Page #1
--------------------------------------------------------------------------
________________
ભાવના ભવવિનાશિની
અને પંચ પરમેષ્ઠી ગુણ દર્શન
* પુસ્તક........: ભાવના ભવવિનાશિની
અને પંચ પરમેષ્ઠી ગુણ દર્શન
* સંકલન ........: આ.વિ. ચંદ્રગુપ્તસૂરિ
-: સંકલન :પૂ. પરમશાસનપ્રભાવક પૂજયપાદ આ.ભ.શ્રી.વિ. રામચંદ્ર સુ.મ.સા.ના પટ્ટાલંકાર પૂ.આ.શ્રી.વિ. મુક્તિચંદ્ર સૂ.મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ.આ.શ્રી.વિ. અમરગુપ્ત સૂ.મ.સા.ના શિષ્ય
આ.વિ. ચંદ્રગુપ્તસૂરિ
* આવૃત્તિ....: દ્વિતીય
* નકલ..........: ૧૦૦૦
* પ્રકાશન.......: વિ.સં. ૨૦૧૬
-: સૌજન્ય :એક સદગૃહસ્થ
* મુદ્રક :
Tejas Printers F/5, Parijat Comp., Swa. Mandir Rd., Kalupur, A'BAD-1. (M) 98253 47620 • PH. (079) 22172271
(ભાવના ભવવિનાશિની)
અનંતોપકારી શ્રી જિનેશ્વરદેવોએ સંસારને મહાઇટવી જેવો વર્ણવ્યો છે. જેમાં નિરંતર મેઘ વરસતો હોય એના યોગે જ્યાં ત્યાં વેલડીઓના સમૂહો પથરાયા હોય અને ઘોર અંધારું હોય એવી અટવીમાં જઈ ચઢેલા માણસની જેવી સ્થિતિ થાય, એવી સ્થિતિ આ સંસારમાં આપણી છે. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ વગેરે આશ્રવો સ્વરૂપ મેઘ, જેમાં નિરંતર વરસી રહ્યા છે. એના યોગે જેમાં કર્મસમૂહ સ્વરૂપ વેલડીઓનો સમુદાય સર્વત્ર પથરાયેલો છે અને અજ્ઞાન સ્વરૂપ અંધારુ જયાં વ્યાપ્ત થયું છે. એવી આ સંસાર સ્વરૂપ મહાઇટવીમાં અનાદિકાળથી આપણે રખડી રહ્યા હોવા છતાં એનો જરાસરખો ય ખ્યાલ અજ્ઞાનના યોગે આપણને આવ્યો નથી. પરંતુ મિથ્યાત્વના મંદતાદિના યોગે જે જીવોને
પોતાના ભવભ્રમણનો ખ્યાલ આવ્યો છે અને જેઓ એનાથી ઉદ્વિગ્ન બની એના અંત માટે પ્રયત્નશીલ બન્યા છે એવા ભવ્યજીવોને તેમની ઇચ્છાને સફળ બનાવવાના ઉપાય તરીકે ભાવનાના પરિભાવનને અનંતજ્ઞાનીઓએ ઉપદેશ્યો છે. આ ભાવનાઓનું પરિશીલન કર્યા વિના વિદ્વાનજનોના હૃદયમાં પણ શાંતરસનો પ્રાદુર્ભાવ થતો નથી. ખૂબ જ શાંત ચિત્તે પરિભાવિત અનિત્યાદિ બાર ભાવનાઓ સંસારથી વિમુખ બનાવી જીવના ભવભ્રમણનો અંત કરનારી હોવાથી મુમુક્ષુજનોએ એને દરરોજ ભાવવી જોઇએ. ‘ભવભાવના', યોગશાસ્ત્ર’, ‘પ્રશમરતિ’ અને ‘શાંત સુધારસ” વગેરે ગ્રંથોમાં વર્ણવેલી બાર ભાવનાઓ ખરેખર જ ‘ભવવિનાશિની’ છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
[ (૧) અનિત્યભાવના ]
આ સંસારમાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયજન્ય ભૌતિક સુખોસંપત્તિ. ઋદ્ધિ, ઇષ્ટજનોનો સંયોગ, ભોગસમર્થ સુંદર શરીર, યૌવન અવસ્થા અને પ્રિય એવું નીરોગી જીવન : આ બધું જ અનિત્ય છે. આ ચરાચર વિશ્વમાં કોઇ પણ વસ્તુ સર્વથા નિત્ય નથી. અનાદિના કાલપ્રવાહથી દરેક વસ્તુ ભિન્ન ભિન્ન અનેક અવસ્થાને પામે છે. અનાદિના રાગાદિ સંસ્કારને પરવશ બનેલા જીવને ગમતાં એવાં વિષયસુખો, સંપત્તિ, ઋદ્ધિ વગેરે કે જેને મેળવવા માટે જીવો પાપ કરે છે, એના અનુભવ વખતે પાપ કરે છે અને પરિણામે એ પાપના ફળ તરીકે અનેકાનેક નરકાદિ દુ:ખોનાં પાત્ર બને છે; તે વિષયસુખો અને તેના સાધનભૂત સંપત્તિ વગેરે વીજળીના ઝબકારાની જેમ ક્ષણિક છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તોપણ
પુણ્યથી મળેલી એ બધી જ સામગ્રી ક્ષણવારમાં તો હતી ન હતી થઇ જાય છે. પ્રાણથી પણ પ્રિય એવા ઇષ્ટજનોનો સંયોગ ક્ષણિક છે. એ બધાને છોડીને કાં તો આપણે જવું પડે છે અને કાં તો એ બધા આપણને છોડીને જતા રહે છે. જન્મથી માંડીને લાલન-પાલન કરાયેલું, પુષ્ટ બનાવેલું, અને જેને વધારવા માટે તથા કાંતિયુક્ત બનાવવા માટે ચોવીશે ય કલાક ચિંતા કરી છે એ શરીર પણ જો પાણીના પરપોટાની જેમ ક્ષણવારમાં વિનાશ પામે છે, તો એની યૌવન અવસ્થા ક્યાંથી રહે ? પુણ્યના યોગે મળેલી એ સામગ્રી કદાચ જીવન સુધી રહે તોપણ જલતરંગ અને પવનની જેમ ચંચળ એવું જીવન જ જ્યાં અનિત્ય છે ત્યાં કઇ વસ્તુમાં આપણે વિશ્વાસ રાખી શકીએ ? સંસારમાં ઉત્તમોત્તમ એવાં અનુત્તર વિમાનનાં પરમ સુખો પણ અવશ્ય નાશ પામે છે. એ વસ્તુને સમજનારા જીવો જ સંસારની અનિત્યતાને ભાવીને એકાંતે નાશ
પામનારી ક્ષણિક સુખની સામગ્રીમાં આનંદ પામતા નથી અને સંસારથી વિમુખ બની શ્રી હનુમાનજીની જેમ અનિત્ય ભાવનાને ભાવતા આત્મકલ્યાણને સાધે છે.
| (૨) અશરણભાવના
જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુના ભયોથી નિરંતર ભયભીત થયેલા જીવોને શ્રી જિનેશ્વર દેવોનાં પરમતારક વચનોને છોડીને આ સંસારમાં શરણસ્વરૂપ કોઇ નથી. પોતાના પ્રચંડ પરાક્રમની સહાયથી પુણ્ય યોગે છ ખંડના અધિપતિ બનેલા ચક્રવર્તી, પોતાના ભુજબળના ગર્વને ધારણ કરનાર અને નિરંતર સ્વર્ગીય સુખોને ભોગવવામાં લીન બનેલા દેવતાઓ અને અનેક ગુણોથી શોભતા આદરણીય તેજસ્વી વીરપુરુષો પણ જ્યારે મરણની અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે પોતાની એ નિઃસહાય અવસ્થામાં દીન મુખવાળા તેઓ દશે દિશાઓને જોયા કરે છે.
પરંતુ ત્યારે મૃત્યુના મુખમાંથી તેઓને બચાવનારું આ સંસારમાં કોઈ નથી. ગમે તેવા વજમય મકાનમાં જીવો પેસી જાય અથવા મુખમાં તરણું લઇને બચાવવા માટે જીવો દીનતા કરે તોપણ તેમને મૃત્યુથી બચાવનારું કોઈ નથી. મરણ ઉપસ્થિત થયા પછી વિદ્યા, મંત્ર અને ઔષધિ વગેરે બધા જ સામર્થ્યહીન બની જાય છે. સારામાં સારી પ્રાણાયામની સાધના પણ એના સાધકને બચાવનારી બનતી નથી. પરંતુ ખેદની વાત તો એ છે કે આવી અશરણ અવસ્થાને અનુભવવા છતાં જીવને શ્રી અરિહંત પરમાત્માઓનાં પરમતારક વચનોના શરણે તેમ જ તેના ઉપદેશક શ્રી ગુરુભગવંતોના શરણે જવાનું મન થતું નથી. સુખના અર્થીજનો આ સંસારમાં જેટલો પ્રયત્ન મૃત્યુને નિવારવા માટે કરે છે, એટલો જ પ્રયત્ન જો મરણની અવસ્થાને કાયમ માટે દૂર કરનાર પરમતારક ધર્મની સાધનામાં કરે તો અશરણ ભાવનાથી સારી રીતે ભાવિત થયેલા મહામુનિ
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રી અનાથીમુનિની જેમ તેઓ પણ અજરામર સ્થાનને પ્રાપ્ત કરનારા બને.
(૩) સંસારભાવના
અનંતોપકારીશ્રી તીર્થંકરદેવોએ આ સંસારને દુ:ખમય, દુઃખલક અને દુઃખાનુબંધી વર્ણવ્યો છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક : આ ચાર ગતિમય સંસારમાં નરગતિનાં અને તિર્યંચગતિનાં દુઃખો તો સર્વજનપ્રસિદ્ધ છે. પુણ્યથી મળેલી મનુષ્યગતિમાં પણ આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગો, આજીવિકાની ચિંતા, ધનનું ઉપાર્જન તથા રક્ષણ, પુત્રાદિ પરિવારની ચિંતા, દારિત્ર્ય અને રાદિની પરાધીનતા વગેરેનાં દુઃખો આપણે નજરે જોઇએ છીએ. એક ચિંતાથી માંડ માંડ આપણે મુક્ત થઇએ છીએ ત્યાં તો બીજું ચિંતા શરૂ થાય છે. એક ઇચ્છા જ્યાં પૂરી થાય છે, ત્યાં તો એના કરતાં બમણી બીજી ઇચ્છા થાય છે. આકાશજેવી અનંતી
મૃગાપુત્ર વગેરે અનંતાનંત પુણ્યાત્માઓ પરમ સુખના ભાજન બન્યા છે.
(૪) એકત્વભાવના
અનાદિકાળથી આ સંસારમાં પરિભ્રમણ કરનારા જવો. મમતાના કારણે અનેકવિધ દુઃખોને ભોગવી રહ્યા છે. જીવનું પોતાનું સ્વરૂપ તો શુદ્ધ જ્ઞાનાદિમય છે. પરંતુ કર્મને વશ પડેલો જીવ પરભાવની અંદર જ મમતાને કરી દુ:ખી થાય છે. પરમાર્થથી વિચારીએ તો આ સંસારમાં કોણ કોનું છે એ સમજાશે. રાત અને દિવસ જોયા વિના અને શરીરનાં કષ્ટોનો પણ વિચાર કર્યા વિના જે ધનાદિ સામગ્રી આપણે ભેગી કરી છેએમાંનું આપણું કશું જ નથી. જન્મ્યા ત્યારે આપણી પાસે શું હતું ? અને મરતી વખતે આપણી સાથે શું આવવાનું છે ? અનેક દુઃસાહસો ખેડીને ભેગી કરેલી આ સામગ્રીને છોડીને આપણે એકલા જ જવાનું છે. આપણે કરેલાં કર્મોનાં ફળો
2
ઇચ્છાના કારણે જીવો, સુખનાં સાધનો મળવા છતાં અસંતુષ્ટ બની નિરંતર ચિંતાગ્રસ્તપણે જીવન વિતાવ્યા કરે છે. કાંઇક પુણ્યના ઉદયે સ્થિરતાને પામીએ, ત્યાં તો વૃદ્ધાવસ્થા આવીને મરણના ભયથી જીવને આકુળ-વ્યાકુળ કરી મૂકે છે. પુણ્યના યોગે સુખમય જણાતા મનુષ્યજીવનમાં પણ જન્મ, જરા અને મરણનાં દુઃખોનો ભય જીવને નિરંતર સતાવ્યા કરે છે. દેવલોકમાં પણ બીજા દેવોની પોતાના કરતાં સારી સુખની સામગ્રી બ્રેઇને થતી ઇર્ષ્યા શાંતિથી જીવવા દેતી નથી. બીજાની વસ્તુઓનું અપહરણ કરવું, એના યોગે બલવાન દેવોથી પરાભવ પામવો, ઇન્દ્રાદિ દેવતાઓની આજ્ઞામાં રહેવાનું. એમની સેવા કરવાની વગેરે દુઃખોની સાથે, ‘આ બધી સુખની સામગ્રી ચાલી જશે' એ ભયથી દેવલોકમાં પણ
દુઃખમય અવસ્થા છે. આવા દુઃખમય સંસારનાં વાસ્તવિક સ્વરૂપનું પરિશીલન કરી સંસારનાં કહેવાતાં યાજ્ઞિક સુખોથી વિમુખ થયેલા શ્રી
८
પણ આપણે એકલાએ જ ભોગવવાનાં છે. વે પ્રાણથી પણ પ્રિય માનેલા એવા પ્રિયજનો પોતાના દુ:ખમાં ભાગીદાર થવાના નથી. સ્વાર્થને આધીન બનેલો આ પ્રિય પરિવાર પોતાનો સ્વાર્થ સિદ્ધ થયા બાદ આપણને છોડીને જતો રહે છે. આપણે માત્ર એમની મમતા રાખીને અને એમને પોતાના માનીને દુઃખથી રિંભાયા કરીએ છીએ. આ સંસારમાં મારું કોઇ નથી અને હું કોઇનો નથી.' આ પ્રમાણેની એકત્વ ભાવનાને દીનતા વિના ભાવતાં ભાવતાં શ્રી મરુદેવીમાતા અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજા કેવળજ્ઞાનને પામ્યાં. મમતાને દૂર કરી સમતાને પ્રાપ્ત કરાવનારી આ એકત્વભાવનાથી ભાવિત થયેલા શ્રી નમિરાજર્ષિ પરમ સુખના ભોક્તા બન્યા. મમતાની મંદતાથી ઘણીવાર આપણે આંશિક સુખનો અનુભવ કરીએ છીએ. છતાં સર્વથા મમતાને દૂર કરીને સમતામાં સ્થિર કરનારી આ એકત્વભાવનાને ભાવવાનું
૧૦
Page #4
--------------------------------------------------------------------------
________________
આપણને મન થતું નથી. સર્વથા નિષ્ફળતા મળ્યા પછી ‘આપણે શું ? સંસારમાં કોણ કોનું છે ? બધાં સ્વાર્થનાં સગાં છે...' ઇત્યાદિ રીતે આપણે વિચારીએ છીએ; પરંતુ એ એકત્વભાવનાનું પરિભાવન નથી. વસ્તુના પરમાર્થને જાણીને ગમે તેવી અનુકૂળ સામગ્રીમાં પણ એવો વિચાર આવે તો એ એકત્વભાવના છે.
[ (૫) અન્યત્વભાવના ]
અનાદિ-અનંત આ દુ:ખમય સંસારમાં જીવ અને અજીવ : આ બે તત્ત્વો છે. ચેતન અને જડના નામે પ્રસિદ્ધ એ બન્ને તત્ત્વો દ્રવ્યસ્વરૂપે એક હોવા છતાં એના ગુણોની અપેક્ષાએ એ બન્નેનું સ્વરૂપ તદ્દન ભિન્ન છે. દૂધ અને પાણીની જેમ આત્માની સાથે એકમેક થઇ ગયેલાં કર્મરૂપ જડ પુદ્ગલોના કારણે આપણે લગભગ આપણું અસ્તિત્વ ભૂલી ગયા છીએ. અનંતજ્ઞાનાદિમય આપણું - જીવનું સ્વરૂપ હોવા છતાં, તીવ્ર
અજ્ઞાનથી એ સ્વરૂપનું આપણે ભાન ગુમાવ્યું છે, જેથી તદ્દન ભિન્ન સ્વરૂપવાળાં એવાં જડ પુદ્ગલો આપણાથી સર્વથા ભિન્ન છે – એ વાત આપણને યાદ જ આવતી નથી અને જડ એવા શરીરને જ આત્મા માની એની આળ-પંપાળમાં પુણ્યથી મળેલી ઉત્તમોત્તમ ધર્મસામગ્રીને હારી રહ્યા છીએ. શરીરાદિ પુદ્ગલો સર્વથા જડ છે. શુદ્ધ ચૈતન્યને ધરાવનારા આત્માને એની સાથે કશો જ સંબંધ નથી. એ બધાની તીવ્ર મમતાને લઇને આ જીવ વિના કારણે કદર્થના પામે છે. વિષયસુખનાં બાહ્ય સાધનો તો આત્માથી જુદાં જ છે. પરંતુ દુનિયામાં મોટો ભાગ જેને આત્મા માને છે તે આ શરીર પણ આત્માથી ભિન્ન છે. એ શરીરાદિનો નાશ થયા પછી પણ આત્માનું અસ્તિત્વ કાયમ જ છે. માત્ર કર્મના યોગે અનાદિકાળથી આત્મા ભિન્ન ભિન્ન શરીરોને ગ્રહણ કરે છે. આ વસ્તુસ્થિતિને વિચારી આત્મા તેનાથી વિલક્ષણ સ્વભાવવાળા શરીરાદિને,
પોતાથી ભિન્ન માને અને એની મમતાને દૂર કરવા પ્રયત્નશીલ બને તો જીવને પોતાનું શુદ્ધ સ્વરૂપ મળતાં વાર નહિ લાગે. શ્રી ખંધકમુનિ, શ્રી ઝાંઝરીયા મુનિ અને શ્રી સ્કંધક મુનિના ઘાણીમાં પિલાયેલા પાંચસો (૫૦૦) શિષ્યો આ અન્યત્વભાવનાના પરિભાવનથી મરણાંત કષ્ટોને સમતાભાવે સહન કરી શ્રી સિદ્ધપદને પામ્યા.
[ (૬) અશુચિભાવના )
અનંતજ્ઞાન-દર્શનાદિ ગુણોથી યુક્ત આત્મા શુદ્ધ સ્ફટિકની જેમ નિર્મળ અને પવિત્ર છે. પરંતુ કર્મના યોગે અત્યંત અપવિત્ર અને મલિન એવી કાયામાં રહીને એ કાયાની મમતાદિના કારણે જીવે પોતાની નિર્મળ અને પવિત્ર એવી અવસ્થાનો વિચારસરખો ય કર્યો નથી. આ સંસારમાં પદ્ગલિક સુખનાં સઘળાં ય સાધનોની અપેક્ષાએ જીવને સૌથી વધારે રાગ આ શરીર ઉપર છે. પરમાર્થથી તો આ શરીરના રાગના
કારણે જ અન્ય સુખનાં સાધનો પર જીવને રાગ થાય છે. આ શરીરની ઉત્પત્તિ, શરીરની વર્તમાન અવસ્થા અને એની વિનાશ પછીની અવસ્થાનો વિચાર કરીએ તો તે કેટલું અપવિત્ર, દુર્ગધી અને જુગુપ્સા પેદા કરે એવું છે - એ સમજાયા વિના નહિ રહે. જે મળ, મૂત્ર, ઘૂંક, રુધિર અને માંસના લોચા જોતાં નાક મચકોડીએ છીએ અને દુર્ગછા કરીએ છીએ; એ બધાનો સંગ્રહ આપણા આ શરીરમાં છે. સ્વચ્છ પાણીથી સ્નાન કરાવીએ, ચંદનાદિ લેપથી સુગંધી બનાવીએ અને નિર્મળ સ્વચ્છ વસ્ત્રથી સુશોભિત કરીએ તોપણ આ કાયા એના અપવિત્ર સ્વભાવનો ત્યાગ કરતી નથી. ગમે તેવાં પવિત્ર, શુદ્ધ અને મનોહર એવાં દ્રવ્યોને પણ પોતાના સંસર્ગથી અપવિત્ર, અશુદ્ધ અને જુગુપ્સા ઉપજાવે એવા બનાવવાનો શરીરનો સ્વભાવ છે. નિરંતર નવ અથવા બાર દ્વારોથી અશુચિને વહાવતી આ કાયાની અપવિત્રતાને જાણ્યા અને
૧૩
૧૪
Page #5
--------------------------------------------------------------------------
________________
જોયા પછી પણ એને સુંદર, મનોહર, રમણીય અને લાવણ્યમય જોનારા ખરેખર જ મોહથી અંધ બન્યા છે. અનંતોપકારી શ્રી જિનેશ્વરદેવોનાં પરમતારક વચનોથી મોહના અંધાપાને દૂર કરી અપવિત્ર એવા આ શરીરની મમતાને દૂર કરી જેઓ શ્રી સનકુમાર ચક્રવર્તી વગેરે પવિત્ર આત્માઓની જેમ આત્મકલ્યાણને સાધે છે તેઓ ખરેખર જ પરમવંદનીય છે.
[ (૭) આશ્રવભાવના ]
બાર ભાવનાઓમાં સાતમી “આશ્રવ’ ભાવના છે. શુદ્ધ સ્ફટિકની જેમ અત્યંત નિર્મળ એવા જીવની મલિનતાનું એકમાત્ર કારણ કર્મ છે. તલાવાદિમાં પાણી આવવાનાં દ્વારોની જેમ જે દ્વારોથી જીવને કર્મનો યોગ થાય છે એ દ્વારોને આશ્રવ કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગ : આ ચાર મુખ્ય આશ્રવો છે. એ ચાર અને આહારાદિ સંજ્ઞાને ગણતાં, પૂર્વે
પાંચ આશ્રવો જણાવ્યા છે. ‘નવતત્ત્વમાં આશ્રવતત્ત્વના ૪૨ ભેદો જણાવ્યા છે. પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો, પ્રાણાતિપાત, અસત્ય અને ચોરી વગેરે પાંચ અવિરતિ, મન-વચન અને કાયાના ત્રણ યોગ અને પચીસ(૨૫) અસન્ક્રિયાઓ : આ રીતે બેંતાલીશ(૪૨) આશ્રવના ભેદો છે. શ્રી આચારાંગસૂત્રમાં વર્ણવ્યા મુજબ જીવની અયોગ્યતાના કારણે એના માટે સંવરનાં સ્થાનો પણ આશ્રયસ્થાનો બની જાય છે. તેથી જેટલાં સંવરસ્થાનો છે એટલાં આશ્રયસ્થાનો છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે જે દ્વારોથી કર્મનું આગમન થાય છે તે બધાં જ આશ્રવ છે. ઉપર જણાવેલાં આશ્રયસ્થાનોમાં મિથ્યાત્વ અને અવિરતિ : આ બે આશ્રવો તો ખૂબ જ ખરાબ છે. શ્રી વીતરાગ પરમાત્માનાં પરમતારક વચનો ઉપર શ્રદ્ધા ન થવા દે - એ મિથ્યાત્વનો પ્રભાવ છે અને અવિરતિના આશ્રવના કારણે જીવને મોક્ષના
સાધનભૂત રત્નત્રયીની પ્રાપ્તિ થતી નથી. કષાયોમાં પણ અનંતાનુબંધી વગેરે પ્રથમ ત્રણ કષાયો તો ખૂબ જ ખરાબ છે. સંજવલનના પણ કષાયોના ઉદયને આધીન થઇએ તો સર્વવિરતિધર્મની પ્રાપ્તિ પછી પણ જીવ તેને હારી જાય છે. ઉપશમશ્રેણીથી જીવના પતનનું કારણ પણ એ કષાય છે. આ રીતે આશ્રવભાવનાનું પરિભાવન કરવાપૂર્વક સર્વથા આશ્રવરહિત બનીને અનંતાનંત આત્માઓ સર્વથા દુ:ખરહિત બન્યા છે. વર્તમાનમાં સર્વથા આશ્રવરહિત બનવાનું આપણા માટે શક્ય નથી. પરંતુ અપ્રશસ્ત આશ્રવોને રોકવાનું આપણા માટે અશક્ય નથી.
( (૮) સંવરભાવના )
પૂર્વે જણાવેલા બેતાલીશ (૪૨) પ્રકારના આશ્રવોને રોકવાની ક્રિયાને સંવર કહેવાય છે. સંવરથી નવા કર્મનો બંધ થતો નથી. સારામાં સારી કર્મોની નિર્જરા થતી હોય તો પણ જો નવા
કર્મનો બંધ અટકે નહિ, તો જીવ કર્મરહિત બની શકતો નથી. સર્વથા કર્મરહિત અવસ્થાને પ્રાપ્ત કરવા નિર્જરાની જેમ સંવર પણ અનિવાર્ય છે. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીશ પરિષહો, દશ પ્રકારનો સાધુધર્મ, બાર ભાવના અને પાંચ ચારિત્ર : આ સત્તાવન (૫૭) ભેટવાળા સંવરથી નવા કર્મના બંધને નિવારી શકાય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિસ્વરૂપ અષ્ટ પ્રવચન માતા પ્રસિદ્ધ છે. (૧) ક્ષુધા (૨) તૃષા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશ (૬) અચલ (૭) અરતિ (૮) સ્ત્રી (૯) ચર્યા (૧૦) નૈષેલિકી (૧૧) શપ્યા (૧૨) આક્રોશ (૧૩) વધ (૧૪) યાચના (૧૫) અલાભ (૧૬) રોગ (૧૭) તૃણસ્પર્શ (૧૮) મલ (૧૯) સત્કાર (૨૦) પ્રજ્ઞા (૨૧) અજ્ઞાન અને (૨૨) સમ્યકત્વ : આ બાવીશ પરિષહો છે. (૧) ક્ષમા (૨) મૃદુતા (૩) સરળતા (૪) નિલભતા (૫) તપ (૬) સંયમ (૭) સત્ય (૮) શૌચ (૯) નિષ્પરિગ્રહતા અને
૧૭
૧૮
Page #6
--------------------------------------------------------------------------
________________
(૧૦) બ્રહ્મચર્ય : આ દશ પ્રકારનો યતિધર્મ છે. અનિત્યાદિ બાર ભાવનાઓ તથા (૧) સામાયિક (૨) છેદોપસ્થાપનીય (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મસં૫રાય અને (૫) યથાખ્યાત : આ પાંચ ચારિત્ર છે. સત્તાવન પ્રકારના આ સંવરનું સ્વરૂપ નવતત્વમાં તેમ જ યોગશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે. સંવરતત્ત્વના ભેદ-પ્રભેદોમાં કેટલાક ભેદપ્રભેદો બે વાર આવ્યા છે. તે, તે તે ભેદપ્રભેદોની પ્રધાનતા જણાવવા માટે છે. શુદ્ધ નિરતિચાર શ્રી સાધુધર્મની પ્રાપ્તિ વિના આ બધાં સંવરસ્થાનોની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ગૃહસ્થપણામાં પણ પોતાની યોગ્યતા મુજબ શક્તિ અનુસાર ઉપર જણાવેલાં સંવરસ્થાનોને સેવ્યા વિના લોકોત્તર શુદ્ધ ચારિત્રધર્મની પ્રાપ્તિ શક્ય નથી. શક્તિ અનુસાર સંવરસ્થાનોને સેવવાપૂર્વક સંવરભાવનાની પરિભાવનાથી ક્રમે કરીને જીવ સર્વ સંવરભાવસ્વરૂપ શૈલેશી અવસ્થાને પામી સર્વ કર્મથી રહિત બને છે.
(૯) નિર્જરાભાવના ) અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિના કારણે જીવને કર્મબંધ થતો આવ્યો છે. ભવોભવનાં સંચિત એ કર્મોના વિયોગને ‘નિર્જરા’ કહેવાય છે. આમ તો આ નિર્જરા એક જ પ્રકારની છે, પરંતુ એના સાધનભૂત તપના બાર ભેદના કારણે નિર્જરા બાર પ્રકારની છે. એટલે પરમાર્થથી તો નિર્જરાભાવનાના પરિભાવન માટે તપના બાર પ્રકારની જ પરિભાવના કરવી જોઇએ. (૧) અનશન (૨) ઊણોદરી (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયક્લેશ અને (૬) સંલીનતા - આ છ પ્રકાર બાહ્યતાના છે. અમુક સમય સુધી અથવા જીવીએ ત્યાં સુધી, આહારનો ત્યાગ કરવો તેને અનશન' કહેવાય છે, જે ઉપવાસાદિ અનેક પ્રકારનું છે. ભૂખ કરતાં ઓછું વાપરવું તેને ‘ઊણોદરી’ કહેવાય છે. વાપરવા સંબંધી દ્રવ્ય,
૧૯
ક્ષેત્ર અને કાલાદિનું નિયત પ્રમાણ કરવું તે ‘વૃત્તિસંક્ષેપ' છે. દૂધ-દહીં વગેરે છે વિગઇઓમાંથી કોઇ પણ વિગઇના ત્યાગને રસત્યાગ’ કહેવાય છે. આતાપના લેવી, કાઉસ્સગ્ન કરવા માટે ઊભા રહેવું અને લોચાદિ કષ્ટ વેઠવા વગેરેને “કાયક્લેશ’ કહેવાય છે. અપ્રશસ્ત ઇન્દ્રિયાદિને રોકવાની ક્રિયાને ‘સંલીનતા' કહેવાય છે. આ જ પ્રકારનો બાહ્યતા અત્યંતર તપનું કારણ છે. (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) કાયોત્સર્ગ - આ છ પ્રકાર અત્યંતર તપના છે. આલોચના વગેરે દશ પ્રકારનું પ્રાયશ્ચિત્ત' છે. જ્ઞાનવિનયાદિ સ્વરૂપ સાત પ્રકારનો ‘વિનય’ છે. પૂ. આચાર્યાદિ દશની વૈયાવચ્ચ સ્વરૂપ ‘વૈયાવચ્ચ’ તપ દશ પ્રકારનો છે. વાચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય' છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ – આ ચાર પ્રકારના ધ્યાનમાંથી ધર્મ અને શુક્લ ધ્યાનના ભેદથી બે
પ્રકારનો ધ્યાન' સ્વરૂપ અત્યંતર તપ છે. દ્રવ્યથી કાયા વગેરેનો ત્યાગ કરવો અને ભાવથી કષાય વગેરેનો ત્યાગ કરવો તેને “કાયોત્સર્ગ કહેવાય છે; જે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. આ પ્રમાણે છત્રીશ ભેદો, અત્યંતર તપના છ ભેદોના છે. સુવિહિત પૂ. ગીતાર્થ ભગવંતો પાસેથી તપના યથાર્થ સ્વરૂપને જાણી પોતાની શક્તિ અનુસાર આ તપની આરાધનાથી શ્રી દઢપ્રહારી વગેરે મહાત્માઓની જેમ જીવો શ્રી સિદ્ધપદને પ્રાપ્ત કરે છે.
બોધિદુર્લભભાવના
અનંતજ્ઞાની શ્રી તીર્થંકરદેવોએ સમ્યગુદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યફચારિત્રને મોક્ષના ઉપાય તરીકે વર્ણવ્યા છે. એમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જીવને સમ્યજ્ઞાન કે સમ્યફચારિત્રની પ્રાપ્તિ ક્યારે પણ થતી નથી. સમ્યગુદર્શનની વિદ્યમાન અવસ્થામાં જ જ્ઞાન અને
૨૧
૨ ૨
Page #7
--------------------------------------------------------------------------
________________
ચારિત્ર સમ્યકુ હોય છે. મોક્ષસાધક એ ઉપાયોમાં પ્રાપ્તિની અપેક્ષાએ સમ્યગ્દર્શન સૌથી પહેલું છે. આ સંસારમાં મનુષ્યજન્મ, આર્યદેશ, આર્યકુળ, આર્યજાતિ, રાજયાદિ સુખો અને દેવલોકનાં સુખો પુણ્યના યોગે આ જીવને અનંતીવાર મળે છે. ચરમાવર્તમાં પણ જે જીવો હજુ સુધી આવ્યા નથી, એવા જીવોને પણ એ બધી સામગ્રી અકામનિર્જરાથી સુલભ છે. જયારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ખરેખર જ અતિદુર્લભ છે. અદ્ધ પુદ્ગલપરાવર્તકાળથી અધિકકાલ સુધી જે જીવોને આ સંસારમાં રખડવાનું બાકી છે, એવા જીવોને તો કોઇ પણ સંયોગોમાં શ્રી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતી જ નથી. માત્ર અદ્ધપુદ્ગલપરાવર્તકાળ અથવા તેથી ઓછો કાળ જે જીવોને સંસારમાં રહેવાનું છે એવા જીવોને જ તેવા પ્રકારના વિશુદ્ધ અધ્યવસાયથી તેની પ્રાપ્તિ થાય છે. માત્ર અંતર્મુહુર્ત જેટલો કાળ પણ આ સમ્યગ્દર્શન મળી જાય તો આ
જીવ વધારેમાં વધારે અદ્ધપગલપરાવર્તકાળમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. નરક અને તિર્યંચગતિને સર્વથા નિવારનારું આ સમ્યગ્દર્શન મોક્ષમાં ન જઇએ ત્યાં સુધી સંસારમાં પણ જીવની દુ:ખી અવસ્થાના વિરહને કરનારું છે. અનંત-જ્ઞાનીઓના પરમતારક વચનથી શ્રી સમ્યગુ-દર્શનના ઉપાયોને જાણીને એને મેળવવાનું મન થઇ જાય તો દુર્લભ એવું આ સમ્યગ્દર્શન આપણા માટે સુલભ થઇ જાય.
‘શાંત-સુધારણા'દિ ગ્રંથોમાં બાર ભાવનાઓમાં ‘બોધિ દુર્લભ ભાવનાના સ્થાને ધર્મભાવના’નો ઉલ્લેખ છે. એ ભાવનામાં ધર્મની ઉત્તમતા અને તેના પ્રભાવનું ચિંતન કરાય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનને પ્રાપ્ત કર્યા પછી પરમ અતિશયના નિધાન શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલો લોકોત્તર ધર્મ જ અનંત સુખનું કારણ છે. નિયમિતપણે સૂર્યચંદ્રનું ઉદય પામવું, સમુદ્રનું મર્યાદામાં રહેવું અને આલંબન
૨૪
વિનાની પૃથ્વીનું ટકી રહેવું ઇત્યાદિ નિયતભાવો પણ ધર્મને આધીન છે... ઇત્યાદિ અર્થનું પરિભાવન ધર્મભાવનામાં કરાય છે.
[ (૧૧) લોકસ્વરૂપભાવના)
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ : આ પાંચ દ્રવ્યોના આધારને લોક કહેવાય છે. ચૌદરાજ પ્રમાણ આ લોકાકાશ સંખ્યાતીત યોજન પ્રમાણ છે. એક રાજનું પ્રમાણ અસંખ્યાત યોજન છે. એવા ચૌદ રાજ પ્રમાણ આ લોકમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સર્વત્ર છે તેમ જ દારિકાદિ પુગલો પણ સર્વત્ર છે. કર્મના યોગે નવાં નવાં પુદ્ગલોને ગ્રહણ કરી આ ચૌદરાજમાં સર્વત્ર આ જીવે નવાં નવાં સ્વરૂપને ધારણ કર્યા છે. કર્મને વશ બની નવા નવા વેષને ભજવવા માટે જીવોની રંગભૂમિ સ્વરૂપ આ ચૌદ રાજલોક છે. એમાં એક પણ પ્રદેશ એવો નથી કે જયાં આ જીવે
અનંતીવાર જન્મ-મરણ કર્યા ન હોય. છતાં આ લોકમાં શુભ કે અશુભ સ્થાનને પામી હજુ પણ આ જીવ હર્ષ અને વિષાદને ધારણ કરે છે, જેથી અનાદિકાળથી ચાલતા આ ભ્રમણથી જીવનો છૂટકારો થતો નથી. કર્મપરવશ આ જીવે અનંતીવાર તે તે સ્થાનોમાં રહેલાં શુભાશુભપુગલોને ગ્રહણ કર્યા હોવા છતાં એ પુગલોની પ્રાપ્તિથી જીવ વારંવાર રાગ અને દ્વેષને આધીન બને છે. આવી સ્થિતિનો વિચાર કરી તે તે સ્થાનોની તેમજ તે તે સ્થાનોમાં રહેલાં પુગલોની પ્રાપ્તિને કર્મના શુભાશુભ વિપાકરૂપે ચિંતવીએ તો કર્મને દૂર કરવાનું મન થયા વિના નહિ રહે અને ત્યારબાદ અનંતજ્ઞાનીઓની પરમતારક આજ્ઞાનુસાર કર્મક્ષયના ઉપાયોને આરાધી આ લોકના અગ્રભાગે શાશ્વત નિવાસને કરી શકીએ. આ લોકની વિષમસ્થિતિને દૂર કરવા અને લોકમાંના સર્વશ્રેષ્ઠ એ મોક્ષસ્થાનને પ્રાપ્ત કરવા માટે આ ‘લોકસ્વરૂપ' ભાવનાનું પરિભાવન છે.
૨૫
૨૬
Page #8
--------------------------------------------------------------------------
________________
(૧૨) ધર્મસ્વાખ્યાતભાવના
શ્રી ‘પ્રશમતિ' ગ્રંથમાં સૂત્રકાર પરમર્દિ શ્રી ઉમાસ્વાતિ મહારાએ આ બારમી ભાવનાનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે “રાગાદિ અત્યંતર શત્રુઓના સમુદાયને જીતનારા શ્રી જિનેશ્વરદેવોએ જગતના જીવોના હિત માટે ધર્મ ઉપદેશ્યો છે. જે જીવો આ લોકોત્તર ધર્મમાં લીન થાય છે તેઓ લીલાપૂર્વક સંસારસાગરને તરી જાય છે.” સૂત્રકાર પરમર્ષિએ આ એક શ્લોકમાં ઘણી માર્મિક વાર્તા જણાવી છે. આ સંસારમાં જગતના જીવોનું હિત કરનાર એક ધર્મ જ છે.એ ધર્મ પણ રાગાદિ દોષોથી સર્વથા રહિત બનેલા શ્રીતીર્થંકર ભગવંત ઉપદેશ્યો છે. અને એની આરાધનામાં લીન થવાથી સંસારસમુદ્રને તરી જવાય છે. આ વાન જેઓ સારી રીતે સમજે છે; તેઓ એ વસ્તુ પણ સારી રીતે સમજી શકે છે કે, જે ધર્મથી વર્તમાનમાં કે પરિણામે જીવોનું હિત થતું નથી
૨૭
ચાર પ્રકારના ધર્મની આરાધનામાં લીન બનેલા વો સંસારસમુદ્રને લીલાપૂર્વક તરી જાય છે.” આ વાતને જણાવીને સૂત્રકાર પરમર્ષિએ ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ધર્મથી સંસારસમુદ્ર તરાય નહિ અથવા સંસારસમુદ્ર તરવાની ભાવના પણ ન જાગે એ ધર્મ વસ્તુતઃ ધર્મ જ નથી. આ કલિકાલમાં પણ શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલા પરમનાક ધર્મને યથાર્થપણે પ્રરૂપનારા પૂ. આચાર્યભગવંતાદિ પરોપકારી ગુરુદેવનો જે જીવોને સુંદર યોગ પ્રાપ્ત થયો છે; તે જીવો ખરેખર જ પુણ્યસંભારને લઇને આવ્યા છે - એમાં કોઇ શંકા નથી.
(૧૩) મૈત્રીભાવના
અનિત્યાદિ બાર ભાવનાઓની જેમ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય : આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનની સ્થિરતા માટે શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશી છે. “કોઇ પણ જીવો
૨૯
કે થવાનું નથી એ વસ્તુતઃ ધર્મ નથી પરંતુ ધર્માભાસ છે. આવા અહિતકર ધર્મના ઉપદેશકોએ સ્વ-પરનું ઘણું જ અહિત કર્યું છે. રાગાદિ દોષોથી સર્વથા મુક્ત બન્યા પછી જ શ્રી જિનેશ્વરદેવોએ હિતકર ધર્મને ઉપદેશ્યો છે. તેથી સમજી શકાય છે કે વસ્તુતઃ સ્વતંત્રપણે હિતકર ધર્મના સાચા ઉપદેશકો શ્રી વીતરાગપરમાત્માઓ જ છે. રાગાદિને આધીન બનેલા ગમે તેટલાં સમર્થ શાની હોય તોપણ તેઓ સ્વ-પરના કલ્યાણને કરનારા ધર્મનો સ્વતંત્રપણે ઉપદેશ કરવા સમર્થ નથી જ, પરંતુ શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલા ધર્મની પ્રરૂપણા કરવાના સાચા અધિકારી પણ તેઓ બની શકતા નથી. માન-સન્માનના અર્થી બનેલા ધર્મોપદેશકોએ ઇર્ષ્યા અસૂયાદિ દોષોના કારણે લોકોત્તર ધર્મની જે વિડંબના કરી છે તેને આપણે વર્તમાનમાં જોઇ જ રહ્યા છીએ. ‘શ્રી અરિહંત પરમાત્માઓએ ઉપદેશેલા દાન, શીલ, તપ અને ભાવ સ્વરૂપ
૨૮
પાપ ન કરે, દુ:ખી ન થાય, આ સમગ્ર જગતના જીવો કર્મથી રહિત બની અનંત સુખને પામે આવી ભાવનાને મૈત્રીભાવના કહેવાય છે. “સર્વ જીવોને સુખ પ્રાપ્ત થાય એવી ભાવનાવાળાને એ વસ્તુનો સારી રીતે ખ્યાલ છે કે આ સંસારમાં દુઃખની પ્રાપ્તિનું કારણ પાપ છે. દુઃખના નાશની ઇચ્છા કરનારે સૌથી પહેલાં પાપના નાશની ઇચ્છા કરવી જોઇએ. પાપ ચાલુ હોય ત્યાં સુધી દુઃખનો વિનાશ શક્ય નથી. તેથી મૈત્રીભાવનાથી ભાવિત થવા માટે સૌથી પહેલાં કોઇ પણ જીવ પાપ ન કરે એવી ઇચ્છા કરી છે અને ત્યારબાદ કોઇ પણ જીવો દુ:ખી ન થાય એવી ઇચ્છા કરી છે. પરંતુ જ્યાં સુધી આ સંસારથી જીવો મુક્ત નહિ થાય ત્યાં સુધી સંસારમાં પાપ કર્યા વિના જીવો રહી શકવાના નથી અને એના યોગે જીવો દુ:ખી થવાના જ છે; તેથી બધા જીવોને સુખી જેવાની ભાવનાવાળા ‘આ સંસારથી બધા જીવો મુક્ત
૩૦
Page #9
--------------------------------------------------------------------------
________________
બને' એવી ઇચ્છાને કરે છે. આ રીતે મૈત્રી ભાવનાથી ભાવિત આત્માઓ સ્વયં પાપને કરે, પાપને ઉપાદેય માને, સંસારનાં સુખોને ઉપાદેય માને અને મોક્ષને ઉપાદેય ન માને એ સંભવિત નથી. જ્યાં સુધી પોતાને પાપ છોડવાજેવું છે અને મોક્ષ જ મેળવવાજેવો છે એવું હૃદયમાં વસે નહિ ત્યાં સુધી હૈયે પ્રાણીમાત્રની મૈત્રીનો ભાવ આવે એ સંભવિત નથી; પોતાના હિતની ઇચ્છાનો અભાવ હોય ત્યારે પરના હિતની ઇચ્છા વાસ્તવિક નથી - એ યાદ રાખવું જોઇએ. (૧૪) પ્રમોદભાવના
શ્રી ‘યોગશાસ્ત્ર'માં પ્રમોદભાવનાનું સ્વરૂપ વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ આ.ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે “સકલ દોષોથી વર્જિત, વસ્તુતત્ત્વને જેનારા પૂ. જ્ઞાની ભગવંતોના ગુણોને વિષે જે પક્ષપાત છે, તેને પ્રમોદભાવના કહેવાય છે." રાગાદિ દોષો
૩૧
ઇર્ષ્યા અને અસૂયા વગેરે દોષોની વિદ્યમાનતામાં ગુણીજનોના ગુણોના દર્શનથી આનંદ થવો - એ સહેલું નથી. તેથી માત્સર્યાદિનો ત્યાગ કરી શ્રી તીર્થંકરદેવાદિ ગુણથી પરિપૂર્ણ આત્માઓના તે તે ગુણોના અર્થી બની તેની સ્તવનાદિને કરનારા પણ ખરેખર જ ધન્યવાદને પાત્ર છે.
(૧૫) કારુણ્યભાવના
દુઃખમય આ સંસારમાં કર્મના યોગે અનેકવિધ દુઃખોને જીવો અનુભવી રહ્યા છે. કેટલાક જીવો ધનાદિના અભાવે દીન બને છે. કેટલાક જીવો મહાભયંકર વ્યાધિથી પીડાઇ રહ્યા છે. કેટલાક જીવો મરણાદિ ઉપદ્રવોના સાત પ્રકારના ભયથી ત્રસ્ત થઇ તેનાથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે અને કેટલાક જીવો તો, જીવન નાશ પામી રહ્યું છે એમ જાણીને જીવનની યાચના કરતાં ખૂબ જ કન્ન અવસ્થાને પામ્યા છે. આવા દીન, આર્ત્ત, ભીત અને યાચમાન
૩૩
જેમના ચાલ્યા ગયા છે અને કેવલજ્ઞાન તથા કેવલદર્શન વડે જેઓ વસ્તુતત્ત્વના દ્રષ્ટા છે એવા શ્રી અરિહંતપરમાત્માઓ અને શ્રી સિદ્ધ પરમાત્માઓ અનંતગુણના નિધાન છે. એ ગુણોની ઇચ્છાપૂર્વક એ ગુણોની અનુમોદના કરવી અને એની સ્તવના કરવામાં જ જિર્વેન્દ્રિયની સફળતા છે - એમ સમજી એ અનંતગુણોની સ્તવના વગેરે કરવી તેને તે તે ગુણોનો પક્ષપાત કહેવાય છે. અનંતગુણોના સ્વામી શ્રી અરિહંતપરમાત્માએ ઉપદેશેલા ધર્મની અપ્રમત્તપણે આરાધનાને કરનારા શ્રી સાધુભગવંતોના તે તે ગુણોની અનુમોદના વગેરેને પણ પ્રમોદભાવના કહેવાય છે. આવા ગુણથી પરિપૂર્ણ પવિત્ર આત્માઓના દર્શનથી નેત્રને પવિત્ર કરનારા, તેઓશ્રીના ગુણશ્રવણ અને ગુણોત્કીર્તન દ્વારા કાન અને જીભને પવિત્ર કરનારા જેવો પ્રમોદભાવનાથી ભાવિત થઇ પોતે પણ તે તે ગુણોના સ્વામી બને છે. માત્સર્ય,
૩૨
જનોનાં દુઃખોને જોઇને કરુણાથી આર્દ્ર હૃદયવાળા જીવોને, તે તે જીવોના દુઃખને દૂર કરવાની ભાવના પ્રગટે છે. તેને ‘કરુણાભાવના' કહેવાય છે. એ ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા અને શક્તિ અનુસાર તે તે જીવોનાં તે તે દુઃખોને દૂર કરવામાં પ્રયત્નશીલ આત્માઓ સારી રીતે એ વસ્તુને સમજે છે કે જીવોની એ દુઃખી અવસ્થા અધર્મને આચરવાથી થયેલી છે. તેથી તેઓ દુઃખને દૂર કરવા સાથે તે તે જીવોના અધર્મમય જીવનને ધર્મમય બનાવવાની ભાવનાને નિરંતર સેવતા હોય છે. ભૂતકાળના કોઇ સુંદર પુણ્યના ઉદયથી મળેલી ઉત્તમ સામગ્રી અને શક્તિનો આ રીતે ઉપયોગ કરી સ્વ-પરના હિતને સાધનારા પુણ્યાત્માઓ જ વાસ્તવિક રીતે કરુણાભાવનાને ભાવે છે. વિવેકપૂર્વક આ કારુણ્યભાવનાર્થી ભાવિત બનેલા જીવો ઔદાર્યાદિ ગુણોને પ્રાપ્ત કરી કાલાંતરે સર્વ જીવોની રક્ષાને કરતાં કરતાં શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરનારા બને છે.
૩૪
Page #10
--------------------------------------------------------------------------
________________
(૧૬) માધ્યચ્ચભાવના
આ અસાર સંસારમાં અનાદિકાળની સુખની લાલચે એને મેળવવા માટે જીવો ભયંકર કોટિના પાપ કર્મને આચરતાં સહેજ પણ વિચાર કરતા નથી અને હિંસાદિ ક્રૂર કર્મોને નિ:શંકપણે નિરંતર કરતા હોય છે. કેટલાક જીવો તો પોતાની એ પ્રવૃત્તિનો નિષેધ કરનારા અનંતોપકારી દેવ-ગુરુની નિંદામાં પણ નિરત થાય છે. આવા ક્રૂર કર્માદિ કરનારા અને પોતાની જાતને જ સારી માનનારા અયોગ્ય જીવોની પ્રત્યે દ્વેષ કર્યા વિના તેઓની ઉપેક્ષા કરવી તેને માધ્યચ્ય કહેવાય છે. આવી માધ્યશ્મભાવનામાં રમણ કરનારા જીવો, એ સારી રીતે સમજે છે કે અનંતશક્તિના સ્વામી શ્રી અરિહંત પરમાત્માઓ પણ આવા અયોગ્યજનોને સુધારી શકતા નથી, તો આપણે કેવી રીતે તેઓને સુધારવા શક્તિમાન થઇશું ?
કર્મવશ પાપપરાયણ એ જીવોને આ સંસારમાં રખડવાનું બાકી હોવાથી એવા જીવોને સુધારવાનું આપણાથી કોઇ પણ રીતે શક્ય નથી. એવા સંયોગોમાં એ જીવો ઉપર આપણે દ્વેષ કરીએ તો આમાં આપણા આત્માનું માત્ર અહિત જ થાય છે. સ્વહિતના ભોગે પરના હિતને કરવા કયો એવો બુદ્ધિમાન માણસ પ્રયત્ન કરે ? સંયોગવશ કોઈ એવી જવાબદારીના સ્થાને આપણે હોઇએ તોપણ અયોગ્ય વ્યક્તિઓને સામાન્ય સૂચના કરી એની ઉપેક્ષા કર્યા વિના બીજો કોઇ પણ ઉપાય નથી. અન્યથા સામી વ્યક્તિનું જે થવાનું હોય તે તો થવાનું છે જ. પરંતુ આપણે માત્ર અહિત ચોક્કસ થશે. ઉત્તમોત્તમ ધર્મની સામગ્રી મળવા છતાં જેમને ધર્મ આરાધવાનું મન ન હોય અને સમજાવવા છતાં જેઓ સમજી શકતા ન હોય એવા જીવોની ઉપેક્ષા આપણા અને એના હિતમાં જ છે.
૩૫
૩૬
પિંચ પરમેષ્ઠી ગુણ દર્શન
( શ્રી નમસ્કાર મહામંત્ર | નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ-નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ,
પઢમં હવઇ મંગલ.
શ્રી અરિહંતપરમાત્માના બાર ગુણો.
એક યોજન પ્રમાણ સમવસરણની ભૂમિમાં દેવતાઓ સુગંધી પાંચવર્ણવાળાં
મનોહર પુષ્પો ઢીંચણપ્રમાણ વરસાવે છે. (૩) દિવ્ય ધ્વનિ સ્વરૂપ ત્રીજા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
શ્રી વીતરાગપરમાત્માની વાણીના ધ્વનિને દેવતાઓ માલકૌસ રાગ વગેરેના તેમ જ વીણા વગેરેના ધ્વનિથી પવિત્ર કરે છે. ચામર સ્વરૂપ ચોથા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
રત્નજડિત સુવર્ણની દાંડીવાળા આઠ ચામરો સમવસરણમાં દેવતાઓ દ્વારા વીંઝાય છે. આસનસ્વરૂપ પાંચમા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
સમવસરણમાં બિરાજમાન શ્રી વીતરાગ પરમાત્માને બેસવા માટે દેવતાઓ રત્નજડિત-સુવર્ણમય સિંહાસન રચે છે.
અશોકવૃક્ષથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમ:
શ્રી અરિહંત પરમાત્માના સમવસરણમાં તેઓશ્રીના પુણ્યશરીરની અપેક્ષાએ બારગણું ઊંચું આસોપાલવનું વૃક્ષ હોય છે. સુરપુષ્પવૃષ્ટિ સ્વરૂપ બીજા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
(૨)
૩૮
Page #11
--------------------------------------------------------------------------
________________
(૬) ભામંડલસ્વરૂપ છઠ્ઠા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
દેવાધિદેવના મુખકમલને સારી રીતે જોઈ શકાય એ માટે તેઓશ્રીના મસ્તકની પાછળ અત્યંત તેજસ્વી એવું મંડળ દેવતાઓ રચે છે. દુંદુભિ સ્વરૂપ સાતમા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
સમવસરણમાં દેવતાઓ દુંદુભિના નાદથી; દેવાધિદેવના ટોણ જગતના સામ્રાજ્યને જણાવતા ન હોય- એવું લાગે છે. છત્ર સ્વરૂપ આઠમા પ્રાતિહાર્યથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
સમવસરણમાં ચારે દિશામાં શ્રી અરિહંત પરમાત્માના મસ્તક ઉપર ત્રણ
ઉજજવળ છત્રો દેવતાઓ રચે છે. (૯) અપાયાપગમાતિશયથી શોભતા શ્રી
અરિહંત પરમાત્માને નમઃ
દેવાધિદેવના વિહાર વખતે કુલ સવાસો યોજન જેટલા ક્ષેત્રમાં મારી મરકી વગેરે ઉપદ્રવો નષ્ટ થાય છે, દુષ્કાળ વગેરે થતા નથી અને દેવાધિદેવ
સર્વ દોષોથી રહિત હોય છે. (૧૦) જ્ઞાનાતિશયથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
પંચમ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવાથી દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા સર્વથા અજ્ઞાનથી રહિત અને સમગ્ર જ્ઞાનથી
પરિપૂર્ણ હોય છે. (૧૧) પૂજાતિશયથી શોભતા શ્રી અરિહંત પરમાત્માને નમઃ
શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી દેવાધિદેવની ૬૪ ઇન્દ્રાદિ દેવતાઓ, અસુરો અને રાજા-મહારાજાઓ જે પૂજા
કરે છે તેને પૂજાતિશય કહેવાય છે. (૧૨) વચનાતિશયથી શોભતા શ્રી અરિહંત
પરમાત્માને નમ:
૩૯
४०
દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંતની વાણીને દેવતાઓ, મનુષ્યો અને તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજે છે એ શ્રી વીતરાગ પરમાત્માનો વચનાતિશય છે...
શ્રી સિદ્ધપરમાત્માના આઠ ગુણો
(૧૩) અનંત જ્ઞાનથી શોભતા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ
જ્ઞાનાવરણીયકર્મના સંપૂર્ણ ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અનંતજ્ઞાન પ્રાપ્ત
થયેલું છે. (૧૪) અનંત દર્શનથી શોભતા શ્રી સિદ્ધ
પરમાત્માઓને નમઃ | દર્શનાવરણીયકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અનંતદર્શન પ્રાપ્ત
થયેલું છે. (૧૫) અવ્યાબાધ સુખના સ્વામી શ્રી સિદ્ધ
પરમાત્માઓને નમ:
વેદનીયકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અવ્યાબાધ સુખની
પ્રાપ્તિ થઈ છે. (૧૬) અનંત ચારિત્રથી શોભતા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ
મોહનીયકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અનંત ચારિત્ર મળે છે. જે પોતાના ગુણમાં સ્થિરતા છે-તે જ
અહીં ચારિત્ર છે. (૧૭) અક્ષયસ્થિતિને પામેલા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ
આયુષ્યકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓને અક્ષય-સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેથી જન્મ-મરણાદિનાં દુ:ખોથી
તેઓ સર્વથા મુક્ત છે. (૧૮) અરૂપી એવા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ
નામકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓ રૂપરહિત, રસરહિત
૪૧
૪૨
Page #12
--------------------------------------------------------------------------
________________
અને સર્વથા સ્પર્શ વગેરેથી રહિત અમૂર્ત
હોય છે. (૧૯) અગુરુલઘુ અવસ્થાને પામેલા શ્રી સિદ્ધપરમાત્માઓને નમ:
ગોત્રકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધ-પરમાત્માઓમાં ભારે અથવા હળવા, ઊંચા અથવા નીચા-આવો
વ્યવહાર થતો નથી. (૨૦) અનંત વીર્યથી શોભતા એવા શ્રી સિદ્ધપરમાત્માઓને નમઃ
અંતરાયકર્મના સર્વથા ક્ષયથી શ્રી સિદ્ધપરમાત્માઓ અચિંત્ય અનંત સામર્થ્યના સ્વામી હોય છે.
(૨૨) રસનેન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમ:
સારા કે ખરાબ રસના અનુભવમાં હર્ષકે વિષાદ આચાર્ય ભગવંતો કરતા નથી. | (૨૩) ધ્રાણેન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમઃ
સારા કે ખરાબ ગંધના અનુભવમાં હર્ષકે વિષાદઆચાર્યભગવંતો કરતા નથી. (૨૪) ચક્ષુ-ઇન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમઃ
સારા કે ખરાબ રૂપાદિના અનુભવમાં આચાર્યભગવંતો હર્ષ કે
વિષાદ કરતા નથી. (૨૫) શ્રવણેન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમઃ
સારા કે ખરાબ શબ્દના અનુભવમાં આચાર્ય ભગવંતો હર્ષ કે વિષાદ કરતા નથી. આ રીતે પાંચ ઇન્દ્રિયોને વશ કરનારા આચાર્ય ભગવંતો હોય છે.
( શ્રી આચાર્યભગવંતના છત્રીશ ગણો | (૨૧) સ્પર્શનેન્દ્રિયનો સંવર કરનારા શ્રી આચાર્ય ભગવંતને નમઃ
સારા કે ખરાબ સ્પર્શના અનુભવમાં હર્ષકે વિષાદ આચાર્ય ભગવંતો કરતા નથી.
૪૩
(૨૬) સ્ત્રીઓ, પશુઓ અને નપુંસકોથી રહિત
વસતિ(ઉપાશ્રયાદિ)ને ગ્રહણ કરનારા આચાર્ય ભગવંતને નમઃ
ચોથા મહાવ્રતને મલિન કરનારી વસતિનો ત્યાગ કરી નિરવદ્ય વસતિમાં
આચાર્ય ભગવંતો રહે છે. (૨૭) રાગાદિથી સ્ત્રીની સાથે વાતોનો ત્યાગ કરનારા આચાર્ય ભગવંતને નમઃ
રાગાદિનો ત્યાગ કરવાપૂર્વક કામકથાદિનું વર્જન કરનારા આચાર્ય ભગવંતો ચોથા મહાવ્રતની બીજી વાડ
(મર્યાદા)પાલન કરે છે. (૨૮) સ્ત્રીઓએ ગ્રહણ કરેલા આસનાદિ ઉપર
બે ઘડી સુધી નહીં બેસવા સ્વરૂપ ચોથા મહાવ્રતની ત્રીજી વાડનું પાલન કરનારા આચાર્ય ભગવંતને નમઃ
વિકારના કારણ સ્વરૂપ જગ્યામાં કે આસનાદિ ઉપર બેસવાનો ત્યાગ કરનારા
આચાર્ય ભગવંતો ચોથા મહાવ્રતનું વિશુદ્ધ
રીતે પાલન કરે છે. (૨૯) રાગને આધીન બની સ્ત્રીના શરીરને નહીં
જોનારા આચાર્યભગવંતને નમઃ
- સ્ત્રીઓ પ્રત્યેકુષ્ટિનો ત્યાગ કરી ચોથા મહાવ્રતની ચોથી વાડનું આચાર્ય ભગવંતો
ખૂબ જ ઉપયોગપૂર્વક પાલન કરે છે. (૩૦) એક જ દિવાલના અંતરે જ્યાં મૈથુનની
ક્રિયા વગેરે થતી હોય એવી જગ્યામાં નહીં રહેનારા આચાર્યભગવંતને નમઃ
સ્ત્રી-પુરુષના વિલાસાદિને જોવા કે સાંભળવાના નિમિત્તનો ત્યાગ કરી ચોથા મહાવ્રતની પાંચમી વાડનું આચાર્ય
ભગવંતો પાલન કરે છે. (૩૧) પૂર્વે સેવેલા કામ-ભોગનું સ્મરણ નહીં કરનારા આચાર્યભગવંતને નમઃ
સ્મરણાદિ દ્વારા પણ ચોથા મહાવ્રતની સ્કૂલના ન થાય-એનું આચાર્ય ભગવંતો સતત ધ્યાન રાખે છે.
૪૫
૪૬
Page #13
--------------------------------------------------------------------------
________________
(૩૨) સ્નિગ્ધ આહારનો ત્યાગ કરનારા આચાર્ય ભગવંતને નમઃ
જેમાંથી ઘી અથવા તેલ વગેરેનાં ટીપાં પડી શકે એવા આહારનો ત્યાગ કરી આચાર્યભગવંતો ચોથા મહાવ્રતની સાતમી વાડનું ખૂબ જ ચીવટથી પાલન કરનારા હોય છે.
(૩૩) નીરસ પણ અધિક આહારનો ત્યાગ કરનારા આચાર્યભગવંતને નમઃ
વાતાદિ વિકારથી ચોથા મહાવ્રતની સ્ખલના ન થાય - એ માટે નીરસ એવો પણ હાર બત્રીશ કોળિયાથી અધિક નહીં. હા કરનારા આચાર્યભગવંતો ચોથા મહાવ્રતની રક્ષા માટે આઠમી વાડનું પાલન કરે છે.
(૩૪) શરીરની વિભૂષાનો ત્યાગ કરનારા આચાર્યભગવંતને નમઃ
ચોથા મહાવ્રતનું નિરતિચાર પાલન કરવા માટે પોતાના શરીરની કોઇ પણ
૪૭
(૩૮) લોભનોત્યાગકરનારા આચાર્યભગવંતનેનમઃ પુણ્યપ્રભાવે પ્રાપ્ત અનુકૂળતામાં પણ નિર્લેપ રહેનારા આચાર્ય ભગવંતો ખરેખર જ નિર્લોભી હોય છે.
(૩૯) સર્વથા પ્રાણાતિપાતથી વિરામ પામનારા આચાર્ય ભગવંતને નમઃ
નાના કે મોટા, અપરાધી કે નિરપરાધી જીવોને જાણતાં કે અજાણતાં કોઇ પણ રીતે દુ:ખ નહિ પહોંચાડનારા આચાર્ય ભગવંતો પ્રથમ મહાવ્રતનું વિશુદ્ધ પાલન કરે છે.
(૪) સર્વથા અસત્ય વચનથી વિરામ પામનારા આચાર્ય ભગવંતને નમઃ
ક્રોધ, લોભ, ભય કે હાંસી-મશ્કરી વગેરેને આધીન બનીને અથવા તો અન્નાનાદિના કારણે પણ અસત્ય નહીં બોલનારા આચાર્ય ભગવંતો બીજા મહાવતને ખૂબ જ ઉપયોગપૂર્વક આરાપે છે.
૪૯
જાતની વિભૂષા તેઓશ્રી કરતા નથી. આ રીતે આચાર્ય ભગવંતો નવ વાડનું પાલન ખૂબ જ કાળજીપૂર્વક કરતા હોય છે. (૩૫) ક્રોધનોત્યાગ કરનારા આચાર્યભગવંતને નમઃ
બીજાના ગમે તેવા અપરાધને સમતાપૂર્વક સહન કરી અંતરથી ક્રોધનો ત્યાગ કરનારા આચાર્ય ભગવંતો ખરેખર જ ક્ષમાશીલ હોય છે.
(૩૬) માનોત્યાગકરનારાઆચાર્યભગવંતનેનમઃ શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસનના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન થવા છતાં અહંકારાદિનો સર્વથા આચાર્ય ભગવંતો ત્યાગ કરે છે. (૩૭) માયાનોત્યાગકરનારા આચાર્યભગવંતને નમઃ
અદ્ભુત પ્રતિભાદિ હોવા છતાં સન્માનાદિના અર્ધી બની કોઇ પા પ્રકારની માયા વગેરેની પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરનારા આચાર્ય ભગવંતો વાસ્તવિક જ સરલ સ્વભાવવાળા હોય છે.
૪૮
(૧)સર્વથા અદત્તાદાનથી વિરામ પામનારા આચાર્યભગવંતને નમઃ
ઘાસની સળી જેવી તુચ્છ વસ્તુ પણ પુછ્યા વિના નહિ કરનારા આચાર્યભગવંતો ત્રીજા મહાવ્રતનું ખૂબ જ સુંદર રીતે પાલન કરે છે. (૪૨) સર્વથા અબ્રહ્મથી વિરામ પામનારા આચાર્યભગવંતને નમઃ
મન, વચન અને કાયાથી સર્વથા મૈથુનથી વિરામ પામી આચાર્યભગવંતો ચોથા મહાવ્રતનું અપ્રમત્તપણે પાલન કરે છે.
(૪૩) સર્વથા પરિગ્રહથી વિરામ પામનારા આચાર્યભગવંતને નમઃ
સંયમનો ઉપકરણમાં પણ મમત્વ નહિ કરનારા આચાર્યભગવંતો ધનાદિ બાહ્ય પરિગ્રહથી અને મિથ્યાત્વ-કપાય હાસ્યાદિ આંતર પરિગ્રહથી રહિત હોય છે.
૫૦
Page #14
--------------------------------------------------------------------------
________________
(૪૪) જ્ઞાનાચારથી પવિત્ર આચાર્ય ભગવંતને નમઃ સૂત્ર અને અર્થનું અપ્રમત્તપણે અધ્યયન કરી આઠ પ્રકારના જ્ઞાનાચારની આરાધના કરવા-કરાવવામાં આચાય ભગવંતો પ્રમાદ સેવતા નથી. (૪૫) દર્શનાચારથી પવિત્ર આચાર્યભગવંતને નમઃ આઠ પ્રકારના દર્શનાચારની આરાધના કરવાપૂર્વક તેની આરાધના કરાવવા દ્વારા આચાર્યભગવંતો અનેક જાવોને સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પ્રબળ કારણ બને છે.
(૪૬) ચારિત્રાચારથી પવિત્રઆચાર્યભગવંતનેનમઃ અપ્રમત્તપણે ખૂબ જ કઠોરપણે સ્વયં સમ્યક્ ચારિત્રનું આરાધન કરી પોતાના શિષ્યાદિવર્ગને પણ તેમાં કઠોર રીતે પ્રવર્તાવ છે.
(૪૭) તપાચારથી પવિત્ર આચાર્ય ભગવંતને નમઃ બાહ્ય અને અત્યંતર એવા તપની આરાધના કરવા-કરાવવામાં નીરત
૫૧
-
સાવદ્યભાષાનો ત્યાગ કરી નિરવદ્યવચન જ બોલનારા આચાર્ય ભગવંતો બીજી સમિતિમાં ઉપયોગવાળા હોય છે. (૫૧) એષણાસમિતિમાં ઉપયોગવંત આચાર્ય ભગવંતને નમઃ
સંયમની સાધના માટે આવશ્યક એવા આહારાદિસંબંધી દોષોનો સર્વથા પરિહાર કરનારા આચાર્ય ભગવંતો ત્રીજ સમિતિના પાલનમાં ઉદ્યત હોય છે. (૫૨) આદાનĒડમત્તનિક્ષેપણાસમિતિમાં ઉપયોગવંત આચાર્ય ભગવંતને નમઃ
રત્નત્રયીની સાધનામાં ઉપયોગી વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને લેતાં કે મૂકતાં ભૂમિ વગેરેની પ્રમાર્જનાને કરનારા આચાર્ય ભગવંતો ચોથી સમિતિના પાલનમાં પ્રયત્નશીલ હોય છે. (૫૩) પારિષ્ઠાપનિકાસમિતિમાં ઉપોગવંત
આચાર્ય ભગવંતને નમઃ
૫૩
એવા આચાર્ય ભગવંતો પોતાના આત્માને પરમાત્મા બનાવે છે.
(૪૯) વીર્યાચારથી પવિત્ર આચાર્ય ભગવંતને નમઃ જ્ઞાનાદિની આરાધનામાં પોતાના મન-વચન અને કાયાના સામર્થ્યને નહિ છુપાવનારા આચાર્ય ભગવંતો અચિંત્ય સામર્થ્યના આશ્રય બને છે. (૪૯) ઇર્ષ્યાસમિતિમાં ઉપયોગવંત આચાર્ય ભગવંતને નમઃ
રત્નત્રયીની સાધના માટે માર્ગે જતાં-આવતાં સાડા ત્રણ હોધ પ્રમાણ જગ્યાને ઉપયોગપૂર્વક જોઇને જ ભૂમિ ઉપર પગ મૂકનારા આચાર્ય ભગવંતો પ્રથમ સમિતિમાં ઉપયોગવાળા હોય છે, (૫૦) ભાષાસમિતિમાં ઉપયોગવંત આચાર્ય ભગવંતને નમઃ
આવશ્યક બને ત્યારે ઉપયોગપૂર્વક હિતકારક અને પ્રમાણોપેત સર્વથા
૫૨
અવશ્ય પરિહાર કરવા યોગ્ય વસ્ત્રાદિ કે મલ-મૂત્રાદિ; સર્વથા જીવજંતુરહિત નિરવઘ ભૂમિમાં પવનારા આચાર્ય ભગવંતો પાંચમી સમિતિમાં ઉપયોગવાળા હોય છે.
(૫૪) મનોગુપ્તિનું પાલન કરનારા આચાર્ય ભગવંતને નમઃ
આર્ત્ત કે રૌદ્ર ધ્યાનાદિ દુષ્ણનનો સર્વથા ત્યાગ કરી મનને શુભ ધ્યાનમાં સર્વદા સ્થિર રાખનારા આચાર્ય ભગવંતો પ્રથમ ગુપ્તિનું પાલન કરે છે. (૫૫) વચનગુપ્તિનું પાલન કરનારા આચાર્ય ભગવંતને નમઃ
પ્રસંગ વિના નિરવઘ પણ વચનને નહિ બોલનારા આચાર્ય ભગવંતો વચનયોગથી અપ્રશસ્ત પ્રવૃત્તિને સર્વથા રોકી રાખે છે.
(૫૬) કાયગુપ્તિનું પાલન કરનારા આચાર્ય ભગવંતને નમઃ
૫૪
Page #15
--------------------------------------------------------------------------
________________
ખૂબ જ સારી રીતે પોતાનાં અંગઉપાંગને સંકોચીને બેસનારા આચાર્ય ભગવંતો કાયાની દુષ્ટપ્રવૃત્તિનો સર્વથા
ત્યાગ કરે છે. (શ્રી ઉપાધ્યાય ભગવંતોના પચીસ ગુણો
(૫૭) શ્રી આચારાંગ સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૫૮) શ્રી સૂયગડાંગ સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (પ) શ્રી ઠાણાંગ સૂત્રોના જ્ઞાતા એવા ઉપાધ્યાય
ભગવંતને નમઃ (૬૦) શ્રી સમવાયાંગ સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૧) શ્રી ભગવતી સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય
ભગવંતને નમઃ (૬૨) શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ
(૬૩) શ્રી ઉપાસકદશાંગ સૂત્રોના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૪) શ્રી અંતગડદશાંગ સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૫) શ્રી અનુત્તરોપપાતિક સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૬) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૬૭) શ્રી વિપાક સૂત્રોના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ
શ્રીમદ્ ગણધર ભગવંતોએ સૂરાથી ગૂંથેલાં બાર અંગમાંથી આજે માત્ર અગિયાર અંગ જ વિદ્યમાન છે. બારમા અંગની અપેક્ષાએ વિદ્યમાન એ અંગોની કોઇ ગણના ન હોવા છતાં આપણા માટે એ અગિયાર અંગોનું જ્ઞાન અગાધ છે. એ અગિયાર અંગના સમર્થજ્ઞાતા ઉપાધ્યાય ભગવંતો યોગ્ય જીવોને ખૂબ
૫૫
પક
જ અપ્રમત્તપણે મુખ્યતાએ સૂત્રનું અધ્યયન
કરાવતા હોય છે. (૬૮) શ્રી ઉવવા સૂત્રોના જ્ઞાતા એવા ઉપાધ્યાય
ભગવંતને નમઃ (૬૯) શ્રી રાયપાસેણી સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૦) શ્રી જીવાભિગમ સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમ: (૭૧) શ્રી પન્નવણા સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય
ભગવંતને નમ: (૭૨) શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રના જ્ઞાતા એવા
| ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૩) શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૪) શ્રી સૂરપન્નત્તિ સૂત્રોના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૫) શ્રી કપ્પિયા સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય
ભગવંતને નમઃ
(૭૬) શ્રી કષ્પવયંસિયા સૂત્રના જ્ઞાતા એવા
ઉપાધ્યાય ભગવંતને નમ: (૭૭) શ્રી પુફિયા સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય
ભગવંતને નમ: (૭૮) શ્રી પુફચૂલિયા સુત્રોના જ્ઞાતા એવા
| ઉપાધ્યાય ભગવંતને નમઃ (૭૯) શ્રી વનિદશાંગ સૂત્રના જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતને નમઃ
અંગમાં જણાવેલા અર્થનું નિરૂપણ કરવા માટે પૂર્વાચાર્યોએ રચેલાં બાર ઉપાંગોના સમર્થ જ્ઞાતા એવા ઉપાધ્યાય ભગવંતો યોગ્ય જીવોને એ ઉપાંગો ખૂબ
જ સુંદર રીતે ભણાવવામાં તત્પર હોય છે. (૮૦) ચરણસિત્તરીના વિશુદ્ધ પાલનને કરનારા ઉપાધ્યાય ભગવંતને નમઃ
પાંચ મહાવ્રતો : પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી સર્વથા વિરામ પામવું તે.
૫૭.
૫૮
Page #16
--------------------------------------------------------------------------
________________
દશ શ્રમણધર્મ : (૧) ક્ષમા (૨) નમ્રતા (૩) સરળતા (૪) સંતોષ (૫) તપ (૬) સંયમ (૭) સત્ય, બાહ્ય અને અત્યંતર (૮) પવિત્રતા (૯) અપરિગ્રહ અને (૧૦) બ્રહ્મચર્ય.
દશ વૈયાવચ્ચ ઃ (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) તપસ્વી (૪) નૂતનસાધુ (૫) બિમારસાધુ (૬) પોતાના ગણના (૭) પોતાના કુલના (૮) સાધુ (૯) સંઘ અને (૧૦) પોતાના સામાચારીવાળા.
નવ વાડો : ચોથા મહાવ્રતની રક્ષા માટેની નવ વાડો : આચાર્યભગવંતના ગુણોમાં જણાવ્યા મુજબ.
રત્નત્રય : જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના.
બાર તપ : (૧) અનશન (૨) ઊોદી (૩) દ્રવ્યસંક્ષેપ (૪) વિગઇત્યાગ (૫) કાયક્લેશ (૬)સંલીનતા (૭) પ્રાયશ્ચિત્ત
૫૯
ચાર પિંડવિશુદ્ધિ : વસ્ત્ર, પાત્ર, વસતિ અને આહાર નિર્દોષ લેવા.
પાંચ સમિતિ : ઇર્યાસમિતિ... વગેરે પાંચ સમિતિ : આચાર્ય ભગવંતના ગુણોમાં જણાવેલી.
બાર ભાવના : (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) લોકસ્વભાવ (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મની ઉત્તમતા.
બાર પ્રતિમા : સાધુ ભગવંતોને કરવાના વિશિષ્ટ નિયમો,
પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ : સંયમના સત્તર પ્રકારમાં જણાવ્યા મુજબ,
પચીસ ડિલેહણા : વસ્ત્રાદિની
પડિલેહણાની રીતો...
ત્રણ ગુપ્તિ : મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો નિરોધ.
૬૧
(૮) વિનય (૯) વૈયાવચ્ચ (૧૦) સ્વાધ્યાય (૧૧) ધ્યાન (૧૨) કાયોત્સર્ગ.
ચાર કષાયત્યાગ : ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ
સત્તર પ્રકારનો સંયમ : હિંસા અસત્ય ચોરી મૈથુન પરિગ્રહ આ પાંચથી વિરામ પામવું, સ્પર્શન રસન પ્રાણ ચતુ શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ. ક્રોધ, માન, માયા, લોભ - આ ચાર કષાયનો ત્યાગ અને મન, વચન તથા કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો ત્યાગ.
આ રીતે [૫ + ૧૦ + ૧૦ + ૯ + ૩ + ૧૨ + ૪ + ૧૭ = ૩૦] સિત્તેર પ્રકારે ચારિત્રધર્મના મૂળ ગુણોને આશ્રયી ઉપાધ્યાય ભગવંતો અપ્રમત્તપણે સંયમની સાધના કરે છે.
(૮૧) કરણસિત્તરીના વિશુદ્ધ પાલનને કરનારો ઉપાધ્યાય ભગવંતને નમઃ
૬૦
ચાર અભિગ્રહઃદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયી ગોચરી વગેરેમાં નિયમ.
આ રીતે [૪ + ૫ + ૧૨ + ૧૨ + ૫ + ૨૫ + ૩ + ૪ = ૭૦] ચારિત્રધર્મના મૂળ ગુણોને અનુકૂળ એવા ઉત્તર ગુણોને આશ્રયી ઉપાધ્યાય ભગવંતો સિત્તેર પ્રકારે ખૂબ જ કાળજીપૂર્વક
સંયમની સાધનામાં અપ્રમત્ત હોય છે. અહીં જ્યાં જ્યાં કષાયત્યાગ કે ઇન્દ્રિયોનો નિગ્રહ વગેરેનો બે બે વાર ઉલ્લેખ છે – તે તેની તેની અતિશય આવશ્યકતા છે. એ જણાવે છે.
શ્રી સાધુ ભગવંતોના સત્તાવીશ ગુણો (૮૨) સર્વથા પ્રાણાતિપાતથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
નાના કે મોટા; અપરાધી કે નિરપરાધી જીવોના કોઇ પણ જાતના
૬૨
Page #17
--------------------------------------------------------------------------
________________
વધને સાધુ ભગવંતો મન-વચન-કાયાથી કરતા નથી, કરાવતા નથી અને કરતાને
સારા માનતા નથી. (૮૩) સર્વથા મૃષાવાદથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
કોઇ પણ સંયોગાદિને આધીન બની ત્રિવિધ ત્રિવિધ અસત્યભાષણથી
સાધુ ભગવંતો સર્વથા દૂર રહે છે. (૮૪) સર્વથા અદત્તાદાનની પ્રવૃત્તિથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
સંયમની સાધના માટે આવશ્યક એવાં ઉપકરણો પણ પૂછ્યા વિના નહિ લેનારા સાધુ ભગવંતો કોઇ પણ અદત્તને
ગ્રહણ કરતા નથી. (૮૫) સર્વથા મૈથુનથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
સાધુ ભગવંતો; દેવતા, મનુષ્ય કે તિર્યંચ સંબંધી સ્ત્રીઓના સ્પર્શાદિથી
સર્વથા દૂર રહી ચોથા મહાવ્રતનું વિશુદ્ધ
પણે પાલન કરે છે. (૮૬) સર્વથા પરિગ્રહથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમ:
ધન ધાન્ય ક્ષેત્રો... વગેરે બાહ્ય અને મિથ્યાત્વ વગેરે અત્યંતર પરિગ્રહનો સર્વથા ત્યાગ કરી સાધુ ભગવંતો સંયમનાં
ઉપકરણો પ્રત્યે પણ મમત્વ કરતા નથી. (૮૭) સર્વથા રાત્રિભોજનથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ
કોઇ પણ સંયોગોમાં સાધુ ભગવંતો રાત્રિદરમ્યાન ચાર આહારને વાપરતા નથી. (૮૮) પૃથ્વીકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમઃ (૮૯) અપૂકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૦) તેઉકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમ:
૬૩
૬૪
(૯૧) વાઉકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૨) વનસ્પતિકાય જીવોની રક્ષા કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૩) ત્રસકાય જીવોની રક્ષા કરનારા સાધુ ભગવંતને નમઃ
પોતાની અનુકૂળતા માટે કોઇ પણ જીવને જાણતાં કે અજાણતાં દુ:ખ ન પડેએનો ખ્યાલ રાખી સાધુ ભગવંતો પોતાની બધી જ પ્રવૃત્તિઓ જયણાપૂર્વક
કરતાં “છ” કાય જીવોની રક્ષા કરે છે. (૯૪) સ્પર્શનેન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૫) રસનેન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ
ભગવંતને નમઃ (૯૬) ઘ્રાણેન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ
ભગવંતને નમઃ (૭) ચક્ષુ-ઇન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ
ભગવંતને નમઃ
(૯૮) શ્રવણેન્દ્રિયનો નિગ્રહ કરનારા સાધુ ભગવંતને નમઃ
પાંચેય ઇન્દ્રિયોના અનુકૂળ કે પ્રતિકૂળ એવા શબ્દ રૂપ ગંધ રસ કે સ્પર્શ વગેરેના વિકારોમાં પોતાની ઇન્દ્રિયોને
સાધુ ભગવંતો જોડતા નથી. (૯૯) લોભનોનિગ્રહ કરનારા સાધુ ભગવંતને નમ:
સર્વ પાપના મૂળભૂત લોભનો સર્વથા નિગ્રહ કરનારા સાધુ ભગવંતો પોતાના મનને ખૂબ જ સારી રીતે
વિષયાભિલાષથી દૂર રાખતા હોય છે. ( ૧O) ક્ષમાને ધારણ કરનારા સાધુ ભગવંતને નમઃ
મરણાંત કષ્ટના પ્રસંગે પણ કષાયને પરવશ બન્યા વિના કોઇ પણ જાતનો પ્રતિકાર કર્યા વિના પાપના તીવ્ર ઉદયે આવેલા
અનિષ્ટને સાધુ ભગવંતો સહન કરે છે. (૧૦૧) ચિત્તની નિર્મળતાને ધારણ કરનારા સાધુ
ભગવંતને નમ:
૬૫
Page #18
--------------------------------------------------------------------------
________________ રત્નત્રયીની સાધનામાં લીન રહેનારા સાધુ ભગવંતોનું ચિત્ત વિષયકષાયની પરિણતિથી રહિત હોવાથી અત્યંત નિર્મળ હોય છે. (102) વિશુદ્ધ રીતે વસ્ત્રાદિની પ્રતિલેખના કરનારા સાધુ ભગવંતને નમઃ રત્નત્રયીની વિશુદ્ધ આરાધનામાં પોતાની શાસ્ત્રવિહિત પણ કોઇ પણ પ્રવૃત્તિથી કોઇ પણ જીવની હિંસા થાય નહિ-એનો સતત ઉપયોગ રાખનારા સાધુ ભગવંતો વસ્ત્રાદિ ઉપકરણોની ખૂબ જ ઉપયોગ રાખી પ્રતિલેખના કરે છે. (103) સંયમયોગમાં સદૈવ પ્રવર્તનારા સાધુ ભગવંતને નમ: સંયમની સાધનામાં નિદ્રા-વિકથાદિ પ્રમાદનો ત્યાગ કરી સાધુ ભગવંતો પાંચ સમિતિ અને ત્રણ-ગુપ્તિનો આદર કરી સંયમના દરેક યોગમાં પ્રવર્તે છે. (104) અકુશલ મનનો વિરોધ કરનારા સાધુ ભગવંતને નમઃ (105) અકુશલ વચનનો નિરોધ કરનારા સાધુ ભગવંતને નમઃ (106) અકુશલ કાયાનો નિરોધ કરનારા સાધુ ભગવંતને નમઃ અપ્રશસ્ત-સંસારમાં ભટકાવનારમન, વચન અને કાયાની અકુશલ પ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરી સાધુ ભગવંતો સર્વદા કુશલ યોગોમાં પ્રવર્તે છે. (107) શીતાદિ પરીસહોને સહન કરનારા સાધુ ભગવંતને નમઃ સંસારના સુખના તીવ્ર રાગે અને દુ:ખના તીવ્ર દ્વેષે ભૂતકાળમાં બાંધેલા કર્મની એકમાત્ર નિર્જરા માટે સાધુ ભગવંતો ક્ષુધા તૃષા શીત ઉષ્ણ... વગેરે બાવીશ પરિષહોને નિરંતર સહન કરવામાં પ્રયત્નશીલ હોય છે. 67 (108) ઉપસર્ગને સહન કરનારા સાધુભગવંતને નમ: ભૂતકાળના તીવ્ર નિકાચિત અશુભ કર્મના ઉદયે સાધુ ભગવંતોને જ્યારે દેવતિર્યંચસંબંધી ઉપસર્ગો આવે ત્યારે; ખંધકમુનિ; ગજસુકુમાલમુનિ, મેઘકુમારમુનિ, મેતારજમુનિ વગેરે મહાત્માઓની જેમ ખૂબ જ સમતાપૂર્વક સહન કરે છે. આ રીતે પંચપરમેષ્ઠી ભગવંતોના 108 ગુણોનું પરિભાવન કરી નમસ્કારમંત્રનું પરમતારક સ્મરણ કરવામાં આવે તો ચિત્તની સ્થિરતા સહજપણે પ્રાપ્ત કરાશે. 69