________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતના ઐતિહાસિક લેખ”
પુસ્તકમાં ગંભીર સ્કૂલનાઓ લેખક –શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાચવિદ્યામંદિર, વડોદરા.
કાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી તેની ગ્રંથાવલિના નં. ૧૫ તરીકે “ગુજરાતના અતિહાસિક લેખા’ નામનું જે પુસ્તક ૩ ભાગોમાં પ્રકાશિત થયેલું છે અને જેના સંગ્રહ કરનાર એડીટર તરીકે આચાર્ય ગિરજાશંકર વલભજી બી. એએમ. આર. એ. એસ. નિવૃત્ત કયુરેટર, આર્કીઓલેજિકલ વિભાગ, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ-એમનું નામ જોડાયેલું છે–તે સંબંધમાં વાચકનું લક્ષ્ય ખેંચવા ઇચ્છું છું.
ગૂજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખે જે અન્યત્ર અંગ્રેજી પરિચય-ભાષાંતર સાથે કે તે વિના પ્રકાશિત થયા હતા, તેનો એકત્ર સંગ્રહ ગૂજરાતી પરિચય -ભાષાંતર સાથે ઉપર્યુક્ત પુસ્તકમાં કરવામાં આવ્યો છે; એથી ઈતિહાસપ્રેમીઓને-ગૂજરાતના અભ્યાસીઓને-આનંદ થવો જોઈએ, પરંતુ તેનું અંતર નિરીક્ષણ કરતાં વિષાદ થાય એવું વિશેષ જણાય છે. એમાં કેટલેક સ્થળે અક્ષમ્ય વિચિત્ર ગંભીર ભૂલભરેલા અથી કરવામાં આવ્યા છે અને અશુદ્ધિઓની પરંપરા છે. એથી ઇતિહાસના અભ્યાસીઓને અને અન્ય વાચકોને ગેરસમજ થવી સંભવિત છે તથા તેનો પ્રવાહ અન્યત્ર આગળ વધે એ શક્ય છે. એથી એ સંબંધમાં અહીં થોડું સૂચન કરવાનું ઉચિત ધાર્યું છે. આશા છે કે સત્ય-પ્રેમીઓ તટસ્થ દૃષ્ટિથી એનું અવલોકન કરશે.
ઉપર્યુક્ત પુસ્તકનો ત્રીજો ભાગ, જે સંવત ૧૯૯૮માં સન ૧૯૪૨માં પ્રકટ થયેલ છે, તેમાંના માત્ર એક પહેલા લેખ સંબંધમાં જ અહીં વક્તવ્ય શક્ય છે. ત્યાં “વાઘેલા વંશના લેખો' એવા મથાળા નીચે “આબુગરિ ઉપર દેલવાડાના રાજા વિરધવલના સમયને શિલાલેખ” જેને નં. ૨૦૬ તરીકે ઓળખાવેલ છે અને પ્રા. સં. ઈ. ભા. પા. ૧૭૪” સંજ્ઞાથી અન્યત્ર પ્રસિદ્ધ જણાવેલ છે તે લેખ, પહેલાં ભાવનગર રાજ્યના પુરાતન સંશોધનખાતા તરફથી પ્રકાશિત થયેલા “ કલેકશન ઓફ પ્રાકૃત એડ સંસ્કૃત ઈક્રિપશન્સ” નામના પુસ્તકમાં પ્રકટ થયેલ હતો. (જે પુસ્તક અત્યારે મારી સામે નથી.)
પૂર્વોક્ત “ગુજરાતના ઐતિહાસિક લેખ” પુસ્તકના ત્રીજા ભાગમાં એ શિલાલેખને પ્રાથમિક પરિચય કરાવતાં જણાવ્યું છે કે-“અણહિલવાડના રાજાઓના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલ નામના બે ભાઈઓએ આદિનાથના મંદિરમાં કેટલુક સમારકામ તથા સુધારો કરાવ્યાનું લેખમાં લખ્યું છે.”
For Private And Personal Use Only