________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
ના રાખવું. વખત આવે એટલે છોડી દેવું.
અહંકાર ત્યાં, સર્વ અસત્ય ! સત્ય-અસત્ય કોઈ બાપો ય પૂછતું નથી. માણસે વિચાર તો કરવો જોઈએ કે મારું સત્ય છે છતાં સામો માણસ કેમ સ્વીકારતો નથી ? કારણ કે સત્ય વાત કહેવા પાછળ આગ્રહ છે, કચકચ છે !
સત્ય એનું નામ કહેવાય કે સામો સ્વીકારતો હોય. ભગવાને કહ્યું કે સામો ખેંચે ને તમે છોડી ના દો તો તમે અહંકારી છો, સત્યને અમે જોતાં નથી. ભગવાનને ત્યાં સત્યની કિંમત નથી. કારણ કે આ વ્યવહાર સત્ય છે. અને વ્યવહારમાં અહંકાર નંખાયો, એટલે આપણે છોડી દેવું.
તમે બહુ જોશથી ખેંચતા હો ને હું જોશથી ખેંચું, તો તૂટી જાય. બીજું શું થાય આમાં ?! એટલે ભગવાને કહ્યું કે દોરડી તોડશો નહીં. કુદરતી દોરડી છે આ ! અને તોડ્યા પછી ગાંઠ પડશે. અને પડેલી ગાંઠ કાઢવી એ તમારું કામ ના રહ્યું. પછી કુદરતનાં હાથમાં ગયું. એ કેસ કુદરતના હાથમાં ગયો. માટે તમારા હાથમાં છે ત્યાં સુધી કુદરતનાં હાથમાં જવા ના દેશો. કુદરતની કોર્ટમાં તો વેષ થઈ પડશે ! એટલે કુદરતની કોર્ટમાં ન જવા માટે, આપણે જાણીએ કે આ બહુ ખેંચે છે ને તે તોડી નાખવાના છે તો એનાં કરતાં આપણે છૂટું મૂકી દેવું. પણ ઢીલું મૂકે તો તે ય કાયદેસર રીતે મુકજો. નહીં તો પેલા બધા પડી જશે. એટલે ધીમે ધીમે મૂકજો. એ તો અમે ય આ ધીમે ધીમે મૂકીએ. કોઈ ચોંટી પડ્યો હોય ને, તો ધીમે ધીમે મૂકીએ. નહીં તો પડી જાય બિચારો તો શું થાય ?!
સત્યનો આગ્રહ, ક્યાં સુધી યોગ્ય ? પ્રશ્નકર્તા તો સત્યનો આગ્રહ રાખવો કે નહીં ?
દાદાશ્રી : સત્યનો આગ્રહ રાખવો, પણ કેટલો ? કે એ દુરાગ્રહમાં નહીં થવો જોઈએ. કારણ કે ‘ત્યાં’ આગળ તો કશું સત્ય છે જ નહીં. બધું સાપેક્ષ છે.
પકડ, પોતાના જ્ઞાનતી ! કોઈનું ખોટું તો છે જ નહીં જગતમાં. બધું વિનાશી સત્ય છે, તો પછી એમાં શું પકડ પકડવાની ?! તેમ છતાં સામો એની પકડ પકડે તો અમે છોડી દઈએ. આપણે કહી છૂટીએ એટલું જ, આપણે આપણી ભાવના દર્શાવી જોવી કે ‘ભઈ, આવું છે !' પણ એની પકડ પકડો નહીં. પોતાના જ્ઞાનની જેને પકડ નથી, એ મુક્ત જ છે ને !
પ્રશ્નકર્તા : પોતાનું જ્ઞાન એટલે કયું જ્ઞાન ?
દાદાશ્રી : પોતાના જ્ઞાનની પકડ નથી, એનો અર્થ શું કે પોતાનું જ્ઞાન બીજાને સમજાવે તે ઘડીએ પેલો કહે, “ના, તમારી વાત ખોટી છે.” તો તે પોતાની વાતનો આગ્રહ કરે, એનું નામ પકડ કહેવાય. એક વખત વિનંતી કરવાની કે, ‘ભઈ, ફરી તમે વાત સમજો તો ખરા.” અને પછી એ કહેશે, “ના, સમજી લીધું. તમારી વાત જ ખોટી છે.’ તમારે પછી પકડ છોડી દેવાની. એવું કહેવા માગીએ છીએ અમે. આજે શું વાર થયો ?
પ્રશ્નકર્તા : શુક્રવાર.
દાદાશ્રી : અમે કો'કને કહીએ, ‘શુક્રવાર’, તો પેલો કહે, “ના, શનિવાર.’ તો અમે કહીએ, ‘ફરીવાર જરા તમે જુઓ તો ખરા.” ત્યારે એ કહે છે, “ના, શનિવાર જ થયો છે.” એટલે અમે ફરી પકડીએ નહીં, છોડી દઈએ. અને સંસાર એકલામાં નહીં, જ્ઞાનમાં ય એવું. પોતાના જ્ઞાનની યે પકડ પકડીએ નહીં અમે. આ ક્યાં માથાફોડ કરીએ ?! આખી રાત માથાફોડ કરીએ, પણ એ તો ભીંત જેવો છે. જે પોતાની પકડ છોડતો નથી, તો એના કરતાં આપણે છોડી દેવી સારી, નહીં તો એ જે પકડવાનો અહંકાર છે તે જાય નહીં ત્યાં સુધી છૂટાય નહીં, આપણી મુક્તિ થાય નહીં.
‘એ મારું સાચું છે’ એ એક પ્રકારનો અહંકાર છે, એને ય કાઢવો તો પડશે ને ?
હાર્યો, તે જીત્યો ! આપણે મુકાબલો કરવા નથી આવ્યા, આપણી સાચી વાત દેખાડવા