________________
૧૪૦
જૈન ધર્મ વિકાસ.
જેમ પૂર્વ પુરૂષોએ મહાન વીર્યને ફેરવી, કિલષ્ટ કર્મોને નાબુદ કરી, ઘેર તપને તપી, સદભાવનાને વહેવરાવી, કકચરાને દૂર કરી, દેદીપ્યમાન - આત્માને બનાવી, અનંતાં સુખમાં મગ્ન બની બેઠેલા આપણે સિદ્ધાંતના ઝરા
માંથી સાંભળીએ છીએ, તે તેવા મહાન વ્યક્તિઓની અનેક રીતે વિનયાદિ સેવા આંતર હદયની ઉમીથી બજાવીએ તે જ, આપણે પણ તેવા અનંતસુખના ભક્તા બની શકીએ, માટે તેવા પુરૂષને ય કરે એ જ આત્માને લાભદાયી છે.
આવા મહાન વ્યક્તિઓમાં પ્રથમ દરજે તે આપણા પરમ ઉપકારી તિર્થકર દેવે જ છે. તે દેએ જ્ઞાનદષ્ટિથી શુદ્ધ માર્ગ દેખ્યો, જેયો, અને જોઈને દુનિયાના જીને દેખાડશે, તેવા પરેપકારી આત્માઓએ સ્વપરના ભલા ખાતર જે વસ્તુઓ દુનિયા પર ધરી છે, તે પિકી હું પ્રથમ આત્માઓના આલંબનભુત જિનચૈત્યના દર્શન કઈ રીતે કરી, સ્વઆત્માને ઉંચકેટમાં લાવે તેનું દિગ્દર્શન આપીશ.
- જિન ચૈત્યમાં જે મહાન જ્ઞાનીઓએ અષ્ટકર્મને નાબુદ કરી પરમાનંદપણાને પ્રાપ્ત કરેલ છે, તેવા તીર્થકર દેવેની મૂર્તિઓને સ્થાપીત કરવામાં આવે છે. તેવા પરમ ઉપકારી શાશન નાયક તીર્થકર દેના સ્થાનમાં જતાં પ્રથમથીજ ગ્રહવ્યવહારાદિ કાર્યોને નાબુદ બનાવી, આત્મિક વસ્તુઓને સંગહન કરી પ્રવેશ કરે, તે જ આ સ્થાનમાં આવવાનું પ્રયોજન છે.
જિન ચૈત્યમાં જનારા વ્યક્તીએ અનહદ ઉચ્ચ ભાવના સેવવી જોઈએ અને વિચારવું કે જેમની સમીપ આપણે જઈએ છીએ તે આત્મા કેઈક ભવે તે મહારા કરતાં પણ ઉતરતા દરજે કેમ નહિ હોય? છતાં તે આત્માએ આત્મ વીર્યને ખુબ વિકસાવી, આત્મિક વસ્તુઓને સોધી, આત્મતાના આત્મ વિકાશને મેળવી, આત્મ જ્યોતિમાં મગ્ન બની, અવ્યાબાદ સુખને પ્રાપ્ત કર્યું. તો હું પણ તેઓના ચરણ કમળની સેવા કરી તેઓના જેવું આત્માનંદી સુખ કેમ પ્રાપ્ત ન કરી શકું?
દેરાસરમાં આવવાનું મહારૂ પ્રજન ત્યારે જ ગણાય કે તેમના જેવું આત્માનંદી સુખ હું પ્રાપ્ત કરી શકું તેટલી ઉચ્ચ કોટિની ભાવના તે સ્થાનમાં રહું તેટલે સમય મહારી રહેવી જોઈએ.
જિન ચેત્યમાં જનારાએ પ્રથમ દરજે તે, દેરાસરમાં જતા ચૌરાસી આશતનાઓ ટાળવાને નિશ્ચય કરવો જોઈએ, તે આશાતના કયા પ્રકારની અને કેવી છે તેનું દીગદર્શન આવતાં અંકથી કમવાર આપીશું.
અપૂર્ણ.