________________
કળીયુગની દ્રષ્ટિએ આત્મિક વસ્તુઓમાંનું પ્રથમ સાધન. ૧૩૯ તે સમયે આ કિલા ઉપર ચૌદસ કેટ્યાધિપતિઓ અને નીચે સંખ્યાબંધ લક્ષાધિપતિઓને વસાવી રાજવીએ, જાણેકે શ્રીમાનોને પંક્તીભેદ પાડ્યો ન હોય!!! વળી રાજ્યની લક્ષ્મીનો ભંડાર અને સુવર્ણ પુરૂષ પણ કિલ્લામાં રહેતાજ હોવાથી ધનનો લોભી એ કન્યકુબજનો સ્વામિ શંભલીસ તે કીલ્લા ઉપર ચઢી આવ્યો, અને કિલ્લાને તેડવા તેપના ગોળાઓ અને સુરંગના અનેક પ્રયત્નો કરવા છતાં જાણે લેખંડન કીલે ન હોય? તેમ તે કીલ્લામાં જરા પણ ભંગાણ પાડી શક્યો નહિ, એટલે થાકીને કપટજાળ પાથરવાના પ્રયત્ન શરૂ કરી માનીતી વેશ્યાને ધનથી સાધી, તેનાથી જાણ્યું કે રાજ્ય રાજાને કીલ્લાના બારણા ઉઘાડા મુકી ભુખ્યા લેકેને સંતુષ્ટ કરી પછી પોતે જમવું એવી ટેક છે, માટે તેવા સમયે તમે નગર પ્રવેશ કરશે તે જરૂર કબજો મેળવી શકશે, આ સુચના મુજબ ધ્યાન રાખી તેવા જ સમયે એકાએક લશ્કર સાથે નગરમાં પ્રવેશ કરવાથી અને ચિત્રાગંદ રાજા સુવર્ણ પુરુષ સાથે કુવામાં અલોપ થઈ જવાથી શત્રુરાજાએ તેના પુત્ર વરાહગુમને રાજ્યસન ઉપર સ્થાપી, રાજ્યની અને લક્ષ્મીનંદનની લક્ષ્મી લુટી અઢળક દોલત લઈ પિતાના દેશ તરફ ગયે.
ચિતડાધિશ રાણે જેવસિહે વિક્રમ સંવત ૧૨૮૦માં મહાવીર પ્રભુના પાટપરંપરાએ આવેલ, આચાર્ય જગતચંદ્રસૂરીને તપાની પદવીથી અલંકૃત કરી, સીદીયા રાજ્યવંશે પણ તપગચ્છને પિતાને માન્યો છે. એમ કુમારપાલ મહાકાવ્યથી સમજી શકાય છે.
કળીયુગની દ્રષ્ટીએ આત્મિક વસ્તુ
. પ્રથમ સાધન.
(લે. પં. શ્રી કલ્યાણવિજયજી ગણી પાનસર) આપણુ આત્માને અનાદિકાળથી ચોરાસી લાખ યોનિમાં અનંતીવાર ફરતે, આધિ વ્યાધિના (મન તેમજ શરીરનાં) અનંત દુઃખ સહન કરતે; સિદ્ધાત દ્વારા આપણે જાણીએ છીએ. જે જન્મ મરણના ફેરાને નાબુદ કરવા, આત્મિક કલેશેને દુર કરવા, અબાધિત સુખની ગાદીમાં રમવા, આત્માઓને
જવા આપણે આન્તરીક પ્રેરણા હોય છે, જેમ અનંતા છએ અબાધિત સુખની પ્રાણી કરેલ છે, તેમ આપણા આત્માઓ પણે અબાધિત સુખને જરૂર મેળવી શકે. પણ તેવી ભાવના કેળવવા આપણે કઈ દીશાએ વહેવું જોઈએ તે આપણે પ્રથમ વિચારીએ.