________________
સત્ય-અસત્યના રહસ્યો
સત્ય-અસત્યના રહસ્યો
પ્રશ્નકર્તા : કેરી ખાધી અને મીઠી લાગી, તો એ સત્ય ઘટના કહેવાયને ?
દાદાશ્રી : ના, એ સત્ય ઘટના નથી, તેમ અસત્ય ય નથી. એ રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય નથી. રિલેટિવ સત્ય એટલે જે સત્ય ઘડીવાર પછી નાશ થવાનું છે. એટલે એ સત્યને સત્ય જ ના કહેવાય ને ! સત્ય તો કાયમી હોવું જોઈએ.
દેવ-દેવીઓની સત્યતા ! કોઈ કહેશે, ‘આ શાસન દેવીઓ એ બધું તદન સત્ય છે ?” ના, એ રિયલ સત્ય નથી, રિલેટિવ સત્ય છે. એટલે કલ્પિત સત્ય છે. જેમ આ સાસુ ને સસરો ને જમાઈ એ બધું કામ ચાલે છેને, એવો એ વ્યવહાર ચાલે છે. જ્યાં સુધી અહીં સંસારમાં છે ને સંસાર સત્ય મનાયો છે, રોંગ બિલિફ જ રાઈટ બિલિફ મનાઈ છે, ત્યાં સુધી એની જરુર પડશે.
સ્વરૂપ, સંસારતું તે આત્માનું.... આ સંસાર એ તો કંઈ જેવી તેવી વસ્તુ નથી, આત્માનો વિકલ્પ છે. પોતે કલ્પ સ્વરૂપ ને આ સંસાર એ વિકલ્પ સ્વરૂપ ! બે જ છે. તો વિકલ્પ કંઈ કાઢી નાખવા જેવી વસ્તુ નથી. આ વિકલ્પ એટલે રિલેટિવ સત્ય છે અને કલ્પ એ રિયલ સત્ય છે.
તે આ સંસારનું જાણેલું બધું ય કલ્પિત સત્ય છે. આ બધી વાતો છે ને, તે બધું કલ્પિત સત્ય છે. પણ કલ્પિત સત્યની જરૂર ખરી, કારણ કે સ્ટેશન જવું હોય તો વચ્ચે જે બોર્ડ છે, એ કલ્પિત સત્ય છે. પણ એ બોર્ડના આધારે આપણે પહોંચી શકીએને ? છતાં એ કલ્પિત સત્ય છે, ખરેખર સત્ય નથી એ. અને ખરેખર સત્ય જાણ્યા પછી કશું જાણવાનું ના હોય ને કલ્પિત સત્યને જાણવાનો પાર નહીં આવે. અનંત અવતાર એ થાય તો ય એનો પાર આવે નહીં.
અછત સર્યા સ્થાપિત મૂલ્યો ! પ્રશ્નકર્તા : સ્થાપિત મૂલ્યો કોઈ ગુણધર્મના કારણે બનેલાં ?
દાદાશ્રી : અછતને કારણે ! જેની અછત એની બહુ કિંમત !! બાકી, ગુણની કશી પડી જ નથી. સોનાના એવાં ખાસ ગુણ છે જ નહીં, અમુક ગુણો છે. પણ અછતને લીધે એની કિંમત છે. હમણાં ખાણમાંથી સોનું જો ખૂબ નીકળે ને, તો શું થાય ? કિંમત ડાઉન થઈ જાય.
પ્રશ્નકર્તા : સુખ-દુ:ખ, સત્ય-અસત્ય, એ કંવાળી વસ્તુઓ છે. એને પણ સ્થાપિત મૂલ્ય જ કહેવાય ને ? જગતમાં સાચું બોલવું એને કીંમતી ગણેલું છે, જૂઠું બોલવું સારું ગાયું નથી.
દાદાશ્રી : હા, એ બધું સ્થાપિત મૂલ્ય જ કહેવાય. એના જેવી જ આ વાત છે. એ મૂલ્ય ને આ મૂલ્ય એક જ છે. જે માનો છો કે “આ સાચું છે કે આ ખોટું છે” એ બધું સ્થાપિત મૂલ્ય જ ગણાય. એ બધું ય અજ્ઞાનનું કામ છે. અને તે આ બ્રાંત સ્વભાવથી નક્કી થયેલું છે, એ બધો ભ્રાંત સ્વભાવનો ન્યાય છે. કોઈ પણ સ્વભાવમાં ન્યાય તો હોય ને ! એટલે આ સ્થાપિત મૂલ્યો બધાં જુદી જાતનાં છે. એટલે આ ‘સત્ય-અસત્ય' બધું વ્યવહાર પૂરતું છે.
ભગવાનની દ્રષ્ટિએ... આ વ્યવહાર સત્ય, રિલેટિવ સત્યનો દુરાગ્રહ સેવવો નહીં. એ મૂળ સ્વભાવથી જ અસત્ય છે. રિલેટિવ સત્ય કોને કહેવાય ? કે સમાજ વ્યવસ્થા નભાવવા પૂરતું સત્ય ! સમાજ પૂરતું સત્ય, એ ભગવાનને ત્યાં સત્ય નથી. તો ભગવાનને આપણે પૂછીએ કે, ‘ભગવાન, આ આવું સરસ કામ કરે છે.” ત્યારે ભગવાન કહે છે, એ એનું ફળ ભોગવશે અને આ એનું ફળ ભોગવશે. જેવું વાવે એવું ફળ ભોગવશે. મારે કંઈ લેવા-દેવા નથી. આંબો રોપશે તો આંબો, ને બીજું રોપશે તો બીજું મળશે !
પ્રશ્નકર્તા : એવી રીતે કેમ ? ભગવાને એમાં થોડો તો ફરક કરવો જોઈએ ને ?
દાદાશ્રી : ફરક કરે તો એ ભગવાન જ નહીં. કારણ કે ભગવાનને ત્યાં આવી આ બેઉ વસ્તુ સરખી જ છે.