________________
સત્ય-અસત્યના રહસ્યો
૩૩
ત્યારે એ સત્ય ગણાય.
મિત એટલે સામાને ગમે એટલી જ વાણી, જરૂરિયાત પૂરતું જ બોલે, વધારે ના બોલે, સામાને વધારે પડતું લાગે તો બંધ કરી દે. અને આપણા લોક તો ઝાલવા ફરે. અરે, એનાં કરતાં તો રેડિયા સારા, એ ઝાલે તો નહીં. આ તો એનો હાથ પકડીને બોલ બોલ કરે. એવું હાથ પકડે એવા જોયેલા તમે ? ‘અરે તમે સાંભળો, સાંભળો, મારી વાત સાંભળો !' જો કેવાં હોય છે ને !! મેં જોયેલા એવા.
આત્માર્થે જૂઠું તે જ સાચું !
પ્રશ્નકર્તા : પરમાર્થનાં કામ માટે થોડું જૂઠું બોલે તેનો દોષ લાગે ? દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, એનો કશો દોષ લાગતો નથી અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે, તેનો વાંધો નથી. એ આત્માને માટે તમે પરમાર્થ કહો છો ને ?! હા, આત્મહેતુ હોય ને, એનાં જે જે કાર્ય હોય તેમાં કોઈ દોષ નથી. સામાને આપણા નિમિત્તે દુઃખ પડે તો એ દોષ લાગે.
કષાય કરતાં અસત્ય ઉત્તમ !
એટલે અમે કહ્યું કે આત્મા પ્રાપ્ત કરવા માટે ઘેરથી અસત્ય બોલીને આવશો તો એ સત્ય છે. વહુ કહે, ‘ત્યાં નથી જવાનું દાદાની પાસે.’ પણ આત્મા પ્રાપ્ત કરવાનો તમારો હેતુ છે, તો અસત્ય બોલીને આવશો તો ય જવાબદારી મારા માથે છે. કષાય ઓછાં કરવા માટે ઘેર જઈએ અને સત્ય બોલવાથી ઘરમાં કષાય વધી જાય એવું હોય તો અસત્ય બોલીને ય કષાય બંધ કરી નાખવા સારું. ત્યાં પછી સત્યને પૂળો મૂકવો ? ‘આ’ સત્ય ત્યાં આગળ અસત્ય જ છે !!
‘જૂઠ’થી ય કષાય અટકાવો !
જ્યાં સત્યની કંઈ પણ ખેંચ છે એ અસત્ય થઈ ગયું ! એટલે અમે
૩૪
સત્ય-અસત્યના રહસ્યો
હઉ જૂઠું બોલીએ ને ! હા, કારણ કે પેલા બિચારાને કોઈ માણસ હેરાન કરતો હોય અને આ લોકોએ તો પૂછડું પકડેલું છે. ગધેકા પૂંછ પકડા વો પકડા ! અરે, છોડી દે ને ! આ લાતો મારે તો છોડી દેવાનું. લાત વાગી તો આપણે જાણીએ કે આ ગધેડાનું પૂછડું મેં પકડ્યું છે. સત્યનું પૂછડું પકડવાનું નથી. સત્યનું પૂછડું પકડ્યું એ અસત્ય છે. આ પકડી રાખવું એ સત્ય જ હોય. છોડી દેવું એ સત્ય !
કાકા કહેતા હોય, ‘શું ફૂટ્યું ?” તો આપણે જરા જૂઠું બોલીને એવું સમજાવતાં આવડે કે ‘ભઈ, પાડોશવાળાને ત્યાં કશું ફૂટયું લાગે છે.' તો કાકા કહેશે, ‘હા, ત્યારે કશો વાંધો નહીં.' એટલે ત્યાં જૂઠું બોલે તો ય વાંધો નહીં. કારણ કે ત્યાં સાચું બોલીએ તો કાકા કષાય કરે, એટલે એ બહુ ખોટ ખાય ને ! એટલે ત્યાં ‘સચ’નું પૂછડું પકડી રાખવા જેવું નથી. અને ‘સચ’નું પૂછડું પકડે, એને જ ભગવાને ‘અસત્ય’ કહ્યું છે.
‘એ’ સત્ય શું કામનું ?
બાકી, સાચું-જૂઠું એ તો એક લાઈન ઓફ ડીમાર્કેશન છે, નહીં કે ખરેખર તેમજ છે. ‘સત્યનું જો પૂછડું પકડશો તો અસત્ય કહેવાય’, ત્યારે એ ભગવાન કેવા ?! કહેનારા કેવા ?! ‘હેં સાહેબ, સત્યને પણ અસત્ય કહો છો ?’ ‘હા, પૂછડું કેમ પકડ્યું ?’ સામો કહે કે ‘ના, આમ જ છે.’ તો આપણે છોડી દેવાનું.
આ જૂઠું બોલવાનું અમે એકલાએ શીખવાડ્યું છે, આ દુનિયામાં બીજા કોઈએ શીખવાડ્યું નથી. પણ એનો જો દુરુપયોગ કરે તો જવાબદારી એની પોતાની. બાકી, અમે તો આમાંથી છટકવાનો માર્ગ દેખાડીએ છીએ, પણ એનો દુરુપયોગ કરે તો એની જોખમદારી ! આ તો છટકવાનો માર્ગ દેખાડીએ કે ભઈ, આ કાકાને કષાય ના થાય એટલા સારુ આવું કરજે. નહીં તો એ કાકાને કષાય થાય એટલે તમને કષાય કરે. ‘તું અક્કલ વગરનો છે. વહુને કશું કહેતો નથી. એ છોકરાં સાચવતી નથી. આ પ્યાલા બધાં ફોડી નાખે છે.’ એટલે બધું ઊભું થાય, ને સળગે પછી ! એટલે કષાય થયા કે બધું સળગાવ સળગાવ કરે. એનાં કરતાં સળગતાં જ ટોપલી ઢાંકી દેવી !