Page #1
--------------------------------------------------------------------------
________________
मैंनं जपनुशासन
uuuuu
Unju
k
પુસ્તક ૧ લું.]
વસંતપંચમી : માઘ, વીર સંવત ૨૪૬૭.
[ચતુર્થી’ક.
શ્રીમદ્ પાર વિધ્યજીમહારાજ. તંત્રી : લક્ષ્મીચંદ પ્રેમચંદ શાહ.
ભેગીલાલ સાંકળચંદ શેઠ.
પ્રકાશક
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૨૫
dib
સુn/ rગળ,૨૮
| બુધ
૮મુ ગળ].
ફેબ્રુવારી સને ૧૯૪૧ જૈન ધર્મ વિકાસ. વીર સં. ૨૪૬૭ પંચાંગ. વાર્ષિક લવાજમ] વિષય-દર્શન. [રૂપિયા બે સુદ ૧૨ બે
| પિષ, વિ. સં. ૧૯૯૭. સુદ ૩ ક્ષય ૧૬ ૧૨ ક્ષ ય. વિષય.
લેખક.
પૃષ્ઠ વદ ૧૩ એ
श्री कल्याणकरणस्तोत्रम् ( काव्य ) श्री विजयपद्मसूरीश्वरजी ભક્તિ-પ્રદર્શન
ઉપાધ્યાય શ્રી સિદ્ધિમુનિજી. ૧૨૭ શ્રીમદ યશોવિજયજીના સંસ્મરણો મુનિશ્રી હેમેન્દ્રસાગરજી ૧૨૯ મહત્તા કોની વધારે ? [વાર્તા ] મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી ૧૩૩ “મેદ” ને જવાબ મુનિશ્રી પ્રેમવિમળજી
૧૩૫ ૪ શુક્ર ૩૧ ચિતોડગઢની પ્રાચીનતા દર્શાવતું ખ્યાન પં. સંપતવિજયજી ગણિત ૧૩૮ ૫ શનિ |૧|
કળીયુગની દષ્ટિએ આત્મિક વસ્તુઓમાંનું પ્રથમ સાધન ૫. કલ્યાણુ.વિ. ગ. ૧૩૯ ૬ રવિ “આત્મનિવેદન”
એ પં. કલ્યાણવિમળજી ગણિત ૧૪૧ વિરશાસનના સંચાલક “શ્રીકાન્ત”ના પત્રની સમિક્ષા .લાભવિજયજી ગણિ ૧૪ર વિજયનિતિસૂરીશ્વરજી ફી વાંચનાલય તથા ના જ્ઞાનમંદિરનું દિગ્દર્શન
તેત્રીસ્થાનેથી
૧૪૪ ૧૨| શનિ | ૮ પં. તિલકવિજયજી ગણિનો સમાધિ કાળધર્મ તંત્રીસ્થાનેથી ૧૪૫
સમાજના ચરણે નિવેદન ( ૫. કલ્યાણવિજયજી ગણિ ૧૪૬ ૧૫મંગળવવ! વાંકલીમાં ઉપધાન તપ મહોત્સવ
તંત્રીસ્થાનેથી આચાર્યદેવની તબિયતમાં અસ્વસ્થતા
૧૪૭ વલ બુધ મિર ગુરૂ ૧૩
ઉપાધ્યાય જમ્નવિજ્યજીને પડકારો મુનિ કલહું સવિજયજી ૧૪૮ ૪ શનિ 1પ
સુદિ ૨ બુધ શ્રી અભિનંદન જન્મદિન. વદિ ૬ સેમ શ્રી સુપાર્શ્વનાથ કેવલદિન સુદિ ૩ ગુરૂ શ્રી નેમિનાથ અને શ્રી વદિ ૭ ભોમ શ્રી સુપાર્શ્વનાથ મેક્ષ વિમલનાથ જન્મદિન.
( દિન અને ચંદ્રક કેવલદિન સુદિ ૪ શુક્ર શ્રી વિમલનાથ દીક્ષાદિન વદિ ૯ ગુરૂ શ્રી સુવિધિનાથ ચ્યવનદિન સુદિ ૮ જેમ શ્રી અજિતનાથ જન્મદિન વદિ ૧૧-૧૨ શનિ શ્રી આદિનાથ તથા
શ્રી મુનિસુવ્રત સ્વામિ કેવલદિન અને સુદિ ૯ બુધ શ્રી અજિતનાથ દિક્ષાદિન.
શ્રી યાસનાથ જન્મદિન ૧| રવી ર ૩ સુદિ ૧૦ ગુરૂ રહિણી તથા ભોંયણીમાં
વદ ૧૩ રવિ શ્રી કોયાંસનાથ દિક્ષાદિન 11 | સામ રિ૪] | મલિનાથની વર્ષગાંઠ.
વદિ ૧૪ ભોમ શ્રી વાસુપૂજ્ય જન્મ૧૪મંગળ]: ૫ સુદિ ૧૨ શનિ શ્રી અભિનંદન દીક્ષાદિન
દિન તથા પુખી પ્રતિક્રમણ સુદિ ૧૩ રવિ શ્રી ધર્મનાથ દીક્ષાદિન. ||
| વદિ ૦)) બુધ શ્રી વાસુપૂજ્ય દીક્ષાદિન | ફેબ્રુઆર) દ્વારા વિજયનીતિસૂરિ જૈન પુસ્તકાલય, ગાંધીરોડ, અમદાવાદ,
૧૪૭
+ દ = (૧ -
રવિ |
૯
–
૧| શુક્ર
+
|
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મવિકાસ.
स
४ थी.
पुस्त: १४. महा, स. १८८७. .
॥ श्री कल्याणकरणस्तोत्रम् ॥
कर्ता-श्री विजयपनसूरीश्वरजा महाराज..
(243. 3 ०४ ८२ थी मनुसथान) पहुबिबेसुं मुच्छा-कायव्वा वायणाइसज्झाए । राओ साहम्मिगणे-सिणेहभावो सया कजो ॥१४॥ पीई सयणुठाणे-तोसो गुरुदंसणेसु परिकुजा। हरिसो सयत्थनाणे-वयाइयारेसु विदेसो ॥१५॥ कोहो सामायारी-विलोवसमए सुहम्मपडिणीए । रोसो मओ विहेओ-संचियकम्मोहणिजरणे ॥१६॥ विहियपइण्णाणिव्वा-हणेसु माणो परीसहेसु तहाऽ । वर्टभो दिव्वाइउ-वसग्गकाले पहासोऽवि ॥१७॥ पवयणमालिण्णणिगू-हण मिंदियधुत्तवंचणं कुजा। लोहो तवविहिचरणे-वेयावच्चेसु गिद्द्वी चि ॥१८॥ अन्भुवजा सज्झा-णजोगकरणे परोक्यारेसुं । तण्हा हिंसं कुजा-पमाय दुट्ठारिपणगस्स ॥१९॥ भवचक्कभमणभीई-विमग्गचारित्तणं दुगुंछिज्जा । मुत्तिउरीगइमग्गे-रमणं कायव्च मुल्लासा ॥२०॥ उवहसणं विसयसुह-स्स सीलयाए चिरंतणकयाणं । सोओ सव्वाहाणं-कायव्वो धीरपुरिसेहिं ॥२१॥ कयसीलक्खलियाणं-गरिहा जिंदा भवम्मि वासस्स । आराहिज जिणाणा-जुवई णिव्वाणसुक्खदयं ॥२२॥ . पडिसेवा कायवा-दुमेयसिक्खापहाणललणाए। . कल्लाणकरण मेवं-समणुट्ठाणं जिणिंदमए ॥२३॥...
Page #4
--------------------------------------------------------------------------
________________
१२६
જેનધર્મ વિકાસ
जिणनाहाणारंगो-चाओ मिच्छत्तघोरसत्तुस्स । आवासयप्पवित्ती-सम्मत्ते निचलमणत्तं ॥२४॥ पोसह सुगुणब्भासो-कायव्यो चरणओ जहाजोगं । तव्वइरेगे नियमा-पव्वेसुं पोसहो कजो ॥२५॥ दवियं खणियं णच्चा-विणिओगो तस्स सत्त खित्तेसुं। करणिजो हरिसाओ-सुपत्तदाणं पि दायव्वं ॥२६॥ अरिहंत साहु सड्ढा-दढसम्मत्ता णरा सुपत्ताणं । मेया चउरो वुत्ता-कमसो रयणाइपत्तममा ॥२७॥ लद्धं तित्थवइत्त-सुपत्तदाणाउ णाहिपुत्तणं । इड्ढी भव्वा लद्धा-तहे व गुणिसालिभद्देणं ॥२८॥ संजमलाई दाणं-दाणं सोहग्गसग्गमुत्तिदयं । परमाहारो दाणं-सड्डाणं सेस रहियाणं ॥२९॥ लोहागरिसो होआ-इह जह वरलोहचुंबगेण तहा। वररिद्धिसिद्धिलाहा-गरिसो सुहबंभचेरेणं ॥३०॥ सीलसुहारसवुट्ठी-समेइ चियकिट्ठकम्मवणदावं । केवलनाणं सिग्धं-होजा जह मल्लिनाहस्स ॥३१॥ पडिबोहिऊण रंगा-मित्ताई चरणलाहए दियहे । केवलनाणं लद्धं-पहुणा सिरिमल्लिनाहेणं ।।३२॥ दिक्खादिणाउ लद्धं-चउपण्णदिणेहि णेमिणाहेणं । केवलनाणं सीला-अप्पो छउमत्थ पजाओ ॥३३॥ जंबूमुणिमा लद्धं-जम्मदिणा सत्ततीसवरिसम्मि । पवरं केवलनाणं-अणग्गलं सीलमाहप्पं ॥३४॥ दीहाउवरागारो-वरसंहननं पदीत्तिसंपत्ती। अइवीरियसालित्त-होजा सीलप्पहावाओ॥३५॥ चारित्तपाणतुल्लं-मुत्तिकनिबंधणं महाणंदं । सीलङ्कभव्वजीवा-पणमिजंते सुरिंदेहिं ॥३६॥ मंजुलमंगलसेढी-वंछियसिद्धीउ निम्मला बुद्धी । थिरसंपया सुसीला-धण्णा पालंति सुहसीलं ॥३७॥ सिरिमल्लिणेमिजंबू-सुथूलिभदाइजीवणवियारा । पाउम्भावो होजा-सीलमईए सुयणहियए ॥३८॥
अपूर्ण
Page #5
--------------------------------------------------------------------------
________________
ભક્તિ-દર્શન
ભકિત-પ્રદર્શન. (લે. ઉપાધ્યાય શ્રીસિદ્ધિમુનિજી)
(ગુલણા છંદ) બુદ્ધ બ્રહ્મા નત્તમ તમે નાથ! છો, છો તમે સર્વશંકર અમારા, દેવના દેવ છો શક્તિની શક્તિ છો, છો તમે ઈશના ઈશ પ્યારા રાગ ના રેષ ના છે તમારા વિષે, ના પડયા દિસતા એક પક્ષે. ભિન્નને સાધતા ભિન્નને સાંધતા વીર ! વર્તે અનેકાન્ત લક્ષ્ય. ના કરે કંઈ, કરે છે બધું બાપજી! ના કૃપા અવકૃપા ના તમારી, આપતા કંઈ ય ના, આપતા ય બધું, નિગ્રહાનુગ્રહે કંધારી; આ બધા અટપટા પંથમાં સૌ ભૂલું, હુંય પણ ભૂતમાં ત્યાં જ ભૂલ્યો, બાલ પણ હાલ ત્યાં નહિ જ ભૂલીશ હું, આજ આઘે કરી ભેદ ખુલ્યો. ૨ આપ ર્તા નથી ઉપર્તા નથી, ના કૃપા અવકૃપા ના જ ધર્તા, ના જ દાતા, નહિ નિગ્રહાનુગ્રહે વર્તતા, ના જ છે નાથ ભર્તા, માન્યતા નિશ્ચયી આ નથી મુજવિષે, કાર્ય સાધક ન એ હાલ મારે, આજ તે કરગરી ગાવત આવતો માની કર્તાદિ તુજ પાસ આ રે! ૩ નાથ! મેં હાથ તારે ગ્રહ્યો, સાથ એ સાચવી રાખવા ચિત્ત ચાહે, જો કદી વીતરાગે કરી ત્યાગશે તોય પૂંઠે લાગશે તુજ રહે, તેજના પંજમાં ઉતરીને ઊંડે ચમનાં ચક્ષુથી છુપનારા, તેય પણ સ્વાન્ત આ અંત અંતે લઈ ચાલશે પંથમાં નાથ ! તારે ૪ એક પક્ષે રહી પ્રીતમાં લક્ષ્ય શું? લક્ષ્ય હો, લાભ શું એથી સાધે ? પ્રશ્ન એ પ્રીતની રીતમાં સૌ વૃથા, પ્રેમીને પ્રશ્ન એ ના જ બાધે; જઈ પતંગે પડે દીપમાં પ્રેમથી, લક્ષ્ય શું, લાભ શું એ વિચારે આત્મ અર્પણ કરે સ્વાર્થને છેડતાં એ જ એ લક્ષ્ય ને લાભ ધારે. ૫ કાળ બહેળે ગયે, નાથ! ના તું મન્ય, વેળ તે હું હતો ખૂબ છેટે, ગાત્રથી નેત્રથી તુજ નિકટે થય, ઉર રહ્યું દર આના જ ભેટે. આજ તે એ ખરે ભાવનાના બળે સાવ તારા પડે પાદ માંહિ, ના જ પરવા તને તોય પણ ત્યાં વસું છોડતું કોણ સુરવૃક્ષ-છાંહિ. પ્રભુ! તમે જ્ઞાનથી વિશ્વમાં છે વિભુ, ધ્યાનમાં હું નથી કેમ માનું? ધ્યાનમાં છું છતાં થઈ ઉપેક્ષા તને, એ ન હું કઈ રીતે પ્રમાણે, ભક્તવત્સલ સદા દીનને દેવ તું છે દયાને નિધિ ભાવભીને, તે મને ભક્તને દીન દયા યોગ્યને કાં ઉપેક્ષે અપેક્ષાવિહીને,
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જૈન ધર્મ વિકાસ
નાથ ! વણ નતયા નહિ જ વળી ચિંતવ્યા કઈક સ્થાને ગયા આપ ચાલી, ને સહી ખૂબ ઉપસર્ગના કષ્ટને દુષ્ટના પણ દીધા દેષ ટાળી; એથી આગળ વધી બેધ્ય જે મને બેધતા તે બધાને ય શેાધી, સફળ ખેડૂત ! ઓ ! સિદ્ધિના વાવ્યું તે સિંહ જીવ ખેડુમાં બીજ બેધિ. ૮ દાનમાં રેવતી મેઘ જેવો ન હું, શીલ ના નાથ ! તુજ સાધુ જેવું, આળસુ છું તપે બાહા આભ્યન્તરે કયાંથી ત્યાં કઈ તપસી શું રહેવું ? પ્રીતિમાં ભક્તિમાં ના જ ગૌતમ સમે, ગાઢ શ્રદ્ધા ન સુલભા શી મારી, આ રીતે અલ્પતા છે બધી વાતમાં પણ શિવાથી મને લ્યો વિચારી. ૯ બંધને સૌ ટળે, મુક્તિ મુજને મળે, યુક્તિઓ યોગની યોગ્ય સૂજે, દાસ આ આશથી ધર્મને ધારતો સેવતે સંતને દેવ પૂજે; પણું બધું ટંકશાળી નથી નાથ ! એ, ભૂલ ને ન્યૂનતા લ્યો નભાવી, જે અનાગથી શૂન્યતા આવતી તે મને લક્ષ્ય દઈ લ્યો જગાવી. ૧૦ નાથ ! મેડે નથી તે કને આવતાં બાલ્યથી બાહુડું તુજ ઝાલ્યું, તે પછી તે જુવાની જતી વેગથી ત્યાં ય વળગી રહ્યો હું દયાળુ ! ' આજ આવી રહ્યો કાળકાંઠે, પકડ એ ફરી ફેરવી સખ્ત કીધી, વિક્રિયા હો કિયામાં ગમે તે રીતે સાધશે ભાવ જીવંત સિદ્ધિ. ૧૧ શાસ્ત્રમાં નિર્દિશ્યાં છે વિધાને ઘણું ને વિધિપંથ વિધવિધ પ્રકારે, યોગ એ સાધવ ભક્તિના સાધકે, નાથ ! તું સત્ય એમ જ પુકારે; પણ નહિ શક્ત એ સત્યને સાધવા, ઈચ્છતે યોગ ઈચ્છા ધર્યાથી, છે બુઢાપો છતાં બાળ હું બહુ રીતે બાળ રીતે જ લઉં ભક્તિ સાધી. ૧૨ આપના હાથને ટેકવી પગ ધરૂં તો ય લથડી પડું સ્થાન ચુકી, બાપ ! ઓ ! આપ બળ આપતાં આપનું ઠેર મહેરને હાથ મુકી; ના રડું, આરડું ના કહી શું શકે ? બાલ નિર્બળ દશા નાથ ! જાણો, આધિ વ્યાધિઓ કઈક ઉપાધિઓ અવગણ પડતી એ પિછાને. ૧૩ બાપજી! બાળને લાભ દઈને લઘુ ભેળવી “ભા’ કહીને પટાવે, પણ ન એ રમતિયાં રાજી કરતાં મને, લાલચે એ હવે ના બતાવો ના ચહું દિવ્ય ને માનવી વસ્તુઓ, ઠેસથી એ બધી દઉં ફગાવી, હાથ ઝાલી બળે સાથ આવું પિતા ! ઓઘ સંસ્કારની રીત આવી. ૧૪ ભાવના એ બધી નાર શી હોય તે પ્રેમથી નાથ! લ્યોને મનાવી, જે કહો, બાળ શી એ બધી તે પછી હઠ પુરી બાપુ ! લ્યોને હઠાવી
ભક્તિની ભાવના લે ગમે તે રૂપે પૂર્ણ કરતે પ્રભુ તે જ રૂપે, - ભક્તની ભક્તિના લાભમાં સૌ રીતે એ જ એની પ્રભુતા સ્વરૂપે. ૧૫
Page #7
--------------------------------------------------------------------------
________________
૧૨૯
-
સંસ્મરણે . આત્મ વિશ્વાસથી પુણ્ય પગલાં પડે, શક્તિ વણ સાધ્ય કદિ ના સધાયે, અન્ય આલંબને આત્મહિત ના બને, એ બધા બોલ હે સત્ય પાયે; યોગીઓ જે ઉડે આપથી આભમાં તે ભલે, બેલ એ લે જ ઝીલી, નાથ! ના હું રમું શક્તિના દંભમાં, તુજ વિના શક્તિ મુજ સાવ ઢીલી. ૧૬ માત છે ધર્મની શક્તિ જન્માવતા, તાત છે પિષતા શક્તિ પ્રેમ, ભ્રાત છે શક્તિની ભીડને ભાગતા, નાથ છે શક્તિના યોગ ક્ષેમે; મિત્ર છો સાથ ના શક્તિનો છેડતા, શક્તિના સર્વ રીતે સગા છે, આપ મુજ શક્તિને જતા એપતા શક્તિ દેહે અધિષ્ઠિત સદા છે. ૧૭ એ ! પ્રભુ! આંખ છે તત્વને પખવા, પાંખ છે એગમાં ઉડવાની, મુક્તિના પંથમાં દેરવા દેડ રથ સારથી છે તમે પંથ જ્ઞાની; જીભ છે સત્યને સાચવ્યામાં તમે, ચિત્ત છે આત્મને ચિંતવ્યામાં, સર્વ છે સર્વ રહેશો તમે તે પછી જીંદગી સિદ્ધિ સાધે સ્તવ્યામાં. ૧૮
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ યશોવિજયજીનાં
- સંસ્મરણે
લે. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી પરમ તત્વના અખંડ અભ્યાસી, જિનેશ્વર દેવના અનન્ય ઉપાસક અનેક પૂર્વાચાર્યોએ જ્યા, જિનાગમનાનુસારી વિધવિધ વિધાને આત્મ કલ્યાણ પ્રાપ્તિ અર્થ, . “રોઝ અપંથ જ શા”— એજ આચાર્યના પંથે પળ્યા; ન્યાયતર્કના સમર્થ વિદ્વાન ન્યાયાચાર્ય વાચક પ્રવર યશોવિજયજી, तेभ्यो नमोञ्जलिरयं, तेषां तान् समुपास्महे ॥ स्वच्छासनाऽमृतरसैयरात्माऽसिच्यतान्वहम् એ પ્રણાલિકાના વિરોધીઓને પ્રખર વિરોધ સેવ્યો એ સાધુવારે
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મ વિકાસ,
ભલેને વિરોધી પ્રખર વિદ્વાન છે, પ્રબલ આચાર્ય ગણાતો હે; પરંતુ
आणा ए घम्मो, आणा ए तओ, આજ્ઞા એજ છે ધર્મ, આજ્ઞામાં તપ જાણશે; આજ્ઞા કેરી અવજ્ઞાથી, ચોરાશી ભ્રમણે જશે.
એ સૂત્રને પગલે ચાલી જીવન કર્યું સાર્થક એ, વૈર્યવાન સાચા નરરત્ન, ચાગના સ્વાનુભાવે મેળવી આરાધ્યા આત્મ દેવને,
ગના ગ્રંથ રચ્યા અને આત વચનને અનુલક્ષી સુંદર મીમાંસા પણ તટસ્થ ભાવે કરતા. પરમ તત્વની ખુમારીને પ્રદર્શિત કરી પિરાગરાગિણમાં એ મસ્ત યોગીવરે; અને એ મસ્તીને લ્હાવ લીધે લાખ સાહિત્ય રસ પિપાસુઓએ. તપગચ્છરૂપી દિવ્ય ગગને, સૂર્ય સમ તેજસ્વી ને ચંદ્ર સમ આચ્છાદદાયક શોલ્યા,
જ્યોતિર્ધર યશવિજયજી. ગુરુ આજ્ઞા ઉત્તમ માની જીવનમાં. નવીન મત સ્થાપન કરી, આચાર્યપદ પામવાનું– પાતક સમ માન્યું એ સાધુવરે; તેજમાં ભળવાના નિશ્ચયને. પુણ્ય પંથ મા પારાધન કરી પૂર્વધના પ્રઘાષાનુસાર “ન શોભે ક્ષય અને વૃદ્ધિ, પવિત્ર પર્વ તિથિઓમાં.” ‘પૂર્વધરના આ પ્રષને શિરોધાર્ય કરતા શાસ્ત્ર વચનવત; તેજમાં ભળવાના નિશ્ચયને જિનેશ્વરના પુનિત પંથને વધુ વેગવંત કરવાના યત્ન કર્યા અનેક વિદ્વાન આચાર્ય પ્રવરેએ એજ માર્ગમાં જ્યાં લવ ત્યાગ અને વિદ્વતા
Page #9
--------------------------------------------------------------------------
________________
સંસ્મરણે
આ પવિત્ર મહાનુભાવે, જીવન સમર્પણ કર્યું જિન દેવના ચરણે. तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽम्म्यस्मि किंकरः । સમિતિ તિઘર, નાથ! નાત જુવે . ધર્મ પ્રવાહને જિનેન્દ્ર સિદ્ધાંત રૂપી, મહાસાગરને બદલે મરૂભૂમિ તરફ ઘસડી જતા ભુદ્રાત્માઓને, ખરેખર ઘટે છે વિરોધજ; એવી હતી લેકમાન્યતા, છતાં તેવાઓને આ સાધ. ને વાગ્યા સસ્પંથે, એ ચમત્કારીક નરશાર્દૂલે સાચા શાસન રક્ષક હોવા સાથે તપ જ્ઞાનના સિંધુ હતા, તપગચ્છના પૂર્વાચાર્યો અદ્યાપિ જેમની યશગાથા, ગવાય છે. પૂર્ણ શ્રદ્ધા ભાવે. જિનરાજના શાસન તણી, શુભ લાગણી ઉરમાં ધરી; થઈ સર્વ ગણે શ્રેષ્ઠતા, તપગચ્છની તપ જ્ઞાનથી.” તેઓની આજ્ઞા કરી શિરેમાન્ય, અખંડ શ્રદ્ધા ભાવે; ગુણવાન વાચક વર, આરાધતા પર્વ તિથિઓને. પૂર્વાચાર્યોના કથન અનુસાર; તેનું ઉલ્લંઘન એ પૂર્વાચાર્યોની અવગણના કરવા સમાન; અવગણના એ મહાપાપ. એ પાપ સેવી વ્યર્થ ગુમાવે, શું આ મહામુલે નરજન્મ ? પૂર્વાચાર્યોને જ સદા અનુસર્યો, એ મહાન ચારિત્રધારી સાધુવર. વિક્રમ સંવત ૧૭૪૩ માં,
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જૈન ધર્મ વિકાસ સ્વર્ગે સિધાવ્યા દર્ભાવતી (ઈ)માં મોર્ષ શુકલ એકાદશીએ, તેઓ જીવન સાર્થક કરી ગયા; તેમનાં વચન બન્યાં શાસ્ત્ર મંત્રો, ને ઉપદેશ-સમૂહ બ શાસ્ત્રરૂપે શાન્તિનાં ઝરણું વહે છે એ મંત્રોમાં, જિનેશ્વર પ્રભુની આજ્ઞા છે,
એ ચારિત્રશીલ પુરૂષના ઉપદેશોમાં. ધન્ય! એ સરળતા ધન્ય એ નમ્રતા, જેણે કર્યા વિજનેને સરલ અને નમ્ર; અંતરે વિરાજે સદા એ શ્રેષ્ઠ વાચકવર યશેવિજયજી, સવત્ર પૂજ્ય હે સર્વના એ જેણે પ્રસન્ન કરી સરસ્વતી, ૩૪ બીજ મંત્રના પ્રભાવે.
વસંતતિલકા – જેણે જિનેન્દ્ર ચરણે નિજ સર્વ દીધું, વાગીશ્વરી વશ કરી શુભ જ્ઞાન લીધું. ને જે સંઘ-બળમાં પ્રતિભા પુરાવી, શાસ્ત્રો રચી અમર કીર્તિ બધે ધરાવી.
અનુ૫:પ્રભા ફેલાવી શક્તિથી, હૈયે જેને સદા સ્મરું; પૂજ્ય હેમેન્દ્રના સાચા, યશોવિજયજી ગુરુ.
મૌન એકાદશી. પ્રાંતીજ. જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરિશ્વરજીના ઉપદેશથી ચિતોડ-જિનમંદિર
જિર્ણોદ્ધાર માટે મળેલ રકમોની યાદિ –
[ ગતાંક ટાઈટલ પેજના પાછળના પૃષ્ઠથી આગળ ] . . ૧૭૨૪૨-૧૨-૯ સરવાળો . ૧૦૦૦-૦-૦ શેઠ માણેકલાલ ચુનીલાલ અમદાવાદ ૧૦૦૦-૦-૦ મેરખીયા કાન્તિલાલ ઈશ્વરદાસ રાધનપુર ૫૦૦-૦-૦ શા. કાન્તિલાલ બારદાસ , ૨૫-૦-૦
શા. વાડીલાલ પુનમચંદ. ૨૫૦-૦- શા. ભીખાલાલ બાદરચંદ , , ૫૦૦-૦-૦ શેઠ ડોસાભાઈ અભેચંદ ભાવનગર
રૂા, ૧૬૭૪૨-૧૨-૯
Page #11
--------------------------------------------------------------------------
________________
મહત્તા કેની વધારે–શાહ કે શહેનશાહની ?
૧૩૩
મહત્તા કેની વધારે--શાહ કે શહેનશાહની?
(અંક ૩ પૃષ્ઠ ૮૯ થી અનુસંધાન) મહમદ બેગડા અને મે દેદરાણી. લેખક:-શ્રી. મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી–થાણું
ટુંક સમય પછી પાવાગઢમાં, ભયંકર દુષ્કાળે પિતાને વિકાળ પજે પ્રસરા, વરસાદે મુલ દેખાવ દીધો નહિ, તેથી અન્ન વિના લેકે ટળવળવા લાગ્યા, બાપ બેટાનું મુખ ન જોઈ શકે–અને ભાઈ ભાઈનાં દેખતાં ભૂખથી ટળવળતો મૃત્યુ પામે, એ દુર્ઘટ પ્રસંગ આવી લાગ્યો. ખૂદ સુલતાને ઠેકઠેકાણે ભૂખથી દુબળ થએલ અને તરફડતા સેંકડે માણસોને દીઠા, અને હવે જ લાગ બરાબર સધાયો છે, જાણી–વણિકેની બડાઈ કરનાર બંબભટને પ્રતિહારી પાસે બોલાવી મંગાવ્યો, અને તેને કહ્યું, “હે બારેટ ! જેનું તમે બિરૂદ બોલતા હતાં તેનું હવે (દુષ્કાળ નિવારણાર્થે) પારખું બતાવો.” જે વણિકે અન્નદાન આપી આ સમયે દુઃખી જનેને સહાય ન કરે, તે પિતાનું બિરૂદ ખેટી રીતે ગવડાવનાર–અને ગાનાર-બંનેને હું ગુન્હેગાર ગણું શિક્ષાને પાત્ર ઠરાવીશ.
બારોટ સુલતાનની રજા લઈ, તરતજ ચાંપસી મહેતા પાસે આવ્યો અને મહાજનને એકત્ર કરાવી, વણિકને પાણી ચઢાવતાં, તે નીચે પ્રમાણે મહાજનનાં બિરૂદ બોલવા લાગ્યો.
“સીતાહરણ રાવણમરણ, કુંભકરણ ભડઅંત, એતા જે આગે હુઆ, વિણ મહેતા મતવંત. લીએ દીએ લેશે કરી, લાષ કેટ ધન ધાર, વણિક સમે કે અવર નહિ, ભરણુ ભૂપ ભંડાર. ગુણ સમરથ ગુંડારથી, શાહમાંહી સમરથ,
વધે નીપાયા વાયા, સે કાજે સમરથ. આ પ્રમાણેના અર્થસૂચક વચને કહી, તેણે મહાજનને–વિનંતિ કરતાં કહ્યું. “હે અન્નદાતા મહાજન ! અત્યારે સુલતાન મહાજનના અંગે એવો પર પ્રસંગ ઉભો કર્યો છે કે, કાં તે મહાજને ઓ દુષ્કાળના સમયે પ્રજાનું રક્ષણ કરી પોતાનું બિરૂદ સાચવવું–અથવા તે બિરૂદને છોડી દેવું.”
મહાજને સુલતાન અને બારોટ વચ્ચે થએલ વાતચીતને ખૂબ વિચાર કર્યો, અને વાટાઘાટને અંતે સુલતાનને કહાવ્યું કે, “એક મહિનામાં મહાજન ભયંકર દુષ્કાળના નિવારણ અર્થે, અન્નદાન આપવાનું કાર્ય હાથ ધરશે. અથવા પિતાનું બિરૂદ છેડી દેશે.”
-
છે
છે
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જૈનધર્મ વિકાસ
બારેટે જઈ મહાજનને આ સંદેશો સુલતાનને કહી સંભળાવ્યું. મહાજન વતી બારેટની વાત સુલતાને માન્ય રાખી, પછી બારેટ સ્વસ્થાને ગયે.
નગરશેઠ ચાંપસી મહેતાની ડહેલીએ મહાજન એકત્રિત થયું. હાજર રહેલ શ્રીમંત વણિકેએ, એક એક દિવસ અન્ન આપવાનું માથે લીધું. કેટલાકેએ ચાર જણું મળીને એક દિવસ અન્ન-આપવાનું માથે લીધું. આ પ્રમાણે દિવસને સરવાળો કરતાં માત્ર ચારજ માસ થયા. હવે આઠ માસના બંબસ્તનું પાકું જોખમ માથે રહ્યું. એટલે અહીંના શ્રીમંત મહાજનમાં આગેવાન ગણતા ચાંપસી મહેતા, સારંગ મહેતા, તેજેશા વિગેરે આગેવાનોએ રથ જેડી પાટણ તરફ પ્રયાણ કર્યું.
પાટણના મહાજનને આ આગેવાને આવ્યાના સમાચાર મળતાં જ તે સામે આવ્યું; અને વાટાઘાટ બાદ પાટણના મહાજને બે માસ માથે લીધા.
ટીપ માટે નીકળેલ ચાંપાનેરના આગેવાન શેઠીઆએ પાટણથી વૈરાટ (ાળકા) ગયા. ત્યાંના મહાજને માત્ર દસ દિવસ લખ્યા. આમ ફરતાં ફરતાં વીસ દિવસ તે નીકળી ગયા, હવે માત્ર દસ દિવસમાં જ બધું પતાવી ચાંપાનેર જવું જોઈએ. તેમ ન થાય તે બારોટની પ્રતિજ્ઞાન ભંગ થતાં, તે ટેકીલે બારોટ તીસમા દિવસેજ આપઘાત કરશે એમ સૌને લાગ્યું. ખેર–પછી તેઓ ધોળીકેથી ધંધુકે જવા નીકળ્યા. રસ્તામાં બાર ગાઉન આંતરા ઉપર હડાળા નામે ગામ આવ્યું.
હડાળાના રહીશ વણિક ખેમા દેદરાણીને ખબર પડી કે, ચાંપાનેરનું મહાજન ભાગોળેથી ધંધુકે જાય છે. એટલે તદન મેલાંઘેલાં કપડામાં રહેલ, તદન ગરીબ જે જણાતો એ વણિક સામે ગયે અને થાંપશી શેઠ પાસે જઈ અત્યંત નમ્રતાસહિત કહ્યું, “મારા આમંત્રણને સ્વીકાર કરી આપ સર્વે મારે આંગણે પધારે.” એમાનાં મેલાંઘેલાં કપડાં અને દિનતાભરી માંગણી સાંભળી ચાંપશી શેઠને લાગ્યું, “આ તો ભૂખ્યાને ઘેર ઉપવાસી આવે છે, મને ધનની કેટલી જરૂર છે, તેની તેને ખબર નથી, અને ઉલટએ મારી પાસે માંગવા આવે છે” ચાંપશી શેઠે કહ્યું, “હે ભલાભાઈ, અવસર જોઈને જે માંગવું હોય તે માંગે.”
ખેમાએ હાથ જોડી નમન કરતાં કહ્યું, “હે શેઠજી, મારે ઘેર છાસ પીને જાઓ, એટલીજ મારી માંગણું છે.”
ખેમાની વિનંતિનો સ્વીકાર કરી સર્વે તેને ત્યાં ગયા. ખેમાએ ગામના સંઘને પણ પિતાને ત્યાં નેતર્યો, ને સર્વેને સાકરને સીરે કરી જમાડયા. પછી ખેમાએ મહાજનને નીકળવાનું કારણ પૂછયું. ચાંપશી શેઠે ટૂંકમાં બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. બાદ ખેમાએ ચાંપશી શેઠને કહ્યું કે, આ ટીપમાં ખેમા દેદરાણીનું નામ લખી, ખરડે મને સપિ તે હું મારા પિતાજીને વાંચી સંભળાવી, તેમાં યથાશક્તિ રકમ ભરી આપું.
(અપૂર્ણ)
Page #13
--------------------------------------------------------------------------
________________
પર્યુષણકી ભેટ” ને જવાબ
૧૩૫
“પર્યુષી મેર” જવાબ.
(અંક ૨ પૃષ્ઠ ૬૦ થી અનુસંધાન) (રાય સાહેબ શ્રીકૃષ્ણલાલજીની માન્યતાઓનું અવલેકન)
લેખક --મુનિરાજ શ્રી. પ્રેમવિમળાજી મહારાજ, અજમેર, આમ છતાં જૈનધર્મ અને જેન જાતિને ઉતારી પાડવા પ્રયાસ કરવો એ અનિચ્છનીય છે. હિંદુધર્મના પૂજ્ય પુરૂષે પરશુરામ, કૃષ્ણ-આદિનાં જીવનચિત્રો હિંદુશાસ્ત્રોમાં જે રીતે રજુ થયાં છે, તે રીતે સ્વીકારતાં જનસમાજની હરકે
વ્યક્તિને જરૂર સંકેચ થાય. હિંદુ લેખકે એ કૃષ્ણ મહારાજને ગોપીપ્રિય બનાવવા સાથે વ્યભિચારી ચીતરતાં પાછું વાળીને જોયું નથી. અને એથી આજે શિક્ષિત હિંદબિરાદરે તે કલ્પનાઓને વાસ્તવિક છે, એમ સ્વીકારવા તૈયાર નથી. જ્યારે જેનકથાસાહિત્યે કૃષ્ણ મહારાજના જીવનને જે રીતે રજુ કર્યું છે, તે ખરેખર માન ઉપજાવે છે. જૈન લેખકેએ કૃષ્ણ આત્માના ભાવી તિર્થંકરજીવનને ભાવપૂર્વક વંદના કરી છે. બાકી દરેક વાસુદેવે પૂર્વ જન્મમાં નિયાણું કરતા હેવાથી વાસુદેવના ભવે નરક તરફ ગતિ કરે, એ જૈનસાહિત્યને અટલ નિયમ છે. પછી ત્યાં કૃષ્ણને નરકગતિનું જૈનકથાનકે એ સૂચન ક્વેષથી કર્યું છે એ અપવાદ આપ, એ નિરર્થક છે. અટલ નિયમમાં વ્યક્તિગત ચર્ચાને સ્થાન, આપી શકાય નહિ. કદાચ જૈન લેખકે કૃષ્ણવાસુદેવના દ્વેષી હતા એમ આક્ષેપ કરાય. પણ બાકીના આઠ વાસુદેવોને માટે પણ એ નિયમ લાગુ પાડવામાં શું ન્હાનું ખાળી શકાય એમ છે? છતાં આ વાત અહીં પડતી મુકીએ. તોયે હિંદુશાસ્ત્રોમાં કૃષ્ણબંધુ બલદેવને કે જે હિંદુભાઈઓના પુજ્ય પુરૂષ છે, તેમની જૈન લેખકોએ સદગતિ કેમ બતાવી છે? જે જૈનલેખકે એ કૃષ્ણની નરકગતિ હિંદુધર્મપ્રત્યેના દ્વેષથી બતાવી હોય તે તે દ્વેષ બલદેવજીની સદ્ગતિ બતાવવામાં કેમ ન આડે આવ્યો? એટલે એ દ્વેષને આક્ષેપ જૈન લેખકે પર નાંખો એ વાસ્તવિક નથી જ.
હિંદતિ અને મહોત્સવ નિંદનીય મનાયા અને મનાતાં હોય, તે એનું કારણ એજ છે કે ત્યાં ધર્મના નામે સંખ્યાબંધ નિરપરાધી પશુઓની કતલ થતી હતી. અને એ કતલ જૈનસંસ્કૃતિને ગાઢ પરિચય અલ્પ થવા છતાં હજુ અવશેષરૂપે રહી જવા પામી છે. આ હિંસાને સજીવનાદિની દલીલવડે ભલે શ્રેષ્ઠ અને શ્રેયકારિણું માનવામાં આવે, છતાં હિંસા તે હિંસાજ છે. અને હરએક બુદ્ધિશાલી મનુષ્ય સમજી શકશે કે મલીન કપડું કાદવથી નહિ, પણ નિર્મળ જળથી શ્વેત થાય છે તેમ અશુભ સના સંસર્ગથી મલીન થયેલ આત્મા
Page #14
--------------------------------------------------------------------------
________________
જન ધર્મ વિકાસ લેહીના સીંચનથી ઉજવલ થતો નથી. પણ એ અશુભ સાથી વિરૂદ્ધદિશાએ વહેવામાં જ થાય છે.
ભગવાન મહાવીરનું જીવન સાફલ્ય એ ધર્મના ના હિંસા સામે અહિં. સાને ઘેષ જગવવામાં હતું. લેકમાન્ય તિલક મહારાજ આ વાતને વધુ સ્પષ્ટ કરતાં વડેદરા (ગુજરાત)માં ભરાયેલ કોન્ફરન્સના અધિવેશનની સભામાં બોલેલા કે:__ "आज जैनधर्मका महत्व बाह्मणधर्मवाले बराबर समझते नही है. एसा दो हजार वर्ष पहिले नही था. उस वक्त ब्राह्मण और जैनधर्मका बड़ा झगडा चलता था। मीमांसक अर्थात यज्ञयाग करने से मुक्ति मिले, एसा बाह्मणमत चलता था। मेघदुतमें पशुवधका वर्णन करते कवि कालिदासने कहा है कि नदीका पानीभी पशुवध कीये प्राणीओंके रुधिरसे लाल हो जाते थे। ब्राह्मण और जैनामें टंटे का कारण इस प्रकारकी हिंसा था । पशुवध करनेसे मोक्ष नही है, जैसे ठसा कर यदि कीसीने भी दयाकी ध्वजा फरकाई हो तो, उसका मान जैनधर्मका है"
આ ઉપરાંત ઈ. સ. ૧૮૭૫માં પ્રગટ થએલા “સત્યાર્થ પ્રકાશમાં દયાનંદ સરસ્વતી લખે છે કે “માંa fiટ રેના-માંસા દવા ના પૌર વોરા વન જાના”. વધુમાં કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય બ્રાહ્મણાષ્ટક ૩, અ૦ ૯, અનુવાદક ૯ માં લખે છે કે-અપરાવો ઘાપા થરજ્ઞાવાડાથાશ્ચતે હૈ સર્વોપરાવ: यद्रव्या इति । ठा० याम्पशू नुस्तमेऽहन्ना लभते ते नै वा भयान पशुन वरुन्धे ॥ અર્થ-જાતિય સર્વ પશુના સ્થાનમાં પ્રયોગ કરે, તેથી ઉત્તમ દિનમાં ગોજાતિય પશુને (ઓલભન) હવન કરે, તથા વશિષ્ઠ સ્મૃતિના ૧૧ મા અધ્યાયમાં જણાવે છે કે “નિશુલ્લુ ચા મા રેવા માંગુતા જાવંતિ-પશુમાનિ તન્નાવતિ ” “જ્યારે શ્રાદ્ધમાં નિમંત્રણ સ્વીકારવી થજમાનને, ત્યાં કોઈ પણ કારણથી બનાવેલ માંસ પીરસવામાં આવે, ત્યારે જે કઈ તે માંસને ત્યાગ કરે, તે તે પશુના શરીરમાં જેટલા પ્રેમ હોય તેટલા વર્ષો સુધી, નરકમાં માંસને ત્યાગ કરનાર રહે છે.” મનુસ્મૃતિને અવ ૫ મે કળે છે કે-“શ્રાદ્ધ અને મધુપર્કમાં નિયુક્ત કરેલા માંસને જે મનુષ્ય ખાતા નથી, તેઓ મરણ બાદ ૨૧ જન્મતક મનુષ્યપણું પામે નહિ. આ સિવાય હિંદુશાસ્ત્રો જેવાં કે -શિવપુરાણમાં કુમારખંડ અધ્યાય ૧-૨, શિવપુરાણમાં કેટરૂકસંહિતા. અ. ૧૨-૧૩, સતરૂદ્ર સંહિતા અ. ૨૦-૨૬, રૂદ્ર સંહિતા ખંડ ૨ અ. ૧૮૨૮ અને વાયવીય સંહિતા અ૦ ૨૪ શ્રીમદ્ભાગવત સ્કંધ ૮ અ ૧૨ અને મત્સ્ય પુરાણ અ. ૧૫૩ માં, ભગવાન મહાદેવ અને ભગવતી પાર્વતીના નામે જે અશિષ્ટ વિગત પરંપરા રજુ કરી છે, તે હરેક સભ્યતાને શરમાવે તેવી છે. હિંદભાઈએ ઈષ્ટદેવને આ રીતે રજુ કરતાં, ધાર્મિક અંધશ્રદ્ધાથી કદાચ આંચકો
Page #15
--------------------------------------------------------------------------
________________
પપણુક ભટને જવા
૧૩૭
ન અનુભવે, પણ અન્ય સમાજ તે એ સામે પિતાનો વાંધો ચેતવણીને સુર પોકાર્યા વિના રહી શકે જ નહિ. અને આ રીતે જૈન લેખકે હિંદુ દેવની ટીકા કરતા હોય છે, તેને કેમ દોષ આપી શકાય ? ઈસાઈઓ કેઈપણ જાતના ભેદભાવ વિના, દરેક મનુષ્યની સેવા અર્થે શિક્ષણ શાળાઓ, હોસ્પીટલે બાંધવા સાથે, હરેક પ્રકારની આર્થિક મદદ આપવા તૈયાર થાય છે, ત્યારે હિંદુ ધર્મવાળાએ પશુઓને સ્પર્શ કરવાનું જેટલું શ્રેષ્ઠ માને છે, એથી વધુ નુકશાન ગરીબ મનુષ્યને શુદ્ર માની, તેમને હલકી કેટીના સમજી ૫શ કરવામાંય ભયંકર નુકશાન સમજે છે. મુસ્લીમ ધર્મ જ્યારે સુવર જાતિના જાનવરનું માંસ ખાવું, એ વસ્તુ અગ્ય, અને અધમ પ્રકારની સમજવા, સાથે તેજ સુવર નામે જાનવરનું માંસ ખાનારને કાફર શબ્દથી પીછાને છે, ત્યારે હિંદુ શાસ્ત્રોમાંના મસ્ય પુરાણમાં કથે છે કે-“રામાસતુ વૃત્તિ, વનિવિકિ: સવર અને ભેંસના માંસ વડે પિતૃઓ દશ માસ સુધી તૃપ્ત રહે છે. યાજ્ઞવલ્કય સ્મૃતિના અ. ૧ ૦ ૨૫૯ માં કહ્યું છે કે
ऐण रौरव वाराह, शाशे मांसैर्यथाक्रमम् मासवृषध्वाभितृप्यन्ति, दतैरिहपितामहाः
યાજ્ઞવલ્ય સ્મૃતિ. અ. ૧ લે. ૨૫૯મો અર્થ એ પ્રમાણે સુવર તથા શસા વિગેરે જાનવના માંસથી, પિતૃઓ એક એક મહિનાની વૃદ્ધિએ ક્રમાનુસાર સંતેષતૃપ્ત થાય છે.
दशमासांस्तु तृप्यन्ति, वराहमिहिषामिषे शशकूर्मयोस्तु मांसेन, मासानेका दशैवतु.
મનુસ્મૃતિ અ, ૩. શ્રો, ર૭૦ મો. સુવર તથા ભેંસ વિગેરે જાનવરેના માંસથી, પિતૃઓ દશ માસ સુધી તૃપ્ત થાય છે, અને સસલા (બરગેસ) તથા કાચબાના માંસથી, અગ્યાર માસ સુધી પિતૃઓ તૃપ્ત થાય છે.
- ફક્ત સાધુ સાધવીઓ માટેજ
જૈનધર્મ વિકાસના ફાગણ સુદિ ૧૫ સુધીમાં થનારા ગ્રાહકને લવારની પળવાળા પોપટ બહેન તરફથી “તપાગચ્છપટ્ટાવળી” ભેટ આપવામાં આવશે. માટે ગ્રાહક થનાર સાધુ-સાધ્વીઓએ, ચાલુ સાલનું લવાજમ તથા ભેટ પુસ્તકના પિસ્ટ ખર્ચ સહિત રૂા. ૩૦–૦ મનીઓરડરથી માસિકની ઓફિસ ઉપર મોકલાવી આપવા. વી. પ થી મોકલવામાં આવશે નહિ.
Page #16
--------------------------------------------------------------------------
________________
જિન ધર્મ વિકાસ ચિતોડગઢની પ્રાચીનતા દર્શાવતું ખ્યાન.
(લે. પ. સંપતવિજયજી ગણી-વાંકલી.) કુમારપાલ રાજા સિદ્ધરાજ જયસિંહના ભયથી નાસતા ફરતા હતા, તેવા -સમયે એકાદ વખત ચિતોડગઢ આવ્યા, જ્યાં શાંન્તીનાથજી મહારાજના ચિત્યમાં રામચંદ્ર મુનીને દેખીને ચીડગઢની ઉત્પત્તિનું સ્વરૂપ પુછતા, મુનીએ સ્વમુખે વધ્યું કે અહિંથી ત્રણ ગાઉ છેટે દેવતાની નગરીતુલ્ય મનોહર ત્રિગિરી નગરીમાં ચિત્રાંગદ રાજા રાજ્ય કરતા હતા, જેમને વિચારવંત સુજ્ઞ સુમતિ નામના મંત્રી હતા.
સુવર્ણ પુરૂષને સાધવાની ઈચ્છાથી ભૂતાનંદ નામના યેગી, દરરોજ નવનવા જાતના ભેદણ રાજવીને ચરણે છ મહીના સુધી ધરતાં, એક સમયે રાજવીએ ચગીને આમ કરવાનું કારણ પૂછતાં નૃપતીને વીજ્ઞપ્તી કરી કે મહારે વિદ્યા સાધવામાં ઉત્તરસાધકની જરૂર છે, માટે આપ આ કાર્ય મહારૂ પાર પાડી ઘો. રાજાએ ખુશીથી યેગીની તે વિજ્ઞસી દાક્ષિણ્યતાથી સ્વીકારી.
દીવાળી પર્વના આગળના દિવસે કાળી ચૌદશની રાત્રીએ યોગીની સાથે રાજા ઉત્તરસાધક થવા સ્મશાન ભૂમિ ઉપર ગયા, સાથે વ્યવહાર કુશળ અને સમયના જાણકાર સુમતિ મંત્રી પણ ગયા, યેગી છળકપટથી રાજવીને અગ્નીકુંડમાં નાખવાની યુક્તી શોધતા હતા, તેટલામાં અગમચેતી વાપરી મંત્રીશ્વરે, તેજીને અગ્નીકુંડમાં હડસેલી “ખાડે છેદે તે પડે” તે કહેવતાનુસાર તેનેજ (ગીને) સુવર્ણ પુરૂષ બનાવ્યા.
પછી ચિત્રાગંદ શરાએ ધનના અને સુવર્ણ પુરૂષના રક્ષણ માટે, ચીત્રગિરી નગરી પાસેના કુટ નામના પર્વત ઉપર દુહ કીલે બનાવ શરૂ કર્યો, પરંતુ ગમે તેવા હેતુએ છ મહીના સુધી, રાજ્ય જેટલો દીવસે કીલે તૈયાર કરાવે તેટલે રાત્રે નાશ પામે, છતાં રાજવીને કીë કરાવવાને ઉત્સાહ મંદ પામે નહિ, તેથી કુટગિરીના આધષ્ઠાયક દેવતાએ રાજવીની પરિક્ષા જેવા પ્રગટ થઈ રાજાને કહ્યું, કે આ કીલે કરવાને કઈ પણ સમર્થ થયેલ નથી. માટે આ મથ્યા પ્રયત્ન શીદને કરે છે, છતાં રાજવીની દુર્ગ કરવાની મજબુત ઈચ્છા હોવાથી પ્રાણાન્ત કટે પણ દુર્ગને પૂર્ણ કરીશ, તેમ આધષ્ઠાયક દેવને સ્પષ્ટ જણાથતાં, દેવે તુષ્ટ થઈ ફરમાવ્યુંકે, ને મહારૂ નામ જેડી, તેનુ ચિત્રકુટ નામ આપી બનાવીશ, તે તમારૂ તે કાર્ય પાર પડશે. અને તેને રક્ષક હું બનીશ. દેવના આવા વચનથી ઉલાસમાં આવી રાજવીએ આકાશને સ્પર્શ કરી શકે, તેટલે ઉચે કીલે બનાવરાવ્યો, અને તેનું નામ ચિત્રકુટ આપ્યું.
Page #17
--------------------------------------------------------------------------
________________
કળીયુગની દ્રષ્ટિએ આત્મિક વસ્તુઓમાંનું પ્રથમ સાધન. ૧૩૯ તે સમયે આ કિલા ઉપર ચૌદસ કેટ્યાધિપતિઓ અને નીચે સંખ્યાબંધ લક્ષાધિપતિઓને વસાવી રાજવીએ, જાણેકે શ્રીમાનોને પંક્તીભેદ પાડ્યો ન હોય!!! વળી રાજ્યની લક્ષ્મીનો ભંડાર અને સુવર્ણ પુરૂષ પણ કિલ્લામાં રહેતાજ હોવાથી ધનનો લોભી એ કન્યકુબજનો સ્વામિ શંભલીસ તે કીલ્લા ઉપર ચઢી આવ્યો, અને કિલ્લાને તેડવા તેપના ગોળાઓ અને સુરંગના અનેક પ્રયત્નો કરવા છતાં જાણે લેખંડન કીલે ન હોય? તેમ તે કીલ્લામાં જરા પણ ભંગાણ પાડી શક્યો નહિ, એટલે થાકીને કપટજાળ પાથરવાના પ્રયત્ન શરૂ કરી માનીતી વેશ્યાને ધનથી સાધી, તેનાથી જાણ્યું કે રાજ્ય રાજાને કીલ્લાના બારણા ઉઘાડા મુકી ભુખ્યા લેકેને સંતુષ્ટ કરી પછી પોતે જમવું એવી ટેક છે, માટે તેવા સમયે તમે નગર પ્રવેશ કરશે તે જરૂર કબજો મેળવી શકશે, આ સુચના મુજબ ધ્યાન રાખી તેવા જ સમયે એકાએક લશ્કર સાથે નગરમાં પ્રવેશ કરવાથી અને ચિત્રાગંદ રાજા સુવર્ણ પુરુષ સાથે કુવામાં અલોપ થઈ જવાથી શત્રુરાજાએ તેના પુત્ર વરાહગુમને રાજ્યસન ઉપર સ્થાપી, રાજ્યની અને લક્ષ્મીનંદનની લક્ષ્મી લુટી અઢળક દોલત લઈ પિતાના દેશ તરફ ગયે.
ચિતડાધિશ રાણે જેવસિહે વિક્રમ સંવત ૧૨૮૦માં મહાવીર પ્રભુના પાટપરંપરાએ આવેલ, આચાર્ય જગતચંદ્રસૂરીને તપાની પદવીથી અલંકૃત કરી, સીદીયા રાજ્યવંશે પણ તપગચ્છને પિતાને માન્યો છે. એમ કુમારપાલ મહાકાવ્યથી સમજી શકાય છે.
કળીયુગની દ્રષ્ટીએ આત્મિક વસ્તુ
. પ્રથમ સાધન.
(લે. પં. શ્રી કલ્યાણવિજયજી ગણી પાનસર) આપણુ આત્માને અનાદિકાળથી ચોરાસી લાખ યોનિમાં અનંતીવાર ફરતે, આધિ વ્યાધિના (મન તેમજ શરીરનાં) અનંત દુઃખ સહન કરતે; સિદ્ધાત દ્વારા આપણે જાણીએ છીએ. જે જન્મ મરણના ફેરાને નાબુદ કરવા, આત્મિક કલેશેને દુર કરવા, અબાધિત સુખની ગાદીમાં રમવા, આત્માઓને
જવા આપણે આન્તરીક પ્રેરણા હોય છે, જેમ અનંતા છએ અબાધિત સુખની પ્રાણી કરેલ છે, તેમ આપણા આત્માઓ પણે અબાધિત સુખને જરૂર મેળવી શકે. પણ તેવી ભાવના કેળવવા આપણે કઈ દીશાએ વહેવું જોઈએ તે આપણે પ્રથમ વિચારીએ.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જૈન ધર્મ વિકાસ.
જેમ પૂર્વ પુરૂષોએ મહાન વીર્યને ફેરવી, કિલષ્ટ કર્મોને નાબુદ કરી, ઘેર તપને તપી, સદભાવનાને વહેવરાવી, કકચરાને દૂર કરી, દેદીપ્યમાન - આત્માને બનાવી, અનંતાં સુખમાં મગ્ન બની બેઠેલા આપણે સિદ્ધાંતના ઝરા
માંથી સાંભળીએ છીએ, તે તેવા મહાન વ્યક્તિઓની અનેક રીતે વિનયાદિ સેવા આંતર હદયની ઉમીથી બજાવીએ તે જ, આપણે પણ તેવા અનંતસુખના ભક્તા બની શકીએ, માટે તેવા પુરૂષને ય કરે એ જ આત્માને લાભદાયી છે.
આવા મહાન વ્યક્તિઓમાં પ્રથમ દરજે તે આપણા પરમ ઉપકારી તિર્થકર દેવે જ છે. તે દેએ જ્ઞાનદષ્ટિથી શુદ્ધ માર્ગ દેખ્યો, જેયો, અને જોઈને દુનિયાના જીને દેખાડશે, તેવા પરેપકારી આત્માઓએ સ્વપરના ભલા ખાતર જે વસ્તુઓ દુનિયા પર ધરી છે, તે પિકી હું પ્રથમ આત્માઓના આલંબનભુત જિનચૈત્યના દર્શન કઈ રીતે કરી, સ્વઆત્માને ઉંચકેટમાં લાવે તેનું દિગ્દર્શન આપીશ.
- જિન ચૈત્યમાં જે મહાન જ્ઞાનીઓએ અષ્ટકર્મને નાબુદ કરી પરમાનંદપણાને પ્રાપ્ત કરેલ છે, તેવા તીર્થકર દેવેની મૂર્તિઓને સ્થાપીત કરવામાં આવે છે. તેવા પરમ ઉપકારી શાશન નાયક તીર્થકર દેના સ્થાનમાં જતાં પ્રથમથીજ ગ્રહવ્યવહારાદિ કાર્યોને નાબુદ બનાવી, આત્મિક વસ્તુઓને સંગહન કરી પ્રવેશ કરે, તે જ આ સ્થાનમાં આવવાનું પ્રયોજન છે.
જિન ચૈત્યમાં જનારા વ્યક્તીએ અનહદ ઉચ્ચ ભાવના સેવવી જોઈએ અને વિચારવું કે જેમની સમીપ આપણે જઈએ છીએ તે આત્મા કેઈક ભવે તે મહારા કરતાં પણ ઉતરતા દરજે કેમ નહિ હોય? છતાં તે આત્માએ આત્મ વીર્યને ખુબ વિકસાવી, આત્મિક વસ્તુઓને સોધી, આત્મતાના આત્મ વિકાશને મેળવી, આત્મ જ્યોતિમાં મગ્ન બની, અવ્યાબાદ સુખને પ્રાપ્ત કર્યું. તો હું પણ તેઓના ચરણ કમળની સેવા કરી તેઓના જેવું આત્માનંદી સુખ કેમ પ્રાપ્ત ન કરી શકું?
દેરાસરમાં આવવાનું મહારૂ પ્રજન ત્યારે જ ગણાય કે તેમના જેવું આત્માનંદી સુખ હું પ્રાપ્ત કરી શકું તેટલી ઉચ્ચ કોટિની ભાવના તે સ્થાનમાં રહું તેટલે સમય મહારી રહેવી જોઈએ.
જિન ચેત્યમાં જનારાએ પ્રથમ દરજે તે, દેરાસરમાં જતા ચૌરાસી આશતનાઓ ટાળવાને નિશ્ચય કરવો જોઈએ, તે આશાતના કયા પ્રકારની અને કેવી છે તેનું દીગદર્શન આવતાં અંકથી કમવાર આપીશું.
અપૂર્ણ.
Page #19
--------------------------------------------------------------------------
________________
આત્મ-નિવેદન
૧૪૧
1
.
૨
ET-: “આત્મનિવેદન” –
ખૂબ મને મંથન પછી એવા નિર્ણય ઉપર આવ્યો છું કે સંઘ-કે સંસાયટી સૌ પોતપોતાના દાવ ખેલે છે. શાસન સેવાની ધગશથી કંઈપણ કામ કરતું હાય, એવું મને નથી લાગતું. જ્યાં સુધી “હા એ હા” કરતા રહે, ત્યાંસુધી સૌ સારા સારા કહેશે. જરા માત્ર વિચાર ભિન્નતા રજુ કરો કે સ્પષ્ટ સંભળા-એટલે કલાક પહેલાં ગૌતમાવતાર માનનાર એક અધમમાં અધમ સમજશે. આ સ્થિતિ કઈ મનેભાવના સૂચવે છે, એ કહેવાની કે સમજાવવાની ભાગ્યેજ જરૂર હોય! એટલાજ માટે મેં નક્કી કર્યું છે કે કોઈપણ પક્ષના (સુધારક કે સ્થિતિ–ચૂસ્ત) સાધુ તરીકે ન ઓળખાવતાં મહાવીરના સાધુ તરીકે ઓળખાવવું અને કાર્ય કરવું, તેજ વિચારો લખવા, તેજ પ્રવૃત્તિ રાખવી, કે જેથી સંયમને દેષન લાગે, બીજાઓ અધમ ન પામે, અને પિતાને આત્મા સાક્ષી પૂરે તો શ્રાવકના (પછી તે યુવક હોય કે વૃદ્ધ) બંધને દૂર કરવાં, ને વ્યવહાર પૂરતો વ્યવહાર રાખવો. કેઈપણ ચર્ચાને પ્રસંગે ઉપસ્થિત થાય તે વિચારી લેવું કે આમાં ઝંપલાવવાથી કંઈ ફાયદે થાય તેમ છે? કઈ સાંભળે તેમ છે? જે કંઈ ઠીક લાગે છે તેમાં ભાગ લે; નહિ તે થતુ હોય તેમ થવા દેવું. સમય પિતાની મેળે સમજાવશે.
(૨) વર્તમાનપત્રોના પાને કંઈપણ લખવું, એના કરતાં જેનો સિદ્ધાંતના પ્રચારાર્થે સાર્વજનિક પ્રસિદ્ધ. પત્રોમાં લખાય એ વધારે ઈચ્છવાજોગ છે. પત્રોના લેખક તરીકે રહેવા કરતાં સાહિત્યકાર (ગ્રંથોના સર્જક) તરીકે રહેવામાં ઐહિક અને પરલૌકિક લાભ છે એમ મને લાગ્યું છે. મેં મારું હાર્દ સભ્યસમાજ આગળ ખેલ્યું છે. મારી ભાવના અને વિચારો સમાજના સમજવામાં આવી જશે, ઉચિત અનુચિતતાને ફેંસલે મને સમાજ તરફથી જે મળે તે ખરે!!!. | (૩) પાપપ્રવૃત્તિ કરનાર આત્માને જ્યારે જતે દિવસે પણ એ પાપપ્રવૃત્તિ હેવાની ખાતરી થાય છે, ત્યારે એ પાપ પ્રવૃત્તિનું કહે કે અજ્ઞાનજન્ય અપરાધોનું પ્રાયશ્ચિત કરવા પુણ્યના માર્ગ ખાળે છે એ મલી જતાં તરતજ અંત. રમાં પાપના અંધારા પખાળવાની પ્રબલ પુચ્છા પ્રગટે છે. માનવ ભૂલ કરે છે, ભયંકરમાં ભયંકર ભૂલ કરે છે. તેવી જ ભૂલે ભૂતકાળમાં મેં કરી હોવાનું મને યાદ છે. લગભગ ચારેક વર્ષ અગાઉ પિલ-પત્રિકામાં મેં પરમપૂજ્ય બાલ બ્રહ્નચારી આચાર્યદેવ શ્રીવિજયનીતિ સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા વંદનીય પૂજ્ય પંન્યાસજી શ્રી કલ્યાણ વિજયજી મહારાજના પ્રત્યે વિચારભેદને કારણે વ્યક્તિદ્વેષ કેળવી અનિચ્છનીય શબ્દ-હુમલા કરી સમાજને તેમના પ્રત્યેને ચાહે ઓછો કરવા
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જૈનધર્મ વિકાસ
પ્રયત્ન કર્યા હતા અને એમ કરવા બદલ આજે હું ભારે ગ્લાનિ અનુભવી રહ્યો છું. એનું મને અપાર દુઃખ છે. અને તેથી શ્રી જૈન ધર્મવિકાસ પત્રદ્વારા શબ્દ પાછા ખેંચી લેવા સાથે હાર્દિક દીલગીરી જાહેર કરું છું. પૂજ્ય કૃપાળુઆચાર્યદેવ તથા પ્રવરપંન્યાસજીશ્રી મને માફ કરે! કરેલ ભૂલના ભંગ બની નિરંતર ચિંતા મગ્ન રહેવા કરતાં એ ભૂલભર્યા પાપના પ્રાયશ્ચિતને માર્ગ સુલભ કરવામાંજ સાચી માનવતા છે, એમ હું બરાબર માનું છું (૪) છેલ્લા બે વર્ષથી વર્તમાન પત્રોના પાને મેં કંઈ લખ્યું નથી. લખવા ઈચ્છા પણ થઈ નથી. રાણીવાડા,
2 લી. સંત ચરણે પાસક, તા. ૩૦-૧૨-૪૦
ક૯યાણ–વિમળ
વીરશાશન પત્રના આત્મવત “શ્રીકાન્ત” પહેલી પૂનમને પૂનમ માનવા છતાં, બાર તિથીના બ્રહ્મચર્યાદિ ગ્રતવાળા બ્રહ્મચર્યાદિ ન પાળે તે પૂનમની વિરાધના કરતા નથી, તેમ જણાવે છે.
| (લે. પં. લાભવિય ગણી રાધનપુર )
સં. ૧૯૬ના આસો વદીમાં રાધનપુરના માસ્તર મણીલાલ કાળીદાસે “વીરશાસન” એકીસને પત્ર લખી પુછાવેલ કે–મારે બાર પર્વ શિયળ આદિ પાળવાને નિયમ છે, હું કારતક સુદિ પહેલી પૂનમને પૂનમ તરીકે માનું છું, કારણ કે જેધપુરી ચંડાસુચંડુના પંચાંગમાં બે પૂનમે લખેલી છે, માટે પહેલી પૂનમે મહારા લીધેલા શિયળાદિ નિયમનો ભંગ થાય તે પ્રાયશ્ચિત લાગે કે નહિ? જેને “વીરશાસન” પત્ર તરફથી શ્રીકાન્તની સહિથી તા. ૨૭-૧૦-૧૯૪૦ના પત્યુત્તર મલ્યો કે ફલ્યુતિથી એટલે નકામી તિથી એટલે તે દિવસે તમે પહેલી પૂનમને પૂનમ માનવા છતાં આપ તે દિવસે બ્રહ્મચર્યાદિ ન પાળો તો એથી તમે પૂનમની વિરાધના કરતા નથી. કારણ કે “વૃદ્ધી ઉત્તરા”ની આજ્ઞા મૂજબ બીજી પૂનમના દિવસે જ પૂનમની આરાધના કરવાની હોય. જેમ ભાદરવા સુદિ ૪ માનવા છતાં તે દિવસે શ્રીસંવત્સરીની ક્રિયા કરતા નથી, તે શું આપણે ભાદરવા સુદિ ૪ની સંવત્સરીની માન્યતા તજી એમ કહેવાય? નહિ જ. એજ રીતીએ બે પૂનમમાં પહેલી પૂનમ ફલ્યુ એટલે નકામી, અને બીજી પૂનમે પૂનમની આરાધના, છઠ્ઠ તપ તે ચૌમાસીના પ્રાયશ્ચિતનો છે, અને તે તેરસ ચૌદસને થઈ શકે છે, એ પાઠ સેન પ્રશ્નમાં છે, છતાં ચૌદસ પૂનમે જ છઠ્ઠ ને તપ કરે એ પાઠ હોય તે ઍકલજો, આથી આપ તેરસ ચૌદસને છઠ્ઠ કરી નિયમાદિ માટે, બીજી પૂનમના દિવસે જ પૂનમની આરાધના કરશે. શાસ્ત્રની આજ્ઞા મુજબ બે પૂનમની બે તેરસ થઈ શકે નહિ, તેના કારણું ઉપર લખ્યા છે.
. લી. શ્રીકાન્ત, .
Page #21
--------------------------------------------------------------------------
________________
વરશાસનના સંચાલક શ્રીકાન્તના પત્રની સમીક્ષા.
૧૪૩
સદરહ પત્ર મળ્યા પછી અમે. “વીરશાસનના સંચાલક શ્રીકાન્તને પુછી એ છીએ કે, પહેલી પૂનમને નકામી તિથી ગણે છે તે તે તિથીએ દેવ–પૂજા વ્રત-પચ્ચખાણ, સામાયિકાદિ કાર્યો કરે તેનું ફળ કંઈ પણ થાય કે નહિ? જે તમારી માન્યતા મુજબ ન થાય તે, તાજેતરમાં બે પૂનમ માનનારા પક્ષવાળાઓ એ ઉપધાન તપ કરાવેલ, તે વખતે ફલ્ગ તિથીએ જે તપ અને ક્રિયા કરાવી તે નિષ્ફળ ગણી તેનું ફળ કાંઈ મળશે જ નહિ ને? તમે ભાદરવા માસને દાખલ આપે છે પણ તે આખા માસમાં કરેલા પૌષધ, સામાયિક, તપ, પ્રતિક્રમણું, પચ્ચખાણ આદિ ધાર્મિક કાર્યોનું તમારી માન્યતા મુજબ તો ફળ થાય જ નહિને? વળી આપના ઉપરોક્ત પત્રના કથન મુજબ પહેલી પૂનમને પૂનમ માનવા છતાં શિયળાદિ વ્રતને ભંગ કરે તે તેને દેષ લાગે નહિ? અમારી માન્યતા મુજબ તે દેષ લાગે જ, પણ જાણી બુજીને એટલે પૂનમને પૂનમ માનવા છતાં શિયળાદિ વ્રતનો ભંગ કરે છે તે અર્ધગતિએ જવા વાળો થાય, એમ શાસ્ત્રકારે જણાવે છે. છતાં પર્વતિથી માની તે દિવસે વ્રતનો ભંગ કરે તો પણ દેષ ન લાગે, તેવું છડેચક કહેવામાં વિરશાશનનાં સંચાલક શ્રીકાન્ત જરા પણ અચકાતા નથી. ભગવતી સૂત્રમાં કહેલ છે કે, “ચૌદશની સાથે પૂનમ જેડલારૂપ છે. અને આઠમ, ચૌદશ, અમાવાસ્યા ને પૂનમના પૌષધ કરવા” તેથી ત્રણે ચોમાસીમાં ચૌદસ પૂનમનેજ છઠ્ઠ કરવો જોઈએ, આગળ પાછળ થાય જ નહિ, અશક્તિ એ જ તપ પૂરે કરી આપવાનું છે. બાકી છતી શકિતએ છઠ્ઠ ચૌદસ પૂનમને ન કરે તો તે શાસ્ત્રને ઉત્થાપક જ કહેવાય.
તપાગચ્છના સ્થાપક જગતચંદ્રસૂરીથી માંડીને વિજયપ્રભસૂરી સુધિ, એટલે તેરમી સદીથી તે અઢારમી સદીના પ્રારંભકાળ સુધિ, કારતક સુદિ પહેલી પૂનમને બીજી તેરસ કરી, તે પ્રમાણે ગીતાર્થ પૂર્વાચાર્યો એ આચરણ કરી, સકલસંઘને આચરણું કરાવેલ છે. માટે તે પૂર્વાચાર્યોના પુનિત પગલે ચાલીને આરાધના કરવી, એ જ વ્યાજબી છે.
અમોએ વયેવૃદ્ધ આચાર્યદેવ શ્રીસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને, માગસર સુદી ૧૨ના પત્ર દ્વારા અમુક પ્રશ્નો પુછેલ હોવા છતાં તે પત્રને આજ પર્યત અને પ્રત્યુત્તર મળેલ નથી.
પાનસર તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ પાનસરમાં મુખ્ય દેરાસરની આજુબાજુ બે નવા ચિત્ય બનાવી, તેમાં વળીયાવાડને માર્ગ સુધરાવતા આદિનાથ અને શાન્તીનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાઓ નીકળેલ તે, પ્રતિમાઓને સ્થાપિત કરાવવાની હોઈ શેઠ ઉમેદચંદ વીરચંદ તથા શા. ડાહ્યાભાઈ કાળીદાસ તરફથી પતિષ્ઠા કરાવવાની આમંત્રણ પત્રિકાઓ કાઢી મહા સુદિ ૧૩ થી પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરી મહા વદિ ૬ ના પ્રતિષ્ઠા કરવાનું તથા નકારસી રાખવામાં આવેલ છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જૈન ધર્મ વિકાસ જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી ફી વાચનાલય અને જ્ઞાનમંદિરનું
દીગ-દર્શન. . આચાર્યદેવ શ્રીમદ્દ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજની પિતે સંગ્રહિત કરેલા પુસ્તકે, પોતાના પરિગ્રહ તરીકે માત્ર કબાટમાં સીલબંધ પડ્યા રહે, અને કબાટે ભાવે, કે ઉધાઈ ખાય તેના બદલે તે સાહિત્યના અનેક વ્યક્તિઓ લાભ લઈ શકે, તેમજ તે પુસ્તક સમૂહ સમાજગી બને, તે ખાતર જ્ઞાન–મંદિર ખેલી સમાજના ચરણે ધરવાની ભાવના હતી. પ્રભાવશાળી આત્માની મનવાંછના ત્વરાથી સિદ્ધ થાય છે, એ કહેવતાનુસાર તરતમાં જ પુસ્તકાલય માટે મકાન બનવરાવી આપવા આચાર્યશ્રીના અથંગ ભક્ત કાચીનનિવાસી શેઠ જીવરાજ ધનજી લીલાધરે રૂ. ૪૦૦૭ ની નાદર રકમ આપી, દેરાસર સામે ગાંધીરોડ ઉપર આવેલું મ્યુનિસીપાલ નં. ૫૬–૧ વાળું મકાન બનાવરાવી શેઠશ્રીએ જૈનાચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી જ્ઞાન મંદિર અને ક્રી વાંચનાલય માટે સંવત્ ૧૯૮૮માં સમાજના ચરણે ધર્યું.
નિવાસની ઉણપ પૂર્ણ થતાં તેને નિભાવવાને પ્રશ્ન ઉભું થતાં, જેને પણ આચાર્યદેવના અડગ ભકત કાળુશીની પળવાળા શેઠ નાથાલાલ હઠીસંગે આ સંસ્થા અવિચ્છિન ટકી રહે તે ખાતર, એક સારી રકમ ઇલાયદિ કાઢી તેના વ્યાજ રૂપે દર સાલ વાર્ષિક રૂ. ૩૦૦ નિભાવ–મદદ તરીકે સંવત ૧૯૮૯ થી નિયમીત આપે છે. તેથી તે જરૂરત પણ પૂર્ણ થવા પામી છે.
જીવરાજ શેઠ અને નાથાલાલ શેઠ એ બને મહારાજશ્રીના મૂંગા ભક્ત હોવાથી આચાર્યદેવની સેવા કરવામાં ખડે પગે ઉભા રહેતા, અને તેમની હયાતી દરમિયાન તેઓએ આચાર્યદેવના અનેક કાર્યોને પ્રોત્સાહન આપી, સારી રકમેની આર્થિક મદદ જાહેરાતની આકાંક્ષા સિવાય કરેલ છે.
અને શેઠેના સગત થયા બાદ શેઠ જીવરાજના ધર્મપત્ની હીરુબહેને અને શેઠ નાથાલાલના ધર્મપત્ની કુલીબહેને પણ આચાર્યદેવ પ્રત્યે પોતાના મહેમ પતિઓની માફક પૂજ્ય ભાવ રાખી, તેમની અનુજ્ઞના મુજબ ધર્મશાળા, ઉદ્યાપન, જીર્ણોદ્ધાર આદિ ધાર્મિક કાર્યોમાં મહમના શુભ દ્રવ્યો સવ્યય કરેલ છે. અને હજુ પણ આચાર્યદેવના દરેક કાર્યને આર્થિક મદદથી પ્રોત્સાહન આપી રહ્યા છે.
અંતમાં બને બહેનોને અમારી સૂચના છે કે તેઓના મહેમ પતિઓના નામનું સ્મારક જળવાઈ રહે તેવી રીતે દરેક બહેન તેઓના પતિઓના સમર્ણાર્થે જ્ઞાન-મંદિર અને ફી વાંચનાલય માટે એકેક સ્વતંત્ર મકાન બંધાવી આપી, આચાર્યદેવના સાહિત્યને રક્ષણ આપી, તે જરૂરત સંપૂર્ણ કરી આપે. એજ અભ્યર્થના.
. .
- તત્રીસ્થાનેથી -
Page #23
--------------------------------------------------------------------------
________________
જૈનધર્મ વિકાસ
જૈનાચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી જ્ઞાનમંદિરના
ઉત્પાદક
પિષક
Page #24
--------------------------------------------------------------------------
________________
, અનુગાચાર્ય ૫. તિલકવિજયજી ,
જેઓ પિસ વદિ ૧૪ ના રોજ કાળધર્મ પામ્યા છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
ચનુગાચાર્ય પં. તિલકવિજયજી મહારાજને સમાધિ-કાળધર્મ ૧૪પ
અનુયોગાચાર્ય પં. તિલકવિજયજી મહારાજનો સમાધિ-કાળધર્મ, - સદ્ગતને જૈનતિભૂષિત કાઠીયાવાડ મધેના સૌરાષ્ટ્ર પ્રદેશ નજદિક વાંકાનેર ગામમાં શ્રેષ્ઠીવર્ય માનસંગની ભાર્યા ઝવેરબાઈના કુક્ષીએ સં. ૧૯૪૬ ના મહા સુદી ૧૧ ના જન્મ થતા, તેમનું નામ ત્રીવનદાસ પાડવામાં આવ્યું. બાળપણથી જ ધર્મભાવના જાગૃત થતાં એકવીસ વર્ષ સુધીની ઉમરે પહોંચવા, અને વડીલોને અત્યંત આગ્રહ હોવાછતાં લગ્ન ગ્રંથીથી જોડાયા જ નહિ, અને બાવીસમા વર્ષમાં પ્રવેશતાં જ મેટીચંદરમાં ભગવતિ દીક્ષા ગ્રહણ કરી જૈનાચાર્ય વિજયનિતીસૂરીશ્વરજીના શિષ્ય પં. દાનવિજયજી ગણના શિષ્ય થઈ, અધ્યયન અને ક્રિયાકાંડમાં મસગુલ રહિ એક સારા વ્યાખ્યાનકાર અને શુદ્ધ ક્રીયાપાત્ર બની, સમાજની દષ્ટીએ એક આદર્શ સાધુ મનાવા લાગ્યા. સંયમ દરમિયાન તેમણે તપસ્વીનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું તેમ કહીએ તો અધિક તો નજ ગણાય, કેમકે તેમણે બે માસખમણ, આઠ, સોળ, છ, પંદર, સત્તર, અઠ્ઠાઈ, વર્ષીતપ, સિદ્ધિતપ, પાત્રીસ ઓળી વર્ધમાનતપની, બે-ચત્તારી અઠ્ઠ દશદેય ઉપરાંત અનેક છઠ્ઠ અઠ્ઠમે કર્યા હતાં.
તેઓને, સંયમભાર વહન કર્યા પછી તરતજ ગુરૂએ આચાર્યદેવની સેવામાં રાખેલ અને તેમની ખંતીલી કાળજી નીચે અધ્યયન કરાવી સારા વિદ્વાન બનાવી, . કપડવંજમાં સં. ૧૯૮૭ ના કારતક વદિ ૫ ના ગણિપદ અને કારતક વદિ ૮ના પંન્યાસપદ અર્પણ કર્યું. તેઓના સદુપદેશથી ત્રણ ભવ્યાત્માઓએ પ્રવજ્યા ગ્રહણ કરી, જેઓના નામ ૧ મુનિ હિરવિજયજી, ૨ મુનિ ભાનુવિજયજી, ૩ મુનિ હેમવિજયજી રાખવામાં આવ્યા, વળી ભાનવિજયજીના સુબેધવિજય નામના શિષ્યને પણ તેમનાજ વરદ હસ્તે પ્રવજ્યા અપાઈ હતી.
અતિ તપશ્ચર્યાના લીધે શારિરીક સ્થીતિ ઉપર અસર થતાં ભગંદર, ક્ષય, અને કેનસર આદિ અસાધ્ય રોગો સં. ૧૯૯૩ થી દાખલ થયા, ક્રમાંતરે રેગોની વ્યાધિ ભોગવતાં સં. ૧૯૯૭ ના પિસ વદિ ૧૪ ને રવીવાર સહવારના ૬ વાગતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
સદગતના સ્વર્ગગમનથી સમાજમાં એક પ્રખર વ્યક્તિની ખોટ પડેલ છે. અને અત્રે જૈન સમૂહને મેટો ભાગ શોકમાં ગરકાવ થઈ જતાં સમસાન યાત્રામાં હજારે માણસોની મેદની જામી હતી. ડોસીવાડાની પિળથી ચાંદલાઓળ સુધી હકડેઠઠ શેકાગ્ની વદને જનતાને સમુહ જામી રહ્યો હતે. સદગતની માંદગીના અંગે ડેહલાના કાર્યવાહકે ઝવેરી ડાહ્યાભાઈ સવચંદ, શાહ ત્રીકમલાલા ડાહ્યાભાઈ અને શેઠ ચંદુભાઈ તારાચંદ આદિએ અથાગ સેવા અર્પણ કરેલ છે
Page #26
--------------------------------------------------------------------------
________________
*
જૈનધમાં ઉકાસ
સમાજના ચરણે નિવેદન જૈનાચાર્ય વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે વીર-શાશન તા. ૧૫-૧૧-૪૦ માં પૂજ્યશ્રી આણંદવિમળસૂરીશ્વરજી મહારાજના નામવાળું પાનું જે શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સાચુ છે, એ પુરવાર થઈ જાય છે તેમ માનવા, અને કરવા તૈયાર છું, અરે ભાઈ! અત્યાર સુધી અમે આ જે કર્યું તેનું પ્રાયશ્ચિત લેવા પણ તૈયાર છું.” આ પ્રકારનું આહાન થતાં અમેએ તે આન્હાનને સ્વીકાર કરી તે પાનું શ્રીતપાગચ્છની માન્યતા મુજબનું શ્રી શ્રમણુસંઘની મધ્યસ્થ કમીટી કે જે શ્રી આચાર્યદેવ પિતે નીમે તેની પાસે સિદ્ધ કરી આપવા તા. ૨૩–૧૧–૪૦ થી પત્ર-વ્યવહાર શરૂ કરી માગશર સુદી ૧૧, માગશર વદી ૭ અને પિષ સુદી ૧૫ એમ ત્રણ મુદત આપી તે દરમીયાન ઉપરોક્ત માંગણી મુજબની કમીટી નીમી અમને જણાવતાં અમે પાનું સિદ્ધ કરી આપવા તૈયાર છીએ, તેવી મતલબની વયેવૃદ્ધ આચાર્યશ્રીને અમે એ વારંવાર વિજ્ઞપ્તિ કરેલ, છતાં હજુ સુધી તેવી કમીટી નીમી અમેને જણાવેલ નથી. મુદત બધી સંપૂર્ણ થઈ ગયેલ છે. અમે હજુ વધુ સમયની મર્યાદિત મુદત આપત, પરંતુ અમારા પરમપૂજ્યશ્રી આચાર્યદેવ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ કેટલોક સમય થયા બીમારી ભેગવતા હવા સાથે તાજેતરમાં વધુ બીમાર હોવાથી તેમના ચરણે અમારી સેવા અર્પવા, અમારી જેટલી બને તેટલી ઉતાવળથી તે પરમપૂજ્ય ના ચરણમાં હાજર થવાની ઉત્કંઠા હોવાથી, અમે પિસ વદી ૪ ને શુકવારના અત્રેથી વિહાર કરી વાંકલી તરફ જવાના છીએ.
- આ વિહારની એટલી બધી અગત્યતા છે કે, તેમાં અમે જેટલી ઢીલ કરીએ તેટલી અમારામાં ગુરૂભક્તિની ન્યૂનતા છે એમજ જનતાની દ્રષ્ટીએ દેખાય, તેથી મયાદિત સમયની મુદત આપી અમે અત્રે બેસી રહી ન શકીયે એ જનતા પણ સમજી શકે તેવું છે.
છતાં પણ અમે એ વૃદ્ધ આચાર્યદેવને વિનંતી કરીએ છીએ કે, અમારી માગણી મુજબની શ્રીશ્રમણસંઘની મધ્યસ્થ કમીટી આપશ્રીને જ્યારે યોગ્ય લાગે ત્યારે નીમી, અમે જ્યાં હોઈએ ત્યાં જણાવશો તે અનિવાર્ય અગવડ તેમજ અમારા પરમપૂજય આચાર્યદેવની શારીરિક સ્થીતિના અંગે અમને રોકાવાની જરૂરત નહિ હોય, તે વગર વિલંબે તે કમીટી રૂબરૂ આવી તે પાનું શ્રી તપાગચ્છની માન્યતા મુજબનું સિદ્ધ કરી આપવા માટે હાજર થઈ પાનું સિદ્ધ કરી આપીશું.
આ ઉપરથી સમાજ સમજી લે કે તે પૂર્વાચાર્યના પાના પ્રત્યે અમારી કેટલી શ્રદ્ધા છે કે ગમે ત્યારે પણ તે પાનું સિદ્ધ કરી આપવા વિના વિલંબે અમે તૈયાર જ છીએ.
સં. ૧દ્ધ૭ના પિસ વદી ૩ ને ગુરૂવાર . પં. કલ્યાણવિજયજી લવારની પળ-અમદાવાદ)
Page #27
--------------------------------------------------------------------------
________________
વાંકલીમાં મહામંગળકારી ઉપધાનતપ મહોત્સવ
૧૪૭
વાંકલીમાં મહામંગળકારી ઉપધાનતપ મહત્સવ.
જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી વાંકલીના શાહ હજારીમલ જવાનમલ કોઠારીવાળા તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાનું નક્કી થતાં, આચાર્યદેવને ઘણા જ ભક્તીભાવ પૂર્વક સીવગંજથી વાંકલી લાવી આડંબર પૂર્વક સામૈયુ કરી નગરપ્રવેશ કરાવી, ઉપધાન પ્રવેશના મુહૂર્તો પંચની રૂબરૂ પિસ વદી ૧૦ અને પિસ વદી ૧૪ ના એમ બે નક્કી કરી સંઘ આમંત્રણ પત્રિકાઓ કાઢવામાં આવેલ, તે મુજબ પાસ વદી ૧૦ ના પ્રથમ પ્રવેશ દિને પચીસેક પુરૂષ અને બાળકુમારીકાઓ સહિત નારીસમૂહ સાડાચારસો દાખલ થયેલ છે, બીજા પ્રવેશ મુહૂર્ત પંદરેક પુરૂષ અને સવાસે સ્ત્રીઓએ પ્રવેશ કરેલ છે. આ રીતે ચાલુ વર્ષમાં જુદા જુદા ઠેકાણે મળી પચીસેક જગ્યાએ ઉપધાન થયેલ, તે દરેક સ્થળ કરતાં આરાધકની સંખ્યા આ સ્થળે વધુ પ્રમાણમાં થયેલ છે. આ મહોત્સવના અંગે ઉક્ત શેઠશ્રીની પચીસેક હજારથી વિશેષ રકમને સવ્યય કરવાની ભાવના છે. તેમની ઈચ્છા કેઈની પણ ટળી લેવાની નહોતી, છતાં પંચના અતિઆગ્રહને વશ થઈ છે ઉપરાંત આરાધકોની સંખ્યા હોવા છતાં, માત્ર રૂા. સવાબની ઊચક રકમ લઈ ટેળી આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
આ રીતે આરાધકે, વધુ બે પડતાં અટકી ન જાય તેનું, આ પ્રસંગમાં ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. અમે તપની આરાધના કરાવતા દરેક ભાવીક શ્રીમાનોને આરાધકે ઉપરના બેજાએ ઓછા કરવા ખાસ વિનવીએ છીએ, કે જેથી આરાધનામાં અવરોધ થતા અટકે, અને તપની આરાધના ભાવીકો સહેલાઈથી કરી શકે.
આ પ્રસંગે ગામને, જુદા જુદા સ્થળે કબાને ઉભી કરી ધ્વજાઓ ફરફરતી મૂકી, અને પેમેક્ષ બત્તીઓના પ્રકાશથી શુશોભિત બનાવી દીધેલ હવા ઉપરાંત, આરાધકને મળવા જે મહેમાન આવે તેમના માટે રસોડ ખેલવામાં આવેલ છે, કે જેનો પણ દરરોજ ત્રણ જણ લાભ લે છે. આ રીત શેઠશ્રીના નાણાને સ્વધમી બધુઓની સેવામાં સદ્વ્યય થઈ રહ્યો છે.
આચાર્યદેવની તબીયતમાં અસ્વસ્થતા - જૈનાચાર્ય વિજયનીતિસૂરીજી મહારાજની તબીયત પાંચેક માસ થયા નાદુરસ્ત રહે છે, તેમાં પણ તાજેતરમાં સવગંજથી વાંકલી ગયા બાદ શારીરિક સ્થીતિમાં વધુ બિગાડે થતાં, તેઓશ્રીના શિષ્યસમુદાય અને ભક્તજનેના હૃદયમાં ચિંતા ઉભી થતાં મોટા ભાગના શિષ્ય-પરિવારે ગુરૂદેવની સેવામાં પહોંચવા વિહાર કરી ચુક્યા છે. અને આચાર્ય હર્ષસૂરિજી આદિ કેટલાક વાંકલી આવી પણ પહોંચ્યા છે. ઉપરાંત અનેક ભક્તજને મહારાજશ્રીની શારીરિક સ્થીતિ નિહાળવા
Page #28
--------------------------------------------------------------------------
________________
१४८
જૈનધર્મ વિકાસ . વાંક્ષી આવેજ જાય છે. કેટલાક તે આચાર્યદેવના રોગનું નિદાન કરાવવા વૈદ્ય અને ડેકટને પણ સાથે લાવેલા, આ બધા પરિશ્રમના અંતે ગુરૂદેવની તબીયતમાં કાંઈક આશાજનક સુધારે જણાતો હોવાથી હાલમાં બધા ચિંતા મૂક્ત બન્યા છે.
ગુરૂદેવની બીમારીમાં સીવગંજની સ્ટેટ હોસ્પીટલના ડેકટર મી. ભદ્રનારાયણભાઈએ રાત્રી કે દિવસ જોયા વગર, અથાગ શ્રમ લઈ અનન્ય ભક્તીભાવથી ખડા પગે કેઈપણ જાતના લાભ વિના જે સેવા કરેલ છે. તે બાબત તેમને અમે મુબારકબાદી આપીએ છીએ,
આચાર્યદેવને વૈદ્યો અને ડેકટના નિદાન મુજબ આંતરડાં અને લીવર ઉપર સેજા હોવાનું જણાયેલ છે, અને તેથી પિટ ઉપર આફરી અને અકળામણ વધુ રહેવા સાથે પગ ઉપર સેજા આવી ગયેલ, પણ હાલમાં ઉપરોક્ત ડેકટરની દવાના પ્રયોગથી સોજા અને આફરી ઓછી થયેલ છે, અને તેથી ગુરૂદેવને અમુક અંશે રાહત છે. બાકી ખેરાકના અભાવે અશક્તી તે વધતી જાય છે. પણ લાંબા અંતરે સારૂ થઈ જવાની આશા વધી છે.
પત્ર-પેટી ઊપાધ્યાય જમ્બવિજયજીને પડકાર– કારતક વદના જૈન પત્રના અંકમાં પર્વતિથી વિષયક ઊ૦ જવિજયજીને અમેએ બાર પ્રશ્નો પુછેલા, તે વાતને આજે દેઢ માસ વીતી ગયે, છતાં તેમણે વીરશાસનમાં એક પણ પ્રશ્નનો જવાબ આપે નથી. આ ઉપરથી જાહેર જનતાને માનવાને કારણે મળે છે કે, તેમની પર્વતિથી વિષયક ક્ષય વૃદ્ધિની માન્યતા જિનાગમ વિરૂદ્ધ અને કપલ કલ્પિત છે. જે તેમની માન્યતા સાચી હોય તો જૈન સિદ્ધાન્તાનુસારે શા માટે ખુલાસો બહાર ના પાડે, હજુ પણ અમે ચેલેન્જ કરીને કહીયે છીયે કે પર્વતિથી વિષયક ક્ષય વૃદ્ધિની બાબતમાં જે તમારે શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છા હોય તે, તિષનું જ્ઞાન ધરાવનાર જૈન જૈનેતર મધ્યસ્થ વિદ્વાનોની એક કમીટી નિમે, તે કમીટી બને પક્ષના શાસ્ત્રીય પુરાવા સાંભળીને જે નિર્ણય આપે, તે ઉભયને માન્ય રાખવો. એમ બને તેજ પ્રસ્તુત ચર્ચાનો અંત આવે અને અભિન્નપણે પર્વતિથીની આરાધના થાય, તે માટે અવશ્ય તમે પોતાની સહીથી પ્રતિજ્ઞાપત્ર બહાર પાડશે. આ ચર્ચા ઉભયને માન્ય નીચે જણાવેલ શાસ્ત્રને અનુસાર કરવાની છે.
(૧) સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ટીકા (૨) તિષકરંક સુત્ર ટીકા (૩) લેકપ્રકાશ ગ્રંથ (૪) શ્રાદ્ધ વિધિ ટીકા. આ સિવાય બીજા કોઈ પણ ગ્રંથને આશ્રય લે નહી.
લી- મુનિ કલહંસવિજય. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણલય.” જુમા મજીદ સામે-અમદાવાદ પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જેને ધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્યશ્રી
- વિજયનીતિસૂરિશ્વરજી ઘાંચનાલય. ૫૬/જ રીચીડ-અમદાવાદ - - -
Page #29
--------------------------------------------------------------------------
________________
પર રરરરર
વર્તમાન વસ્તિ ગણત્રિદારે માટે
સૂચના.
'* * * * * *
*
(બત્રીસા સવૈયા) સાધુ, ફકીર, ભિખારી, કેદી, ઇસ્પિતાલના દરદીઓ; ગરીબઘર ને બેકિંગ વસતા, વળી વિશીને ઉતારૂઓ. ઘર વગરના રખડુઓની, પહેલી માર્ચે નેંધ કરે બાવીસથી અઠ્ઠાવીસ સુધી, ઘરબારીની સ્લિપ ભરો. ૨ પ્રથમ અંકની ડાબી બાજુએ, ફુલની નીચે ગામ લખો; ગામ નીચે ઘર નંબરને પછી કુટુંબને નંબર લખવે. ૩
બાવીસ પ્રશ્નો પુછીને નોંધવા વિષે – પ્રથમ નામ લખી અંક બીજે, જે હોય મરદ તો “મ” કરે; અગ્નિ ખૂણો સ્ત્રીની સ્લિપને કાપે, હીજડાને નરમાં ગણવે. ત્રિજે અંક લખી જ્ઞાતી, ચોથે અંક, પૂછીને ધમ ભરે;
અંક પાંચમે નીચે કહેલા ચિન્હ, શીખી તે ચિન્હ કરે. રાંડ્યાનું આ x પરણ્યાનું આ v, કુંવારાનું આમ ૦ કરી; તલાક કે “ત” દશાવી, છઠ્ઠા પ્રશ્નને પૂછો ફરી. ઉંમર શેાધી તે ઉંમરના છઠ્ઠા અને વર્ષ લખો એક વરસથી ઓછી હોય તો, શુન્ય વરસને માસ લખો. અંક સાત ને આઠ ફક્ત, જણનારી ઓરતને સારૂ, વાંઝણી (તથા) નરની ચોકડી, મૂકી ભાઈ તમે ભરજે વારૂ. થયેલ બચ્ચાં તણો અંક લખી, લખો કોંસ ()માં જીવતાનો; પ્રથમ સુવાવડ સમયની વયનાં, વર્ષ વિવેકથી લખવાનાં. ચતુર તમે ચેતીને નવમા અંક, તણું સૌ ચિન્હ કરે; પાલકનું આ આશ્રિતનું આ “વ પરાધીનનું આમ v ભરે. દસમા અંકે પાલક કેરી સ્લિપ, વિષે ચોકડી ૪ કરવી, પાલકનો ધધો પૂછી આધીન, (અને)આશ્રિતની સ્લીપ ભરવી પાલક(અને) આશ્રિત નિજ ધંધામાં રેકે ઘરનાં કે પરનાં પગારીની સંખ્યા “અ” આગળ, બ” આગળ લખીએ ઘરનાં, ઘરનાં કે. પરનાં બેમાંથી, જેઓને રોક્યાં નવ હોય; તેઓની “અ” કે “બ” સામે, શુન્ય તમે કરજે સૌ કોઈ. ૧૩ ૯ સોળ વરસથી મોટા આધીન, પાલક, (અને) આશ્રિતને પૂછી અંક બારને તેજ ભરીએ, લઘુ વયનાં આધિન મૂકી. ૧૪ / 85%
કરન્નઇનઝરપ
%
%
%
-%
Page #30
--------------------------------------------------------------------------
________________ - 0 1 for HostG-561931 - - 3 - રર - Jain Dharma Vikas (Monthly) Regd. No. B 4494 Fઝઝઝનન.૧ર૧ર%%%% ધંધથનું ચિન્હ આમ જ ને, નિરૂદ્યમીનું આ 4 કરીએ; ધંધો શોધ્યાની મુદતના, માસ તેર અંકે ભરીએ. 15 અંક ચૌદમે આવક કેરાં, સઘળાં સાધન બતલા; ધંધા ને પેટા ધંધાની પૂરી વિગત દશા. પંદર અંકે આશ્રિતને, (અ) પેટા ધંધાથીને પૂછી, કરો કાયમ ધંધાનું ચિન્હ આ V, અગર માસની મુદત લખી, પગારદારને પૂછીને, અંક સળગે ભરવાને; તેઓના માલીકના, ધંધાનો ઉલ્લેખ કરવાને, સત્તર અકે આ રાજ્ય વિષે, જન્મેલાનું આ v ચિન્હ કરો, પરહદ માટે જિલ્લો કે, તે રાજ્ય તણું બસ નામ ભરો. માની ભાષા અઢાર અંકે, પરભાષા એગણી અંકે; ન વાપરે તેની કરી ચેકડી, 4 ધ્યાન ધર વીસમા અંકે. લખી શકે તે લીપીનું નામ, ને વાંચી શકે તો “વ કરીએ, અભણ તણી ચોકડી x મૂકીને, અંક એકવી બાવીસ ભરીએ. 21 પાસ પરીક્ષા તણું નામને, નહિતે આમ x નિશાન ભરો, ઈગ્લીશ લખી વાંચે તે આ, V ને નહિ તો આમxનિશાન કરે. 22 નોટ:–જે જગાએ કઈ ચીન્ડ કરવાનું નથી અગર કાંઈ લખવાનું નથી ત્યાં ચેકડી કરવી. તૈયાર કરનાર - 0 એન. જે દેસાઈ * છોટાલાલ ભ. બ્રહ્મભટ્ટ ચીફ સેન્સસ ઓફિસર, પાલણપુર સ્ટેટસ તપાગચ્છ પટ્ટાવલી સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી વિરચિત– તપગચ્છ પટ્ટાવલી:–સંપાદક, પ૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાયાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષેનું એતિહાસિક દ્રષ્ટીએ ઉપયેગી સાહિત્ય આપવામાં આવ્યું છે. કાઉન આઠ પેજી 350 પૃષ્ટના, શોભિત ફટાઓ, અને પાકુ પેઠું (જેકેટ સાથે) સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. 1-8-0. પિસ્ટેજ જુદું લખો—જેન ધર્મ વિકાસ ઓફિસ, પદાલ ગાંધી રોડ, અમદાવાદ. આચાર્ય હર્ષસૂરિજી મહારાજ શિયાણા, વાગરા, જાલેર, લેટા, ગોદડ, વાદણવારી, આહાર, થાવલા, તખતગઢ આદિ સ્થળે થઈ પિોસ વદી ૧૦ના વાંકલી પધારેલ છે. રસ્તામાં દરેક સ્થળે સારા પ્રમાણમાં સત્કાર થયેલો, અને રોકાણ મુજબ ઉપદેશ આપેલ છે. % % % %- %E%-% % % % % % ટાઈટલ છાપનાર : શારદા મુદ્રણાલય, જુમામસી સામે–અમદાવાદ. * set સો:5 % જ ઝ ઝ શા