________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તુહુ પણ અળગે થયે’ કિમ સરશે, ભગતી ભલી આકરી લેશે;
ગગન ઉડે દૂર પડાઈ દોરી બળે હાથે રહે આઈ. '' માનવિજય નામના વિવિધ વિબુધવરા થયા છે, પરંતુ શાંતિવિજયના શિષ્ય તરીકે વિ. સ. ૧૭૩ ૧માં ધર્મ સબહુ નામની કૃતિ રચનાર અને એને સ્વપજ્ઞ વૃત્તિથી વિભૂષિત કરનાર એક જ જણાય છે. આ હિસાબે ‘ પડાઈ' સંબંધી ઉલ્લેખ લગભગ ત્રણ સૈકા જેટલો પ્રાચીન ગણાય.
- મોહનવિજયે વિ. સં. ૧૭૬ ૦માં માનતુ'ગ-માનવતી રાસ રચ્યા છે. એની ૨૯ મી દેશી ' યાને ચાલ’ તરીકે નીચે મુજબની પંક્તિઓ જોવાય છે:
ચાંદાને ચાદ્રણે હો હા મારુ’ ગુડિયાં ઊડાવે, કાંઈ ગુડિયાંરી દોરી પ્યારી હા લાગે, ભાલી નભુદીરા વીરા, કમજ કહ્યો ન માને હા કહો ન માને,
- વાલા મારા કહ્યો ન માને.” આ પ્રમાણેની પંક્તિઓ ભીમસિંહ માણેકે ઈ. સ. ૧૯૦ માં છપાવેલી માનતુંગ રાજા અને માનવતી રાણીનો રાસ નામની કૃતિની ત્રીજી આવૃત્તિ (પૃ. ૭૮)માં છે.
નેમવિજયે વિ. સં. ૧૭૫૦માં શીલવતીને ૨ રાસ રચ્યો છે. આની ત્રીજા ખંડની પાંચમી ઢાલને મથાળે નીચે મુજબની દેશી નોંધાઈ છે:
e “ ચાંદા રે ચાંદરણે હાંજા મારૂ ગુડિયા ઉડાય ...૩ આ ઉપરથી એ ફલિત થાય છે કે ગુડિયાનો અર્થ કનક છે, કેમકે અહી' એ ચગાવવાનો તેમજ દોરીને પણ ઉલ્લેખ છે.
આ દેશી કઈ કૃતિને અંશ છે તે જાણવું' બાકી રહે છે.—કદાચ એ મારવાડ બાજુના કાઈ લેક-ગીતનીયે પંક્તિ હાય. આ પંક્તિના કર્તા મેહનવિજય હાય એમ જણાતું નથી; કેમકે નેમિવિજયે પણ આ પંક્તિ રજુ કરી છે એમ ભાસે છે. આ પંક્તિ આ કૃતિઓને લિપિના કરનારને હાથે કે એનું સંપાદન કે પ્રકાશન કરનાર તરફથી ઉમેરાઈ હોય એવો બહુ ઓછા સંભવ છે એમ માની આવું અનુમાન મેં દોયુ” છે.
આ હિસાબે કનકવા' માટે ‘ ગુડિયા’ શબ્દનો પ્રયોગ પણ લગભગ ત્રણ સકા જેટલો તો પ્રાચીન હોય એમ લાગે છે..
૧. પ્રસ્તુત પંક્તિઓ તરફ મારું લક્ષ્ય આગમ દ્ધારકના શિષ્ય મુનિશ્રી જયસાગરજીએ દેર્યું હતું એની સાભાર નોંધ લઉં છું.
૨. ** પ્રાચીન કાવ્યમાળા ' 'થ ૩ જા તરીકે આ રાસ હરગોવિંદ ઠા. કાંટાવાળા અને નાથાશકર પૂ નાશ કર શાસ્ત્રીએ ઢિપણ સહિત ઈ. સ. ૧૮૯૫માં છપાયા છે.
. આ તેમજ એની પહેલાંની દેશી જન ગૂર્જર કવિઓ (ભા. ૩, ખ. ૨, પૃ. ૧૮૯૪– ૧૮૯૫)માં નોંધાયેલી છે. તેમાં “ ચાંદાના ચાટ્ટગે હા હ જ મારું' ” એ પાઠને બદલે ‘ ચાંદાના ચાંદરણે હા હાંન મારુ’ એ પાઠ છે. ત્રીજ ખંડને બદલે ૬ એમ પૃ. ૧૮૯૫માં છપાયું છે તે અશુદ્ધ છે.
For Private And Personal Use Only