________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક : ૪ ] વિશેષાવશ્યક......જૈન પ્રતિમાઓ [ ૯૧ રાખ્યા સિવાય આ વિષયને વિચાર કરીએ તે મેં ઉપલાં બે કારણો આપ્યાં છે તે વધુ વજનદાર છે અને બારમા સૈકાને બદલે ઈ. સ. ૮૦૦ આસપાસ કેઈ બીજા ભદ્રેશ્વરસૂરિ થઈ ગયા એમ માનવામાં કાંઈ હરકત નથી. ભાષાશાસ્ત્રીઓની દષ્ટિએ આ ગ્રન્થ આથી પણ જૂને કરે તે હરિભદ્રસૂરિના સમયનિર્ણયના આખા પ્રશ્નને એક વખત ફરી વિચારી જેવું પડે. પણ હાલ તો વિ. સં. ૧૮પમાં હરિભદ્રસૂરિ થઈ ગયા એવી એક પ્રાચીન માન્યતા છે તે કોઈને સ્વીકાર્ય નથી. પણ જિનદાસ મહતર ની સં. ૭૩૩માં લખાયેલી “નદિચૂર્ણિ' પછી એટલે કે ચૂર્ણિએ લખાયા પછી હરિભદ્રસૂરિએ પિતાની ટીકા–વૃત્તિ લખી એ જ માનવું પડે. હવે એ બને કે, જિનદાસ પોતે શ્રી. હરિસસૂરિના વૃદ્ધ સમકાલીન–Senior Contemporary હોય. એમ મનાય છે કે, ઉદ્યોતનસુરિના સિદ્ધાન્તગુરુ હરિભદ્રસૂરિ હતા, અને તેમણે સં. ૮૩૪માં કુવલયમાલા રચી. જૈન સાહિત્ય સંસેધક' ખંડ: ૩, અંક: ૨, પૃ. ૧૭૮ ઉપર મુનિ શ્રીજિનવિજયજીએ કુવલયમાલાના કર્તાની લખેલી પિતાના વિષેની ગાથાઓ ટાંકી છે, તેમાં ગાથા ૧૪માં ઉદ્દદ્યોતનસુરિ પિતાના ગુરુ વીરભદ્રને પરિચય આપે છે અને ગાથા ૧૫ નીચે પ્રમાણે છે:
सो सिद्धन्तम्मि गुरू पमाणनाए य जस्स हरिभहो ।
बहुगन्थसत्थवित्थरपयडसमत्तसुयसञ्चथो ॥ આ ગાથામાં “રસો વીમો) સિદ્ધાન્તોન્મ ગુફ, (વીમદ્દ : THIબના, રિમો ગુ' એવું કહેવાને કર્તાને આશય લાગે છે. કેમકે મુનિ શ્રીજિનવિજયજી અને ડે. યાકેબીને ગાથા અસ્પષ્ટ અને છેલંગવાળી તે લાગે છે જ અને આ બે વિદ્વાનો જે રીતે અન્વય કરે છે તે રીતે પણ કુક શબ્દ એક વખત અધ્યાહત માને છે. ઉપરને અર્થ વધુ સરળ છે, કેમકે આમાં સંગતિ વધારે લાગે છે. વળી, કહાવલી'કારે વીરભદ્ર અને જિનભદ્ર નામના (શ્રીહરિભદ્રસૂરિના) બે શિષ્યોનો ઉલ્લેખ કર્યો છે અને આ વીરભદ્ર આ બેમાંના એક હેય એ સંભવિત છે. વિદ્યાધરકુલના હરિભદ્રસૂરિ જે ઉદ્યોતનસૂરિના સિદ્ધાંતગુરુ થઈ શકે તો ઉદ્યોતનસૂરિના ગુર વીરભદ્રના સિદ્ધાંતગુરે તેઓ હતા; એવો અર્થ સમજવામાં બીજે કઈ બાધ આવતો નથી. “ કહાવલી માં આપેલાં જિનભદ્ર અને વીરભદ્ર એવાં નામની ગાએ પાછળના પ્રબંધકારે હંસ અને પરમહંસ એવાં નામે આપે છે. મુનિ શ્રી કલ્યાણવિજયજીએ “ પ્રભાવકચરિત્રની પ્રસ્તાવનામાં બતાવ્યું છે તે મુજબ તેઓ “કહાવલી’ના નામે તે ગ્રંથ પ્રાચીન હોવાથી વધુ વિશ્વસનીય ગણે છે. વળી, ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા” લખી ત્યારે હરિભદ્રસૂરિ હયાત જ હશે એવું માનવાને કાંઈ કારણ નથી. તેથી હરિભદ્રસુરિને સમય વિ. સં. ૭૫૭ થી વિ. સં. ૮૨૭ સુધીનો ગણવામાં આવ્યું છે તેને બદલે વિ. સં. ૭૨૫ થી વિ. સં. ૮૦૦ આસપાસ માની લઈએ. છતાં પણ વિ. સં. ૬૮૦ આસપાસ દેવલોક થયા હશે એવા શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ માટે સાશ્વતં દેવોન્નતિો એ શબ્દપ્રયોગ કેમ થયો? જ્યાં સુધી હરિભદ્રસૂરિને સમયનિર્ણય ફરે નહિ ત્યાં સુધી આપણે માનવું રહ્યું કે, શ્રી જિનભદ્રમણિ ક્ષમાશ્રમણ જેવા મહાન આચાર્યની કીર્તિ અને સ્મૃતિ લગભગ સવા વર્ષ સુધી એટલી તે તાજી હતી કે કહાવલી કારે એ માટે સમગ્રd સેવા એ પ્રયોગ કર્યો. વિક્રમની અગિયારમી સદીના અંતમાં કે બારમી સદીના પૂર્વાર્ધમાં થયેલા “કહાવલી કાર એ પ્રયોગ ન જ કરે એટલે “કહાવલી'કાર બારમી સદી પહેલાં જ થઈ ગયા એ નિર્વિવાદ છે
હાલ આપણને ઉપલબ્ધ સાધનોના આધારે આપણે આટલાં જ અનુમાને દોરી શકીએ.
For Private And Personal Use Only