________________
१४८
જૈનધર્મ વિકાસ . વાંક્ષી આવેજ જાય છે. કેટલાક તે આચાર્યદેવના રોગનું નિદાન કરાવવા વૈદ્ય અને ડેકટને પણ સાથે લાવેલા, આ બધા પરિશ્રમના અંતે ગુરૂદેવની તબીયતમાં કાંઈક આશાજનક સુધારે જણાતો હોવાથી હાલમાં બધા ચિંતા મૂક્ત બન્યા છે.
ગુરૂદેવની બીમારીમાં સીવગંજની સ્ટેટ હોસ્પીટલના ડેકટર મી. ભદ્રનારાયણભાઈએ રાત્રી કે દિવસ જોયા વગર, અથાગ શ્રમ લઈ અનન્ય ભક્તીભાવથી ખડા પગે કેઈપણ જાતના લાભ વિના જે સેવા કરેલ છે. તે બાબત તેમને અમે મુબારકબાદી આપીએ છીએ,
આચાર્યદેવને વૈદ્યો અને ડેકટના નિદાન મુજબ આંતરડાં અને લીવર ઉપર સેજા હોવાનું જણાયેલ છે, અને તેથી પિટ ઉપર આફરી અને અકળામણ વધુ રહેવા સાથે પગ ઉપર સેજા આવી ગયેલ, પણ હાલમાં ઉપરોક્ત ડેકટરની દવાના પ્રયોગથી સોજા અને આફરી ઓછી થયેલ છે, અને તેથી ગુરૂદેવને અમુક અંશે રાહત છે. બાકી ખેરાકના અભાવે અશક્તી તે વધતી જાય છે. પણ લાંબા અંતરે સારૂ થઈ જવાની આશા વધી છે.
પત્ર-પેટી ઊપાધ્યાય જમ્બવિજયજીને પડકાર– કારતક વદના જૈન પત્રના અંકમાં પર્વતિથી વિષયક ઊ૦ જવિજયજીને અમેએ બાર પ્રશ્નો પુછેલા, તે વાતને આજે દેઢ માસ વીતી ગયે, છતાં તેમણે વીરશાસનમાં એક પણ પ્રશ્નનો જવાબ આપે નથી. આ ઉપરથી જાહેર જનતાને માનવાને કારણે મળે છે કે, તેમની પર્વતિથી વિષયક ક્ષય વૃદ્ધિની માન્યતા જિનાગમ વિરૂદ્ધ અને કપલ કલ્પિત છે. જે તેમની માન્યતા સાચી હોય તો જૈન સિદ્ધાન્તાનુસારે શા માટે ખુલાસો બહાર ના પાડે, હજુ પણ અમે ચેલેન્જ કરીને કહીયે છીયે કે પર્વતિથી વિષયક ક્ષય વૃદ્ધિની બાબતમાં જે તમારે શાસ્ત્રાર્થ કરવાની ઈચ્છા હોય તે, તિષનું જ્ઞાન ધરાવનાર જૈન જૈનેતર મધ્યસ્થ વિદ્વાનોની એક કમીટી નિમે, તે કમીટી બને પક્ષના શાસ્ત્રીય પુરાવા સાંભળીને જે નિર્ણય આપે, તે ઉભયને માન્ય રાખવો. એમ બને તેજ પ્રસ્તુત ચર્ચાનો અંત આવે અને અભિન્નપણે પર્વતિથીની આરાધના થાય, તે માટે અવશ્ય તમે પોતાની સહીથી પ્રતિજ્ઞાપત્ર બહાર પાડશે. આ ચર્ચા ઉભયને માન્ય નીચે જણાવેલ શાસ્ત્રને અનુસાર કરવાની છે.
(૧) સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર ટીકા (૨) તિષકરંક સુત્ર ટીકા (૩) લેકપ્રકાશ ગ્રંથ (૪) શ્રાદ્ધ વિધિ ટીકા. આ સિવાય બીજા કોઈ પણ ગ્રંથને આશ્રય લે નહી.
લી- મુનિ કલહંસવિજય. મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા મુદ્રણલય.” જુમા મજીદ સામે-અમદાવાદ પ્રકાશક –ભેગીલાલ સાંકળચંદ શેઠ. “જેને ધર્મ વિકાસ” ઓફિસ જૈનાચાર્યશ્રી
- વિજયનીતિસૂરિશ્વરજી ઘાંચનાલય. ૫૬/જ રીચીડ-અમદાવાદ - - -