________________
સત્ય-અસત્યના રહસ્યો
૧૫
સત્ય-અસત્યના રહસ્યો
આ સત્યતાનો પુરાવો છે જ. તેથી તો આ લોક આમાં મઝા કરે છે. આ તો જલેબી ખાઈ ગયો હોયને, તે ય સ્વાદ આવે અને આ કેરીઓ લોકો નહીં ખાતા હોય ? ત્યારે આ કંઈ બનાવટ છે ?
પાછું આ ઝાંઝવાના જળ જેવું ય નથી આ જગત, લોકોએ કહ્યું. ‘ઝાંઝવાનાં જળ જેવું છે !' પણ ઓહોહો ! આ તો કરેકટ છે. લ્હાય બળે છે ને, તે આખી રાત ઊંઘ નથી આવતી કેટલાકને તો !
એટલે આ જગતને કંઈ મિથ્યા કહેવાતું હશે ? ‘મિથ્યા' કહે તો આપણે માનીએ ? રાતે ઊંઘી ગયો હોય, મોટું સહેજ પહોળું હોય, ને મોઢામાં સહેજ મરચું મૂકી આપે, તો આપણે ઊઠાડવો પડે ? મિથ્યા હોય ને, તો જગાડવા પડે. આ તો એની મેળે જ જાગી જાય ને !
દાદાશ્રી : હા, તો આ જગત મિથ્યા હોય નહીં કોઈ દહાડોય. બ્રહ્મ પણ સત્ય છે અને જગતે ય સત્ય છે. બ્રહ્મ એ રિયલ સત્ય છે અને જગત એ રિલેટિવ સત્ય છે, બસ, એટલો જ ફેર છે. બ્રહ્મ અવિનાશી કરેક્ટ છે અને જગત વિનાશી કરેક્ટ છે. બેઉની કરેક્ટનેસમાં કોઈ ખામી નથી.
જગતે ય સત્ય છે, એવું પદ્ધતિસર કહેવું જોઈએ ને? જે વાત પાછળથી કોઈ ચેકો મારે એ કામનું શું ? ‘બ્રહ્મ રિયલ સત્ય છે અને જગત રિલેટિવ સત્ય છે એને કોઈ ચેકો મારી શકે નહીંને, એટ એની ટાઈમ !!
ન હોય આ પ્રતિભાસિત સત્ય ! પ્રશ્નકર્તા : સંસાર જે છે એ પ્રતિભાસિત સત્ય છે, બાકી તો સર્વત્ર બ્રહ્મ જ છે, એવું કહે છે ને ?
આ તો પારકાંનાં ઘેર કહેશે, “છાના રહો, ભઈ. એ તો છોકરો મરી જાય, આમ છાના રહો.” અને એને ઘેર છોકરો મરી જાય ત્યારે ?! પોતાને ઘેર છોકરો મરી જાય ત્યારે મિથ્યાપણું દેખાડોને તમે ! આ તો કો'કનાં છોકરાં મરી જાય ત્યારે મિથ્યા (!) કહેશે. ત્યારે આ જગત મિથ્યા છે એ વાત સાચી છે ? આ તો પારકે ઘેર મિથ્યા, હકે ! તારે ઘેર તો રડે છે પાછો ! છાનો રાખીએ ત્યારે કહે, ‘ભઈ, મને તો આખી રાત ભૂલાતા નથી.' અલ્યા, મિથ્યા તું કહેતો હતો ને ?! ત્યાં “બ્રહ્મ સત્ય, જગત મિથ્યા' બોલ ને ! અગર તો હમણે એક ભાઈ અને એમની વાઈફ, બેઉ સાથે જતાં હોય ને કો'ક માણસ આવીને એની વહુને ઊઠાવી જાય, તે ઘડીએ પેલો ‘મિથ્યા છે. મિથ્યા છે' બોલશે ? શું બોલશે ? સત્ય માનીને જ વ્યવહાર કરશે ને ? કે ‘મિથ્યા છે, મિથ્યા છે, લઈ જા' એવું કહેશે ?!
જગત, રિલેટિવ સત્ય ! બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા’ એ વાત હંડ્રેડ પરસેન્ટ રોંગ છે. જગત મિથ્યા એ વાત ખોટી છે.
પ્રશ્નકર્તા ઃ સત્ય અને મિથ્યા કહ્યું આમાં સત્ય, સત્ય કઈ રીતે. અને મિથ્યા, મિથ્યા કઈ રીતે ?
દાદાશ્રી : સર્વત્ર બ્રહ્મ ય હોય અને પ્રતિભાસિત સત્ય ય હોય આ તો. આ જગત તો રિલેટિવ સત્ય છે. આ વાઈફ એ પ્રતિભાસિત સત્ય છે ? હેય.... ખભા પર હાથ મૂકીને સિનેમા જોવા જાય છે ને ! એક બાબો ય જોડે હોય. એટલે આ રિલેટિવ સત્ય છે, આ ગપ્યું નથી. પ્રતિભાસિત હોય આ. પ્રતિભાસિત તો કોને કહેવાય ? આપણે તળાવમાં જોઈએ ને મોટું દેખાય એ પ્રતિભાસિત કહેવાય. આ તો બધું ભ્રાંતિની આંખોથી બધું દેખાય છે અને એ તદન ખોટું નથી. વ્યવહાર છે. આ વ્યવહારથી સત્ય છે અને આત્મા રિયલ સત્ય છે. આ બધો વ્યવહાર રિલેટિવ સત્ય છે. એટલે આ દેખાય છે એ ભ્રાંતિ નથી, આ મૃગજળ નથી. તમે આત્મા છો એ રિયલ સત્ય છે, એ સનાતન છે.
મિથ્યા માનીએ તો ભગવાનની ભક્તિ થાય ?! ભક્તિ એ ય મિથ્યા થઈ (!) એટલે જગત મિથ્યા એ વાત જ ખોટી છે. એટલે લોક અવળું સમજયા છે. એને સવળી સમજણ પાડવી જોઈએ ને ?! આ ય સત્ય છે, પણ રિલેટિવ સત્ય છે.
પ્રશ્નકર્તા : કહે છે ને કે જગત આખું સોનાનું થાય, પણ અમારે મન તૃણવત્ છે ?!