________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૪ ] વિશેષાવશ્યક..........જૈન પ્રતિમાઓ [ ૮૯ ના છઠ્ઠા સૈકાથી આ પ્રવૃત્તિનું જેર સઘળે નજરે પડે છે. દિગમ્બરમાં પણ ચૈત્યવાસ હતો એટલે શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જેવી પ્રભાવશાળી વ્યક્તિ શ્વેતામ્બર પ્રતિમાઓ ભરવવામાં કે પ્રતિષ્ઠા કરવામાં રસ લે એ સ્વાભાવિક છે. ધનાઢય શ્રાવકે પણ એમના વરદહસ્તે પ્રતિષ્ઠા કરાવવાનું અહોભાગ્ય સમજે એ સમજી શકાય એમ છે.
લેખમાં “જિનભદ્રવચનાચાર્ય ” એ શબ્દપ્રયોગ છે. “ કહાવલી માં બતાવ્યું છે તે મુજમ વાચક, વાદી, દિવાકર અને ક્ષમાશ્રમણ એ પ્રયોગ એકાWવાચી છે –
वायगसमाणस्था य सामण्णउ वाइ-खमासमण-दिवायरा; भणियं चवाई खमासमणो दिवायरो वायगोत्ति पगो(ग)हा उ।
पुव्वगयं जस्सेसं जिणागमे म्मि(स्सि)मे णामे ॥ આમ વાચકવાદીક્ષમાશ્રમણ=દિવાકર એવા પ્રયોગો થતા હતા અને વાચક વાતનાચાર્ય એ તે સૌ કોઈ સમજી શકે છે. એટલે જિનભદ્ર ક્ષમાશ્રમણ માટે જિનભદ્ર વાચક કે જિનભદ્ર વાચનાચાર્ય એ પ્રયોગ શક્ય છે. શ્રી. સિદ્ધસેન દિવાકર વિષે સિદ્ધસેને ક્ષમાશ્રમણ એ પ્રયોગ “નિશીથચૂર્ણિમાં આવ્યાનું મુનિ શ્રી કલ્યાણવિજ્યજીએ જણાવેલું જ છે. “પચકપચૂર્ણિ'માં પણ એવી જ રીતે સિદ્ધસેન ક્ષમાશ્રમણ એ પ્રયોગ છે; એટલું તો પંડિત શ્રી. લાલચંદ્ર ગાંધી સ્વીકારી લે છે પણ તેઓ મને જણાવે છે કે, આ પ્રતિમા ક્ષમશ્રમણજીપ્રતિદિત છે એ શંકાસ્પદ છે. મારા ખ્યાલ મુજબ–ઉપર બતાવ્યું છે તે મુજબ, આ વી શંકા રાખવાને કોઈ સ્થાન નથી આખા હિંદની વેતામ્બર દિગમ્બર જૈનપ્રતિમાઓના અભ્યાસ પછી મને જે કાંઈ સમજાયું છે તે ઉપરથી આ પ્રતિમાઓ આ જ સમયની છે અને એવી પ્રવૃત્તિભ યુગની છે કે, જેમાં શ્રી. જિનભદ્રાણિએ એક બે નહિ પણ અનેક અને એક સ્થળે નહિ પણ અનેક સ્થળે શ્વેતામ્બર જૈન પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી હશે. વલભીમાં જેને હતા અને બૌદ્ધોનું પણ જોર હતું, ભરૂચમાં જૈનોનું જોર વધુ હશે અને ભરૂચ પાસે આવેલું ચોર્યાશી ગામના તાલુકાનું મુખ્ય શહેર કેદ્રક ઇ. સ ને બીજા સૈકા લગભગથી અગત્ય ધરાવતું હતું. વટપદ્ર તો આઠમા નવમા સૈકામાં એક નાનું ગામડું હતું. એટલે ભરૂચ તરફ વિહાર કરતા આચાર્યો અંકોટ્ટકની જૈનવસતકામાં પધારે એ સ્પષ્ટ છે. આ વસતિકાનું નામ “રથતિ” હતું. આ જ સંગ્રહમાંની એક બીજી પ્રતિમા ઉપરના લેખમાં આ નામ છે. આથી અમુક સિકાઓ પછી ભરાયેલી બીજી એક પ્રતિમાના લેખમાં “અંકોદક વસતિકા' એવો ઉલ્લેખ છે એ શ્રી, પંડિત ગાંધીએ પિતાના બીજા એક લેખમાં બતાવ્યું છે. આ વિસતિકા બાબત રસિક અનુમાન હું પછીથી રજૂ કરીશ. હાલ તો એટલું બસ થશે કે, આ વસતિકા અગત્યની અને ચૈત્યવાસીઓના કબજે હતી.
આ પ્રતિમાઓ આપણને શ્રી, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીનું કુલ પહેલી જ વખત બતાવે છે. તેઓ નિતિકુલના હતા. પહેલાં ચાર કુલ પ્રસિદ્ધ હતાં– નિતિ, નાગેન્દ્ર, ચંદ્ર અને વિદ્યાધર. ચારેય કુલના આચાર્યોની પ્રતિષ્ઠિત પ્રતિમાઓ મળે છે. શ્રી. જિનભદ્રગણિ નિવૃતિકુલના હતા એ હવે મારા મને નિર્વિવાદ છે.
કહાવેલી કારે શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી અંગે નોંધેલી બીજી વિગત નોંધપાત્ર છેजो उण मल्लवाई व पुचगयावगही खमापहाणो समणो सो खमासमणो नाम जहा आसी इह संपयं देवलाय(यं) गओ जिणभद्द(६)गणिखमासमणो त्ति र[यि ]याई च तेण बिसेसावस्सय-विसेसणपईसत्थाणि जैसु केबलनाण दंसगवियारावसरे पयडियाभिप्पाओसिद्धसेनदिवायरो।
For Private And Personal Use Only