________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી હરેન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ સોલકી ગૃપ વિરધવલના અતુલ કર જેવા વસ્તુપાલના સુમતિવાળા અનુજ તેજપાલે આ જિનના મંદિરમાં આ પુત્રીઓનાં (?) હાથી પર વિરાજતાં પત્થરનાં ૧૦ (દશ) પુતળાં કાવ્યાં.
સરવર સમીપમાં ફલસહિત આમ્રવૃક્ષ સમાન તેની પત્નીને આધાર, તેજપાલ નિજ પત્ની સહિત વસ્તુપાલના મહેલમાં દેખાય છે.”
વાસ્તવિક રીતે ત્યાં આવે અર્થ જોઈએ શ્રીમાન ચંડપના પુત્ર ચંડપ્રસાદ થયા, તેના પુત્ર સેમ, તેના પુત્ર અશ્વરાજ થયા. તેમના પવિત્ર આશયવાળા પુગે
ભૂણિર, બલદેવ, વસ્તુપાલ અને તેજપાલ થયા; જેઓ જિનમતરૂપી આરામ (બગીચા)ને ઉનત કરવામાં ની-મેવ જેવા છે. ૬૨
શ્રીમંત્રીશ્વર વસ્તુપાલના પુત્ર જૈત્રસિંહ નામને, અને તેજપાલના પુત્ર લાવણ્ય* સિંહ૧૦ વિકૃત વિખ્યાત મતિવાળે છે; હાથણુઓના સ્કંધ પર ચડેલી. એ દશાની મૂર્તિઓ
એવી રીતે લાંબા સમય સુધી શેભે છે કે-જાણે જિન દર્શન માટે જતા દિગનાકે (૧૦ દિપાલે)ની એ મૂર્તિઓ હોય. ૬૩ - ચૌલુક્ય ક્ષિતિપાલ વરધવલના અદ્વિતીય બંધુ અને વસ્તુપાલના અનુજ લઘુબંધુ સુબુદ્ધિશાલી આ મંત્રો તેજપાલે અહીં હાથણી એની પીઠ પર પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિઓની પાછળ તેમની (તે ઉપર જણાવેલ ૧૦ની) કાંતા-પત્ની સાથે દશ મૂતિએ વિમલ ઉજજવેલ અશ્મ (આરસ પાષાણ)ના ખત્તક (તાકા-ગોખલામાં રહેલી કરાવી હતી. ૬૪
સલ પ્રજાના ઉપજીવ્ય (આશ્રય કરવા યોગ્ય) વસ્તુપાલની પાસે તેજપાલ, સરેવરની પાસે રહેલ સફળ ( ફળવાળા) સહકાર (આમ્રવૃક્ષ) જેવા શેભે છે. ૬૪ - * તે બંને ભાઈઓએ (વસ્તુપાલ અને તેજપાલે ) પ્રત્યેક પુર, ગામ, માર્ગ, પર્વત અને સ્થળમાં વાવ, કૂવા, નિપાન (અવેડા), ઉદ્યાન, સરોવર, પ્રાસાદ (મંદિર), સત્ર (દાનશલા-પરબ) વગેરે ધર્મસ્થાની પરંપરા અત્યંત નવી કરી અને જીર્ણ થઈ હતી, તેને ઉદ્દત કરી તેની સંખ્યા પણ જારી શકાતી નથી, જે તે કઈ જાણતું હોય તે તે પૃથ્વી જ જાણે છે. ૬૬
પૂ. ૧માં પાછળના શ્લોકેના ભાષાંતરમાં આચાર્યોનાં નામે વગેરેમાં બહુ ગોટાળે કર્યો છે. આનંદ, અમરરિને બદલે “ચંદ્રામરસુરિ આવ્યો,” શ્રીવિજયસેનસુરિને બદલે મેરૂ મુનિશ્વર હતો' વિ. વિ. કેટલી ભૂલો અહીં જણાવી શકાય?
આ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુ ઈતિહાસના અભ્યાસીઓએ તુલનાત્મક દ્રષ્ટિથી નીચે જણાવેલા ગ્રંથા જોવા જોઈએ
ભાવનગર રાજ્યના પુરાતત્તવ સંશોધનખાતા તરફથી પ્રકાશિત પ્રાપ્ત સંસ્કૃત લેબ-સંગ્રહમાં અંગ્રેજી ભાષાંતર સાથે પ્રકટ થયેલ સંસ્કૃત પ્રશસ્તિવાળા એ શિલાલેખ, ઉપર્યુક્ત “ ગુજરાતના ઐતિહાસિક લેખા’ ભાગ ત્રીજામાં ગુજરાતી ભાષાંતર સાથે પ્રક્ટ થયેલ છે, તે ઉપરાંત બીજે પાંચ સ્થળે પ્રકાશિત થયેલ જાણવામાં આવેલ છે –
For Private And Personal Use Only