SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મહત્તા કેની વધારે–શાહ કે શહેનશાહની ? ૧૩૩ મહત્તા કેની વધારે--શાહ કે શહેનશાહની? (અંક ૩ પૃષ્ઠ ૮૯ થી અનુસંધાન) મહમદ બેગડા અને મે દેદરાણી. લેખક:-શ્રી. મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી–થાણું ટુંક સમય પછી પાવાગઢમાં, ભયંકર દુષ્કાળે પિતાને વિકાળ પજે પ્રસરા, વરસાદે મુલ દેખાવ દીધો નહિ, તેથી અન્ન વિના લેકે ટળવળવા લાગ્યા, બાપ બેટાનું મુખ ન જોઈ શકે–અને ભાઈ ભાઈનાં દેખતાં ભૂખથી ટળવળતો મૃત્યુ પામે, એ દુર્ઘટ પ્રસંગ આવી લાગ્યો. ખૂદ સુલતાને ઠેકઠેકાણે ભૂખથી દુબળ થએલ અને તરફડતા સેંકડે માણસોને દીઠા, અને હવે જ લાગ બરાબર સધાયો છે, જાણી–વણિકેની બડાઈ કરનાર બંબભટને પ્રતિહારી પાસે બોલાવી મંગાવ્યો, અને તેને કહ્યું, “હે બારેટ ! જેનું તમે બિરૂદ બોલતા હતાં તેનું હવે (દુષ્કાળ નિવારણાર્થે) પારખું બતાવો.” જે વણિકે અન્નદાન આપી આ સમયે દુઃખી જનેને સહાય ન કરે, તે પિતાનું બિરૂદ ખેટી રીતે ગવડાવનાર–અને ગાનાર-બંનેને હું ગુન્હેગાર ગણું શિક્ષાને પાત્ર ઠરાવીશ. બારોટ સુલતાનની રજા લઈ, તરતજ ચાંપસી મહેતા પાસે આવ્યો અને મહાજનને એકત્ર કરાવી, વણિકને પાણી ચઢાવતાં, તે નીચે પ્રમાણે મહાજનનાં બિરૂદ બોલવા લાગ્યો. “સીતાહરણ રાવણમરણ, કુંભકરણ ભડઅંત, એતા જે આગે હુઆ, વિણ મહેતા મતવંત. લીએ દીએ લેશે કરી, લાષ કેટ ધન ધાર, વણિક સમે કે અવર નહિ, ભરણુ ભૂપ ભંડાર. ગુણ સમરથ ગુંડારથી, શાહમાંહી સમરથ, વધે નીપાયા વાયા, સે કાજે સમરથ. આ પ્રમાણેના અર્થસૂચક વચને કહી, તેણે મહાજનને–વિનંતિ કરતાં કહ્યું. “હે અન્નદાતા મહાજન ! અત્યારે સુલતાન મહાજનના અંગે એવો પર પ્રસંગ ઉભો કર્યો છે કે, કાં તે મહાજને ઓ દુષ્કાળના સમયે પ્રજાનું રક્ષણ કરી પોતાનું બિરૂદ સાચવવું–અથવા તે બિરૂદને છોડી દેવું.” મહાજને સુલતાન અને બારોટ વચ્ચે થએલ વાતચીતને ખૂબ વિચાર કર્યો, અને વાટાઘાટને અંતે સુલતાનને કહાવ્યું કે, “એક મહિનામાં મહાજન ભયંકર દુષ્કાળના નિવારણ અર્થે, અન્નદાન આપવાનું કાર્ય હાથ ધરશે. અથવા પિતાનું બિરૂદ છેડી દેશે.” - છે છે
SR No.522504
Book TitleJain Dharm Vikas Book 01 Ank 04
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy