________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૧૭ ઉજજયની જણાવાયું છે જેથી આપણે માર્ગ સહેલે થઈ જાય છે ને કેવળ ચડવંશી અવંતિપતિ વિશે જ વિચાર કરો રહે છે. ઉપરાંત તેમાં ધરૉ ડિr=વંશને ઉખેડી નાખીને રોડન્વયે સુવા રાજાના વંશજને મારી નાંખીને, શા=શકસંવત, સ્થાપિત = શકપ્રજાએ સ્થાપે એમ લખ્યું છે. મતલબ કે તેમાં શકસંવતની આદિની વાત કહી છે, જ્યારે આપણે તે શપદાઢ=શકરાજાના અંતને સમય વિયાર રહે છે. એટલે આપણા કાર્ય માટે તે બને લોકે નકામા છે. (છતાં એક નોંધ અત્રે કરી લેવી જરૂરી છે. બન્ને શ્લોકમાં ૧૩ વર્ષે તેના વંશને ઉખેડી નાખી સંવતની સ્થાપના કરી એમ લખ્યું છે છતાં ઇતિહાસ તે શીખવે છે કે, વિક્રમ સંવત ૧૩૫માં અને તે પછી કેટલાય વર્ષ સુધી વિક્રમદિત્યને વંશ અવંતિપતિ તરીકે ચાલુ રહ્યો છે). એટલે માનવું રહે છે કે, કાં ઇતિહાસ ખોટો કે, કાં શ્લોકની હકીકત ટી. કબૂલ કરવું પડશે કે જે ઈતિહાસ બની ગયો છે તે કાંઈ પેટે ઠરાવાય નહીં જ અને લોક લખવામાં કયાંક ભૂલ થઈ છે કે શબ્દની હેરફેર થઈ છે અને એવું તે અનેક વખત બનતું આવ્યું છે એ સર્વને અનુભવ છે. શી રીતે બનવા પામ્યું છે તેની ચર્ચા કરવી આપણને સ્પર્શતી નથી એટલે છોડી દઈશું. માત્ર એટલું જણાવશું કે વિક્રમસંવત્સરની સ્થાપના પછી “૧૩૫મા વર્ષે ” એમ નથી, પણ વિક્રમાદિત્ય શકારિનું પિતાનું મરણ થયું તે બાદ ૧૩૫મા વર્ષે શકરાજા થયો છે, જેથી વિક્રમ સંવત્સરની સ્થાપના (વિક્રમાદિત્યનું ગાદીનશીન થવું તે) અને વિક્રમાદિત્યનું મરણ (જે ૬૪ ૬૫ વર્ષનું રાજ્ય તેણે કર્યું છે) થઈ છે તે બેની વચ્ચે ૬૪-૬૫ વર્ષનું અંતર છે તે હિસાબે ૧૩ ૫+૬ ૪=૧૯૯ ને એક વિક્રમ સંવતમાં ઉમેરવાથી રાહ નહીં પણ રાત્રિનો આંક આવશે (આ વિષયની સવિસ્તૃત હકીક્ત માટે જુઓઃ “પ્રાચીન ભારત વર્ષ” ભાગ ૪, પૃ. ૧ થી ૧૨).
અને થોડીક ઐતિહાસિક ઘટના ભૂમિકારૂપે હોઈ વર્ણવવાની જરૂર છે. જેમ “શકારિવિક્રમાદિત્યના પિતા ગંધર્વસેન ગર્દભીલ પાસેથી અવંતિની ગાદી શક (Seythions શક
સ્તાનના વતની) રાજાએ લઈ લીધી હતી ને તેમના પાંચ નૃપતિઓએ એકંદરે બે વર્ષ રાજ્ય ભગવ્યું હતું. પરંતુ તેમણે આંખ મીંચીને આદરેલા જુલ્માથી પ્રજા એવી તો ત્રાહીત્રાહી પિકારી ઊઠી હતી જેના પરિણામે કુદરતી પ્રેરણાથી વિક્રમાદિત્યે અવંતિ ઉપર ચડી આવી તેમનું નિકંદન કાઢી નાખ્યું અને શકારિ (શક લોકને દુશ્મન) નામથી પ્રસિદ્ધ છે. તે પ્રજાએ તેના સ્મરણચિહ્ન તરીકે તેને નામને વિક્રમ સંવત્સર ચલાવ્યો. તેણે ૬૪-૬૫ વર્ષ રાજ્ય કર્યું. તેના મરણ બાદ બીજા નવ રાજાઓએ ૧૩૫ વર્ષ રાજ્ય ચલાવ્યું. તેમાંના છેલ્લા મારી ચેષ્ઠણ (વિદ્વાનોએ તેના વંશનું નામ “પાશ્ચાત્ય ક્ષત્રપો” અપ્યું છે) શકે અવંતિપતિ થયો ને તેણે ઉપરના બે શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે ફરી જાણ સ્થાપ્યો. ચપ્પણ અત્યાર સુધી ઉત્તરહિંદવાળા મથુરાપતિ કુશનવંશીનો સૂક્ષત્રપ હતા, પરંતુ ત્યારથી
મહાક્ષત્રપ ” પદ તેણે ધારણ કર્યું. તેના વંશમાં રુદ્રદામનથી માંડીને ભર્તીદામન સુધી અનુક્રમે પંદર મહાક્ષત્રપ નામધારી રાજાઓ થયા. આ ભતૃદામન નબળે રાજા હતા. તેના સમયે નેપાળમાંથી ઊતરી આવેલા ગુપ્તવંશી ત્રીજા રાજા (પ્રથમના બેએ નેપાળથી અવંતિ સુધીનો ઉત્તરહિંદ પ્રદેશ જતી રાજ્ય કરેલ) ચંદ્રગુપ્ત પહેલાએ ઈ. સ. ૩૧૯માં અવંતિ પડાવી લીધું ને પોતે ગાદીપતિ બને. એટલે ભર્તીદામન પછીના ત્રણ ચક્કણુવંશી રાજાઓ
For Private And Personal Use Only