Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
11
FWL
ચીમનલાલ ગોકળદાસ શાહ .
તા. ૧૫-૧-૫ર અમદાવાદ વર્ષ ૧૭; અંક ૪] [ ક્રમાંક : ૧૯૬
ACHARIA SRI KAILASSAGARSURI GYANWANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. ph (879) 23276252 2327 62-05
Fax : (079) 23276249
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
666
विषय-दर्शन
વિષયઃ
લેખકઃ ૧. જૈન સંતાનો પ્રભાવ: છે. પુરુષોત્તમચંદ્ર શાસ્ત્રી: ૨. શ્રીદશવૈકાલિકસૂત્રવૃત્તિ અને દિનાગઃ
પૂ મુ. શ્રીજખૂવિજયજી: ૩. “ ગુજરાતના ઐતિહાસિક લેખોઃ _
પુસ્તકમાં ગંભીર ખલનાઓ: ૫. શ્રી. લાલચંદ્ર ભ. ગાંધી; ૪. વિશેષાવશ્યક ભાષ્યકાર શ્રી. જિનભદ્ર
ગણિ ક્ષમાક્ષમણના સ્વહસ્તે પ્રતિષ્ઠિત
પ્રાચીન જૈન મૂર્તિઓઃ (સચિત્ર ) શ્રી ઉમાકાંત ટૅ શાહ : ૫. રાવ અને રાવર્ણવત્ત વિશે en કેટલીક સમજુતી:
ડો. ત્રિભુવનદાસ લ. શાહ: ૬. પતંગ વિશે જેન ઉલ્લેખા: છે હીરાલાલ ર. કાપડિયા:
સાભાર–સ્વીકાર
૫૦) પૂ. આ. ભ. શ્રીવિજયજંબુસૂરીશ્વરજી મ ના ઉપદેશથી શાહપુર જૈનસંધ–અમદાવાદ, (૧૦) શેફ દોલતરામજી જૈની, નોહર (બિકાનેર )
અમ-સંરતિક્રી g@ાઃ લેખકે પ્ર. પુરુષોત્તમચંદ્ર શાસ્ત્રી, એમ. એ. એમ, એ. એલ.; . પ્રકાશક: પ્રોફેસર પી. સી. જૈન. પટિયાલા; મૂલ્ય; પાંચ રૂપિયા.
मा.श्री. कलामसागर सरि ज्ञान मंदिर પt માથાર જૈન આચામાં , થો)
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक
मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जेशिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात)
क्रमांक
વર્ષ : ૨૭ || વિક્રમ સં. ૨૦૦૮ : વીરનિ. સં ર૪૭૮ ઈ. સ. ૧૫ર સંવ : ૪ || પિષ વદ ૩ : મંગળવાર : ૧૫ જાન્યુઆરી ||
જૈન સંતને પ્રભાવ લેખક:–છે. પુરષોત્તમચંદ્ર જૈન શાસ્ત્રી. એમ. એ. એમ. ઓ. એલ.
ભારતીય ઈતિહાસમાં જૈનધર્મ, જૈનસંસ્કૃતિ અને જૈન દર્શનનું કેટલું ઊંચું સ્થાન છે એ કેઈનાથી છૂપું નથી. જે ભૌતિકવાદની ભયાનક્તાથી તંગ બનીને આજે વિશ્વનાં બધાં રાષ્ટ્ર આધ્યાત્મિકવાદના સર્વોત્તમ સંદેશ “વિશ્વશાંતિની સ્થાપનાના મહત્વને સમજવા લાગ્યા છે તે વિશ્વશાંતિનો સંદેશ જૈનધર્મ અનાદિકાળથી આપતે આવ્યા છે. જેનધર્મના સિદ્ધાંતની ઉત્કૃષ્ટતા નિર્વિવાદ સિદ્ધ છે. આ મહાન ધર્મના અહિંસાવાદ, કોમવાદ અને અનેકાંતવાદના સિદ્ધાંતે હંમેશાં વિશ્વમાં તેની કીતિને પ્રસારિત કરતા રહેશે, પરંતુ સમયનું ચક્ર ખૂબ વિચિત્ર છે. જે જૈનધર્મ કે સમયે વિશ્વધર્મ બનવાને દાવે કરતે હતું, તે કેટલીક સદીઓથી અવનતિ તરફ જઈ રહ્યો છે અને તેને પ્રચાર એ છે કે જાય છે. x x x
જૈન સાહિત્યને જોતાં એ સ્પષ્ટ પત્તો લાગે છે કે, જેનધર્મ કઈ સમયે વિદ્વાનો ધર્મ હતું પરંતુ અહિંસાપ્રધાન ધર્મ હોવાના કારણે એના અનુયાયીઓ ન્યૂનતમ હિંસાવાળા વ્યાપાર-વ્યવસાયને અપનાવ્યું. વ્યાપારથી લક્ષ્મીનું આગમન સ્વાભાવિક છે અને લક્ષ્મીના ચક્કરમાં પડેલે માનવી પોતાના ધર્મ અને સંસ્કૃતિને ભૂલી જાય અથવા તેની ઉપેક્ષા કરી દે એ આશ્ચર્યજનક વાત નથી. અસ્તુ.
વર્તમાન સમયમાં જૈનધર્મ વ્યાપકરૂપે વેપારીઓને ધર્મ બની રહ્યો છે. જે કંઈ પણ જૈનધર્મનો પ્રચાર જ્યાં ત્યાં દૃષ્ટિગોચર થાય છે તેનું શ્રેય: જેના મુનિરાજોના ફાળે જાય છે. લોક જૈન સંતે તરફ ટીકા અવશ્ય કરે છે, પરંતુ હું દાવાની સાથે કહી શકું કે જે જૈન મુનિરત્નોએ જૈન ધર્મના પ્રચારને ભાર પિતાના માથે ઉપાડી લીધે ન હોત તો જે કંઈ જૈનધર્મને પ્રચાર અને જેનાગનું પઠન-પાઠન આજે દૃષ્ટિગોચર થાય છે તેને પણ અભાવ બની જાત. વેપારી કે જૈનધર્મના વર્તમાન પ્રચારને કાયમ રાખવામાં સમર્થ ન બની શકત.
(લેખકના બ્રાળ-સંસ્કૃતિથી હારેલા "નામક પુસ્તકના “નમ્રનિવેદન’માંથી)
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
શ્રીદશવૈકાલિસૂત્રવૃત્તિ અને દિનાગ
લેખક–પૂજ્ય મુનિરાજ શ્રીજંબૂવિજયજી આચાર્ય ભગવાન શ્રીમાન સિદ્ધસેન દિવાકર જેમ જૈનદર્શનમાં અત્યારે પ્રસિદ્ધ જૈન ન્યાયના પિતા અને આદ્યપુરુષ તરીકે ગણાય છે, તે જ પ્રમાણે બૌદ્ધન્યાયના પિતા (Father of the Buddhist logic) તરીકે બૌદ્ધદર્શનમાં બૌદ્ધાચાર્ય દિનાગને ગણવામાં આવે છે. સામાન્ય રીતે એતિહાસિકેની સંભાવના પ્રમાણે, દિલ્તાગનો સમય વિક્રમની ચોથી શતાબ્દીમાં માનવામાં આવે છે દિક્નાગનું બૌદ્ધદર્શનમાં એટલું બધું મહત્ત્વનું સ્થાન છે કે દિક્નાગ પછી થયેલા તમામ બૌદ્ધદાર્શનિકે સાક્ષાત અથવા પરંપરાએ દિ નાગને જ અનુસર્યા છે. આખી બૌદ્ધન્યાયની ઉભારણી દિનાગે નિરૂપેલા અને નક્કી કરેલા સિદ્ધાંતના પાયા ઉપર જ કરવામાં આવેલી છે. આથી જ દિલ્તાગ પછી થયેલા લગભગ તમામ બૌદ્ધતર દાર્શનિકોએ પોત-પોતાના ગ્રંથમાં દિનાગની જોરદાર સમાલોચના કરી છે, અને પિતાના મંતવ્યનું સમર્થન કરવા માટે અથવા તે દિદ્ભાગના મંતવ્યોનું ખંડન કરવા માટે તેમણે અનેક સ્થળોએ દિનાગના ગ્રંથમાંથી વાક્યો અથવા સ્લેટે લઈને પિત-પોતાના ગ્રંથમાં ઉદ્ધત કર્યો છે. આ ક્રમ લગભગ ત્રણસો વર્ષ સુધી તે જોરદાર ચાલ્યો. ત્યાર પછી બૌદ્ધ પરંપરામાં ધમકીતિ નામે મહાન વાદી ઉત્પન્ન થયું. તેણે દિન નાગના ગ્રંથ પ્રમાણસમુચ્ચય ઉપર પ્રમાણુવાતિક નામની મોટી ટીકા રચીને દિનાગના સિદ્ધાંતોને ઘણે વેગ આપો. ત્યાર પછીથી બૌદ્ધતર દાર્શનિકે પણ ધમકીર્તિનું ખંડન કરવા પાછળ પ્રવૃત્ત થવા લાગ્યા. તે પહેલાં બૌદ્ધન્યાય સંબંધી લગભગ બધું ખંડન-મંડન દિનાગના વાક્યાને લઈને જ કરવામાં આવતું હતું. એક સમય તે એવો હતો કે દાર્શનિક ક્ષેત્રમાં દિનાગ એક બલવત્તર પ્રતિસ્પર્ધી તરીકે ગણાતો હતો. આથી જ ન્યાયેદનના વાસ્યાયનપ્રીત ન્યાયભાષ્ય ઉપરની ન્યાયપાતિક નામથી પ્રસિદ્ધ ટીકાના રચયિતા ઉદ્યોતકરે લગભગ તમામ શક્તિ દિનાગના ખંડન પાછળ લગાવી છે. એમ કહેવાય છે કે, તેણે ન્યાયપાતિકની રચના દિનાગનું ખંડન કરવા માટે જ મુખ્યતયા કરી હતી. આ ન્યાયપાતિકનું ધર્મકીતિએ જોરદાર ખંડન કર્યું હતું તેથી ધર્મકીતિએ ઉભાવેલા દોષોને નિરાસ કરીને ન્યાયયાતિનો ઉદ્ધાર કરવા માટે સર્વતન્ત્ર-સ્વતંત્ર વાચસ્પતિમિત્ર તેના ઉપર ન્યાયવાતિકતાત્પર્યટીકા નામની વૃત્તિ રચી હતી જે સુપ્રસિદ્ધ છે. જિનશાસનપ્રભાવક આચાર્ય ભગવાન શ્રીમવાદી ક્ષમાશ્રમણે રચેલા નયચકના (એક ષષ્ઠશિ) રે ભાગમાં પણ દિન્નાગનું જ ખંડન ભરેલું છે. આથી દિનાગનું અને તેના ગ્રંથનું બૌદ્ધદર્શન સાહિત્યનો ઈતિહાસમાં ઘણું મહત્વનું સ્થાને છે.
દિક્તાગ પ્રસિદ્ધ બૌદ્ધાયાયે વસુબંધુનો શિષ્ય હતા. ખરી રીતે “દિના તેનું નામ નથી પણ વિશેષણ છે. પરવાદીઓને પરાજય કરવામાં દિગ્ગજ જે સમર્થ હોવાથી તેને “દિનાગ’ એવું વિશેષણ આપવામાં આવ્યું હતું અને પાછળથી તે નામથી
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૪ ] શ્રીદશવૈકાલિક.............દિનાગ
[ ૭૫ જ મુખ્યતો તેની પ્રસિદ્ધિ થઈ છે. બાકી વસ્તુતઃ તો તેનું નામ વિત્ર અથવા વૃત્ત હતું. ભૂતકાળમાં કવિતા (અક્ષર), મૂત્રવિન્દ્ર (મૂતરત્ત) વગેરે ઘણું નામે પ્રચારમાં હતાં. તેવા પ્રકારનું આ તેનું લિ નામ હતું. સંસ્કૃતમાં વૃત્ત નામ હતું અને પ્રાકૃત ભાષામાં તેનું કિન્ન રૂપાંતર હતું. આ હકીકત અનેક પ્રમાણથી સિદ્ધ થાય છે. નયચક્રવૃત્તિ, અનેકાન્તજયંપતાકા વગેરે અનેક જૈન ગ્રંથોમાં તેનો ટ્રિક્સ નામથી ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ દ્વિજ શબદનું સંસ્કૃતનાષામાં પત્ત એવું રૂપાંતર કરીને તવાર્થ સૂત્રની વૃત્તિમાં આચાર્યપ્રવર ગધહસ્તી પ્રસિદ્ધસેનગણીએ તથા વાત્તઋમિશ્કરે એ પ્રમાણે તેને રત્તમ એવા નામથી ઉલ્લેખ કર્યો છે. આ જ હકીકત, એક બીજા પ્રમાણુથી પણ સિદ્ધ થાય છે. સાતમી શતાબ્દીમાં ભારતવર્ષનું પર્યટન કરનારા ચીની પ્રવાસી હ્યુનત્સાંગ તથા ઈસિંગે પિતાના પ્રવાસ વૃત્તાંતમાં દિનાગને ચેન્ન નામથી ઉલ્લેખ કર્યો છે. તેમજ બીજા પણ અનેક ચીની ભાષાના ગ્રંથમાં દિન્નાગને ચૈન્ન નામથી ઉલ્લેખ છે. શરૂઆતમાં ઘણું પાશ્ચાત્ય વિદ્વાને આ જ શબ્દ મૂળ સંસ્કૃત ઝિન શબ્દને ચીની ભાષામાં બરાબર ઉચ્ચાર કરતાં ન આવડવાથી થયેલે અપભ્રંશ છે, એમ માનતા હતા પરંતુ હ્યુનત્સાંગના ચીની વૃત્તાંતના ઈંગ્લીશ ભાષાંતરમાં વેટ (Wattels ) બિલકુલ સ્પષ્ટ કર્યું છે કે નિત શબ્દને અપભ્રંશ
જ નથી જ. કારનું કે ચીની ગ્રંથની અંદર જ જ શબ્દ ઉપર ટિપ્પ કરતાં જણાવ્યું છે કે જે શબ્દનો અર્થ “ આપેલ' (Given=7) એ થાય છે. આ બરોબર આપણું રિત્ર અને રત્તનો અર્થ પણ “આપેલો' એવા જ થાય છે. એટલે ચીની ગ્રંથમાં આવતા
જ શબદ જૈન ગ્રંમાં આવતા વિજ અને દ્રત્ત શબ્દો એ બધા જ દિનાગાનાં ભૂલે નામે છે અને “દિક્નાગ” એ તેનું વિશેષણ છે. ઐતિહાસિક સંશોધનની દષ્ટિએ વિચાર કરીએ તે મારે એમ કહેવું જોઈએ કે દિનાગનું મૂળ ટ્રિા નામ સાચવી રાખવાને યશ જૈનગ્રંથને જ ફાળે જાય છે. કારણ કે જૈનેતર ગ્રંથોમાં કોઈ પણ સ્થળે ત્રિ નામ જોવામાં આવતું નથી. એટલું જ નહિ, પણ ખુદ બૌદ્ધદર્શનના ગ્રંથોમાં પણ વિત્ર નામ જાળવી રાખવામાં આવ્યું દેખાતું નથી. એ બધા ગ્રંથમાં દિનાગ નામે જ જોવામાં આવે છે.
દિલ્લા પ્રમાળામુપૈય (પત્ત વૃત્તિ સંહિત), ચામુલ, ચાત્રા, ગાત્રમ્પના ( પત્ત વૃત્તિ સહિત), ત્રિકારતક્ષા તથા હેતુ વગેરે ન્યાયગ્રંથની રચના કરી છે. તેમાં પ્રHIળતyય સૌથી મોટો અને તેને સૌથી વધારે મહાને (Masterpiece) ગ્રંથ
1. doi: On Yuan-Chawang's Travels in India (By WATTERS) Vol. II, p. 210
૨. આ ગ્રંથ સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયો છે. તેને ટિબેટન ભાષામાં અનુવાદ મળતું નથી. પરંતુ તેનો ચીની ભાષામાં અનુવાદ મળે છે. તેના ઉપરથી રોમ(ઇટાલી)ના પ્રોફેસર Giuseppe tucci એ ઈંગ્લીશ ભાષામાં અનુવાદ કરીને જર્મનીની HE DELBERGની યુનિવસીટીના JARBUCH des instituts fir Buddhismvs-Rande Vol. 1. માં પ્રકાશિત કર્યો છે.
3. સંસ્કૃતમાં નષ્ટ થઈ ગલા આ ગ્રંથને ટિબેટન તથા ચીની ભાષાંતર ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરીને અયાસ્વામી શાસ્ત્રીએ મદ્રાસની આડથર લાયબ્રેરી તરફથી પ્રગટ કર્યો છે.
૪. સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલા એ ગ્રથના ટિબેટન અનુવાદ ઉપથી દુર્ગાચરણ ચટ્ટોપાધ્યાયે સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે, અને તે કલકત્તાના Indian Historical Quarterly નામના ત્રેતાસિકમાં Vol. X. pp. 262-272 તથા 511-51માં છપાયા છે. તેનું નામ “હેતુકનિય” રાખવામાં આવ્યું છે,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭
૧
ગણાય છે. પરંતુ એ જાણી લેવું જરૂરી છે કે ન્યાયવેશ સિવાયના ઉપર જણાવેલા તમામ દિઙનાગના ગ્રંથો તેના મૂલ સસ્કૃત સ્વરૂપમાં નષ્ટ થઈ ગયા છે. ન્યાયવેરાની રક્ષા કરવાના યશ પણુ પાટણ અને જેસલમેરના જૈન ગ્રંથભંડારોને તથા અન્યદર્શનના ગ્રંથાની પણ રક્ષા કરવાની જૈનાચાર્યોની ઉદાર અને ઉદાત્ત મનેવૃત્તિને જ ફાળે જાય છે. દિનાગના બાકીના ગ્રંથા તેના મૂલ સંસ્કૃત સ્વરૂપમાં નષ્ટ થઈ ગયા મનાય છે. અને મારા વિદ્વાન મિત્ર ર’ગાસ્વામી રામાનુજ આયંગરના જણાવવા પ્રમાણે The original itself which was in Sanskrit wholly disappeared and does not seem to have been heard of in India after the advent of Moslem rule, હિંદુસ્થાનમાં મુસ્લિમ રાજ્ય સ્થપાયા પછી એ સંસ્કૃત ગ્રંથનું નામ પણ કોઈના સાંભળવામાં આવ્યુ હાય એમ લાગતું નથી. હતાં એ જાણુવુ` રસપ્રદ થઇ થઇ પડશે કે નાગના ઉપર જણાવેલા સસ્કૃતથા નષ્ટ થઇ ગયા હોવા છતાં પણ આજથી હારવા પૂર્વે ચીન તથા ટમેટના લોકેાએ તેના ચીની તથા ટિમેટન ભાષામાં કરેલા અનુવાદો ( ભાષાંતરા ) મળી આવે છે. તેમાં પણુ ટિબેટન ભાષામાં જે અનુવાદો છે તે અક્ષરશ છે અને ઘણા સારા છે. જો આ ભાષાના અભ્યાસ કરીને આ અનુવાદેતે વાંચવામાં આવે તે લગભગ મૂલગથની ગરજ સારે, એમ કહી શકાય. પરંતુ બધા આ ભાષા શીખી ન શકે. આથી હૈસુરની યુનિવર્સીટિ રિસર્ચ ઈન્સ્ટીટયુટ અને એરિએન્ટલ લાયબ્રેરીના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીર્ગાસ્વામી રામાનુજ આયંગર શાંતિનિકેતનમાં રામના પ્રેસર ટુચી પાસે ટિમેટન ભાષાના અભ્યાસ કરતા હતા ત્યારે આ ટિમેટનગ્રંથ જેવામાં આવતાં તેનુ ઐતિહાસિક મહત્ત્વ ધ્યાનમાં રાખીને આ ટિબેટન અનુવાદ ઉપરથી ફરીથી સંસ્કૃતમાં અનુવાદ (Retranslation) કરીને તેને સજનસુલભ બનાવવા માટે તેમણે કઠિનતર પરિશ્રમ શરૂ કર્યો, એક ટિમેટન ભાષા જ કઢિણુ અને વિચિત્ર છે. ઉપરાંત તેને અભ્યાસ ભારતમાં બંગાળની અંદર શાંતિનિકેતન, કલકત્તા યુનિવર્સીટી વગેરે બે-પાંચ સ્થળેાએ જ કરાવવામાં આવે છે. ટિમ્બેટન અનુવાદો લગભગ હાર વર્ષ પૂર્વે થયા હોવાથી હ ર વષઁ પૂર્વેની ટિબેટન ભાષામાં અને આજે ટિમેટમાં ખેલાતી ભાષામાં ઘણું જ મોટુ અંતર પડી ગયુ છે એટલે પ્રાચીન ટિમેટન ભાષાના સંસ્કૃતાનુસારી અનુવાદો માટે પ્રાચીન ટિબેટન ભાષા શીખવી પડે છે. ભારતમાં કાશી, કલકત્તા, શાંતિનિકેતન, દાર્જીલીંગ, નાલંદા, આડચર (મદ્રાસ) વગેરે છ-સાત સ્થળાએ જ ટિબેટન ભાષાના ગ્રંથા છે. આમાંની ધણીખરી સ'સ્થાએ બહાર ગ્રંથ વાંચવા માટે અપાતી નથી. એટલે ભાષા શીખ્યા પછી આ ગ્રંથશ મેળવતાં ય નાકે દમ આવી જાય છે. છતાં આ બધી મુશ્કેલીઓને પાર કરીને મારા વિદ્વાન મિત્ર રગાસ્વામી આયંગરે પ્રમાણસમુચ્ચયના ટિબેટન અનુવાદ ઉપરથી સસ્કૃતમાં ફરી અનુવાદ કરીને તેને પ્રથમ પરિચ્છેદ આજથી વીશ વર્ષ પૂર્વે પ્રકાશિત કર્યાં છે અને તે આ વિષયમાં રસ ધરાવતા અને સંશોધન કરતા વિદ્વાનને અત્યંત ઉપયાગી નિવડયો છે. પ્રમાણસમુચ્ચયના ૧ પ્રત્યક્ષ, ૨ સ્વાર્થાનુમાન, ૩ પરાર્થોનુમાન, ૪ દૃષ્ટાન્ત ( ઉદાહરણુ ), ૫ અપેાહ, ૬ જાતિ'–એમ કુલ્લે છ પરિચ્છેદ છે. બધા ગ્રંથ પદ્યમાં અનુષ્ટુણ છંદમાં રચાયેલા છે. આના ઉપર દિનાગની
૧. ન્યાયપ્રવેશ ગ્રંથ વડાદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ તરફથી ધણા વખત પૂર્વે પ્રકાશિત થઇ ગયા છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૪ ]
શ્રીદશવૈકાલિક.............નાગ
[૭૭
સ્વપનવૃત્તિ ગદ્યબદ્ધ છે. ૧લા પ્રત્યક્ષ પરિચ્છેદ્ર તેા પ્રગટ થઈ ચૂકેલા છે. હવે બીજો, ત્રીજો તથા ચોથા પરિચ્છેદ પણ ઘણા અંશે તૈયાર થઇ ગયા છે, અને થોડા સમય પછી પ્રકાશિત થવાના છે. આ તૈયાર કરવામાં જૈનદર્શનના નયચક્ર વગેરે ગ્રંથોમાંથી ઘણી જ માટી સહાય મળેલી છે.
ટિબેટન ગ્રંથો ઉપરથી સસ્કૃતમાં અનુવાદ કરવામાં મેટી મુશ્કેલી એ છે કે સંસ્કૃતમાં કરેલા અનુવાદ મૂળ સંસ્કૃતને શબ્દશઃ ખરાખર મળતા છે, એમ ખાત્રીથી કહી શકાય નહિ. મૂળ સંસ્કૃતને અર્થ અને અશય નવા સ ંસ્કૃત અનુવાદમાં આવી જાય ખરા, પણ શબ્દોમાં અને તેના ક્રમમાં ઘણી જ વાર ફરક પડી જાય છે. આથી એક માર્ગ એ છે કે મૂળ સંસ્કૃતગ્રંથમાંથી બીજા ગ્રંથકારોએ જે જે વાકયો જે જે ગ્રંથોમાં ઉષ્કૃત કર્યાં હોય તે તે ગ્રંથામાંથી તે તે વાકયોના વીણી વીણીને સંગ્રહ કરવામાં આવે છે. આમ કરવાથી તેટલાં વાકયો મૂળ સ ંસ્કૃત સ્વરૂપમાં બરાબર યથાસ્થિત મળી જાય છે, અને તેટલા ભાગના ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરવાનું કષ્ટ આપોઆપ મટી જાય છે.
આવાં અનેકાનેક વાકયો જૈનદર્શનના ગ્રંથોમાં ભરેલાં છે. જૈનદનના ગ્રંથોનુ પરિશીલન કરવામાં આવે તે તેમાંથી આવાં સે'ક વાકો મળી શકે તેમ છે કે જે ટિમેટન અનુવાદો ઉપરથી સંસ્કૃતમાં ફરી અનુવાદ કરવાને પ્રયત્ન કરી રહેલા દેશ-પરદેશના વિદ્વાનને અત્યંત લાભદાયક થાય તેવાં છે. જો જૈન ગ્રંથોનું પરિશીલન કરવામાં નહિ આવે તે એ પ્રયત્નોમાં જરૂર ખામી રહી જવાને સભવ છે. પ્રાચીન ભારતવર્ષનું ઐતિહાસિક અને સ'શાધનાત્મક અધ્યયન કરવા માટે જૈનદર્શનના ગ્રંથો એ મોટા મૂલ્યવાન ખજાનો છે. જ્યાં સુધી જૈનસાહિત્યના ઉપયોગ નહિ કરવામાં આવે ત્યાં સુધી એ સંશોધન અને અધ્યયન અધૂરાં જ રહેવાનાં છે, એ નિશ્ચિત છે.
હેબિટીકા ( અમૃત ) જે સંસ્કૃતમાં નષ્ટ થઇ ગયેલી જ માનવામાં આપતી હતી તે પાટણના જૈન ગ્રંથભંડારમાંથી મળી આવે છે. આ હે દુટીકા બૌદ્દાચાય ધમકીતિ એ રચેલા હેતુભ'દુ ઉપરનું વિવરણ છે. પાટણના જૈન ભંડારમાંથી મળી આવેલી પ્રતિમાં માત્ર ટીકા જ છે, પણ હેતુમિંદુ મૂળ નથી. હેતુભ'દુ મૂળ નષ્ટ થઈ ગયું માનવામાં આવે છે, તેને ટિમેટન અનુવાદ માત્ર મળે છે. કલિકાલસર્વાંના આ. ભ. શ્રીહેમચ ંદ્રસૂરીશ્વરજી મહારાજાના ગુરુબંધુ શ્રીપ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રીચદ્રસેનાચાયે રચેલા ‘ઉત્પાદાદિસિદ્ધિ’ નામના ગ્રંથમાં હેતુઃખદુ મૂળમાંથી થોકડાખધ લાંબા લાંબા પાડાના પાડા ઉદ્ધૃત કરેલા છે. નાશ પામી ગયેલા હેત્તુંદુ મૂળના ઘણા મોટા ભાગ આ અવતરણાને આધારે તૈયાર કરી શકાય તેમ છે. ૫. શ્રીસુખલાલજીએ હેઃ'દુટીકા
પાવતી વખતે સાથે સાથે હેતુબિંદુમૂળ પણ છાપવ માટે તેમણે ટિમેટન અનુવાદ ઉપરથી રાહુલ સાંકૃત્યાયન તથા પુરુષોત્તમદાસ તારકસ (આકાલાવાળા) પાસે સંસ્કૃતમાં હેભિ દુમૂળ તૈયાર કરાવ્યું હતું. પણ ત્યાર પછી તેમણે ઉત્પાદાદિસિદ્ધિને આધારે તેમાં ધણા મોટા ફેરફાર કરીને પછી જ છપાવ્યુ' હતુ' અને તેથી સુંદર બન્યું છે. સામાન્ય રીતે અપ્રસિદ્ધ ઉત્પાદાદ્ધિસિદ્ધિ નામના જૈન ગ્રંથમાં આવે! મોટા અમૂલ્ય ખજાના ભર્યાં હશે,
૧. આ ગ્રંથ વડોદરાની ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ તરફથી છપાયા છે,
ર
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ એવી ભાગ્યે જ કોઈ જૈનેતર પંડિતને કલ્પના પણ આવે. જે આ જૈનગ્રંથને ઉપયોગ કરવામાં ન આવ્યો હોત તે હે બિંદુમૂળમાં ઘણી જ ખામી રહી ગઈ હતી, માટે જ કહું છું કે જે સાહિત્યને સવૉગી અભ્યાસ જૈન તેમજ જૈનેતરને માટે અનેક દષ્ટિએ અત્યંત લાભદાયક છે.
શ્રીરંગાસ્વામી આયંગરે ટિબેટન અનુવાદ ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરીને પ્રમાણસમુચ્ચયને જે પ્રથમ પરિછેદ પ્રકાશિત કર્યો છે, તેમાં પણ નયચક્રવૃત્તિ, સન્મતિ
ત્તિ વગેરે ગ્રંથેની સહાય ન લેવામાં આવી હોવાથી કેટલીક ખામીઓ રહી ગઈ છે. હવે તેઓ “નયચક્રવૃત્તિ વગેરેની સહાય લઈને પ્રત્યક્ષ પરિચ્છેદ ફરી છપાવવા ઈચ્છે છે, અને ત્યાર પછીના પરિચ્છેદમાં જેનો પૂરેપૂરો ઉપયોગ કરીને વ્યવસ્થિત કર્યા પછી જ તે પરિચ્છેદોને છપાવવા ઈચ્છે છે. એવા એવા સ્થાને જૈનગ્રંથમાં અમૂલ્ય સામગ્રી પડેલી છે કે રવાભાવિક રીતે કઈને કલ્પના પણું ન આવે. અહીં હું એવું જ એક ઉદાહરણ આપવા
પ્રમાણસમુચ્ચયના ટિબેટન ભાષાંતરમાં ચેથા દષ્ટાન્ત પરિચ્છેદમાં નીચે પ્રમાણે બીજા નંબરની કારિકા જવામાં આવે છે?
गतन्-छिग्स् बूब्-व्यडि जैस्-प्रोब बब्ब्य -मेद्-ल मेद्-प-द्ि
बे गङ्-ल नि बूस्तन्-व्य-ब
दे छोस्-मथन् दङ् चिग्-शोस् गजिस् આને ગુજરાતીમાં નીચે પ્રમાણે ભાવાર્થ થાય છે:
સાધ્ય સાથે હેતુને અનુગમ તથા સાધના અભાવમાં હેતુને અભાવ જે વસ્તુમાં બતાવવામાં આવે છે તેને દૃષ્ટાન્ત કહેવામાં આવે છે. અને તેના સાધર્યું તથા વૈધમ્ય એવા બે પ્રકાર છે.”
તપાસ કરતાં બરાબર આ અર્થને મળ મૂળ સંસ્કૃતકારિકાને ડું ભાગ ઉદ્યોતકરના ન્યાયવાર્તિકમાં નીચે મુજબ મળે છે
" साध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता।
ख्याप्यते यत्र दृष्टान्तः" એટલે આટલે અંશ જેતેતર ગ્રંથમાં બરાબર મૂળ સંસ્કૃત વરૂપમાં મળી આવે છે. પણ બાકી રહેલે ભાગ (ચોથું ચરણ) મૂળસ્વરૂપમાં ક્યાંય શોભે જડતો નથી. ટિબેટન ઉપરથી સંસ્કૃત તૈયાર કરવામાં આવે તે પણ મૂળમાં જેવું હતું તેવું જ તૈયાર કરવું અશક્યપ્રાય છે. સદ્દભાગ્ય મને આનું ચોથું ચરણ એવા જૈનગ્રંથમાંથી મળી આવ્યું છે કે ભાગ્યે જ જે ગ્રંથની કોઈને કલ્પના પણ આવે. આ ગ્રંથ છે દશવૈકાલિકસૂત્રની આચાર્ય શ્રીહરિભસૂરીશ્વરજી મહારાજાએ રચેલી “શિષ્યહિતા' નામની વૃત્તિ. આ ગ્રંથ કેર દાર્શનિક ગ્રંથ નથી, તેમજ તેમાં ભાગ્યે જ કોઈ દાર્શનિક પંક્તિ પણ હશે. આમાં મુખ્યત:
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૪]
શ્રીદશવૈકાલિક... દિનાગ [ ૭૯ મુનિઓના આચારનું જ વર્ણન છે. એટલે આવા આચારપ્રધાન આગમિક ગ્રંથમાં મહત્વની દાર્શનિક માહિતી મળી આવવાની કલ્પના પણ ભાગ્યે જ કેઈને આવે, છતાં ઉપરની જે અપૂર્ણ કારિકા છે તે સંપૂર્ણ સ્વરૂપમાં “દશવૈકાલિકવૃત્તિ'માં (પૃ. ૧૪ b) પ્રથમ અધ્યયનની ૫૩મી ગાથાની વૃત્તિમાં નીચે મુજબ મળી આવે છે:
साध्येनानुगमो हेतोः साध्याभावे च नास्तिता।
ख्याप्येते यत्र दृष्टान्तः स साधर्थेतरो द्विधा ।। આ રીતે આખી કારિકા જૈનગ્રંથની સહાયથી તૈયાર થઈ જાય છે. જેનગ્રંથની સહાય વિના એ તૈયાર કરવાનું કાર્ય આજે તે અશક્યપ્રાય જ હતું.
આપણી:દષ્ટિએ કદાચ આ વાતનું બહુ મૂલ્ય નહિ લાગતું હોય પણ સંશોધકોની દષ્ટિએ એનું ઘણું જ મેટું મૂલ્ય છે. સંશોધકે તે આવી આવી નાની લાગતી વાતને શોધી કાઢવા માટે સાહિત્યના આખા મહાસાગરનું મંથન કરી નાખતા હોય છે, તેમ જ વર્ષો સુધી ચિંતા કર્યા કરતા હોય છે અને પરિશ્રમ ઉઠાવતા હોય છે એટલે આવી હકીકત મળી આવતાં તેઓ આનંદમગ્ન થઈ જાય છે.
પાશ્ચાત્ય વિદ્વાને ચીન, બર્મા, સિલેન વગેરે દેશમાં પહેલવહેલાં બૌદ્ધોના પરિચયમાં આવ્યા હોવાથી તેમણે જ્યાં ત્યાં બૌદ્ધોની જ વાહ વાહ કરી છે, અને બૌદ્ધ સાહિત્ય-સ્થાપત્ય વગેરેને જ ઘણું મહત્વ આપ્યું છે, અને જેનદર્શન પ્રતિ તેમને ચેડા-વત્તા અંશે ઉપેક્ષાભાવ રહ્યો છે. ભારતીય સંશોધકોને મોટા ભાગ પણ પાશ્ચાત્યાને અનુસારી હોવાથી જૈનદર્શન પ્રત્યે ઉદાસીનછાય રહ્યો છે. પણ હમણાં કેટલાંક વર્ષોથી એમાં ઘણે ફેર પડવા લાગે છે. જૈનદર્શન પ્રતિ ઉપેક્ષાભાવે છોડીને, જેનસાહિત્યમાં સૌ કરતાં વધારે વિશ્વસનીય સામગ્રીને ખજાને રહે છે, એમ હવે તેઓ માનવા લાગ્યા છે. પરંતુ તેઓ તેમની ઉપેક્ષાવૃત્તિને સર્વથા ત્યજી દઈને જૈનસાહિત્યનું વાસ્તવિક મહત્ત્વ અને મૂલ્ય સ્વતઃ આંકે અને જેનસાહિત્યનો આદરપૂર્વક ઘણા મોટા પ્રમાણમાં અભ્યાસ કરવા લાગે તે માટે હજુ સમય લાગશે. પણ તે પૂર્વે આપણે જ જે આ પણી પાસે રહેલા અમૂલ્ય ખજાનાની જગતને પ્રતીતિ કરાવીશું તે એ ઉપેક્ષાવૃત્તિ એકદમ તૂટશે અને જૈનસાહિત્યમાં રહેલા અમૂલ્ય ખજાનાનું વાસ્તવિક મહત્વ સર્વત્ર વિદ્વાનોમાં અંકાશે. એમ થશે તો જેનદર્શન જૈનેતર વિદ્વાનોને અવશ્ય પ્રભાવિત કરશે, માટે એ રીતે સંશોધન કરીને આપણે જેને એ જ જગત આગળ આપણું બહુમૂલ્ય સંશોધન રજુ કરવાની અત્યારે ખાસ જરૂર છે. અને આપણે જ તે માટે ભગીરથ પ્રયત્ન કરે પડશે. તેમજ જ્ઞાનપિપાસુઓને તેમના ઘેર બેઠાં જ્ઞાનરૂપી જલ આપણે જ અત્યારે પૂરું પાડવું પડશે કે જે પીને જગત ચકિત થઈ જશે.
सं. २००८ मार्गशीर्ष कृष्ण दशमी
मु. मालेगांव (ત્તિ-નારા)
मुनिराजश्री भुवनविजयान्तेवासी
मुनि जम्बूविजय
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના ઐતિહાસિક લેખ”
પુસ્તકમાં ગંભીર સ્કૂલનાઓ લેખક –શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાચવિદ્યામંદિર, વડોદરા.
કાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી તેની ગ્રંથાવલિના નં. ૧૫ તરીકે “ગુજરાતના અતિહાસિક લેખા’ નામનું જે પુસ્તક ૩ ભાગોમાં પ્રકાશિત થયેલું છે અને જેના સંગ્રહ કરનાર એડીટર તરીકે આચાર્ય ગિરજાશંકર વલભજી બી. એએમ. આર. એ. એસ. નિવૃત્ત કયુરેટર, આર્કીઓલેજિકલ વિભાગ, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ-એમનું નામ જોડાયેલું છે–તે સંબંધમાં વાચકનું લક્ષ્ય ખેંચવા ઇચ્છું છું.
ગૂજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખે જે અન્યત્ર અંગ્રેજી પરિચય-ભાષાંતર સાથે કે તે વિના પ્રકાશિત થયા હતા, તેનો એકત્ર સંગ્રહ ગૂજરાતી પરિચય -ભાષાંતર સાથે ઉપર્યુક્ત પુસ્તકમાં કરવામાં આવ્યો છે; એથી ઈતિહાસપ્રેમીઓને-ગૂજરાતના અભ્યાસીઓને-આનંદ થવો જોઈએ, પરંતુ તેનું અંતર નિરીક્ષણ કરતાં વિષાદ થાય એવું વિશેષ જણાય છે. એમાં કેટલેક સ્થળે અક્ષમ્ય વિચિત્ર ગંભીર ભૂલભરેલા અથી કરવામાં આવ્યા છે અને અશુદ્ધિઓની પરંપરા છે. એથી ઇતિહાસના અભ્યાસીઓને અને અન્ય વાચકોને ગેરસમજ થવી સંભવિત છે તથા તેનો પ્રવાહ અન્યત્ર આગળ વધે એ શક્ય છે. એથી એ સંબંધમાં અહીં થોડું સૂચન કરવાનું ઉચિત ધાર્યું છે. આશા છે કે સત્ય-પ્રેમીઓ તટસ્થ દૃષ્ટિથી એનું અવલોકન કરશે.
ઉપર્યુક્ત પુસ્તકનો ત્રીજો ભાગ, જે સંવત ૧૯૯૮માં સન ૧૯૪૨માં પ્રકટ થયેલ છે, તેમાંના માત્ર એક પહેલા લેખ સંબંધમાં જ અહીં વક્તવ્ય શક્ય છે. ત્યાં “વાઘેલા વંશના લેખો' એવા મથાળા નીચે “આબુગરિ ઉપર દેલવાડાના રાજા વિરધવલના સમયને શિલાલેખ” જેને નં. ૨૦૬ તરીકે ઓળખાવેલ છે અને પ્રા. સં. ઈ. ભા. પા. ૧૭૪” સંજ્ઞાથી અન્યત્ર પ્રસિદ્ધ જણાવેલ છે તે લેખ, પહેલાં ભાવનગર રાજ્યના પુરાતન સંશોધનખાતા તરફથી પ્રકાશિત થયેલા “ કલેકશન ઓફ પ્રાકૃત એડ સંસ્કૃત ઈક્રિપશન્સ” નામના પુસ્તકમાં પ્રકટ થયેલ હતો. (જે પુસ્તક અત્યારે મારી સામે નથી.)
પૂર્વોક્ત “ગુજરાતના ઐતિહાસિક લેખ” પુસ્તકના ત્રીજા ભાગમાં એ શિલાલેખને પ્રાથમિક પરિચય કરાવતાં જણાવ્યું છે કે-“અણહિલવાડના રાજાઓના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઈઓએ આદિનાથના મંદિરમાં કેટલુક સમારકામ તથા સુધારો કરાવ્યાનું લેખમાં લખ્યું છે.”
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક : ૪ ] ગુજરાતના...........ખૂલનાઓ
[૮૧ એવી રીતે પરિચય કરાવતાં લેખકે એ લેખનો આશય સમજવામાં અને તેની સ્પષ્ટતા કરવામાં શોચનીય અનભિજ્ઞતા દર્શાવી છે, એમ કહેવું જોઈએ. કારણ કે એ લેખ (શ્લે. ૬૦-૬૧) આશય સમજનાર સુને સમજાય તેમ છે કે મંત્રીશ્વર તેજપાલે આબુપર્વત ઉપર દેઉલવાડામાં “લૂણસિંહવસહિકા” એ નામનું નેમિનાથદેવનું: વિશાલ નવું જે જિનમંદિર તૈયાર કરાવ્યું હતું, જે (પર) દેવકુલિકાઓથી અલંકૃત અને વિશાલ હસ્તિશાલાથી શોભતું રચાવ્યું હતું, તેનું એ શિલાલેખમાં વર્ણન છે. એ સંબંધમાં ગૂર્જરેશ્વરના માન્ય પુરોહિત કવિ સોમેશ્વરદેવે ૭૪ કાવ્યોવાળી રચેલી પ્રશસ્તિ શિલાલેખમાં ઉત્કીર્ણ કરેલી છે.
ઉપર્યુક્ત પરિચયમાં, મૂળ સંસ્કૃત લેખમાં અને તેના ગુજરાતી ભાષાંતરમાં એ લેખન સંવત ૧૨૬૭-ઈ સન ૧૨૧૧ જણાવેલ છે, પરંતુ એની સાથેના બીજા લેખના આધારે અને અન્ય સાધનો દ્વારા તપાસ કરતાં ત્યાં વાસ્તવિક સંવત ૧૨૮૭ સમજવો જોઈએ. તથા અંતમાં “છીના વાછે શ્રીવિનયનભૂમિ પ્રતિષ્ઠા છતા” અસ્પષ્ટ પણે ત્યાં વંચાય છે, તે હેવું જોઈએ.
ઉપર્યુક્ત પુસ્તકમાં મૂળ સંસ્કૃત લેખ જે પંક્તિબદ્ધ છપાયો છે, તેમાં હસ્વ દીધું, પદચ્છેદ, પદ-પેજના, પૃથક્કરણ આદિ કરવામાં યથાયોગ્ય કુશલતા અને કાળજી દર્શાવાઈ જણાતી નથી, જેને પરિણામે તેમાં અનેક ભૂલે જણાય છે. વિશેનામાં અને અન્યત્ર પણ વર્ણવ્યત્યય, વણું-લપ જેવી અસ્ત-વ્યસ્તતા નજરે ચડે છે. તેમાંથી કેટલીક દર્શાવી શકાય.
»
રર્થક
અશુદ્ધ લો. ૩માં ગળપુર જોઈએ, ત્યાં કાફિર છપાયેલું છે. ૪માં ક્રમ
છ છ પૈકૂમ હમાં શરૂવરન:
सश्वराजः ૧૪માં વિરતિ ,
विरयचति ક ૧૭માં પાક માં નવી साकु माकु वनदेवी છે તો કપમાં ત્રઃ
चैत्रसिंहः ૪૮માં -- , ૪૯માં અનુપમ વ્યા
अमुपदेव्याः છે ૫૮માં સુરક
सकृतवेश ૬૩માં મથતાં
गतयो -મૂર્તઃ
ઢા-પુત્રય (?) ૬૪માં મૂર્તીનામિઃ
मुद्धनीनामिव करिवधूपृष्ठ
करिदधुः स्वेष्टછે , - ન્યુઃ , ૬૯માં થાન
વ્યારાએ ૭૦માં શ્રી નૈનીતનવની
છે , શ્રીગૈનરકની
-વાટું
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ –એ લેખનું ભાષાંતર જોઈએ, તે તે પણ યથાયોગ્ય સંતોષકારક લાગતું નથી, અનેક ભૂલોથી ભરેલું જણાય છે. તેમાં અધરાજ જોઈ એ ત્યાં શશ્વરાજ (લે. ૭-૮માં) છે, કુમાર કાર્તિકેયસ્વામીની માતા પાર્વતી જોઈએ, ત્યાં કાર્તવીર્યની માતા જણાવેલ છે (સ્પે. ૭), ચંડપ્રસાદ જોઈએ ત્યાં ચંડપ્રસાદ અને પ્રલાદન જોઈએ, ત્યાં પ્રહાણ વગેરે જોવા મળે છે.
તેમાં મંગલાચરણને બીજો શ્લેક, તેના ભાષાંતર સાથે વિચારવા યોગ્ય છે. “I: [][તિમાન[s:] ઝરે શાંતોષ ઉતઃ નિકાયા
निमीलिताक्षोपि समग्रदर्शी स वः शिवायास्तु शिवातनूजः॥" . તેનું ત્યાંનું ભાષાંતર–“શાંતિમાન હોવા છતાં કોપથી રકત, શાન્ત હોવા છતાં સ્મરનિગ્રહમાં પ્રદીપ્ત, અને ચક્ષુ બંધ છતાં જે સર્વ જુએ છે તે પાર્વતીનો પુત્ર ગણપતિ તમારું કલ્યાણ કરે.”
–આ સ્થળે ફિરા-તનૂનનો અર્થ નેમિનાથદેવ કરે સુસંગત છે, કારણકે આ પ્રશરિત, નેમિનાથદેવના નવા બનાવેલા જિનમંદિરને ઉદ્દેશી રચાયેલી છે, મિનાથની માતાનું નામ શિવા ( શિવાદેવી) જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે, નેમિનાથ ક્ષમાવાન હોવા છતાં કેપ પ્રત્યે અરુણ (લાલ-કેપ દૂર કરનાર), શાંત હોવા છતાં કામદેવનો નિગ્રહ કરવામાં દીપ્ત (ઉગ્ર ) કહી શકાય, ધ્યાનમગ્નાવસ્થામાં તે નિમીલિતાક્ષ હોય છે, છતાં તેઓ સર્વજ્ઞ હેઈ સમગ્રદર્શી છે, તે શિવા-તનૂજ નેમિનાથ તમારા શિવમંગલ, કલ્યાણ, મેક્ષ માટે હૈ.
-કવિએ અહીં વિરોધાલંકારથી અનેકાંતવાદ ઘટાવી ચથી શબ્દ પ્રયોગ કરી ખૂબીથી નેમિનાથદેવનું આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું છે એ લક્ષ્યમાં લેવું જોઈએ. ઉપર્યુક્ત પુસ્તકમાં છપાયેલું ૧૭મું કાવ્ય અને તેનું ભાષાંતર જેવા જેવું છે —
“जाल्लूमाकुसाकुवनदेवीसोहगावयजुकाख्याः ।
મવી જ હિમાઃ સત તરફ ” તથા ત્યાં તેનું ભાષાંતર આ પ્રમાણે છપાયેલું છે–
તેને જાલૂ, માકુ, સાકુ, વનદેવી, સેહગા, વયજુકા અને પદમલદેવી એવા અનુક્રમવાળી સાત પરણેલી પત્નીઓ હતી. '
–ઉપરના શ્લોકમાં લગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ ચાર ભાઈઓનાં નામ જણાવેલા છે, એમને એ અનુક્રમે ૭ સગી-સહેદર બહેનો હતી, તેને અહીં ભાતાંતરકારે અર્થને અનર્થ કરી પરણેલી પત્નીઓ જણાવી છે !! .
મૂળ શિલાલેખમાં પહેલી ચાર બહેનોનાં જાહૂ, માઊ, સાઊ, વનદેવિ એવાં નામો વંચાય છે, તેને બદલે ઉપર્યુક્ત પુસ્તકમાં ઉપર જણાવ્યા પ્રમાણે સંસ્કૃત શ્લોકમાં, તથા તેના ભાષાંતરમાં જા, માકુ, સાકુ, વનદવી એવાં નામો છપાયેલાં છે. . વિશેષમાં મૂળ શિલાલેખમાં નો પાઠ છે, તે એડીટરને શુદ્ધ તરીકે સમજાય જણાતો નથી એટલે ત્યાં વર્ષ છપાવ્યું લાગે છે; એડીટરે ત્યાં સુંદરી શબ્દ સમજી
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૪ ] ગુજરાતના....ખલનાઓ તેનું એવું રૂપ કલ્પી લીધું લાગે છે. એથી તેનો અર્થ તેવો વિચિત્ર કર્યો લાગે છે. વાસ્તવિક રીતે વિચારીએ તો ત્યાં સો: પાઠ શુદ્ધ છેસોફી (સહોદરી-સગીબહેત અર્થ–વાચક) શબ્દનું બહુવચનનું એ રૂપ છે. કવિએ એ પહેલાં અg પદ દ્વારા પૂર્વે જણાવેલા ચાર બંધુઓ (૧ લણિગ, ૨ મલદેવ, ૩ વસ્તુપાલ અને ૪ તેજપાલ) એમની અનુક્રમે જણાવેલી આ ૭ સહેદરી-સગી બહેન હતી, તેમ જણાવ્યું છે.
વિશેષ તપાસ કરતાં જણાય છે કે મંત્રીશ્વર તેજપાલે ત્યાં આખું તીર્થમાં પોતે કરાવેલ “લૂણસીહ-વસહી ' નામના નેમિનાથદેવના તે ચૈત્યમાં, જગતીમાં પિતાની એ સાતે બહેનના શ્રેય માટે પણ જુદા જુદા ૭ તીર્થકરની પ્રતિમાઓથી અલંકૃત જુદી જુદી ૭ દેવકુલિકાઓ કરાવી હતી અને સં. ૧૨૯૩ વર્ષના ચિત્ર વદિ ૮ શુક્રવારે નાગૅદ્રગ૭ના શ્રીવિજયસેનસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી. શિલાલેખો સાથે હાલમાં પણ એ વિદ્યમાન છે, ત્યાં સ્પષ્ટ આવા ઉલ્લેખ છે–
-स. १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे श्रीअर्बुदाचलतीर्थे स्वयंकारितलूणसीहवसहिकाख्यશ્રીનેમિનાથવત્યે ગાલ્યાં..............મહં. તે પાન
(૧) મારા શારે કાચા બોડર્ષ... (૨) , ની , માર
» સફેવ્યા
–આ શિલાલેખે એપિગ્રાફીઆ ઇડિકા' વ. ૮, પૃ. ૨૨૭ થી ૨૨૯માં ન. ૨૬થી ૩૧માં, તથા “પ્રાચીન જૈન લેખસંગ્રહ’ ભાગ બીજામાં લેખાંક: ૯૪ થી ૯૯ અને ૧૦૩માં, અને “અબુ દ–પ્રાચીન જૈન લેખસંગ્રહ (આબુ ભાગ બીજા)માં લેખાંક ૩૨૫ થી ૩૨૮, ૩૩૦, ૩૩૧ અને ૩૩૭માં મૂળ સંસ્કૃતમાં પ્રકાશિત થયેલા છે; તથા પહેલામાં અંગ્રેજીમાં અને પાછળના બે ગ્રંથોમાં તેનો ગુજરાતી સાર પણ પ્રકાશિત થઈ ગયેલ છે. એથી અહીં વિશેષ સમર્થનની અપેક્ષા નથી. * વિશેષમાં એટલે અંશે સંતોષ માનીએ કે ઉપર્યુક્ત “ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ ત્રીજામાં, સંગ્રહ કરનાર એડીટરે પ્રાસ્તાવિક ઐતિહાસિક વિવેચન (પૃ. ૧૧)માં વસ્તુપાલ તથા તેજપાલનું વંશવૃક્ષ” દર્શાવ્યું છે, તેમાં ઉપર જણાવેલ નામેવાળી છે બહેને તેમની બહેન તરીકેના ક્રમમાં દર્શાવી છે.
એના શ્લો. ૬૨ થી ૬૬ના ભાષાંતરમાં (પૃ ૧૨ માં) અર્થ ન સમજવાથી કંઈક વિચિત્ર જ જણાવ્યું છે કે –
“ ધર્મકાર્યોના પ્રભાવથી વાદળને પણ નમાવનાર ધીમત લાવણ્યસિંહ દિનાયક સમાન હતા અને હાથી પર આરોહણ કરી જિનેશ્વરના દર્શને જતી તેમની ૧૦ (દશ) પુત્રીઓ રમ્ય લાગે છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હરેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ સોલકી ગૃપ વિરધવલના અતુલ કર જેવા વસ્તુપાલના સુમતિવાળા અનુજ તેજપાલે આ જિનના મંદિરમાં આ પુત્રીઓનાં (?) હાથી પર વિરાજતાં પત્થરનાં ૧૦ (દશ) પુતળાં કાવ્યાં.
સરવર સમીપમાં ફલસહિત આમ્રવૃક્ષ સમાન તેની પત્નીને આધાર, તેજપાલ નિજ પત્ની સહિત વસ્તુપાલના મહેલમાં દેખાય છે.”
વાસ્તવિક રીતે ત્યાં આવે અર્થ જોઈએ શ્રીમાન ચંડપના પુત્ર ચંડપ્રસાદ થયા, તેના પુત્ર સેમ, તેના પુત્ર અશ્વરાજ થયા. તેમના પવિત્ર આશયવાળા પુગે
ભૂણિર, બલદેવ, વસ્તુપાલ અને તેજપાલ થયા; જેઓ જિનમતરૂપી આરામ (બગીચા)ને ઉનત કરવામાં ની-મેવ જેવા છે. ૬૨
શ્રીમંત્રીશ્વર વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહ નામને, અને તેજપાલના પુત્ર લાવણ્ય* સિંહ૧૦ વિકૃત વિખ્યાત મતિવાળે છે; હાથણુઓના સ્કંધ પર ચડેલી. એ દશાની મૂર્તિઓ
એવી રીતે લાંબા સમય સુધી શેભે છે કે-જાણે જિન દર્શન માટે જતા દિગનાકે (૧૦ દિપાલે)ની એ મૂર્તિઓ હોય. ૬૩ - ચૌલુક્ય ક્ષિતિપાલ વરધવલના અદ્વિતીય બંધુ અને વસ્તુપાલના અનુજ લઘુબંધુ સુબુદ્ધિશાલી આ મંત્રો તેજપાલે અહીં હાથણી એની પીઠ પર પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિઓની પાછળ તેમની (તે ઉપર જણાવેલ ૧૦ની) કાંતા-પત્ની સાથે દશ મૂતિએ વિમલ ઉજજવેલ અશ્મ (આરસ પાષાણ)ના ખત્તક (તાકા-ગોખલામાં રહેલી કરાવી હતી. ૬૪
સલ પ્રજાના ઉપજીવ્ય (આશ્રય કરવા યોગ્ય) વસ્તુપાલની પાસે તેજપાલ, સરેવરની પાસે રહેલ સફળ ( ફળવાળા) સહકાર (આમ્રવૃક્ષ) જેવા શેભે છે. ૬૪ - * તે બંને ભાઈઓએ (વસ્તુપાલ અને તેજપાલે ) પ્રત્યેક પુર, ગામ, માર્ગ, પર્વત અને સ્થળમાં વાવ, કૂવા, નિપાન (અવેડા), ઉદ્યાન, સરોવર, પ્રાસાદ (મંદિર), સત્ર (દાનશલા-પરબ) વગેરે ધર્મસ્થાની પરંપરા અત્યંત નવી કરી અને જીર્ણ થઈ હતી, તેને ઉદ્દત કરી તેની સંખ્યા પણ જારી શકાતી નથી, જે તે કઈ જાણતું હોય તે તે પૃથ્વી જ જાણે છે. ૬૬
પૂ. ૧માં પાછળના શ્લોકેના ભાષાંતરમાં આચાર્યોનાં નામે વગેરેમાં બહુ ગોટાળે કર્યો છે. આનંદ, અમરરિને બદલે “ચંદ્રામરસુરિ આવ્યો,” શ્રીવિજયસેનસુરિને બદલે મેરૂ મુનિશ્વર હતો' વિ. વિ. કેટલી ભૂલો અહીં જણાવી શકાય?
આ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુ ઈતિહાસના અભ્યાસીઓએ તુલનાત્મક દ્રષ્ટિથી નીચે જણાવેલા ગ્રંથા જોવા જોઈએ
ભાવનગર રાજ્યના પુરાતત્તવ સંશોધનખાતા તરફથી પ્રકાશિત પ્રાપ્ત સંસ્કૃત લેબ-સંગ્રહમાં અંગ્રેજી ભાષાંતર સાથે પ્રકટ થયેલ સંસ્કૃત પ્રશસ્તિવાળા એ શિલાલેખ, ઉપર્યુક્ત “ ગુજરાતના ઐતિહાસિક લેખા’ ભાગ ત્રીજામાં ગુજરાતી ભાષાંતર સાથે પ્રક્ટ થયેલ છે, તે ઉપરાંત બીજે પાંચ સ્થળે પ્રકાશિત થયેલ જાણવામાં આવેલ છે –
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક : ૪ ]
ગુજરાતના.............સ્ખલનાઓ
[ ૮૫
(૧ ઈસ્વીસન ૧૮૨૮માં એશિયાટિક રિસી'સ' વા. ૧૬માં ( પૃ. ૩૦૨ ) એય, એચ. વીલ્સને ઉપયુક્ત લેખનું અંગ્રેજીમાં ભાષાંતર પ્રકટ કરાયું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t
(૨) એપીત્રાફિયા (ઇંડિકા' વા. ૮માં ડૉ. પ્રા. એચ હ્યુડસે “ જેન ઈન્સિસ્ક્રપ્શન્સ એટ ધી ટેમ્પલ એક નેમિનાથ એન માઉન્ટ આ» ” એ હેડીંગ નીચે રૃ. ૨૦થી ૨૦૮ માં પરિચય આપ્યા પછી પૃ. ૨૦૮ થી ૨૧૩ માં ઉપર્યુક્ત મૂળ સંસ્કૃત શિલાલેખની ફોટા કાપી જોડી છે અને તે સાથે ૩૨ લેખા અંગ્રેજી ભાષાંતર સાથે ત્યાં પ્રકટ કર્યા છે. (આ પુસ્તકનું ટાઈટલ ગયેલ હોવાથી પ્રકાશન સન દર્શાવી શકાતા નથી
ן,
(૩) ઈસ્વીસન ૧૮૮૩માં બેબે ગવેર્નામેન્ટ સેન્ટ્રલ બૂક ડીપા દ્વારા પ્રકટ થયેલી વિ સામેશ્વરદેવે રચેલી કીતિ'કૌમુદી'ના પરિશિષ્ટ (A.)માં ઉપયુક્ત શિલાલેખને અંગ્રેજી ભાષાંતર સાથે એડીટર આબાજી કાથવટે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. ( ત્યાં સંસ્કૃત લેખના અંતમાં સ. ૧૨૯૩ જણાવેલ છે, પરંતુ અંગ્રેજીમાં સંવત ૧૨૮૭ જણાવેલ છે. ) તથા તેની સાથે સધવાળેા ત્યાંના બીજો શિલાલેખ જે સ. ૧૨૮૭ વાળા છે, જેમાં તે ધર્મસ્થાનની રક્ષા, તથા ઉત્સાદિ વ્યવસ્થા સૂચવેલી છે, તે પણ ત્યાં પરિશિષ્ટ (B) માં દર્શાવેલ છે.
(૪) સંવત ૧૯૭૮ ઈસ્વીસન ૧૯૨૧ માં જૈન આત્માનંદ સભા, ભાવનગર દ્વારા પ્રકટ થયેલ પ્રાચીન જૈન લેખસંગ્રહ' ( ભાગ બીજા) માં એ શિલાલેખ લે. ૯૪ તરીકે ગુજરાતી સાર સાથે સુપ્રસિદ્ધ સાક્ષર શ્રીજિનવિજયજીના પ્રયત્નથી પ્રકટ થયેલ છે.
.
(૫) સંવત ૧૯૯૪ માં શ્રીવિધ સૂરિ-જૈન ગ્રંથમાળા, ઉજ્જૈન તરફથી પ્રકટ થયેલ અમુઅે પ્રાચીન જૈન લેખસીહ ' ( આખુ ભાગ બીજો) એ પુસ્તકમાં ઈતિહાસપ્રેમી સ્વ. મુનિરાજ જયંતવિજયજીના પ્રયત્નથી લે. ૨૫૦ તરીકે એ લેખ ગુજરાતી અવલોકન સાથે પ્રકાશિત થયેલ છે.
For Private And Personal Use Only
1
આશા છે કે-સત્ય સશોધન-પ્રકાશનથી ગુજરાતના સાચા ઇતિહાસ પ્રકાશમાં આવશે, ત્યારે સર્વને આનંદ થશે.
સંવત રામનાથ શ્રાવણ ચાલ, પાંચમી
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશેષાવશ્યક ભાષ્યકાર શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણુના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જૈન પ્રતિમા
લેખક :—શ્રીચુત ઉમાકાન્ત પ્રેમાનદ શાહ.
થોડા વખત ઉપર વાદરા પાસેના અકાટ્ટક ( અર્વાચીન-અકાટા ગામ) નામના પ્રાચીન શહેરના અવશેષામાંથી નીકળેલો પ્રાચીન જૈન પ્રતિમાનો એક માટે' સંગ્રહ મતે તેમજ મારા મિત્ર શ્રી. રમણલાલ નાગરજી મહેતાને ઉપલબ્ધ થયા હતા. આ જ સંગ્રહ ભેગી નીકળેલી શ્રી. મગનલાલ દરજીએ જાહેરમાં મૂકેલી કેટલીક પ્રતિમાએનુ વર્જુન પડિત શ્રી, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ ‘જૈન સત્ય પ્રકાશ' વ ૧૬, અંકઃ ૧૦ માં આપ્યું હતુ, ધણી કટાયેલી હાલતમાં મળેલી આ પ્રતિમાએમાં એક અદ્વિતીય પ્રતિમા મળી છે જેના ઉપર નિવન્તસામિ પ્રાંતમાં એવા લેખમાં ઉલ્લેખ છે. આ પ્રતિમાનું સવિસ્તર વર્ણન કરતા એક અંગ્રેજી લેખ આ લેખă Journal of the Oriental Instinte, (Baroda, 1951) Vol. I... no, 1 માં આપ્યા છે. તેનુ ગુજરાતી ‘ જૈન સત્ય પ્રકાશ'માં યથાવકાશ પ્રસિદ્ધ થશે. આવી જ, અને શ્વેતામ્બર જૈન સંધને અત્યંત કિંમતી, અદ્વિતીય અને આ ક એવી બે પ્રતિમા આ સગ્રહમાં છે. સદર પ્રતિમાઓને કાટ સાફ કરી લેખ વાંચતાં જ મને લાગ્યું કે, આ પ્રતિમાએ શ્રી. જિનભદ્રષ્ણુિ ક્ષમાશ્રમણુ–પ્રતિષ્ઠિત હાઈ શકે છે સદર પ્રતિમા ઉપરના લેખામાં જિનભદ્ર વાચનાચાય ઉલ્લેખ છે અને તેમનું કુલ નિવ્રુતિકુલ જણાવ્યું છે. કલાની દૃષ્ટિએ જોતાં આ પ્રતિમાએ છઠ્ઠા સૈકાના ઉત્તરા અને સાતમા સૈકાના પૂર્વોદ્ધમાં મૂકી શકાય તેવી હોવાથી મને લાગ્યું કે, આ પ્રતિમા શ્રી. જિતભદ્રગણિના શુભહસ્તે પ્રતિષ્ઠિત છે, એ નિતિકુલના હોય એવો ઉલ્લેખ પડિત શ્રી. લાલચ'દ ગાંધીને પૂછતાં તેઓએ જણુાવ્યુ' કે, તેવા કેાઈ ઉલ્લેખ તેમને ઉપલબ્ધ નથી. વાચનાચાર્ય શબ્દપ્રયાગ બાબત તેમણે જણાવ્યું કે, વાચક, વાદી, દિવાકર અને ક્ષમાશ્રમણ એ પ્રયાગેા એકાથ વાચી છે એવું ‘કહાવલી’કારે લખ્યુ છે. આ અવતરણું-આધાર બતાવવા માટે હું તેમનો આભારી છું. પડિત શ્રી. લાલચંદ્ર ગાંધી મને જણાવે છે તે મુજબ હજુ તેમને ખાત્રી નથી કે આ પ્રતિમાએના લેખમાં નિર્દિષ્ટ જિનભદ્ર વાચનાચાર્ય તે શ્રી, જિનભદ્ર ક્ષમાશ્રમણ જ છે. પણ મતે એની ખાત્રી છે તેથી અહીં સદર પ્રતિમાને શ્રો. જિનદ્રગણુ ક્ષમાશ્રમણ પ્રતિષ્ઠિત જ ગણી છે એટલુ' પ્રાસ્તવિક જણાવી નીચે સવિસ્તર ચર્ચા કરી છે.
આકૃતિ ન ૧ માં જણાવેલી પ્રતિમાની પાછળના, પબાસણની પાછળની ઉપલી કિનારી ઉપર આપેલા લેખ આકૃતિ ન. ૨ તરીકે છાપ્યો છે. સદર લેખની લિપિ વલભીના મૈત્રકાના તામ્રપત્રોના લેખાની લિપિને મળતી છે અને ઈ. સ. ૫૫૦ થી ઈ. સ. ૬૦૦ ના વચગાળાના સમયની ગણી શકાય તેમ છે. સદર લેખ નીચે મુજબ છેઃ—
ॐ देवधर्मीय निवृतिकुले जिनभद्रवाचनाचार्यस्य ॥
આ પ્રતિમા ઘણી સુંદર છે, શરીર સપ્રમાણ છે અને સિદ્ધહસ્ત કલાકારના હાથે બનેલી છે. ખભા ઉપર બેઉ બાજુએ બતાવેલી કેશાકૃતિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, એ ઋષભ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आइति : न. १
1. श्रीकलाससागरसूरि ज्ञानमन्टिा
श्रीमहावीर जैन आराधना केन्द्र कोबा (गाधीनगर) पि 300000
Prajapadyarthi HER ana
माति : नं. २
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
INCHES CM
24xld : 4.8
DES,
INCHES ICMS
Bulla: 4.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૪ ] વિશેષાવશ્યક..............જૈન પ્રતિમાઓ દેવની છે. કમલના નાના, પીઠ ઉપર કાઉસગ ધ્યાને ઊભેલી ઋષભદેવની આ પ્રતિમા વેતામ્બર છે એ તે સ્પષ્ટ જ છે, પણ છેતીરૂપે પહેરેલા વસ્ત્રને બારીકાઈથી જોતાં સ્પષ્ટ થાય છે કે, એ બાંધણીની જાતનું વસ્ત્ર છે. એના ઉપરની ટપકાઓથી રચેલી બાંધણીની જાતની સુશેભકારી બતાવે છે કે, આ સમયમાં એટલે કે ઈ. સ. ના છ સૈકાના ઉત્તરાદ્ધમાં પશ્ચિમ હિંદમાં આ જાતનાં વસ્ત્રો બનતાં હતાં–વટમાં ગૂંથેલી કે છાપીને બનાવેલી બાંધણીની રચનાકારીનાં. પીઠ ઉપર જમણી બાજુએ યક્ષની આકૃતિ લલિતાસને બેઠેલી છે જ્યારે ડાબી બાજુએ દ્વિભુજ અંબિકાદેવી બેઠેલાં છે. આ બેઉ શાસનદેવતાની આકૃતિઓ પણ એટલી જ સુંદર અને સજીવ જણાય છે. વેશભૂષા અને અલંકારના અભ્યાસીને પણ આ પ્રતિમાઓ અગત્યની છે. સદર પીઠ ઉપર, ભગવાન ઋષભદેવની પ્રતિમાના ભાગમાં બે બાકાર છે. તેમાં ત્રેવીસ પદ્માસનસ્થ તીર્થંકર પ્રતિમયુક્ત ભામંડલ સહિતની પશ્ચાદ્દ ભૂમિકા હતી, જે હાલ ખંડિત છે અને જેમાં ડાક ટુકડા ઉપલબ્ધ થયા છે. આમ અસલ સ્થિતિમાં આ પ્રતિમા શ્રી ઋષભદેવની ચોવીસી હતી.
યક્ષ-યક્ષિણીની મુખાકૃતિઓ ધ્યાન ખેંચે તેવી છે. તે જમાનાની ગુજરાતના લાટ દેશની પ્રજામાં નજરે પડતી જુદી જુદી જાતની મુખાકૃતિઓ જેવી જ મુખાકૃતિએ આ જ જમાનાના બીજા ધાતુ-શિલ્પોમ મને નજરે પડી છે અને એ ધાતુ-શિલ્પો પણ મધ્ય ગુજરાત લાટ દેશનાં જ છે. લાંબુ નાક, આગળથી સહેજ જાડું અને બેક ભવની વચ્ચે જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી એટલે મૂળ આગળથી કંઈક ચપટું એવું નાક, દીર્ઘનયન, ભરાવદાર અને લંબગોળ એવું મેટું મુખ, નાના પણ કંઈક જાડા એવા ઓષ્ઠ આ બધું નોધપાત્ર છે. યક્ષના ગળામાં એકાવલી મૌક્તિક માલા છે. યક્ષીના ગળામાં એવી જ એક માલા ઉપરાંત સ્તનયુગલ વચ્ચેથી પસાર થતું લાંબુ ઉર:સૂત્ર છે.
બીજી પ્રતિમાં આકૃતિ નં ૩માં રજૂ કરી છે. તેની પાછળ જે લંબગોળ ભામંડલપ્રભાવલિ છે તેના ઉપર કોતરેલો લેખ આકૃતિ ૪ માં રજુ કર્યો છે. આ લેખ નીચે પ્રમાણે છે
ॐ निवृतिकुले जिनभद्रवाचनाचार्यस्य ॥ તીર્થંકર પ્રતિમાના પાછળના ભાગમાંના આંકડામાં આ પ્રભાવલિ ભેરવી શકાય તેવી છૂટી છે અને જ્યારે આમ પ્રભાવલિ બેસાડી દઈએ ત્યારે સામેથી દર્શન કરનારને આ લેખ નજરે પડે તેમ નથી કેમકે સદર લે બવાળો ભાગ જિનેશ્વર ભગવાનના ખભાના ભાગ પાછળ ઢંકાઈ જાય છે. આ ભામંડલ એટલું લાંબુ છે કે, જિનપ્રતિમાના ઘૂટણ સુધી પહોંચે છે. આવા લંબગોળ મોટા ભામંડલ નાલંદા અને કુર્કિહારના ધાતુ-શિલ્પમાં પણ નજરે પડે છે. ભામંડલને હાથીનો નખ જેવી, ત્રિકોણાકૃતિની ભાતથી શણગારેલું છે અને આ ભાતની અંદરના ભાગમાં ગાળ મેટા મીંડાની ફરતી એક ભાત છે.
આ પ્રતિમાં કયા જિનેશ્વરની છે તે નક્કી કરી શકાય તેમ નથી; કેમકે લાંછન ઉપલબ્ધ નથી અને લેખમાં બતાવ્યું નથી. પ્રતિમાના પગ નીચેના ભાગમાં જે બે આંકડા છે તે નીચેના પીઠમાં બેસાડી દેવાને હશે પણ પીઠ ઉપલબ્ધ નથી આ પ્રતિમા ગળા નીચેથી ખંડિત થતાં મસ્તક જ દુ પડેલું છે. દક્ષિJવત વાંકડિયા વાળ ( schimatic curls) અને ઉષ્ણુયુક્ત આ પ્રતિમાનું મસ્તક છે. મુખમુદ્રા શાંત, પ્રસન્ન અને સુંદર છે. લાંબુ નાક, દીર્ધ અર્ધાત્મીલિત નયનયુગલ કિંચિત હાસ્ય-પ્રસન્નતા દર્શાવતા એપ્તયુગ્મ, મોટા કાન,
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી. જિન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭ ભરાવદાર મુખાકૃતિ વગેરે નોંધપાત્ર છે. ગળામાં વિવલી રેખા છે. ખભાનો ભાગ વિશાળ છે. અને પ્રતિમાના સામાન્ય દેખાવને કંઈક અક્કડ–બનાવે છે. ઉપર આકૃતિ નં. ૧ માં રજૂ કરેલી પ્રતિમા કરતાં. આ દૃષ્ટિએ આ પ્રતિમાનું ઘડતર (modelling) કંઈક ઊતરતી કક્ષાનું છે. ધોતીની પાટલીની રચના નોંધપાત્ર છે. આવી શિલીની રચના આપણને વસંતગઢની સં. ૭૪૪=ઈ. સ. ૬૮૭ની બે મોટી ધાતુપ્રતિમાઓ પર નજરે પડે છે જે કે અમુક સૂકમ તફાવત છે પણ આ શૈલી ઈ. સ. ના સાતમા સકામાં ઉત્તર ગુજરાતમાં પ્રચલિત હતી એ સાબિત થાય છે; અને એ રીતે જોતાં આ પ્રતિમાને સાતમા સૈકાના પૂર્વાર્ધમાં નિઃશંક મૂકી શકાય છે. કમરબંધ બાંધવાની રીત ધ્યાનમાં રાખવા જેવી છે. એ રીતના બે છેડા અર્ધચંદ્રાકારે લટકતા રાખીને જે ગાંઠ મારેલી છે તેવી રચના આકૃતિ નં. ૧ માં વચમાં અને આ આકૃતિ નં. ૩ માં જમણુ સાથળ તરફ નજરે પડે છે. આવી જ રચના વસંતગઢની પ્રતિમાઓમાં નજરે પડે છે, જે પ્રતિમાઓ મોટે ભાગે ઈ. સ. ના સાતમા સૈકાની છે
મારા મિત્ર શ્રી. છે. હરિપ્રસાદ શાસ્ત્રીના ખ્યાલ મુજબ આકૃતિ નં. ૧ ની પાછળ લેખ આકૃતિ નં. ૩ ના લેખ કરતાં લિપિની દૃષ્ટિએ કંઈક જૂને છે. કલાની દૃષ્ટિએ પણ પણ મારે ખ્યાલ એ છે કે ઋષભદેવેની પ્રતિમાં વધારે જૂની છે અર્થાત્ એ પ્રતિમાને ઈ. સ. ૫૫૦ - ૬ ૦૦ની વચ્ચેના સમયમાં મૂકવી ઠીક થઈ પડશે. જ્યારે આ બીજી પ્રતિમા ઈ. સ. ૬ ૦-૬૩૫ આસપાસની ગણું લઈશું. આમ એક જ આચાર્યના હસ્તે જુદા જુદા સમયે બે પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થયેલી છે. આપણે જાણીએ છીએ કે, જેને પરંપરા મુજબ શ્રી. જિનભદ્રગણિનું સર્વાય ૧૦૪ વર્ષ છે અને યુગપ્રધાનત્વ કાલ ૬૦ વર્ષ છે. મુનિ શ્રી. જિનવિજયજીએ જેસલમેરની પિથી ઉપરથી સ્પષ્ટ કરી આપ્યું છે કે, તેઓ વિ. સં. ૬૬૬ઈ. સ. ૬૦૯-૧૦ માં હયાત હતા. આપણે માની લઈએ કે વિ. સં. ૬૮૦ પછી તેમની હસ્ત નહિ હોય. એ હિસાબે વિ. સં. ૬૨૦ થી ૬૮૦=ઈ. સ. ૧૬૩ થી ૬૨૩ ની વચ્ચેના ગાળામાં આ બે પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ હશે પ્રતિમાઓના કલાવિધાનની દષ્ટિએ આમાં કશું અજુગતું નથી અને એટલે જ સ્વાભાવિક રીતે આપણને શંકા થાય જ કે આ લેખમાં નિર્દિષ્ટ “જિનભદ્ર વાચનાચાર્ય ” તે શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જ હશે.
આ સમય શ્વેતામ્બર જૈન સંઘના ઈતિહાસની દષ્ટિએ અતિમહત્વનો છે. શ્રી, દેવદ્ધિ. ગણિ ક્ષમાશ્રમણે જૈનસૂત્રોને પુસ્તકાર કર્યો એ પરંપરાગત ખ્યાલ છે. વાસ્તવમાં આગ પહેલાં પુસ્તકારૂઢ હતાં જ મુનિ શ્રી કલ્યાણવિજયજીએ પોતાના “વીરનિર્વાણુ સંવત્ અને જે કાલગણના” નામક અભ્યાસ પૂર્ણ લેખમાં આ સૂચન કરેલું જ છે, ફરી પુસ્તકારૂઢ કરવાનો અર્થ ફરી વ્યવસ્થિત કર્યા અને તે મારા ખ્યાલ મુજબ જેનોના વેતામ્બર અને દિગમ્બરમત વચ્ચે ઝઘડો તીવ્રસ્વરૂપ પકડવાથી આમ થયું. આ પછી તરત નિયુક્તિઓ, ભાળ્યો અને ચૂર્ણ
નો યુગ શરૂ થયો. ચયવાસીઓએ આમાં મોટે ભાગ ભજવ્યો છે. પહેલાં ચેત્યવાસીઓમાં એટલો બધે શિથિલાચાર નહોતે અને મારા નમ્ર મત પ્રમાણે, સિદ્ધસેન દિવાકર છ જેવી વ્યક્તિઓ પણ ચૈત્યવાસી જ હતી. ત્યવાસીઓએ વેતામ્બર જૈન મંદિરો અને પ્રતિમાઓ બંધાવવામાં અને ભરાવવામાં ખૂબ હિસ્સો આપ્યો છે. વસ્ત્રયુક્ત ઊભી અને સ્પષ્ટ કરાયુક્ત બેઠી જિનપ્રતિમાઓ ખાસહેતુપૂર્વક વધુ પ્રમાણમાં ભરાવવામાં આવી હતી. આ યુગમાં ઈ. સ. ના ચોથા સૈકાના અંતથી શરૂ થયેલા ચૈત્યવાસીઓના આ યુગમાં-ઈ. સ..
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૪ ] વિશેષાવશ્યક..........જૈન પ્રતિમાઓ [ ૮૯ ના છઠ્ઠા સૈકાથી આ પ્રવૃત્તિનું જેર સઘળે નજરે પડે છે. દિગમ્બરમાં પણ ચૈત્યવાસ હતો એટલે શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેવી પ્રભાવશાળી વ્યક્તિ શ્વેતામ્બર પ્રતિમાઓ ભરવવામાં કે પ્રતિષ્ઠા કરવામાં રસ લે એ સ્વાભાવિક છે. ધનાઢય શ્રાવકે પણ એમના વરદહસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું અહોભાગ્ય સમજે એ સમજી શકાય એમ છે.
લેખમાં “જિનભદ્રવચનાચાર્ય ” એ શબ્દપ્રયોગ છે. “ કહાવલી માં બતાવ્યું છે તે મુજમ વાચક, વાદી, દિવાકર અને ક્ષમાશ્રમણ એ પ્રયોગ એકાWવાચી છે –
वायगसमाणस्था य सामण्णउ वाइ-खमासमण-दिवायरा; भणियं चवाई खमासमणो दिवायरो वायगोत्ति पगो(ग)हा उ।
पुव्वगयं जस्सेसं जिणागमे म्मि(स्सि)मे णामे ॥ આમ વાચકવાદીક્ષમાશ્રમણ=દિવાકર એવા પ્રયોગો થતા હતા અને વાચક વાતનાચાર્ય એ તે સૌ કોઈ સમજી શકે છે. એટલે જિનભદ્ર ક્ષમાશ્રમણ માટે જિનભદ્ર વાચક કે જિનભદ્ર વાચનાચાર્ય એ પ્રયોગ શક્ય છે. શ્રી. સિદ્ધસેન દિવાકર વિષે સિદ્ધસેને ક્ષમાશ્રમણ એ પ્રયોગ “નિશીથચૂર્ણિમાં આવ્યાનું મુનિ શ્રી કલ્યાણવિજ્યજીએ જણાવેલું જ છે. “પચકપચૂર્ણિ'માં પણ એવી જ રીતે સિદ્ધસેન ક્ષમાશ્રમણ એ પ્રયોગ છે; એટલું તો પંડિત શ્રી. લાલચંદ્ર ગાંધી સ્વીકારી લે છે પણ તેઓ મને જણાવે છે કે, આ પ્રતિમા ક્ષમશ્રમણજીપ્રતિદિત છે એ શંકાસ્પદ છે. મારા ખ્યાલ મુજબ–ઉપર બતાવ્યું છે તે મુજબ, આ વી શંકા રાખવાને કોઈ સ્થાન નથી આખા હિંદની વેતામ્બર દિગમ્બર જૈનપ્રતિમાઓના અભ્યાસ પછી મને જે કાંઈ સમજાયું છે તે ઉપરથી આ પ્રતિમાઓ આ જ સમયની છે અને એવી પ્રવૃત્તિભ યુગની છે કે, જેમાં શ્રી. જિનભદ્રાણિએ એક બે નહિ પણ અનેક અને એક સ્થળે નહિ પણ અનેક સ્થળે શ્વેતામ્બર જૈન પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હશે. વલભીમાં જેને હતા અને બૌદ્ધોનું પણ જોર હતું, ભરૂચમાં જૈનોનું જોર વધુ હશે અને ભરૂચ પાસે આવેલું ચોર્યાશી ગામના તાલુકાનું મુખ્ય શહેર કેદ્રક ઇ. સ ને બીજા સૈકા લગભગથી અગત્ય ધરાવતું હતું. વટપદ્ર તો આઠમા નવમા સૈકામાં એક નાનું ગામડું હતું. એટલે ભરૂચ તરફ વિહાર કરતા આચાર્યો અંકોટ્ટકની જૈનવસતકામાં પધારે એ સ્પષ્ટ છે. આ વસતિકાનું નામ “રથતિ” હતું. આ જ સંગ્રહમાંની એક બીજી પ્રતિમા ઉપરના લેખમાં આ નામ છે. આથી અમુક સિકાઓ પછી ભરાયેલી બીજી એક પ્રતિમાના લેખમાં “અંકોદક વસતિકા' એવો ઉલ્લેખ છે એ શ્રી, પંડિત ગાંધીએ પિતાના બીજા એક લેખમાં બતાવ્યું છે. આ વિસતિકા બાબત રસિક અનુમાન હું પછીથી રજૂ કરીશ. હાલ તો એટલું બસ થશે કે, આ વસતિકા અગત્યની અને ચૈત્યવાસીઓના કબજે હતી.
આ પ્રતિમાઓ આપણને શ્રી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીનું કુલ પહેલી જ વખત બતાવે છે. તેઓ નિતિકુલના હતા. પહેલાં ચાર કુલ પ્રસિદ્ધ હતાં– નિતિ, નાગેન્દ્ર, ચંદ્ર અને વિદ્યાધર. ચારેય કુલના આચાર્યોની પ્રતિષ્ઠિત પ્રતિમાઓ મળે છે. શ્રી. જિનભદ્રગણિ નિવૃતિકુલના હતા એ હવે મારા મને નિર્વિવાદ છે.
કહાવેલી કારે શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી અંગે નોંધેલી બીજી વિગત નોંધપાત્ર છેजो उण मल्लवाई व पुचगयावगही खमापहाणो समणो सो खमासमणो नाम जहा आसी इह संपयं देवलाय(यं) गओ जिणभद्द(६)गणिखमासमणो त्ति र[यि ]याई च तेण बिसेसावस्सय-विसेसणपईसत्थाणि जैसु केबलनाण दंसगवियारावसरे पयडियाभिप्पाओसिद्धसेनदिवायरो।
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ ઉપરના અવતરણ મુજબ “વિશેષાવશ્યક ભાષ્ય અને વિશેષણુવતીના કર્તા જિનભદ્રગણુએ કેવલ જ્ઞાન-દર્શનનો વિચાર કરતી વખતે સિદ્ધસેન દિવાકરજીને અભિપ્રાય પ્રકાશિત કર્યો છે. શ્રી. સિદ્ધસેન દિવાકર એમના પૂર્વવર્તી આચાર્ય છે.
પણ આમાં સંય વોયનો એ શબ્દો ધ્યાન ખેંચે છે. શું “કહાવલી 'કારને મન શ્રીજિનભદ્રગણુ ક્ષમાશ્રમણ હાલમાં દેવલોક થયેલા-થોડાક જ સમય પૂર્વે દેવલોક થયેલા હતા ? એટલે કે “કહાવલી 'કાર ભદ્રેશ્વરસૂરિનો સમય આપણે ધારીએ છીએ તેથી ઘણો જૂનો છે ? શ્રી. પંડિત લાલચંદ્ર ગાંધીએ “સુવાસ' (સં. ૧૯૯૪, વૈશાખ)માંની પોતાની પ્રાચીન વટપદ્રના ઉલ્લેખ અંગેની લેખમાળામાં બતાવ્યું છે તે મુજબ વટપદ્રમાં રથયાત્રાના મહેત્સવમાં ભાગ લેનાર સંપન્કર સંતુ મહેતાના સમકાલીન ભદ્રેશ્વરસૂરિ હતા, જેઓનો સમય સંવત્ ૧૧૫૦ આસપાસ અને સિદ્ધરાજ જયસિંહને સમકાલીન ગણી તેમને જ તેઓ “કહાવલી કાર ભદ્રેશ્વરસૂરિ માને છે. મને લાગે છે કે આ માન્યતા શંકાસ્પદ છે.
પહેલું તે, “કહાવલી કારે સમયાનુક્રમ પ્રમાણે જુદા જુદા આચાયોની હકીક્ત આપે છે, એ રીતે મૂલ્યવાદી પછી સિદ્ધસેન દિવાકરનો પ્રસંગ આવે છે, સ્કોદિલાચાર્ય-નાગાર્જુનવાચકેની હકીક્ત પછી જ મહેલવાદી હું ‘નયચક્ર કાર ની હકીકત આવે છે. આમ એક ક્રમબદ્ધ વ્યવસ્થા છે; જેમાં પૂર્વવતી આચાર્યની હકીક્ત પછી જ પશ્ચાદ્ભૂત આચાર્યના પ્રસંગે આપ્યા છે. આ દૃષ્ટિએ જોતાં પણ, શ્રી. જંબૂવિજયજીએ “નયેચક્ર 'કાર મલ્યવાદીનો પરંપરાગત વિ. સં. ૪૧૪નો સમય ખરો માને છે તેને ન આધાર મળે છે અને તે મત યુક્તિસંગત જ લાગે છે. હવે મલ્યવાદી પછી સિદ્ધસેન દિવાકરનો પ્રસંગ છે. તેઓ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય–ગુપ્તરાજાના સમકાલીન તેના નવરત્નોમાંના “ક્ષપણુક” છે. શ્રી. દિવાકરછનો આ સમય હવે ઘણુ વિદ્વાનોને ગ્રાહ્ય થતું જાય છે. દિવાકરજીના પ્રસંગે પછી “કહાવલી કાર ભવવિહાંક હરિભદ્રસૂરિના પ્રસંગે આપી પોતાના ગ્રન્થની સમાપ્તિ કરે છે. બપ્પભટ્ટી કે બીજા કોઈ પશ્ચાદ્દવતી ગ્રન્થકારની હકીક્ત આપતા નથી. “કહાવલી ની ફક્ત એક જ તાડપત્રીય પ્રતિ પાટણને ગ્રન્થભંડારમાં છે. તેની અંતે જોતાં આ પછી તરત જ “કહાવલી 'નો દ્વિતીય ખંડ સમાપ્ત થાય છે. એટલે સહજ અનુમાન થાય કે “કહાવલી 'કાર બપ્પભટ્ટીના પૂર્વવતી હોય, બીજા પછીથી લખાયેલા પ્રબંધોમાં બપભટ્ટીના પ્રસંગો આપેલા છે.
બીજું, ભાષાની દૃષ્ટિએ આ ગ્રન્થનો ઝીણવટથી અભ્યાસ થે જરૂરી છે. મારા વિદ્વાન મિત્ર શ્રો. ડો. ભોગીલાલ સાંડેસરાને મેં જે થોડાંક અવતરણો આ ગ્રન્થમાંથી બતાવ્યાં તે ઉપરથી તેમને લાગે છે કે, એની પ્રાકૃત વિક્રમના બારમા સૈકાથી ઘણી જૂની છે.
હવે પાટણની પ્રતિના અતે બે સંવત છે. એ લખાણ નીચે મુજબ છે – इति कहावलीकस्य द्वितीयखंडसमाप्तम्। १०९४-संवत् १४
આમ વચમાં જે સંવત આપ્યો છે તે તે પ્રતિનો છે. જે પ્રતિ ઉપરથી હાલની ઉપલબ્ધ પાટણની પ્રતિ લખાઈ છે. આ પહેલી પ્રતિ તે એના રચનાકાલની પ્રતિ હેય જ એવું કાંઈ નક્કી કહી શકાય નહિ; કેમકે કર્તા પિતે રચાસંવત આપતા નથી. વળી સંવત ૧૦૯૪ને રસંવત માની લઈએ તો આટલો મેટ ગ્રન્થ લખનારને નિદાન સંવત ૧૦૬ માં જન્મેલા ગણવા પડે અને સંવત ૧૦૬ ૦ થી ૧૧૫૦ અને તે પછી તેઓ વિદ્યમાન હતા અને રથયાત્રામોત્સવમાં ભાગ લીધો હતો એવું માનવું પડે. પૂર્વગ્રહ
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૪ ] વિશેષાવશ્યક......જૈન પ્રતિમાઓ [ ૯૧ રાખ્યા સિવાય આ વિષયને વિચાર કરીએ તે મેં ઉપલાં બે કારણો આપ્યાં છે તે વધુ વજનદાર છે અને બારમા સૈકાને બદલે ઈ. સ. ૮૦૦ આસપાસ કેઈ બીજા ભદ્રેશ્વરસૂરિ થઈ ગયા એમ માનવામાં કાંઈ હરકત નથી. ભાષાશાસ્ત્રીઓની દષ્ટિએ આ ગ્રન્થ આથી પણ જૂને કરે તે હરિભદ્રસૂરિના સમયનિર્ણયના આખા પ્રશ્નને એક વખત ફરી વિચારી જેવું પડે. પણ હાલ તો વિ. સં. ૧૮પમાં હરિભદ્રસૂરિ થઈ ગયા એવી એક પ્રાચીન માન્યતા છે તે કોઈને સ્વીકાર્ય નથી. પણ જિનદાસ મહતર ની સં. ૭૩૩માં લખાયેલી “નદિચૂર્ણિ' પછી એટલે કે ચૂર્ણિએ લખાયા પછી હરિભદ્રસૂરિએ પિતાની ટીકા–વૃત્તિ લખી એ જ માનવું પડે. હવે એ બને કે, જિનદાસ પોતે શ્રી. હરિસસૂરિના વૃદ્ધ સમકાલીન–Senior Contemporary હોય. એમ મનાય છે કે, ઉદ્યોતનસુરિના સિદ્ધાન્તગુરુ હરિભદ્રસૂરિ હતા, અને તેમણે સં. ૮૩૪માં કુવલયમાલા રચી. જૈન સાહિત્ય સંસેધક' ખંડ: ૩, અંક: ૨, પૃ. ૧૭૮ ઉપર મુનિ શ્રીજિનવિજયજીએ કુવલયમાલાના કર્તાની લખેલી પિતાના વિષેની ગાથાઓ ટાંકી છે, તેમાં ગાથા ૧૪માં ઉદ્દદ્યોતનસુરિ પિતાના ગુરુ વીરભદ્રને પરિચય આપે છે અને ગાથા ૧૫ નીચે પ્રમાણે છે:
सो सिद्धन्तम्मि गुरू पमाणनाए य जस्स हरिभहो ।
बहुगन्थसत्थवित्थरपयडसमत्तसुयसञ्चथो ॥ આ ગાથામાં “રસો વીમો) સિદ્ધાન્તોન્મ ગુફ, (વીમદ્દ : THIબના, રિમો ગુ' એવું કહેવાને કર્તાને આશય લાગે છે. કેમકે મુનિ શ્રીજિનવિજયજી અને ડે. યાકેબીને ગાથા અસ્પષ્ટ અને છેલંગવાળી તે લાગે છે જ અને આ બે વિદ્વાનો જે રીતે અન્વય કરે છે તે રીતે પણ કુક શબ્દ એક વખત અધ્યાહત માને છે. ઉપરને અર્થ વધુ સરળ છે, કેમકે આમાં સંગતિ વધારે લાગે છે. વળી, કહાવલી'કારે વીરભદ્ર અને જિનભદ્ર નામના (શ્રીહરિભદ્રસૂરિના) બે શિષ્યોનો ઉલ્લેખ કર્યો છે અને આ વીરભદ્ર આ બેમાંના એક હેય એ સંભવિત છે. વિદ્યાધરકુલના હરિભદ્રસૂરિ જે ઉદ્યોતનસૂરિના સિદ્ધાંતગુરુ થઈ શકે તો ઉદ્યોતનસૂરિના ગુર વીરભદ્રના સિદ્ધાંતગુરે તેઓ હતા; એવો અર્થ સમજવામાં બીજે કઈ બાધ આવતો નથી. “ કહાવલી માં આપેલાં જિનભદ્ર અને વીરભદ્ર એવાં નામની ગાએ પાછળના પ્રબંધકારે હંસ અને પરમહંસ એવાં નામે આપે છે. મુનિ શ્રી કલ્યાણવિજયજીએ “ પ્રભાવકચરિત્રની પ્રસ્તાવનામાં બતાવ્યું છે તે મુજબ તેઓ “કહાવલી’ના નામે તે ગ્રંથ પ્રાચીન હોવાથી વધુ વિશ્વસનીય ગણે છે. વળી, ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા” લખી ત્યારે હરિભદ્રસૂરિ હયાત જ હશે એવું માનવાને કાંઈ કારણ નથી. તેથી હરિભદ્રસુરિને સમય વિ. સં. ૭૫૭ થી વિ. સં. ૮૨૭ સુધીનો ગણવામાં આવ્યું છે તેને બદલે વિ. સં. ૭૨૫ થી વિ. સં. ૮૦૦ આસપાસ માની લઈએ. છતાં પણ વિ. સં. ૬૮૦ આસપાસ દેવલોક થયા હશે એવા શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ માટે સાશ્વતં દેવોન્નતિો એ શબ્દપ્રયોગ કેમ થયો? જ્યાં સુધી હરિભદ્રસૂરિને સમયનિર્ણય ફરે નહિ ત્યાં સુધી આપણે માનવું રહ્યું કે, શ્રી જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ જેવા મહાન આચાર્યની કીર્તિ અને સ્મૃતિ લગભગ સવા વર્ષ સુધી એટલી તે તાજી હતી કે કહાવલી કારે એ માટે સમગ્રd સેવા એ પ્રયોગ કર્યો. વિક્રમની અગિયારમી સદીના અંતમાં કે બારમી સદીના પૂર્વાર્ધમાં થયેલા “કહાવલી કાર એ પ્રયોગ ન જ કરે એટલે “કહાવલી'કાર બારમી સદી પહેલાં જ થઈ ગયા એ નિર્વિવાદ છે
હાલ આપણને ઉપલબ્ધ સાધનોના આધારે આપણે આટલાં જ અનુમાને દોરી શકીએ.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજ અને રાજ્યવર્તી વિશે કેટલીક સમજુતી
લેખક :–શ્રીચુત ૉ. ત્રિભુવનદાસ લહેરચંદ્ર શાહુ [ ગતાંકથી પૂર્ણ ]
ખત્રી શકપ્રજા ( જુએ ટીકા નં. ૩ ) લેખીએ તે, ઇતિહાસ શીખવે તેવી પ્રા બે વખત હિંદ ઉપર શાસન ચલાવી શકી છે. (એક) વિક્રમસ ંવત સ્થાપક શકારિવિક્રમાદિત્યના પિતા–ગભીલ–ગ ધસેન-અતિપતિને હરાવીને જેમણે અતિની ગાદી લીધી તે શક પ્રજા ( scythians ) જેમણે માત્ર છા વર્ષે જ રાજ્ય ભેગયું હતું અને ( બીજી ) હિંદી શક (Indo-seythians ) જેમણે કેવળ ૩૨ વર્ષ સુધી સૌરાષ્ટ્રના દક્ષિણ વિભાગે (જીએઃ પ્રાભા. પુ. ૩, પૃ. ૩૮૬ થી ૪૦૫) રાજ્ય કર્યું હતું. આ નેંના સમય એવા ટૂંકા છે કે તે પ્રજાનો રાજ્યઅમલ કાઇ પ્રકારે એવો પ્રભાવવા અને તેજસ્વી નીવડ્યો હાય અને તેમને સવત મેટા પ્રદેશ ઉપર પ્રવા હાય એમ માની શકાય નડી, જેથી તેમને આપણી વિચારણામાંથી બાકાત કરવી પડશે. બાકી પરદેશી આક્રમણકારો આવ્યા છે અને જેમને પાશ્ચાત્ય વિદ્વાનોએ શક તરીકે એળખાવ્યા છે, તેમાં (1) ઈન્ડોપા અન્સ (મેાઝીઝ, અઝીઝ પહેલા, અસીલીઝ અઝીઝ બીજો અને ગાંડે કારનેસ ) (ર) કુશાનવશો ( કડસીઝ પહેલા તથા બીજો, કનિષ્ક પહેલે, વસિષ્ક ( વકેષ્ક-ઝુષ્ક ) હવિષ્ણુ નિષ્ક ખીજો, વાસુદેવ ઇ. છે. અને (૩) ચણુવ'શી ( ચણુ અને રુદ્રદામનથી ભતૃદામત સુધી પદર રાજા–જુએ ડૉ. રાય્સન કૃત કે. . માં ૮૪. ) આ ત્રણમાંથી પ્રથમના એ વાએ ઉત્તર હિંદમાં જ રાજ્ય કર્યુ છે. જ્યારે ત્રીજા ચણ્વશીએ અતિપતિ તરીકે (મધ્ય હિંદમાં ) પ્રખ્યાત થયા છે. મતલબ એ થઇ કે શતંયત ની વિચારણામાં, આપણે ઉત્તર હિંદ, મધ્ય હિંદ ( અવંતિ પ્રદેશ ) અને દક્ષિણ હિંદ ( જો શક શ.લિવાહનને પણ સમાવેશ કરવા હોય તે ) એમ ત્રણે વિભાગેામાં પ્રવતી રહેલ સવત વિશે તપાસ કરવી રહેશે.
આ સની તવારીખ અત્રે ટૂંકા લેખમાં ઉતારવી અસ્થાને લેખાશે. માત્ર આપણને સબંધ લાગે છે તેટલી જ જણાવીશુ. ઉત્તર હિંદમાંના ઇન્ડેાપાથી અન્સ ઈરાનના વતની તે એલ દના છે. તેઓ ત્યાંના સ્વતંત્ર ધર્મ પાળતા હતા પરંતુ ઉત્તરહદના કુશાનવી અને મહિંદના ચક્રગુવ’શીએ મધ્ય એશિયાના વતની છે તથા તેમના શિલાલેખા અને સિક્કાચિત્રો ઉપરથી ( જુઓઃ અમારા ‘એન્સ્ટન્ટ ઈન્ડિયા’ ભાગ ૨ તથા ૩ માં ખાસ કરીને ડૉ. રેપ્સન જેવા વિદ્વાનોના આપેલા પુરાવા વગેરે) તે જૈનમત તરફ ઢળ્યા હોય એમ સમતય છે. ડા. કીલહેાન ઈન્ડીઅન એન્ટીકવેરી' પુ. ૩૭, પૃ. ૪૬માં જણાવે છે કે, ઉત્તર હિંદમાં સૌÖમાસ ( solar months ) એટલે પૂર્ણિમાંત ( પૂર્ણમાના અંત બાદ વદ ૧થી નવીન માસ ગણાય તે) પદ્ધતિથી અને દક્ષિણ હિ ંદમાં ( જ્યાં શાલિવાહન નામના હિંદુ રાજાઓનું ર!જ્ય હતું) ચાંદ્રમાસ (Lunar months) એટલે અમાસની (અમાસના અંત બાદ શુકલ ૧થી નવીન માસ ગણાય તે) પદ્ધતિએ સમયની ગણુત્રી થતી હતી. સૌર્ય ગણત્રીમાં તિથિ અને પક્ષ જ જણાવાય છે, જ્યારે ચાંદ્રગણત્રીમાં ઋતુ, અયન, માસ, નક્ષેત્ર, વાર તે દિવસ ઈ. જણાવાય છે ( જુએ : પ્રા. ભા. પુ. ૪, પૃ. ૧૦૩ ) વળી, સર અલેકઝાંડર
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૪ ]
શક અને શકસંવત........સમજુતિ કનિંગહામ પોતાના “બુક ઓન એન્સ્ટન્ટ ઈરોઝ'માં પૃ. ૩૧ ઉપર લખે છે કે –-In Western India kartika beginning Thursday Sept. 18th B. C. 57 In Northen India purnima begins with full moon chiatra making epoch Sunday Feb. 23rd B. C. 57 or kaliyuga 3044 expired. (24 lideri (વર્ષની શરૂઆત) કાર્તક માસમાં ઈ. સ. પૂ પના સપ્ટેબરની ૧૮ તારીખને ગુરુવારથી થાય છે, જ્યારે ઉત્તર હિંદમાં ચૈત્રી પૂર્ણિમાના દિનથી એટલે કે ઈ. સ. પૂ. ૫૭ને ફેબ્રુઆરી ૨૩ ને રવિવારથી અથવા કલિયુગ ૩૦૪ ૪ વર્ષ સંપૂર્ણ થયા બાદ ગણાય છે. વળી આ મલબની હકીકત શ્રી. વિવેશ્વર રેઉએ પોતાના “ભારત કે પ્રાચીન રાજવંશ ” પુ. ૨, પૃ. ૩૯૦માં પણ જણાવી છે. એટલે કે ઉત્તર હિંદમાં શકસંવતનો પ્રારંભ છ માસ પાછળ થયે છે અને પશ્ચિમ હિંદમાં અગાઉ થયે છે. હવે જ્યારે આ પ્રમાણે પદ્ધતિમાં ફેર છે, તેમ સમયમાં પણ ફેર છે ત્યારે સ્વીકારવું જ રહે છે કે, તેમના પ્રવર્તક પણ જુદા જ હેવા જોઈ એ. મતલબ કે, ઉત્તર હિંદને શકસંવત, દક્ષિણ હિંદના શકસંવત કરતાં સર્વથા જુદો જ છે એમ નક્કી થયું. ઉપરાંત ઈતિહાસ શીખવે છે કે, દક્ષિણ હિંદના જે શાતવાહન ( શાલિવાહન) વંશી રાજાઓએ શકસંવત પ્રવર્તાવ્યો છે અને માન્ય છે તે વૈદિકામ હતા. ડેકીને પણ ઉપર ટાંકેલ “ઈનડીઅન એન્ટીકવેરી’ પુ. ૩૭, પૃ. ૪૬માં તેને વૈદિક ધર્મની અસરનું પરિણામ હોવાનું જણાવ્યું છે. સારાંશ કે દક્ષિણ હિંદને શકસંવત તે વૈદિક છે જ્યારે ઉત્તર હિંદનો શકસંવત કુશનવંશીઓએ અને મધ્યહિંદને ચહ્નણુવંશીઓએ સ્થાપેલ હે.વાથી તે જૈનધર્મ પ્રમાણે છે. ઉત્તર અને મધ્યહિંદને શકસંવત તે જૈનધર્મી અને દક્ષિણ હિંદને તે વૈદિક રાજાને છે
જ્યારે સિદ્ધ થયું છે કે શાકમાંના રાજા માટે તે શક જાતિના રાજાની જ તપાસ કરવી રહે છે, ત્યારે દક્ષિણ હિંદના હિંદુજાતીય શાલિવાહન વંશને મૂકી દે પડશે એટલે ઉત્તર હિંદના કુશનવંશી જે મથુરાપતિ હતા અને મધ્યહિંદના ચપ્પણુવંશીય જે અવંતિપતિ હતા તે બેમાંથી કોને આશ્રયીને કેવા સંજોગોમાં તે શબ્દ વપરાય છે તે શોધી કોટવું રહે છે. પણ જે કાને આધારે આ હકીકત ઉત્પન્ન થઈ છે તેમાં સ્પષ્ટપણે ૧, જુઓઃ . સ. . અંક ૧૯૧-૨, પૃ. ૨૫૧
तस्स वि वंसं उप्पाडिऊण जाओ पुणोवि सगराया। ૩ ળપુરવર ...પથ-પંચ-પાંચ-સાત . पणतीसे वाससए, विक्रमसंवरच्छरस्स बोलीणे । परिवत्तिऊण ठविओ नेण संवच्छरो नियओ॥
सगकाल जाणवत्य एवं पासगियं समक्खाय। (અપ્રસિદ્ધ “ધર્મોપદેશ માળા-વિવરણમાંથી બન્ને શ્લોકનો અર્થ એક જ રીતે આ પ્રમાણે થાય છે. તેના (માલવપતિ વિક્રમાદિત્યના) વંશને ઉપાડીને ફરી પણ રાવIs ઉજની નામે શ્રેષ્ઠ નગરીમાં થયો. તેણે વિક્રમ સંવત ૧૩૫ વ્યતીત થયા પછી વિક્રમ સંવત્સરનું પરિવર્તન કરી પિતાનો સંવત્સર સ્થાપ્યો હતો. જુઓ સહ્યાદ્રિ ૧૯૪૩ એકબર, અંક પૂ. ૬૯૬, શ્લોક નં. ૯૨ (કાલક-કથાના વર્ણનમાને છે.)
ततो पंचशते पंचत्रिंशता साधिके पुनः। तस्य राज्ञोऽन्वयं हत्वा वत्सरः स्थापितः शकैः ॥
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ ઉજજયની જણાવાયું છે જેથી આપણે માર્ગ સહેલે થઈ જાય છે ને કેવળ ચડવંશી અવંતિપતિ વિશે જ વિચાર કરો રહે છે. ઉપરાંત તેમાં ધરૉ ડિr=વંશને ઉખેડી નાખીને રોડન્વયે સુવા રાજાના વંશજને મારી નાંખીને, શા=શકસંવત, સ્થાપિત = શકપ્રજાએ સ્થાપે એમ લખ્યું છે. મતલબ કે તેમાં શકસંવતની આદિની વાત કહી છે, જ્યારે આપણે તે શપદાઢ=શકરાજાના અંતને સમય વિયાર રહે છે. એટલે આપણા કાર્ય માટે તે બને લોકે નકામા છે. (છતાં એક નોંધ અત્રે કરી લેવી જરૂરી છે. બન્ને શ્લોકમાં ૧૩ વર્ષે તેના વંશને ઉખેડી નાખી સંવતની સ્થાપના કરી એમ લખ્યું છે છતાં ઇતિહાસ તે શીખવે છે કે, વિક્રમ સંવત ૧૩૫માં અને તે પછી કેટલાય વર્ષ સુધી વિક્રમદિત્યને વંશ અવંતિપતિ તરીકે ચાલુ રહ્યો છે). એટલે માનવું રહે છે કે, કાં ઇતિહાસ ખોટો કે, કાં શ્લોકની હકીકત ટી. કબૂલ કરવું પડશે કે જે ઈતિહાસ બની ગયો છે તે કાંઈ પેટે ઠરાવાય નહીં જ અને લોક લખવામાં કયાંક ભૂલ થઈ છે કે શબ્દની હેરફેર થઈ છે અને એવું તે અનેક વખત બનતું આવ્યું છે એ સર્વને અનુભવ છે. શી રીતે બનવા પામ્યું છે તેની ચર્ચા કરવી આપણને સ્પર્શતી નથી એટલે છોડી દઈશું. માત્ર એટલું જણાવશું કે વિક્રમસંવત્સરની સ્થાપના પછી “૧૩૫મા વર્ષે ” એમ નથી, પણ વિક્રમાદિત્ય શકારિનું પિતાનું મરણ થયું તે બાદ ૧૩૫મા વર્ષે શકરાજા થયો છે, જેથી વિક્રમ સંવત્સરની સ્થાપના (વિક્રમાદિત્યનું ગાદીનશીન થવું તે) અને વિક્રમાદિત્યનું મરણ (જે ૬૪ ૬૫ વર્ષનું રાજ્ય તેણે કર્યું છે) થઈ છે તે બેની વચ્ચે ૬૪-૬૫ વર્ષનું અંતર છે તે હિસાબે ૧૩ ૫+૬ ૪=૧૯૯ ને એક વિક્રમ સંવતમાં ઉમેરવાથી રાહ નહીં પણ રાત્રિનો આંક આવશે (આ વિષયની સવિસ્તૃત હકીક્ત માટે જુઓઃ “પ્રાચીન ભારત વર્ષ” ભાગ ૪, પૃ. ૧ થી ૧૨).
અને થોડીક ઐતિહાસિક ઘટના ભૂમિકારૂપે હોઈ વર્ણવવાની જરૂર છે. જેમ “શકારિવિક્રમાદિત્યના પિતા ગંધર્વસેન ગર્દભીલ પાસેથી અવંતિની ગાદી શક (Seythions શક
સ્તાનના વતની) રાજાએ લઈ લીધી હતી ને તેમના પાંચ નૃપતિઓએ એકંદરે બે વર્ષ રાજ્ય ભગવ્યું હતું. પરંતુ તેમણે આંખ મીંચીને આદરેલા જુલ્માથી પ્રજા એવી તો ત્રાહીત્રાહી પિકારી ઊઠી હતી જેના પરિણામે કુદરતી પ્રેરણાથી વિક્રમાદિત્યે અવંતિ ઉપર ચડી આવી તેમનું નિકંદન કાઢી નાખ્યું અને શકારિ (શક લોકને દુશ્મન) નામથી પ્રસિદ્ધ છે. તે પ્રજાએ તેના સ્મરણચિહ્ન તરીકે તેને નામને વિક્રમ સંવત્સર ચલાવ્યો. તેણે ૬૪-૬૫ વર્ષ રાજ્ય કર્યું. તેના મરણ બાદ બીજા નવ રાજાઓએ ૧૩૫ વર્ષ રાજ્ય ચલાવ્યું. તેમાંના છેલ્લા મારી ચેષ્ઠણ (વિદ્વાનોએ તેના વંશનું નામ “પાશ્ચાત્ય ક્ષત્રપો” અપ્યું છે) શકે અવંતિપતિ થયો ને તેણે ઉપરના બે શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે ફરી જાણ સ્થાપ્યો. ચપ્પણ અત્યાર સુધી ઉત્તરહિંદવાળા મથુરાપતિ કુશનવંશીનો સૂક્ષત્રપ હતા, પરંતુ ત્યારથી
મહાક્ષત્રપ ” પદ તેણે ધારણ કર્યું. તેના વંશમાં રુદ્રદામનથી માંડીને ભર્તીદામન સુધી અનુક્રમે પંદર મહાક્ષત્રપ નામધારી રાજાઓ થયા. આ ભતૃદામન નબળે રાજા હતા. તેના સમયે નેપાળમાંથી ઊતરી આવેલા ગુપ્તવંશી ત્રીજા રાજા (પ્રથમના બેએ નેપાળથી અવંતિ સુધીનો ઉત્તરહિંદ પ્રદેશ જતી રાજ્ય કરેલ) ચંદ્રગુપ્ત પહેલાએ ઈ. સ. ૩૧૯માં અવંતિ પડાવી લીધું ને પોતે ગાદીપતિ બને. એટલે ભર્તીદામન પછીના ત્રણ ચક્કણુવંશી રાજાઓ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક : ૪ ]
શક અને શકસંવત........સમજુતિ
{ ૫ પાછા “ ક્ષત્રપ ** કહેવાયા છે અને તે પછીના બીજા પાંચ રાખ્ત “ સ્વામી ' કહેવાયા છે. (આ સર્વ હકીકત અમારા ‘પ્રાચીન ભારતવષઁ' ભા, ૪ નવમાખŽ, દ્વિતીય પરિચ્છેદે પૃ. ૧૮૩ થી ૨૨૩ સુધી વર્ણવી છે ) એટલે કે ખરી રીતે ભત્તુદામનના પછી ઈ. સ ૩૧૯માં અતિપ ત તરીકેના ચદ્મવંશીને રાજઅમલ પૂરા થયા કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ગુપ્તવશી રાજા શૈવધી ( પશુપતિ ) હતા. તેએાએ અતિતિ થયા બાદ પેાતાને ગુપ્ત સ્વત ઈ. સ. ૭૧૯થી ” ચલાવ્યો. કાળ ગયે, તેમને પશુ “ ચડતી પડતી ’ ના ન્યાયે નબળો વખત આવ્યા, ત્યારે તે વખતના (ગુ. સ. ૧૬૦) રાજાને એક મે જે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ ઉપર હુકુમત ભોગવતા હતા તેણે ભદૃારક નામથી વલભીપુરમાં ગાદી સ્થાપી પાતાના વલભી સંવત ચલાવવા માંડયો. તેણે ખૂબી એ રાખી કે, વલભી સંવતના પેાતાના રાજ્યની અદિ એટલે અંક ૧ થી શરૂ ન કરતાં, પેાતાના મૂળ માલિક ગુપ્તવ'શીના સવતને કાયમ રાખી તેના અનુસંધાનમાં પોતાના સંવતને આંક શરૂ કર્યો એટલે પેાતાના રાજ્યવશની આઢ ૧૬થી કરી ( આ કારણથી વલસી વશના રાજાની નામાવિત્રે જોતાં ૧૫૯ સુધીના આંકને અમાવ છે) એટલે બન્યુ એમ કે, નુઙાલ, ગુપ્તસત્રત, અને વલભીસત્રત એમ ત્રણે અનાવા ઈસ. ૩૧૯માં બન્યા કઙેવાયા, છતાં તેએા ભન્ન ભિન્ન નામે ઓળખાયા છે.
આપણે તે ‘શકટ્ટપકાલ ” શબ્દની સાથે સંબંધ છે, તેનુ થવા પામ્યું છે. આ શબ્દપ્રયાગ જૈન લેખકાએ કર્યો છે અને તે સકારણ
For Private And Personal Use Only
નિર્માણ આ પ્રમાણે હેતુપૂર્વક યેાજ્યા હતા.
તે વખતે અવતિની ગાદી અને તેને સવત મુખ્યપણે માન્ય રખાતા અને અતિપતિ તરીકે ચદ્ધવશી જૈનધર્મી બંધ થયા ત્યારે લેખકેને એવી મુશ્કેલી ઊભી થઈ કે તેમણે ગ્રંથલેખનમાં કયા સંવત લખવા. ન તે ગુપ્તવત લખી શકે કેમકે ગુપ્તવંશીએ શૈવી હતા. તેમ ન તા વલભી સંપત લખી શકે કેમકે તે મોટા ભાગે બૌદ્ધધર્મી હતા અને વિક્રમની નવમી કે દશમી સદી થઈ (સ. ૯૪૪માં વિક્રમ ફરીને સ્પષ્ટપણે વપરાયા પુરાવા મળે છે) ત્યાં સુધી અનેક પ્રકારનાં રાજકીય આક્રમણેાને લીધે ડામાડળ અવસ્થા હતી જેથી ન તો કોઈ સ્થિર સંવત હતા કે તેના આશ્રય લેવાય અથવા તે નહેતા કેાઈ જૈનધમી ભડવીર રાજા કે જેના સ્મરણ તરીકે તે તેને સવત વાપરી શકે. એટલે છેલ્લા જે જૈનધમી શકરાજા અતીતિ ચનવી હતા તેના રાજઅમલનો અંત ' ઈ. સ. ૩૯માં આવ્યો હતો તેની એધાણીમાં શકનુપકાળન ના આટલા વર્ષે એવુ લખવાનુ શરૂ કર્યું. જેથી પોતે જૈનધર્મોનુયાથીનું મહત્ત્વ પણ નાવ્યું ગણાય ને સવંતનું નામ આપવાની કડાકૂટથી પણ બચી જવાય. તેથી જ અમારે પ્રા. ભા. ૪ પૃષ્ડ ઉપર લખવું પડયુ છે કે ‘આ પ્રમાણે આડે સદીના ગાળામાં ઉતરાત્તર પાંચ છ સત્તાઓને હાથબદલો થઇ ગયા હતા, તેમાંની દરેક સત્તાને પેાતાના સવત ચલાવવાને મેહુ હતા એટલે પરિણામ એ આવ્યુ કે રાજકા ણના પલટાથી જેમ પ્રજાને અમુક સમય સુધી અમુક પ્રકારે હેરાનગતિમાં ઊતરવું પડતું હતું અને અવદશા ભાગવવી પડતી હતી તેમ સાહિત્યક્ષેત્રની વિટંબણુામમાં પણ એ પ્રકારની સ્થિતિ ચાલુ રહી હતી આવા કાગને લીધે જેમ રાજદ્વારી ક્ષેત્રે વિક્રમ સંવતના ઉપયોગ કરાતા ઘણીએ સદીથી બધ
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ : ૧૭
પડયો હતેા તેમ સાહિત્યક્ષેત્રે પણ તે સંવતનો વપરાશ બંધ પડી ગયા હતા. એટલે જે કાળે, જે સ્થળે જે ગ્રંથ લખવામાં આવતે હતા, તેમાં તે સમયે તે સ્થાન ઉપર પ્રવતતા સંવતનો ઉપયોગ કરવા રહ્યો હતો. (પૃ. ૮૩, ટી ન. ૭૩) એટલુ જ નહિ, પણ તે વતનું નામ કદાચ લખતા કે કોઈ વખત અધ્યાહાર પણ રાખવામાં આવતુ' અથવા તે સંવતનો અર્થ સમજાવતા જે શક' શબ્દ છે તે જ માત્ર તેના આંકની પૂર્વ મૂકતા એટલે અધ્યાહાર માત્રથી જે ગૂંચવાડા ઊભા થવાની ભીતિ હતી તેમાં વળી વિશેષ વૃદ્ધિ થવાની તક ઊભી થઈ, આ ઉપરથી સમજાશે કે ' શક' કે તેના સમાસનાચક શબ્દનો અર્થ સત્ર એક જ પ્રકારે ઘટાવવાથી કેટલા અનર્થ અને ગેરસમજૂતિ થઈ જાય છે! ઈયલમ્ .
૨. શ્રી. દેવિ ગણી ક્ષમાશ્રમણે પુસ્તકારૂઢ કર્યાના ૫૧૦; શ્રીનિભદ્ગગણી ક્ષમાશ્રમમું આવશ્યક નિયુક્તિ લખ્યાને આંક ૫૩૧; શ્રી. હરિભદ્રસૂરિના સ્વર્ગવાસના ૫૦૫ ઇ. આ પ્રકારે દૃષ્ટાંતે જાણવા. ૩. શ્રીદાક્ષિણ્યચિહ્નસૂરિ ઉર્ફ ઉદ્યોતનસૂરિએ રચેલા ‘ કુવલયમાલા ગ્રંથરચનાના સમય શક ૭૦૦ આ પ્રકારે દૃષ્ટાંત જાણવું.
‘પતંગ’વિષે. જૈન ઉલ્લેખા
લેખક:-પ્રેા હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.
અર્થ - પતગ ' એ સંસ્કૃત શબ્દના અનેક અથોં છે. (૧) પક્ષી, (૨) સૂર્ય, (૩) પતગિયું, (૪) પારા અને (૫) એક જાતનું ચંદન,
.
‘પતંગ ’શબ્દ ગુજરાતી ભાષામાં પણ છે. એ પણ અનેકાથી છે. એના (૧) પત’ગિયું, (૨) કનકવા અને (૩) એક જાતનું લાકડું ( કે જેમાંથી ગુલાલ બને છે) એમ ત્રણ અર્થ થાય છે. અહીં કનકવા ' એ અથ પ્રસ્તુત છે. આ અર્થમાં કનેકવા' શબ્દ પણ વપરાય છે. અહીં સુરતમાં તે વીસેક વર્ષ પૂર્વે કનકવા ' શબ્દ વિશેષતઃ કાને પડતા હતા. આજે એ . તેમજ એનો જોડીદાર · કનેકા ' શબ્દ ભાગ્યે જ સભળાય છે. હવે તો અહીં પણ અન્ય સ્થળે-મુબઈ, અમદાવાદ ઇત્યાદિની પેઠે ‘ પતંગ' શબ્દથી આના વ્યવહાર કરાય છે.
"
k
સૌરાષ્ટ્ર તરફ પતંગને પડાઇ ' કહે છે એમ સાથ ગુજરાતી જોડણીકાશ જોતાં જાય છે. કેટલાકના મતે પડાઈ' શબ્દ કચ્છમાં અને મારવાડમાં વપરાય છે.
પ્રકારાનઃ – પતગતે અંગે મે' પતંગપેાથી નામની એક પુસ્તિકા તેમજ પતંગપુરાણ નામનું પુસ્તક લખેલ છે, અને એ અને સચિત્ર સ્વરૂપે ઈ. સ. ૧૯૩૯ અને ઈ. સ. ૧૯૩૮ માં અનુક્રમે છપાયાં પણ છે. પત’ગપુરાણમાં મે અજૈન કૃતિમાથી એ અને એના પરિકરને લગતા ઉલ્લેખો નાંધ્યા છે. આજે હું અહી જૈન કૃતિઓના આ દષ્ટિએ વિચાર કરું છું.
વાચક માનવિજયે ઋષભદેવથી માંડીને મહાવીરસ્વામી સુધીના ચાવીસ તી કરાનાં સ્તવ રચ્યાં છે. નવમા અને દસમાને અંગેના સ્તવનમાં એમણે ‘ માન ' તરીકે પાંચમાના અંતમાં બુધ શાંતિવિજયના શિષ્ય તરીકે, કાઈક સ્તવનના અંતમાં વાચક માનવિજય તરીકે કાઈકમાં માનવિજય તરીકે એમ વિવિધ રીતે પેાતાને નિર્દેશ કર્યો છે.
ઋષભદેવ સબંધી સ્તવનમાં · વાચક માન ’ તરીકે ઉલ્લેખ છે. આ સ્તવનની ત્રીજી કડીમાં પુર્ણ ' શબ્દ વપરાયા છે. પ્રસ્તુત કડી નીચે મુજબ છેઃ——
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુહુ પણ અળગે થયે’ કિમ સરશે, ભગતી ભલી આકરી લેશે;
ગગન ઉડે દૂર પડાઈ દોરી બળે હાથે રહે આઈ. '' માનવિજય નામના વિવિધ વિબુધવરા થયા છે, પરંતુ શાંતિવિજયના શિષ્ય તરીકે વિ. સ. ૧૭૩ ૧માં ધર્મ સબહુ નામની કૃતિ રચનાર અને એને સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરનાર એક જ જણાય છે. આ હિસાબે ‘ પડાઈ' સંબંધી ઉલ્લેખ લગભગ ત્રણ સૈકા જેટલો પ્રાચીન ગણાય.
- મોહનવિજયે વિ. સં. ૧૭૬ ૦માં માનતુ'ગ-માનવતી રાસ રચ્યા છે. એની ૨૯ મી દેશી ' યાને ચાલ’ તરીકે નીચે મુજબની પંક્તિઓ જોવાય છે:
ચાંદાને ચાદ્રણે હો હા મારુ’ ગુડિયાં ઊડાવે, કાંઈ ગુડિયાંરી દોરી પ્યારી હા લાગે, ભાલી નભુદીરા વીરા, કમજ કહ્યો ન માને હા કહો ન માને,
- વાલા મારા કહ્યો ન માને.” આ પ્રમાણેની પંક્તિઓ ભીમસિંહ માણેકે ઈ. સ. ૧૯૦ માં છપાવેલી માનતુંગ રાજા અને માનવતી રાણીનો રાસ નામની કૃતિની ત્રીજી આવૃત્તિ (પૃ. ૭૮)માં છે.
નેમવિજયે વિ. સં. ૧૭૫૦માં શીલવતીને ૨ રાસ રચ્યો છે. આની ત્રીજા ખંડની પાંચમી ઢાલને મથાળે નીચે મુજબની દેશી નોંધાઈ છે:
e “ ચાંદા રે ચાંદરણે હાંજા મારૂ ગુડિયા ઉડાય ...૩ આ ઉપરથી એ ફલિત થાય છે કે ગુડિયાનો અર્થ કનક છે, કેમકે અહી' એ ચગાવવાનો તેમજ દોરીને પણ ઉલ્લેખ છે.
આ દેશી કઈ કૃતિને અંશ છે તે જાણવું' બાકી રહે છે.—કદાચ એ મારવાડ બાજુના કાઈ લેક-ગીતનીયે પંક્તિ હાય. આ પંક્તિના કર્તા મેહનવિજય હાય એમ જણાતું નથી; કેમકે નેમિવિજયે પણ આ પંક્તિ રજુ કરી છે એમ ભાસે છે. આ પંક્તિ આ કૃતિઓને લિપિના કરનારને હાથે કે એનું સંપાદન કે પ્રકાશન કરનાર તરફથી ઉમેરાઈ હોય એવો બહુ ઓછા સંભવ છે એમ માની આવું અનુમાન મેં દોયુ” છે.
આ હિસાબે કનકવા' માટે ‘ ગુડિયા’ શબ્દનો પ્રયોગ પણ લગભગ ત્રણ સકા જેટલો તો પ્રાચીન હોય એમ લાગે છે..
૧. પ્રસ્તુત પંક્તિઓ તરફ મારું લક્ષ્ય આગમ દ્ધારકના શિષ્ય મુનિશ્રી જયસાગરજીએ દેર્યું હતું એની સાભાર નોંધ લઉં છું.
૨. ** પ્રાચીન કાવ્યમાળા ' 'થ ૩ જા તરીકે આ રાસ હરગોવિંદ ઠા. કાંટાવાળા અને નાથાશકર પૂ નાશ કર શાસ્ત્રીએ ઢિપણ સહિત ઈ. સ. ૧૮૯૫માં છપાયા છે.
. આ તેમજ એની પહેલાંની દેશી જન ગૂર્જર કવિઓ (ભા. ૩, ખ. ૨, પૃ. ૧૮૯૪– ૧૮૯૫)માં નોંધાયેલી છે. તેમાં “ ચાંદાના ચાટ્ટગે હા હ જ મારું' ” એ પાઠને બદલે ‘ ચાંદાના ચાંદરણે હા હાંન મારુ’ એ પાઠ છે. ત્રીજ ખંડને બદલે ૬ એમ પૃ. ૧૮૯૫માં છપાયું છે તે અશુદ્ધ છે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Shri Jaina Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી નન તત્ત્વ પ્રકાશ | દરેકે વસાવવા યોગ્ય 'શ્રી જેને સત્ય પ્રકાશના વિશેષાંકો. (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અંક : મૂ૯ય છે આના ( ટપાલખ ના એક આને વધુ ). (ર) ક્રમાંક 100 વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અક મૂ૯ય દોઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ કે [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબ આપતા લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના [2] ક્રમાંકે ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય મના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના કાચી તથા પાકો ફાઈ લે શ્રી જૈન સત્ય પ્રકાશ'ની ત્રીજા, પાંચમા, આઠમા દશમા, અગિયારમા, બારમા, તેરમા, ચૌદમા તથા પંદર મા વર્ષની પાકી ફાઈલ તૈયાર છે. મૂ૯ય દરે કના અઢી રૂપિયા - લખે - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. શ્રી જૈન સત્ય પ્રકાશનું વાર્ષિક લવાજ મ ત્રણ રૂપિયા મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only