________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
એમાં ય સત્ય, હિત, મિત ને પ્રિય !
અજવાળાવાળી ના આવે, નહીં ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આ બટાકાની ‘સ્લાઈસીસ પાડીએ, એમાં કોઈ ડુંગળીની આવે ?
પ્રશ્નકર્તા : ના. બધી બટાકાની જ ‘સ્લાઈસ’ નીકળે.
દાદાશ્રી: એવી રીતે આ લોકો ‘સ્લાઈસીસ’ પાડ પાડ કરે કે ‘હવે અજવાળું આવશે, હવે આવશે.....” અરે, પણ ના આવે. એ તો અજ્ઞાનતાની સ્લાઈસીસ ! અનંત અવતાર માથાકૂટ કરીને મરી જઈશ, ઊંધે માથે લટકીને દેહને ગાળીશ તો ય કશું વળે નહીં. એ તો માર્ગના પામેલાં જ તને માર્ગ પમાડશે, ભોમિયા હોય તે માર્ગ પમાડશે. ભોમિયા તો છે નહીં. ઊલટું ખોવાઈ જવાના ભોમિયા છે, તે તમને ખોવડાવી નાખશે !!
શું સત્ય ? શું અસત્ય ? પ્રશ્નકર્તા : સાચા અને જૂઠામાં ફેર કેટલો ?
આપણે સત્ય, હિત, પ્રિય અને મિત રીતે કામ લેવું. કોઈ ઘરાક આવ્યો તો એને પ્રિય લાગે એવી રીતે વાત કરવાની, એને હિતકારી હોય એવી વાતચીત કરીએ. એવી વસ્તુ ના આપીએ કે જે એને ઘેર જઈને નકામી થઈ જાય. તો ત્યાં આપણે એને કહીએ, ‘ભઈ, આ વસ્તુ તમારા કામની નથી.' ત્યારે કોઈ કહેશે કે, “આવું સાચું કહી દઈએ તો અમારે ધંધો કરવો શી રીતે ?” અલ્યા, તું જીવે છે શા આધારે ? કયા હિસાબથી તું જીવી રહ્યો છે ? જે હિસાબથી તું જીવી રહ્યો છે એ જ હિસાબથી ધંધો ચાલશે. કયા હિસાબથી આ લોકો સવારમાં ઊઠતા હશે ? રાત્રે સૂઈ ગયા, ને મરી ગયા તો ?! ઘણાં માણસ એવાં સવારે પાછાં ઊઠેલાં નહીં ! એ કયા આધારે ? એટલે ભડકવાની જરૂર નથી. પ્રામાણિકતાથી વેપાર કરજે. પછી જે થાય તે ખરું પણ હિસાબ માંડીશ નહીં.
સાચાને ઐશ્વર્ય મળે છે. જેમ જેમ સત્યનિષ્ઠા ને એ બધા ગુણો હોય ને, તેમ તેમ ઐશ્વર્ય ઉત્પન્ન થાય. ઐશ્વર્ય એટલે શું કે દરેક વસ્તુ એને ઘેર બેઠાં મળે.
એતો વિશ્વાસ કોણ કરે ? દાદાશ્રી : જૂઠું કોઈ દહાડો બોલે છે ? પ્રશ્નકર્તા : બોલું. દાદાશ્રી : સારા પ્રમાણમાં ! પ્રશ્નકર્તા : ના, ઓછા પ્રમાણમાં.
દાદાશ્રી : ઓછા પ્રમાણમાં. જૂઠું બોલવાથી નુકસાન શું થતું હશે ? વિશ્વાસ જ ઉઠી જાય આપણી પરથી. વિશ્વાસ બેસે જ નહીં ને !
પ્રશ્નકર્તા : સામાને નથી ખબર પડતી, એમ સમજીને બોલે. દાદાશ્રી : હા, એવું બોલે, પણ વિશ્વાસ ઊઠી જાય.
દાદાશ્રી : તમે કો'કને પાંચસો રૂપિયા આપ્યા હોય, અને પછી પૂછો કે “મેં તમને રૂપિયા આપ્યા હતા’ ને એ જૂઠું બોલે કે ‘નથી આપ્યા', તો તમને શું થાય ? આપણને દુઃખ થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : તો આપણને ખબર પડે ને, કે જૂઠું એ ખરાબ છે, દુ:ખદાયી છે ?
પ્રશ્નકર્તા : હા, બરોબર છે.
દાદાશ્રી : અને સાચું બોલે તો સુખદાયી લાગે ને ? એટલે સાચી વસ્તુ પોતાને સુખ આપશે અને જૂઠી વસ્તુ દુઃખ આપશે. એટલે સાચાની કિંમત તો હોય ને ? સાચાની જ કિંમત. જૂઠાની શી કિંમત ?! જૂઠું દુ:ખદાયી હોય !
મારી વાત કરી