SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ –એ લેખનું ભાષાંતર જોઈએ, તે તે પણ યથાયોગ્ય સંતોષકારક લાગતું નથી, અનેક ભૂલોથી ભરેલું જણાય છે. તેમાં અધરાજ જોઈ એ ત્યાં શશ્વરાજ (લે. ૭-૮માં) છે, કુમાર કાર્તિકેયસ્વામીની માતા પાર્વતી જોઈએ, ત્યાં કાર્તવીર્યની માતા જણાવેલ છે (સ્પે. ૭), ચંડપ્રસાદ જોઈએ ત્યાં ચંડપ્રસાદ અને પ્રલાદન જોઈએ, ત્યાં પ્રહાણ વગેરે જોવા મળે છે. તેમાં મંગલાચરણને બીજો શ્લેક, તેના ભાષાંતર સાથે વિચારવા યોગ્ય છે. “I: [][તિમાન[s:] ઝરે શાંતોષ ઉતઃ નિકાયા निमीलिताक्षोपि समग्रदर्शी स वः शिवायास्तु शिवातनूजः॥" . તેનું ત્યાંનું ભાષાંતર–“શાંતિમાન હોવા છતાં કોપથી રકત, શાન્ત હોવા છતાં સ્મરનિગ્રહમાં પ્રદીપ્ત, અને ચક્ષુ બંધ છતાં જે સર્વ જુએ છે તે પાર્વતીનો પુત્ર ગણપતિ તમારું કલ્યાણ કરે.” –આ સ્થળે ફિરા-તનૂનનો અર્થ નેમિનાથદેવ કરે સુસંગત છે, કારણકે આ પ્રશરિત, નેમિનાથદેવના નવા બનાવેલા જિનમંદિરને ઉદ્દેશી રચાયેલી છે, મિનાથની માતાનું નામ શિવા ( શિવાદેવી) જૈનસાહિત્યમાં પ્રસિદ્ધ છે, નેમિનાથ ક્ષમાવાન હોવા છતાં કેપ પ્રત્યે અરુણ (લાલ-કેપ દૂર કરનાર), શાંત હોવા છતાં કામદેવનો નિગ્રહ કરવામાં દીપ્ત (ઉગ્ર ) કહી શકાય, ધ્યાનમગ્નાવસ્થામાં તે નિમીલિતાક્ષ હોય છે, છતાં તેઓ સર્વજ્ઞ હેઈ સમગ્રદર્શી છે, તે શિવા-તનૂજ નેમિનાથ તમારા શિવમંગલ, કલ્યાણ, મેક્ષ માટે હૈ. -કવિએ અહીં વિરોધાલંકારથી અનેકાંતવાદ ઘટાવી ચથી શબ્દ પ્રયોગ કરી ખૂબીથી નેમિનાથદેવનું આશીર્વાદાત્મક મંગલાચરણ કર્યું છે એ લક્ષ્યમાં લેવું જોઈએ. ઉપર્યુક્ત પુસ્તકમાં છપાયેલું ૧૭મું કાવ્ય અને તેનું ભાષાંતર જેવા જેવું છે — “जाल्लूमाकुसाकुवनदेवीसोहगावयजुकाख्याः । મવી જ હિમાઃ સત તરફ ” તથા ત્યાં તેનું ભાષાંતર આ પ્રમાણે છપાયેલું છે– તેને જાલૂ, માકુ, સાકુ, વનદેવી, સેહગા, વયજુકા અને પદમલદેવી એવા અનુક્રમવાળી સાત પરણેલી પત્નીઓ હતી. ' –ઉપરના શ્લોકમાં લગ, મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ એ ચાર ભાઈઓનાં નામ જણાવેલા છે, એમને એ અનુક્રમે ૭ સગી-સહેદર બહેનો હતી, તેને અહીં ભાતાંતરકારે અર્થને અનર્થ કરી પરણેલી પત્નીઓ જણાવી છે !! . મૂળ શિલાલેખમાં પહેલી ચાર બહેનોનાં જાહૂ, માઊ, સાઊ, વનદેવિ એવાં નામો વંચાય છે, તેને બદલે ઉપર્યુક્ત પુસ્તકમાં ઉપર જણાવ્યા પ્રમાણે સંસ્કૃત શ્લોકમાં, તથા તેના ભાષાંતરમાં જા, માકુ, સાકુ, વનદવી એવાં નામો છપાયેલાં છે. . વિશેષમાં મૂળ શિલાલેખમાં નો પાઠ છે, તે એડીટરને શુદ્ધ તરીકે સમજાય જણાતો નથી એટલે ત્યાં વર્ષ છપાવ્યું લાગે છે; એડીટરે ત્યાં સુંદરી શબ્દ સમજી For Private And Personal Use Only
SR No.521683
Book TitleJain_Satyaprakash 1952 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1952
Total Pages30
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy