________________
સત્ય-અસત્યના રહસ્યો
૪૩
૪૪
સત્ય-અસત્યના રહસ્યો
આવ્યા છીએ. મુકાબલો કરીએ કે ‘તારું ખોટું છે, અમારું સાચું” એવું નહીં. ‘ભઈ, તારી દ્રષ્ટિથી તારું સાચું’ એમ કરીને આગળ ચાલવા માંડીએ. કારણ કે નહીં તો જ્ઞાનની વિરાધના કરી કહેવાય. જ્ઞાન તેનું નામ કે વિરાધક ભાવ ઊભો ના થવો જોઈએ. કારણ કે એ એની દ્રષ્ટિ છે. એને આપણાથી કેમ ખોટું કહેવાય ? પણ આમાં જે છોડી દે, એ વીતરાગ માર્ગના અને જે જીતે એ વીતરાગ માર્ગના નહીં. ભલે ને, એ જીતે. એવું અમે ખુલ્લું કહીએ. અમને કોઈ વાંધો નથી. અમે ખુલ્લું બોલી શકીએ. અમે તો જગતથી હારીને બેઠેલા. અમે સામાને જીતાડીએ તો એને ઊંઘ આવે બિચારાને. મને તો ઊંઘ એમને એમ આવે છે, હારીને ય ઊંઘ આવે છે. અને એ હારે તો એને ઊંઘ ના આવે, તો મુશ્કેલી મને થાય ને ! મારા લીધે બિચારાને ઊંઘ ના આવી ને ?! એવી હિંસા અમારામાં ના હોય ! કોઈ પ્રકારની હિંસા અમારામાં હોય નહીં.
કોઈ માણસ ખોટું બોલે, એ અવળું બોલે એમાં એમનો દોષ નથી. એ કર્મના ઉદયના આધીન બોલે છે. પણ તમારે ઉદય આધીન બોલાય તો તેના તમે જાણકાર હોવા જોઈએ કે ‘આ ખોટું બોલાઈ ગયું.' કારણ કે તમારે પુરુષાર્થ છે. આ ‘જ્ઞાન’ મળ્યા પછી તમે પુરુષ થયા છો. પ્રકૃતિમાં કંઈ પણ સહેજે હિંસક વર્તન નહીં, હિંસક વાણી નહીં, હિંસક મનન નહીં, તે દહાડે તમને ત્રણસો સાઠ ડિગ્રી થઈ ગઈ હશે !
આટલો જ આગ્રહ, એક્સેપ્ટ ! પ્રશ્નકર્તા : મારે કેવું હતું ? કે સાચું બોલવું જોઈએ, સાચું જ કરવું જોઈએ, ખોટું ના કરવું જોઈએ. આ ખોટું કરીએ તો બરોબર ના કહેવાય, એવો આગ્રહ હતો.
દાદાશ્રી : આત્માનું હિત જોવું. બાકી, સાચું બોલવાનું પણ આ સાચું એટલે સંસારહિત છે અને આ સાચું એ આત્માની બાબતમાં જૂઠું જ છે. એટલે બહુ આગ્રહ ના કરવો કોઈ વસ્તુનો. આગ્રહ ના રાખવો. મહાવીર ભગવાનના માર્ગમાં જે આગ્રહ છે ને, એ બધું ઝેર છે. એક આત્માનો જ આગ્રહ, બીજો કોઈ આગ્રહ નહીં, આત્માનો અને આત્માનાં સાધનોનો આગ્રહ !
આગ્રહ એ જ અસત્ય ! આ જગતમાં એવું કોઈ સત્ય નથી કે જેનો આગ્રહ કરવા જેવો હોય ! જેનો આગ્રહ કર્યો એ સત્ય જ નથી.
મહાવીર ભગવાન શું કહેતા હતા ? સત્યાગ્રહ પણ ના હોવો જોઈએ. સત્યનો આગ્રહ પણ ના હોવો જોઈએ. સત્યનો આગ્રહ અહંકાર સિવાય હોઈ શકે નહીં.
આગ્રહ એટલે ગ્રહાયેલો. સત્યનો આગ્રહ હોય કે ગમે તે આગ્રહ હોય પણ ગ્રહાયેલો. તે આ સત્યનો આગ્રહ કરશો ને, સત્ય જો આઉટ ઓફ નોર્માલિટી થશે ને, તો એ અસત્ય છે. આગ્રહ રાખ્યો એ વસ્તુ જ સત્ય નથી. આગ્રહ રાખે એટલે અસત્ય થયું.
ભગવાન નિરાગ્રહી હોય, દુરાગ્રહી ના હોય. સત્યાગ્રહ ય ભગવાનની અંદર ના હોય. સત્યાગ્રહ ય સંસારી લોકોને હોય. ભગવાન તો નિરાગ્રહી હોય. અમે ય નિરાગ્રહી હોઈએ. અમે ભાંજગડમાં પડીએ નહીં. નહીં તો આનો પાર જ નથી આવે એવો.
ત સત્યતો, ન અસત્યનો આગ્રહ ! એટલે આ સત્યનો આગ્રહ અમે ના કરીએ. કારણ કે આ સત્ય એ “એઝેક્ટલી’ નથી, આ ખોટી વસ્તુ પણ નથી. પણ એ રિલેટિવ સત્ય છે અને અમે રિયલ સત્યની ઉપર ધ્યાન રાખનારા ! રિલેટિવમાં માથું ન મારીએ, રિલેટિવમાં આગ્રહ ના હોય અમને.
અમને તો સત્યનો ય આગ્રહ નથી, તેથી કરીને મને અસત્યનો આગ્રહ છે એવું નથી. કોઈ વસ્તુનો જ આગ્રહ ના હોય ત્યાં પછી ! અસત્યનો ય આગ્રહ ના જોઈએ અને સત્યનો ય આગ્રહ જોઈએ જ નહીં કારણ કે સત્ય-અસત્ય છે જ નહીં કશું. હકીકતમાં કશું છે નહીં આ બધું. આ તો રિલેટિવ સત્ય છે. જગત આખું રિલેટિવ સત્યમાં આગ્રહ માની બેઠું, પણ રિલેટિવ સત્ય વિનાશી છે. હા, એ સ્વભાવથી જ વિનાશી છે.