________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
એક ફેરો તને બોરીવલી સ્ટેશને મોકલ્યો હોય, અને તારો ભઈબંધ મળ્યો ને બેસી રહ્યો, ગપ્પાં મારવા માંડ્યો. તને કહ્યું હોય કે તું જા, દાદાને જોઈ આવ, આવ્યા કે નહીં, પાંચ વાગે આવવાના હતા, તે તું આવીને કહું, કે આ દાદા કંઈ આવ્યા નથી લાગતા. પણ સત્સંગમાં હું આયો હોઉં, તે બધાને ખબર પડી જાય, તો પછી વિશ્વાસ ઊઠી જાય. વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ.
આપણે જૂઠું બોલીએ, કો'ક આપણી પાસે જૂઠું બોલે તો આપણે સમજી જવું કે આ માણસ આટલું જૂઠું બોલે છે, તો મને આટલું દુઃખ થાય છે, તો હું કો'કની પાસે જૂઠું બોલું તો કેટલું દુઃખ થાય ? એ સમજી જઉ છું ને ? કે ના સમજી જઉં ?
..તો સિગ્નલ શક્તિ ચાલી જાય ! પ્રશ્નકર્તા : આ જે ધંધો કરે છે લોકો, ખિસ્સાં કાપવાનો કે ચોરી કરવાનો, તો એની અંદરનો આત્મા કોઈ દિવસ એને સિગ્નલ આપતો હશે કે નહીં આપતો હોય ?
દાદાશ્રી : એક-બે વખત ચોરીનાં સિગ્નલ આપે. તે આત્મા તો વચ્ચે પડે નહીં આમાં. એક-બે વખત સિગ્નલ મહીંથી મળે કે ‘નથી કરવા જેવું.’ પણ ઓળંગે એટલે પછી કશું ય નહીં. ઓળંગે એટલે પેલી સિગ્નલ શક્તિ જતી રહી. આ સિગ્નલ પડ્યો હોય અને ગાડી ઓળંગે તો સિગ્નલની શક્તિ જતી રહી. સિગ્નલ ના પડ્યું હોય ને ઓળંગે એ વાત જુદી છે.
પ્રશ્નકર્તા : સાચા માણસોનું હંમેશાં શોષણ થાય છે અને જે ખોટાં માણસો છે તે ગુંડાગીરી કે ખોટાં જ કામ કરે છે એ મોજમજા કરે છે શા માટે ?
દાદાશ્રી : સાચાં માણસ તો ગજવું કાપવા જાય ને, ત્યારે તરત પકડાઈ જાય. અને ખોટો માણસ તો આખી જીન્દગી કરે તો યે પકડાય નહીં મૂઓ ! કુદરત મદદ કરે એને અને પેલાને મદદ ના કરે, પેલાને પકડાવી દે ! એનું કારણ શું લાગે છે ?
પ્રશ્નકર્તા : કારણ કે એનાથી ખોટું થાય નહીં એટલે.
દાદાશ્રી : ના, કુદરતની ઈચ્છા એવી છે કે એને ઊંચી ગતિમાં લઈ જવો છે એટલે એને પહેલેથી ઠોકર મારીને ઠેકાણે રાખે. અને પેલાને નીચી ગતિમાં લઈ જવાનો છે. એટલે એને મદદ કર્યા કરે. તમને સમજણ ના પડી ? ખુલાસો થયો કે નહીં ? થયું ત્યારે !
પુણ્ય-પાપ, ત્યાં આમ વહેંચાય! પ્રશ્નકર્તા: કેટલાંક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાંક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ છે ?'
દાદાશ્રી : એ એનાં પાપ અને પુણ્યના આધારે બને છે. એના પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તો ય ચાલી જાય.
પ્રશ્નકર્તા : તો એને કંઈ નુકસાન નહીં ?
દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યો કે, તેનું ફળ એને આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે !
ત્યાં અભિપ્રાય ફેવો ! હવે તમે આખા દિવસમાં એકુંય કર્મ બાંધો છો ખરાં ? આજ શું શું કર્મ બાંધ્યું ? જે બાંધશો તે તમારે ભોગવવું પડશે. પોતાની જવાબદારી છે. એમાં ભગવાનની કોઈ જાતની જવાબદારી નથી.
પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ?
દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોય ને, તેના કરતાં