________________
આત્મ-નિવેદન
૧૪૧
1
.
૨
ET-: “આત્મનિવેદન” –
ખૂબ મને મંથન પછી એવા નિર્ણય ઉપર આવ્યો છું કે સંઘ-કે સંસાયટી સૌ પોતપોતાના દાવ ખેલે છે. શાસન સેવાની ધગશથી કંઈપણ કામ કરતું હાય, એવું મને નથી લાગતું. જ્યાં સુધી “હા એ હા” કરતા રહે, ત્યાંસુધી સૌ સારા સારા કહેશે. જરા માત્ર વિચાર ભિન્નતા રજુ કરો કે સ્પષ્ટ સંભળા-એટલે કલાક પહેલાં ગૌતમાવતાર માનનાર એક અધમમાં અધમ સમજશે. આ સ્થિતિ કઈ મનેભાવના સૂચવે છે, એ કહેવાની કે સમજાવવાની ભાગ્યેજ જરૂર હોય! એટલાજ માટે મેં નક્કી કર્યું છે કે કોઈપણ પક્ષના (સુધારક કે સ્થિતિ–ચૂસ્ત) સાધુ તરીકે ન ઓળખાવતાં મહાવીરના સાધુ તરીકે ઓળખાવવું અને કાર્ય કરવું, તેજ વિચારો લખવા, તેજ પ્રવૃત્તિ રાખવી, કે જેથી સંયમને દેષન લાગે, બીજાઓ અધમ ન પામે, અને પિતાને આત્મા સાક્ષી પૂરે તો શ્રાવકના (પછી તે યુવક હોય કે વૃદ્ધ) બંધને દૂર કરવાં, ને વ્યવહાર પૂરતો વ્યવહાર રાખવો. કેઈપણ ચર્ચાને પ્રસંગે ઉપસ્થિત થાય તે વિચારી લેવું કે આમાં ઝંપલાવવાથી કંઈ ફાયદે થાય તેમ છે? કઈ સાંભળે તેમ છે? જે કંઈ ઠીક લાગે છે તેમાં ભાગ લે; નહિ તે થતુ હોય તેમ થવા દેવું. સમય પિતાની મેળે સમજાવશે.
(૨) વર્તમાનપત્રોના પાને કંઈપણ લખવું, એના કરતાં જેનો સિદ્ધાંતના પ્રચારાર્થે સાર્વજનિક પ્રસિદ્ધ. પત્રોમાં લખાય એ વધારે ઈચ્છવાજોગ છે. પત્રોના લેખક તરીકે રહેવા કરતાં સાહિત્યકાર (ગ્રંથોના સર્જક) તરીકે રહેવામાં ઐહિક અને પરલૌકિક લાભ છે એમ મને લાગ્યું છે. મેં મારું હાર્દ સભ્યસમાજ આગળ ખેલ્યું છે. મારી ભાવના અને વિચારો સમાજના સમજવામાં આવી જશે, ઉચિત અનુચિતતાને ફેંસલે મને સમાજ તરફથી જે મળે તે ખરે!!!. | (૩) પાપપ્રવૃત્તિ કરનાર આત્માને જ્યારે જતે દિવસે પણ એ પાપપ્રવૃત્તિ હેવાની ખાતરી થાય છે, ત્યારે એ પાપ પ્રવૃત્તિનું કહે કે અજ્ઞાનજન્ય અપરાધોનું પ્રાયશ્ચિત કરવા પુણ્યના માર્ગ ખાળે છે એ મલી જતાં તરતજ અંત. રમાં પાપના અંધારા પખાળવાની પ્રબલ પુચ્છા પ્રગટે છે. માનવ ભૂલ કરે છે, ભયંકરમાં ભયંકર ભૂલ કરે છે. તેવી જ ભૂલે ભૂતકાળમાં મેં કરી હોવાનું મને યાદ છે. લગભગ ચારેક વર્ષ અગાઉ પિલ-પત્રિકામાં મેં પરમપૂજ્ય બાલ બ્રહ્નચારી આચાર્યદેવ શ્રીવિજયનીતિ સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા વંદનીય પૂજ્ય પંન્યાસજી શ્રી કલ્યાણ વિજયજી મહારાજના પ્રત્યે વિચારભેદને કારણે વ્યક્તિદ્વેષ કેળવી અનિચ્છનીય શબ્દ-હુમલા કરી સમાજને તેમના પ્રત્યેને ચાહે ઓછો કરવા