________________
વાંકલીમાં મહામંગળકારી ઉપધાનતપ મહોત્સવ
૧૪૭
વાંકલીમાં મહામંગળકારી ઉપધાનતપ મહત્સવ.
જૈનાચાર્ય વિજયનીતિસૂરિશ્વરજી મહારાજના સદુપદેશથી વાંકલીના શાહ હજારીમલ જવાનમલ કોઠારીવાળા તરફથી ઉપધાન તપની આરાધના કરાવવાનું નક્કી થતાં, આચાર્યદેવને ઘણા જ ભક્તીભાવ પૂર્વક સીવગંજથી વાંકલી લાવી આડંબર પૂર્વક સામૈયુ કરી નગરપ્રવેશ કરાવી, ઉપધાન પ્રવેશના મુહૂર્તો પંચની રૂબરૂ પિસ વદી ૧૦ અને પિસ વદી ૧૪ ના એમ બે નક્કી કરી સંઘ આમંત્રણ પત્રિકાઓ કાઢવામાં આવેલ, તે મુજબ પાસ વદી ૧૦ ના પ્રથમ પ્રવેશ દિને પચીસેક પુરૂષ અને બાળકુમારીકાઓ સહિત નારીસમૂહ સાડાચારસો દાખલ થયેલ છે, બીજા પ્રવેશ મુહૂર્ત પંદરેક પુરૂષ અને સવાસે સ્ત્રીઓએ પ્રવેશ કરેલ છે. આ રીતે ચાલુ વર્ષમાં જુદા જુદા ઠેકાણે મળી પચીસેક જગ્યાએ ઉપધાન થયેલ, તે દરેક સ્થળ કરતાં આરાધકની સંખ્યા આ સ્થળે વધુ પ્રમાણમાં થયેલ છે. આ મહોત્સવના અંગે ઉક્ત શેઠશ્રીની પચીસેક હજારથી વિશેષ રકમને સવ્યય કરવાની ભાવના છે. તેમની ઈચ્છા કેઈની પણ ટળી લેવાની નહોતી, છતાં પંચના અતિઆગ્રહને વશ થઈ છે ઉપરાંત આરાધકોની સંખ્યા હોવા છતાં, માત્ર રૂા. સવાબની ઊચક રકમ લઈ ટેળી આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
આ રીતે આરાધકે, વધુ બે પડતાં અટકી ન જાય તેનું, આ પ્રસંગમાં ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે. અમે તપની આરાધના કરાવતા દરેક ભાવીક શ્રીમાનોને આરાધકે ઉપરના બેજાએ ઓછા કરવા ખાસ વિનવીએ છીએ, કે જેથી આરાધનામાં અવરોધ થતા અટકે, અને તપની આરાધના ભાવીકો સહેલાઈથી કરી શકે.
આ પ્રસંગે ગામને, જુદા જુદા સ્થળે કબાને ઉભી કરી ધ્વજાઓ ફરફરતી મૂકી, અને પેમેક્ષ બત્તીઓના પ્રકાશથી શુશોભિત બનાવી દીધેલ હવા ઉપરાંત, આરાધકને મળવા જે મહેમાન આવે તેમના માટે રસોડ ખેલવામાં આવેલ છે, કે જેનો પણ દરરોજ ત્રણ જણ લાભ લે છે. આ રીત શેઠશ્રીના નાણાને સ્વધમી બધુઓની સેવામાં સદ્વ્યય થઈ રહ્યો છે.
આચાર્યદેવની તબીયતમાં અસ્વસ્થતા - જૈનાચાર્ય વિજયનીતિસૂરીજી મહારાજની તબીયત પાંચેક માસ થયા નાદુરસ્ત રહે છે, તેમાં પણ તાજેતરમાં સવગંજથી વાંકલી ગયા બાદ શારીરિક સ્થીતિમાં વધુ બિગાડે થતાં, તેઓશ્રીના શિષ્યસમુદાય અને ભક્તજનેના હૃદયમાં ચિંતા ઉભી થતાં મોટા ભાગના શિષ્ય-પરિવારે ગુરૂદેવની સેવામાં પહોંચવા વિહાર કરી ચુક્યા છે. અને આચાર્ય હર્ષસૂરિજી આદિ કેટલાક વાંકલી આવી પણ પહોંચ્યા છે. ઉપરાંત અનેક ભક્તજને મહારાજશ્રીની શારીરિક સ્થીતિ નિહાળવા