SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણકી ભેટ” ને જવાબ ૧૩૫ “પર્યુષી મેર” જવાબ. (અંક ૨ પૃષ્ઠ ૬૦ થી અનુસંધાન) (રાય સાહેબ શ્રીકૃષ્ણલાલજીની માન્યતાઓનું અવલેકન) લેખક --મુનિરાજ શ્રી. પ્રેમવિમળાજી મહારાજ, અજમેર, આમ છતાં જૈનધર્મ અને જેન જાતિને ઉતારી પાડવા પ્રયાસ કરવો એ અનિચ્છનીય છે. હિંદુધર્મના પૂજ્ય પુરૂષે પરશુરામ, કૃષ્ણ-આદિનાં જીવનચિત્રો હિંદુશાસ્ત્રોમાં જે રીતે રજુ થયાં છે, તે રીતે સ્વીકારતાં જનસમાજની હરકે વ્યક્તિને જરૂર સંકેચ થાય. હિંદુ લેખકે એ કૃષ્ણ મહારાજને ગોપીપ્રિય બનાવવા સાથે વ્યભિચારી ચીતરતાં પાછું વાળીને જોયું નથી. અને એથી આજે શિક્ષિત હિંદબિરાદરે તે કલ્પનાઓને વાસ્તવિક છે, એમ સ્વીકારવા તૈયાર નથી. જ્યારે જેનકથાસાહિત્યે કૃષ્ણ મહારાજના જીવનને જે રીતે રજુ કર્યું છે, તે ખરેખર માન ઉપજાવે છે. જૈન લેખકેએ કૃષ્ણ આત્માના ભાવી તિર્થંકરજીવનને ભાવપૂર્વક વંદના કરી છે. બાકી દરેક વાસુદેવે પૂર્વ જન્મમાં નિયાણું કરતા હેવાથી વાસુદેવના ભવે નરક તરફ ગતિ કરે, એ જૈનસાહિત્યને અટલ નિયમ છે. પછી ત્યાં કૃષ્ણને નરકગતિનું જૈનકથાનકે એ સૂચન ક્વેષથી કર્યું છે એ અપવાદ આપ, એ નિરર્થક છે. અટલ નિયમમાં વ્યક્તિગત ચર્ચાને સ્થાન, આપી શકાય નહિ. કદાચ જૈન લેખકે કૃષ્ણવાસુદેવના દ્વેષી હતા એમ આક્ષેપ કરાય. પણ બાકીના આઠ વાસુદેવોને માટે પણ એ નિયમ લાગુ પાડવામાં શું ન્હાનું ખાળી શકાય એમ છે? છતાં આ વાત અહીં પડતી મુકીએ. તોયે હિંદુશાસ્ત્રોમાં કૃષ્ણબંધુ બલદેવને કે જે હિંદુભાઈઓના પુજ્ય પુરૂષ છે, તેમની જૈન લેખકોએ સદગતિ કેમ બતાવી છે? જે જૈનલેખકે એ કૃષ્ણની નરકગતિ હિંદુધર્મપ્રત્યેના દ્વેષથી બતાવી હોય તે તે દ્વેષ બલદેવજીની સદ્ગતિ બતાવવામાં કેમ ન આડે આવ્યો? એટલે એ દ્વેષને આક્ષેપ જૈન લેખકે પર નાંખો એ વાસ્તવિક નથી જ. હિંદતિ અને મહોત્સવ નિંદનીય મનાયા અને મનાતાં હોય, તે એનું કારણ એજ છે કે ત્યાં ધર્મના નામે સંખ્યાબંધ નિરપરાધી પશુઓની કતલ થતી હતી. અને એ કતલ જૈનસંસ્કૃતિને ગાઢ પરિચય અલ્પ થવા છતાં હજુ અવશેષરૂપે રહી જવા પામી છે. આ હિંસાને સજીવનાદિની દલીલવડે ભલે શ્રેષ્ઠ અને શ્રેયકારિણું માનવામાં આવે, છતાં હિંસા તે હિંસાજ છે. અને હરએક બુદ્ધિશાલી મનુષ્ય સમજી શકશે કે મલીન કપડું કાદવથી નહિ, પણ નિર્મળ જળથી શ્વેત થાય છે તેમ અશુભ સના સંસર્ગથી મલીન થયેલ આત્મા
SR No.522504
Book TitleJain Dharm Vikas Book 01 Ank 04
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages30
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy