________________
ચનુગાચાર્ય પં. તિલકવિજયજી મહારાજને સમાધિ-કાળધર્મ ૧૪પ
અનુયોગાચાર્ય પં. તિલકવિજયજી મહારાજનો સમાધિ-કાળધર્મ, - સદ્ગતને જૈનતિભૂષિત કાઠીયાવાડ મધેના સૌરાષ્ટ્ર પ્રદેશ નજદિક વાંકાનેર ગામમાં શ્રેષ્ઠીવર્ય માનસંગની ભાર્યા ઝવેરબાઈના કુક્ષીએ સં. ૧૯૪૬ ના મહા સુદી ૧૧ ના જન્મ થતા, તેમનું નામ ત્રીવનદાસ પાડવામાં આવ્યું. બાળપણથી જ ધર્મભાવના જાગૃત થતાં એકવીસ વર્ષ સુધીની ઉમરે પહોંચવા, અને વડીલોને અત્યંત આગ્રહ હોવાછતાં લગ્ન ગ્રંથીથી જોડાયા જ નહિ, અને બાવીસમા વર્ષમાં પ્રવેશતાં જ મેટીચંદરમાં ભગવતિ દીક્ષા ગ્રહણ કરી જૈનાચાર્ય વિજયનિતીસૂરીશ્વરજીના શિષ્ય પં. દાનવિજયજી ગણના શિષ્ય થઈ, અધ્યયન અને ક્રિયાકાંડમાં મસગુલ રહિ એક સારા વ્યાખ્યાનકાર અને શુદ્ધ ક્રીયાપાત્ર બની, સમાજની દષ્ટીએ એક આદર્શ સાધુ મનાવા લાગ્યા. સંયમ દરમિયાન તેમણે તપસ્વીનું બિરૂદ પ્રાપ્ત કર્યું હતું તેમ કહીએ તો અધિક તો નજ ગણાય, કેમકે તેમણે બે માસખમણ, આઠ, સોળ, છ, પંદર, સત્તર, અઠ્ઠાઈ, વર્ષીતપ, સિદ્ધિતપ, પાત્રીસ ઓળી વર્ધમાનતપની, બે-ચત્તારી અઠ્ઠ દશદેય ઉપરાંત અનેક છઠ્ઠ અઠ્ઠમે કર્યા હતાં.
તેઓને, સંયમભાર વહન કર્યા પછી તરતજ ગુરૂએ આચાર્યદેવની સેવામાં રાખેલ અને તેમની ખંતીલી કાળજી નીચે અધ્યયન કરાવી સારા વિદ્વાન બનાવી, . કપડવંજમાં સં. ૧૯૮૭ ના કારતક વદિ ૫ ના ગણિપદ અને કારતક વદિ ૮ના પંન્યાસપદ અર્પણ કર્યું. તેઓના સદુપદેશથી ત્રણ ભવ્યાત્માઓએ પ્રવજ્યા ગ્રહણ કરી, જેઓના નામ ૧ મુનિ હિરવિજયજી, ૨ મુનિ ભાનુવિજયજી, ૩ મુનિ હેમવિજયજી રાખવામાં આવ્યા, વળી ભાનવિજયજીના સુબેધવિજય નામના શિષ્યને પણ તેમનાજ વરદ હસ્તે પ્રવજ્યા અપાઈ હતી.
અતિ તપશ્ચર્યાના લીધે શારિરીક સ્થીતિ ઉપર અસર થતાં ભગંદર, ક્ષય, અને કેનસર આદિ અસાધ્ય રોગો સં. ૧૯૯૩ થી દાખલ થયા, ક્રમાંતરે રેગોની વ્યાધિ ભોગવતાં સં. ૧૯૯૭ ના પિસ વદિ ૧૪ ને રવીવાર સહવારના ૬ વાગતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.
સદગતના સ્વર્ગગમનથી સમાજમાં એક પ્રખર વ્યક્તિની ખોટ પડેલ છે. અને અત્રે જૈન સમૂહને મેટો ભાગ શોકમાં ગરકાવ થઈ જતાં સમસાન યાત્રામાં હજારે માણસોની મેદની જામી હતી. ડોસીવાડાની પિળથી ચાંદલાઓળ સુધી હકડેઠઠ શેકાગ્ની વદને જનતાને સમુહ જામી રહ્યો હતે. સદગતની માંદગીના અંગે ડેહલાના કાર્યવાહકે ઝવેરી ડાહ્યાભાઈ સવચંદ, શાહ ત્રીકમલાલા ડાહ્યાભાઈ અને શેઠ ચંદુભાઈ તારાચંદ આદિએ અથાગ સેવા અર્પણ કરેલ છે