________________
જિન ધર્મ વિકાસ ચિતોડગઢની પ્રાચીનતા દર્શાવતું ખ્યાન.
(લે. પ. સંપતવિજયજી ગણી-વાંકલી.) કુમારપાલ રાજા સિદ્ધરાજ જયસિંહના ભયથી નાસતા ફરતા હતા, તેવા -સમયે એકાદ વખત ચિતોડગઢ આવ્યા, જ્યાં શાંન્તીનાથજી મહારાજના ચિત્યમાં રામચંદ્ર મુનીને દેખીને ચીડગઢની ઉત્પત્તિનું સ્વરૂપ પુછતા, મુનીએ સ્વમુખે વધ્યું કે અહિંથી ત્રણ ગાઉ છેટે દેવતાની નગરીતુલ્ય મનોહર ત્રિગિરી નગરીમાં ચિત્રાંગદ રાજા રાજ્ય કરતા હતા, જેમને વિચારવંત સુજ્ઞ સુમતિ નામના મંત્રી હતા.
સુવર્ણ પુરૂષને સાધવાની ઈચ્છાથી ભૂતાનંદ નામના યેગી, દરરોજ નવનવા જાતના ભેદણ રાજવીને ચરણે છ મહીના સુધી ધરતાં, એક સમયે રાજવીએ ચગીને આમ કરવાનું કારણ પૂછતાં નૃપતીને વીજ્ઞપ્તી કરી કે મહારે વિદ્યા સાધવામાં ઉત્તરસાધકની જરૂર છે, માટે આપ આ કાર્ય મહારૂ પાર પાડી ઘો. રાજાએ ખુશીથી યેગીની તે વિજ્ઞસી દાક્ષિણ્યતાથી સ્વીકારી.
દીવાળી પર્વના આગળના દિવસે કાળી ચૌદશની રાત્રીએ યોગીની સાથે રાજા ઉત્તરસાધક થવા સ્મશાન ભૂમિ ઉપર ગયા, સાથે વ્યવહાર કુશળ અને સમયના જાણકાર સુમતિ મંત્રી પણ ગયા, યેગી છળકપટથી રાજવીને અગ્નીકુંડમાં નાખવાની યુક્તી શોધતા હતા, તેટલામાં અગમચેતી વાપરી મંત્રીશ્વરે, તેજીને અગ્નીકુંડમાં હડસેલી “ખાડે છેદે તે પડે” તે કહેવતાનુસાર તેનેજ (ગીને) સુવર્ણ પુરૂષ બનાવ્યા.
પછી ચિત્રાગંદ શરાએ ધનના અને સુવર્ણ પુરૂષના રક્ષણ માટે, ચીત્રગિરી નગરી પાસેના કુટ નામના પર્વત ઉપર દુહ કીલે બનાવ શરૂ કર્યો, પરંતુ ગમે તેવા હેતુએ છ મહીના સુધી, રાજ્ય જેટલો દીવસે કીલે તૈયાર કરાવે તેટલે રાત્રે નાશ પામે, છતાં રાજવીને કીë કરાવવાને ઉત્સાહ મંદ પામે નહિ, તેથી કુટગિરીના આધષ્ઠાયક દેવતાએ રાજવીની પરિક્ષા જેવા પ્રગટ થઈ રાજાને કહ્યું, કે આ કીલે કરવાને કઈ પણ સમર્થ થયેલ નથી. માટે આ મથ્યા પ્રયત્ન શીદને કરે છે, છતાં રાજવીની દુર્ગ કરવાની મજબુત ઈચ્છા હોવાથી પ્રાણાન્ત કટે પણ દુર્ગને પૂર્ણ કરીશ, તેમ આધષ્ઠાયક દેવને સ્પષ્ટ જણાથતાં, દેવે તુષ્ટ થઈ ફરમાવ્યુંકે, ને મહારૂ નામ જેડી, તેનુ ચિત્રકુટ નામ આપી બનાવીશ, તે તમારૂ તે કાર્ય પાર પડશે. અને તેને રક્ષક હું બનીશ. દેવના આવા વચનથી ઉલાસમાં આવી રાજવીએ આકાશને સ્પર્શ કરી શકે, તેટલે ઉચે કીલે બનાવરાવ્યો, અને તેનું નામ ચિત્રકુટ આપ્યું.