ્ધ ચૈતન્ય એ સત્ છે. એકલો શુદ્ધાત્મા જ નહીં, પણ બીજાં પાંચ તત્ત્વો છે. પણ એ અવિનાશી તત્ત્વો છે. એને પણ સત્ કહેવામાં આવે છે. જેનું ત્રિકાળ અસ્તિત્વ છે એ બધું સતુ કહેવાય અને આમ વ્યાવહારિક ભાષામાં સત્ય જે કહેવાય છે, એ તો પેલા સત્યની અપેક્ષાએ અસત્ય કહેવાય. એ તો ઘડીકમાં સત્ય અને ઘડીકમાં અસત્ય !
સચ્ચિદાનંદ તે સુંદરમ્ ! આ સચ્ચિદાનંદનું સત્ એ સત્ છે. સત્-ચિત્આનંદ (સચ્ચિદાનંદ) એમાં જે સત્ છે એ ઈટર્નલ સત્ છે અને આ સત્ય, વ્યવહારિક સત્ય એ તો ભ્રાંતિનું સત્ય છે.
શું જગત મિથ્યા ??? એટલે આપને જે વાતચીત કરવી હોય તે કરો, બધા ખુલાસા કરી આપું. અત્યાર સુધી જે જાણો છો એ જાણેલું જ્ઞાન ભ્રાંતિજ્ઞાન છે. ભ્રાંતિજ્ઞાન એટલે વાસ્તવિકતા નથી એમાં. જો વાસ્તવિક્તા હોય તો અંદર શાંતિ હોત, આનંદ હોત. મહીં આનંદનું ધામ છે આખું ! પણ એ પ્રગટ કેમ નથી થતું ? વાસ્તવિકતામાં આવ્યા જ નથી ને ! હજુ તો ‘ફોરેનને જ ‘હોમ” માને છે. ‘હોમ’ તો જોયું જ નથી.
અહીં બધું પૂછાય, અધ્યાત્મ સંબંધની આ વર્લ્ડની કોઈ પણ ચીજ પૂછાય. મોક્ષ શું છે, મોક્ષમાં શું છે, ભગવાન શું છે, કેવી રીતે આ બધું ક્રિએટ થયું, આપણે શું છીએ, બંધન શું છે, કર્તા કોણ, કઈ રીતે જગત ચાલે છે, એ બધું અહીં પૂછી શકાય. એટલે કંઈ વાતચીત કરો તો ખુલાસા થાય. આ જગત શું છે ? આ બધું દેખાય છે તે બધું સાચું છે કે મિથ્યા
છે કે જૂઠું છે ?
પ્રશ્નકર્તા : ખોટું છે.
દાદાશ્રી : ખોટું કહેવાય જ નહીં ને ! ખોટું શી રીતે કહેવાય ? આ તો કો'કની છોડીને અહીં આગળ કો'ક ઊઠાવી જતો હોય તો ખોટું કહીએ. પણ આપણી છોડીને ઊઠાવી જતો હોય તે ઘડીએ ? ખોટું કહેવાય જ શી રીતે ?! તો આ જગત સાચું હશે કે મિથ્યા હશે ?
પ્રશ્નકર્તા : જગતને તો મિથ્યા કહ્યું છે ને !
દાદાશ્રી : મિથ્યા હોય નહીં જગત. આ કંઈ મિથ્યા હોતું હશે ? જગત મિથ્યા હોય તો તો વાંધો જ શો હતો ? તો નિરાંતે ચોરને કહીએ કે, ‘કશો વાંધો નહીં. આ તો મિથ્યા જ છે ને !' આ રસ્તા પર એકુંય પૈસો પડેલો દેખાય છે ? લોકોના પૈસા નહીં પડતા હોય ? બધાના પૈસા પડે, પણ તરત ઊઠાવી જાય. ત્યાં આગળ રસ્તો કોરો ને કોરો ! માટે આ વિચારવું જોઈએ આમ, આ જગતને મિથ્યા કેવી રીતે કહેવાય તે ?! આ પૈસો કોઈ દહાડો રસ્તામાં પડી રહેતો નથી, સોનાની કોઈ વસ્તુ કશી જ પડી રહેતી નથી. અરે, જૂઠા સોનાનું હોય તો ય ઊઠાવી જાય.
એટલે મિથ્યા કશું છે જ નહીં. મિથ્યા તો, પારકાંના લાખ રૂપિયાનું ગજવું કપાયને, ત્યારે કહેશે, “અરે જવા દો ને, બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે !” અને તારા પોતાના જાય ત્યારે ખબર પડે કે મિથ્યા છે કે નહીં, તે ! આ તો બધું પારકાનાં ગજવાં કપાવડાવ્યાં છે લોકોએ, આવાં વાક્યોથી. વાક્ય તો એઝેક્ટ હોવું જોઈએ, માણસને ફિટ થાય એવું હોવું જોઈએ. તમને નથી લાગતું કે ફીટ થાય એવું વાક્ય હોવું જોઈએ ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : આ સુખો બધાં નથી લાગતાં સત્ય ? પ્રશ્નકર્તા : લાગે છે. દાદાશ્રી : મિથ્યા હોત તો ક્યારનું છોડી દે ને નાસી જાય. અને
Page #12
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૧૫
સત્ય-અસત્યના રહસ્યો
આ સત્યતાનો પુરાવો છે જ. તેથી તો આ લોક આમાં મઝા કરે છે. આ તો જલેબી ખાઈ ગયો હોયને, તે ય સ્વાદ આવે અને આ કેરીઓ લોકો નહીં ખાતા હોય ? ત્યારે આ કંઈ બનાવટ છે ?
પાછું આ ઝાંઝવાના જળ જેવું ય નથી આ જગત, લોકોએ કહ્યું. ‘ઝાંઝવાનાં જળ જેવું છે !' પણ ઓહોહો ! આ તો કરેકટ છે. લ્હાય બળે છે ને, તે આખી રાત ઊંઘ નથી આવતી કેટલાકને તો !
એટલે આ જગતને કંઈ મિથ્યા કહેવાતું હશે ? ‘મિથ્યા' કહે તો આપણે માનીએ ? રાતે ઊંઘી ગયો હોય, મોટું સહેજ પહોળું હોય, ને મોઢામાં સહેજ મરચું મૂકી આપે, તો આપણે ઊઠાડવો પડે ? મિથ્યા હોય ને, તો જગાડવા પડે. આ તો એની મેળે જ જાગી જાય ને !
દાદાશ્રી : હા, તો આ જગત મિથ્યા હોય નહીં કોઈ દહાડોય. બ્રહ્મ પણ સત્ય છે અને જગતે ય સત્ય છે. બ્રહ્મ એ રિયલ સત્ય છે અને જગત એ રિલેટિવ સત્ય છે, બસ, એટલો જ ફેર છે. બ્રહ્મ અવિનાશી કરેક્ટ છે અને જગત વિનાશી કરેક્ટ છે. બેઉની કરેક્ટનેસમાં કોઈ ખામી નથી.
જગતે ય સત્ય છે, એવું પદ્ધતિસર કહેવું જોઈએ ને? જે વાત પાછળથી કોઈ ચેકો મારે એ કામનું શું ? ‘બ્રહ્મ રિયલ સત્ય છે અને જગત રિલેટિવ સત્ય છે એને કોઈ ચેકો મારી શકે નહીંને, એટ એની ટાઈમ !!
ન હોય આ પ્રતિભાસિત સત્ય ! પ્રશ્નકર્તા : સંસાર જે છે એ પ્રતિભાસિત સત્ય છે, બાકી તો સર્વત્ર બ્રહ્મ જ છે, એવું કહે છે ને ?
આ તો પારકાંનાં ઘેર કહેશે, “છાના રહો, ભઈ. એ તો છોકરો મરી જાય, આમ છાના રહો.” અને એને ઘેર છોકરો મરી જાય ત્યારે ?! પોતાને ઘેર છોકરો મરી જાય ત્યારે મિથ્યાપણું દેખાડોને તમે ! આ તો કો'કનાં છોકરાં મરી જાય ત્યારે મિથ્યા (!) કહેશે. ત્યારે આ જગત મિથ્યા છે એ વાત સાચી છે ? આ તો પારકે ઘેર મિથ્યા, હકે ! તારે ઘેર તો રડે છે પાછો ! છાનો રાખીએ ત્યારે કહે, ‘ભઈ, મને તો આખી રાત ભૂલાતા નથી.' અલ્યા, મિથ્યા તું કહેતો હતો ને ?! ત્યાં “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' બોલ ને ! અગર તો હમણે એક ભાઈ અને એમની વાઈફ, બેઉ સાથે જતાં હોય ને કો'ક માણસ આવીને એની વહુને ઊઠાવી જાય, તે ઘડીએ પેલો ‘મિથ્યા છે. મિથ્યા છે' બોલશે ? શું બોલશે ? સત્ય માનીને જ વ્યવહાર કરશે ને ? કે ‘મિથ્યા છે, મિથ્યા છે, લઈ જા' એવું કહેશે ?!
જગત, રિલેટિવ સત્ય ! બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા’ એ વાત હંડ્રેડ પરસેન્ટ રોંગ છે. જગત મિથ્યા એ વાત ખોટી છે.
પ્રશ્નકર્તા ઃ સત્ય અને મિથ્યા કહ્યું આમાં સત્ય, સત્ય કઈ રીતે. અને મિથ્યા, મિથ્યા કઈ રીતે ?
દાદાશ્રી : સર્વત્ર બ્રહ્મ ય હોય અને પ્રતિભાસિત સત્ય ય હોય આ તો. આ જગત તો રિલેટિવ સત્ય છે. આ વાઈફ એ પ્રતિભાસિત સત્ય છે ? હેય.... ખભા પર હાથ મૂકીને સિનેમા જોવા જાય છે ને ! એક બાબો ય જોડે હોય. એટલે આ રિલેટિવ સત્ય છે, આ ગપ્યું નથી. પ્રતિભાસિત હોય આ. પ્રતિભાસિત તો કોને કહેવાય ? આપણે તળાવમાં જોઈએ ને મોટું દેખાય એ પ્રતિભાસિત કહેવાય. આ તો બધું ભ્રાંતિની આંખોથી બધું દેખાય છે અને એ તદન ખોટું નથી. વ્યવહાર છે. આ વ્યવહારથી સત્ય છે અને આત્મા રિયલ સત્ય છે. આ બધો વ્યવહાર રિલેટિવ સત્ય છે. એટલે આ દેખાય છે એ ભ્રાંતિ નથી, આ મૃગજળ નથી. તમે આત્મા છો એ રિયલ સત્ય છે, એ સનાતન છે.
મિથ્યા માનીએ તો ભગવાનની ભક્તિ થાય ?! ભક્તિ એ ય મિથ્યા થઈ (!) એટલે જગત મિથ્યા એ વાત જ ખોટી છે. એટલે લોક અવળું સમજયા છે. એને સવળી સમજણ પાડવી જોઈએ ને ?! આ ય સત્ય છે, પણ રિલેટિવ સત્ય છે.
પ્રશ્નકર્તા : કહે છે ને કે જગત આખું સોનાનું થાય, પણ અમારે મન તૃણવત્ છે ?!
Page #13
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
દાદાશ્રી : તૃણવત્ તો ખરું. પણ તૃણવત્ એ જુદી દશા છે. પ્રશ્નકર્તા : સકળ જગત એંઠવત્ કહ્યું છે તે ?
દાદાશ્રી : એંઠવત્ એ ય અમુક દશામાં. જગત એઠવતેય ના કહેવાય. અમે જગત જેમ છે એમ જ કહીએ છીએ.
એક માણસ મને કહે છે કે, ‘તમે આ જગતને રિલેટિવ સત્ય કેમ કહો છો ? આગળના શાસ્ત્રકારોએ આ જગતને મિથ્યા કહ્યું છે ને !' ત્યારે મેં કહ્યું, એ જે મિથ્યા કહ્યું છે તે સાધુ-આચાર્યોને માટે કહ્યું છે, ત્યાગીઓને માટે કહ્યું છે. એટલે એ સંસારીઓને નથી કહેતા, સાધકોને કહે છે. તેને આ વ્યવહારના સંસારીઓ લઈ પડ્યા છે. હવે એ ભૂલ જ થઈ જાય ને ?! લોકો અવળું સમજ્યા. લોકો તો ચોપડવાની પી જાય એવાં છે. આ જેમણે દવા મૂકી હશે, આ શબ્દ, એ અપેક્ષાથી કહેલું છે. ત્યાગી લોકોને ત્યાગ કરવા માટે અપેક્ષાથી કહેલું છે. હવે ચોપડવાની દવા પી જઈએ તો શું થાય ? ખલાસ થઈ જાય, રાગે પડી જાય સીધો (!)
અને ‘જગત મિથ્યા' કહે ત્યારે સાધકોને આમાંથી રસ ઊડી જાય ને પેલી બાજુ એમનું ચિત્ત રહ્યા કરે. એટલા માટે ‘મિથ્યા’ કહ્યું. એ તો એક હેલ્ડિંગ પ્રોબ્લેમ છે. એ કંઈ ખરેખર એક્ઝક્ટનેસ નથી.
તો જ સત્યતાં પડે ફોડ ! એટલે આપણે સત્ય, રિલેટિવ સત્ય અને મિથ્યા એમ ત્રણ ભાગ પાડ્યા. જ્યારે જગતે બે જ ભાગ પાડ્યા, સત્ય અને મિથ્યા. તે બીજો ભાગ લોકોને એક્સેપ્ટ થાય નહીં ને ! ‘ચંદુભાઈએ મારું બગાડ્યું’ એટલું જ સાંભળવામાં આવ્યું હોય, હવે કહેનારો ભૂલી ગયો હોય પછી, પણ તમને રાતે હેરાન કરે. એને મિથ્યા કેમ કહેવાય ? અને ભીંતને આપણે ઢેખાળો મારીએ ને પછી આપણે સૂઈ ગયા, તો ય ભીંતને કશું નહીં. એટલે આપણે ત્રણ ભાગ પાડ્યા કે એક સત્ય, રિલેટિવ સત્ય અને મિથ્યા ! તો ખુલ્લો એનો ફોડ પડી જાય. નહીં તો ફોડ જ ના પડે ને ! આ તો એકલું આત્માને જ સત્ય કહે તો આ જગત શું કંઈ સાવ અસત્ય જ છે ? મિથ્યા છે. આ ? આને મિથ્યા કહેવાય જ શી રીતે ?!
જો મિથ્યા છે તો દેવતામાં હાથ નાખી જુઓ. તે તરત ખબર પડશે કે ‘મિથ્યા છે કે નહીં ?!” જગત રિલેટિવ સત્ય છે. આ જેનું રડવું આવે છે, દુઃખ થાય છે, દઝાવાય છે, એને મિથ્યા કેમ કહેવાય ?!
પ્રશ્નકર્તા : જગત મિથ્યા એટલે ઈલ્યુઝન નથી ?
દાદાશ્રી : ઈલ્યુઝન(મૃગજળ) છે જ નહીં જગત ! જગત છે, પણ સાપેક્ષિત સત્ય છે. આપણે આ ભીંતને મારીએ અને માણસને મારીએ એમાં ફેર પડી જશે. ભીંતને મિથ્યા કહેવું હોય તો કહેવાય. ભડકે બળતું દેખાય પણ પછી ડાઘ પડેલો ના હોય, એ ઈલ્યુઝન કહેવાય. ‘મિથ્યા' કહીને તો દાટ વાળી દીધો. જેના આધારે જગત ચાલે છે, એને મિથ્યા કહેવાય જ કેવી રીતે ?! આ જગત તો આત્માનો વિકલ્પ છે. આ કંઈ જેવી તેવી વસ્તુ નથી. એને મિથ્યા કેમ કરીને કહેવાય ?!
સુખનું સિલેક્શન ! આ રિલેટિવ સત્ય ટકનારું હોય. જેમ આ સુખે ય ટકનારું હોય, એવું આ સત્યે ય ટકનારું ન્હોય. જો તમારે ટકાઉ જોઈતું હોય તો “પેલી” બાજુ જાવ અને તકલાદી જોઈતું હોય, તકલાદીમાં હેલ્થી રહેવાની જેને ટેવ હોય, તે આમાં રહે. શું ખોટું કહે છે ? એ તો ‘જ્ઞાનીઓના શબ્દો છે કે ભઈ, આ તો નાશવંત છે ને આમાં બહુ હાથ ઘાલશો નહીં, આમાં બહુ રમણતા ના કરશો. એવા હેતુથી આ બધું કહેવામાં આવ્યું છે. એટલે તમને તકલાદી સુખ જોઈતું હોય તો રિલેટિવ સત્યમાં ખોળો અને શાશ્વત સુખ જોઈતું હોય તો રિયલ સત્યમાં ખોળો ! તમને જેવો શોખ હોય એવું કરો.
તમારે વિનાશીમાં રહેવું છે કે રિયલમાં રહેવું છે ? પ્રશ્નકર્તા : રિયલમાં રહેવું છે.
દાદાશ્રી : એમ ?! એટલે અમારું વિજ્ઞાન કહે છે કે બ્રહ્મ ય સત્ય છે અને જગતે ય સત્ય છે. જગત વિનાશી સત્ય છે અને બ્રહ્મ અવિનાશી સત્ય છે. બધું સત્ય જ છે. સત્યની બહાર તો કશું ચાલે જ નહીં ને ! તમને જયાં સુધી વિનાશી ગમતું હોય, એ પોષાતું હોય, ત્યાં સુધી એ ય
Page #14
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૧૯
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય છે, તમે એમાં પેસો અને એ વિનાશી ના ગમે અને તમારે સનાતન જોઈતું હોય તો અવિનાશીમાં આવો.
વિશ્વમાં ‘સત્' વસ્તુઓ... એટલે અત્યાર સુધી જે જાણ્યું હતું, તે લૌકિક હતું. લોકોએ માનેલું, એનું નામ લૌકિક કહેવાય અને વાસ્તવિક એનું નામ અલૌકિક કહેવાય. તો તમારે વાસ્તવિક જાણવું છે કે લૌકિક જાણવું છે ?
પ્રશ્નકર્તા : વાસ્તવિક. દાદાશ્રી : એવું છે, અવિનાશી છ તત્ત્વોથી આ જગત બનેલું છે. પ્રશ્નકર્તા : પણ પાંચ તત્ત્વો છે ને ? દાદાશ્રી : કયા કયા ? પ્રશ્નકર્તા : પૃથ્વી, જળ, આકાશ, તેજ અને વાયુ.
દાદાશ્રી : એ આકાશ તત્ત્વ તો અવિનાશી છે અને પૃથ્વી, જળ, વાયુ અને તેજ એ વિનાશી છે. એ ચાર થઈને એક તત્ત્વ થાય છે, એ તત્ત્વ પાછું અવિનાશી છે. જેને પુદ્ગલ પરમાણુ કહેવામાં આવે છે. એ અવિનાશી છે અને પરમાણુ એ રૂપી છે. એટલે આ જે ચાર તત્ત્વો પૃથ્વી, જળ, વાયુ અને તેજ છે એ રૂપી છે. એટલે તમે જે પાંચ તત્ત્વો કહ્યાને, એ તો બે જ તત્ત્વો છે. આ જગતમાં આ પાંચ તત્ત્વોને ગણે છે અને આત્માને છઠું તત્ત્વ ગણે છે, એવું નથી. જો એવું હોત તો તો બધો નિકાલ ક્યારનો ય થઈ ગયો હોત.
પ્રશ્નકર્તા : એટલે આપનો અભિપ્રાય એમ છે કે વિશ્વમાં મૂળ છ તત્ત્વો છે !
જેવી વસ્તુ નથી. આ કાયમને માટે, પરમેનન્ટ લખી લેવું હોય તો લખી લેવાય, વાંધો ના આવે. બીજી બધી વિકલ્પી વાતો છે અને તે કોઈએ અહીં સુધી જોયું તો ત્યાં સુધીનું લખાવ્યું, કોઈએ એથી આગળનું જોયું તો ત્યાં સુધીનું લખાવ્યું. પણ આ તો સંપૂર્ણ જોયા પછીનું દર્શન છે અને વીતરાગોનું દર્શન છે આ !
મહાવતેય વ્યવહાર સત્ય જ (?) પ્રશ્નકર્તા : શાસ્ત્રકારોએ સત્યને મહાવ્રતમાં મૂક્યું છે ને ! તો એ સત્ય કયું કહેવાય ?
દાદાશ્રી : વ્યવહાર સત્ય ! નિશ્ચયથી બધું જૂઠું !!
પ્રશ્નકર્તા ઃ તો સત્ય મહાવ્રતમાં એ લોકોએ શું શું સમાવેશ કર્યો છે ?
દાદાશ્રી : જે સત્ય ગણાય તેને, અને અસત્ય હોય તે દુ:ખદાયી થાય લોકોને.
સંસારતા ધર્મો, હોય એ મોક્ષનો પાટો ? એવું છે ને, આ સત્ય-અસત્ય એ વસ્તુ જ મોક્ષને માટે નથી. એ તો સંસારમાર્ગમાં બતાવ્યું કે આ પુણ્ય ને પાપ, આ બધાં સાધનો છે. પુણ્ય કરશો તો કો'ક દહાડો મોક્ષમાર્ગ ભણી જવાશે. મોક્ષમાર્ગ ભણી શાથી જવાય ? ઘરમાં બેઠાં બેઠાં ખાવાનું મળશે તો મોક્ષમાર્ગ ભણી જશેને ? આખો દહાડો મહેનત કરવામાં હોય તો શી રીતે કરશે ?! એટલે પુણ્યને વખાણ્યું આ લોકોએ. બાકી મોક્ષમાર્ગ તો સહજ છે, સરળ છે, સુગમ છે. પેલો ‘રિલેશનનાં આંકડાવાળો અને અહીં મોક્ષમાર્ગમાં ‘નો-રિલેશન' !!!
પ્રશ્નકર્તા : તો સંસારમાં બધા ધર્મો પાળ્યા તો ય એને મોક્ષનાં સાંધાનું ઠેકાણું જ નહીં ને ?
દાદાશ્રી : મોક્ષની વાત જ ના કરવી ! આ અજ્ઞાનની જેટલી સ્લાઈસ પાડીએ એ બધી અજવાળારૂપ ના હોય. એકંય સ્લાઈસ
દાદાશ્રી : હા, છ તત્ત્વો છે અને આ જગત જ છ તત્ત્વોનું બનેલું છે. આ છેલ્લી વાત કહું છું. આગળ ચાળવા જેવી આ વાત ન હોય. આ બુદ્ધિની કે વાત ન હોય. આ બુદ્ધિની બહારની વાત છે, એટલે આ ચાળવા
Page #15
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
એમાં ય સત્ય, હિત, મિત ને પ્રિય !
અજવાળાવાળી ના આવે, નહીં ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ બટાકાની ‘સ્લાઈસીસ પાડીએ, એમાં કોઈ ડુંગળીની આવે ?
પ્રશ્નકર્તા : ના. બધી બટાકાની જ ‘સ્લાઈસ’ નીકળે.
દાદાશ્રી: એવી રીતે આ લોકો ‘સ્લાઈસીસ’ પાડ પાડ કરે કે ‘હવે અજવાળું આવશે, હવે આવશે.....” અરે, પણ ના આવે. એ તો અજ્ઞાનતાની સ્લાઈસીસ ! અનંત અવતાર માથાકૂટ કરીને મરી જઈશ, ઊંધે માથે લટકીને દેહને ગાળીશ તો ય કશું વળે નહીં. એ તો માર્ગના પામેલાં જ તને માર્ગ પમાડશે, ભોમિયા હોય તે માર્ગ પમાડશે. ભોમિયા તો છે નહીં. ઊલટું ખોવાઈ જવાના ભોમિયા છે, તે તમને ખોવડાવી નાખશે !!
શું સત્ય ? શું અસત્ય ? પ્રશ્નકર્તા : સાચા અને જૂઠામાં ફેર કેટલો ?
આપણે સત્ય, હિત, પ્રિય અને મિત રીતે કામ લેવું. કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની, એને હિતકારી હોય એવી વાતચીત કરીએ. એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય. તો ત્યાં આપણે એને કહીએ, ‘ભઈ, આ વસ્તુ તમારા કામની નથી.' ત્યારે કોઈ કહેશે કે, “આવું સાચું કહી દઈએ તો અમારે ધંધો કરવો શી રીતે ?” અલ્યા, તું જીવે છે શા આધારે ? કયા હિસાબથી તું જીવી રહ્યો છે ? જે હિસાબથી તું જીવી રહ્યો છે એ જ હિસાબથી ધંધો ચાલશે. કયા હિસાબથી આ લોકો સવારમાં ઊઠતા હશે ? રાત્રે સૂઈ ગયા, ને મરી ગયા તો ?! ઘણાં માણસ એવાં સવારે પાછાં ઊઠેલાં નહીં ! એ કયા આધારે ? એટલે ભડકવાની જરૂર નથી. પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું પણ હિસાબ માંડીશ નહીં.
સાચાને ઐશ્વર્ય મળે છે. જેમ જેમ સત્યનિષ્ઠા ને એ બધા ગુણો હોય ને, તેમ તેમ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. ઐશ્વર્ય એટલે શું કે દરેક વસ્તુ એને ઘેર બેઠાં મળે.
એતો વિશ્વાસ કોણ કરે ? દાદાશ્રી : જૂઠું કોઈ દહાડો બોલે છે ? પ્રશ્નકર્તા : બોલું. દાદાશ્રી : સારા પ્રમાણમાં ! પ્રશ્નકર્તા : ના, ઓછા પ્રમાણમાં.
દાદાશ્રી : ઓછા પ્રમાણમાં. જૂઠું બોલવાથી નુકસાન શું થતું હશે ? વિશ્વાસ જ ઉઠી જાય આપણી પરથી. વિશ્વાસ બેસે જ નહીં ને !
પ્રશ્નકર્તા : સામાને નથી ખબર પડતી, એમ સમજીને બોલે. દાદાશ્રી : હા, એવું બોલે, પણ વિશ્વાસ ઊઠી જાય.
દાદાશ્રી : તમે કો'કને પાંચસો રૂપિયા આપ્યા હોય, અને પછી પૂછો કે “મેં તમને રૂપિયા આપ્યા હતા’ ને એ જૂઠું બોલે કે ‘નથી આપ્યા', તો તમને શું થાય ? આપણને દુઃખ થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : તો આપણને ખબર પડે ને, કે જૂઠું એ ખરાબ છે, દુ:ખદાયી છે ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે.
દાદાશ્રી : અને સાચું બોલે તો સુખદાયી લાગે ને ? એટલે સાચી વસ્તુ પોતાને સુખ આપશે અને જૂઠી વસ્તુ દુઃખ આપશે. એટલે સાચાની કિંમત તો હોય ને ? સાચાની જ કિંમત. જૂઠાની શી કિંમત ?! જૂઠું દુ:ખદાયી હોય !
મારી વાત કરી
Page #16
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
એક ફેરો તને બોરીવલી સ્ટેશને મોકલ્યો હોય, અને તારો ભઈબંધ મળ્યો ને બેસી રહ્યો, ગપ્પાં મારવા માંડ્યો. તને કહ્યું હોય કે તું જા, દાદાને જોઈ આવ, આવ્યા કે નહીં, પાંચ વાગે આવવાના હતા, તે તું આવીને કહું, કે આ દાદા કંઈ આવ્યા નથી લાગતા. પણ સત્સંગમાં હું આયો હોઉં, તે બધાને ખબર પડી જાય, તો પછી વિશ્વાસ ઊઠી જાય. વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ.
આપણે જૂઠું બોલીએ, કો'ક આપણી પાસે જૂઠું બોલે તો આપણે સમજી જવું કે આ માણસ આટલું જૂઠું બોલે છે, તો મને આટલું દુઃખ થાય છે, તો હું કો'કની પાસે જૂઠું બોલું તો કેટલું દુઃખ થાય ? એ સમજી જઉ છું ને ? કે ના સમજી જઉં ?
..તો સિગ્નલ શક્તિ ચાલી જાય ! પ્રશ્નકર્તા : આ જે ધંધો કરે છે લોકો, ખિસ્સાં કાપવાનો કે ચોરી કરવાનો, તો એની અંદરનો આત્મા કોઈ દિવસ એને સિગ્નલ આપતો હશે કે નહીં આપતો હોય ?
દાદાશ્રી : એક-બે વખત ચોરીનાં સિગ્નલ આપે. તે આત્મા તો વચ્ચે પડે નહીં આમાં. એક-બે વખત સિગ્નલ મહીંથી મળે કે ‘નથી કરવા જેવું.’ પણ ઓળંગે એટલે પછી કશું ય નહીં. ઓળંગે એટલે પેલી સિગ્નલ શક્તિ જતી રહી. આ સિગ્નલ પડ્યો હોય અને ગાડી ઓળંગે તો સિગ્નલની શક્તિ જતી રહી. સિગ્નલ ના પડ્યું હોય ને ઓળંગે એ વાત જુદી છે.
પ્રશ્નકર્તા : સાચા માણસોનું હંમેશાં શોષણ થાય છે અને જે ખોટાં માણસો છે તે ગુંડાગીરી કે ખોટાં જ કામ કરે છે એ મોજમજા કરે છે શા માટે ?
દાદાશ્રી : સાચાં માણસ તો ગજવું કાપવા જાય ને, ત્યારે તરત પકડાઈ જાય. અને ખોટો માણસ તો આખી જીન્દગી કરે તો યે પકડાય નહીં મૂઓ ! કુદરત મદદ કરે એને અને પેલાને મદદ ના કરે, પેલાને પકડાવી દે ! એનું કારણ શું લાગે છે ?
પ્રશ્નકર્તા : કારણ કે એનાથી ખોટું થાય નહીં એટલે.
દાદાશ્રી : ના, કુદરતની ઈચ્છા એવી છે કે એને ઊંચી ગતિમાં લઈ જવો છે એટલે એને પહેલેથી ઠોકર મારીને ઠેકાણે રાખે. અને પેલાને નીચી ગતિમાં લઈ જવાનો છે. એટલે એને મદદ કર્યા કરે. તમને સમજણ ના પડી ? ખુલાસો થયો કે નહીં ? થયું ત્યારે !
પુણ્ય-પાપ, ત્યાં આમ વહેંચાય! પ્રશ્નકર્તા: કેટલાંક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાંક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ છે ?'
દાદાશ્રી : એ એનાં પાપ અને પુણ્યના આધારે બને છે. એના પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તો ય ચાલી જાય.
પ્રશ્નકર્તા : તો એને કંઈ નુકસાન નહીં ?
દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યો કે, તેનું ફળ એને આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે !
ત્યાં અભિપ્રાય ફેવો ! હવે તમે આખા દિવસમાં એકુંય કર્મ બાંધો છો ખરાં ? આજ શું શું કર્મ બાંધ્યું ? જે બાંધશો તે તમારે ભોગવવું પડશે. પોતાની જવાબદારી છે. એમાં ભગવાનની કોઈ જાતની જવાબદારી નથી.
પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ?
દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોય ને, તેના કરતાં
Page #17
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
પડે. અને પ્રતિક્રમણ કરે તો પછી જોખમદારી અમારી છે.
એટલે અભિપ્રાય બદલો ! જૂઠું બોલવું એ જીવનનાં અંત બરોબર છે, જીવનનો અંત લાવવો અને જૂઠું બોલવું એ બે સરખું છે, એવું ‘ડિસાઈડ' કરવું પડે. અને પાછું સત્યનું પૂછડું ના પકડશો.
દ્રવ્યમાં જૂઠ, ભાવમાં સત્ય ! પ્રશ્નકર્તા: આ ધંધો કરીએ છીએ, તેમાં કોઈકને કહીએ ‘તું મારો માલ વાપર, તને એમાંથી ટકા-બે ટકા આપીશું.’ એ ખોટું કામ તો છે
જૂઠું બોલવાના ભાવ કરો છો તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલવાનો આપણો નિશ્ચય, તે કર્મબંધ કરે છે. આપને સમજમાં આવ્યું ? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને ? શું હેલ્પ કરશે ?
પ્રશ્નકર્તા : જૂઠું બોલતાં અટકવું જોઈએ.
દાદાશ્રી : ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ. અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાતાપ કરવો જોઈએ કે “શું કરું ?! આવું જૂઠું ના બોલવું જોઈએ.’ પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે પણ પેલો અભિપ્રાય બંધ થશે. ‘હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહા પાપ છે. મહા દુ:ખદાયી છે અને જૂઠું બોલવું એ જ બંધન છે' એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો તો તમારા જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે. અને પૂર્વે જ્યાં સુધી આ ભાવ બંધ નહોતા કર્યા, ત્યાં સુધી જે એનાં ‘રિએક્શન' છે એટલાં બાકી રહેશે. તેટલો હિસાબ તમારે આવશે. તમારે પછી તેટલું ફરજિયાત જૂઠું બોલવું પડશે, તો તેનો પશ્ચાતાપ કરી લેજો. હવે પશ્ચાતાપ કરો તો પણ પાછું જે જૂઠું બોલ્યા તે કર્મફળનું ય ફળ તો આવશે. અને પાછું તે તો ભોગવવું જ પડશે. તે લોકો તમારે ઘેરેથી બહાર જઈને તમારી બદબોઈ કરશે કે, “શું આ ચંદુભાઈ, ભણેલા માણસ, આવું જૂઠું બોલ્યા ?! એમની આ લાયકાત છે ?!” એટલે બદબોઈનું ફળ ભોગવવું પડશે પાછું, પશ્ચાતાપ કરશો તો પણ. અને જો પહેલેથી પેલું પાણી બંધ કરી દીધું હોય, કોઝિઝ જ બંધ કરી દેવામાં આવે, તો પછી કોઝિઝનું ફળ અને તેનું પણ ફળ ના હોય.
એટલે આપણે શું કહીએ છીએ ? જૂઠું બોલાઈ ગયું, પણ ‘એવું ના બોલવું જોઈએ’ એવો તું વિરોધી છે ને ? હા, તો આ જૂઠું તને ગમતું નથી એમ નક્કી થઈ ગયું કહેવાય. જૂઠું બોલવાનો તને અભિપ્રાય નથી ને, તો તારી જવાબદારીનો ‘એન્ડ” આવી જાય છે.
પ્રશ્નકર્તા : પણ જેને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ છે, એ શું કરે ? દાદાશ્રી : એણે તો પછી જોડે જોડે પ્રતિક્રમણ કરવાની ટેવ પાડવી
દાદાશ્રી : ખોટું કામ થઈ રહ્યું છે એ તમને ગમે છે કે નથી ગમતું?
પ્રશ્નકર્તા : ગમવું એ બીજો પ્રશ્ન છે. પણ ન ગમતું હોય તો ય કરવું પડે છે, વ્યવહારને માટે.
દાદાશ્રી : હા. માટે જે કરવું પડે છે, એટલે ફરજિયાત છે. તો આમાં તમારી ઈચ્છા શું છે ? આવું કરવું છે કે નથી કરવું ?
પ્રશ્નકર્તા : આ કરવાની ઈચ્છા નથી, પણ કરવું પડે છે.
દાદાશ્રી : એ ફરજિયાત કરવું પડે, તેનો પસ્તાવો હોવો જોઈએ. અડધો કલાક બેસીને પસ્તાવો હોવો જોઈએ, કે “આ નથી કરવું છતાં ય કરવું પડે છે.' આપણો પસ્તાવો જાહેર કર્યો એટલે આપણે ગુનામાંથી છૂટયા. આ તો આપણી ઈચ્છા નહીં હોવા છતાં ય ફરજિયાત કરવું પડે છે, એનું પ્રતિક્રમણ કરવું પડે અને કેટલાંક લોકો કહે છે, ‘ભઈ, આ કરીએ છીએ તે જ બરાબર છે, આવું જ કરવું જોઈએ.’ તો તેમને ઊંધું થશે. આવું કરીને રાજી થાય એવાં ય માણસો ખરાં ને ! આ તો તમે હળુકર્મી એટલે તમને આ પસ્તાવો થાય. નહીં તો લોકોને પસ્તાવો ય ના થાય.
પ્રશ્નકર્તા: પણ ફરી રોજ તો પેલું ખોટું કરવાનાં જ છીએ. દાદાશ્રી : ખોટું કરવાનો સવાલ નથી. આ પસ્તાવો લો છો એ જ
Page #18
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
તમારા ભાવ છે. થઈ ગયું એ થઈ ગયું. એ તો આજે ‘ડિસ્ચાર્જ છે અને ‘ડિસ્ચાર્જમાં કોઈનું ચાલે જ નહીં. ‘ડિસ્ચાર્જ એટલે એની મેળે સ્વાભાવિક રીતે પરિણામ પામવું. અને “ચાર્જ' એટલે ? કે પોતાના ભાવ સહિત હોવું જોઈએ. કેટલાંક લોકો ઊંધું કરે છતાં ભાવમાં એમ જ રહે કે “આ બરાબર જ થઈ રહ્યું છે? તો એ માર્યો ગયો જાણો. પણ જેને આ પસ્તાવો થાય છે, એનું આ ખોટું ભૂંસાઈ જશે.
‘નંબર ટુ', બહારવટિયા પ્રશ્નકર્તા : પણ અમારે તો જીવનમાં એવાં અમુક પ્રસંગો આવે છે કે જ્યારે ખોટું બોલવું જ પડે. ત્યારે શું કરવું ?
દાદાશ્રી : કેટલીક જગ્યાએ ખોટું બોલવું સારું અને કેટલીક જગ્યાએ સાચું બોલવું તે ય સારું. ભગવાનને તો “સંયમ છે કે નહીં? તેટલી જ પડેલી છે. સંયમ એટલે કોઈ જીવને દુઃખ નથી દેતો ને ? ખોટું બોલીને દુ:ખ ના દેવું જોઈએ.
કેટલાંક કાયદા કાયમના હોય છે ને કેટલાંક ટેમ્પરરી કાયદા હોય છે. ટેમ્પરરીને લોક કાયમનું કરી નાખે છે ને મહામુશ્કેલી ઊભી થાય છે. ટેમ્પરરીને તો એડજસ્ટેબલ થઈ એ પ્રમાણે નિકાલ કરીને આગળ કામ કાઢી લેવાનું, કંઈ બેસી રહેવાય આખી રાત ?!
પ્રશ્નકર્તા : તો વ્યવહાર કેવી રીતે કરવો ?
દાદાશ્રી : વિષમતા ઊભી ના થવી જોઈએ. સમભાવે નિકાલ કરવો. આપણે જયાંથી કામ કઢાવવું હોય તે મેનેજર હોય તે કહે, ‘દસ હજાર રૂપિયા આપો તો તમારો પાંચ લાખનો ચેક કાઢીશ.’ હવે આપણા ચોખ્ખા વેપારમાં તો કેટલોક નફો હોય ? પાંચ લાખ રૂપિયામાં બે લાખ આપણા ઘરનાં હોય ને ત્રણ લાખ લોકોના હોય, તો એ લોકો ધક્કા ખાય તે ય સારું કહેવાય ? એટલે આપણે પેલા મેનેજરને કહીએ, ‘ભઈ, મને નફો રહ્યો નથી.’ એમ તેમ સમજાવીને, પાંચમાં નિકાલ કરવો. નહીં તો છેવટે દસ હજાર રૂપિયા આપી દઈને ય આપણો ચેક લઈ લેવો. હવે ‘ત્યાં
મારાથી આવું લાંચ કેમ અપાય ?” એમ કરો, ત્યારે કોણ આ બધા લોકોને જવાબ આપશે ? પેલો માગનારો ગાળો દેશે, આવડી આવડી ! જરા સમજી લો, વખત આવ્યો તે પ્રમાણે સમજી ને કામ કરો !
- લાંચનો ગુનો નથી. આ જે ટાઈમે જે વ્યવહાર આવ્યો, તે વ્યવહાર તને એડજસ્ટ કરતાં ના આવડ્યો એનો ગુનો છે. હવે અહીં કેટલાં પૂછડું પકડી રાખે ?! એવું છે ને, આપણાથી એડજસ્ટ થાય, જ્યાં સુધી લોકો આપણને ગાળો ના દે અને આપણી પાસે બેંકમાં હોય, ત્યાં સુધી પકડી રાખવું. પણ એ બેંકની ઉપર જતું હોય ને પેલાં ગાળો દેતાં હોય તો શું કરવું ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે.
દાદાશ્રી : હું તો અમારા વેપારમાં કહી દેતો કે, “ભઈ, આપી આવા રૂપિયા. આપણે ભલે ચોરી નથી કરતા કે ગમે તે નથી કરતા, પણ રૂપિયા આપી આવ.' નહીં તો લોકોને ધક્કા ખવડાવવા એ આપણા સારા માણસનું કામ નહીં. એટલે લાંચ આપવી, એને હું ગુનો નથી કહેતો. ગુનો તો, પેલાએ માલ આપ્યો છે ને એને આપણે ટાઈમસર પૈસા નથી આપતા, એને ગુને કહું .
બહારવટીઓ રસ્તામાં પૈસા માગે તો આપી દો કે નહીં ? કે પછી સત્યની ખાતર નહીં આપવાના ?
પ્રશ્નકર્તા : આપી દેવા પડે.
દાદાશ્રી : કેમ ત્યાં આપી દો છો ?! અને અહીં કેમ નથી આપતા ?! આ સેકન્ડ પ્રકારના બહારવટીઆ છે. તમને નથી લાગતું આ સેકન્ડ પ્રકારના બહારવટીઆ છે ?!
પ્રશ્નકર્તા : પેલા પિસ્તોલ બતાવી લે છે ને ?
દાદાશ્રી : આ નવી પિસ્તોલ બતાવે છે. આ ય ભડક તો ઘાલે છે ને, કે ‘ચેક તને મહિના સુધી નહીં આપું !' છતાં ગાળો ખાતાં સુધી આપણે પકડી રાખવું ને પછી લાંચ આપવાની હા પાડવી, એના કરતાં
Page #19
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
ગાળો ખાતાં પહેલાં ‘પથ્થર નીચેથી હાથ કાઢી લો' એમ કહ્યું છે ભગવાને. પથ્થર નીચેથી સાચવીને હાથ કાઢજો, નહીં તો પથ્થરના બાપનું કશું જવાનું નથી. તમારો હાથ તૂટી જશે. કેમ લાગે છે તમને ?
પ્રશ્નકર્તા : બિલકુલ બરાબર.
૨૯
દાદાશ્રી : હવે આવું ગાંડું કોણ શીખવાડે ? કોઈ શીખવાડે ? બધાં સત્યનાં પૂછડાં પકડે. અલ્યા, ન્હોય સત્ય. આ તો વિનાશી સત્ય છે, સાપેક્ષ સત્ય છે. હા, એટલે કોઈને હિંસા થતી હોય, કોઈને દુઃખ થતું હોય, કો’ક માર્યો જતો હોય, એવું ના થવું જોઈએ.
આ બાજુ માગતાવાળા બિચારા ગળે આવી ગયેલા છે અને આ બાજુ પેલો મેનેજર ગળે આવી ગયો છે, ‘તમે દસ હજાર નહીં આપો તો હું તમારો ચેક નહીં આપું.'
ત્યારે આ બીજા, સેકન્ડ પ્રકારના બહારવટીયા ! આ સુધરેલા બહારવટીઆ, પેલા સુધર્યા વગરના બહારવટીઆ !! આ સિવિલાઈઝડ બહારવટીઆ, પેલા અમ્નસિવિલાઈઝડ બહારવટીઆ !!!
સત્ય ઠેરવતાં, બને અસત્ય !
પ્રશ્નકર્તા : સત્યને સત્ય ઠેરવવા જતાં, એનો પ્રયત્ન કરવા જતાં અસત્ય બને છે.
દાદાશ્રી : આ જગતમાં વાણી માત્ર સત્યાસત્યથી બહાર છે. એને સત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય, અસત્યમાં લઈ જવી હોય તો લઈ જવાય. એ બેઉ આગ્રહપૂર્વક બોલાય એવું નથી. આગ્રહપૂર્વક બોલ્યા એ પોઈઝન ! શાસ્ત્રકારોએ કહ્યું કે વધુ પડતી ખેંચ કરી માટે અસત્ય છે ને ખેંચ ના કરી માટે સત્ય છે. ને સત્યને સત્ય ઠરાવવા જશો તો અસત્ય થઈને ઊભું રહેશે, એવા જગતમાં સત્ય ઠરાવો છો ?!
માટે સત્ય-અસત્યની ભાંજગડ મૂકી દેવાની. એ ભાંજગડવાળા ત્યાં કોર્ટમાં જાય. પણ આપણે કંઈ કોર્ટમાં બેઠાં નથી. આપણે તો અહીં દુઃખ
સત્ય-અસત્યના રહસ્યો
ના થાય એ જોવાનું. સત્ય બોલતાં સામાને દુઃખ થતું હોય તો આપણને બોલતાં જ નથી આવડતું.
શોભે સત્ય, સત્યતા રૂપમાં !
૩૦
એવું છે, સત્યની હરેક જગ્યાએ જરૂર છે અને જો સત્ય હોય તો વિજય થાય છે. પણ સત્ય એના સત્યનાં રૂપમાં હોવું જોઈએ, એની વ્યાખ્યામાં હોવું જોઈએ.
પોતાનું સાચું ઠરાવવા માટે લોક પાછળ પડે છે. પણ સાચાને સાચું કરાવશો નહીં. સાચામાં જો કોઈ સામો માણસ તમારા સાચા સામે જો વિરોધ કરે તો જાણવું કે તમારું સાચું નથી, કંઈક કારણ છે એની પાછળ. એટલે સાચું કોને કહેવાય ? સાચી વાતને સાચી વાત ક્યારે ગણાય ? કે એકલા સત્ય સામે જોવાનું નથી. એનાં ચાર પાસાં હોવાં જોઈએ. સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ, હિતવાળું હોવું જોઈએ ને મિત એટલે ઓછા શબ્દોમાં હોવું જોઈએ, એનું નામ સત્ય કહેવાય. એટલે સત્ય, પ્રિય, હિત અને મિત, આ ચાર ગુણાકારે કરીને બોલીશ તો સત્ય છે, નહીં તો
અસત્ય છે.
તગ્ન સત્ય, ના શોભે !
નગ્ન સત્ય બોલવું એ ભયંકર ગુનો છે. કારણ કે કેટલીક બાબતમાં સત્ય તો વ્યવહારમાં બોલાતું હોય તે બોલાય. કોઈને દુઃખ થાય એવી વાણી સાચી-સત્ય કહેવાતી જ નથી. નગ્ન સત્ય એટલે કેવળ સત્ય જ બોલીએ તો એ ય જૂઠું કહેવાય.
નગ્ન સ્વરૂપે સત્ય કોને કહેવાય ? કે પોતાનાં મધર હોય તેને કહેશે, ‘તમે તો મારા બાપનાં વહુ થાવ !' એવું કહે તો સારું દેખાય ? આ સત્ય હોય તો ય પણ મા ગાળો ભાંડે ને ? મા શું કહે ? ‘મૂઆ, મોઢું ના દેખાડીશ, રડ્યા તારું !' અરે, આ સત્ય કહું છું. તમે મારા બાપના વહુ થાવ, એવું બધાં કબૂલ કરે એવી વાત છે ! પણ એવું ના બોલાય. એટલે નગ્ન સત્ય ના બોલવું જોઈએ.
Page #20
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
તે બહુ નુકસાન કરે છે...” એમ ગમે તે રસ્તે આપણે એને બીવડાવીએ તો એ અસત્ય છે, છતાં હિતકારી છે ને ?! તો એ સત્ય ગણાય.
પ્રશ્નકર્તા : પણ હિતકારી હોય તે સામાન્ય રીતે સામાને પ્રિય નથી લાગતી.
સત્ય, પણ પ્રિય ખપે ! એટલે સત્યની વ્યાખ્યા શું કરવામાં આવી છે ? વ્યવહાર સત્ય કેવું હોવું જોઈએ ? વ્યવહાર સત્ય ક્યાં સુધી કહેવાય છે ? કે સત્યનાં પૂછડાં પકડીને બેઠાં છે એ સત્ય નથી. સત્ય એટલે તો સાધારણ રીતે આ વ્યવહારમાં સાચું હોવું જોઈએ. તે ય પાછું સામાને પ્રિય હોવું જોઈએ.
લોક નથી કહેતા કે “એય, કાણિયા, તું અહીં આવ.” તો એને સારું લાગે ? અને કોઈ ધીમે રહીને કહે, ‘ભાઈ, તમારી આંખ શી રીતે ગઈ ?” તો એ જવાબ આપે કે ના આપે ? અને એને કાણિયા કહીએ તો ?! પણ એ સત્ય ખરાબ લાગે ને ? એટલે આ દાખલો મૂક્યો. સત્ય એ પ્રિય જોઈશે.
નહીં તો સત્ય પણ જો સામાને પ્રિયકારી ના હોય તો એ સત્ય ગણાતું નથી. કો'ક પૈડા હોય તો તેને “માજી” કહેવું. એમને ‘ડોશી’ કહ્યા હોય તો એ કહે, ‘રડયો, મને ડોશી કહે છે ?!' હવે હોય અયોત્તેર વર્ષનાં, પણ પેલાં ‘ડોશી' કહે તો પોષાય નહીં. શાથી ? એમને અપમાન જેવું લાગે. એટલે આપણે એમને ‘માજી' કહીએ, કે “માજી આવો.’ તો એ રૂપાળું દેખાય અને તો એ ખુશ થઈ જાય. ‘શું ભઈ, પાણી જોઈએ છે ? તમને પાણી પાઉં ?!' કહેશે. એટલે પાણી-બાણી બધું ય પાય.
હિતકારી, તો જ સત્ય !
દાદાશ્રી : હવે એ હિતકારી છે કે કેમ, એ આપણી માન્યતા ઘણી વખત ખોટી હોય છે. અને આ તો આપણે માનીએ કે હું હિતકારી કહું છું છતાં આ માનતા નથી. અલ્યા, હિતકારી ક્યાંથી લાવ્યો તું ? હિતકારી એક વાક્ય ક્યાંથી લાવ્યો તું ? હિતકારી વાત તો કેવી હોય ? સામા માણસને મારીએ તો ય સાંભળે. હિતકારી વાત કરનારની પાસે તો, એ સામા માણસને મારે તો ય પેલો સાંભળે. સાંભળે કે ના સાંભળે ? કારણ કે પોતે સમજી જાય કે મારા હિતને માટે કહે છે. એટલે આપણી વાત જે સામાને પ્રિય લાગતી નથી. પાછું પ્રિય લાગે અને હિતકારી ના હોય તો ય નકામું છે.
ત્યારે ત્યાં આગળ પાછું ચેતવાનું કહ્યું, કે સત્ય એ એકલું પ્રિય નહીં પણ સામાને હિતકર પણ હોવું જોઈએ. સામાને ફાયદાકારક હોવું જોઈએ, તો સત્ય ગણાય. આ તો પેલું લૂંટી લેવું, છેતરી લેવું. એને સત્ય કહેવાય જ નહીં ને ! એટલે એકલા સત્યથી નહીં ચાલે. સત્ય હોવું જોઈએ અને તે સામાને પ્રિય લાગવું જોઈએ. સામાને પ્રિય લાગે એવાં ગુણાકાર થવા જોઈએ. અને સત્ય ને પ્રિય એકલું હોય તો ય પાછું ના ચાલે. એ હિતકારી હોવું જોઈએ.
સામાને હિત ના થતું હોય તો એ શું કામનું ?! ગામમાં તળાવ ભરાઈ ગયું હોય તો આપણે બાબાને કહીએ, ‘જો તળાવ પર એક ડાકણ રહે છે ને,
મિત વિનાનું સત્ય, કદરૂપું ! હવે એટલેથી ય નહીં પાછું. એવી ત્રણેવ ચીજ એક માણસે કરી, સત્ય કહ્યું, પ્રિય લાગે એવું બોલ્યા, હિતકારી લાગે એવું બોલ્યા. પણ આપણે કહીએ, ‘હવે બહુ થઈ ગયું, તમારી વાત બધી સમજી ગયો. તમે મને સલાહ આપી, ને એ મને સમજણ પડી ગઈ, હવે હું જઉં છું.’ તો એ આપણને શું કહેશે ? ‘ના, નથી જવાનું. ઊભો રહે. મારી વાત પૂરી સાંભળ. તું સાંભળ પણ.’ એ પાછું અસત્ય થઈ ગયું. એટલે મિત કહ્યું ભગવાને ત્યાં આગળ. મિત એટલે પ્રમાણમાં હોવું જોઈએ. થોડાક શબ્દમાં ના હોય તો સત્ય ગણાતું નથી. કારણ કે વધુ પડતું બોલે તો સામો માણસ કંટાળે, એ સત્ય ગણાતું નથી. એ સત્ય કરતાં રેડિયો સારો કે આપણે જયારે સ્વીચ બંધ કરવી હોય તો કરી શકીએ ! આ રેડિયો બંધ કરવો હોય તો થાય, પણ આ જીવતો રેડિયો બંધ ના થાય. એટલે મિત નથી એ ય ગુનો, એટલે એ ય જૂઠું થયું. વધારે પડતું, એક્સેસ બોલવાનું થઈ ગયું એ ય જૂઠું થઈ ગયું. કારણ કે અહંકાર છે એની પાછળ. એટલે સત્ય કહેતો હોય તો ય ખોટું દેખાય, હિતકારી બોલે તો ય ખોટો દેખાય. કારણ કે મિત નથી. એટલે નોર્માલિટી હોવી જોઈએ,
Page #21
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૩૩
ત્યારે એ સત્ય ગણાય.
મિત એટલે સામાને ગમે એટલી જ વાણી, જરૂરિયાત પૂરતું જ બોલે, વધારે ના બોલે, સામાને વધારે પડતું લાગે તો બંધ કરી દે. અને આપણા લોક તો ઝાલવા ફરે. અરે, એનાં કરતાં તો રેડિયા સારા, એ ઝાલે તો નહીં. આ તો એનો હાથ પકડીને બોલ બોલ કરે. એવું હાથ પકડે એવા જોયેલા તમે ? ‘અરે તમે સાંભળો, સાંભળો, મારી વાત સાંભળો !' જો કેવાં હોય છે ને !! મેં જોયેલા એવા.
આત્માર્થે જૂઠું તે જ સાચું !
પ્રશ્નકર્તા : પરમાર્થનાં કામ માટે થોડું જૂઠું બોલે તેનો દોષ લાગે ? દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, એનો કશો દોષ લાગતો નથી અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે, તેનો વાંધો નથી. એ આત્માને માટે તમે પરમાર્થ કહો છો ને ?! હા, આત્મહેતુ હોય ને, એનાં જે જે કાર્ય હોય તેમાં કોઈ દોષ નથી. સામાને આપણા નિમિત્તે દુઃખ પડે તો એ દોષ લાગે.
કષાય કરતાં અસત્ય ઉત્તમ !
એટલે અમે કહ્યું કે આત્મા પ્રાપ્ત કરવા માટે ઘેરથી અસત્ય બોલીને આવશો તો એ સત્ય છે. વહુ કહે, ‘ત્યાં નથી જવાનું દાદાની પાસે.’ પણ આત્મા પ્રાપ્ત કરવાનો તમારો હેતુ છે, તો અસત્ય બોલીને આવશો તો ય જવાબદારી મારા માથે છે. કષાય ઓછાં કરવા માટે ઘેર જઈએ અને સત્ય બોલવાથી ઘરમાં કષાય વધી જાય એવું હોય તો અસત્ય બોલીને ય કષાય બંધ કરી નાખવા સારું. ત્યાં પછી સત્યને પૂળો મૂકવો ? ‘આ’ સત્ય ત્યાં આગળ અસત્ય જ છે !!
‘જૂઠ’થી ય કષાય અટકાવો !
જ્યાં સત્યની કંઈ પણ ખેંચ છે એ અસત્ય થઈ ગયું ! એટલે અમે
૩૪
સત્ય-અસત્યના રહસ્યો
હઉ જૂઠું બોલીએ ને ! હા, કારણ કે પેલા બિચારાને કોઈ માણસ હેરાન કરતો હોય અને આ લોકોએ તો પૂછડું પકડેલું છે. ગધેકા પૂંછ પકડા વો પકડા ! અરે, છોડી દે ને ! આ લાતો મારે તો છોડી દેવાનું. લાત વાગી તો આપણે જાણીએ કે આ ગધેડાનું પૂછડું મેં પકડ્યું છે. સત્યનું પૂછડું પકડવાનું નથી. સત્યનું પૂછડું પકડ્યું એ અસત્ય છે. આ પકડી રાખવું એ સત્ય જ હોય. છોડી દેવું એ સત્ય !
કાકા કહેતા હોય, ‘શું ફૂટ્યું ?” તો આપણે જરા જૂઠું બોલીને એવું સમજાવતાં આવડે કે ‘ભઈ, પાડોશવાળાને ત્યાં કશું ફૂટયું લાગે છે.' તો કાકા કહેશે, ‘હા, ત્યારે કશો વાંધો નહીં.' એટલે ત્યાં જૂઠું બોલે તો ય વાંધો નહીં. કારણ કે ત્યાં સાચું બોલીએ તો કાકા કષાય કરે, એટલે એ બહુ ખોટ ખાય ને ! એટલે ત્યાં ‘સચ’નું પૂછડું પકડી રાખવા જેવું નથી. અને ‘સચ’નું પૂછડું પકડે, એને જ ભગવાને ‘અસત્ય’ કહ્યું છે.
‘એ’ સત્ય શું કામનું ?
બાકી, સાચું-જૂઠું એ તો એક લાઈન ઓફ ડીમાર્કેશન છે, નહીં કે ખરેખર તેમજ છે. ‘સત્યનું જો પૂછડું પકડશો તો અસત્ય કહેવાય’, ત્યારે એ ભગવાન કેવા ?! કહેનારા કેવા ?! ‘હેં સાહેબ, સત્યને પણ અસત્ય કહો છો ?’ ‘હા, પૂછડું કેમ પકડ્યું ?’ સામો કહે કે ‘ના, આમ જ છે.’ તો આપણે છોડી દેવાનું.
આ જૂઠું બોલવાનું અમે એકલાએ શીખવાડ્યું છે, આ દુનિયામાં બીજા કોઈએ શીખવાડ્યું નથી. પણ એનો જો દુરુપયોગ કરે તો જવાબદારી એની પોતાની. બાકી, અમે તો આમાંથી છટકવાનો માર્ગ દેખાડીએ છીએ, પણ એનો દુરુપયોગ કરે તો એની જોખમદારી ! આ તો છટકવાનો માર્ગ દેખાડીએ કે ભઈ, આ કાકાને કષાય ના થાય એટલા સારુ આવું કરજે. નહીં તો એ કાકાને કષાય થાય એટલે તમને કષાય કરે. ‘તું અક્કલ વગરનો છે. વહુને કશું કહેતો નથી. એ છોકરાં સાચવતી નથી. આ પ્યાલા બધાં ફોડી નાખે છે.’ એટલે બધું ઊભું થાય, ને સળગે પછી ! એટલે કષાય થયા કે બધું સળગાવ સળગાવ કરે. એનાં કરતાં સળગતાં જ ટોપલી ઢાંકી દેવી !
Page #22
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૩૫
૩૬
સત્ય-અસત્યના રહસ્યો
મોટામાં મોટો સિદ્ધાંત. વાણીમાં દુઃખ ના થાય, વર્તનમાં દુઃખ ના થાય અને મનથી એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે, વ્યવહાર સત્ય છે, તે ય પાછું ખરેખર ‘રિયલ’ સત્ય નહીં. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે !
પ્રશ્નકર્તા : તો પછી સત્યને પરમેશ્વર કહે છે એ શું છે ?
દાદાશ્રી : આ જગતમાં વ્યવહાર સત્યનો પરમેશ્વર કોણ ? ત્યારે કહે, જે મન-વચન-કાયાથી કોઈને દુ:ખ નથી દેતો, કોઈને ત્રાસ નથી આપતો, તે વ્યવહાર સત્યના ભગવાન અને કોમન સત્યને કાયદાના રૂપમાં લઈ ગયાં. બાકી એ ય સત્ય નથી. આ બધું વ્યવહાર સત્ય છે.
સામાતે ના સમજાય ત્યારે..
એ તો બધો ઉકેલ આવી જાય. પણ આ જૂઠું ને સાચું એ શબ્દ જ હોતો નથી. એ તો ડીમાર્કશન લાઈન છે.
વ્યવહાર ‘ડ્રામા'થી છૂટે ! વ્યવહાર એટલે શું ? બન્નેને સામસામી સંતોષ થવો જોઈએ. વ્યવહારથી તો રહેવું પડશે ને ? બહુ ઊંચી જાતનો સુંદર વ્યવહાર આવે ત્યારે ‘શુદ્ધ ઉપયોગ’ રહે.
પ્રશ્નકર્તા : વ્યવહાર ઊંચો રાખવો હોય તો શું કરવું ?
દાદાશ્રી : ભાવના રાખવી. લોકોનો વ્યવહાર જોવો, અમારો વ્યવહાર જોવો. જોવાથી બધું આવડી જાય. વ્યવહાર એટલે સામાને સંતોષ આપવો તે. વ્યવહારને ‘કટ ઓફ’ ના કરાય. એ તો આપઘાત કર્યો કહેવાય. વ્યવહાર તો ધીમે ધીમે ખલાસ થવો જોઈએ. આ વિનાશી સત્ય છે એટલે છોડી દેવાનું નથી. આ તો બેઝિક એરેન્જમેન્ટ છે એક જાતની. એટલે પૈણવાનું ય ખરું, મારા વાઈફ છે એવું કહેવાનું ય ખરું, વાઈફને એમેય કહેવાનું કે ‘તારા વગર ગમતું નથી.’ એ તો કહેવું જ પડે. એવું ના કહીએ તો ગાડું શી રીતે ચાલે ? અમે ય હજુ હીરાબાને એમ કહીએ છીએ કે ‘તમે હો ત્યારે મઝા સારી આવે છે. પણ અમારાથી રહેવાતું નથી ન, હવે !”
પ્રશ્નકર્તા : નિઃસ્વાર્થ કપટ !
દાદાશ્રી : હા, નિઃસ્વાર્થ કપટ ! એને ડ્રામા કહેવાય. ધીસ ઈઝ ડ્રામેટિક ! એટલે આ અમે ય બધો અભિનય કરીએ છીએ તમારી જોડે. અમે જે દેખાઈએ છીએ ને, જે વાતો કરીએ છીએ, એ રૂપ અમે નથી. આ તો બધું તમારી જોડે અભિનય કરીએ છીએ, નાટક-ડ્રામા કરીએ છીએ.
એટલે વ્યવહાર સત્ય કોને કહેવાય ? કે કોઈ જીવને નુકસાન ના થાય એવી રીતે વસ્તુ લે, વસ્તુ ગ્રહણ કરે, કોઈ જીવને દુઃખ ના થાય એવી વાણી બોલે. કોઈ જીવને દુઃખ ના થાય એવું વર્તન હોય. એ મૂળ સત્ય છે, વ્યવહારનું મૂળ સત્ય આ છે. એટલે કોઈને દુઃખ ના થાય એ
પ્રશ્નકર્તા : હું સાચી વાત કરું છું ત્યારે ઘરમાં મને કોઈ સમજી નથી શકતું. અને કોઈ નથી સમજી શકતું તેથી પછી એ લોકો ઊંધી રીતે સમજે પાછાં.
દાદાશ્રી : તે વખતે આપણે વાતથી વેગળું રહેવું પડે ને મૌન રાખવું પડે. એમાં ય પાછો દોષ તો કોઈનો હોતો જ નથી. દોષ તો આપણો જ હોય છે. એવાં એવાં માણસો છે કે જે પડોશમાં આપણી જોડે કુટુંબ તરીકે હોય ને, તે આપણા બોલતા પહેલાં આપણી વાત બધી સમજી જાય. હવે એવાં ય માણસો હોય છે, પણ એ આપણને કેમ ભેગા ના થયાં અને આ લોકો જ કેમ ભેગાં થયા ?! આમાં ‘સિલેક્શન' કોનું ?! એટલે બધી જ ચીજ છે આ જગતમાં. પણ આપણને ભેગી નથી થતી, એમાં ભૂલ કોની ? એટલે એ ના સમજે તો આપણે ત્યાં મૌન રહેવું, બીજો ઉપાય નથી.
અવળા આગળ એડજસ્ટમેટ ! પ્રશ્નકર્તા : બીજાની સમજણે ખોટું લાગતું હોય તો શું કરવાનું? દાદાશ્રી : આ બધાં સત્ય છે એ વ્યવહારના પૂરતા સત્ય છે. મોક્ષમાં
Page #23
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
વિવાદ થયો છે? કો'ક માણસ જરા કાચો પડી ગયો હશે ! દાદાના શબ્દો ઉપર ફરી કોઈ બોલ્યો નથી. કારણ કે આત્માની ચોખ્ખી પ્યૉર વાત છે. અને રાગ-દ્વેષી વાણીને સાચી કહેવાય ?
પ્રશ્નકર્તા : ના કહેવાય, પણ વ્યવહાર સત્ય કહેવાય ને ?
દાદાશ્રી : વ્યવહાર સત્ય એટલે નિશ્ચયમાં અસત્ય છે. વ્યવહાર સત્ય એટલે સામાને જો ફીટ થયું તો એ સત્ય અને ફીટ ના થયું તો અસત્ય. વ્યવહાર સત્ય તો ખરેખર સત્ય છે જ નહીં.
પ્રશ્નકર્તા: આપણે સત્ય માનતા હોઈએ ને સામાને ફીટ ના થયું તો ?
જવું હોય તો બધાં ય જૂઠાં છે. બધાંનું પ્રતિક્રમણ તો કરવું જ પડે. હું આચાર્ય છું, એનું ય પણ પ્રતિક્રમણ કરવું પડશે. મેં મારી જાતને આચાર્ય માન્યો એનું ય પ્રતિક્રમણ કરવું પડશે. હેય, કારણ કે હું શુદ્ધાત્મા છું.
એટલે આ બધું જૂઠું છે, સબ જૂઠા, તમને એવી સમજણ પડે કે ના પડે ? આ નહીં સમજવાથી એવું કહે છે કે “હું સત્ય કહું છું.' અરે, સત્ય કહે તો કોઈ સામો અવાજ ના કરે. આ હું અહીં આગળ બોલું છું, તો સામો અવાજ આપવા કોઈ તૈયાર થાય છે? વિવાદ હોય છે? જે બોલ બોલ કરું છું એ બધાં સાંભળ્યા જ કરે છે ને ?
પ્રશ્નકર્તા : હા. સાંભળ્યા જ કરે છે.
દાદાશ્રી : વિવાદ નથી કરતા ને ? એ સત્ય છે. એ વાણી સત્ય છે ને સરસ્વતી છે. અને જેના સામે અથડામણ થાય એ વાણી ખોટી, સંપૂર્ણ ખોટી. પેલો સામો કહે, “અક્કલ વગરના તમે બોલ બોલ ના કરશો.’ એટલે પેલો ય ખોટો ને આ યે ખોટો અને સાંભળનારા ય ખોટા પાછાં ! સાંભળનારા કશું ના બોલ્યા હોય તે બધા ય, આખું ટોળું ખોટું.
પ્રશ્નકર્તા આપણા કર્મના ઉદય એવાં હોય તો સામેવાળાને આપણું સાચું હોય તો ય ખોટું જ લાગતું હોય તો ?
દાદાશ્રી : સાચું હોતું જ નથી. કોઈ માણસ સાચું બોલી શકતો જ નથી. જૂઠું જ બોલે છે. સાચું તો સામો કબૂલ જ કરે તે સાચું, નહીં તો પોતાની સમજણનું સત્ય માનેલું છે. પોતે માનેલા સત્યને કંઈ લોકો સ્વીકાર ના કરે.
એટલે ભગવાને સત્ય કોનું કહ્યું? ત્યારે કહે, વીતરાગ વાણી એ સત્ય છે. વીતરાગ વાણી એટલે શું ? વાદી કબૂલ કરે અને પ્રતિવાદી યે કબૂલ કરે. એને પ્રમાણ ગણવામાં આવે. આ તો બધી રાગી-દ્વેષી વાણી, જૂઠી-લબાડી. જેલમાં ઘાલી દેવા જેવી. આમાં સત્ય હોતું હશે ? રાગી વાણીમાં ય સત્ય ના હોય ને દ્વેષી વાણીમાં ય સત્ય ના હોય. એ લાગે છે તમને, કે એમાં સત્ય હોય ? આ અમે અહીં બોલીએ છીએ, તે તમારો આત્મા કબૂલ કરે છે. અહીં વિવાદ ના હોય. આપણે અહીં કોઈ દહાડો
દાદાશ્રી : ફીટ ના થયું તો એ બધું જૂઠું.
અમે હઉ કહીએ છીએ ને ! કો'કને જરા અમારી વાત ના સમજાઈ હોય તો અમે એની ભૂલ નથી કાઢતા. અમારી ભૂલ કહીએ છીએ કે ‘ભઈ, અમારી એવી કેવી કેવી ભૂલ રહી કે એને ના સમજાઈ. સમજાવી જ જોઈએ.’ અમે અમારો દોષ જોઈએ. સામાનો દોષ જ ના જોઈએ. મને સમજાવતાં આવડવું જોઈએ.
એટલે સામાનો દોષ હોતો જ નથી. સામાનો દોષ જુએ છે, એ તો ભયંકર ભૂલ કહેવાય. સામાનો દોષ તો અમને લાગતો જ નથી, કોઈ દહાડો લાગ્યો ય નથી.
આમ થાય મતભેદતો નિકાલ ! પ્રશ્નકર્તા : દુષ્કૃત્ય સામે પણ લડવું નહીં ? અનિષ્ટ સામે ?
દાદાશ્રી : લડવાથી તમારી શક્તિઓ વેડફાઈ જશે બધી. એટલે ભાવના રાખો કે નિકાલ કરવો છે. હંમેશાં ય બધું “આર્બિટ્રેશન'થી જ ફાયદો છે. બીજી ભાંજગડમાં પડવા જેવું નથી. એથી આગળ ગયા કે નુકસાન ! હવે ‘આર્બિટ્રેશન’ ક્યારે થાય ? કે બન્ને પાર્ટીના ભાવ હોય કે “અમારે નિકાલ જ કરવો છે? તો જ “આર્બિટ્રેશન’ થાય.
Page #24
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૪૦
સત્ય-અસત્યના રહસ્યો
દાદાશ્રી : હા, તો ય સારો ઉકેલ આવી જાય. મતભેદ પડે ત્યાં આપણા શબ્દો પાછા ખેંચી લેવા એ ડાહ્યા પુરુષોનો રિવાજ છે. જ્યાં મતભેદ પડે ત્યાં આપણે કહેવું કે ભીંત જોડે અથડાયા. હવે ત્યાં આગળ કોનો દોષ? ભીંતનો દોષ કહેવો ?! અને સાચી વાતને મતભેદ ક્યારેય પણ હોતો જ નથી. આપણી સાચી વાત છે અને સામાની ખોટી છે, પણ અથડામણ થઈ તો તે ખોટું છે. આ જગતમાં સાચું કશું હોતું જ નથી. સામાએ વાંધો ઉઠાવ્યો તે બધું જ ખોટું. બધી બાબતોમાં બીજા વાંધો ઉઠાવે છે ?!
મારું ખરું એ જ અહંકાર ! આ તો પોતાનો “ઈગોઈઝમ’ છે કે “આ મારું ખરું છે ને પેલાનું ખોટું છે.’ વ્યવહારમાં જે “ખરું-ખોટું બોલવામાં આવે છે તે બધું ‘ઈગોઈઝમ' છે. છતાં વ્યવહારમાં કયું ખરું કે ખોટું ? જે મનુષ્યોને કે કોઈ જીવને નુકસાનકારક વસ્તુઓ છે, એને આપણે ખોટી કહીએ. વ્યવહારને નુકસાનકર્તા છે, સામાજિક નુકસાનકર્તા છે, જીવોને નુકસાનકર્તા છે, નાના જીવોને કે બીજાં જીવોને નુકસાનકર્તા છે, એ બધું આપણે ખોટું કહીએ. બીજું કશું “ખરું-ખોટુ’ હોતું જ નથી, બીજું બધું ‘કરેક્ટ' જ છે. પછી સહુ સહુનું ડ્રોઇંગ જુદું જ હોય. એ બધું ડ્રોઈગ કલ્પિત છે, સાચું નથી. જ્યારે આ કલ્પિતમાંથી નિર્વિકલ્પ ભણી આવે ને, નિર્વિકલ્પની હેલ્પ લઈ લે ને, એટલે નિર્વિકલ્પપણું ઉત્પન્ન થાય. એ એક સેકન્ડ પણ થયું કે કાયમને માટે થઈ ગયું ! તમને સમજાઈ કે આ વાત ?
થયેલું છે. ભગવાનને ખોટી વસ્તુ આ જગતમાં કોઈ દહાડો લાગી જ નથી. સહુ કોઈ જે કરી રહ્યા છે એ પોતાની જોખમદારી પર જ કરી રહ્યા છે. એમાં ખોટી વસ્તુ છે નહીં. ચોરી કરી લાવ્યો, એ આગળ લોન લઈને પછી પાછી વાળશે. દાન આપે છે એ લોન આપીને પછી લેશે. આમાં ખોટું શું છે ? ભગવાનને કોઈ દહાડો ખોટું લાગ્યું નથી. કોઈ ભાઈને સાપ કેડે તો એને ભગવાન જાણે કે આ એનો હિસાબ ચૂકવ્યો. હિસાબ ચૂકવે છે, એમાં કોઈ ગુનેગાર છે જ નહીં ને ! ખોટી વસ્તુ જ નથી ને !
વિતાશીતી, પક્કડ શું ? અને પાછું આવો જે ન્યાય કરતા હોય ને, એ પક્કડવાળો હોય. ‘બસ, તારે આમ કરવું જ પડશે.” એવું જાણો તમે ? એને સત્યનું પૂછડું કહેવાય. એનાં કરતાં તો પેલો અન્યાયવાળો સારો કે ‘હા, ભાઈ તું કહે એમ.”
લૌકિક સત્ય એ સાપેક્ષ વસ્તુ છે. અમુક કાળે એ અસત્ય થઈ પડે. માટે તેની તાણ ના હોય, પકડ ના હોય.
ભગવાન કહેલું કે પાંચ જણ કહે તેમ માનજે ને તારી પકડ પકડીશ નહીં. જે પકડ પકડે એ જુદો. ખેંચ કરો, તો તે તમને નુકસાન ને સામાને ય નુકસાન ! આ સત્યાસત્ય એ ‘રિલેટિવ સત્ય છે, વ્યવહાર સત્ય છે, એની ખેંચ ના હોય.'
આ સત્ય એ વિનાશી છે, માટે એને વળગી ના રહો. જેમાં લાત વાગે એ સત્ય જ ન્હોય. વખતે એકાદ-બે લાત વાગે, પણ આ તો લાતો વાગ્યા જ કરે. જે સત્ય આપણને ગધેડાની લાતો ખવડાવે, એને સત્ય કેમ કહેવાય ?! તેથી આપણામાં કહેવત છે ને, ગધેકા પંછ પકડા સો પકડા ! છોડે નહીં એના સત્યને !! એટલે સત્ય ને એ બધું પદ્ધતિસર હોવું જોઈએ. સત્ય કોને કહેવું એ “જ્ઞાની’ પાસે સમજી લેવાનું.
અને જે સત્ય વિનાશી હોય, એ સત્યને માટે ઝઘડો કેટલો કરવો જોઈએ ? નોર્માલિટી એની હદ સુધી જ હોય ને ! જ્યાં રિલેટિવ જ છે, પછી એની બહુ ખેંચતાણ ના થાય. એ છોડી દેવાનું એટલે પૂછડું પકડી
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : હા, એક ફેરો સમજી લેવાની જરૂર કે આ ડ્રોઇંગ કેવું છે ! એ બધું ડ્રોઇગ સમજી લઈએ ને, તો પછી આપણને એના પરથી પ્રીતિ ઊઠી જાય.
તથી ખોટું કશું પ્રભુને ત્યાં ! બાકી, આ દુનિયામાં જે કોઈ ખોટી વસ્તુ થયેલી જોવામાં આવે છે, એનું અસ્તિત્વ જ નથી. આ ખોટી વસ્તુનું અસ્તિત્વ તમારી કલ્પનાથી ઊભું
Page #25
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
ના રાખવું. વખત આવે એટલે છોડી દેવું.
અહંકાર ત્યાં, સર્વ અસત્ય ! સત્ય-અસત્ય કોઈ બાપો ય પૂછતું નથી. માણસે વિચાર તો કરવો જોઈએ કે મારું સત્ય છે છતાં સામો માણસ કેમ સ્વીકારતો નથી ? કારણ કે સત્ય વાત કહેવા પાછળ આગ્રહ છે, કચકચ છે !
સત્ય એનું નામ કહેવાય કે સામો સ્વીકારતો હોય. ભગવાને કહ્યું કે સામો ખેંચે ને તમે છોડી ના દો તો તમે અહંકારી છો, સત્યને અમે જોતાં નથી. ભગવાનને ત્યાં સત્યની કિંમત નથી. કારણ કે આ વ્યવહાર સત્ય છે. અને વ્યવહારમાં અહંકાર નંખાયો, એટલે આપણે છોડી દેવું.
તમે બહુ જોશથી ખેંચતા હો ને હું જોશથી ખેંચું, તો તૂટી જાય. બીજું શું થાય આમાં ?! એટલે ભગવાને કહ્યું કે દોરડી તોડશો નહીં. કુદરતી દોરડી છે આ ! અને તોડ્યા પછી ગાંઠ પડશે. અને પડેલી ગાંઠ કાઢવી એ તમારું કામ ના રહ્યું. પછી કુદરતનાં હાથમાં ગયું. એ કેસ કુદરતના હાથમાં ગયો. માટે તમારા હાથમાં છે ત્યાં સુધી કુદરતનાં હાથમાં જવા ના દેશો. કુદરતની કોર્ટમાં તો વેષ થઈ પડશે ! એટલે કુદરતની કોર્ટમાં ન જવા માટે, આપણે જાણીએ કે આ બહુ ખેંચે છે ને તે તોડી નાખવાના છે તો એનાં કરતાં આપણે છૂટું મૂકી દેવું. પણ ઢીલું મૂકે તો તે ય કાયદેસર રીતે મુકજો. નહીં તો પેલા બધા પડી જશે. એટલે ધીમે ધીમે મૂકજો. એ તો અમે ય આ ધીમે ધીમે મૂકીએ. કોઈ ચોંટી પડ્યો હોય ને, તો ધીમે ધીમે મૂકીએ. નહીં તો પડી જાય બિચારો તો શું થાય ?!
સત્યનો આગ્રહ, ક્યાં સુધી યોગ્ય ? પ્રશ્નકર્તા તો સત્યનો આગ્રહ રાખવો કે નહીં ?
દાદાશ્રી : સત્યનો આગ્રહ રાખવો, પણ કેટલો ? કે એ દુરાગ્રહમાં નહીં થવો જોઈએ. કારણ કે ‘ત્યાં’ આગળ તો કશું સત્ય છે જ નહીં. બધું સાપેક્ષ છે.
પકડ, પોતાના જ્ઞાનતી ! કોઈનું ખોટું તો છે જ નહીં જગતમાં. બધું વિનાશી સત્ય છે, તો પછી એમાં શું પકડ પકડવાની ?! તેમ છતાં સામો એની પકડ પકડે તો અમે છોડી દઈએ. આપણે કહી છૂટીએ એટલું જ, આપણે આપણી ભાવના દર્શાવી જોવી કે ‘ભઈ, આવું છે !' પણ એની પકડ પકડો નહીં. પોતાના જ્ઞાનની જેને પકડ નથી, એ મુક્ત જ છે ને !
પ્રશ્નકર્તા : પોતાનું જ્ઞાન એટલે કયું જ્ઞાન ?
દાદાશ્રી : પોતાના જ્ઞાનની પકડ નથી, એનો અર્થ શું કે પોતાનું જ્ઞાન બીજાને સમજાવે તે ઘડીએ પેલો કહે, “ના, તમારી વાત ખોટી છે.” તો તે પોતાની વાતનો આગ્રહ કરે, એનું નામ પકડ કહેવાય. એક વખત વિનંતી કરવાની કે, ‘ભઈ, ફરી તમે વાત સમજો તો ખરા.” અને પછી એ કહેશે, “ના, સમજી લીધું. તમારી વાત જ ખોટી છે.’ તમારે પછી પકડ છોડી દેવાની. એવું કહેવા માગીએ છીએ અમે. આજે શું વાર થયો ?
પ્રશ્નકર્તા : શુક્રવાર.
દાદાશ્રી : અમે કો'કને કહીએ, ‘શુક્રવાર’, તો પેલો કહે, “ના, શનિવાર.’ તો અમે કહીએ, ‘ફરીવાર જરા તમે જુઓ તો ખરા.” ત્યારે એ કહે છે, “ના, શનિવાર જ થયો છે.” એટલે અમે ફરી પકડીએ નહીં, છોડી દઈએ. અને સંસાર એકલામાં નહીં, જ્ઞાનમાં ય એવું. પોતાના જ્ઞાનની યે પકડ પકડીએ નહીં અમે. આ ક્યાં માથાફોડ કરીએ ?! આખી રાત માથાફોડ કરીએ, પણ એ તો ભીંત જેવો છે. જે પોતાની પકડ છોડતો નથી, તો એના કરતાં આપણે છોડી દેવી સારી, નહીં તો એ જે પકડવાનો અહંકાર છે તે જાય નહીં ત્યાં સુધી છૂટાય નહીં, આપણી મુક્તિ થાય નહીં.
‘એ મારું સાચું છે’ એ એક પ્રકારનો અહંકાર છે, એને ય કાઢવો તો પડશે ને ?
હાર્યો, તે જીત્યો ! આપણે મુકાબલો કરવા નથી આવ્યા, આપણી સાચી વાત દેખાડવા
Page #26
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૪૩
૪૪
સત્ય-અસત્યના રહસ્યો
આવ્યા છીએ. મુકાબલો કરીએ કે ‘તારું ખોટું છે, અમારું સાચું” એવું નહીં. ‘ભઈ, તારી દ્રષ્ટિથી તારું સાચું’ એમ કરીને આગળ ચાલવા માંડીએ. કારણ કે નહીં તો જ્ઞાનની વિરાધના કરી કહેવાય. જ્ઞાન તેનું નામ કે વિરાધક ભાવ ઊભો ના થવો જોઈએ. કારણ કે એ એની દ્રષ્ટિ છે. એને આપણાથી કેમ ખોટું કહેવાય ? પણ આમાં જે છોડી દે, એ વીતરાગ માર્ગના અને જે જીતે એ વીતરાગ માર્ગના નહીં. ભલે ને, એ જીતે. એવું અમે ખુલ્લું કહીએ. અમને કોઈ વાંધો નથી. અમે ખુલ્લું બોલી શકીએ. અમે તો જગતથી હારીને બેઠેલા. અમે સામાને જીતાડીએ તો એને ઊંઘ આવે બિચારાને. મને તો ઊંઘ એમને એમ આવે છે, હારીને ય ઊંઘ આવે છે. અને એ હારે તો એને ઊંઘ ના આવે, તો મુશ્કેલી મને થાય ને ! મારા લીધે બિચારાને ઊંઘ ના આવી ને ?! એવી હિંસા અમારામાં ના હોય ! કોઈ પ્રકારની હિંસા અમારામાં હોય નહીં.
કોઈ માણસ ખોટું બોલે, એ અવળું બોલે એમાં એમનો દોષ નથી. એ કર્મના ઉદયના આધીન બોલે છે. પણ તમારે ઉદય આધીન બોલાય તો તેના તમે જાણકાર હોવા જોઈએ કે ‘આ ખોટું બોલાઈ ગયું.' કારણ કે તમારે પુરુષાર્થ છે. આ ‘જ્ઞાન’ મળ્યા પછી તમે પુરુષ થયા છો. પ્રકૃતિમાં કંઈ પણ સહેજે હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં, તે દહાડે તમને ત્રણસો સાઠ ડિગ્રી થઈ ગઈ હશે !
આટલો જ આગ્રહ, એક્સેપ્ટ ! પ્રશ્નકર્તા : મારે કેવું હતું ? કે સાચું બોલવું જોઈએ, સાચું જ કરવું જોઈએ, ખોટું ના કરવું જોઈએ. આ ખોટું કરીએ તો બરોબર ના કહેવાય, એવો આગ્રહ હતો.
દાદાશ્રી : આત્માનું હિત જોવું. બાકી, સાચું બોલવાનું પણ આ સાચું એટલે સંસારહિત છે અને આ સાચું એ આત્માની બાબતમાં જૂઠું જ છે. એટલે બહુ આગ્રહ ના કરવો કોઈ વસ્તુનો. આગ્રહ ના રાખવો. મહાવીર ભગવાનના માર્ગમાં જે આગ્રહ છે ને, એ બધું ઝેર છે. એક આત્માનો જ આગ્રહ, બીજો કોઈ આગ્રહ નહીં, આત્માનો અને આત્માનાં સાધનોનો આગ્રહ !
આગ્રહ એ જ અસત્ય ! આ જગતમાં એવું કોઈ સત્ય નથી કે જેનો આગ્રહ કરવા જેવો હોય ! જેનો આગ્રહ કર્યો એ સત્ય જ નથી.
મહાવીર ભગવાન શું કહેતા હતા ? સત્યાગ્રહ પણ ના હોવો જોઈએ. સત્યનો આગ્રહ પણ ના હોવો જોઈએ. સત્યનો આગ્રહ અહંકાર સિવાય હોઈ શકે નહીં.
આગ્રહ એટલે ગ્રહાયેલો. સત્યનો આગ્રહ હોય કે ગમે તે આગ્રહ હોય પણ ગ્રહાયેલો. તે આ સત્યનો આગ્રહ કરશો ને, સત્ય જો આઉટ ઓફ નોર્માલિટી થશે ને, તો એ અસત્ય છે. આગ્રહ રાખ્યો એ વસ્તુ જ સત્ય નથી. આગ્રહ રાખે એટલે અસત્ય થયું.
ભગવાન નિરાગ્રહી હોય, દુરાગ્રહી ના હોય. સત્યાગ્રહ ય ભગવાનની અંદર ના હોય. સત્યાગ્રહ ય સંસારી લોકોને હોય. ભગવાન તો નિરાગ્રહી હોય. અમે ય નિરાગ્રહી હોઈએ. અમે ભાંજગડમાં પડીએ નહીં. નહીં તો આનો પાર જ નથી આવે એવો.
ત સત્યતો, ન અસત્યનો આગ્રહ ! એટલે આ સત્યનો આગ્રહ અમે ના કરીએ. કારણ કે આ સત્ય એ “એઝેક્ટલી’ નથી, આ ખોટી વસ્તુ પણ નથી. પણ એ રિલેટિવ સત્ય છે અને અમે રિયલ સત્યની ઉપર ધ્યાન રાખનારા ! રિલેટિવમાં માથું ન મારીએ, રિલેટિવમાં આગ્રહ ના હોય અમને.
અમને તો સત્યનો ય આગ્રહ નથી, તેથી કરીને મને અસત્યનો આગ્રહ છે એવું નથી. કોઈ વસ્તુનો જ આગ્રહ ના હોય ત્યાં પછી ! અસત્યનો ય આગ્રહ ના જોઈએ અને સત્યનો ય આગ્રહ જોઈએ જ નહીં કારણ કે સત્ય-અસત્ય છે જ નહીં કશું. હકીકતમાં કશું છે નહીં આ બધું. આ તો રિલેટિવ સત્ય છે. જગત આખું રિલેટિવ સત્યમાં આગ્રહ માની બેઠું, પણ રિલેટિવ સત્ય વિનાશી છે. હા, એ સ્વભાવથી જ વિનાશી છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૪૫
૪૬
સત્ય-અસત્યના રહસ્યો
ક્યું સાયું ? છોડે છે કે પકડે છે ? આ જે વ્યવહાર સત્ય છે. તેનો આગ્રહ એ કેટલું ભયંકર જોખમ છે ? કંઈ બધા કબૂલ કરે છે, વ્યવહાર સત્યને ? ચોરો જ ના કબૂલ કરે, લ્યો ! કેમ લાગે છે તમને ? એ કોમ્યુનિટીનો એક અવાજ છેને ?! એ સત્ય જ ત્યાં અસત્ય થઈ પડે છે !!
એટલે આ બધું રિલેટિવ સત્ય છે, કશું ઠેકાણું નથી. અને એવા સત્યને માટે લોક મરી ફીટે. અલ્યા, સને માટે મરી ફીટવાનું છે. સત્ અવિનાશી હોય અને આ સત્ય તો વિનાશી છે.
પ્રશ્નકર્તા : સમાં આગ્રહ હોતો જ નથી.
દાદાશ્રી : સલૂમાં આગ્રહ હોય જ નહીં ને ! આગ્રહ સંસારમાં હોય. સંસારમાં સત્યનો આગ્રહ હોય. અને સત્યના આગ્રહની બહાર ગયા, એટલે પછી મતાગ્રહ કહો, કદાગ્રહ કહો, દુરાગ્રહ કહો, પછી એ બધાય હઠાગ્રહમાં જાય.
પ્રશ્નકર્તા : સંસારમાં ય સત્યનો આગ્રહ ક્યાં રખાય છે !!
દાદાશ્રી : સત્યનો આગ્રહ કરવા પુરતો જ છે. હમણાં અહીં આગળ ત્રણ રસ્તા આવ્યા, તો એક કહેશે, ‘આ રસ્તે ચાલો.બીજો કહેશે, “ના, આ રસ્તે.’ ત્રીજો કહેશે, “ના, આ રસ્તે ચાલો.’ તે ત્રણેવ જુદા જુદા રસ્તા બતાવે છે અને એક પોતે અનુભવી હોય તે જાણતો હોય કે “આજ રસ્તે સાચી વાત છે અને આ બે ખોટે રસ્તે છે.” તો એણે એક-બે વખત એમ કહેવું જોઈએ કે, ‘ભઈ, અમે તમને વિનંતિ કરીએ છીએ કે આ જ સાચો રસ્તો છે.” છતાં ના માને તો પોતાનું છોડી દે તે જ સાચો છે.
પ્રશ્નકર્તા: પોતાનું તો છોડી દે. પણ એ જે જાણતો હોય કે આ ખોટો રસ્તો છે, તો એમાં એ સાથે કેવી રીતે જાય ?
આગ્રહ છૂટ્ય, સંપૂર્ણ વીતરાગતાં દર્શત પ્રશ્નકર્તા: એટલે આ તો અસત્યનો આગ્રહ તો છોડવાનો છે, પણ સત્યનો ય આગ્રહ છોડવાનો છે ! દાદાશ્રી : હા, તેથી કહ્યું છે ને
જ્યારે સત્યનો ય આગ્રહ છૂટી જાય છે,
ત્યારે વીતરાગ સંપૂર્ણ ઓળખાય છે સત્યનો આગ્રહ હોય ત્યાં સુધી વીતરાગ ના ઓળખાય. સત્યનો આગ્રહ રાખવાનો નથી. જો કેવું સુંદર વાક્ય લખ્યું છે !
ચોરી-જૂઠ, વાંધો નહીં, પણ.... કોઈ ચોર ચોરી કરતો હોય, ને એ અમારી પાસે આવે ને કહે, મેં તો ચોરીનો ધંધો માંડ્યો છે તો હવે હું શું કરું ?” ત્યારે હું એને કહું કે, ‘તું કરજે, મને વાંધો નથી. પણ એની જવાબદારી આવી આવે છે. તને જો એ જોખમદારી સહન થાય તો તું ચોરી કરજે. અમને વાંધો નથી.” તો એ કહેશે કે, “સાહેબ, એમાં તમે શું ઉપકાર કર્યો ?! જવાબદારી તો મારે આવવાની જ છે.” ત્યારે હું કહું કે મારા ઉપકાર તરીકે હું તને કહી દઉં કે તું ‘દાદા’નાં નામનું પ્રતિક્રમણ કરજે કે મહાવીર ભગવાનના નામનું પ્રતિક્રમણ કરજે કે “હે ભગવાન, મારે આ ધંધો નથી કરવો છતાં કરવો પડે છે. તેની હું ક્ષમા માગું છું.’ એમ ક્ષમા માગ માગ કરજે અને ધંધો ય કર્યા કરજે. જાણીબુઝીને ના કરીશ, જ્યારે તને મહીં ઇચ્છા થાય કે ‘હવે ધંધો નથી કરવો’ તો ત્યાર પછી તું બંધ કરી દેજે. તારી ઈચ્છા છે ને, ધંધો બંધ કરવાની ? છતાં પણ એની મેળે અંદરથી ધક્કો વાગે ને કરવો પડે, તો ભગવાનની માફી માગજે. બસ, એટલું જ ! બીજું કશું કરવાનું નથી.
ચોરને એમ ના કહેવાય કે ‘કાલથી ધંધો બંધ કરી દેજે.' એમાં કશું વળે નહીં. કશું ચાલે જ નહીં ને ! ‘આમ છોડી દો, તેમ છોડી દો’ એવું કશું કહેવાય નહીં. અમે કશું છોડવાનું કહીએ જ નહીં, આ પાંચમા
દાદાશ્રી : જે બને એ ખરું પછી. પણ છોડી દેવાનું.
Page #28
--------------------------------------------------------------------------
________________
સત્ય-અસત્યના રહસ્યો
૪૭
૪૮
સત્ય-અસત્યના રહસ્યો
નહીં આવે, તેની ગેરેંટી. અમારે માથે જવાબદારી, અમારી જવાબદારી પર બોલીએ છીએ.
શાસ્ત્રો, એડજસ્ટેબલ જોઈએ !
ચોથા આરાનાં શાસ્ત્રો પાંચમા આરામાં ફીટ નહીં થાય. માટે આ નવાં શાસ્ત્રો રચાય છે. હવે એ નવાં શાસ્ત્રો કામ લાગશે. ચોથા આરાનાં શાસ્ત્રો ચોથા આરાનાં ‘એન્ડ સુધી ચાલે, પછી એ કામ લાગે નહીં. કારણ કે પાંચમા આરાનાં મનુષ્ય જુદાં, એમની વાત જુદી, એમનો વ્યવહાર જુદી જાતનો થઈ ગયો. આત્મા તો તેનો તે જ છે. પણ વ્યવહાર તો આખો બદલાઈ ગયો ને ! સામટો જ બદલાઈ ગયો ને !!
આરામાં છોડવાનું કહેવા જેવું જ નથી. તેમ એમે ય કહેવા જેવું નથી કે આ ગ્રહણ કરજે. કારણ કે છોડ્યું છૂટે એવું નથી.
આ વિજ્ઞાન તદન અજાણ્યું લાગે છે લોકોને ! સાંભળેલું નહીં, જોયેલું નહીં, જાણેલું નહીં ! અત્યાર સુધી તો લોકોએ શું કહ્યું ? કે “આ ખોટાં કર્મ છોડો અને સારાં કર્મ કરો. તેમાં છોડવાની શક્તિ નથી અને બાંધવાની શક્તિ નથી ને અમથા ગા ગા કર્યા કરે છે કે ‘તમે કરો.” ત્યારે પેલો કહે છે કે, “મારે થતું નથી, મારે સત્ય બોલવું છે પણ બોલાતું નથી.” ત્યારે અમે નવું વિજ્ઞાન કાઢ્યું. ‘ભાઈ, અસત્ય બોલવાનો વાંધો નથી ને, તને ? એ તો ફાવશે ને ? હવે અસત્ય બોલીશ તો તું આવું કરજે, એનું પછી આવી રીતે પ્રતિક્રમણ કરજે.' ચોરી કરે તો તેને પેલા લોકો કહે છે,
ના, ચોરી બંધ કરી દે.’ શી રીતે બંધ થાય આ ?! બંધકોશ થઈ ગયો હોય તેને જુલાબ કરવો હોય તો દવા આપવી પડે, જેને ઝાડા થઈ ગયા હોય તેને બંધ કરવું હોય તો ય દવા આપવી પડે ! આ તે એમ ને એમ કંઈ ચાલે એવું છે જગત ?!
...તો જોખમદારી નહીં ! પ્રશ્નકર્તા દરેક ભૂલનો આપણે પસ્તાવો કર્યા કરીએ, તો પછી એનું પાપ તો બંધાતું જ નથી ને ?
દાદાશ્રી : ના, બંધાય તો ખરું. ગાંઠ વાળેલી હોય, તે ગાંઠ તો છે જ, પણ એ બળેલી ગાંઠ છે. એટલે આવતા ભવમાં આમ હાથ અડાડીએ ને તો ખરી જાય. પસ્તાવો કરે એની ગાંઠ બળી જાય. ગાંઠ તો રહે જ. સત્ય બોલો તો જ ગાંઠ ના પડે. સત્ય બોલાય એવી સ્થિતિ નથી. પરિસ્થિતિ જુદી છે.
પ્રશ્નકર્તા : તો પછી સાચું ક્યારે બોલાય ? દાદાશ્રી : સંજોગ બધાં સીધાં હોય ત્યારે સાચું બોલાય.
એનાં કરતાં પસ્તાવો કરજે ને ! એની ગેરેંટી અમે લઈએ છીએ. તારે તો ગમે તે ગુના કરું, તો તેનો પસ્તાવો કરજે. પછી તને જોખમદારી
હવે જૂતાં શાસ્ત્રો તહીં ચાલે ! પ્રશ્નકર્તા તો કળિયુગનાં શાસ્ત્રો હવે લખાશે ?
દાદાશ્રી : કળિયુગનાં શાસ્ત્રો હવે રચાશે, કે ભલે તારાં આચારવિચાર-ઉચ્ચારમાં જૂઠું હોય, પણ નવી યોજના તું ઘડ. એનું નામ ધર્મ કહેવાય. અત્યાર સુધી કહેતા હતા કે આચાર-વિચાર ને ઉચ્ચાર એ સત્ય છે અને ફરી એવું વિશેષ થાય એવી તું યોજના ઘડ. એ સત્યુગની યોજના હતી. ફરી એવું ને એવું વિશેષ થાય, ત્યારથી વધે એ ! અને હવે કળિયુગમાં આ બીજી રીતે બધાં શાસ્ત્રો રચાશે ને તે બધાને હેલ્પ કરશે. અને પાછાં શું કહેશે ? કે “તું ચોરી કરું છું, તેનો મને વાંધો નથી, વાંધો નથી’ એમ કહે ને, તે વાત એ પુસ્તકમાં વાંચવા બેસે. અને “ચોરી નહીં કરવી જોઈએ’ એ પુસ્તક અભરાઈમાં ઉપર મૂકી દે. આ મનુષ્યોનો સ્વભાવ એવો ! ‘વાંધો નથી’ કહ્યું કે એ પુસ્તક ઝાલે, ને પાછો કહેશે કે “આ વાંચવાથી મને ટાઢક વળે છે !'
એટલે આવા શાસ્ત્રો રચાશે. આ તો હું બોલી રહ્યો છું ને એમાંથી એની મેળે નવાં શાસ્ત્રો રચાઈ રહેશે. અત્યારે ખબર નહીં પડે, પણ નવાં શાસ્ત્રો રચાશે.
Page #29
--------------------------------------------------------------------------
________________ સત્ય-અસત્યના રહસ્યો 49 પ્રાપ્તિસ્થાન) પ્રશ્નકર્તા H એટલું જ નહીં, પણ તમે જે આખી મેથડ લીધી છે ને, એ નવો અભિગમ છે. દાદાશ્રી : હા, નવો જ અભિગમ થશે ! લોકો પછી જૂનાં અભિગમ બાજુએ મૂકી દે. પ્રશ્નકર્તા : પણ તમે ભવિષ્ય ભાખ્યું, ભવિષ્ય કથન કર્યું કે હવે નવાં શાસ્ત્રો લખાશે. તો એ સમય પાકી ગયો છે ?! દાદાશ્રી : હા, પાકી ગયેલો જ છે ને ! સમય પાકે ને એમ થયા કરે છે. સમય પાકીને એ બધાં નવાં શાસ્ત્રો રચવાની બધી તૈયારી થઈ રહી છે !! - સચ્ચિદાનંદ : પૂજય ડૉ. નીરુબહેન અમીન, ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ- 4 014 ફોન : (022) 4137616, Pager : 9602-117283 Mobile : 9820-153953 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ, 1, વરૂણ, 37, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮૯. ફોન: (079) 6421154, ૪૬૩૪૮૫ટેલી ફેક્સ : 408528 E-Mail : dimple @add.vsnl.net.in : શ્રી ધીરજભાઈ પટેલ, ‘જ્ઞાનાંજન’, સી-૧૭, પલ્લવ પાર્ક સોસાયટી, વી.આઈ.પી. રોડ, કારેલીબાગ, વડોદરા. ફોન : (0265) 441627 રાજકોટ : શ્રી રૂપેશ મહેતા, એ-૩, નદનવન એપાર્ટમેન્ટ, ગુજરાત સમાચાર પ્રેસની સામે, રાજકોટ. ફોનઃ (0281) 234597 સુરત : શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, 35, શાંતિવન સોસાયટી, લંબે હનુમાન રોડ, પંચરત્ન ટાવર પાછળ, સુરત. ફોનઃ (0261) 644964 : શ્રી મણીલાલ શેઠીયા, ‘આનંદ’, શાંતિનિકેતન સોસાયટી, તીથલ રોડ, વલસાડ. ફોન : (02632) 42871 Madras : Dada Bhagwan Foundation Mr. Ajit C. Patel, 9, Manohar Avenue, Egmore, Madras. Tel : (044) 861243, 861369 Fax : 861225 : Dada Bhagwan Vignan Institue : Dr. Bachulal Amin, 902 SW Mifflin Rd, Topeka, Kansas 66606. Tel. : (913) 271-0869 Fax : (913) 271-8641. E-mail: amino@ibm.net Dr. Shirish Patel, 2659 Raven Circle, Corona, Ca 91720 Tel.: (909) 734-4715. Fax : (909) 734-4411 : Mr. Maganbhai Patel, 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel :181-245-1751 Mr. Ramesh Patel, 636, Kenton Road, Kenton Harrow. Tel.: 181-204-0746 Fax :181-907-4885 Canada : Mr. Suryakant N. Patel, 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309 Africa : Mr. Manu Savla, PISU & Co., Box No. 18219. Nairobi, Kenya, Tel : (R) (25411)744943 (O) 554835 Fax : 545237 Internet : WWW.dadashri.org