________________
સત્ય-અસત્યના રહસ્યો
૧૦
સત્ય-અસત્યના રહસ્યો
પ્રશ્નકર્તા: પણ વ્યવહારમાં જો આવું કરવા જઈએ તો પછી અનર્થ થઈ જાય.
દાદાશ્રી : વ્યવહારમાં ના કરાય આવું. પણ ભગવાનને ત્યાં આવું જુદું નથી. ભગવાન તો બન્નેને સરખાં જુએ છે. ભગવાનને એક્યની પર પક્ષપાત નથી. હા, કેવા ડાહ્યા ભગવાન છે ! ડહાપણવાળા છે ને ?!
આપણા અહીં તો નાદાર માણસે ય હોય અને મોટો શ્રીમંત માણસે ય હોય. આપણા અહીં નાદારને લોકો ફજેત કર કર કર્યા કરે અને શ્રીમંતને વખાણ કર કર કરે. ભગવાન તેવા નથી. ભગવાનને નાદારે ય સરખા ને શ્રીમંતે ય સરખા. બન્નેને રિઝર્વેશન સરખા આપે છે !
પ્રશ્નકર્તા : આપણે કઈ રીતે ચોક્કસ કહી શકીએ કે ભગવાને બન્નેને સરખી રીતે જ જોયા છે ?!
દાદાશ્રી : કારણ કે ભગવાન દ્વદ્વાતીત છે, એટલે કંકોને એક્સેપ્ટ કરતાં નથી. કંકો એ સંસાર ચલાવવા માટેનું સાધન છે અને ભગવાન કંકાતીત છે. એટલે એ રીતે આપણે કહી શકીએ કે ભગવાન આમાં બેઉ એક્સેપ્ટ કરતાં નથી.
વ્યવહારને જે સાચો માનીને રહ્યા, તેમને પ્રેશર ને હાર્ટએટેક ને એવું બધું થઈ ગયું ને વ્યવહારને જૂઠો માનીને રહ્યા એ તગડા થઈ ગયા. બેઉ કિનારાવાળા રખડી પડ્યા. વ્યવહારમાં બેઠાં અમે વીતરાગ છીએ !
પરમ સતી પ્રાપ્તિનો પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : એ પરમ સત્ય મેળવવા માટે માણસે શું પુરુષાર્થ કરવો ?
દાદાશ્રી : જગતને જે સત્ય લાગે છે એ સત્ય તમને વિપરીત લાગશે ત્યારે તમે સત્ તરફ જશો. એટલે કો'ક બે ગાળો ચોપડી દે ચંદુભાઈને, તો મનમાં એમ થાય કે ‘આપણને સત્ ભણી આ ધક્કો મારી રહ્યો છે.” અસત્ તરફ સહુ કોઈ ધક્કો મારે પણ સત્ તરફ કોણ ધક્કો મારે ? આ જગતનાં લોકોનું જે વિટામીન છે તે પરમ સત્ પામવાને માટે ‘ઝેર-પોઈઝન’ છે. અને આ લોકોનું-જગતનું જે પોઈઝન છે એ પરમ સતુ પામવાને માટે વિટામીન છે. કારણ કે બેની દ્રષ્ટિ જુદી છે, બન્નેની રીત જુદી છે, બન્નેની માન્યતા જુદી છે.
પ્રશ્નકર્તા : ઘણાં લોકો જુદા જુદા રસ્તા બતાડે છે કે “જપ કરો, તપ કરો, દાન કરો.’ તો બીજા કોઈ નકારાત્મક રસ્તો બતાવે છે કે “આ ના કરો, તે ના કરો.' તો એમાં સાચું શું ?
દાદાશ્રી : આ જપ-તપ-દાન, એ બધું સત્ય કહેવાય ને સત્ય એટલે વિનાશી ! અને જો પરમ સત્ય તમારે જોઈતું હોય તો એ સત્ છે અને
એ સત્ અવિનાશી હોય. સનો જ અનુભવ કરવાની જરુર છે. જે વિનાશી છે એનો અનુભવ નકામો છે.
પ્રશ્નકર્તા : તો પરમ સત્યની પ્રાપ્તિ કેવી રીતે થાય ?
દાદાશ્રી : ‘હું શું છું' એ ભાન નહીં, પણ ‘હું છું જ’ એવું ભાન થાય એટલે પરમ સત્યની પ્રાપ્તિ થવાની શરૂઆત થઈ ગઈ. આ તો ‘હું છું’ એ ય ભાન નથી. આ તો ‘ડૉકટર સાહેબ, હું મરી જઈશ” કહે છે ! ‘હું શું છું એ ભાન થવું એ તો આગળ વાત છે. પણ ‘હું છું જ, અસ્તિત્વ છે જ મારું', એવું ભાન થાય તો એ પરમ સત્યની પ્રાપ્તિની શરૂઆત થઈ. અસ્તિત્વ તો છે, અસ્તિત્વનો સ્વીકાર કર્યો છે, પણ હજુ ભાન નથી થયું. હવે પોતાને પોતાનું ભાન થવું એ પરમ સત્યની પ્રાપ્તિ થઈ ગઈ.
સત્ય ખડું અસત્યતા આધારે પ્રશ્નકર્તા : સત્ય, જૂઠનાં આધાર ઉપર છે, એ કેવી રીતે ? દાદાશ્રી : સત્ય ઓળખાય શી રીતે ? જૂઠું છે તો સત્ય ઓળખાય.
એટલે આ સત્ય તો અસત્યના આધારે ઊભું રહ્યું છે અને અસત્યનો આધાર છે માટે એ સત્ય પણ અસત્ય જ છે. આ જે સત્ય બહાર કહેવાય છે ને, તેનો આધાર શું છે ? શાથી એ સત્ય કહેવાય છે ? અસત્ય છે માટે સત્ય કહેવાય છે. આધાર એને અસત્યનો હોવાથી એ પોતે પણ અસત્ય છે.